________________ 212 હાફિઝ સૈન પણ વિનપ્લેઈનને અને ડિયાને નહિ જુએ એટલે પૂછપરછ કરશે ખરે. હું કહીશ “હવે આપણે બે જૂના દસ્તો રહ્યા, એ બસ છે !' હવે ડિયાને જવાને વારે છે! તે ઊઠે એટલી વાર ! અને લે, આ ઊઠીને !" ડિયાએ તે ઘડીએ આંખો પટપટાવી; તેના મુખ ઉપર મધુર હાસ્ય ફરી વળ્યું. તેણે બૂમ પાડી, “ફિબિ ! વિસ! ખેલને વખત થઈ ગયું હશે. જરા લાંબું ઊંઘી. ચાલે, મને તૈયાર કરવા માંડે !" ફિબિ કે વિનસ કેઈ હાલ્યું નહિ. ડિયાની આંધળી આંખ તે ઘડીએ ઉસર્સની આંખે સાથે ભેગી થઈ, અને ઉર્સસ કંપી ઊઠયો. ડિયાએ હવે વિનસ અને ફિબિને ધમકાવવા માંડ્યાં. પેલી બંનેએ ઉસ સામું જોયું. ઉસસે બૂમ પાડી - “જોતાં નથી કે લેકે આવવા માંડ્યા ? ફિબિ, ડિયાને કપડાં પહેરાવ. વિનસ, તું તંબૂરી વગાડવા માંડ.” પેલી બંનેએ નવાઈ પામી, પણ કાંક સમજી જઈ, ઉર્સસના હુકમનું તાબડતોબ પાલન કરવા માંડયું. ઉસસે એ ઓરડાને પડદો પાડી દઈને પછી બહારથી બેલવા માંડ્યું - “જોતો ખરે ગ્નિનપ્લેઈન ! અધું આંગણું તે ભરાઈ ગયું, અને લેકે તે દરવાજામાં માતા નથી!” અચાનક જુદે અવાજ આવ્યો : “બાપુજી, ડિયા આજે કેટલી સુંદર દેખાય છે ? નરી આકાશી પરી! "