________________ અંધારું-કાળું કર્મ તેમનાથી થાય જ નહિ. આ તે એ મહાદેવીનું તેના જેવા તુચ્છ માણસને વરદાન છે! અને દેવ કદી તુચ્છ મનુષ્યને વરદાન આપવાથી હીણો બને ? હરગિજ નહિ. તેને પિતાના ઉચ્ચ વર્ગમાંથી દેવ જેવા લૉડ ઉમરાવો જોઈએ તેટલા મળે! એને આવા વિદ્રુપ ભાંડવિયાની ઈચ્છા શા માટે કરવી પડે ? તેને પત્રના પેલા શબ્દો યાદ આવ્યા–“ તું ભારે વિદ્રપ છે.. હું તને ચાહું છું.” તેને લાગ્યું કે પોતે વિદ્ર પતાની બાબતમાં અલૌકિક છે, તેથી જ સુંદરતાની બાબતમાં અલૌકિક એવી આ રમણી તેને વાંછી રહી છે–વાંછવા યોગ્ય માની રહી છે ! એ સુંદરીએ કયાં ત્રાજવાંમાં ક્યા તોલથી પોતાના પ્રેમને તો હશે, વાર ? પણ એ સ્ત્રી કોણ છે? તેને વિષે તે કશું જ જાણતો નથી. - તે એક ડચેસ છે, એટલું જ તે જાણે છે. તે મહા સુંદર છે, અતિ તવંગર છે, એ પણ તે જાણે છે. અને એ બાબતોની જેમ એવું પણ તે જાણે છે કે, એ તેને ચાહે છે. તે તેનું પદ જાણતો હતો, પણ નામ જાણતો નહોતો. તે તેના વિચાર જાણતો હતો, પણ તેનું જીવન જાણતો નહતો. તે પરણેલી હતી ? એકલી હતી ? વિધવા હતી ? મુક્ત હતી ? તેને કઈ ફરજો-નિયંત્રણ હશે કે નહિ ? તેના કુળનાં–તેના કુટુંબનાં ? આ ઉચ્ચ વર્ગોમાં પ્રેમ-શૌર્યને શું અર્થ થાય છે, તથા પહેલાં ભક્ષી ખાધેલાં પ્રેમીઓનાં હાડકાંથી આ અતિ ઉચ્ચ સ્થાને વિરાજતી સ્ત્રીઓની આસપાસની ખીણો કેટલી ઊભરાતી હોય છે, તેની શ્વિનપ્લેઈનને બિચારાને ક્યાં કશી ખબર હતી ? ઉપરાંત, માત્ર કંટાળે દૂર કરવાના ઉપાય તરીકે જ આ બધી સ્ત્રીઓ કેવા કેવા અખતરા કરતી હોય છે, તેની પણ તે બિચારાને કયાં ખબર હતી ?