SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વિનપ્લેઈન ગયે "17 જોતાં આ પણ એક ધરપકડ જ હતી, અને કશા ખુલાસા વિનાની હાવાથી વધુ ભયંકર ! વાપેનટેક જેને તેડી જાય, તેની પાછળ કોઈ એ જવાનું ન હોય તથા તે અંગે કશી પૂછપરછ કે બૂમાબૂમ કરવાની ન હોય, એ જાણતા હોવા છતાં, કેટલાક લોકો વિનપ્લેઈનની પાછળ પાછળ અગોચર રહી જવા લાગ્યા. ઉર્સસ તેઓમાં એક હતો. ઉસસે નીકળતા પહેલાં એક સાવચેતી લીધી હતી. તેણે નિકોલસ, તેને નોકર, ફિબિ અને વિનસને બાજુએ બેલાવી કહી દીધું હતું કે, ડિયાને કાને આ બાબતનો અક્ષરેય ન જો જોઈએ; અને તે કશી પૂછપરછ કરે તે કહેવું કે, “ગ્રીન-બોકસ' માટે જોઈતા સરસામાન લાવવા ઉર્સસ તથા વિનપ્લેઈન ગયા છે. તેણે સીને એમ પણ કહ્યું કે, કંઈક ગેરસમજથી જ વિનલેઈનને લઈ જવામાં આવ્યો છે, અને તે તથા પોતે પોલીસને તથા મૅજિસ્ટ્રેટને યોગ્ય ખુલાસાઓ આપશે, એટલે તરત બંને જણ થોડા સમયમાં જ પાછા ફરશે. અને ખરેખર ઉસસ એમ માનતો પણ હતો. ઉર્સસ શ્વિનાઈનની પાછળ પાછળ નજરે ન પડાય તે રીતે ચાલ્યો જતો હતો. ગ્વિનપ્લેઈને પોતાને ટોપ માં ઉપર એટલે બધો નીચે આણી દીધો હતો કે, કોઈને વિનપ્લેદન જાય છે એવી ઝટ ઓળખ ન પડે. જે આ લોકો અમુક જગાએ પહોંચ્યા પછી ડાબે હાથે વળી સાઉથવર્કના ટાઉનહોલ તરફ જાય, તે તો કશું ડરવા જેવું નહોતું. કંઈક સુધરાઈને ગુને થયો હોય તો તે બદલ ઠપકો મળે, ચેતવણી આપે, અને બે કે ત્રણ શિલિંગ દંડ કરે. પછી તો સાંજના ખેલ માટે બંને જણ વખતસર પહોંચી શકે, પણ જે પેલા લેકે જમણી બાજુ વળે, તે તે માર્યા ! કારણ કે, એ બાજુ બહુ ગંભીર રથાનો હતાં. ગુનેગારો માટે, સજા માટેય.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy