________________ લાકિંગ મૅન તું ભારે વિદ્રુપ છે, હું સૌંદર્યવતી છું. તું તુચ્છ ખેલાડી છે, હું ડચેસ છું. હું પ્રથમ કેટીની છું, તું છેક છેલ્લી કેટીને. હું તને ઈચ્છું છું - હું તને ચાહું છું. જરૂર આવજે.” કેટલાક તણખા ભયંકર હોય છે! અંધકારને ભાગ્યે વીંધી શકે તેવા કેટલાક તણખા ભયંકર ધડાકાવાળા આખા વાળામુખીને પ્રગટાવી શંક. ગ્વિનપ્લેઈને એ કાગળ ફરી ફરીને વાંચ્યું. “તને ચાહું છું” એ શબ્દો તેના માથામાં ધમધમવા લાગ્યા. એક પછી એક એમ કેટલાય ભય તેના મનમાં ધસી આવ્યા. એક તો એ કે, પોતે ગાંડો થઈ ગયો છે કે શું, એ જાતને; પણ બીજે એ કે, પિતે ગાંડો નથી કે ઊંધમાં નથી એ જાતને ! તેના હાથમાં પેલો પત્ર નહોતે શું ? ઉપરાંત, તે કાના તરફથી આવ્યો છે, એ પણ તે નથી સમયે શું ? તેણે તે કાગળ ફરી વાંચ્યઃ એક સ્ત્રી તેની ઈચ્છા કરતી હતી! અને તે પણ એવી સ્ત્રી કે જે તેને વિ૫ ચહેરે જોઈ ગયેલી છે - આંધળી નથી, કે અજાણ નથી. - આ બધાને શું અર્થ ? સ્ત્રી –અને મહાસૌંદર્યવતી સ્ત્રી વડે ઈચ્છાવું ! કેવા ભયંકર વિજયની વાત ! અને તરત તે સ્ત્રી માટેની ધખણ જેને ગ્વિનપ્લેઈને પિતાના અંતરમાંથી અલોપ થઈ ગયેલી માનતો હતો, તે ફરીથી ભભૂકી ઊઠી. * પણ એ સ્ત્રી જેને તે અલૌકિક માનતો હતો, તે પિતાની જાતને પ્રેમ કરવા ગમે તેને અપી કલંકિત કરતી હતી ? અને તે પણ શ્વિનપ્લેઈન જેવાને! ના, ના. એવા લેકોને પાપને કાદવ ખરડી શકે જ નહિ. તેઓ તે પોતાના ભવ્ય પ્રકાશમાં ઝળહળતાં જ રહે. એવી દેવીઓ પિતે શું કરી રહી છે, તેની તેમને ખબર હોય જ