________________ દરિ ઉપર તે હવે સમુદ્ર સાથેની તકરાર જે રીતે તારે પતવવી હેય તે તું જાણે.” “પવન બદલાવો જોઈએ.” આજે રાતના તે નહિ જ બદલાય.” “કેમ ?" “આ તેફાન બારસો ગાઉ લાંબું હોય છે. છતાં પશ્ચિમ તરફ વળવાને પ્રયત્ન કરી જે.” પવન આપણને પૂર્વ તરફ ઘસડે છે.” " પૂર્વ તરફ કોઈ પણ ઉપાયે ન જતો.” " કેમ ?" “આજે આપણે માટે મેત શું છે, તે તું જાણે છે ?" “ના.” “પૂર્વ દિશા એ આપણું મત છે.” હું ગમે તેમ કરી પશ્ચિમમાં જ હુંકારીશ.” “જે આજની રાતે દરિયામાં આપણને ઘંટને અવાજ સંભળાય, તો જાણવું કે આપણે ખતમ !" “તમે શું કહેવા માગે છે ?" ડોસાએ કંઈ જવાબ ન આપ્યો. તેની આંખ હવે બહારની બાજુએથી અંદરની બાજુએ વળી ગઈ હતી. તેના હેઠમાંથી અજાણપણે જ શબ્દો નીકળ્યાઃ “કાળા આત્માઓએ પિતાની જાતને જોવાની ઘડી આવી પૂગી છે.” આ બુદ્ધ કઈ પાગલ માણસ જ છે,” એમ કહી સુકાની ત્યાંથી ખસી ગય. છતાં તેણે વહાણને પશ્ચિમ તરફ લેવાને પ્રયત્ન કર્યો જ. પરંતુ પવન અને સમુદ્ર જોરથી ઊઠતા હતા. - થોડી જ વારમાં આકાશની કિનારી ભૂરા વાદળથી છવાઈ બઈ– પશ્ચિમમાં તેટલી જ પૂર્વમાં. પવનની સામે એ આગળ વધતું