________________ 294 લાફિંગ મેર હોય તેમ તે ધીમે ધીમે તે તરફ ડગલાં ભરતો બંને હાથ હલાવતા આગળ ચાલ્યો અને બોલ્યો, “હું આવું છું, હમણાં જ આવું છું.” તેના મોં ઉપર પણ ડિયાના મોં ઉપર છવાયું હતું તેવું મધુર સ્મિત છવાઈ રહ્યું. આગળ ચાલતા ચાલતે તે છેક કિનારીએ આવી પહોંચ્યા. અને પછી તેણે નીચે પાણીમાં પડતું નાખ્યું. પણ પાણીમાં ધબકે બેલે તે પહેલાં હવામાં જાણે નીચેના શબ્દો ફેલાઈ ગયા, “ડિયા, આ હું આવી પહોંચે !" જ્યારે ઉસ ભાનમાં આવ્યો, ત્યારે તેણે ગ્રિનપ્લેઈનને ન જે. તપાસ કરી, તે હમેને જહાજની કિનારી ઉપર ઊભો ઊભો દરિયા તરફના અંધારા સામું જોઈ ઘૂઘવતે જે.