________________ 119 શ્વિનપ્લેઈન અને ડિયા તેઓ એકબીજાને ચાહતાં હતાં. વિનપ્લેઈન પ્રત્યક્ષ ડિયાને પૂજતો અને ડયા 4િનપ્લેઈનની મનેમન ઘડેલી મૂર્તિને પૂજતી. તું કેટલો બધે સુંદર છે!” તે કહેતી. શિવનપ્લેઈનને ખરા અર્થમાં પૃથ્વી ઉપર એક જ સ્ત્રી જતીઃ અને તે આ આંધળી. બીજી સ્ત્રીઓ તો તેનું બનાવટી કોટલું જ જોતી. ઉર્સસે ડિયાને વિનપ્લેઈનની બધી વાત કહી હતી : કેવી રીતે બાળક અવસ્થામાં તજાયેલો તે પોર્ટલેન્ડને કિનારેથી અંધારી રાતે અને વરસતા બરફે વેમથ તરફ આવ્યો હતો. રસ્તામાં મૃત અને બરફમાં દટાયેલી માતાના શરીર ઉપરથી તેણે તેને કેવી રીતે ઉપાડી લીધી હતી, પિતાની ટાઢની દરકાર કર્યા વિના પિતાને ડગલે ઉતારી તેણે તેના ઉપર કેવી રીતે વીંટળ્યો હતો, થાક તથા ટાઢથી મરવા જેવો થવા છતાં તે વસ્તી શોધતો કેવી રીતે આવ્યો હતો, તેને પિતાને કહ્યું સ્થાન ન હોવા છતાં કેવી રીતે તેણે તેને આશરો આપ્યું હતું, દુનિયામાં તેને માટે કશું જ ન હોવા છતાં પોતાનું કર્તવ્ય તેણે કેવી રીતે શોધી કાઢયું હતું તથા તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો, અને પોતે દશ જ વર્ષને કુમળા બાળક હોવા છતાં તેણે મૃત્યુને ટાઢ-તોફાન-બરફ-ભૂખ-તરસ એમ તેનાં બધાં કારમાં સ્વરૂપે કેવી રીતે પડકાર્યું હતું, - વગેરે બધું જ. | ડિયા જાણતી હતી કે, વિનપ્લેઈન બાળક હતું ત્યારે તેને માટે તેણે આ બધું કર્યું હતું, અને હવે મોટો માણસ થયા બાદ, કેવી રીતે તે તેની નિબળતામાં બળરૂપ બની રહ્યો હતો, કંગાલિયતમાં સમૃદ્ધિરૂપ બની રહ્યા હતા અને અંધારામાં દષ્ટિરૂપ બની રહ્યા હતે ! ગાઢ અંધારાની પાર પણ તે તેની પિતા પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ અને સ્વાર્પણ જોઈ શકતી હતી.