________________ જેસિયાનાને બાળી નાખવી હતી. કોઈ પુરુષે કોઈ સ્ત્રીને કારણ વિના. આટલી ભયંકર રીતે ધિક્કારી નહિ હોય; જીવતાં અને ઊંઘતાં એ - સ્ત્રી તેને માટે કાયમને ઓથાર બની રહી હતી. –કદાચ તે એને પ્રેમ કરતો હતો. પ્રેમ જ પલટાઈને આવા કારમાં ઠેષનું રૂપ ધારણ કરી શકે ! બાર્કિલફેડ્રોએ હવે, રાણી એના પિતાની બહેન જૉસિયાના પ્રત્યે કેવો ભાવ રાખે છે, તે નક્કી કરવા પ્રયત્ન આદર્યો. રાણુ આમ તો પિતાના મનના ભાવ ગૂઢ રાખતી; પરંતુ કઈ કઈ વાર એવું બોલી નાખતી, કે જે મારફતે તેના ગુપ્ત ભાવ પ્રગટ થઈ જતા. બાલિફે એ તપાસ રાખવા માંડી. રાણું એનને તેના પતિ તરફથી પ્રશિયાની નવી રાણુ સાથે સગાઈ હતી. એ રાણીને પણ બરનેસ ડ્રિકા નામે પોતાના પિતાના ગેરકાયદે સંબંધથી જન્મેલી નાની બહેન હતી. એક વખતે બાલિકે હાજર હતો તે વખતે રાણી એને પ્રશિયાના એલચીને પેલી ફ્રિકા વિષે પ્રશ્નો પૂછવા માંડ્યા. " તે બહુ તવંગર છે, એમ સાંભળ્યું છે.” " ઘણાં ઘણાં તવંગર છે, " એલચીએ જવાબ આપ્યો. તેને ઘણા મહેલો છે.” " રાણજી કરતાં પણ વધુ ભવ્ય.” " તે કાને પરણવાની છે ?" એક ઘણું મોટા ઉમરાવ, કાઉન્ટ ગેમેંને.” તે કાઉન્ટ પણ દેખાવડા છે ?" અભુત.” પેલી જુવાન છે ?" " તદ્દન.” * " રાણી જેટલી જ સુંદર છે ?"