SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બરફથી હૃદય ટાટું ન પડે હતી. છોકરે ઘૂંટણિયે પડી પગલાંની દિશા શોધવા પ્રયત્ન કરવા લાગ્યો. તેવામાં તેને કશો અસ્પષ્ટ અવાજ સંભળાયો. કદાચ ઈના રૂંધાયેલા નિસાસાના અવાજ હતું કે કેવળ તેને ભ્રમ પણ હોય. તેણે આસપાસ નજર કરી જોઈ, પણ કાંઈ દેખાયું નહિ. તેણે ફરી કાન માંડી જોયા, પણ એ અવાજ સંભળાયો નહિ. જરૂર એ ભ્રમણા જ હશે, એમ માની તે આગળ ચાલવા મંડ્યો ? કશી દોરવણી વિના જ, જ્યાં પોતાના પગ પડે તે તરફ આગળ ને આગળ. તે થોડુંક આગળ વધ્યો હશે તેવામાં ફરી પેલે અવાજ સંભળાયો. તેણે પાછા વળી ફરીથી નજર કરી. આ વખતે તેને બંધ ન રહી; કેઈના નિસાસાનો અવાજ હતો, એ એક્કસ હતું. એ અવાજ હવે વારંવાર સંભળાવા લાગે. કઈ વેદનાપીડિત કંઠને મદદ માટેનો અવાજ હતો - પણ એવા કંઠને કે જેમાં વેદના કે મદદની માગણીનું ભાન ન હોય. એ અવાજ રૂંધાયેલા રુદનનો પણ હોઈ શકે. ચોથી વખત તેને એ અવાજ સંભળાયો. જો કે એ અવાજની માત્રા એવી હતી કે, હવે જાણે તે બંધ પડવાની તૈયારીમાં છે, અને એકાદ બે પ્રયત્ન પછી તે સદંતર બંધ પડી જશે. છોકરો એ અવાજ જે દિશામાંથી આવતો હતો, તે તરફ જલદી દોડ્યા. કશું જ દેખાતું ન હતું, પણ અવાજ જાણે તેની તદ્દન નજીકમાંથી આવતો હોય એમ તે તેને લાગ્યું જ. બાળકને હવે એ નીરવતામાં એવા અવાજના ભણકારાને ડર લાગવા માંડયા. તે એક વખત ત્યાંથી દૂર ભાગી જવાને વિચાર કરતા હતા, તે બીજી વખત એ અવાજ કરે છે તે શોધી કાઢવાને વિચાર કરતો હતો. તે જ ક્ષણે તેની નજર સામે બરફ નીચે ઢંકાયેલી કબર જેવો એક નાને ઢગલે દેખાય. અને તે જ ઘડીએ પેલે અવાજ એ ઢગલા નીચેથી ફરીથી નીકળ્યો.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy