________________ લાફિંગ ઍન તરત કરે એ ઢગલાને બે હાથે ખોતરવા લાગે. ખોતરતાં એક ફીકું મોં ખુલ્લું થયું. એની આંખો બિડાયેલી હતી; અને અવાજ તે મેંમાંથી આવતું હોય એ શક્ય ન હતું, કારણ કે હોઠ ખુલ્લા હતા ! પણ તેમાં બરફ ભરાઈ ગયેલ હતો. આખો ચહેરે ચેષ્ટા વિનાનો હતો - તથા છોકરો આસપાસ ખોદકામ કરતો હતો તેથી પણ તેના ઉપર કશા ફેરફાર થતા ન હતા. પેલા છોકરાનાં આંગળાં આ ચહેરાને અડ્યાં કે તરત છેકરે આખે શરીરે ધ્રુજી ઊઠડ્યો -એ ચહેરે તદન ઠંડે હતો. તે એક સ્ત્રીને ચહેરે હતા, અને તે સ્ત્રી મરી ગયેલી હતી. છોકરાએ હવે ખોદકામ આગળ ચલાવ્યું. અને તે ખભાના ભાગ આગળ આવ્યો. અચાનક તેને આંગળાં નીચે કશું હાલતું જણાયું. છોકરાએ ઝટપટ એ ભાગને બરફ ખેતરવા માંડ્યો. થોડી વારમાં એક બાળક માની ખુલ્લી છાતીએ વળગેલું, ટાઢથી ઠરી ગયેલું, પણ હજુ જીવતું, તેના હાથમાં આવ્યું. એ નાની બાળકી હતી. તેને તેની માએ પોતાનાં ચીંથરાંમાં વીંટવા પ્રયત્ન કરેલ, પણ એ ચીંથરાંય પૂરતાં ન હોવાથી તે બાળકી તેમાંથી હાલીને છૂટી થઈ ગઈ હતી. તેને નર્સ તો પાંચ કે છ મહિનાની કહે, પણ તે કદાચ એકાદ વરસની હતી, અને ભૂખમરાની તંગીથી તે ઠીંગરાઈ ગઈ હતી. તેના મને ભાગ ખુલ્લો થયે એટલે તેણે હવે ખુલ્લે મેએ રડવા માંડ્યું. અત્યાર સુધી તેનું રુદન બરફ નીચે અને માની છાતીમાં રૂંધાઈ જતું હતું. પેલા છોકરાએ એ બાળકીને હાથમાં લીધી. પેલી બાઈ આ મેદાનમાં બરફના તોફાનમાં રસ્તો ભૂલી જઈને અટવાઈ ગઈ હતી. તે આશરો શોધતી આમતેમ ફરતી હશે, તેમાંથી રસ્ત ખોઈ બેઠી હશે. બરફથી ઠરી જતાં તે નીચે ઢળી પડી હશે,