SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ “ભૂરું વાદળ કાળા વાદળ કરતાં ખરાબ; કારણ કે એ બરફ વરસતું વાદળ કહેવાય. તને બરફનું વાદળ એટલે શું તેની ખબર છે?” “ના.” “તે થોડા સમયમાં જ ખબર પડશે. ભગવાનની ઈચ્છા જુદી જ જણાય છે. પણ તું આ ચેનલના દરિયાને ભેમિયો છે ?" નાપહેલી જ વાર આવ્યો છું. સામાન્ય રીતે આયર્લેન્ડ તરફ જ જા-આવ કરું છું. મને આ દરિયાને અનુભવ નથી.” એ વળી વધુ ગંભીર બાબત કહેવાય. ચૅનલને દરિયે ઓળંગનારને તે પડીની પેઠે તેનું તળિયું વાંચતાં આવડવું જોઈએ. હરઘડી આ સમુદ્રનું ઊંડાણ જોતા જ રહેવું પડે.” “અહીં પચીસ ફેધમ ઊંડાણું છે.” પણ આપણે પશ્ચિમ તરફ પંચાવન ફેધમના ઊંડાણવાળા ભાગ તરફ જઈ પહોંચવું જોઈએ, અને પૂર્વ તરફના વીસ ફંધમ ઊંડાણવાળા ભાગથી બચવું જોઈએ.” “આજે રાતના આપણે ઊંડાણ માપીશું.” “પણ ઊંડાણ માપવા વહાણને થોભાવવું પડે; પણ તે તું પવનને કારણે આજે નહિ કરી શકે.” “પણ હું ગમે તેમ કરીને આજે ઊંડાણ માપી લઈશ; ભગવાન ઉપર શ્રદ્ધા રાખો.” “શબ્દ જાળવીને વાપર, એ ભયંકર નામ ગમે તેમની ઉચ્ચારીશ.” “પણ હું આજે ઊંડાણ માપીશ જ.” પાણીના તાણથી તારું સાચું નીચે નહિ જાય, અને દેરી તૂટી જશે. તું આ ભાગમાં પહેલી વાર જ આવ્યું છે ને ?" : “પહેલી જ વાર.” . “તે સાંભળ; જહાજને પશ્ચિમ તરફ લે.” અશક્ય; પવન છેક સામો છે; અને સઢ તૂટી જાય.”
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy