________________ શ્રીન-બેંકસનું પતન અને નાશ 217 પછી આકાશ તરફ પિતાની અંધ આંખ ઊંચી કરીને બેલી H “મારો વાર ક્યારે આવશે ?" ઉર્સસ જડસડ થઈ ગયો. અવાજની તેણે કરેલી નકલથી આંખવાળી ફિબિ અને વિનસ ભરમાઈ હતી, પણ આંખે વિનાની ડિયા ભરમાઈ ન હતી. તે ડિયા તરફ જોઈ રહ્યો. ડિયા ચૂપ ઊભી હતી, પણ વધુ ને વધુ ફિઝી પડતી જતી હતી. તે જ ઘડીએ વીશીવાળા નિકોલસે હાથમાં મીણબતી સાથે આવીને ઉર્સસને પિતાની પાસે બેલાવ્યો. તે પાસે ગયો એટલે નિકોલસે કહ્યું, “જ્યારે તમે નટ અને પ્રેક્ષકોને ખેલ એકલે હાથે કરતા હતા, ત્યારે કોઈએ આવીને વીશીનું બારણું ઠોક્યું હતું. મને એ વસ્તુ ગમી નહોતી, પણ મેં બારણું ઉઘાડયું. જે બહાર આવેલો હતો તેની વાત સાંભળી લઇ, મેં બારણું બંધ કરી દીધું, પછી તેઓએ ફરીથી બારણું ઠેકયું.” જે પ્રથમ આવ્યું હતું તેણે જ ?" “ના બીજા કોઈ કે. પણ પહેલું બારણું કાણે ઠેકયું હશે તે ક જોઉં ?" હું કલ્પી શકતા નથી.” “એ સામે સાખપડોશી, સર્કસનો મેનેજર હતો. તે તમને એક ઓફર આપે છે.” ઓફર ?" “હા. તેણે કહ્યું કે, આજે પિોલીસવાળા અહીં આવી ગયા તે તેણે નજરે જોયું છે. પણ તે તમારા મિત્ર છે એ વંતુ તમારી આગળ સાબિત કરવા તમારું “ગ્રીન-બોકસ' ગાડું, બે ઘડા, તમારાં ખૂગલ, એ ખૂગલ ફૂકનારી બે સ્ત્રીઓ, તમારે ખેલ, તમારી અંધ