________________ 36 લાકિંગ મેના ત્યારે પેલાએ જવાબ આપ્યો, “મને ભુવાજી કહેજે; પણ તારી પાસે જહાજની ગતિ માપવાનું, અક્ષાંશરેખાંશ જાણવાનું, વખત જાણવાનું, પાણીનું જોર માપવાનું વગેરેમાંથી શાં શાં સાધન છે?” સુકાની પાસે કેટલાંક સાધનો નહોતાં; અને કેટલાંકને બદલે બીજી કામચલાઉ ગોઠવણ હતી. ડોસો એ સાંભળી વિચારમાં પડી ગયું. તેણે પૂછયું, “અત્યારે આપણે કયે સ્થળે છીએ અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ ?" લોયોલા અને સેંટ-સેબાસ્ટિયન વચ્ચે આવેલી એક ખાડી તરફ આપણે જઈએ છીએ.” " “પવન અને પ્રવાહોથી ચેતતા રહેજો. પવનોથી પ્રવાહ ઊભા થાય છે. પણ તમારી પાસે એ જાણવાનું ખાતરી લાયક સાધન તે છે નહિ !" “અત્યારે ભરતી પવનથી ઊલટી દિશામાં છે, જ્યારે થોડા વખત પછી તે પવન સાથે થઈ રહેશે, ત્યારે આપણને કશે વાંધો નહિ રહે.” “નકશે છે ?" આ ભાગને નથી.” “તે અંદાજે જ હંકારો છે ને ?" મારી પાસે હોકાયંત્ર છે.” પણ હેકા એ તે એક આંખ કહેવાય; નકશે એ બીજી.” “પણ એક આંખવાળેય જોઈ શકે ને ?" વહાણની ગતિથી થડ આગળ અત્યારે કયો ખૂણે પડે છે, તે તું કેવી રીતે જાણી શકે છે?” “કલ્પનાથી.” કલ્પવું સારું છે, પણ ખાતરીથી જાણવું વધુ સારું કહેવાય. જ્યારે વાદળ ઘેરાયાં હોય, અને સેય ખૂબ ડોલ્યા કરે, ત્યારે કાલ્પનિક કે ખરું કશું બિંદુ જ નક્કી ન કરી શકાય. એટલે નકશાવાળે ગધેડ સારો, પણ જાદુઈ દંડાવાળો ભવિષ્યજ્ઞ નહિ સાર.