________________ લાકિંગ એન ડયાના સૂર સ્પેનિશ ભાષામાં સંભળાતા જાય છે - અંતરથી પ્રાર્થના કરે, શબ્દમાંથી મહત્ પેદા થાય છે; સામગાનમાંથી પ્રકાશ. અંધકાર હવે દૂર થાઓ, ઉષાના સૂર પ્રગટયા છે. - જેમ જેમ ડિયા ગાતી જાય છે, તેમ તેમ પેલે માણસ પેલાં નીચે દબાવેલાં બે જાનવરો ઉપર ઘૂંટણ ટેકવી, પેલા પ્રકાશના ઓળા તરફ બંને હાથ લંબાવે છે. ડિયા તેના તરફ વળીને ગાતી જાય છે? હવે તારે સ્વર્ગમાં રહેવાનું છે, રુદન પછી હાસ્ય– હવે તારી કસોટી પૂરી થઈ તારી ઝુંસરી તેડી નાખ! તારું કાળું કેટલું ફગાવી દે ! અને આમ કહી તે પોતાના હાથ માણસના માથા ઉપર મૂકે છે. અને હવે માણસને જવાબ સંભળાય છે. જાણે આકાશી તારાઓના ગાનને જવાબ આપતું મનુષ્યનું પ્રતિગાન વિનપ્લેઈન પેલાં હારેલાં રીંછ અને વરુ ઉપર ઢીંચણ ટેકવી રાખીને કહે છે આવો, પ્રેમમૂર્તિ! તમે આત્મા છે, હું અંતકરણ; મારા અંતરમાં– તમને પધરાવું છું.