________________ અત્યારે તેને કોઈ એ જે હોત, તે એમ જ કહેત કે, કઈ દારૂડિયે લથડિયાં ખાય છે. તે ધીમે પગલે, નીચે માથે, ડાબો હાથ પીઠ પાછળ જમણા હાથમાં રાખી, ખુલ્લી આંગળીઓ સાથે ફરતો હતો. અચાનક તેની આંગળીઓમાં કશું ખોસવામાં આવ્યું હોય એમ તેને લાગ્યું. તેણે ચેકીને પાછા ફરીને જોયું. તેના હાથમાં એક કાગળ મૂકવામાં આવ્યો હતો અને એક માણસ સામે ઊભો હતો. પલે માણસ બિલાડીની પેઠે ધીમેથી આવ્યો હતો, અને પેલો કાગળ તેના હાથમાં તેણે મૂકી દીધો હતો. તે કાગળ એક પત્ર હતે. વિનપ્લેઈન પેલા માણસને ઓળખી ગયો. તે પેલી ડચેસને વામણે હજૂરિયો હતો ! | વિનપ્લેઈન કંઈ બોલવા જાય તે પહેલાં એ છોકરડા જેવો હજૂરિયે, બાળક જેવા - સ્ત્રી જેવા અવાજે બોલી ઊઠયોઃ 3 " કાલે, આ વખતે હું લંડન બ્રિજને છેડે ઊભો રહીશતમને લઈ જવા માટે. " " ક્યાં ?" “જ્યાં તમારી અપેક્ષા રખાતી હશે. " વિનપ્લેઈને પેલા પત્ર તરફ નજર નાખી, અને માથું ઊંચું કર્યું ત્યારે પેલે હજૂરિયે ત્યાં ન હતા. તરત શ્વિનપ્લેઈન વીશીના બારણુ તરફ દો, તેના અર્ધ ઉધાંડા બારણામાંથી ફાનસને જે પ્રકાશ આવતો હતો, તેમાં તેણે પેલે કાગળ સેલ ઉઘાડીને વાં. .