________________ સંપત્તિના માલિક તે અને ડિયા નસીબે ઉઘાડેલી બારીમાંથી સુખ મેળવી રહ્યાં હતાં, પણ બાકી બધું તો કંગાલિયતની ઘેરી ખીણ જ ઘૂઘવતી હતી. કેઈ કોઈ વાર શ્વિનપ્લેઈનને ઉપરના થરની દુનિયા પણ દેખાતી, જેના અવિચારી બોજા હેઠળ જ આ નીચેની દુનિયા દબાઈ જતી હતી. ઘણી વાર પ્રયત્ન કરીને તે માનવતાની આ વિપરીત વેલે સમજવા પ્રયત્ન કરતો. બાળકે હીણપત ભોગવવા જ શાથી મોટાં થાય છે ? કુંવારિકાઓ પાપી જીવનમાં સબડવા જ શાથી જુવાન થાય છે ? ગુલાબો કાદવમાં રગદોળાવા માટે જ શાથી ખીલે છે ? માણસજાતનું શું એ જ ભાવી છે ? કુટુંબોને સમાજ ખાઈ જાય છે; નીતિને કાયદાઓ ભીંસમાં લે છે; જખમો સજાએથી ડુંભાય છે; ગરીબાઈને કરવેરા ખેતરી ખાય છે; બુદ્ધિ અજ્ઞાનના ખાબોચિયામાં જ ગળચવાં ખાય છે, –ટૂંકમાં દુઃખ-શાક, ભૂખ-તરસ અને કંગાલિયત-ગુનાખોરીનું કેવું આ સબડતું ખાબોચિયું - જે પાછું - માનવ જીવન કહેવાય છે ! પણ આ વિચારે આટલેથી જ અટકતા નહિ. તેને આ બધા દુઃખદરિયો શી રીતે ઓછો થઈ શકે, તેને વિચાર પણ આવતે. હું વધુ શક્તિમાન હોત, તો આ દુઃખ ઓછું કરવા કંઈકે પ્રયત્ન કરી શકત. પણ હું કોણ છું ? એક નાનું સરખો અણુ ! મારાથી શું થઈ શકે? કાંઈ જ નહિ ! પણ ફિલસૂફ હંમેશાં માણસને અંતરને જાસૂસ હેય છે. ઉસથી પોતાના શિષ્યની આ આંતરિક ગડમથલ ઝાઝો વખત અછતી ન રહી. એક વખત ડ્રિનપ્લેઈન આવા વિચારવમળે ચડી ગયો હતો, ત્યારે જ ઉસસે તેને ઊધડો લીધે– “અલ્યા મૂરખ ! તું તે કંઈ આંખો વાપરવા લાગે છે ને કંઈ ? પણ સાવધાન ! તારે તો ડિયાને પ્રેમ કરવો, એટલું જ કામ