________________ 214 લાકિંગ ઍન વીશીવાળાના નોકરે પણ ધમાલ મચાવી મૂકી હતી. જાણે ઘાંટા પાડી પાડીને લોકોના હલ્લાને હઠાવતો હોય એમ તે બૂમબરાડા પાડતો હતો, અને ટેબલ ઉપર તેમ જ પીપ ઉપર મુક્કાઓ ઠેકતે હતા. માત્ર હોમ ઉદાસ થઈને ચૂપ ઊભો રહ્યો હતો. ઉસે હવે બોલવા માંડયું, " ખરી વાત છે, વિનપ્લેઈન, આજે આપણા હરીફાએ લોકોને તોફાન કરવા જ મોકલ્યા છે. આપણે ધંધો સારો ચાલે એ એમનાથી ખમાતું નથી. આ બધું ટોળું માત્ર પ્રેક્ષકોનું નથી. તેમાં ભાડૂતી તેફાનીઓ છે. તેઓ આજે ખેલ કરવા દેવાના નથી. અરે આપણે મિત્ર ટોમ-જિમ-જેક પણ આવ્યું છે ને ! તે બંને હાથે ઝપાટા લગાવી રહ્યો છે. પણ આજે ટોળું મોટું છે, એનું કાંઈ ચાલશે નહિ. જે, જે, પણ એ તોફાનીઓ આપણી “ગ્રીન-બોકસ'ને કંઈ નુકસાન ન કરે ! એના કરતાં તો ખેલ આજનો દિવસ બંધ રાખીએ તે કેમ ? અરે એય બુઢ્ઢા દૂર હટ! દૂર હટ ! અરે એ ડાકણ! તારી ચીસે જરા ઓછી પાડ ! અરે એ દેડકાઓ, આમ ડ્રાઉં ડ્રાઉં શું કરો છો ? અરેરે, આ તે શહેર છે કે જંગલ ? આ રાંડોની ચીસે તો એમના માટીડા કરતાંય મોટી છે ને ! ગ્નિનપ્લેઈન ! જરા થંભ, હું જરા ભાષણ કરીને તેમને જરા સમજવી જોઉં - બાનુઓ તથા સદ્ગહ(ઉર્સસના કંઠમાંથી તોફાનના અને બૂમોના અવાજો !) મને જરા સાંભળો તો ખરાં ! મારા ઉપર મહેરબાની કરીને જરા ચૂપ રહે, મને જ થોડુંક બખાળવા દે (ઉર્સસના કંઠમાંથી વધુ મોટી બૂમો અને વાતોના અવાજે !) સગૃહસ્થ તમે છેક નીચલી કેટીમાંથી પધાર્યા છે, એ હું જાણું છું. છતાં હું તે તમારે માટે માનવાચક સગૃહ " શબ્દ જ વાપરું છું. તમારા જેવા ભામટાઓ અને ધાંધલિયાઓએ પારકે પૈસે દારૂ પીને અમારા ખેલમાં તોફાન કરવા માટે પણ હાજરી આપવાનું બહુમાન મને બક્યું છે (વધુ મોટા અવાજો, ઉર્સસના કંઠમાંથી જ!) તે બદલ મારાં જૂતિયાં તમારાં