________________ આવકાર વિખ્યાત લેખક વિક્ટર હ્યુગોનું નામ એની “લા મિઝેરાન્ત” ચોપડીને કારણે દુનિયામાં તેમ ગુજરાતમાં પણ સારી પેઠે જાણીતું છે. એ પછી એની નાઈન્ટી થી” (“કાતિ કે ઉત્ક્રાન્તિ') પણ ગુજરાતીમાં પ્રગટ થઈ અને હવે એ જ લેખકની એક વિશેષ વાર્તાકૃતિ ગુજરાતીમાં ઊતરી રહી છે એ આનંદની વાત છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને પરિવાર પ્રકાશન મંદિરે ખરેખર એક ઉપયોગી સાહસ હાથ ધર્યું છે. દુનિયાભરના મહાન લેખકની કૃતિઓને આ રીતે સાધારણ ગુજરાતી સમાજ માટે સુલભ કરી આપવા માટે તેમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. આ પ્રસ્તુત નવલકથા એ લેખકની એક કપ્રિય વાર્તા તરીકે યુરોપ અને બહાર બધે જાણીતી થઈ છે. આ વાર્તામાંથી સહેજ નિર્દેશ. લઈને આપણા લેકકવિ સદ્ગત મેઘાણીભાઈએ “વસુંધરાનાં વહાલાં દવલાં” લખેલી. કોઈ મનોરમ ચિત્ર જોતાં, તેની એકાદ બે રેખાઓ પકડી લઈને એના ઉપરથી કલાકાર કેઈ સ્વતંત્ર ચિત્ર દરે, એના જેવું એ ગણાય. સંપૂર્ણ સોરઠી અને તળપદા રૂપરંગવાળી એ સ્વતંત્ર કલાકૃતિ પણ એટલી જ સુંદર બની છે. સમાજને છેક નીચેને તળિયે અનેક પ્રકારની ગંદકી અને ગરીબીમાં સબડતાં લેકેની એક વિશાળ અને વાસ્તવિક સૃષ્ટિ જ એમાં આબેહૂબ ખુલી કરી દીધી છે; એટલું જ નહિ પરંતુ, એ સૃષ્ટિમાં પણ કેવું હૃદયસૌંદર્ય પડેલું છે એની સમૃદ્ધિનું દર્શન કરાવીને વાંચનારના દિલમાં ગરીબની દુનિયા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને આદર પ્રગટાવ્યાં છે. પણ એ વાત અહીં રહેવા દઈએ. હૃગોની આ વાર્તા 18 મા સિકાના યુરોપનું - ખાસ કરીને