________________ 216 લાફિંગ મેન પડવાના જ નહિ. આટલી બધી તમાકુ પી પી કરે, પછી તે પ્રજાનું બીજું શું થાય ? એ લેકના સાક્ષરો પણ મોંમાં ચુંગી રાખીને જ લખવા બેસે છે! પણ ચાલો, આપણે આપણે ખેલ શરૂ કરીએ.” પછી તે ઉસસ સૂત્રધાર તરીકે આવીને પિતાનું વક્તવ્ય નિયમ મુજબ બોલી ગયો, અને ત્યાર બાદ “અંધાધૂધી ઉપર વિજયને ખેલ બરાબર શરૂ થયો. જ્યારે ગ્નિનપ્લેઈનના માથા ઉપર ડિયાને હાથ ફેરવવાને આવ્યો, ત્યારે ઉસસે વાળનું બોચિયું પોતાના માથા ઉપર પહેરી લીધું અને પોતે જ તેના હાથ નીચે બેસી ગયો અને વુિનલેઈનને જે કંઈ બોલવાનું હતું તે તેના અવાજે બેસી ગયો. * બધી નકલ એવી આબેહૂબ થઈ કે, ફિબિ અને વિનસ બંને જણ પણ ઉર્સસની કળા ઉપર મુગ્ધ થઈ ગયાં. ખેલ પૂરો થયો એટલે ઉર્સસ પરસેવાથી રેબઝેબ થઈ હોમને સંબંધીને ધીમેથી બે -“તું ભાઈ સમજે છે કે, આપણે વખત મેળવવો જોઈએ; અને એમાં આપણે સફળ થયા છીએ. ગ્વિનપ્લેઈન કદાચ આજે કે કાલે પણ આવે. તો પછી નાહક ડિયાને શા માટે મારી નાખવી ? મેં આજે કેવા અવાજો કાઢવ્યા ? હું મારા ઉપર જ ખુશ થે છું. ડિયાને ખાતરી થઈ છે કે વિનપ્લેઈન હાજર જ છે, ખરું ને ?" તરત ડિયાએ પૂછયું, “ઉર્સસ, 4િનપ્લેઈન કયાં છે ?" ઉસે ચેકીને પાછા ફરીને જોયું. ડિયા થિયેટરના ફાનસ નીચે જ ઊભી હતી. તે ફીકી પડી ગઈ હતી અને ધ્રુજતી હતી. “હું જાણું છું. તે આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેમને પાંખ આવી છે, એ હું ક્યારની જાણતી હતી.”