________________ 12 લાફિંગ મેન * વખત આઈરિશ કેથલિક દેવળમાં કુંવારિકા માતા મેરીને સેનાની વજનદાર દીવી ભેટ કરી, ત્યારે હોમ સાથે ત્યાં થઈને જતો ઉર્સસ બધા લોકો સમક્ષ વખાણ કરતા બોલ્યોઃ ઉઘાડ-પગાં પેલા છોકરાને જડાની જરૂર હતી તે કરતાં કુંવારિકા માતાને સેનાની દીવીની વધારે જરૂર હતી.” ઉર્સસ આખે વખત સ્થળાંતર કર્યા જ કરતો. અને માણસ જેમ વધુ ભટકે છે, તેમ તે વધુ એકલપંથી બનતો જાય છે. ક્યાંય સ્થિર થઈને રહેવું એ તેને પાલતુ ઢોરની પેઠે ખીલે બંધાયા જેવું લાગતું. શહેરેને જોઈ જોઈ તેની જંગલ માટેની તૃષ્ણા જ બળવત્તર બનતી. અલબત્ત, લેકેના ટોળામાં તેને ઝાડોના ઝુંડમાં રહેતા હોય તેવું જ લાગતું. પિતાની કોટડી પણ જેટલે અંશે બારીઓ અને બારણુવાળા ધર જેવી હતી, તેટલે અંશે તેને ગમતી નહોતી; જે કઈ ગુફાને તે ચાર પૈડાં ઉપર ચડાવીને ફેરવી શકતો હોત, તો તેમાં રહેવાનું તે વધુ પસંદ કરત. તે કદી સ્મિત નહોતો કરતે; પણ ખડખડાટ હસતો ખરો. સ્મિત એ કશાથી સંતોષ પામ્યાની નિશાની છે, ત્યારે ખડખડાટ હાસ્ય એ તુચ્છકારની. તેને મોટામાં મોટે ધંધે માનવજાતને ધિક્કારવાને હતો. તે સિદ્ધ કરી બતાવતો કે માનવજીવન એ કેવળ ત્રાસ ભરી વસ્તુ છે H જુઓ, લેકે ઉપર રાજાને ત્રાસ છે; રાજાઓ ઉપર યુદ્ધને ત્રાસ છે; યુદ્ધ ઉપર મહામારીને; મહામારી ઉપર દુકાળને; અને બધા ઉપર બેસમજદારીને ! અને આમ જો કે માણસના અસ્તિત્વને તે સજારૂપ માનત તથા મૃત્યુને છુટકારારૂપ ગણતો, તેમ છતાં કઈ માંદે માણસ તેની આગળ લાવવામાં આવે છે તે તેને અવશ્ય ઉપચાર કરતે. ખરાબમાં ખરાબ રીતે અપંગ બનેલા માણસને તે ચાલતા કર્યા પછી કહે : “હવે તમે પગ ઉપર ચાલતા થયા; આંસુઓના