________________ ઉસસ “લોર્ડના હાથ ઉપર ડામ ન દઈ શકાય.” “પ્રજાનો સામાન્ય માણસ લઈને પ્રહાર કરે, તો તેના હાથ કાપી નાખવામાં આવે.” “લડ લગભગ રાજા જ છે.” રાજા લગભગ ઈશ્વર જ છે.” “અંગ્રેજો ઈશ્વરને “માય લોડ' કહે છે.” આ લેખની બરાબર સામે, જુદા જુદા ઉમરાવોની આવક, સ્થાવર-જંગમ મિલકતની કિંમત, તેમના મહેલનાં નામ, તેમનો રસાલો, તેમને ત્યાંની નવાઈની ચીજો વગેરેની માહિતી લખેલી હતી. અને અંતે આ લખાણ હતું– રાજા જેમ્સ બીજાના વખતના 172 ઉમરાવોની આવક દરવર્ષે 1272 લાખ પાઉંડ જેટલી થઈ હતી, જે આખા ઈંગ્લેંડની . કુલ આવકના અગિયારમા ભાગ જેટલી થાય.” એ યાદીમાં છેવટે આવતા લૉર્ડ ઠલેન્ચાર્લી સામે ઉસસના હસ્તાક્ષરમાં નીચેની નોંધ હતી : –બંડખોર; દેશનિકાલ; તેના કિલ્લા અને જાગીરે જપ્તીમાં; લાયક જ છે.” ઉર્સસ અસંતોષને અવતાર હતો. સ્વભાવથી જ દરેક વસ્તુથી તે અસંતુષ્ટ જ રહેતા. આખા જગતની કઈ બાબત તેને સંતોષ આપી શકતી નહિ. મધમાખ ભલેને મીઠું મધ બનાવતી હોય, પણ તેથી તેના ડંખને વખાણી શકાય ? સૂર્ય ગુલાબને ભલે ખીલવત હોય, પણ પીળે તાવ લાવતો હોય કે કાળી ઊલટી કરાવતો હોય, તે તેનો વખાણું શી રીતે થઈ શકે ? * ઉસસને ઈશ્વરની ઘણી ઘણી બાબતોમાં ટીકા કરવાની હતી. રાજાઓ વિના બીજા કોઈની પ્રશંસા તે કરતો નહિ. પરંતુ તે પ્રશંસા કરવાની તેની રીત અનોખી હતી, રાજા જેમ્સ બીજાએ એક