SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ ને , મારે જાણવું છે કે, આ બાઈના મોત માટે કેણુ જવાબદાર છે. માણસે ? કે ..." તેણે આંખ ઊંચી કરી અને પૂછયું, “કે પછી તું? " પણ પછી આંખ નીચી કરીને તે ગણગણ્યોઃ “રાતના અંધારાએ જ તે સ્ત્રીને મારી નાખવાની મહેરબાની કરી છે.” અજવાળું થઈ ગયું હતું. તેની નજર અચાનક પેલા છોકરા ઉપર પડી. તેણે તરત જ તેને ધમકાવીને પૂછયું, “તું શાની સામે જોઈને હસે છે, અલ્યા ?" “હું હસતું નથી.” ઉસસ એકદમ ચકળ્યો. તેણે પોતાના બંને હાથ તેના ખભા ઉપર ગોઠવ્યા અને તેના મોં સામે જોઈને પાછું ધમકાવીને કહ્યું, હસતે બંધ થા, કહું છું !" હું હસતું નથી.” ઉર્સસ પગથી માથા સુધી કંપી ઊઠયો. " તું હસે છે, હું કહું છું.” પછી પેલા છોકરાને જંગલીપણે હચમચાવી મૂકી તેણે પૂછયું : “આ તને કોણે કર્યું ?" “તમે શું પૂછે છે ?" તારા મોં ઉપર આ હસવાનું કેટલા દિવસથી કોતરેલું છે ?" તમે શું પૂછે છે ? હું તે હંમેશાં આવો જ છું.” ઉર્સસ વિચારમાં પડીને બે, “હું તે એમ માનતા હતા કે, હવે આ રીત બંધ થઈ છે.” પછી તેણે પેટી ઉપર પેલી છોકરીના ઓશીકા તળે ગોઠવેલી પડી હાથમાં લીધી અને તેનાં પાન ફેરવવા માંડ્યાં. તે ચોપડી છૂટાં પાન બાંધીને બનાવેલી હતી. એક પાન આગળ થી તે ગણગણ્યો : “આ રહ્યું. બરાબર એ જ છે.” પછી તેણે એ ચોપડી
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy