Page #1
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ ભગવાન કુન્દકુન્દાચાર્યદેવ વિરચિત
અષ્ટપાહુડ
(ગુજરાતી ભાષાનુવાદ)
ભાષા વચનિકાકાર
પંડિત શ્રી જયચન્દજી છાબડી
સંસ્કૃત ગાથાના ગુજરાતી હરિગીત છંદના રચનાર
પંડિત શ્રી હિંમતલાલ શાહ - સોનગઢ
પ્રસ્તાવના લેખક ડો. હુકમચન્દ ભારિલ
ગુજરાતી ભાષાન્તરકાર તારાચંદ માણેકચંદ રવાણી
પ્રકાશક: પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ - ૪OO OOR
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Amritlalbhai V Haria, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
We also acknowledge the kind permission of Pujya Shree Kanji Swami Samarak Trust, 173-175 Mumbadevi Road, Mumbai-400 002 to publish this shastra in electronic form.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree AshtPahud is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વ હકકો પ્રકાશકને આધીન
પ્રાપ્તીસ્થાન:પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાનનગર, લામ રોડ, દેવલાલી
પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ - ૪OO OUR
ગુજરાતી:પ્રથમ આવૃત્તિ : પ્રત ૧, OOO
મુદ્રણ:
અખિલ બંસલ, પ્રિન્ટોમૅટિકસ, દુર્ગાપુરા, જયપુર ૩૦૨ (૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: પ્રકાશકીય નિવેદન :
શ્રી કુંદકુંદાચાર્ય ભગવાનના પાંચ પરમાગમોમાં એક જ પરમાગમ એવું છે જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ આજસુધી કોઈએ કર્યો ન હતો.
જ્યારે મુ. શ્રી તારાચંદભાઈ ૨વાણીએ અમોને એનો ગુજરાતી અનુવાદ બતાવ્યો અને અમે તે અનુવાદની ચકાસણી યોગ્ય અભ્યાસી વ્યક્તિઓ પાસે કરાવી એટલે તુરતજ તે છપાવવાનું ટ્રસ્ટ તરફથી નક્કી કર્યું.
હિંદી ભાષામાં અનુવાદ તો થયેલ છે જ. પં. ડૉ. હુકમચંદજી ભારિલ્લની હિંદી અષ્ટપાહુડની પ્રસ્તાવનાનો શ્રી તારાચંદભાઈએ પંડિતજીની અનુમતીથી ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. પોતાની ૮૫ વર્ષની જૈફ ઉંમરે તેઓએ કેટલા ખંતથી આ કામ કર્યું છે તે જ
તેમની રુચિ કયાં કામ કરે છે તે બતાવે છે. પોતે છેલ્લાં ૧૬ વર્ષથી અમેરિકા રહે છે અને ત્યાં બેઠા આવું સુંદર કામ કરી રહ્યા છે જે અનુકરણિય છે.
અષ્ટપાહુડ આચાર્યશ્રીનું એક એવું ઉત્તમ શાસ્ત્ર છે જેને આપણે ચરણાનુયોગનું શાસ્ત્ર પણ કહી શકાય-મુનીરાજ કેવા હોય? મુની કોને કહેવાય? મુનીપણામાં તે ભૂમિકા સંબંધની ભૂલને કારણે કેવા ગંભીર પરિણામ ભોગવવા પડે! એ વાંચતા અને પરિણામનો વિચાર કરતાં રૂંવાડા ઉભા થઈ જાય, વળી આજના સાધુવર્ગનો તે સંબંધી વિચાર કરતાં મન ઉર્ધ્વગ્ન થઈ
જાય.
પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ‘અષ્ટપાહુડ' ગુજરાતીમાં છપાવી ધન્યતા અનુભવે છે. આ પહેલા દિવાળી ૫૨ ‘‘સમયસાર એક અનુશીલન'' ગુજરાતીમાં પ્રસિદ્ધ કરેલ.
હાલમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો C.D. (Compact Disc) ૫૨ ઉતારવાની પ્રવૃતિ ચાલે છે. લોકોમાં તત્ત્વની રુચિ દિન પ્રતિદિન વધતી રહે તેવી પ્રવૃતિ કરતા રહેવી એ જ ટ્રસ્ટની નીતિ રહી છે.
પ્રસ્તુત શાસ્ત્રના અનુવાદ માટે શ્રી તારાચંદભાઈ રવાણી તથા ટાઈપસેટીંગ માટે શ્રી રાજુ તથા સમીર પારેખ-ક્રીએટીવ પેજ સેટર્સ તથા મુદ્રણ માટે અખિલ બંસલનો આ ટ્રસ્ટ આભારી છે તથા પ્રસ્તુત પુસ્તકની કિંમત ઓછી કરવા માટે પ્રકાશન ખાતે દાન આપનાર દાતાઓનો અમો આભાર વ્યક્ત કરીએ છીએ.
કહાનનગર, લામ રોડ, દેવલાલી
ટ્રસ્ટ,
પ્રધાન કાર્યાલય:
૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ–૨
લી. પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક
ટ્રસ્ટીગણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: વચનકાકારની પ્રશસ્તિ :
આ પ્રકારે શ્રી કુન્દુકુન્દ આચાર્યકૃત ગાથાબદ્ધ પાહુડ ગ્રંથ છે. તેમાં આઠ પાહુડ છે. તેમની આ દેશભાષામય વચનિકા લખી છે. છ પાહુડની તો ટીકા-ટિપ્પણિ છે. તેમાં ટીકા તો શ્રી શ્રુતસાગર કૃત છે અને ટિપ્પણિ પહેલાં કોઈ બીજાએ લખી છે. તેમાં કેટલીક ગાથા તથા અર્થ જુદા પ્રકારે છે. મારા વિચારમાં બેઠા તેમનો આશ્રય પણ લીધો છે અને જેવા અર્થો મને પ્રતિભાસિત થયા તેવા લખ્યા છે.
લિંગપાહુડ અને શીલપાહુડ-એ બન્ને પાહુડના ટીકા-ટિપ્પણિ મળ્યા નથી તેથી ગાથાનો અર્થ જેવો પ્રતિભાસમાં આવ્યો તેવો લખ્યો છે.
શ્રી શ્રુતસાગર કૃત ટીકા પાટુડની છે, તેમાં ગ્રંથાતરની સાક્ષી આદિ કથન ઘણું છે તે ટીકાની આ વચનિકા નથી. ગાથાનો અર્થ માત્ર વચનિકામાં લખીને ભાવાર્થમાં મારી સમજણ (પ્રતિભાસ)માં આવ્યું તે અનુસાર અર્થ લખ્યો છે.
પ્રાકૃત, વ્યાકરણ આદિનું જ્ઞાન મારામાં વિશેષ નથી. તેથી કોઈ સ્થળે વ્યાકરણથી તથા આગમથી શબ્દ અને અર્થ અપભ્રંશ થયો હોય તો બુદ્ધિમાન પંડિત મૂળ ગ્રંથ વિચારીને શુદ્ધ કરીને વાંચે, મને અલ્પબુદ્ધિ જાણીને હાંસી ન કરશો, ક્ષમા કરશો. પુરુષોનો સ્વભાવ ઉત્તમ હોય છે, દોષ દેખીને ક્ષમા જ કરે છે.
અહીં કોઈ કહે–તમારી બુદ્ધિ અલ્પ છે તો આવા મહાન ગ્રંથની વચનિકા શા માટે લખી? તેને કહેવાનું કે, આ કાળમાં મારાથી પણ મંદબુદ્ધિ ઘણા છે, તેમને સમજાવવા માટે લખી છે. આમાં સમ્યગ્દર્શનને દઢ કરવા માટે મુખ્યરૂપથી વર્ણન છે. તેથી અલ્પબુદ્ધિ પણ વાંચે, અભ્યાસ કરે, અર્થને ધારણ કરે તો તેમને જિનમતનું શ્રદ્ધાન દઢ થશે. આ પ્રયોજન જાણીને જેવો અર્થ સમજણમાં આવ્યો તેવો લખ્યો છે, અને જે ઘણા બુદ્ધિવાન છે તેઓ મૂળ ગ્રંથને વાંચીને જ શ્રદ્ધાન દેઢ કરશે.
મને કોઈ ખ્યાતિ, લાભ, પૂજાનું તો પ્રયોજન છે નહિ. ધર્માનુરાગથી આ વચનિકા લખી છે. તેથી બુદ્ધિમાનોએ ક્ષમા જ કરવી યોગ્ય છે.
આ ગ્રંથની ગાથાની સંખ્યા આ પ્રમાણે છે : પ્રથમ દર્શન પાહુડની ગાથા ૩૬, સૂત્રપાહુડની ગાથા ૨૭, ચારિત્રપાહુડની ગાથા ૪૫, બોધપાહુડની ગાથા ૬૨, ભાવપાહુડની ગાથા ૧૬૫, મોક્ષપાહુડની ગાથા ૧૦૬, લિંગપાહુડની ગાથા ૨૨ અને શીલપાહુડની ગાથા ૪૦- આમ આઠેય પાહુડ મળીને ગાથાની કુલ સંખ્યા ૫૦૩ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
* છપ્પય * જિનદર્શન નિર્ગથરૂપ તત્ત્વારથ ધારન, સૂનર જિનકે વચન સાર ચારિત વ્રત પારન; બોધ જૈનકા જાનિ આનકા સરન નિવારન,
ભાવ આત્મા બુદ્ધ માંનિ ભાવન શિવ કારન. ફુનિ મોક્ષ કર્મકા નાશ હૈ લિંગ સુધારન તજિ કુનય, ધરી શીલ સ્વભાવ સંવારનાં આઠ પાહુડકા ફલ સુજયા ૧ાા
* દોહા * ભઈ વચનિકા યહ જહાં સુનો તાસ સંક્ષેપ ભવ્ય જીવ સંગતિ ભલી મેટે કુકરમ લેપના ૨ા. જયપુર પુર સુવસ વસે તહાં રાજ જગતેશા તાકે ન્યાય પ્રતાપ તૈ સુખી ટુઢાર દેશા ૩ાા જૈન ધર્મ જયવંત જગ કિછુ જયપુરમેં લેશા તામધિ જિનમંદિર ઘણે તિનકો ભલો નિવેશ ૪ તિનિમેં તેરાપંથકો મંદિર સુન્દર એવા ધર્મધ્યાન તામ્ સદા જૈની કરે સુસેવા પણ પંડિત તિનિમેં બહુત હૈ મેં ભી ઈક જયચંદા પ્રેર્યા સબકે મન ક્યિો કરન વચનિકા મંદા ૬ાા કુન્દકુન્દ મુનિરાજકૃત પ્રાકૃત ગાથા સારા પાહુડ અષ્ટ ઉદાર લખિ કરી વચનિકા તારા છા ઈહાં જિતે પંડિત હુતે તિનિમેં સોધી યેહી અક્ષર અર્થ સુ વાંચિ પઢિ નહિં રાખ્યો સંદેહા૮િાા તૌઊ કછુ પ્રમાદર્ટે બુદ્ધિ મંદ પરભાવી હીનાધિક કછુ અર્થ હૈ સોધો બુધ સતભાવો ૯ાા મંગલરૂપ જિનેન્દ્ર† નમસ્કાર મમ હોહુ વિપ્ન ટલૈ શુભબંધ હૈ યહ કારન હૈ મોહુકા ૧૦ના સંવત્સર દસ આઠ સતસઠિ વિક્રમ રાયા માસ ભાદ્રપદ શુક્લ તિથિ તેરસિ પૂરન થાયા ૧૧ાા
ઇતિ વચનિકાકાર પ્રશસ્તિ જયતુ જિન શાસનમ્ શુભમિતિ સમાસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: ભૂમિકા :
અનેક આનંદધામ અતિ રમણીય આ પવિત્ર ભારતીય વસુંધરામાં સ્વયં અહિંસાત્મક તથા સમભાવ કરીને જીતી છે રાગદ્વેષ પરિણતિ જેમણે એવા ધર્મામૃત પોષક અગણનીય ઋષિગણ ગણનીય ભગવત્ કુન્દકુન્દાચાર્યનું શાસન સાક્ષાત્ તીર્થેશ પૂજ્ય શ્રી ૧OO૮ ભગવાન વર્ધમાન જિનની સમાન જ આજે આ કલિકાલ નામે પંચમ કાળમાં માન્યગણનારૂપ પરિણત થઈ રહ્યું છે અને તેમની વાણી સાક્ષાત્ તીર્થકરની સમાન જ આપણા માટે હિતાવહ છે. તેમના વિષયમાં તથા તેમની સર્વજ્ઞ પરંપરાગત કૃતિના વિષયમાં જો કોઈને આક્ષેપ-વિક્ષેપ કરવાના હોય તો કેવળ અગાધ જળ-ભાત્મક મૃગતૃષ્ણાની સમાન તેને માટે હશે. સ્વામી કુન્દકુન્દ જેવા ગ્રંથકાર તથા તેમના ગ્રંથમાં કયાંય પણ એવો અંશ નથી કે જેમાં કોઈનો આક્ષેપ-વિક્ષેપ હોય, કેમકે તેમની ગ્રંથશૈલી અધ્યાત્મ પ્રધાનતાથી માર્ગાનુશાસિની છે. છતાં પણ અહીં સર્વત્ર એવા પ્રકારની ગૂંથણી છે કે કોઈપણ પ્રતિપક્ષી તથા પરીક્ષકને આદિથી અંત સુધી કયાંય પણ એવો અંશ નહિ મળે કે જેમાં આક્ષેપ-વિક્ષેપને સ્થાન હોય. તેથી એમને પ્રધાન તથા પૂજ્ય પ્રમાણે કોટિમાં ભગવાન મહાવીર તથા ગૌતમગણધર જેવા માન્યા છે. કેમકે શાસ્ત્રની શરૂઆતમાં શાસ્ત્ર વાંચનાર મંગલાચરણમાં “ “ભાવીન વીરો, મંન નૌતમોળી મંત્તિ ન્દ્રન્દ્ર દ્યો નૈન ધર્મોસ્તુ માત્ર '' -આ પાઠ હંમેશા જ બોલે છે.
તેથી જાણવા મળે છે કે સ્વામી કુન્દકુન્દ્રાચાર્યનું આસન આ દિગમ્બર જૈન સમાજમાં કેટલું ઊંચું છે. તેઓ આચાર્ય મૂલસંઘના ઘણા જ પ્રભાવિક આચાર્ય મનાય છે. તેથી આપણો પ્રધાનવર્ગ મૂલસંઘની સાથે કુન્દુકુન્દાસ્નાયમાં આજે પણ પોતાને પ્રગટ કરીને ધન્ય માને છે. વાસ્તવમાં જોવામાં આવે તો જે કુન્દકુન્દાસ્નાયમાં છે તે જ મૂલસંઘ છે. છતાં પણ મૂલસંઘની અસલિયત કયાં છે એ પ્રગટ કરવા માટે કેન્દ્રકુન્દ આમ્નાયને મુખ્ય ગણી છે અને આ જ હેતુથી મૂલસંઘની સાથે જે કુન્દકુન્દાસ્નાયને લખવા-બોલવાની શૈલી છે તે યોગ્ય પણ છે. કેમકે મૂલસંઘ કુન્દકુન્દાસ્નાયમાં જ પ્રધાનતાથી માનવામાં આવે છે, અને તેની પ્રસિદ્ધિ દિગમ્બરપ્રમુખ સમાજમાં સર્વત્ર જ છે. માટે કોઈને વિવાદ અને સંદેહને અહીં સ્થાન જ નથી.
શ્રી શ્રુતસાગર સૂરિએ એમના પાહુડ ગ્રંથની સંસ્કૃત ટીકામાં પ્રત્યેક પાહુડના અંતમાં એમના પાંચ નામ લખ્યા છે. જે આ પ્રકારે છે- “ “શ્રી પાનઃિ કુન્દ્રન્દ્ર વીર્ય વીવા વાર્થે નીવાર્ય પૃદ્ધપૃચ્છાવા નામ પં વિરાજિતેન'' તેથી આ જણાય છે કે તત્ત્વાર્થસૂત્રના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ )
vll
કર્તા શ્રી ઉમાસ્વામી અને આ એક જ વ્યક્તિ હોય કેમકે તત્ત્વાર્થ-સૂત્ર-મોક્ષશાસ્ત્રના દશ अध्यायन। अंतम ५९॥ तत्त्वार्थसूत्रकर्तारं गृद्धपिच्छोपलक्षितं। वन्दे गणीन्द्र संज्ञातमुमा સ્વામીમુનીશ્વર! આ શ્લોકમાં પણ વૃદ્ધપિચ્છ એવું ઉમાસ્વામીને વિશેષણ આપ્યું છે. તેથી તથા વિદેહક્ષેત્રમાં ભગવાન શ્રી ૧૦૦૮ સીમંધરસ્વામી દ્વારા સંબોધિત હોવાની કથામાં પણ વૃદ્ધપિચ્છનો વિષય આવે છે. તથા કેટલાક વિદ્વાનો દ્વારા ઉમાસ્વામીજીની કથા પણ એવી જ સાંભળવામાં આવે છે જેવી કે વૃદ્ધપિચ્છના વિષયમાં કુન્દ્રકુન્દ્રાચાર્યની છે. અને કુન્દકુન્દ્રાચાર્ય સીમંધરસ્વામીથી સંબોધિત થયા હતા એ વિષયમાં પણ શ્રી શ્રુતસાગરસૂરિએ લખ્યું છે કેસીમંધરસ્વામિ જ્ઞાન સમ્પોધિત ભવ્યનને- તેથી અમને કાંઈક સંદેહુ થાય છે કે કદાચ બન્ને વ્યક્તિ એક જ હોય. પરંતુ જ્યાં સુધી કોઈ મજબૂત પ્રમાણ ન મળે ત્યાં સુધી અમે સંદિગ્ધાવસ્થામાં રહેવા સિવાય બીજું શું કરી શકીએ! જો કયાંય કુન્દકુન્દના નામોમાં ઉમાસ્વામી નામ પણ હોત તો પછી સંદેહનું પણ સ્થાન ન રહેત. પણ ફરી એટલું જરૂર કહેવાનું છે કે એમનો કોઈને કોઈ ગુરુ-શિષ્યપણાનો સંબંધ પરસ્પરમાં અવશ્ય હશે.
વૃદ્ધપિચ્છ કુન્દકુન્દ હોય યા ઉમાસ્વામી હોય, બન્નેનાં યશોગાન આ દિગમ્બર જૈન સમાજમાં પૂર્ણ રીતિથી ઘણી ભક્તિ તથા શ્રદ્ધાથી જુદા જુદા નામ દ્વારા ગવાય છે. તથા વૃદ્ધપિચ્છ નામથી પણ કોઈ-કોઈ ગ્રંથકર્તાએ પોતાની આંતરિક ભક્તિ પ્રદર્શિત કરી છે. જેમ કે વાદિરાજસૂરિએ પોતાના પાર્વચરિત્ર ગ્રંથમાં સર્વ આચાર્યોથી પ્રથમ ગૃદ્ધપિચ્છ સ્વામીને કેવા અપૂર્વ શબ્દોમાં ગુણાનુવાદપૂર્વક નમસ્કાર કર્યા છે.
अतुच्छ गुणसंपातं गृद्धपिच्छं नतोऽस्मि तं। पक्षी कुर्वंति यं भव्वा निर्वाणायोत्पतिष्ण वः।।१।।
“જે મુખ્ય-મુખ્ય ગુણોના આશ્રયદાતા છે તથા મોક્ષ જવાને ઇચ્છુક ઉડવાવાળા પક્ષીઓની પાંખની જેમ જેમનો આશ્રય લે છે એ વૃદ્ધપિચ્છને હું નમસ્કાર કરું છું.'
શ્રી કુન્દકુન્દ્રાચાર્યના વિષયમાં ભાષા ટીકાકાર પંડિત જયચંદ્રજી છાબડા તથા પ. વૃન્દાવન દાસજી વગેરે અનેક વિદ્વાનોએ ઘણા જ અભ્યર્થનીય (પ્રાર્થના કરવારૂપ) વાક્યોથી સ્તુતિગાન કર્યું છે જે અત્યાર સુધી એવા જ રૂપમાં પ્રવાહિત થઈને ચાલતું આવ્યું છે. તે સ્વામીજીના અલૌકિક પાંડિત્ય તથા એમની પવિત્ર આત્મપરિણતિનો જ પ્રભાવ છે.
जासके मुखारविन्दतें प्रकाश भासयन्द स्यादवाद जैनवैन इन्दु कुन्दकुन्दसे। तासके अभ्यासतें विकाश भेदज्ञान होत, मूढ सो लखे नहीं कुबुद्धि कुन्दकुन्दसे।। देते हैं अशीम शीस माय इन्दु चन्द जाहि, मोह-मार-खण्ड मारतंड कुन्दकुन्दसे। विशुद्धिबुद्धिवृद्धिदा प्रसिद्ध ऋद्धिसिद्धिद्दा हुए न, हैं न, होहिगे, मुनिंद कुन्दकुन्दसे।।
-कविवर वृन्दावनदासजी
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
VIII
સ્વામી કુન્દ્રકુન્દાચાર્ય જન્મ ધારણ કરીને આ ભારતભૂમિને કયા સમયે ધન્ય તથા પવિત્ર કરીએ વિષયનો નિશ્ચિતરૂપથી આજસુધી કોઈ વિદ્વાને નિર્ણય કર્યો નથી. કેમકે કેટલાયે વિદ્વાનોએ માત્ર અંદાજથી એમને વિક્રમની પાંચમી અને કેટલાયે વિદ્વાનોએ ત્રીજી શતાબ્દિમાં થયાનો નિશ્ચય કર્યો છે અને ઘણા વિદ્વાનોએ એમનું વિક્રમની પ્રથમ શતાબ્દિમાં હોવું નિશ્ચિત કર્યું છે અને આ અભિપ્રાય ઉપર જ ઘણું કરીને પ્રધાન વિદ્વાનોનો અભિપ્રાય ઢળે છે. સંભવ છે કે આ જ નિશ્ચિતરૂપમાં પરિણામ હોય. પરંતુ મારું હૃદય એમને વિક્રમની પહેલી શતાબ્દિથી પણ ઘણા વહેલાં હોવાનું કબૂલ કરે છે. કારણ કે સ્વામીજીએ જેટલા ગ્રંથો રચ્યા છે તે કોઈમાં પણ દ્વાદશાનુપ્રેક્ષાના અંતે નામમાત્ર સિવાય પોતાનો પરિચય આપેલ નથી. પરંતુ બોધપાહુડમાં અંતે ૬૧ નંબરની આ એક ગાથા ઉપલબ્ધ છે :
सद्दवियारो भूओ मासासुत्तेसु जं जिणे कहियं। सो तह कह्यिं णायं सीसेण य भद्रबाहुस्स।
__बोध पाहुड गाथा ६१
મને આ ગાથાનો અર્થ ગાથાની શબ્દરચનાથી એવો પણ પ્રતીત થાય છે - નં જે નિને જિનથી રુદિયં– કહેવાયું તો તે માસ સુરેનું ભાષાસૂત્રથી (ભાષારૂપ પરિણત દ્વાદશાંગ શાસ્ત્રોથી) સવિયારો મૂગો શબ્દવિકારરૂપ થયું. શબ્દ વિકારરૂપ પરિણમ્યું ) મદ્વાદુરસ. ભદ્રબાહુના સિસેળ ય શિષ્ય તરું તે પ્રમાણે ગાયે જાણીને રુધિં કહ્યું.
જે જિનેન્દ્રદેવે કહ્યું છે તે જ દ્વાદશાંગમાં શબ્દ વિકારથી પરિણત થયું છે અને ભદ્રબાહુના શિષ્ય તે જ પ્રકારે જાણ્યું છે તથા કહ્યું છે.
આ ગાથામાં જે ભદ્રબાહુનું કથન આવ્યું છે તે ભદ્રબાહુ કોણ છે એનો નિર્ણય કરવા માટે એની પછીની ૬રમી ગાથામાં આ પ્રકારે છે.
बारस अंगवियाणं चउदस पुवंग विउल वित्थरणं। सुयणाणि भद्रबाहू गमयगुरु भयवओ जयओ।।
વોથપાદુહા દ્રા
દ્વાદશ અંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વાગના વિસ્તારરૂપમાં પ્રસાર કરવાવાળા ગમતગુરુશ્રુતજ્ઞાની ભગવાન ભદ્રબાહુ જયવંત રહો.
આ બન્ને ગાથાઓને વાંચવાથી વાંચકોને સારી રીતે વિદિત થશે કે આ બોધપાહુડની ગાથાઓ શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્યની કૃતિ છે. અને આ અષ્ટપાહુડ ગ્રંથ નિર્વિવાદ અવસ્થામાં કુન્દકુન્દ સ્વામીજીએ બનાવેલ છે. તેથી આ સિદ્ધ થાય છે કે સ્વામી કુન્દ્રકુન્દ શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્ય હતા. આવી સ્થિતિમાં કુન્દકુન્દનો સમય વિક્રમથી ઘણો ઘણો આગળનો જણાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અપાહુડ)
IX
પરંતુ આ ગાથાનો અર્થ માન્યવર શ્રી શ્રુતસાગર સૂરિએ બીજી રીતે કર્યો છે અને તેના આધારે જયપુર નિવાસી પં. જયચંદ્રજી છાબડાએ પણ કર્યો છે. તેથી અમે પૂર્ણરૂપમાં આ નિશ્ચિત લખી શકતા નથી કે કુન્દકુન્દ આચાર્યનો સમય વિક્રમ શતાબ્દિથી પહેલાનો હશે, કેમકે શ્રતસાગર સૂરિએ જે અર્થ લખ્યો છે તે કોઈ વિશેષ પટ્ટાવલી વગેરેના આધારથી લખ્યો હશે; બીજું તેઓ એક પ્રામાણિક તથા પ્રતિભાશાળી વિદ્વાન હતા. આ કારણથી એમના અર્થને અમાન્ય ઠરાવાય એ આ તુચ્છ લેખકની શક્તિની બહાર છે. છતાં પણ મને તે ગાથાનો જે અર્થ સૂઝયો છે તે સ્પષ્ટતાથી ઉપર લખી દીધો છે. વિદ્વાન વાચકો એનો સમુચિત વિચાર કરી સ્વામીજીના સમયનિર્ણયની ઊંડી શોધમાં ઊતરીને સમાજની એક ખાસ ત્રુટિને પૂરી કરશે.
ભગવાન કુન્દકુન્દાચાર્યે રચેલા ગ્રંથોમાં ૧) સમયસાર, ૨) પ્રવચનસાર, ૩) પંચાસ્તિકાય, ૪) નિયમસાર, ૫) રયણસાર, ૬) અષ્ટપાહુડ, ૭) દ્વાદશાનુપ્રેક્ષા ૮) મૂલાચાર અને ૯) દસ ભક્તિ –આ નવ ગ્રંથો જોવામાં આવે છે. અને આ બધા ગ્રંથો છપાઈ પણ ગયા છે. અષ્ટ પાહુડમાં પર્ પાહુડની સંસ્કૃત ટીકા શ્રી શ્રુતસાગરજી સૂરિની છે. તે માણિકચંદ દિગમ્બર જૈન ગ્રંથમાલાના પર્ પ્રાભૃતાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આ અષ્ટપાહુડ ગ્રંથ ઉપર ૫. જયચંદ્રજી છાબડા જયપુર નિવાસી કૃત બીજી દેશભાષામય વચનિકા છે. જેમાં પ પાહુડ સુધી શ્રી શ્રુતસાગરસૂરિની ટીકાનો આશ્રય છે અને બાકીના બે પાહુડો પર એમણે સ્વતંત્ર વચનિકા લખી છે. જેમનું વર્ણન તેમણે પોતે પોતાની પ્રશસ્તિમાં લખ્યું છે અને તે પ્રશસ્તિ આ ગ્રંથના અંતમાં એમની એમ જ રાખી છે. તેથી વાચક વિશેષ જાણકારી આ વિષયમાં કરી શકશે.
પંડિત શ્રી જયચંદ્રજી છાબડા વિષે આ સંસ્થા તરફથી પ્રકાશિત “પ્રમેય રત્નમાલા” તથા આત્મમીમાંસાની ભૂમિકામાં લખી ચૂકયા છીએ. ત્યાંથી વાચક તેમના સંબંધી કંઈક વિશેષ પરિચય કરી શકે છે. તેઓ ૧૯ મી શતાબ્દિના એક પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમનો આ દિગમ્બર સમાજમાં આજે પણ એવો જ આદર રહ્યો છે, જેવો કે પ્રસિદ્ધ વિદ્વાન ટોડરમલજીનો થાય છે. પંડિત ટોડરમલજીએ ટૂંકા સમયમાં પ્રતિભાશાળી અલૌકિક બુદ્ધિથી દિગમ્બર જૈન સમાજનું એવું કલ્યાણ કર્યું છે કે જેમના ફલસ્વરૂપે એમના યશોગાન આજ સુધી ગવાઈ રહ્યા છે. તે જ પ્રકારે ટોડરમલજીના સમકક્ષ ૫. જયચંદ્રજીનો પણ સમાજ ઉપર એવો જ ઉપકાર છે. તેથી સમાજની દષ્ટિમાં તેઓ પણ માનનીય છે. પંડિત જયચંદ્રજીનું પાંડિત્ય દરેક વિષયમાં અપૂર્વ જ હતું-એ એમની ગ્રંથસ્થ કૃતિઓથી વાચકોને સ્વયમેવ જ વિદિત થઈ શકે છે. તથા તેઓ નિરપેક્ષ પરોપકારરત એવા વિદ્વાન હતા કે જેમની બરાબરીના તે સમયે જયપુરભરમાં કોઈપણ ધર્મના એવા કોઈ વિદ્વાન ન હતા. તથા ભાષા સર્વાર્થસિદ્ધિની પ્રશસ્તિ વાંચવાથી જણાશે કે એમના પુત્ર નંદલાલજી પણ મોટા વિદ્વાન હતા. એમની પ્રેરણાથી તથા ભવ્ય જનોની વિશેષ પ્રેરણાથી જ તેમણે સર્વાર્થ સિદ્ધિ વગેરે ગ્રંથોની દેશભાષામય વચનિકા લખી છે. એમના
વિષે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
x
વૃદ્ધ પુરુષો દ્વારા આજ સુધી પણ એક પ્રસિદ્ધ કહેવત સાંભળવામાં આવે છે કે એક સમય જયપુર નગરમાં એક મોટા અન્યધર્મી વિદ્વાન જયપુરનગરના વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં જીતવાની ઇચ્છાથી આવેલ હતા. તે વખતે તે વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરવા માટે જયપુર નિવાસી કોઈપણ વિદ્વાન તેમની સન્મુખ ગયું નહિ, આવી હાલતમાં નગરના વિદ્વાનોની તથા નગરની વિદ્વતાની અપકીર્તિ ન થઈ જાય એ હેતુથી તથા રાજ્યની કીર્તિ વાંચ્છક નગરના વિદ્વાન પંચ તથા રાજ્યકર્મચારી વર્ગે પંડિત જયચંદ્રજી છાબડા પાસે આવીને સવિનય વિનતિ કરી હતી કે આ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં આપ જ જીતી શકો તેમ છો, તેથી આ નગરની પ્રતિષ્ઠા આપના પર જ નિર્ભર છે, માટે શાસ્ત્રાર્થ કરવાના નિમિત્તે આપ પધારો. આપ નહિ આવશો તો નગરની બદનામી થશે કે મોટા મોટા પંડિતોની ખાણ જેવા આ વિશાળ નગરને એક પરદેશી વિદ્વાન જીતી ગયો.
આ વાત સાંભળીને પંડિત જયચંદ્રજી છાબડાએ જવાબ આપ્યો કે હું તો જય-પરાજયની અપેક્ષાથી શાસ્ત્રાર્થ કરવા કયાંય જતો નથી. તેમ છતાં આપ લોકોનો એવો જ આગ્રહ છે તો મારા આ પુત્ર નંદલાલને લઈ જાઓ. એ એમની સાથે શાસ્ત્રાર્થ કરી શકશે. તેનાથી રાજી થઈને સર્વ લોક ૫. નંદલાલજીને લઈ ગયા અને ૫. નંદલાલજીએ શાસ્ત્રાર્થ કરી વિદેશી વિદ્વાનને પરાજિત કર્યો. તેના ઉપકારવશથી રાજ્ય તથા નગરપંચ તરફથી ૫. નંદલાલજીને કંઈક ઇલ્કાબ મળ્યો હતો. તેના વિષે ૫. જયચંદ્રજીએ અવશ્ય કર્તવ્યમાં ઉપકાર માની એના પ્રતિફળ સ્વરૂપ લેવામાં આવશ્યક કર્તવ્ય તથા ઉપકારને નીચો પાડવા સમાન છે'- એવું કહીને એ પદવીને પાછી આપી દીધી હતી.
આ કથાનકથી સારી રીતે જાણવા મળે છે કે આપ તથા આપના પુત્ર કેટલા મોટા વિદ્વાન હતા અને પોતે ઐહિક આકાંક્ષાથી કેટલા નિરપેક્ષ હતા. એમના પિતાનું નામ મોતીરામજી હતું. જાતિના ખંડેલવાલ શ્રાવક હતા તથા છાબડા ગોત્રમાં તેમનો જન્મ થયો હતો. એમની ઉંમર ૧૧ વર્ષની હતી તે સમયથી જૈન ધર્મ તરફ એમનું ચિત્ત વિશેષ આકર્ષાયું તું. તેઓ તેરાપંથીના અનુયાયી હતા તથા તેઓ પરકૃત ઉપકારને વિશેષ માનતા હતા. તેથી એમનામાં કૃતજ્ઞતા પણ ભારોભાર હતી. કેમકે પંડિત બંશીધરજી, પંડિત ટોડરમલજી, પં. દોલતરામજી, ત્યાગી રાયમલ્લજી, વ્રતી માયા રામજી વગેરેની કૃતિઓ તથા એમના ઉપકારરૂપ પ્રશસ્તિ પોતે ઘણા જ સુંદર શબ્દોમાં કરી છે. પોતે ગોમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, સમયસાર, અધ્યાત્મસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, અષ્ટસહસ્ત્રી, પરીક્ષામુખ આદિ મુખ્ય મુખ્ય અનેક ગ્રંથોનું વાંચન તથા મનન કર્યું હતું. જેનો સર્વ ખુલાસો ભાષા સર્વાર્થ સિદ્ધિ વગેરેની પ્રશસ્તિ વાંચવાથી મળી રહે છે.
એમણે જે જે અનુવાદરૂપ કૃતિ લખી છે તેમનો ખુલાસો અમે પ્રમેયરત્નમાલાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XI
ભૂમિકામાં કર્યો છે. સર્વાર્થસિદ્ધિ ભાષાવચનિકા આદિ સમાન એમણે અષ્ટપાહુડમાં પણ ઘણો જ ભવ્ય પ્રયાસ કર્યો છે. એમણે અતિ કઠિન ગ્રંથોના પણ સાદી હૃદયગ્રાહી ભાષામાં અનુવાદ કરી સમાજની એક ઘણી મોટી ત્રુટિને પૂરી કરી છે. આ કારણથી એમના વિષયમાં સમાજ ઘણો જ આભારી હોય તે યોગ્ય જ છે.
આ પાહુડ ગ્રંથ યથાનામ તથા વિષયમાં આઠ વિભાગમાં વિભક્ત છે. જેમકે દર્શનપાહુડમાં દર્શન વિષયક કથન, સૂત્ર પાહુડમાં સૂત્ર (શાસ્ત્ર) સંબંધી કથન ઇત્યાદિ, પંડિતજીએ આ ગ્રંથની ટીકાની સમામિ વિક્રમ સંવત ૧૮૬૭ ભાદ્રપદ સુદી ૧૩ ના રોજ કરી છે, કે જે આ ગ્રંથની પ્રશસ્તિમાં એમણે લખ્યું છે
સંવત્સર દશ આઠ સત સતસઠિ વિક્રમરાય, માસ ભાદ્રપદ શુક્લતિથિ તેરસિ પૂરન થાય.
પંડિતજીના ગ્રંથોમાં આદિ તથા અંતમાં મંગલાચરણથી જણાય છે કે પોતે પરમ આસ્તિક હતાઃ દેવ, ગુરુ. શાસ્ત્રમાં પૂર્ણ ભક્તિ રાખતા હતા. સત્ય તો આ છે આસ્તિકતા તથા ભક્તિ છે ત્યાં સર્વેની ઉપકારકØ બુદ્ધિ પણ છે. આ વાત આપણા પંડિતજીમાં હતી. તેથી તેમનામાં પણ એવી બુદ્ધિ તથા અન્ય માન્ય ગુણ હુતા. માટે તેઓ આપણા તથા સર્વ સમાજને માન્ય છે. હવે આપણે આકાંક્ષા કરીએ કે તેઓ શીધ્ર અનંત તથા અક્ષય સુખના અનંત કાલના ભોગી થાઓ.
આ ગ્રંથની ભૂમિકાની સાથે અમે વાચકોની સગવડતા માટે ગાથા તથા વિષયસૂચિ પણ આપી છે. હવે અમારું અંતિમ નિવેદન છે કે અલ્પજ્ઞતાને કારણે આ ભૂમિકા તથા ગ્રંથસંશોધનમાં અમારી ઘણી ત્રુટિઓ રહી ગઈ હશે. તો આપ સુજ્ઞ સુધારીને અમને ક્ષમા કરશો.
મુંબઈ તા. ૧૫-૧૨-૧૯૨૩ ઈસવીસન. માગસર સુદી ૮–૧૯૮૦ વિક્રમ સંવત.
વિનીત રામપ્રસાદ જૈન, મુંબઈ
આ ગ્રંથમાં પ્રાકૃત ગાથાની ગુજરાતી પધમાં હરિગીત છંદમાં ગાથાઓ પંડિત શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે રચી છે તે બદલ તેમનો આભાર માનું છું.
અષ્ટપાહુડનો ગુજરાતી અનુવાદ તા. ૨૫-૧૦-૮૪ ના દિને કોરપસ-ક્રીસ્ટી- ટેકસાસ. યુ. એસ. એ માં સંપૂર્ણ કર્યો.
-તારાચંદ રવાણી C/o કિશન ટી. રવાણી ૩ Heritage Valley Drive, SEWELL N.J.08080 U.S.A.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: પ્રસ્તાવના :
આચાર્ય કુન્દકુન્દ અને અષ્ટપાહુડ
આચાર્ય કુન્દકુન્દ
| જિન-અધ્યાત્મના પ્રતિષ્ઠાપક આચાર્ય કુન્દકુન્દનું સ્થાન દિગમ્બર જિન-આચાર્ય પરંપરામાં સર્વોપરિ છે. બે હજાર વર્ષથી આજ સુધી સતત દિગમ્બર સાધુ પોતાને કુન્દકુન્દ્રાચાર્યની પરંપરાના કહેવામાં ગૌરવ અનુભવ કરતા રહ્યા છે.
શાસ્મસભામાં ગાદી પર બેસીને પ્રવચન કરતી વખતે ગ્રંથ અને ગ્રંથકારના નામની સાથોસાથ આ ઉલ્લેખ પણ જરૂરી માનવામાં આવે છે કે આ ગ્રંથ પણ કુન્દકુન્દ આમ્નાયમાં રચવામાં આવેલ છે. પ્રવચનની શરૂઆત કરતી વખતે ઉચ્ચારવામાં આવતાં શબ્દો આ પ્રકારે છે:
"अस्य मूलग्रन्थकर्तार: श्री सर्वज्ञदेवास्तदुत्तरग्रन्थ कर्तार: श्री गणधरदेवाः प्रतिगणधरदेवाषां वचनानुसारमासाद्य श्री कुन्दकुन्दाम्नाये......विरचितम्। श्रोतारः સાવધાનતયા શુગવસ્તુ''
ઉપરની પંક્તિયો ઉપરાંત મંગલાચરણ સ્વરૂપે જે છંદ બોલવામાં આવે છે, તેમાં પણ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સાથે એક માત્ર આચાર્ય કુન્દકુન્દનો જ સમગ્ર આચાર્ય પરંપરામાં નામોલ્લેખપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. બાકી બધાને “આદિ' શબ્દથી ગ્રહણ કરી લેવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ કે જે પ્રકારે હાથીના પગલામાં બધાના પગલાંનો સમાવેશ થઈ જાય છે તેવી રીતે આચાર્ય કુન્દકુન્દમાં સમસ્ત આચાર્ય પરંપરાનો સમાવેશ થઈ જાય છે. દિગમ્બર પરંપરાના પ્રવચનકારો દ્વારા પ્રવચનના આરંભમાં મંગલાચરણસ્વરૂપ નીચે મુજબનો છંદ બોલાય છે, તેના શબ્દો આ પ્રકારે છે:
મંાનં માવાન વીરો, મંતં તમો Thi __ मंगलं कुन्दकुन्दाद्यो, जैन धर्मोस्तु मंगल।।
| દિગમ્બર જિનમંદિરોમાં બિરાજમાન લગભગ પ્રત્યેક જિનબિંબ (જિનપ્રતિમા કે જિનમૂર્તિ) પર કુન્દકુન્દાસ્નાયનો ઉલ્લેખ જોવામાં આવે છે. પરંપરાવર્તી ગ્રંથકારોએ પોતાની જે શ્રદ્ધા સાથે સ્મરણ કર્યું છે તેનાથી પણ આ ખ્યાલ આવે છે કે દિગમ્બર પરંપરામાં કુકુન્દાચાર્યનું નામ અજોડ છે. પોતાની મહિમા બતાવનારા શિલાલેખો પણ પ્રાપ્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIII
કેટલાક મહુત્વપૂર્ણ શિલાલેખો આ પ્રકારે છે
કુન્દપુષ્પની શોભા ધારણ કરવાવાળી જિનની કીર્તિ દ્વારા દિશાઓ શણગારાઈ છે, જે ચારણો-ચારણ ઋદ્ધિધારી મહામુનિઓના સુંદર હસ્તકલોના ભ્રમર હતા અને જિન પવિત્રાત્મા એ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે તે વિભુ કુન્દુકુન્દ આ પૃથ્વી પર કોના દ્વારા બંધ નથી ? ' '
“યતીશ્વર (શ્રીકુન્દકુન્દ સ્વામી) રજ:સ્થાન પૃથ્વીતલ છોડીને ચાર આંગળ ઊંચે ગમન કરતા હતા, જેનાથી હું સમજું છું કે તેઓ અંતર અને બાહ્ય રજથી અત્યંત અસ્કૃષ્ટતા બતાવતા હતા. (અર્થાત્ તેઓ અંતરંગમાં રાગના મળથી તથા બાહ્યમાં ધૂળથી અસ્પષ્ટ હતા.)''
દિગમ્બર જૈન સમાજ કુન્દકુંદાચાર્યદેવના નામ તેમજ કામ (મહિમા)થી જેટલો પરિચિત છે એટલો એમના જીવનથી અપરિચિત છે. લોકેષણાથી દૂર રહેવાવાળા જૈનાચાર્યોની આ વિશેષતા રહી છે કે મહાનથી મહાન ઐતિહાસિક કાર્યો કરવા છતાં પણ તેઓ પોતાના વ્યક્તિગત જીવન સંબંધી કયાંય કોઈ ઉલ્લેખ કરતા નથી. આચાર્ય કુન્દુકુન્દ પણ આમાં અપવાદ નથી. તેમણે પણ પોતાના સંબંધી કયાંય કંઈપણ લખ્યું નથી. “દ્વાદશાનુપ્રેક્ષામાં માત્ર નામનો ઉલ્લેખ છે. આ જ પ્રકારે મોક્ષપાહુડમાં પોતાને દ્વાદશાંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વના વિપૂલ પ્રસાર કરનાર શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્ય છે એમ લખ્યું છે.''
આથી એમના જીવન સંબંધમાં બાહ્ય સાધનો પર આધાર રાખવો પડે છે. બાહ્ય આધારમાં પણ એમના જીવન સંબંધી વિશેષ સામગ્રી પ્રાપ્ત નથી. પરંપરાગત ગ્રંથકારોએ પણ આજ સુધી એમનો ઉલ્લેખ ખૂબજ શ્રદ્ધા તેમજ ભક્તિપૂર્વક કર્યો છે. શિલાલેખોમાં પણ તેમના નામના ઉલ્લેખો મળી આવે છે. આવા ઉલ્લેખોથી પણ તેમની મહાનતા ઉપર પ્રકાશ પડે છે તો પણ એનાથી એમના જીવન સંબંધી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
બાહ્ય સાધનોના રૂપમાં પ્રાપ્ત થતા ઐતિહાસિક લેખો, પ્રશસ્તિપત્રો, મૂર્તિલેખો, પરંપરાગત જનશ્રુતિઓ એમજ પરંપરાગત લેખકોએ કરેલા ઉલ્લેખો પર જ આધાર દ્વારા, વિદ્વાનો દ્વારા લખેલ આલોચના દ્વારા જે જાણકારી પ્રાપ્ત છે તેનો સાર-સંક્ષેપ બધો મળીને આ પ્રકારે છે:
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પહેલી શતાબ્દિમાં કોન્ડકુન્દપુ (કર્ણાકટ)માં જન્મેલા કુન્દ્રકુન્દ અખિલ ભારતવર્ષીય ખ્યાતિ અને દિગ્ગજ આચાર્ય હતા. આપના માતા-પિતા કોણ હતા અને તેમના જન્મનો સમય, એમનું શું નામ રાખ્યું હતું? –આ તો જાણ નથી, પણ નંદિસંઘમાં દીક્ષા ધારણ કરતી વખતે પોતાનું નામ પદ્મનદી રાખવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૪૯ માં પોતે નંદિસંઘના પદ પર સ્થાપિત થયા અને મુનિ પદ્મનંદી માંથી આચાર્ય પદ્મનંદી બન્યા. આ ઉપરાંત અધિક સન્માનના કારણે નામ લેવામાં સંકોચવૃત્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIV
ભારતીય સમાજની પોતાની સાંસ્કૃતિક વિશેષતા રહેલી છે. મહાપુરુષોના ગામના નામોથી ઉપનામોથી સંબોધિત કરવાનું વલણ પણ તેનું જ પરિણામ છે. કૌડુકુન્દપુરના વાસી હોવાથી પોતાને પણ કીકુન્દપુરના આચાર્યના અર્થમાં કડકુન્દાચાર્ય કહેવા લાગ્યા. જે શ્રુતિ મધુરતાની દષ્ટિથી કાલાંતરે કુન્દ્રકુન્દાચાર્ય બની ગયા.
જો કે “આચાર્ય” પદ છે, તો પણ તે પોતાના નામ સાથે એવું એક રૂપ બની ગયું છે કે જાણે તે નામની સાથે એક અંગ જેવું થઈ ગયું છે. આ સંદર્ભમાં ચન્દ્રગિરિ પર્વતના શિલાલેખોમાં અનેકવાર જોડાયેલા નિમ્નાંકિત છંદ ઉલ્લેખનીય છે -
''श्रीमन्मुनीन्द्रोत्तमरत्नवर्णा श्री गौतमाद्या भविष्णावस्ते। तत्राम्बुधौ सप्तमहद्धि-युक्तास्तत्सन्ततौ नन्दिगणे बभूत।।३।। श्री पद्मनन्दीत्यनवद्यनामा ह्याचार्य शब्दौत्तरकोण्डकुन्दः।
द्रितीयमासीदभिधानमुद्य च्चरित्रसञ्जातसुचारणद्धि।।४।। મુનીન્દ્રોમાં શ્રેષ્ઠ પ્રભાવશાળી મહાન ગૌતમાદિ રત્નોના રત્નાકર આચાર્ય પરંપરામાં નંદિગણના શ્રેષ્ઠ ચરિત્રના ધણી, ચારણ ઋદ્ધિધારી પદ્મનંદી નામના મુનિરાજ થયા, જેમનું બીજું નામ-આચાર્ય શબ્દ છે અંતમાં જેમનું –એવા કડુકુન્દ હતું. અર્થાત્ કુન્દકુન્દાચાર્ય હતું.
ઉપરના છંદોમાં ત્રણ બિંદુ અત્યંત સ્પષ્ટ છે – ૧) ગૌતમ ગણધરના નામથી પછી કોઈ અન્યનો ઉલ્લેખ ન હોઈને કુન્દકુન્દનો જ
ઉલ્લેખ છે જે દિગમ્બર પરંપરામાં એમના સ્થાનને સૂચિત કરે છે. ૨) તેમને ચારણ ઋદ્ધિ પ્રાપ્ત હતી.
૩) તેમનું પદ્મનંદી પ્રથમ નામ હતું અને બીજું નામ કુન્દકુન્દાચાર્ય હતું. “આચાર્ય' શબ્દ નામનો જ ભાગ બની ગયો હતો, જો કે “કાવાર્ય શબ્દોત્તરપ્ટન્દ્ર:' પદથી અત્યંત સ્પષ્ટ છે. આ પણ સ્પષ્ટ છે કે આ નામ તેમના આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા બાદ જ પ્રચલિત થયું, પરંતુ આ નામ એટલું બધું પ્રચલિત થયું કે મૂળ નામ પણ ભૂલાઈ ગયા જેવું થઈ ગયું.
ઉપરના કહેલા નામોથી ભિન્ન એલાચાર્ય, વક્રગ્રીવાચાર્ય અને વૃદ્ધપિચ્છાચાર્યને પણ તેમના નામો કહેવામાં આવે છે. આ સંદર્ભમાં વિજયનગરના એક શિલાલેખમાં એક શ્લોક મળી આવ્યો છે, જે આ પ્રકારે છે:
"आचार्य कुन्दकुन्दायो वक्रग्रीवो महामुनिः।
एलाचार्यो गुद्धपृच्छ इति तन्नाम पञ्चधा।। ઉપર લખેલા બધા નામોમાં કુન્દકુન્દાચાર્ય નામ જ સર્વથી અધિક પ્રસિદ્ધ નામ છે. જ્યારે એમનું મૂળનામ પદ્મનંદીને પણ ઘણા ઓછા લોકો જાણે છે. તો પછી બાકીના નામોની તો વાત જ કયાં કરવાની રહી?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XV
કુન્દકુન્દ જેવા સમર્થ આચાર્યના ભાગ્યશાળી ગુરુ કોણ હતા? –આ સંદર્ભમાં અંતર સાક્ષીના રૂપે બોધપાહુડની જે ગાથાઓ ટાંકવામાં આવી છે તે આ પ્રકારે છે
'सहवियोरो भूओ भासासुत्तेसु जं जिणे कहिये।
सो तह कह्येि णाय सोसेण य, भद्रबाहुस्स।।६१।। बारस अंगवियाणं चउदस पुवंग दिउस वित्थरणं।
सुयाणाणि भद्बाहू गमयगुरु भयत्रोवओ जयओ।। ६२।। “જે જિનેન્દ્રદેવે કહ્યું છે તે જ ભાષાસૂત્રોમાં શબ્દવિકારરૂપથી પરિણમિત પામ્યું છે. તેને ભદ્રબાહુના શિષ્ય તેવું જ જાણ્યું છે અને એવું જ કહ્યું છે.
બાર અંગ અને ચૌદ પૂર્વોનો વિપુલ વિસ્તાર કરવાવાળા શ્રુતજ્ઞાની ગમકગુરુ ભગવાન ભદ્રબાહુ જયવંત હો.' '
પ્રથમ ૬૧મી ગાથામાં આ વાત જો કે અત્યંત સ્પષ્ટ છે કે બોધપાહુડના કર્તા આચાર્ય કુન્દકુન્દ ભદ્રબાહુના શિષ્ય છે, તોપણ બીજી ૬રમી ગાથા જ્યાં એમ બતાવ્યું છે કે તેઓ ભદ્રબાહુ અગિયાર અંગ અને ચૌદ પૂર્વેના જ્ઞાતા પાંચમા શ્રુતકેવળી જ છે, ત્યાં એમ પણ જણાવ્યું છે કે તેઓ કુન્દુકુન્દના ગમકગુરુ (પરંપરાગુરુ) છે, સાક્ષાત્ ગુરુ નહિ.
આ જ પ્રકારના ભાવ સમયસારની પ્રથમ ગાથામાં પણ મળી આવે છે. કે જે આ પ્રકારે
છે:
"वंदित्तु सव्वसिद्ध ध्रुवमचलामणोवमं गदि पत्ते।
વોચ્છામિ સમયપાદુહમિળમો સુલવની મળતંાતા'' ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પામેલ સર્વ સિદ્ધોને વંદન કરીને શ્રુતકેવળી દ્વારા કહેલ સમયપ્રાભૂતને કહીશ.'
આ પ્રકારે તો તેમને ભગવાન મહાવીરના પામેલ શિષ્ય પણ કહી શકાય છે કેમકે તેઓ ભગવાન મહાવીરના શાસન પરંપરાના આચાર્ય છે. આ સંદર્ભમાં દર્શનસારની નીચેની ગાથા ઉપર પણ ધ્યાન દેવું જોઈએ.
"जइ पउमंणदिणाहो सीमंधर सामिदिव्वणाणेण। ण विवोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।।''
જો સીમંધર સ્વામી (મહાવિદેહમાં વિધમાન તીર્થંકરદેવ) પાસેથી મેળવેલ દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનંદિનાથે (શ્રીકુન્દકુન્દાચાર્ય) ઉપદેશ આપેલ ન હોત તો મુનિજન સાચા માર્ગને કેવી રીતે પ્રાપ્ત કરત?' '
આ ગાથાના આધાર ઉપર તેમને સીમંધર ભગવાનના શિષ્ય શું કહી શકાય? અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XVI
સવાલ આ વાતનો નથી કે ક્યાં ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું, હકીકતમાં વાત એ છે કે તેમના દિક્ષાગુરુ કોણ હતા, અને તેમને આચાર્યપદ કોનાથી મેળવ્યું હતું?
જયસેનાચાર્યદવે આ ગ્રંથની ટીકામાં તેમને કુમારનંદિસિદ્ધાંતદેવના શિષ્ય બતાવ્યા છે અને નંદિસંઘની પટ્ટાવલીમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. પરંતુ આ કુમારનંદી અને જિનચંદ્રનું નામ માત્ર જ જણાવ્યું છે. એમના સંબંધમાં પણ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. બની શકે છે કે આચાર્ય કુન્દકુન્દની સમાન તેમના દિક્ષાગુરુના પણ બે નામ હોય. નંદિસંઘમાં દીક્ષા લેતી વખત બાલબ્રહ્મચારી નાની ઉંમરના હોવાને કારણે એમનું નામ કુમાર નંદી રાખવામાં આવ્યું હોય. ત્યારબાદ પટ્ટ પર બેસાડવામાં આવેલ હોય એ વખતે તેઓ જિનચંદ્રાચાર્યના નામથી જાણીતા થયા હોય. પટ્ટાવલીમાં જિનચંદ્રનો નામોલ્લેખ હોવાથી આ કારણ પણ હોઈ શકે છે. પટ્ટાવલીમાં માઘનંદી, જિનચંદ્ર અને પદ્મનંદી (કુન્દકુન્દ) કમથી આવે છે. નંદિસંઘમાં નંદ્યન્ન (નન્દી છે અન્ત જેમને) નામ હોવું સહજ પ્રતીત થાય છે.
પંચાસ્તિકાયની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાના આરંભમાં સમાગત જયસેનાચાર્યનું કથન મૂળથી આ પ્રકારે છે:
"अथ श्री कुमारनंदिसिद्धान्तदेवशिष्यैः प्रसिद्धकथा न्यायीन पूर्वविदेहं गत्या वीतराग सर्वज्ञ श्री सिमंधर स्वामितीर्थंकर परमदेव दुष्टवा तन्मुख कमलविनिर्गत दिव्य वाणी अण्णावा-धारितपदार्थाच्छुद्धात्मतच्चादिमार्थ गृहीद्वा पुनरप्यागतैः श्रीमकुन्दकुन्दाचार्यदेवे: पद्यनद्याद्यपराभिधेर्य रत्नस्तत्त्वबहितै त्त्वगौणमुख्य प्रातिपत्यधर्मधवा शिवकुमार महवराजादि संक्षेप रुचिशिष्य प्रतिबोधनार्थ विरचिते पञ्यास्तिकायपा मृतशास्त्रयथा क्रमेणाधिकार शुद्धिपूर्वकं तात्पर्यार्थ व्याख्यावं कध्यति।
શ્રી કુમારનંદિસિદ્ધાંતદેવના શિષ્ય પ્રસિદ્ધકથાન્યાયથી પૂર્વવિદેહ જઈને વીતરાગ સર્વજ્ઞ શ્રી સીમંધરસ્વામી તીર્થંકર પરમદેવના દર્શન કરીને તેમના મુખકમળમાંથી નીકળેલ દિવ્યધ્વનિને સાંભળી શુદ્ધાત્માદિ તત્ત્વોની સાથે પદાર્થોને અવધારીને-ગ્રહણ કરીને આવેલા શ્રી પદ્મનંદી વગેરે જેમનું બીજું નામ છે તે શ્રીકુન્દકુન્દાચાર્યદવ દ્વારા અંત:તત્ત્વ અને બદ્ધિતત્ત્વને ગૌણ અને મુખ્ય પ્રાપ્ત કરીને તેમજ શિવકુમાર મહારાજ વગેરે સંક્ષેપ રુચિવાળા શિષ્યોને સમજાવવા માટે રચેલ પંચાસ્તિકાયપ્રાભૃત શાસ્ત્રમાં પ્રકરણો અનુસાર કમસર તાત્પર્યના અર્થોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.'
ઉપરના ઉદાહરણમાં પ્રસિદ્ધ કથાન્યાયના આધારથી કુન્દકુન્દના વિદેગમનની ચર્ચા પણ કરવામાં આવી છે. આથી ખાતરી થાય છે કે આચાર્ય જયસેનના સમય (વિક્રમની બારમી શતાબ્દીમાં) આ કથા સારી પેઠે પ્રસિદ્ધ હતી.
વિક્રમની દસમી સદીના આચાર્ય દેવસેનના દર્શનસારમાં આવેલી ગાથામાં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XVII
કુન્દકુન્દ્રાચાર્યની વિદેગમનની ચર્ચા કરવામાં આવેલ છે. દર્શનસાર ના અંતમાં લખ્યું છે કે મેં આ દર્શનસાર ગ્રંથ પૂર્વાચાર્યોની ગાથાઓનું સંકલન કરીને બનાવ્યું છે. આ સ્થિતિમાં આ વાત અત્યંત સ્પષ્ટ છે કે કુન્દકુન્દના મહાવિદેહુ ગમનની ચર્ચા કરવાવાળી ગાથા પણ દસમી શતાબ્દીથી બહુ પહેલાંની હોઈ શકે છે.
આ સંદર્ભમાં શ્રુતસાગર સૂરિનું નીચે લખેલું કથન પણ જોઈ જવા જેવું છે:
श्री पद्मनन्दि कुन्दकुन्दाचार्य वक्रग्रीवाचार्य गृद्धपिच्छाचार्यनाम पञ्च कवि राजितेन चतुरंगलाकाशगमन र्द्धिना पूर्व विदेह पुण्डरीकिणी नगर वन्दित सीमन्धरापरनाम स्वंयप्रभ जिनेन तच्छ्र त ज्ञान संबोधित भरत वर्षभव्यजीवेन श्रीजिन चन्द्रसूरि भट्टारक पट्टाभरण ભૂતન વરુતિવાન સર્વશેન વિરચિતે પછામૃતળે...........
- શ્રી પદ્મનંદી, કુન્દકુન્દાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને વૃદ્ધપિચ્છાચાર્ય એવા પાંચ નામધારી, જમીનથી ચાર આંગળ ઉપર આકાશમાં ચાલવાની ઋદ્ધિધારી; પૂર્વ વિદેહની પુણ્ડરીકણી નગરીમાં વિરાજેલ સીમંધર બીજું નામ સ્વયંપ્રભ તીર્થકરથી પ્રાપ્ત થયેલ જ્ઞાનથી ભરતક્ષેત્રના ભવ્યજીવોને ઉપદેશ કરવાવાળા શ્રી જિનચંદ્રસૂરિ ભટ્ટારકના પટ્ટના આભરણ (શણગાર) રૂપ કલિકાલસર્વજ્ઞ (શ્રી કુન્દકુન્દાચાર્યદેવ ) દ્વારા રચેલા પપ્રાભૃત ગ્રંથમાં.''
ઉપર લખેલ કથનમાં કુન્દકુન્દના પાંચ નામ, પૂર્વવિદેહગમન, આકાશગમન અને જિનચંદ્રાચાર્યના શિષ્ય ઉપરાંત તેમને કલિકાલ સર્વજ્ઞ પણ કહેલ છે.
આચાર્ય કુન્દકુન્દના સંબંધમાં પ્રચલિત કથાઓનું અવલોકન કરી જવું પણ આવશ્યક છે. “જ્ઞાનપ્રબોધ' માં પ્રાપ્ત કથાનો સાર આ પ્રકારે છેઃ
“માલવદેશ વારાપુર નગરમાં રાજા કુમુદચંદ્ર રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ કુમુદ ચંદ્રિકા હતું. તેમના રાજ્યમાં કુન્દશ્રેષ્ઠી નામના એક વણિક રહેતા હતા. તેમની પત્નીનું નામ કુન્દલતા હતું. તેમને એક કુન્દકુન્દ નામનો પુત્ર પણ હતો. બાળકોની સાથે રમત કરતાં તે બાળકે એક દિવસ ઉધાનમાં બેઠેલા જિનચંદ્ર નામના મુનિરાજના દર્શન કરવા માટે અને તેમના ઉપદેશ સાંભળવા માટે ગયા. ત્યાં અનેક નરનારીઓ સાથે તેમણે પણ ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું.
અગિયાર વર્ષના બાળક કુંદકુંદ એમના ઉપદેશથી એટલા બધા પ્રભાવિત થયા કે તેણે એમની પાસે દિક્ષા પણ લીધી. પ્રતિભાશાળી શિષ્ય કુંદકુંદને જિનચંદ્રાચાર્યે ૩૩ વર્ષની ઉમરે તેમને આચાર્ય પદવી પણ આપી.
બહુ જ ઊંડાણથી ચિંતન કરવા છતાં પણ કોઈક શેય આચાર્ય કુંદકુંદને સ્પષ્ટ રીતે સમજાતું ન હતું. તેના ચિંતનમાં મગ્ન કુંદકુંદે વિદેહ ક્ષેત્રમાં જઈ વિદ્યમાન તિર્થંકર સીમંધર ભગવાનને નમસ્કાર કર્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
xvIII
ત્યાં સીમંધરભગવાનના મુખથી સહજ જ સદ્ધર્મવૃદ્ધિરરંતુ પ્રગટ થયું. સમોવસરણમાં હાજર રહેલા શ્રોતાઓને બહુ જ આશ્ચર્ય થયું. નમસ્કાર કરવાવાળા સિવાય બીજાને આશિર્વાદ અપાઈ રહ્યા છે? આ પ્રશ્ન બધાના હૃદયમાં સહુજ ઉપસ્થિત થઈ રહ્યો હતો. ભગવાનની વાણીમાં સમાધાન આવ્યું કે ભરતક્ષેત્રના આચાર્ય કુંદકુંદને આ આશિર્વાદ આપવામાં આવેલ છે.
ત્યાં કુંદકુંદના પૂર્વભવના બે મિત્ર ચારણઋદ્ધિ ધારી મુનિરાજ હાજર હતા. તેઓ આચાર્ય કુંદકુંદને ભગવાન પાસે લઈ ગયા. રસ્તામાં કુંદકુંદનું મોરપિચ્છ પડી ગયું. ત્યારે તેમણે ગુદ્ધપૃચ્છીકાથી કામ ચલાવ્યું. તેઓ ત્યાં સાત દિવસ રહ્યા. ભગવાનના દર્શન અને દિવ્ય ધ્વનિના શ્રવણથી તેમની શંકાઓનું સમાધાન થઈ ગયું.
કહેવાય છે કે પાછા ફરતી વખતે તેઓ કોઈ ગ્રંથ પણ સાથે લાવેલ હતા પણ તે માર્ગમાં જ પડી ગયેલ. તિર્થોની યાત્રા કરતાં કરતાં તેઓ ભરતક્ષેત્રમાં આવી ગયા. તેમનો ધર્મોપદેશ સાંભળીને સાતસો સ્ત્રી-પુરુષોએ દિક્ષા ગ્રહણ કરી.
કેટલોક સમય વિત્યાબાદ ગિરનાર પહાડ ઉપર શ્વેતાંબરોની સાથે તેમને વિવાદ થયો, ત્યારે બાહ્મીદેવીએ સ્વીકાર કર્યો કે દિગંબર નિગ્રંથ માર્ગ જ સાચો છે.
અંતમાં પોતાના શિષ્ય ઉમાસ્વામીને આચાર્ય પદવી પ્રદાન કરીને તેઓ સ્વર્ગવાસી થઈ ગયા.''
એક કથા ““પૂણ્યાશ્રવ કથાકોષ'' માં પણ આવે છે એનો સાર પણ આ પ્રકારે છે
“ભરતખંડના દક્ષિણદેશમાં પિડથનાડૂ' નામનો પ્રદેશ છે. આ પ્રદેશમાં કુરુમરઈ નામના ગામમાં કરમંડુ નામના શ્રીમંત વૈશ્ય રહેતા હતા. તેની પત્નીનું નામ શ્રીમતિ હતું. તેમને ત્યાં એક ભરવાડ રહેતો હતો. ને તેમના પશુઓને ચરાવવા લઈ જવાનું કામ કરતો હતો. તે ભરવાડનું નામ મતિવરણ હતું. એક દિવસ જ્યારે તે પોતાના પશુઓને એક જંગલમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે ઘણાં જ આશ્ચર્યથી જોયું કે આખું જંગલ દાવાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું છે પરંતુ વચ્ચે કેટલાક વૃક્ષ લીલાછમ છે. તેને તેનું કારણ જાણવાની મોટી ઉત્સુકતા થઈ. તે એ સ્થાન પર ગયો તો તેને જાણવા મળ્યું કે આ કોઈ મુનિરાજનું નિવાસ સ્થાન છે અને ત્યાં એક પેટીમાં આગમગ્રંથ રાખેલા છે. તે ભણેલ ગણેલ ન હતો. તેણે વિચાર્યું કે આ આગમગ્રંથને કારણે જ આ સ્થાન આગથી બચી ગયું છે. આથી તે ગ્રંથને ખૂબ જ આદરથી ઘેર લઈ આવ્યો. તેણે આ ગ્રંથને પોતાના માલિકના ઘરમાં એક પવિત્ર સ્થાનપર આદરપૂર્વક રાખ્યો, અને દરરોજ તેની પૂજા કરવા લાગ્યો.
કેટલાક દિવસો પછી એક મુનિ એમના ઘેર પધાર્યા. શેઠે એમને ખૂબ જ ભક્તિપૂર્વક આહાર આપ્યો. તે જ સમયે તે ભરવાડે પેલો આગમગ્રંથ આ મુનિને પ્રદાન કર્યો. આ દાનથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIX
મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે બન્ને જણને આશિર્વાદ આપ્યો કે આ ભરવાડ શેઠને ઘેર તેમના પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં સુધી શેઠને કોઈ પુત્ર ન હતો. મુનિના આશિર્વાદ અનુસાર તે ભરવાડ શેઠને ઘેર પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો. અને મોટો થયા બાદ તે એક મહાન મુનિ અને તત્ત્વજ્ઞાની થયો. તેનું નામ કુંદકુંદાચાર્ય હતું.'
ત્યારબાદ પૂર્વવિદેહ જવાની કથા પણ અગાઉની જેમ વર્ણવેલી છે. આને જ મળતી કથા આરાધના કથાકોષમાં પણ મળી આવે છે. આચાર્ય દેવસેન, જયસેન તેમજ ભટ્ટારક શ્રુતસાગર જેવા દિગ્ગજ આચાર્યો તેમ જ વિદ્વાનોના હજાર વર્ષ પહેલાં પ્રાચીન ઉલ્લેખો તેમ જ તેનાથી પણ પ્રાચીન પ્રચલિત કથાઓની ઉપેક્ષા કરવા યોગ્ય નથી. વિવેકસમત પણ કહી શકાય તેમ નથી.
આથી ઉપર કરેલા ઉલ્લેખો અને કથાઓના આધારથી આ નિ:સંકોચ કહી શકાય છે કે આચાર્ય કુંદકુંદ દિગમ્બરઆચાર્ય પરંપરાના ચૂડામણિરત્ન સમાન છે. એ વિગત બે હજાર વર્ષોમાં થયેલા દિગમ્બર આચાર્યો, સંતો, આત્માર્થી વિદ્વાનો તેમજ આધ્યાત્મિક સાધકોના આદર્શ રહ્યા છે. માર્ગદર્શક રહ્યા છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સમાન પ્રાતઃસ્મરણીય રહ્યા છે. કલિકાલ સર્વજ્ઞના રૂપમાં સ્મરણ કરવામાં આવે છે. તેમણે એ જ ભવમાં સદેહ વિદેહક્ષેત્રમાં જઈને સીમંધર અહંત પરમાત્માના દર્શન કર્યા હતા. તેમની દિવ્યધ્વનીને સાક્ષાત્ શ્રવણ કરી હતી, તેમણે ચારણઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી તો કવિવર વન્દાવનદાસને કહેવું પડ્યું ““હુવે હૈ, ન દો; મુનિન્દ છું સે'' વિતેલા બે હજાર વર્ષોમાં કુંદકુંદ જેવા પ્રતિભાશાળી, પ્રભાવશાળી, પેઢીઓ સુધી પ્રકાશ પાથરનારા સમર્થ આચાર્યો ન તો થયા છે અને પંચમકાળના અંતસુધી થવાની સંભાવના પણ નથી''
ભગવાન મહાવીરથી પ્રાપ્ત પ્રમાણિક શ્રુત પરંપરામાં આચાર્ય કુંદકુંદના અદ્વિતીય પ્રદાનની સમ્યક જાણકારીને માટે પૂર્વપરંપરાનું સિંહાવલોકન અત્યંત આવશ્યક છે. સમયસારના આભાષા ટીકાકાર પંડિત જયચંદજી છાબડા સમયસારની ઉત્પત્તિનો સમય બતાવતાં લખે છે:
“આ શ્રી કુંદકુંદાચાર્યદવે રચેલ ગાથાબદ્ધ સમયસાર નામનો ગ્રંથ છે. તેની આત્મખ્યાતિ નામની શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે રચેલી ટીકા છે. આ ગ્રંથની ઉત્પત્તિનો સંબંધ આ પ્રકારે છે કે અંતિમ તિર્થંકરદેવ સર્વજ્ઞ વીતરાગ પરમભટ્ટારક શ્રી વર્ધમાન સ્વામીના નિર્વાણ થયા બાદ પાંચ શ્રુતકેવળી થયા તેમાં અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રહુસ્વામી થયા.
ત્યાં સુધી તો દ્વાદશાંગ શાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારબાદ કાળદોષથી અંગોના જ્ઞાનની બુચ્છિતિ થતી ગઈ અને કેટલાક મુનિ શિથિલાચારી થયા, જેમાં શ્વેતાંબર થયાં, તેમણે શિથિલાચારને પોષણ કરવા માટે જુદા શાસ્ત્રો બનાવ્યા, જેમાં શિથિલાચાર પોષક અનેક કથાઓ લખીને પોતાનો સંપ્રદાય દઢ બનાવ્યો. આ સંપ્રદાય આજ સુધી પ્રસિદ્ધ છે. આ સિવાય જે જિનસુત્રની આજ્ઞામાં રહ્યા તેમનો આચાર યથાવત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XX
રહ્યો. પ્રરૂપણા પણ જેમ છે તેમ રહી; તેઓ દિગમ્બર કહેવાયા. આ સંપ્રદાય અનુસાર શ્રી વર્ધમાનસ્વામીના નિર્વાણ થયા બાદ ૬૮૩ વર્ષ પછી બીજા ભદ્રહુસ્વામી થયા. તેમની પરિપાટીમાં કેટલાય વર્ષો બાદ મુનિ થયા જેમણે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું.
એક ધરસેન નામના મુનિ થયા તેમને અગ્રાયણીપૂર્વનો પાંચમો વસ્તુ અધિકાર તેમાં મહાકર્મ પ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. એમણે આ પ્રાભૂત ભૂતબલી અને પુષ્પદંત નામના મુનિઓને ભણાવ્યા. એ બન્ને મુનિઓમાં આગામી કાળદોષથી બુદ્ધિની મંદતા જાણીને તે પ્રાભૃતને અનુસરીને પખંડસુત્રની રચના કરી પુસ્તકરૂપમાં લખીને તેનું પ્રતિપાદન કર્યું. તેમના પછી જે મુનિ (વીરસેન) થયા એમણે તે સુત્રો વાંચીને વિસ્તારથી ટીકા કરીને ધવળ, મહાધવળ, જયધવળ આદિ સિદ્ધાંતોની રચના કરી. તેમના પછી તેમની ટીકાઓ વાંચીને શ્રીનેમિચંદ્ર આદિ આચાર્યોએ ગોમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો બન
આ પ્રકારે આ પ્રથમ સિદ્ધાંતની ઉત્પત્તિ છે. આમાં જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલી આત્માની સંસારપર્યાયના વિસ્તારના ગુણસ્થાન માર્ગણાસ્થાન આદિ રૂપમાં સંક્ષિણથી વર્ણન છે. આ કથન તો પર્યાયાર્થિકનયને મુખ્ય કરીને છે; આ જ નયને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયા પણ કહે છે, તથા આને જ અધ્યાત્મ ભાષામાં અશુદ્ધ નિશ્ચયનય અને વ્યવહારનય પણ કહે છે.
ભદ્રબાહુસ્વામીની પરંપરામાં જ બીજા ગુણધર નામના મુનિ થયા. તેમને જ્ઞાનપ્રવાહ પૂર્વના દસમા વસ્તુ અધિકારમાં ત્રીજા પાહુડનું જ્ઞાન હતું. તેમના આ પાહુડને નાગહસ્તી નામના મુનિએ વાંચ્યું. તેઓ બન્ને મુનિઓ યતિનાયક નામના મુનિએ વાંચીને તેની ચૂર્ણિકા રૂપે છે હજાર સૂત્રોના શાસ્ત્રની રચના કરી, તેની ટીકા સમૃદ્ધરણ નામના મુનિએ બાર હજાર સૂત્ર પ્રમાણની કરી.
આ પ્રકારે આચાર્યોની પરંપરાથી કુન્દ્રકુન્દમુનિ તે શાસ્ત્રોના જ્ઞાતા થયા. આ રીતે આ દ્વિતીય સિદ્ધાંતની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને મુખ્ય કરી શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું કથન છે. અધ્યાત્મ ભાષામાં આત્માનો જ અધિકાર હોવાથી આને શુદ્ધનિશ્ચય તથા પરમાર્થ પણ કહે છે. આમાં પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહીંને અસત્યાર્થ કહ્યો છે.
આ જીવને જ્યાં સુધી પર્યાયબુદ્ધિ રહે છે, ત્યાં સુધી સંસાર રહે છે, જ્યારે તે શુદ્ધનયનો ઉપદેશ પામીને દ્રવ્યબુદ્ધિ પામે છે તથા પોતાના આત્માને અનાદિ-અનંત, એક, સર્વ પર દ્રવ્યો તથા પરભાવોના નિમિત્તથી ઉત્પન્ન થતા પોતાના ભાવોથી ભિન્ન જાણે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શુદ્ધોપયોગમાં લીન થાય છે ત્યારે તે જીવ કર્મોનો અભાવ કરી નિર્વાણ (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે.
આ રીતે આ બીજા સિદ્ધાંતની પરંપરામાં શુદ્ધનયનો ઉપદેશ કરવાવાળા પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, પરમાત્મ પ્રકાશ આદિ શાસ્ત્રો છે; તેમાં સમય પ્રાભૃત નામનું શાસ્ત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
xx
પ્રાકૃત ભાષામય ગાથાબદ્ધ છે, તેની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યે કરી
છે.
કાળદોષથી જીવોની બુદ્ધિ મંદ થઈ રહી છે, તેના નિમિત્તથી પ્રાકૃત-સંસ્કૃતના જાણવાવાળા પણ વિરલા રહી ગયા છે, તથા ગુરુઓની પરંપરાનો ઉપદેશ પણ વિરલ થઈ ગયો છે; આથી મેં મારી બુદ્ધિ-અનુસાર અન્ય ગ્રંથોનો અભ્યાસ કરીને આ ગ્રંથની દેશભાષામય વચનિકામાં અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો છે.
જે ભવ્યજીવ આ ગ્રંથનું વાંચન કરશે, અભ્યાસ કરશે, સાંભળશે તથા એનું તાત્પર્ય હૃદયમાં ધારણ કરશે, તેમને મિથ્યાત્વનો અભાવ થશે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે એવો અભિપ્રાય છે, બીજી પંડિતાઈ તથા માન લોભાદિનો અભિપ્રાય નથી.
આમાં કયાંય બુદ્ધિની મંદતા તથા પ્રમાદથી હીનાધિક અર્થ લખાઈ ગયો હોય તો બુદ્ધિમાન જ્ઞાનીજન મુળગ્રંથ તપાસીને શુદ્ધ કરીને વાંચન કરશો, હાંસી કરશો નહિ, કેમકે સપુરુષોનો સ્વભાવ ગુણ-ગ્રહણ કરવાનો જ હોય છે–આ મારી પરોક્ષ પ્રાર્થના છે.''
આ યુગના અંતિમ તીર્થંકર મહાવીરની અચલક પરંપરામાં આચાર્ય કુન્દકુન્દનું અવતરણ એવા સમયે થયું કે જ્યારે ભગવાન મહાવીરની અચલક પરંપરાએ તેના જેવી તલસ્પર્શી અધ્યાત્મ જાણકારી તેમજ પ્રખર પ્રશાસક આચાર્યની આવશ્યકતા સવિશેષ હતી. આ સમય શ્વેતામ્બર મતનો આરંભકાળ જ હતો. આ સમય પારખી જઈ કોઈ પણ પ્રકારની શિથિલતા ભગવાન મહાવીરના મૂળમાર્ગને માટે ઘાત કરનારી સિદ્ધ થઈ શકતી હતી.
ભગવાન મહાવીર પણ મૂળ દિગમ્બર પરંપરાના સર્વમાન્ય શ્રેષ્ઠ આચાર્ય હોવાને નાતે આચાર્ય કુકુન્દની સમક્ષ સર્વથી અધિક મહત્વપૂર્ણ બે ઉત્તરદાયિત્વ હતા. એક તો દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમ (અધ્યાત્મ-શાસ્ત્ર) ને લેખન સ્વરૂપમાં વ્યવસ્થિત કરવા અને બીજું શિથિલાચારની વિરૂદ્ધ સશક્ત આંદોલન ચલાવવું તેમજ કઠોર પગલાં લેવાં. બન્ને જ ઉત્તરદાયિત્વોને તેમણે ખૂબ જ ચતુરાઈથી નિભાવ્યા.
પ્રથમ શ્રુતસ્કંધરૂપ આગમની રચના ધરસેનાચાર્યના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલિદ્વારા થઈ રહી હતી. દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમનું ક્ષેત્ર ખાલી હતું. મુક્તિમાર્ગનું મૂળ તો પરમાગમ જ છે. આથી તેનું વ્યવસ્થિત હોવું આવશ્યક જ નહિ અનિવાર્ય હતું. જેને કુન્દકુન્દ જેવા પ્રખર આચાર્ય જ કરી શકે તેમ હતા.
જિનાગમમાં બે પ્રકારના મૂળ નય બનાવેલ છે. નિશ્ચય વ્યવહાર અને દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી તેમજ પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરીને તેમણે અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બન્નેને બહુજ સારી રીતે સ્પષ્ટ કરી આપ્યું છે. તેમના એ મહાન ગ્રંથો આગામી ગ્રંથકારોને આજ સુધી આદર્શ રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXII
અષ્ટપાહુડમાં તેમનું પ્રશાસકરૂપે દર્શન થયું છે. આ ગ્રંથમાં તેમણે શિથિલાચારની વિરૂદ્ધ કઠોર ભાષામાં એ પરમસત્યનું ઉદ્દઘાટન કર્યું છે, જેને જાણ્યા વિના સાધકોને રખડપટ્ટીનો અવસર વધુ હતો. આ ગ્રંથમાં તેમણે શ્વેતામ્બર મતનું જે કઠોરતાથી ખુલ્લંખુલ્લા દોષો બતાવ્યા છે તેને જોઈને કોઈ કોઈ વાર એવો વિકલ્પ આવે છે કે કોઈ આને વાંચીને આપણા શ્વેતામ્બર ભાઈ તેમનો અભ્યાસ કરીને અધ્યાત્મથી પણ દૂર ન થઈ જાય. પરંતુ આ અમારો ભ્રમ છે; કેમકે આચાર્ય કુન્દકુન્દના ગ્રંથોને વાંચીને છેલ્લા બે હજાર વર્ષમાં જેટલા શ્વેતામ્બર ભાઈઓએ દિગમ્બર ધર્મ સ્વીકાર કર્યો છે, એટલો બીજા કોઈ અન્ય દ્વારા નહિ. કવિવર પંડિત બનારસીદાસ તેમજ આધ્યાત્મિક પુરુષ શ્રી કાનજીસ્વામી આના જાણીતા ઉદાહરણ છે.
આધ્યાત્મિક સપુરુષ શ્રી કાનજી સ્વામી દ્વારા તો કુન્દકુન્દનાં શાસ્ત્રોના માધ્યમથી લાખો શ્વેતામ્બર ભાઈઓને પણ દિગમ્બર ધર્મ તરફ શ્રદ્ધાળુ બનાવ્યા છે. જો કુન્દકુન્દ દિગમ્બર પરંપરાના શિરચ્છત્ર છે તેમજ તેમના ગ્રંથો દિગમ્બર સાહિત્યનો અનુપમ ખજાનો છે; તોપણ વર્તમાન દિગમ્બર જૈન સમાજ તેનાથી અપરિચિત જેવો જ હતો. દિગમ્બર સમાજની સ્થિતિનું સાચું રૂપ જાણવા માટે પંડિત કૈલાસચંદ્રજી સિદ્ધાંતાચાર્ય, વારાણસીમાં નીચે લખેલું કથન વાંચવા યોગ્ય છે.
આજથી ૫૦ વર્ષ પહેલાં સુધી શાસ્ત્રસભામાં શાસ્ત્ર વાંચન પહેલાં ભગવાન કુન્દકુન્દનું નામ માત્ર તો લેવાતું હતું, પરંતુ આચાર્ય કુન્દકુન્દના સમયસાર આદિ આધ્યાત્મની ચર્ચા કરવાવાળા અત્યંત વિરલા જ હતા, આજે પણ દિગમ્બર જૈન વિદ્વાનોમાં પણ સમયસારનું અધ્યયન કરવાવાળા વિરલા જ છે, આપણે સ્વયં સમયસાર ત્યારે વાંચ્યું, જ્યારે શ્રી કાનજી સ્વામીના કારણે જ સમયસારની ચર્ચાનો વિસ્તાર થયો; અન્યથા આપણે પણ સમયસારી કહીને બ્રહ્મચારી શિતલપ્રસાદજીની મજાક ઉડાવ્યા કરતા હતા. જો કાનજીસ્વામીનો ઉદય ન થયો હોત તો દિગમ્બર જૈન સમાજમાં પણ કુન્દકુન્દના સાહિત્યનો પ્રચાર ન થયો હોત.''
પરમપૂજ્ય આચાર્ય કુન્દકુન્દની સાથે સાથે આ યુગમાં કુન્દ્રકુન્દને લોક સમુદાય સુધી પહોંચાડવાવાળા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આપણા જેવા લાખો લોકો પર અનંત ઉપકાર છે, જેમણે સાક્ષાત્ તેમના મુખેથી સમયસાર આદિ ગ્રંથો ઉપર પ્રવચનો સાંભળ્યાં છે અને સમજમાં ન આવે તો આપણી શંકાઓનું સહજ સમાધાન તેમની પાસેથી મેળવ્યું છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ પિસ્તાલીસ વરસો સુધી અટકયા વગર તેમણે આપેલા પ્રવચનોની ટેપો તેમજ પુસ્તકોના રૂપમાં આપણને આજે પણ ઉપલબ્ધ છે. હાલ એ પ્રવચનો જ આપણું સર્વસ્વ છે.
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આચાર્ય કુન્દુકુન્દ રચિત પરમાગમો પર માત્ર સરળ પ્રવચન જ નથી કર્યા, પરંતુ તે પરમાગમોના સસ્તાં સુલભ મનોજ્ઞ પ્રકાશનો પણ કરાવ્યાં; તથા સોનગઢ (જિલ્લો ભાવનગર-ગુજરાત) માં શ્રી મહાવીર કુન્દકુન્દ પરમાગમ મંદિરનું નિર્માણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIII
કરાવીને તેમાં આરસની તકતા પર સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર સંસ્કૃત ટીકા સહિત તથા અષ્ટપાહુડ કોતરાવીને તેમને ભૌતિક દષ્ટિએ અમર કરાવ્યાં છે. તે પરમાગમ મંદિર આજે એક દર્શનીય તીર્થ બની ગયું છે.
પવિત્રતા અને પુણ્યનો અદભુત સંગમ આ મહાપુરુષ (કાનજીસ્વામી)ના માત્ર પ્રવચનો જ નહિ, પરંતુ વ્યવસ્થિત જીવન પણ અધ્યયન કરવા લાયક વસ્તુ છે; એમનું અધ્યયન કરવા લાયક સ્વતંત્ર રૂપથી જરૂરી છે, તે સંબંધી વિસ્તારનો તો અહીં સંભવ નથી અને તે ઉચિત પણ નથી.
આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચિત પ્રાપ્ત સાહિત્ય આ પ્રકારે છે:
૧) સમયસાર (સમયપાહુડ), ૨) પ્રવચનસાર (પવયણસાર), ૩) નિયમસાર (ણિયમસાર), ૪) પંચાસ્તિકાય સંગ્રહ (પંચત્યિકાયસંગ્રહ), ૫) અષ્ટપાહુડ (અઠપાહુડ)
આ ઉપરાંત હાદશાનુપ્રેક્ષા (બારસ અણુpકક્ષા) તેમજ દશલક્ષણ ભક્તિ પણ તેમની કૃતિઓ મનાય છે. આ પ્રકારે રયણસાર અને મુલાચારને પણ કુન્દકુન્દ્રાચાર્યની રચના મનાય છે. કેટલાક લોકો તો કુરલ કાવ્યને પણ તેમની કૃતિ માને છે.
ઉલ્લેખોના આધારે કહી શકાય કે તેમણે પખંડાગમના પ્રથમ ત્રણ ખંડો ઉપર “પરિકર્મ' નામની ટીકા લખી હતી, પરંતુ તે આજે મળી શકતી નથી.
અષ્ટપાહુડમાં નીચે લખ્યા મુજબ આઠ પાહુડ સંગ્રહાયેલા છે. ૧) દંસણ પાહુડ, ૨) સુત્ત પાહુડ, ૩) ચારિત્તપાહુડ, ૪) બોધ પાહુડ, ૫) ભાવ પાહુડ, ૬) મોકખ પાહુડ, ૭) લિંગ પાહુડ, ૮) શીલ પાહુડ.
સમયસાર જિન અધ્યાત્મનું પ્રતિષ્ઠાવાન, અદ્વિતિય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાય સંગ્રહું પણ જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાનું વિષદ્ વિવેચન કરવાવાળો જિનાગમનો મૂળ ગ્રંથરાજ છે. આ ત્રણે ગ્રંથરાજ પરંપરાગત દિગમ્બર જૈન સાહિત્યના મૂળ આધાર રૂપ છે. ઉપર કહેલા ત્રણે ગ્રંથોને નાટકત્રયી, પ્રાભૃતાત્રયી અને કુન્દકુન્દત્રયી પણ કહેવામાં આવે છે.
ઉપર કહેલા ત્રણે ગ્રંથરાજો પર કુન્દકુન્દના લગભગ એક હજાર વર્ષબાદ અને આજથી એક હજાર વર્ષ પહેલા આચાર્ય અમૃતચંદ્રદેવે સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય પર આચાર્ય અમૃતચંદ્ર દ્વારા લખાયેલી ટીકાઓમાં સાર્થક નામ ક્રમશ: ““આત્મખ્યાતિ'', “તત્વપ્રદીપિકા'' અને “સમયવ્યાખ્યા' છે.
આ ત્રણે ગ્રંથો પર આચાર્ય અમૃતચંદ્રથી લગભગ ત્રણસો વરસ બાદ થયેલા આચાર્ય જયસેન દ્વારા લખેલી ““તાત્પર્યવૃત્તિ'' નામની સરળ, સુબોધ ટીકાઓ પણ ઉપલબ્ધ છે.
નિયમસાર પર પરમવૈરાગી મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારીદેવે વિક્રમની બારમી સદીમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIV
સંસ્કૃત ભાષામાં તાત્પર્યવૃતિ'' નામની ટીકા લખેલી, જે વૈરાગ્યભાવ અને શાંતરસથી ભરપુર છે. ભિન્ન પ્રકારની અદ્દભુત ટીકા છે.
અષ્ટપાહુડના શરૂઆતના છ પાહુડોપર વિક્રમની સોળમી સદીમાં લખેલી ભટ્ટારક શ્રુતસાગર સૂરીની સંસ્કૃત ટીકા પ્રાપ્ત થઈ છે, જે પર્ પાહુડ નામથી પ્રકાશિત થયેલી. પપાહુડ કોઈ સ્વતંત્ર કૃતિ નથી પરંતુ અષ્ટપાહુડના શરૂઆતના છ પાહુડ જ પાહુડ નામથી જાણી શકાય છે.
અહીં આ બધા પર વિસ્તૃત ચર્ચા કરવાનો તો સમય જ નથી અને આવશ્યક પણ નથી. અહીં તો હવે પ્રસ્તૃત કૃતિ અષ્ટપાહુડમાં વર્ણવેલા વિષયો પર દષ્ટિપાત કરવાનો પ્રસંગ લીધો છે.
અષ્ટપાહુડ
પાંચસો બે ગાથાઓમાં સંગ્રહાયેલ અને આઠ પાહુડોમાં વિભક્ત આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસંઘના પટ્ટાચાર્ય કઠોર પ્રશાસક આચાર્ય કુન્દ્રકુન્દની એક એવી અમરકૃતિ છે, જે બે હજાર વર્ષોથી લગાતાર શિથિલ આચારની વિરૂદ્ધ સશક્ત અવાજ ઉઠાવતી ચાલી આવી રહી છે અને એની ઉપયોગિતા પંચમકાળના અંત સુધી બની રહેશે; કેમકે આ અવસર્પિણીકાળ છે. તેમાં શિથિલાચાર તો ઉત્તરોતર વધતો જ જાય છે. આથી આની ઉપયોગિતા પણ નિરંતર વધતી જ જાય છે.
આજ સમૃદ્ધિ અને સુવિધાઓના મોહથી આવરાયેલા શિથિલાચારી શ્રાવકો અને સમન્વયના નામ પર બધી જગ્યાએ ઝુકાવનારા નેતાઓ દ્વારા પોતાની સ્વાર્થસિદ્ધિ માટે સાધુવર્ગમાં વ્યાપેલ અપરિમિત શિથિલાચારને ભરપુર સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. પાળીપોષીને મજબુત કરવામાં રહ્યું છે; આથી આજના સંદર્ભમાં આ પુસ્તકની ઉપયોગીતા શંકા રહિત છે.
ઇતિહાસ સાક્ષી આપે છે કે દિગમ્બર જૈન સમાજમાં વધી રહેલ શિથિલાચારની વિરુદ્ધમાં જ્યારે જ્યારે પણ અવાજ બુલંદ ઉઠયો છે ત્યારે ત્યારે આચાર્ય કુન્દકુન્દની આ અમરકૃતિને યાદ કરવામાં આવે છે. આ ગ્રંથની આવૃત્તિઓને શિથિલાચારવિરુદ્ધ સમાજને સાવધાન કરવામાં આવે છે. આ ગ્રંથની આવૃત્તિઓનો સમાજ ઉપર અપેક્ષિત પ્રભાવ પણ પડે છે. એના પરિણામસ્વરૂપે સમાજમાં શિથિલાચારની વિરુદ્ધ એક વાતાવરણ જામે છે. તો પણ વિતી ગયેલા બે હજાર વરસોમાં ઉત્તરોત્તર હદબહાર શિથિલાચાર વધ્યો છે; તો પણ આજે જે કાંઈ મર્યાદા દેખાઈ રહી છે તેમાં અષ્ટપાહુડનું સૌથી વિશેષ યોગદાન છે.
અષ્ટપાહુડ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત્ત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વવિનાશ કરવા દેતો નથી. જો અષ્ટપાહુડ નહીં હોત તો આજે આપણે કયાં પહોંચી ગયા હોત-એની કલ્પના કરવી પણ દુ:ખદાયક પ્રતિત થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ )
XXV
આથી એમ કહેવામાં પંચ માત્ર પણ સંકોચ કરવો જોઈએ નહીં કે અષ્ટપાહુડની ઉપયોગિતા નિરંતર રહેલી છે અને પંચમકાળના અંત સુધી બની રહેશે.
વિતરાગી જિનધર્મની નિર્મળ ધારાના અવિરત પ્રવાહના અભિલાષી આત્માર્થીજનોએ સ્વયં તો આ કૃતિને ગંભીરતાથી અધ્યયન કરવું જોઈએ, તેનો સમુચિત પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ, જેથી સામાન્ય જન પણ શિથિલાચારની વિરુદ્ધ સાવધાન થઈ શકે. આમાં વર્ણવેલા વિષય-વસ્તુ સંક્ષેપમાં આ પ્રકારે છે– ૧) દર્શન પાહુડ
છત્રીસ ગાથાઓથી રચાયેલ આ પાહુડમાં મંગલાચરણ ઉપરાંત આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદવ લખે છે કે જિનવરદેવે કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; આથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદન કરવા યોગ્ય નથી. ભલેને તેઓ અનેક શાસ્ત્રોના જાણકાર હોય, ઉગ્ર તપ કરતા હોય. કરોડો વર્ષ સુધી તપ કરતાં રહ્યો હોય તો પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. મોક્ષની પ્રાપ્તિ થતી નથી આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ભટકતાં જ રહે છે; પરંતુ જેમના હૃદયમાં સમ્યકત્વ રૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે, તેમને કર્મરૂપી રજનું આવરણ લાગતું નથી, તેમણે પૂર્વે બાંધેલા કર્મોનો પણ નાશ થઈ જાય છે.
જે જીવ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેથી પણ ભ્રષ્ટ છે, તેઓ તો ભ્રષ્ટોમાં પણ ભ્રષ્ટ છે; તેઓ સ્વયં તો નાશને પ્રાપ્ત જ થાય છે, પોતાના અનુયાયીઓનો પણ નાશ કરે છે. એવા લોકો પોતાના દોષોને છુપાવવા માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે.
જે પ્રકારે મૂળનો નાશ થવાથી તેમનો પરિવાર-થડ, ડાળી, પાન, પુષ્પ અને ફળની વૃદ્ધિ થતી નથી; એ જ પ્રકારે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ વગેરેની વૃદ્ધિ થતી નથી. આ જ કારણ છે કે જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે.
જે જીવ પોતે તો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, પરંતુ પોતાને સંયમી માનીને સમ્યગ્દષ્ટિવાળાને પોતાના પગ પૂજવાનું ઇચ્છે છે; તેઓ લુલા અને મુંગા થશે; અર્થાત્ તેઓ નિગોદમાં જશે; જ્યાં તેઓ ચાલી ફરી શકશે નહીં, અને બોલી પણ શકશે નહીં; તેમને જ્ઞાનનો લાભ અત્યંત દુર્લભ છે. આ પ્રકારે જે જીવ લજ્જા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનરહિત લોકોના પગ પૂજે છે તેઓ પણ તેમના અનુમોદક હોવાથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશે નહીં.
જે પ્રકારે સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ વંદનીય નથી તે જ પ્રકારે અસંયમી પણ વંદના કરવાને લાયક નથી. ભલે તેઓ બાહ્યમાં વસ્ત્રાદિનો ત્યાગ કરી દીધો હોય તો પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ ન હોય તો તે વંદનીય નથી; કેમકે દેહ વંદનીય નથી, કૂળ વંદનીય નથી, જાતિ વંદનીય નથી; વંદનીય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; આથી રત્નત્રય વગરનાને જિનમાર્ગમાં વંદન કરવાને યોગ્ય કહ્યા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ )
XXVI
જે પ્રકારે ગુણવગરનાને વંદના ઉચિત નથી તે જ પ્રકારે ગુણવાનોની પણ ઉપેક્ષા કરવી તે અનુચિત છે. આથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન મુનિરાજોને પણ ઈર્ષાભાવથી વંદન કરતા નથી તે પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી.
અરે ભાઈ ! જે શકય હો, કરો; જે શકય ન હો, ન કરો; પરંતુ શ્રદ્ધા તો કરવી જ જોઈએ કેમકે કેવળી ભગવાને શ્રદ્ધાને જ સમ્યગ્દર્શન કહ્યું છે. આ સમ્યગ્દર્શન રત્નત્રયનો સાર છે મોક્ષમહેલની પ્રથમ સીડી છે. આ સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક હોય છે.
આ પ્રકારે સંપૂર્ણ દર્શનપાહુડ સમ્યકત્વના મહિમાથી જ ભરપુર છે. આ પાહુડમાં આવેલ નીચેની પંક્તિઓ ધ્યાન દેવા યોગ્ય છે.
૧) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૨) સમ્યગ્દર્શનથી રહિત વ્યક્તિ વંદન કરવાને યોગ્ય નથી. ૩) જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તેમને મોક્ષ પણ મળતો નથી. ૪) સમ્યગ્દર્શન મોક્ષ મહેલની પ્રથમ સીડી છે. ૫) જે શકય હોય તે કરો, જે શકય ન હોય, ન કરો. પરંતુ શ્રદ્ધા તો કરો જ.
૨) સુત્ર પાહુડ
સત્યાવીશ ગાથાઓનો સમાવેશ આ પાહુડમાં અહંતો દ્વારા કહેલા, ગણધર દેવો દ્વારા સંગ્રહાયેલ, વીતરાગી નગ્ન દિગમ્બર સંતોની પરંપરાથી સમાગત, સુવ્યવસ્થિત જિનાગમને સુત્ર કહીને સાધુઓને તેમાં બતાવેલ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે; કેમકે જે પ્રકારે સુત્ર (દોરા) સહિત સોઈ ખોવાઈ જતી નથી તે જ પ્રકારે સુત્રો (આગમ)ના આધાર પર ચાલવાવાળા સાધુઓ ભ્રમિત થતાં નથી, ભટકતાં નથી.
સુત્રમાં કહેલ જીવાદિ તત્વાર્થો અને તે સંબંધી હેય ઉપાદેય સંબંધી જ્ઞાન ને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. આ જ કારણ છે કે સુત્ર અનુસાર ચાલવાવાળા મુનિઓ કર્મોનો નાશ કરે છે. સુત્ર અનુશાસનથી ભ્રષ્ટ સાધુ સંઘપતિ હો, સિંહવૃત્તિવાળો હો, હરિહર સમાન પણ કેમ ન હો તો પણ તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરતાં નથી. સંસારમાં જ ભટકતા રહે છે. આથી સાધુઓએ સૂત્ર અનુસાર જ પ્રવર્તન કરવું જોઈએ.
જિનસુત્રોમાં ત્રણ લિંગ (વેષ) બતાવ્યો છે. તેમાં સર્વશ્રેષ્ઠ નગ્ન દિગમ્બર સાધુઓનો વેષ છે. બીજો ઉત્કૃષ્ટ શ્રાવકોનો વેષ છે અને ત્રીજો આર્થિકાઓનો વેષ છે. આ સિવાય બીજો કોઈ વેષ નથી, કે જે ધર્મની દષ્ટિએ પૂજ્ય હોય!
સાધુના લિંગ (વેષ)ને સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXVII
"जह जायस्य सरिसो तिलतुसमेत्तं ण गिहदि एत्थेसु।
जह लेह अप्प बहुंय तत्तो पुण-जाइ णिम्मोदम्।।१८।।'' જેવું બાળક જન્મે છે, સાધુનું રૂપ તેવું જ નગ્ન હોય છે. તેને કમોદફોતરામાત્ર પણ પરિગ્રહ હોતો નથી. જો કોઈ સાધુ થોડો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તો તે નિશ્ચિત રૂપથી નિગોદમાં જાય છે.'
વસ્ત્ર ધારણ કરેલ હોય તો તીર્થકરોને પણ મોક્ષ હોતો નથી, તો પછી અન્યની તો વાત જ કયાં રહી ? એક માત્ર નગ્નતાજ માર્ગ છે, બાકીના બધા ઉન્માર્ગ છે. સ્ત્રીઓને નગ્નતાનો સંભવ નથી, આથી તેમને મુક્તિ પણ સંભવ નથી. તેમની યોનિ, સ્તન, નાભિ અને બગલમાં સૂક્ષ્મ ત્રસજીવોની ઉત્પત્તિ નિરંતર હોતી રહે છે. માસિક ધર્મની પણ આશંકાથી તેઓ નિરંતર ચિંતિત રહે છે તથા સ્વભાવથી જ શિથિલ ભાવવાળી હોય છે, આથી તેમને ઉત્કૃષ્ટ સાધુતાનો સંભવ નથી, તો પણ તેઓ પાપવાળાં નથી, કેમકે તેમને સમ્યગ્દર્શન, જ્ઞાન અને એકદેશ ચારિત્ર હોઈ શકે છે.
આ પ્રકારે સંપૂર્ણ સૂત્ર પાહુડમાં સૂત્રોમાં દર્શાવેલ સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી છે. ૩) ચારિત્ર પાહુડી
૪૫ ગાથાઓમાં વિસ્તરેલ આ ચારિત્ર પાહુડમાં સમ્યકત્વાચરણ ચારિત્ર અને સંયમાચરણ ચારિત્રના ભેદથી ચારિત્રના બે ભેદ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જિનથી ઉપદેશેલું જ્ઞાન-દર્શન શુદ્ધ સમ્યકત્વાચરણ ચારિત્ર છે અને શુદ્ધ આચરણ રૂપ ચારિત્ર સંયમાચરણ છે.
શંકાદિ આઠ દોષોથી રહિત, નિઃશંકાદિ આઠ ગુણો (અંગો)થી સહિત, તત્વાર્થના યથાર્થ સ્વરૂપને જાણીને શ્રદ્ધાન અને આચરણ કરવું એ જ સમ્યકત્વાચરણ ચારિત્ર છે.
સંયમાચરણ સાગાર અને અનગારના ભેદથી બે પ્રકારનું હોય છે. અગિયાર પડિમાઓમાં વિભક્ત શ્રાવકના સંયમને સાગાર સંયમાચરણ ચારિત્ર કહે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ વગેરે ઉત્કૃષ્ટ સંયમ નિગ્રંથ મુનિરાજોને હોય છે, તે અનગાર સંયમાચરણ ચારિત્ર છે.
જે વ્યક્તિ સમ્યકત્વાચરણ ચારિત્રને ધારણ કર્યા વિના સંયમાચરણ ચારિત્રને ધારણ કરે છે, તેમને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સમ્યકત્વાચરણ સહિત સંયમાચરણને ધારણ કરવાવાળાઓને જ મોક્ષની પ્રાપ્તિ હોય છે.
ઉપર કહેલા સમ્યકત્વાચરણ ચારિત્ર નિર્મલ સમ્યગ્દર્શન-શાનથી જુદું કંઈ પણ નથી. આથી અહીં પ્રકારોતરથી એ જ કહી ગયા છે કે વિના સમ્યગ્દર્શન-જ્ઞાનને માત્ર બાહ્ય ક્રિયાકાંડરૂપ ચારિત્ર ધારણ કરી લેવાથી કંઈ થવાવાળું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXVIII
આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત નિર્મળ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા કરવામાં આવી છે. ૪) બોધ પાહુડ
૬ર ગાથાઓમાં વિસ્તરેલ અને આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા આદિ અગિયાર સ્થાનોમાં વિભક્ત આ પાહુડમાં અગિયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારથી દિગમ્બર ધર્મ અને નિગ્રંથ સાધુનું સ્વરૂપ જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઉપર કહેલા અગિયાર સ્થાનોનો નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આ બધાનો વ્યવહારિક સ્વરૂપથી સ્પષ્ટ કરતાં કહેવાયું છે કે નિશ્ચયથી નિર્દોષ નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિન મુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને દીક્ષા છે.
૫) ભાવ પાહુડ
ભાવશુદ્ધિ ઉપર વિશેષ ભાર દેવાવાળા એકસો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ ભાવપાહુડનો સાર આચાર્ય કુન્દ્રકુન્દ અને એમના ટીકાકાર' નામના ગ્રંથમાં સુવ્યવસ્થિત રૂપથી આપેલ છે, જેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:
બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુદ્ધિ માટે જ કરવામાં આવ્યો છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે; કેમકે અંતરંગ ભાવશુદ્ધિ વિના કરોડો વર્ષો સુધી પણ બાહ્ય તપ કરે, તો પણ સિદ્ધિ મળતી નથી. આથી મોક્ષમાર્ગના સાધકોને સર્વ પ્રથમ ભાવને જ ઓળખવા જોઈએ.
હે આત્મન ! તે ભાવરહિત નિર્ગસ્થ રૂપ તો અનેકવાર ધારણ કર્યું છે, પરંતુ ભાવલિંગ વિના-શુદ્ધાત્મતત્વની ભાવના વિના ચારગતિમાં ભ્રમણ કરતાં અનંત દુખ ઉઠાવ્યા છે. નરકગતિમાં શરદી, ગરમી, રહેવાના સ્થાનના, તિર્યંચગતિમાં તાપ, ઠંડી, વેદના, બંધન, અંગનું છેદાવું વગેરે, મનુષ્યગતિમાં આવવાવાળા માનસિક, શારીરિક વગેરે, દેવગતિમાં વિયોગ, હલકી ભાવના વગેરેનાં દુ:ખ ભોગવ્યા છે.
વિશેષ કેટલું કહેવું, આત્મભાવના વિના તું માતાના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તે એટલી માતાનું દૂધ પીધું છે. જો તેને એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય. તારા જન્મ અને મરણથી દુઃખી માતાઓએ જે આંસુઓ સાર્યા છે તેનાથી સાગર ભરાય જાય. આ પ્રકારે તે અનંત સંસારમાં એટલા બધા જન્મ લીધા છે કે તેના વાળ, નખ, નાલ અને અસ્થિઓને એકઠાં કરે તો સુમેરુ પર્વતથી પણ મોટો ડુંગર થઈ જાય.
હે આત્મન ! તું આત્મભાવ રહિત થઈને ત્રણલોકમાં જળ, થળ, અગ્નિ, પવન, ગિરિ, નદી, વૃક્ષ, વન આદિ સ્થળોમાં બધે સ્થળે ખૂબ દુ:ખ સહિત રહ્યો છો. સર્વ પુગળોને વારંવાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIX
ભક્ષણ કર્યા તો પણ તું સંતુષ્ઠ થયો નથી. આ પ્રકારે તૃષ્ણાથી પીડા પામીને ત્રણલોકના સમસ્ત પાણી પીંધા તો પણ તૃષા શાંત ન થઈ. આથી હવે બધી વાતોનો વિચાર કર. ભવભ્રમણને સમાસ કરવાવાળા રત્નત્રયનું ચિંતન કર.
હે ધીર! તે અનંત ભવસાગરમાં અનેકવાર જન્મ ધારણ કરીને અપરિમિત શરીર ધારણ કરી અને છોડયા છે. તેમાં મનુષ્યગતિમાં વિષ ભક્ષણાદિ અને તિર્યંચગતિમાં બરફ પડવાથી શરીર ઠરી જતાં કુમરણને પ્રાપ્ત કરી મહાદુઃખ ભોગવ્યા છે. નિગોદમાં તો એક અંતમુહૂતમાં છાસઠ હજાર ત્રણસો છત્રીસવાર જન્મ મરણ કર્યા છે.
હે જીવ! તે રત્નત્રયના અભાવથી દુઃખમય સંસારમાં અનાદિ કાળથી ભ્રમણ કર્યું છે; આથી હવે તું આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, અને આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર, જેથી તારું મરણ કુમરણ ન બનતા સુમરણ બની જશે, અને તુરત જ શાશ્વત સુખને પ્રાપ્ત કર.
હવે આચાર્ય ભાવરહિત માત્ર દ્રવ્યલિંગ ધારણ કરીને પાછળથી ઉત્પન્ન થયેલ દુઃખોનું વર્ણન કરે છે.
હે મુનિવર! ત્રણ લોકમાં કોઈ એવું સ્થળ બાકી રહ્યું નથી કે જ્યાં તે દ્રવ્યલિંગ ધારણ કરી જન્મ મરણ કર્યા ન હોય. કોઈપણ પુદ્ગલ એવું બાકી રહ્યું નથી કે જેને તે ગ્રહણ કરીને છોડયું ન હોય. તોપણ તારી મુક્તિ થઈ નહીં. આથી ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી દુખી થઈને દુ:ખોને ભોગવતો રહ્યો છે.
વિશેષ શું કહું! આ મનુષ્યના શરીરમાં એક એક આંગળમાં છન્ન-છન્ન રોગ હોય છે તો પછી સંપૂર્ણ શરીરના રોગોનું તો કહેવાપણું શું રહ્યું? પૂર્વભવોમાં સમસ્ત રોગોને તે ભોગવ્યા છે અને આગળ પણ ભોગવતો રહીશ.
હે મુનિ ! તું માતાના અપવિત્ર ગર્ભમાં રહ્યો. ત્યાં માતાનું એઠાં ભોજનથી બનેલા રસરૂપી આહાર ગ્રહણ કર્યો, ત્યારબાદ બાળક અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં સુતો રહ્યો અને અપવિત્ર વસ્તુ ખાધી.
હે મુનિ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, લોહી, પિત્ત આંતરડાં લોહીવગરના અપરિપકવ મળ, ચામડી અને ગંદુ લોહી આ બધી મલિન વસ્તુઓથી શરીર પૂર્ણ ભરેલું છે, જેમાં તું આસક્ત થઈને અનંતકાળથી દુ:ખ ભોગવી રહ્યો છે.
સમજણથી આચાર્યદવ કહે છે કે હે ધીર! જે માત્ર કુટુંબાદિથી મુક્ત થયો તે મુક્ત થયો નથી; કારણકે જે આભ્યતર વાસનાને છોડીને ભાવોથી મુક્ત થાય છે. તેને જ મુક્ત કહે છેએવું જાણીને આંતરિક વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે, જેમણે દેહાદિ પરિગ્રહ છોડીને નગ્નદશા ધારણ કરી પરંતુ માનાદિક છોડ્યા નહીં; આથી સિદ્ધિ થઈ નહીં. જ્યારે માનરહિત થયો ત્યારે મુક્તિ થઈ. દ્રવ્યલિંગી ઉગ્રતપ કરતાં છતાં અનેક રિદ્ધિઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXX
પ્રાપ્ત કરી લે છે, પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાને કારણે તેની તે રિદ્ધિઓ સ્વ-પરનાં વિનાશનું કારણ બને છે જેમ બાહુ અને દીપાયન મુનિ.
ભાવશુદ્ધિ વિના અગ્યાર અંગનું જ્ઞાન પણ નકામું છે; કિંતુ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની વિશુદ્ધતા હોય તો આત્માનો અનુભવ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. જેમકે શિવભુતિ મુનિ.
ઉપરના ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે ભાવરહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવસહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે. હું ઘર મુનિ! આ પ્રકારે જાણીને તારે આત્માની જ ભાવના કરવી જોઈએ.
જે મુનિ શરીરાદિ પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચાર કરે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોથી તો મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વરહિત છે આથી હું બીજા બધાં આલંબનોને છોડીને આત્માનું અવલંબન લઉં છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ-આ બધા ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિના ભેદથી જ તેને જુદા જુદા કહેવામાં આવે છે. હું તો જ્ઞાન-દર્શન સ્વરૂપ શાશ્વત આત્મા જ છું; બાકીના બધા સંયોગી પદાર્થ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. આથી હે આત્મન ! તું જો ચાર ગતિથી છૂટીને શાશ્વત સુખ મેળવવા ઇચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈને અતિનિર્મળ આત્માનું ચિંતન કર. જે જીવ આવું કરે છે, તે નિર્વાણને પ્રાપ્ત થાય છે.
જીવ અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ઠ સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમયી જ્ઞાન સ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે.
ભાવનો મહિમા બતાવતાં આચાર્ય કહે છે કે શ્રાવકપણું અને મુનિપણાના કારણરૂપ ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો નગ્નત્વથી જ કાર્ય સિદ્ધિ થતી હોય તો નારકી, પશુ વિગેરે બધાં જીવસમુહને નગ્નત્વના કારણથી મુક્તિ થવી જોઈએ, પરંતુ તેવું બનતું નથી, ઉર્દુ તેઓ મહાદુખી જ છે. આથી આ સ્પષ્ટ છે કે ભાવરહિત નગ્નત્વથી દુખોની પ્રાપ્તિ થાય છે, સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે.
બાહ્યમાં નગ્નમુનિ ચાડીખોર, હાસ્ય, ભાષા આદિ કાર્યોમાં મલિન થઈને સ્વયં અપયશને પ્રાપ્ત થાય છે, તેમજ વ્યવહાર ધર્મની પણ હાંસી ઉડાવે છે; આથી આંતરીક ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવું જોઈએ.
ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતાં આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી, ઉર્દુ દોષોનો નિવાસ છે, તે તો ઈસુફળની સમાન છે, તેમાં ન તો મુક્તિ રૂપી ફળ લાગે છે અને ન રત્નત્રયરૂપ શ્રદ્ધાદિક ગુણ પણ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કર્યું, તેઓ તો નગ્ન હોવા છતાં નાચવાવાળા ભવૈયાની સમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXI
આથી હે આત્મન ! પહેલાં મિથ્યાત્વવાદી આંતરિક દોષોને છોડીને ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને બાહ્ય નિગ્રંથલિંગ ધારણ કરવું જોઈએ.
શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિઓ દ્વારા કરવામાં આવેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વતની ગુફાઓમાં આવાસ, જ્ઞાન, અધ્યયન આદિ બધી ક્રિયાઓ નિરર્થક છે, આથી હે મુનિ! લોકોના મનોરંજન કરવાવાળા માત્ર બાહ્યવેશ જ ધારણ ન કર, ઇન્દ્રિયોની સેનાનો નાશ કર, વિષયમાં ન રમ. મન રૂપી વાંદરાને વશમાં રાખ, મિથ્યાત્વ, કષાય, અને નવ નોકષાયોને ભાવશુદ્ધિ પૂર્વક છોડ, દેવ-શાસ્ત્ર-ગુરુનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજીને શુદ્ધભાવોની ભાવના કર; જેનાથી તારી સુધા-તૃષા આદિ વેદનાથી રહિત ત્રિભુવન ચૂડામણી સિદ્ધત્વની પ્રાપ્તિ થશે.
હે મુનિ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓની ભાવના કર. ભાવશુદ્ધિને માટે નવપદાર્થ, સાત તત્વ, ચૌદ જીવસમાસ, ચૌદ ગુણસ્થાન આદિની નામલક્ષણાદિ પૂર્વક ભાવના કર; દશ પ્રકારના અબ્રહ્મચર્યને છોડીને નવપ્રકારના બ્રહ્મચર્યને પ્રગટ કર. આ પ્રકારે ભાવપૂર્વક દ્રવ્યલિંગીમુનિ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપને પ્રાપ્ત કરે છે, ભાવરહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુ:ખોને ભોગવે છે. હે મુનિ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા લેવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ બનીને બાહ્યલિંગ ધારણ કરી ઉત્તમ ગુણોને ધારણ કર. જીવ અજીવ આસ્રવ અને સંવર તત્ત્વનું ચિંતન કર, મન-વચન-કાયથી શુદ્ધ થઈને આત્માનું ચિંતન કર; કેમકે જ્યાં સુધી વિચારણીય જીવાદિ તત્વોનો વિચાર નહીં કર, ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ નહીં થાય.
હે મુનિવર ! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી પાપનો બંધ થાય છે. મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ પૂણ્ય બાંધે છે. આથી તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આવરણવાળો છું. હું એને સમાસ કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો દરરોજ શીલ અને ઉત્તર ગુણોનું ભેદ-પ્રભેદો સહિત ચિંતન કર. હે મુનિ! ધ્યાનથી મોક્ષ થાય છે આથી તું આર્ન-રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુકલ ધ્યાનને ધારણ કર. દ્રવ્યલિંગીને ધર્મ અને શુકલ ધ્યાન હોતું નથી આથી તે સંસારરૂપી વૃક્ષોને કાપવામાં સમર્થ નથી. જે મુનિને મનમાં રાગરૂપ પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાન રૂપી કુહાડાથી કાપે છે.
જ્ઞાનમાં એકાગ્ર થવું એ જ ધ્યાન છે. ધ્યાન દ્વારા કર્મરૂપી વૃક્ષ બળી જાય છે. જેનાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી, આથી ભાવમુનિ તો સુખ પ્રાપ્ત કરી તીર્થકર અને ગણધર વગેરેના પદોને પ્રાપ્ત કરે છે. પણ દ્રવ્યમુનિ દુખોને જ ભોગવે છે. આથી ગુણ-દોષોને જાણીને તમે ભાવસહિત સંયમી બનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXII
ભાવમુનિ વિદ્યાધર આદિની રિદ્ધિઓ ઇચ્છતા નથી. ન તો તેઓ મનુષ્ય-દેવ વગેરેના સુખોની પણ ઇચ્છા કરતાં નથી. તે તો ઇચ્છે છે કે હું જલ્દીથી જલ્દી આત્મહિત કરી લઉં.
હે ધીર! જે પ્રકારે સાકર મેળવેલ દુધ પીવા છતાં સર્પ ઝેર રહિત થતો નથી તે પ્રકારે અભવ્ય જીવ જિનધર્મને સાંભળવા છતાં પોતાની કુબુદ્ધિથી આવરાયેલી બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યા ધર્મમાં જોડાયેલો રહેતો હોવાથી મિથ્યા ધર્મનું જ પાલન કરે છે. અજ્ઞાનનું તપ કરે છે જેથી દુર્ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરતો રહે છે; આથી તારે ૩૬૩ પાંખડીઓનો માર્ગ છોડીને જિનધર્મમાં મન લગાવવું જોઈએ.
સમ્યગ્દર્શનના મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેવી રીતે લોકમાં પ્રાણરહિત શરીરને “શબ' કહે છે તેવી રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ ચાલતું મડદું છે. મડદું લોકમાં અપૂજ્ય હોય છે, અને સમ્યગ્દર્શન રહિત પુરુષ લોકોત્તર માર્ગમાં અપૂજ્ય હોય છે. મુનિ અને શ્રાવકધર્મોમાં સમ્યકત્વની જ વિશેષતા છે. જે પ્રકારે તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત હોય છે, પશુઓમાં મૃગરાજ સુશોભિત હોય છે તે જ પ્રકારે જિનમાર્ગમાં જિનભક્તિ સહિત નિર્મળ સમ્યગ્દર્શનથી યુક્ત તપ વ્રતાદિથી નિર્મળ જિનલિંગ સુશોભિત હોય છે.
આ પ્રકારે સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષો જાણીને ગુણરૂપી રત્નોના સારરૂપ મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવી જોઈએ.
જે પ્રકારે કમળ સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે તે જ પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવ પણ સ્વભાવથી જ વિષય-કષાયોથી અલિપ્ત રહે છે. આચાર્યદવ કહે છે કે ભાવસહિત સંપૂર્ણ શીલસંયમ આદિ ગુણોથી યુક્ત છે તેને જ આપણે મુનિ કહીએ છીએ. મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા ઘણા દોષોનું સ્થાનરૂપ મુનિવેષધારી જીવ તો શ્રાવકને પણ યોગ્ય નથી.
જે ઇન્દ્રિયોનું દમન અને ક્ષમારૂપી તલવારથી કપાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્ર રૂપી ખડગથી પાપરૂપી થાંભલાને કાપે છે, વિષયરૂપી વિષના ફળોથી જોડાયેલ મોહરૂપી ઝાડ ઉપર ચડી માયા રૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી પૂર્ણરૂપથી કાપે છે; મોહ, મદ, ગારવથી રહિત અને કરુણાભાવથી સહિત છે; તે મુનિ જ વાસ્તવિક ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, અર્ધચક્રી, દેવ, ગણઘર, આદિના ગુણોને અને ચારણરિદ્ધિઓને પ્રાપ્ત કરે છે, તથા સંપૂર્ણ શુદ્ધતા થવાથી અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ સિદ્ધસુખને પણ પ્રાપ્ત કરે છે.
ભાવપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે સર્વજ્ઞ દેવે કહેલા આ ભાવપાહુડને જે ભવ્યજીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ભાવપાહુડમાં ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ ધારણ કરવાની પ્રેરણા આપી છે. પ્રકાાંતરથી સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXIII
૬) મોક્ષ પાહુડ
એકસો છ ગાથાઓમાં વિસ્તરેલ આ પાહુડમાં આત્માની અનંતસુખસ્વરૂપ દશા મોક્ષ તેમ જ તેની પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ છે. આની શરુઆતમાં જ આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા-એમ ત્રણ ભેદોનું નિરુપણ કરીને બતાવવામાં આવ્યું છે કે બહિરાત્મપણું આદરણીય નથી, અંતરાત્મપણું આદરણીય છે અને પરમાત્મપણું પરમ આદરણીય
છે.
આગળ બંધ અને મોક્ષના કારણોની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે પરપદાર્થોમાં આસક્ત આત્મા બંધનને પ્રાપ્ત થાય છે, અને પરપદાર્થોથી અનાસક્ત આત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આ જ પ્રકારે સ્વદ્રવ્યથી સારી ગતિ અને પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે–એમ જાણીને હું આત્મ! સ્વદ્રવ્યમાં રતિ અને પરદ્રવ્યથી વિરતિ કરો.
આત્મસ્વભાવથી જુદા સ્ત્રી, પુત્રાદિક, ધન, ધાન્યાદિક વગેરે ચેતન-અચેતન પદાર્થો પદ્રવ્ય” છે. અને તેનાથી ભિન્ન જ્ઞાનશરીરી અવિનાશી, નિજ ભગવાન આત્મ “સ્વદ્રવ્ય' છે. જે મુનિ પરદ્રવ્યથી પરાડમુખ થઈને સ્વદ્રવ્યનું ધ્યાન કરે છે તેઓ નિર્વાણને પ્રાપ્ત થાય છે. આથી જે વ્યક્તિ સંસારરૂપી મહાર્ણવથી પાર થવા ઇચ્છે છે, તેમણે પોતાના શુદ્ધઆત્માનું ધ્યાન કરવું જોઈએ.
આત્માર્થી મુનિરાજ વિચારે છે કે હું કોનાથી કઈવાત કરું કેમકે જે પણ આ આંખોથી દેખાઈ રહ્યું છે તે બધું શરીરાદિ તો જડ છે, રૂપી છે, અચેતન છે, કાંઈ સમજતું નથી અને ચેતન તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે.
જે યોગી વ્યવહારમાં સુતેલા છે. તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સુતેલા છે. આ પ્રકારે જાણીને યોગીજન સમસ્ત વ્યવહારને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની પરિભાષા બતાવતાં (વ્યાખ્યા કરતાં) આચાર્યદવ કહે છે કે જે જાણે, તે જ્ઞાન; જે દેખે, તે દર્શન; અને પૂર્ણ અને પાપનો ત્યાગ તે ચારિત્ર છે; અથવા તત્ત્વચિ એ સમ્યગ્દર્શન, તત્ત્વને ગ્રહણ કરવું તે સમ્યજ્ઞાન અને પુણ્ય અને પાપનો ત્યાગ કરવો તે સમ્યફચારિત્ર છે.
તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-એ બન્ને અકાર્ય છે. એનાથી કાર્યની સિદ્ધિ થતી નથી, કારણ કે મોક્ષ તો જ્ઞાનપૂર્વક તપથી જ હોય છે. ધ્યાન જ ઉત્કૃષ્ટ તપ છે. પણ જ્ઞાનધ્યાનથી ભ્રષ્ટ કોઈ સાધુ જન કહે છે કે આ સમયમાં ધ્યાન હોતું નથી, પરંતુ આ બરાબર નથી કારણ કે આજ પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ઘણી સાધુજન આત્માનું ધ્યાન કરીને લોકાંતિક દેવપદને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ચળીને આગામી ભવમાં નિર્વાણપદને પ્રાપ્ત કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXIV
છે, પણ જેની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે તેઓ જિનેન્દ્રદેવ તીર્થંકરના વેષને ધારણ કરીને પણ પાપ કરે છે. તેઓ પાપી મોક્ષમાર્ગથી ચળેલા છે.
નિશ્ચયતપનો અભિપ્રાય આ છે કે જે યોગી પોતાના આત્મામાં સારી રીતે લીન થઈ જાય છે, તે નિર્મળ ચારિત્રયોગી અવશ્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે મુનિધર્મનું વિસ્તૃત વર્ણન કરી શ્રાવક ધર્મની ચર્ચા કરતાં સૌથી પ્રથમ નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરવાની પ્રેરણા કરે છે. કહે છે કે વધુ કહેવાથી શું લાભ છે? માત્ર એટલું જાણી લો કે આજ સુધી ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા છે. અને ભવિષ્યકાળમાં પણ જેટલા સિદ્ધ થશે, તે સર્વ સમ્યગ્દર્શનનું જ માહાભ્ય છે.
આગળ કહે છે કે જેમણે સર્વસિદ્ધિ કરવાવાળા સમ્યકત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તેઓ જ ધન્ય છે, તેઓ જ કૃતાર્થ છે, તેઓ જ શૂરવીર છે અને તેઓ જ પંડિત છે.
અંતમાં મોક્ષપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ પોતાનો શુદ્ધ આત્મા જ છે, જે આ જ દેહમાં રહી રહ્યો છે. અર્હત આદિ પંચપરમેષ્ઠિ પણ નિજાભામાં જ રત છે અને સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે; આથી મને તો એક આત્માનું જ શરણ છે.
આ પ્રકારે આ અધિકારમાં મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરતાં સ્વદ્રવ્યમાં રમણતા કરવાનો ઉપદેશ આપેલ છે, તથા તત્ત્વરુચિને સમ્યગ્દર્શન, તત્ત્વગ્રહણને સમ્યજ્ઞાન તેવી રીતે પુણ્ય અને પાપના નાશને સમ્યક્યારિત્ર કહેવામાં આવે છે. અંતમાં એકમાત્ર નિજ ભગવાન આત્માનાં જ શરણમાં જવાની પવિત્ર પ્રેરણા આપી છે.
આ અધિકારમાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ પંક્તિઓ આ પ્રકારે છે : (૧) આત્મસ્વભાવમાં સારી રીતે રમણ કરનાર યોગી નિર્વાણનો લાભ પ્રાપ્ત કરે છે. (૨) પરદ્રવ્યનો આશ્રય કરવાથી દુર્ગતિ પામે છે અને સ્વદ્રવ્યનો આશ્રય કરવાથી સુગતિ થાય છે. (૩) આટલા માટે મને એક આત્માનું જ શરણ છે. (૪) જે યોગી વ્યવહારમાં સુતા છે તે પોતાના સ્વરૂપની સાધનાના કામમાં જાગતા છે અને જે
વ્યવહારમાં જાગતા છે તે પોતાના કામમાં સુતા છે. (૫) વધુ કહેવાથી શું લાભ છે, એટલું સમજી લો કે આજ સુધી જે જીવ સિદ્ધ થયા છે અને
ભવિષ્યકાળમાં થશે, તે બધું સમ્યગ્દર્શનનું જ માહાભ્ય છે. ૭. લિંગ પાહુડ:
બાવીસ ગાથાઓમાં આ લિંગ (વેશ) પાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરવાવાળાને પોતાના આચરણ અને ભાવોની સંભાળ લેવામાં સતર્ક રહેવાનું કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXV
આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ (નગ્ન દિગમ્બર સાધુનો વેશ) તો હોય છે પરંતુ, વેશધારણ કરી લેવા માત્રથી ધર્મની પ્રાપ્તિ થઈ જતી નથી. એટલા માટે છે ભવ્યજીવો! ભાવરૂપ ધર્મને ઓળખો. એકલા લિંગ (વેશ) થી જ કાંઈ થવાવાળું હોતું નથી.
આગળ જતાં અનેક ગાથાઓમાં બહુજ કઠોર શબ્દમાં કહ્યું છે કે પાપથી મોહિત બુદ્ધિ છે જેમની, એવા કેટલાક લોકો જિનલિંગને ધારણ કરીને તેની હાંસી ઉડાવે છે. નિગ્રંથલિંગ ધારણ કરીને પણ જો સાધુ પરિગ્રહનો સંગ્રહુ કરે છે, તેની રક્ષા કરે છે, તેનું ચિંતવન કરે છે, તેઓ નગ્ન હોવા છતાં પણ સાચા સાધુ નથી, અજ્ઞાની છે, પશુ છે.
આ પ્રકારે નગ્નવેશ ધારણ કરીને પણ જે ભોજનમાં વૃદ્ધિ રાખે છે. આહાર મેળવવાના નિમિત્તે દોડે છે, ઝગડે છે, ઈર્ષ્યા કરે છે મનમાની સૂએ છે, દોડવાની રીતે ચાલે છે, ઉછળે છે ઇત્યાદિ અસત્ ક્રિયાઓમાં પ્રવૃત્ત હોય છે, તેઓ મુનિ તો છે જ નહીં, મનુષ્ય પણ નથી, પશુ
આગળ જતાં ફરી કહે છે કે જે મુનિ દીક્ષારહિત ગૃહસ્થોમાં અને દક્ષિત શિષ્યોમાં ઘણો સ્નેહુ રાખે છે. મુનિઓને યોગ્ય ક્રિયા અને ગુરુઓના વિનયથી રહિત હોય છે તે પણ સાધુ નથી પણ પશુ છે.
જે સાધુ મહિલાઓનો વિશ્વાસ કરીને તેમ જ તેમને વિશ્વાસમાં લઈને તેમાં પ્રવર્તે છે, તેને ભણાવે છે, પ્રવૃત્તિ શીખડાવે છે, એવા વેશધારી તો પાર્થસ્થથી પણ હલકટ છે, વિનષ્ટ છે; શ્રમણ નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પડેલા વેશધારી મુનિઓ ઘણા વિદ્વાન હોવા છતાં પણ, શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં પણ સાચા શ્રમણ છે નહીં.
અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં વ્યક્ત કરેલા ભાવોને જાણીને જે મુનિ દોષોથી બચી સાચું લિંગ ધારણ કરે છે તે મુક્તિ પામે છે. ૮. શીલ પાહુડ:
શીલપાહુડના વિષયવસ્તુ સ્પષ્ટ કરતાં શીલપાહુડના અંતમાં વચનિકાકાર પંડિત જયચંદજી છાબડા લખે છે-“શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન-દર્શનમય ચેતના સ્વરૂપ છે, તે અનાદિ કર્મોના સંયોગથી વિભાવરૂપે પરિણમે છે. એનાથી વિશેષ મિથ્યાત્વ કષાય આદિ અનેક છે, તેમને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે, તેમના ભેદ સંક્ષેપથી ચોરાસી લાખ કહ્યા છે, વિસ્તારથી અસંખ્ય અનંત હોય છે-એમને કુશીલ કહે છે. એમના અભાવ રૂપ સંક્ષેપથી ચોરાસી લાખ ઉત્તર ગુણ છે, તેમને શીલ કહે છે. આ તો સામાન્ય પદ્રવ્યની સંબંધની અપેક્ષાએ શીલ-કુશીલનો અર્થ છે, અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ
સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યા છે, તેમના અભાવરૂપ અઢાર હજાર શીલના ભેદ છે.''
વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેમની એકતા જ મોક્ષમાર્ગ છે આથી શીલને સ્પષ્ટ કરતાં કહે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXVI
णाणं चरित्तहीणं लिंगग्गहणं च सणविहूणं। संजमहोणो य तवो जइ चरइ णिरत्थयं सव्व।।५।। खाणं चरितसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ।।६।।
ચારિત્રહીન જ્ઞાન નિરર્થક છે, સમ્યગ્દર્શન રહિત લિંગગ્રહણ અર્થાત્ નગ્ન દિગમ્બર દીક્ષા લેવી નિરર્થક છે, અને સંયમ વિના તપ નિરર્થક છે. જો કોઈ ચારિત્ર સહિત જ્ઞાન ધારણ કરે છે, સમ્યગ્દર્શન સહિત લિંગ (વેશ) ગ્રહણ કરે છે અને સંયમ સહિત તપશ્ચરણ કરે છે તો અલ્પનું પણ મહાફળ પ્રાપ્ત કરે છે.''
આગળ આચાર્ય કહે છે કે સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, ચારિત્ર, તપનું આચરણ કરવાવાળા મુનિરાજ નિશ્ચિત રૂપથી જ નિર્વાણની પ્રાપ્તિ કરે છે.
જીવદયા, ઇન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ –આ શીલનો જ પરિવાર છે. ઝેર ખાવાથી તો જીવ એકવાર મરણ પામે છે પરંતુ વિષયરૂપ ઝેર (કુશીલ) ના સેવનથી અનંતવાર જન્મ મરણ ધારણ કરવા પડે છે.
શીલ વિના એકલું જાણી લેવા માત્રથી જો મોક્ષ થતો હોત તો દશપૂર્વોનું જ્ઞાન જેને હતું, એવા રૂદ્ર નરક કેમ ગયા? વધુ શું કહેવું. આટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે. અંતમાં આચાર્ય દેવ કહે છે:
जिणवयणगहिदसारा विषयविरत्ता तवोधणा धीरा। सीलसलिलेण पहदा ते सिद्धालयसुहं जंति।।३८।।
“જેમણે જિનવચનોનો સાર ગ્રહણ કરી લીધો છે અને જે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ સંપત્તિ છે અને જે ધીર છે તથા જે શીલરૂપી જલથી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખોને પ્રાપ્ત કરે છે.''
આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાનસહિત શીલની મહિમા બતાવી છે, તેને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ અષ્ટપાહુડ શ્રમણોમાં સમાયેલા અથવા સંભાવિત શિથિલાચારની વિરૂદ્ધ એક સમર્થ આચાર્યનો બળવાન અધ્યાદેશ છે, જેમાં સમ્યગ્દર્શન ઉપર તો બધાથી વિશેષ ભાર આપ્યો છે સાથમાં શ્રમણોને સંયમાચરણને નિતિચાર પાળવા પણ પૂરતો પ્રકાશ પાથર્યો છે. શ્રમણોને પગલે પગલે સતર્ક કરી દીધા છે.
સમ્યગ્દર્શનરહિત સંયમ ધારણ કરી લેવાથી પણ સંયમાચરણમાં શિથિલતા અનિવાર્ય આવી જાય છે. સમ્યગ્દર્શન રહિત શિથિલ સાધુઓ પોતે તો સંસાર સાગરમાં ડૂબે છે સાથોસાથ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXVII
અનુયાયીઓને પણ લઈને ડૂબે છે તથા નિર્મળ દિગમ્બર જૈન ધર્મને પણ કલંકીત કરે છે, બદનામ કરે છે. આ પ્રકારે તે લોકો આત્મદ્રોહી હોવાની સાથોસાથ ધર્મદ્રોહી પણ છે-આ વાતની ખાતરી આચાર્ય કુન્દ્રકુન્દને ઉંડાણથી હતી આ જ કારણ છે કે તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અષ્ટપાહુડમાં ઘણી કઠોરતાથી નિષેધ કર્યો છે.
આચાર્ય કુન્દકુન્દના આપણે બધા અનુયાયિયોનું આ પવિત્ર કર્તવ્ય છે કે એમની દ્વારા બતાવેલા માર્ગ પર આપણે પોતે તો સ્વયં ચાલીશું જ, પણ જગતને પણ એમના દ્વારા પ્રતિપાદિત સન્માર્ગનો પરિચય કરાવીશું, અને એ રસ્તે ચાલવાની પવિત્ર પ્રેરણા આપે-આ જ મંગલકામનાની સાથે આ ઉપક્રમથી વિરામ લઉં છું.
- ડૉ. હુકમચંદ ભારિલ, જયપુર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
http://www. AlmaDharma.com ભગવાન કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: અનુક્રમણિકા :
ક્રમ
પાના નં.
III IV
VI
વિષય | પ્રકાશકીય નિવેદન વચનિકાકારની પ્રશસ્તિ ભૂમિકા પ્રસ્તાવના | ૧) દર્શન પાહુડ | ૨) સુત્ર પાહુડ ૩) ચારિત્ર પાહુડ ૪) બોધ પાહુડ | ૫ ) ભાવ પાહુડ ૬) મોક્ષ પાહુડ ૭) લિંગ પાહુડ ૮) શીલ પાહુડ
XII ૧ થી ૩૫ ૩૬ થી ૬O
૬૧ થી ૮૮ ૮૯ થી ૧૩૧ ૧૩ર થી ૨૪૪ ૨૪૫ થી ૩૧૭
૩૧૮ થી ૩૨૯ ૩૩૦ થી ૩પ૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
25
| 5 |_
Differences Sr. Page No. Line No. Printed 1 | 6 | 29 | તત્વાર્થશ્રદ્ધાન 2 | 69 | 6 | કરતો ચકો 80
યમેવ | 4 | 86 | 15 રાદિક મેલ 101
2 | જ્ઞન' રહિત 6 | 101 14 | તે જ્ઞાન પ્રાપ્ત 7 | 104 20 પાપા કર્મરૂપ 8 | 175 17 વગ્નાદિથી રહિત 9 || 197 23 | દર્શ-ચારિત્ર 10 | 211.
_17 એકદેશ જ હી છે. | 11 | 221 | 12 સમ્યગ્દર્શની | 12 | - 233 20 ઘઈ ગયું છે. 13 | 236 || 13 જોમાં ક્રોધાદિ 14. 241 | Last | ૧ અવચિળધામ [245 | 9 તેની દેશભાષામાં
વચનિકા છીએ. 270 13 તે સમ જ્ઞાન છે. 17 281
જડા જ 289
2 | મુ નિત્ય 297 | 12 સુનિશ્વલ છે. 20 | [317 | 1 ભુભ પરિણામો 21 | 337 | 22 વિષયમાંહી વિ કત
આભ્યન્તર સિદ્ધાન્ત
બંને 25.
મા 26
રૂચિ 27
મહુન્ત 28
અનન્ત 29 30
લોકાન્તિક
Corrected તત્ત્વાર્થશ્રદ્ધાન કરતો થકો સ્વયમેવ રાગાદિક મેલ
જ્ઞાન” રહિત તે જ્ઞાનને પ્રાપ્ત પાપ કર્મરૂપ વસ્ત્રાદિથી રહિત દર્શન–ચારિત્ર એકદેશ જ કહી છે. સમ્યગ્દર્શનની થઈ ગયું છે. જેમાં ક્રોધાદિ ૧ અવિચળ ધામ તેની દેશભાષામય વચનિકા લખીએ છીએ. તે સમ્યજ્ઞાન છે.
25)
16 |
18 | 19 |
મુનિ નિત્ય સુનિશ્ચલ છે. શુભ પરિણામો વિષયમાંહી વિરક્ત આભ્યતર સિદ્ધાંત બન્ને
22.
23.
24.
મદા રુચિ
મહેતા અનંત
પરન્તુ
પરંતુ
લોકાંતિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે નમઃ સિદ્ધભ્યા
શ્રીમદ્ ભગવદ્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત
અષ્ટપાહુડ
શ્રી પંડિત જયચન્દ્રજી છાબડા કૃત
હિન્દી વિચનિકાનો ગુજરાતી અનુવાદ
FFFFFFFFFFFFFFFFFFF
-૧
દર્શન પાહુડ
步步步
FFFFFFFFFFFFFFFFFFF
દોહા શ્રીમત વીરજિનેશ રવિ મિથ્યાત્મ હરતારા વિઘનહરન મંગલકરન બંદૂ વૃષકરતારના ૧ાાં વાની બંદૂ હિતકરી જિનમુખ-નભર્તે ગાજિયા ગણધરગણશ્રુતભૂ-ઝરી-બૂદ-વર્ણપદ સાજિ તા ૨ા ગુરુ ગૌતમ બંદૂ સુવિધિ સંયમ તપધર ઔરા જિનિર્ત પંચમકાલમેં બરત્યો જિનમત દૌ૨ા ૩ાા કુન્દકુન્દમુનિર્ક નમ્ કુમતધ્વાતહર ભાના પાહુડ ગ્રન્થ રચે જિનહિં પ્રાકૃત વચન મહાના ૪ તિનિમેં કઈ પ્રસિદ્ધ લખિ કરૂં સુગમ સુવિચારો દેશવચનિકામય લિખું ભવ્ય-જીવહિતધારા પર
આ પ્રકારે મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી, શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રાકૃત ગાથાબદ્ધ પાહુડ ગ્રંથ છે તેમાંથી કેટલાકની દેશભાષામય વચનિકા લખીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
અહીં પ્રયોજન એ છે કે – આ ટુંડાવલ્સર્પિણી કાળમાં મોક્ષમાર્ગની અન્યથા પ્રરૂપણા કરનારા અનેક મત પ્રવર્તે છે. વળી આ પંચમકાળમાં કેવળી-શ્રુતકેવળીનો અભાવ હોવાથી જૈનમતમાં પણ જડ-વક્ર જીવોના નિમિત્તથી પરંપરા માર્ગનું ઉલ્લંઘન કરીને શ્વેતામ્બર આદિ બુદ્ધિકલ્પિત મત ઉત્પન્ન થયા છે, તેમનું નિરાકરણ કરીને યથાર્થ સ્વરૂપ સ્થાપવા માટે દિગમ્બર આમ્નાય મૂલસંઘમાં આચાર્યો થયા. તેમણે સર્વજ્ઞની પરંપરાના અવ્યુચ્છેદરૂપ પ્રરૂપણાના અનેક ગ્રન્થ રચ્યા છે. તેમાં દિગમ્બર સંપ્રદાય મૂલસંઘ નન્દિઆમ્નાય સરસ્વતીગચ્છમાં શ્રી કુન્દકુન્દ મુનિ થયા. તેમણે પાહુડ ગ્રન્થો રચ્યા. સંસ્કૃતભાષામાં તેને “પ્રાકૃત' કહે છે અને તે પ્રાકૃત ગાથાબદ્ધ છે. કાળદોષથી જીવોની બુદ્ધિ મંદ હોય છે તેથી તેઓ (પ્રાકૃત ગાથાઓનો) અર્થ સમજી શકતા નથી. આથી દેશભાષામય વચનિકા હોય તો સર્વે જીવો વાંચી શકે, તેનો અર્થ સમજી શકે; અને તેમની શ્રદ્ધા દઢ બને-આવું પ્રયોજન વિચારીને આ વચનિકા લખીએ છીએ. અન્ય કોઈ કિર્તિ, મોટાઈ કે લાભ મેળવવાનું પ્રયોજન નથી. આથી હે ભવ્ય જીવો! આને વાંચી, અર્થ સમજી, ચિત્તમાં ધારણ કરી યથાર્થ મતના બાહ્યલિંગની તેમજ તત્ત્વાર્થની શ્રદ્ધા દઢ કરવી. આમાં કંઈક બુદ્ધિની મંદતા તથા પ્રમાદવશ અન્યથા અર્થ લખાય જાય તો બુદ્ધિમાન વિશેષ મૂળ ગ્રન્થ જોઈને ભૂલ સુધારીને વાંચજો, અને મને અલ્પબુદ્ધિ જાણીને ક્ષમા કરજો.
હવે અહીં પ્રથમ દર્શન પાહુડની વચનિકા લખીએ છીએ :
(દોહા) વંદું શ્રી અરિહંતને મન વચ તન એકસાથ; મિથ્યાભાવ નિવારીને કરે સુદર્શન જ્ઞાન.
હવે ગ્રન્થકર્તા શ્રી કુન્દકુંદાચાર્ય ગ્રન્થની શરૂઆતમાં ગ્રન્થની ઉત્પતિ અને તેના જ્ઞાનનું કારણ કે ગુરુપરંપરાના પ્રવાહુ અને મંગલના હેતુથી તેમને નમસ્કાર કરે છે.
काऊण णमुक्कारं जिणवरसहस्स वइढमाणस्स। दंसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण।।१।।
कृत्वा नमस्कारं जिनवरवृषभस्य वर्द्धमानस्य। दर्शनमार्गं वक्ष्यामि यथाक्रमं समासेन।।१।।
( હરિગીત) પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧
૧. જિનવરવૃષભ = તીર્થકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩
અર્થ:- આચાર્ય કહે છે કે હું જિનવર વૃષભ એવા જે આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ તથા અન્તિમ તીર્થંકર શ્રી વર્ધમાન, તેમને નમસ્કાર કરીને દર્શન અર્થાત્ મતનો (જૈનદર્શનનો ) જે માર્ગ છે તેને યથાનુક્રમ સંક્ષેપથી કહીશ.
ભાવાર્થ:- અહીં “જિનવરવૃષભ” વિશેષણ છે, તેમાં જે “જિન” શબ્દ છે તેનો અર્થ એ છે કે જે કર્મશત્રુને જીતે તે જિન. ત્યાં સમ્યગ્દષ્ટિ અવ્રતીથી માંડીને કર્મની ગુણશ્રેણીરૂપ નિર્જરા કરનારા બધા જિન છે, તેમાં “વર' એટલે શ્રેષ્ઠ. આ પ્રકારે ગણધરાદિ મુનિઓને જિનવર કહેવામાં આવે છે. તેમાં “વૃષભ” અર્થાત્ મુખ્ય એવા ભગવાન તીર્થંકર પરમ દેવ છે. તેમાં પ્રથમ તો શ્રી ઋષભદેવ થયા અને પાંચમા આરાની શરૂઆત તથા ચોથા આરાના અંતમાં તીર્થકર શ્રી વર્ધમાન સ્વામી થયા. તે સર્વ તીર્થકર જિનવરવૃષભ કહેવાયા; તેમને નમસ્કાર કર્યા.
ત્યાં “વર્ધમાન' એવું વિશેષણ બધાને માટે જાણવું; કેમકે બધા અંતરંગ તેમજ બાહ્યસંપદાથી વર્ધમાન છે. અથવા જિનવરવૃષભ શબ્દથી તો આદિ તીર્થકર શ્રી ઋષભદેવ અને વર્ધમાન શબ્દથી અંતિમ તીર્થકર જાણવા. આ પ્રકારે આદિ અને અન્તના તીર્થકરોને નમસ્કાર વચ્ચેના તીર્થકરોને પણ સામર્થ્યથી નમસ્કાર જાણવા, તીર્થકર સર્વજ્ઞ વીતરાગને તો પરમગુરુ કહે છે; અને એમની પરિપાટીમાં ચાલ્યા આવતા ગૌતમાદિ મુનિઓને જિનવર વિશેષણ આપ્યું, તેમને અપરગુરુ કહે છે - આ પ્રકારે પર અને અપર ગુરુઓનો પ્રવાહકમ જાણવો. તેઓ શાસ્ત્રની ઉત્પતિ તથા જ્ઞાનનું કારણ છે. આથી ગ્રન્થની શરૂઆતમાં તેમને નમસ્કાર કર્યા. ૧
હવે ધર્મનું મૂળ દર્શન છે, તેથી જે દર્શનથી રહિત હોય તેમને વંદન કરવા નહિ એમ કહે છે :
दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं सिस्साणं। तं सोउण सकण्णे दंसणहीणो ण वंदिव्वो।।२।।
दर्शनमूलो धर्मः उपदिष्ट: जिनवरैः शिष्याणाम्। तं श्रुत्वा स्वकर्णे दर्शनहीनो न वन्दितव्यः।।२।।
રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કર્ણી સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨
અર્થ - જિનવર જે સર્વજ્ઞદેવ છે તેમણે ગણધરાદિ શિષ્યોને ધર્મનો ઉપદેશ આપ્યો છે. કેવો ઉપદેશ આપ્યો છે? કે દર્શન જેનું મૂળ છે, મૂળ ક્યાં હોય છે? કે-જેવી રીતે મંદિરને પાયો અને વૃક્ષને મૂળિયાં હોય છે તેવી રીતે ધર્મનું મૂળ સમ્યગદર્શન છે. તેથી આચાર્ય
૧. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
ઉપદેશ આપે છે કે હે, સકર્ણ અર્થાત્ સત્પુરુષો! સર્વશે કહેલા તે દર્શનમૂળરૂપ ધર્મને પોતાના કાનોથી સાંભળીને જે દર્શનથી રહિત છે તેઓ વંદન યોગ્ય નથી. તેથી દર્શનહીનને વંદન ન કરો. જેમને દર્શન નથી તેને ધર્મ પણ નથી. કેમકે મૂળિયાં વિના વૃક્ષને થડ, શાખા, પુષ્પ, ફળ વગેરે કયાંથી હોય? તે માટે આ ઉપદેશ છે કે જેને ધર્મ નથી તેનાથી ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહીં તો પછી ધર્મના નિમિત્તે તેને વંદન શા માટે કરીએ ? એમ જાણવું.
હવે ધર્મ તથા દર્શનનું સ્વરૂપ જાણવું જોઈએ. ગ્રંથકાર તે સ્વરૂપને સંક્ષેપથી આગળ તો કહેશે, તેમ છતાં કેટલાક અન્ય ગ્રન્થોના અનુસાર અહીં પણ લખીએ છીએ. “ધર્મ' શબ્દનો અર્થ એ છે કે-જે આત્માને સંસારથી ઉદ્ધારીને સુખસ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ છે. અને દર્શન એટલે દેખવું. (શ્રદ્ધવું) આ રીતે ધર્મની મૂર્તિ દેખાય તે દર્શન છે તથા પ્રગટ રીતે જેમાંથી ધર્મની પ્રાપ્તિ થાય એવા મતને દર્શન કહ્યું છે. લોકમાં ધર્મની અને દર્શનની માન્યતા સામાન્યરૂપથી તો બધાને છે. પરંતુ સર્વજ્ઞ વિના યથાર્થ સ્વરૂપનું જાણપણું હોય શકે નહીં. છતાં છદ્મસ્થ ( અલ્પજ્ઞ) પ્રાણી પોતાની બુદ્ધિથી અનેક સ્વરૂપોની કલ્પના કરી અન્યથા સ્વરૂપ સ્થાપી તેમની પ્રવૃત્તિ કરે છે. જ્યારે જિનમત સર્વજ્ઞની પરંપરાથી પ્રવર્તે છે. એટલે જિનમતમાં યથાર્થ સ્વરૂપનું નિરૂપણ છે.
ત્યાં ધર્મને નિશ્ચય અને વ્યવહાર-એમ બે પ્રકારે સાધ્યો છે. તેની પ્રરૂપણા ચાર પ્રકારે છે. (૧) વસ્તુસ્વભાવ, (૨) ઉત્તમ ક્ષમાદિક દસ પ્રકારે, (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અને (૪) જીવોની રક્ષારૂપ એવા ચાર પ્રકાર છે. ત્યાં નિશ્ચયથી સિદ્ધ કરીએ ત્યારે તો બધામાં એક જ પ્રકાર છે માટે વસ્તુસ્વભાવ કહેતાં તો જીવ નામની વસ્તુની પરમાર્થરૂપ દર્શન-જ્ઞાનપરિણામમયી ચેતના છે અને આ ચેતના સર્વ વિકારરહિત શુદ્ધ સ્વભાવરૂપ પરિણમે તે જ જીવનો ધર્મ છે. તથા ઉત્તમ ક્ષમાદિક દશ પ્રકાર કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા ક્રોધાદિ કષાયરૂપ ન થતાં પોતાના સ્વભાવમાં સ્થિર થાય તે જ ધર્મ છે. આ પરિણામ પણ શુદ્ધ ચેતનારૂપ જ થયા.
દર્શન-જ્ઞાન-ચરિત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રણે એક જ્ઞાનચેતનાના જ પરિણામ છે. તે જ જ્ઞાનસ્વભાવરૂપ ધર્મ છે અને જીવોની રક્ષાનું તાત્પર્ય એ છે કે જીવ ક્રોધાદિ કષાયોને વશ થઈ પોતાની કે પરની પર્યાયના વિનાશરૂપ મરણ તથા દુઃખના સંકલેશ પરિણામ ન કરે. આવો પોતાનો સ્વભાવ જ ધર્મ છે. આ રીતે શુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ નિશ્ચયનયથી સાધેલો ધર્મ એક જ પ્રકારે છે.
વ્યવહારનય પર્યાયાશ્રિત છે એટલે ભેદરૂપ છે, વ્યવહારનયથી વિચાર કરીએ તો જીવના પર્યાયરૂપ પરિણામ અનેક પ્રકારના છે. આથી ધર્મનું પણ અનેક પ્રકારથી વર્ણન કર્યું છે ત્યાં (૧) પ્રયોજનવશ એક દેશનું સર્વદશથી કથન કરવામાં આવે તે વ્યવહાર છે. (૨) અન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૫
વસ્તુમાં અન્યનું આરોપણ અન્યના નિમિત્તથી અને પ્રયોજનવશ કરવામાં આવે તો તે પણ વ્યવહાર છે. ત્યાં વસ્તુસ્વભાવ કહેવાનું તાત્પર્ય તો નિર્વિકાર ચેતનાના શુદ્ધ પરિણામને સાધકરૂપ (૩)-મંદકષાયરૂપ શુભ-પરિણામ છે, તથા જે બાહ્ય ક્રિયાઓ છે એ સર્વને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે રત્નત્રયનું તાત્પર્ય સ્વરૂપના ભેદ એવા દર્શનજ્ઞાન-ચારિત્ર તથા એમનાં કારણ બાહ્ય ક્રિયાદિક છે, એ બધાને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે-(૪) જીવોની દયા કહેવાનું તાત્પર્ય એ છે કે-ક્રોધાદિ મંદકપાય થવાથી પોતાનું કે પરનું મરણ, દુઃખ, કલેશ વગેરે ન કરવા. તેના સાધકરૂપ સમસ્ત બાહ્યક્રિયાદિકને ધર્મ કહેવામાં આવે છે. આ રીતે સાધવામાં આવે તેને જિનમતમાં નિશ્ચય-વ્યવહારનયથી સાધવામાં આવેલો તેને ધર્મ કહેલ છે.
ત્યાં એકસ્વરૂપ અનેકસ્વરૂપ કહેવામાં સ્યાદ્વાદથી વિરોધ આવતો નથી, કથંચિત્ વિવેક્ષાથી સર્વ પ્રમાણસિદ્ધ છે. આવા ધર્મનું મૂળ દર્શન કર્યું છે. એટલા માટે આવા ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ સહિત આચરણ કરવું એ જ દર્શન છે. એ ધર્મની મૂર્તિ છે, તેને જિનમત (દર્શન) કહે છે અને આ જ ધર્મનું મૂળ છે. તથા આવા ધર્મની પ્રથમ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન હોય તો ધર્મનું આચરણ પણ નથી હોતું, -જેમ વૃક્ષના મૂળિયાં વિના થડ, ડાળીઓ વગેરે હોતાં નથી. આ પ્રમાણે દર્શનને ધર્મનું મૂળ કહેવું યોગ્ય છે. આવા દર્શનનું સિદ્ધાંત ગ્રન્થોમાં જેવું વર્ણન છે તે અનુસાર થોડું લખીએ છીએ.
અહીં અંતરંગ સમ્યગ્દર્શન તો જીવનો ભાવ છે, તે નિશ્ચય દ્વારા ઉપાધિ રહિત શુદ્ધ જીવનો સાક્ષાત્ અનુભવ થવો એવો એક પ્રકાર છે. આ અનુભવ અનાદિ કાળથી મિથ્યાદર્શન નામના કર્મના ઉદયથી અન્યથા થઈ રહ્યો છે. આદિ મિથ્યાષ્ટિને તે મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિઓ સત્તામાં હોય છે-મિથ્યાત્વ, સમ્યુમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ તથા તેની સાથે રહેવાવાળી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના ભેદથી ચાર કષાય નામની પ્રકૃતિઓ છે. આ પ્રમાણે આ સાત પ્રકૃતિઓ જ સમ્યગ્દર્શનનો ઘાત કરવાવાળી છે. તેથી આ સાતેય પ્રકૃતિનો ઉપશમ થવાથી પહેલાં તો જીવને ઉપશમ સમ્યકત્વ થાય છે. આ પ્રકૃતિઓનો ઉપશમ થવાના બાહ્ય કારણો સામાન્ય રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. તેમાં દ્રવ્યમાં તો સાક્ષાત્ તીર્થકરના દર્શનાદિ મુખ્ય છે. ક્ષેત્રમાં સમવસરણાદિ મુખ્ય છે. કાળમાં અર્ધપુદ્ગલ પરાવર્તન સંસારભ્રમણ બાકી રહ્યું હોય તે તથા ભાવમાં અધ:પ્રવૃત્તકરણ આદિક છે.
સમ્યક્ત્વનાં બાહ્ય કારણો વિશેષરૂપથી તો અનેક છે. એમાંથી કેટલાકને તો અરિહંત ભગવાનની પ્રતિમાના દર્શન, કેટલાકને જિનેન્દ્ર ભગવાનના કલ્યાણક આદિના મહિમાનું દર્શન,
૧. સાધકરૂપ = સહચર હેતુરૂપ નિમિત્ત માત્ર; અંતરંગ કાર્ય હોય તો બાહ્યમાં આ પ્રકારને નિમિત્ત
કારણ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
કેટલાકને જાતિ સ્મરણ, કેટલાકને વેદનાનો અનુભવ, કેટલાકને ધર્મશ્રવણ તથા કેટલાકને દેવોની ઋદ્ધિના દર્શન વગેરે બાહ્ય કારણો દ્વારા મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ થાય છે. તેમ જ ઉપરોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો તો ઉપશમ કે ક્ષય થાય અને એક સમ્યકત્વ પ્રકૃતિનો ઉદય થાય ત્યારે ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે. આ પ્રકૃતિના ઉદયથી કિંચિત અતિચાર-મળ લાગે છે. તથા આ સાત પ્રકૃતિઓનો સત્તામાંથી નાશ થાય ત્યારે ક્ષાયિક સમ્યકત્વ થાય છે.
આ રીતે ઉપશમાદિ થતાં જીવના પરિણામભેદથી ત્રણ પ્રકાર થાય છે. એ પરિણામ અતિ સૂક્ષ્મ હોય છે, તે કેવળજ્ઞાનગમ્ય છે, એટલે આ પ્રવૃતિઓના દ્રવ્ય પુદ્ગલ-પરમાણુઓના સ્કંધ છે, તે અતિ સૂક્ષ્મ છે અને તેમનામાં ફળ આપવાની શક્તિરૂપ અનુભાગ છે, તે અતિ સૂક્ષ્મ છે તે તે છબસ્થને જ્ઞાનગમ્ય નથી. તેમજ તેમના ઉપશમ આદિક થવાથી જીવના પરિણામ પણ સમ્યકત્વરૂપ થાય છે. તે પણ અતિ સૂક્ષ્મ છે, તે પણ કેવળજ્ઞાનગમ્ય છે. તથાપિ જીવના કેટલાક પરિણામ છમસ્થના જ્ઞાનમાં જણાવા યોગ્ય હોય છે. તે એને ઓળખવાના બાહ્ય ચિહ્ન છે. તેમની પરીક્ષા કરી નિશ્ચય કરવાનો વ્યવહાર છે; આમ ન હોય તો છદ્મસ્થ વ્યવહારી જીવને
ખ્યત્વનો નિશ્ચય થશે નહિં, અને ત્યારે આસ્તિકપણાનો અભાવ સિદ્ધ થશે, વ્યવહારનો લોપ થશે. એ મહાન દોષ આવશે. એટલા માટે બાહ્ય ચિહ્નોની આગમ, અનુમાન તથા સ્વાનુભવથી પરીક્ષા કરીને નિશ્ચય કરવો જોઈએ.
આ ચિહ્નો કર્યા છે તે લખીએ છીએ. મુખ્ય ચિહ્ન તો ઉપાધિરહિત શુદ્ધ જ્ઞાનચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. જો કે આ અનુભૂતિ જ્ઞાનનું વિશેષ છે, તથાપિ તે સમ્યકત્વ થવાથી થાય છે. તેથી તેને બાહ્યચિહ્ન કહે છે. જ્ઞાન તો પોતાનું પોતાને સ્વસંવેદન રૂપ છે; તેનો-રાગાદિ વિકાર રહિત શુદ્ધ જ્ઞાન માત્રનો-પોતાને આસ્વાદ થાય છે કે ““જે આ શુદ્ધ જ્ઞાન છે તે હું છું અને જ્ઞાનમાં જે રાગાદિ વિકાર છે તે કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે મારું સ્વરૂપ નથી'' આ પ્રકારે ભેદજ્ઞાનથી જ્ઞાનમાત્રના આસ્વાદનને જ્ઞાનની અનુભૂતિ કહે છે, તે જ આત્માની અનુભૂતિ છે, તથા તે જ શુદ્ધ નયનો વિષય છે. એવી અનુભૂતિથી શુદ્ધનય દ્વારા એવું પણ શ્રદ્ધાન થાય છે કે સર્વ કર્મજનિત રાગાદિક ભાવોથી રહિત અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે, અન્ય બધા ભાવો સંયોગજનિત છે, આવી આત્માની અનુભૂતિ તે સમ્યકત્વનું મુખ્ય ચિહ્ન છે. આ મિથ્યાત્વ અનંતાનુબન્ધીના અભાવથી સમ્યકત્વ થાય છે એવું તે ચિહ્ન છે, એ ચિતને જ સમ્યકત્વ કહેવું તે વ્યવહાર છે.
તેની પરીક્ષા સર્વજ્ઞના આગમ, અનુમાન તથા સ્વાનુભવ પ્રત્યક્ષ પ્રમાણ, આ પ્રમાણોથી કરવામાં આવે છે. આને જ નિશ્ચય તત્વાર્થશ્રદ્ધાન પણ કહે છે. ત્યાં પોતાની પરીક્ષા તો પોતાના સ્વસંવેદનની મુખ્યતાથી થાય છે અને પરના અંતરંગમાં હોવાની પરીક્ષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
પરના વચન અને કાયની ક્રિયાની પરીક્ષાથી થાય છે. આ વ્યવહાર છે, પરમાર્થ સર્વજ્ઞ જાણે છે. વ્યવહારી જીવને સર્વજ્ઞ પણ વ્યવહારના આશ્રયનો ઉપદેશ આપ્યો છે.
(નોંધઃ- અનુભૂતિ જ્ઞાનગુણની પર્યાય છે, તે શ્રદ્ધાગુણથી જુદી છે. તેથી જ્ઞાન દ્વારા શ્રદ્ધાનનો નિર્ણય કરવો તે વ્યવહાર છે. તેનું નામ વ્યવહારી જીવને વ્યવહારનો જ આશ્રય અર્થાત્ અવલમ્બન સમજવું).
અનેક લોકો કહે છે કે-સમ્યકત્વ તો કેવલીગમ્ય છે, તેથી પોતાને સમ્યકત્વ થયાનો નિશ્ચય થતો નથી, તેથી પોતાને સમ્યગ્દષ્ટિ ન માનવા. પરંતુ આ પ્રકારે સર્વથા એકાન્તથી કહેવું તો મિથ્યાદષ્ટિ (માન્યતા) છે; સર્વથા આમ કહેવાથી વ્યવહારનો લોપ થશે, સર્વ મુનિશ્રાવકોની પ્રવૃત્તિ મિથ્યાત્વરૂપ સિદ્ધ થશે, અને બધા પોતાને મિથ્યાષ્ટિ માનશે તો વ્યવહાર શેનો રહેશે? આથી પરીક્ષા કર્યા પછી એવું શ્રદ્ધાન ન રાખવું જોઈએ કે હું મિથ્યાદષ્ટિ જ છું. મિથ્યાદષ્ટિ તો અન્યમતીને કહીએ છીએ અને તેના જેવા પોતે પણ સાબિત થશે. એટલા માટે સર્વથા એકાન્ત પક્ષનું ગ્રહણ ન કરવું. તથા તત્ત્વાર્થ શ્રદ્ધાન તો બાહ્ય ચિહ્ન છે. ત્યાં જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એવા સાત તત્ત્વાર્થ છે, તથા તેમાં પુણ્ય અને પાપ ઉમેરવાથી નવ પદાર્થ થાય છે. તેમની શ્રદ્ધા અર્થાત્ જેમ સમ્મુખતા, રુચિ અર્થાત્ તદ્રુપ ભાવ કરવો તથા પ્રતીતિ અર્થાત જેમ સર્વજ્ઞ કહ્યાં છે તે પ્રમાણે જ ગ્રહણ કરવા અને તેમના આચરણરૂપ ક્રિયા-આ પ્રકારે શ્રદ્ધાનાદિક હોવાં એ સમ્યકત્વનું બાહ્ય ચિહ્ન છે.
તથા પ્રશમ, સંવેગ, અનુકમ્પા, આતિય પણ સમ્યકત્વના બાહ્ય ચિહ્ન છે. (તેની વ્યાખ્યા નીચે મુજબ છે:-).
(૧) પ્રશમ - અનંતાનુબન્ધી ક્રોધાદિક કષાયના ઉદયનો અભાવ તે પ્રશમ છે. તેના બાહ્ય ચિહ્ન જેવા કે સર્વથા એકાન્ત તત્ત્વાર્થનું કથન કરનારા અન્ય મતોનું શ્રદ્ધાન, બાહ્યવેશમાં સત્યાર્થપણાનું અભિમાન કરવું, પર્યાયોમાં એકાન્તને કારણે આત્મબુદ્ધિથી અભિમાન તથા પ્રીતિ કરવી તે અનંતાનુબન્ધીનું કાર્ય છે-તે જેને ન હોય તથા કોઈએ પોતાનું બૂરું કર્યું હોય તો તેનો ઘાત કરવો આદિ મિથ્યાષ્ટિની જેમ વિકાર-બુદ્ધિ પોતામાં ઉત્પન્ન ન થાય, તથા તે એમ વિચાર કરે કે મેં પોતાના પરિણામોથી જે કર્મ બાંધ્યા હતા તે જ બૂરું કરનાર છે, અન્ય તો નિમિત્તમાત્ર છે, –એવી બુદ્ધિ પોતાને ઉત્પન્ન થાય તે મંદ કષાય છે. તથા અનંતાનુબન્ધી સિવાયની અન્ય ચારિત્રમોહની પ્રકૃતિઓના ઉદયથી આરંભાદિક ક્રિયામાં હિંસાદિક થાય છે, તેને પણ સારું ન જાણે, એટલા માટે તેનાથી પ્રશમનો અભાવ કહેતા નથી.
(૨) સંવેગ - ધર્મમાં અને ધર્મના ફળમાં પરમ ઉત્સાહ વર્તે તે સંવેગ છે. તથા સાધર્મીઓ પ્રત્યે અનુરાગ અને પરમેષ્ઠિમાં પ્રીતિ તે પણ સંવેગ જ છે. ધર્મમાં તથા ધર્મના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
ફળમાં આવા અનુરાગને અભિલાષા ન કહેવી જોઈએ કેમકે અભિલાષા તો એને કહેવાય કે જેથી ઈન્દ્રિય-વિષયોમાં પ્રેમ થાય. પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં અનુરાગને અભિલાષા કહેવાય નહિ.
(૩) નિર્વેદ- આ સંવેગમાં જ નિર્વેગ પણ થયો સમજવો. કેમકે પોતાના સ્વરૂપરૂપ ધર્મની પ્રાપ્તિમાં અનુરાગ થાય ત્યારે અન્યત્ર બધી અભિલાષાઓનો ત્યાગ થાય, સર્વ પદ્રવ્યોથી વૈરાગ્ય થાય તેમજ નિર્વેદ છે.
(૪) અનુકમ્પા- સર્વ પ્રાણીઓમાં ઉપકારની બુદ્ધિ અને મૈત્રીભાવ તે અનુકમ્પા છે. તથા મધ્યસ્થભાવ થવાથી સમ્યગ્દષ્ટિને શલ્ય નથી, કોઈ પ્રત્યે વેરભાવ હોતો નથી. સુખદુઃખ, જીવન-મરણ પોતાને બીજા દ્વારા અને બીજાને પોતાના દ્વારા થવાનું માનતો નથી. તથા બીજામાં જે અનુકમ્મા છે તે પોતામાં જ છે, આથી બીજાનું બૂરું કરવાનો વિચાર કરશે તો પોતાના કપાયભાવથી સ્વયં પોતાનું જ બૂરું થશે, બીજાનું બૂરું કરવાનો વિચાર નહિ કરે તો પોતાને કષાયભાવ નહિ થાય. આથી પોતાની અનુકમ્પા જ થઈ.
(૫) આસ્તિકયઃ- જીવાદિ પદાર્થોમાં અસ્તિત્વભાવ તે આસ્તિય ભાવ છે. જીવાદિ પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞના આગમથી જાણીને તેમાં એવી બુદ્ધિ થાય કે જેવું સર્વજ્ઞ કહ્યું છે તેવું જ આ છે, અન્યથા નથી, તે આસ્તિકય ભાવ છે. આ પ્રમાણે આ સમ્યકત્વના બાહ્ય ચહિન છે.
સમ્યકત્વના આઠ ગુણ છે - સંવેગ, નિર્વેદ, નિંદા, ગહ, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકમ્પા. આ બધા પ્રશમાદિ ચારમાં જ આવી જાય છે. સંવેગમાં નિર્વેદ, વાત્સલ્ય અને ભક્તિ એ આવી ગયા તથા પ્રશમમાં નિંદા અને ગ આવી ગયા.
સમ્યગ્દર્શનના આઠ અંગ કહ્યા છે. તેમને લક્ષણ પણ કહે છે અને ગુણ પણ. તેમના નામ આ પ્રમાણે છે-નિઃશંક્તિ, નિ:કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
(૧) નિઃશંક્તિ - ત્યાં શંકા સંશયને પણ કહે છે અને ભયને પણ કહે છે. ત્યાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાલાણુદ્રવ્ય, પરમાણુ ઈત્યાદિ તો સૂક્ષ્મ વસ્તુ છે તથા દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત આદિ દૂરવતી પદાર્થો છે; તથા તીર્થકર, ચક્રવર્તી આદિ નિકટવર્તી પદાર્થ છે; તેઓ સર્વજ્ઞના આગમમાં જેવાં કહેલ છે તેવા જ છે કે નહિ? અથવા સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે તે સત્ય છે કે અસત્ય ? આવા સંદેહને શંકા કહે છે. જેને આવી શંકા ન હોય તેને નિઃશંકિત અંગ કહે છે. તથા આ જે શંકા થાય છે તે મિથ્યાત્વકર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) થાય છે, પરમાં આત્મબુદ્ધિ થવી તે એનું કાર્ય છે. જે પરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
આત્મબુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે અને પર્યાયબુદ્ધિ ભય પણ ઉત્પન્ન કરે છે. ભયને પણ શંકા કહે છે, તેના સાત ભેદ છે:- ૧ આલોકનો ભય, ૨ પરલોકનો ભય, ૩ મૃત્યુનો ભય, ૪ અરક્ષાનો ભય, ૫ અગુતિનો
ગતિનો ભય, નૈવેદનાનો ભય અને ૭ અકસ્માતનો ભય-જેને આ ભય હોય તેને મિથ્યાત્વકર્મનો ઉદય સમજવો જોઈએ; સમ્યગ્દષ્ટિ થયા પછી આ ભય હોતા નથી.
પ્રશ્ન- ભય પ્રકૃતિનો ઉદય તો આઠમા ગુણસ્થાન સુધી છે; તેના નિમિત્તથી સમ્યગ્દષ્ટિને ભય થાય જ છે, તો પછી તેને ભયનો અભાવ કેવો?
સમાધાનઃ- જો કે સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ભેદરૂપ ભયપ્રકૃતિના ઉદયથી ભય હોય છે તો પણ તેને નિર્ભય જ કહે છે, કેમકે તેને કર્મના ઉદયનું સ્વામિત્વ નથી અને પારદ્રવ્યના કારણે પોતાના દ્રવ્યસ્વભાવનો નાશ માનતા નથી. પર્યાયનો સ્વભાવ વિનાશી માને છે તેથી ભય હોવા છતાં પણ તેને નિર્ભય જ કહે છે. ભય લાગતાં તેનો ઉપાય ભાગવું ઈત્યાદિ કરે છે ત્યાં વર્તમાનમાં પીડા સહન ન થવાથી તેનો ઈલાજ (ઉપચાર) કરે છે તે નિર્બળતાનો દોષ છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ સંદેહ તથા ભય રહિત હોવાથી તેને નિઃશંકિત અંગ હોય છે. ૧
(૨) નિ:કાંક્ષિત - કાંક્ષા અર્થાત્ ભોગોની ઈચ્છા-અભિલાષા. ત્યાં પૂર્વકાળમાં ભોગવેલાં ભોગોની વાંછા તથા તે ભોગોની મુખ્ય ક્રિયામાં વાંછા તથા કર્મ અને કર્મના ફળની વાંછા તથા મિથ્યાષ્ટિઓને ભોગોની પ્રાપ્તિ જોઈને તેને પોતાના મનમાં રૂડી જાણવી અથવા જે ઇન્દ્રિયોને ન રુચે એવા વિષયોમાં ઉગ થવો-આ ભોગાભિલાષાનાં ચિહ્નો છે. આ ભોગાભિલાષા મિથ્યાત્વકર્મના ઉદયથી થાય છે, અને જેને એ ન હોય તે નિઃકાંક્ષિત અંગયુક્ત સમ્યગ્દષ્ટિ છે. તે સમ્યગ્દષ્ટિ જો કે શુભક્રિયા-વ્રતાદિક આચરણ કરતા હોય છે, અને તેનું ફળ શુભકર્મબંધ છે, પરંતુ તેની પણ વાંછા કરતા નથી. વ્રતાદિકને સ્વરૂપનું સાધક જાણી તેનું આચરણ કરે છે, કર્મના ફળની વાંછા કરતાં નથી. આવું નિઃકાંક્ષિત અંગ છે. ૨
(૩) નિર્વિચિકિત્સાઃ- પોતામાં પોતાના ગુણની મહત્તાથી પોતાને શ્રેષ્ઠ માને અને બીજાને હીનબુદ્ધિથી ઉતરતા માને તેને વિચિકિત્સા કહે છે. તે જેને ન હોય તેને નિવિચિકિત્સા અંગ સહિત સમ્યગ્દષ્ટિ કહે છે. એનું ચિહ્ન એ હોય છે કે-જો કોઈ પુરુષ પાપના ઉદયથી દુઃખી હોય, અશાતાના ઉદયથી ગ્લાનિયુક્ત શરીર હોય તો તેમાં ગ્લાનિબુદ્ધિ કરતો નથી. એવી બુદ્ધિ નથી કરતો કે હું સંપદાવાન છું, સુંદર શરીરવાળો છું, આ દીન, રંક, મારી બરાબરી નથી કરી શકતો. ઉર્દુ એવું વિચારે છે કે પ્રાણીઓને કર્મોદયથી અનેક વિચિત્ર અવસ્થાઓ થાય છે; જ્યારે મારે એવા કર્મનો ઉદય આવે ત્યારે હું પણ એવો જ થઈ જાઉં. આવા વિચારથી નિર્વિચિકિત્સા અંગ હોય છે. ૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
(અષ્ટપાહુડ
(૪) અમૂઢદષ્ટિ:- અતત્ત્વમાં તત્ત્વપણાનું શ્રદ્ધાન તે મૂઢદષ્ટિ છે. આવી મૂઢદષ્ટિ જેને ન હોય તે અમૂઢદષ્ટિ છે. મિથ્યાષ્ટિઓ દ્વારા મિથ્યાહતુ તેમ જ મિથ્યાદિષ્ટાંતથી સાધવામાં આવેલા પદાર્થ સમ્યગ્દષ્ટિને પ્રીતિ ઉપજાવતા નથી તથા લૌકિક રૂઢિ અનેક પ્રકારની છે તે નિઃસાર છે. નિઃસાર પુરુષો દ્વારા જ તેનું આચરણ હોય છે. તે અનિષ્ટ ફળ આપનારી છે, તેમ જ તે નિષ્ફળ છે; જેનું ફળ ભૂરું છે તથા તેનો કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી. જે કંઈ લોકરૂઢિ પડી જાય છે તેને લોકો અપનાવી લે છે; પછી તેને છોડવી કઠણ થઈ પડે છે. આવી ઘણી લોકરૂઢિ છે.
અદેવમાં દેવબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અગમાં ગુરુબુદ્ધિ ઇત્યાદિ દેવાદિક મૂઢતા છે, તે કલ્યાણકારી નથી. સદોષ દેવને દેવ માનવા તથા તેમના નિમિત્તે હિંસાદિ દ્વારા અધર્મને ધર્મ માનવો, તથા મિથ્યા આચારવાન, શલ્યવાન, પરિગ્રહવાન સમ્યકત્વ વ્રત રહિતને ગુરુ માનવા ઇત્યાદિ મૂઢ દષ્ટિનું ચિહ્ન છે. હવે દેવ, ગુરુ, ધર્મ કેવા હોય છે તેમનું સ્વરૂપ જાણવું જોઈએ, તે કહે છે –
રાગાદિક દોષ અને જ્ઞાનાવરણાદિક કર્મ જ આવરણ છે, આ બન્ને જેને નથી તે દેવ છે. તેને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એવા અનંત ચતુષ્ટય હોય છે. સામાન્યરૂપથી તો દેવ એક જ છે, અને વિશેષરૂપથી અરિહંત, સિદ્ધ એવા બે ભેદ છે; તથા તેમના નામ ભેદથી ભેદ કરવામાં આવે તો હજારો નામ છે. તથા ગુણ ભેદ કરવામાં આવે તો અનંત ગુણ છે. પરમૌદારિક દેહમાં વિધમાન, ઘાતિયા કર્મ રહિત, અનંત ચતુષ્ટય સહિત, ધર્મનો ઉપદેશ કરવાવાળા એવા તો અરિહંત દેવ છે. તથા પુદ્ગલમયી દેહથી રહિત, લોકના શિખર પર વિરાજમાન, સમ્યકત્વાદિ અષ્ટગુણવાળા, આઠ કર્મ રહિત એવા સિદ્ધદેવ છે. એમના અનેક નામો છે:- અરહંત, જિન, સિદ્ધ, પરમાત્મા, મહાદેવ, શંકર, વિષ્ણુ, બ્રહ્મા, હરિ, બુદ્ધ, સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા ઇત્યાદિ અર્થ સહિત અનેક નામ છે; એવું દેવનું સ્વરૂપ જાણવું.
ગુનો પણ અર્થથી વિચાર કરીએ તો અરિહંતદેવ જ છે. કેમકે મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાવાળા અરિહંત જ છે; તેઓ જ સાક્ષાત્ મોક્ષમાર્ગનું પ્રવર્તન કરાવે છે; તથા અરિહંત પછી છમસ્થ જ્ઞાનના ધારક તેમનું જ નિર્ઝન્ય દિગમ્બરરૂપ ધારણ કરવાવાળા મુનિ છે તે ગુરુ છે; કેમકે અરિહંતની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકદેશ શુદ્ધતા તેમનામાં જોવા મળે છે અને તે જ સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ છે, એથી અરિહંતની જેમ જે એકદેશ રૂપથી નિર્દોષ છે તે મુનિ પણ ગુરુ છે, મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાવાળા છે.
આવું મુનિપણું સામાન્યરૂપથી એક પ્રકારનું છે અને વિશેષરૂપથી તે જ ત્રણ પ્રકારનું છે-આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આ પ્રકારે આ પદવીની વિશેષતા હોવા છતાં પણ તેમની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ).
૧૧
મુનિપણાની ક્રિયા સમાન જ છે; બાહ્ય લિંગ પણ સમાન જ છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ આવા તેર પ્રકારના ચારિત્ર પણ સમાન જ છે; તપ પણ શક્તિ અનુસાર સમાન જ છે; સામ્યભાવ પણ સમાન છે; મૂળગુણને ઉત્તરગુણ પણ સમાન છે; પરિષહુ-ઉપસર્ગોનું સહુન કરવું પણ સમાન છે; આહારાદિની વિધિ પણ સમાન છે; ચર્યા–સ્થાન-આસનાદિ પણ સમાન છે; મોક્ષમાર્ગની સાધના સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર-પણ સમાન છે; ધ્યાતા, ધ્યાન અને ધ્યેયપણું પણ સમાન છે; જ્ઞાતા, જ્ઞાન અને શેયપણું પણ સમાન છે; ચાર આરાધનાની આરાધના, ક્રોધાદિક કષાયોનું જીતવું ઇત્યાદિ મુનિઓની પ્રવૃત્તિ છે તે બધી સમાન છે.
વિશેષ આ છે કે જે આચાર્ય છે. તેઓ અન્યને પંચાચાર ગ્રહણ કરાવે છે, તથા અન્યને દોષ લાગે તો તેને પ્રાયશ્ચિતની વિધિ બતાવે છે; ધર્મોપદેશ, દીક્ષા, શિક્ષણ આપે છે આચાર્ય ગુવંદન યોગ્ય છે.
જે ઉપાધ્યાય છે તે વાદિત, વાગ્મિત્વ, કવિત્વ અને ગમકત્વ આ ચાર વિધાઓમાં પ્રવીણ હોય છે, તેમાં શાસ્ત્રનો અભ્યાસ મુખ્ય કારણ છે. જે સ્વયં શાસ્ત્ર વાંચે છે અને બીજાને ભણાવે છે-આવા ઉપાધ્યાય ગુરુવંદન યોગ્ય છે. તેમના અન્ય મુનિવ્રત, મૂળગુણ, ઉત્તરગુણની ક્રિયા આચાર્ય સમાન જ હોય છે.
તથા સાધુ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગની સાધના કરે છે તે સાધુ છે; તેમને દીક્ષા, શિક્ષણ, ઉપદેશાદિ દેવાની મુખ્યતા નથી; તેઓ તો પોતાના સ્વરૂપની સાધનામાં જ તત્પર હોય છે. જિનાગમમાં જેવી નિર્ચન્થ દિમ્બરમુનિની પ્રવૃત્તિ કહી છે તેવી બધી પ્રવૃત્તિ તેમને હોય છે – આવા સાધુ વંદન યોગ્ય છે. અન્ય લિંગી–વેષધારી, વ્રતાદિકથી રહિત, પરિગ્રહવાળા, વિષયોમાં આસક્ત ગુરુ નામ ધારણ કરે છે તે વંદન યોગ્ય નથી.
આ પંચમકાળમાં જિનમતમાં પણ વેશધારણ કરવાવાળા થયા છે. તેઓ શ્વેતામ્બર, યાપનીય સંઘ, ગોપુચ્છપિચ્છ સંઘ, નિ:
પિચ્છ સંઘ, દ્રાવિડ સંઘ આદિ અનેક છે. આ બધા વંદન યોગ્ય નથી. મૂલ સંઘ, નગ્ન દિગમ્બર, અઠ્ઠાવીસ મૂળ ગુણોના ધારક, દયાના અને શૌચના ઉપકરણ એવા, મયૂરપિચ્છ-કમંડલ ધારણ કરવાવાળા, યથોક્ત વિધિથી આહાર કરવાવાળા ગુરુ વંદન યોગ્ય છે, કેમકે જ્યારે તીર્થંકરદેવ દીક્ષા લે છે ત્યારે આવું જ રૂપ ધારણ કરે છે, અન્ય વેષ ધારણ કરતા નથી; આને જ જિનદર્શન કહે છે.
ધર્મ તેને કહે છે કે જે જીવને સંસારના દુ:ખરૂપ નીચ-પદથી મોક્ષના સુખરૂપ ઊચ્ચ પદમાં લઈ જાય; –આવો ધર્મ મુનિ-શ્રાવકના ભેદથી દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક એકદેશસર્વદશરૂપ નિશ્ચય-વ્યવહાર દ્વારા બે પ્રકારે કહેલ છે; તેનું મૂળ સમ્યગ્દર્શન છે; તેના વિના ધર્મની ઉત્પત્તિ થતી નથી. આ પ્રકારે દેવ-ગુરુ-ધર્મમાં તથા લોકમાં યથાર્થ દષ્ટિ અને મૂઢતા ન હોય તે અમૂઢદષ્ટિ અંગ છે. ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
(અષ્ટપાહુડ
(૫) ઉપગૃહન:- પોતાના આત્માની શક્તિને વધારે તે ઉપબૃહણ અંગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાના પુરુષાર્થ દ્વારા વધારે એ જ ઉપબૃહણ છે. આને ઉપગૂઠન પણ કહે છે. તેનો એવો અર્થ જાણવો જોઈએ કે જિનમાર્ગ સ્વયંસિદ્ધ છે; તેમાં બાળક કે અસમર્થ મનુષ્યના આશ્રયે જે ન્યૂનતા હોય તેને પોતાની બુદ્ધિથી ગોપવીને દૂર કરે તે ઉપગૂહુન અંગ છે. ૫
(૬) સ્થિતિકરણઃ- જે ધર્મથી પડી જાય તેને દઢ કરવો તે સ્થિતિકરણ અંગ છે. સ્વયે કર્મોના ઉદયને વશ થઈ કદાચિત્ શ્રદ્ધાથી તથા ક્રિયા-આચારથી ટ્યુત થાય તો પોતાને પુરુષાર્થપૂર્વક ફરી શ્રદ્ધામાં દઢ કરે, તે જ પ્રકારે અન્ય કોઈ ધર્માત્મા ધર્મથી ટ્યુત થતો હોય તો તેને ઉપદેશાદિક વડે ધર્મમાં સ્થાપિત કરે-તે સ્થિતિકરણ અંગ છે.
(૭) વાત્સલ્ય- અરિહંત, સિદ્ધ, તેમની પ્રતિમા, ચૈત્યાલય, ચતુર્વિધ સંઘ અને શાસ્ત્રમાં દાસ્તવ હોય-જેમ શેઠનો નોકર દાસ હોય છે તેમ તે વાત્સલ્ય અંગ છે. ધર્મના સ્થાનકો પર ઉપસર્ગાદિ આવે તો તેમને પોતાની શક્તિ અનુસાર દૂર કરે, પોતાની શક્તિને છુપાવે નહિ:- આ બધું ધર્મમાં અતિ પ્રેમ હોય ત્યારે બને છે. ૭
(૮) પ્રભાવના:- ધર્મનો ઉદ્યોત-પ્રકાશ કરવો તે પ્રભાવના અંગ છે. રત્નત્રય વડે પોતાના આત્માનો ઉદ્યોત કરવો તથા દાન, તપ, પૂજા-વિધાન દ્વારા તેમ જ વિધા, અતિશયચમત્કારાદિ વડે જિનધર્મનો ઉધોત કરવો તે પ્રભાવના અંગ છે. ૮
આ પ્રકારે આ સમ્યકત્વના આઠ અંગ છે; જેને આ આઠ અંગ પ્રગટ હોય તેને સમ્યકત્વ છે એમ જાણવું જોઈએ.
પ્રશ્ન- જો આ સમ્યકત્વના ચિહ્નો મિથ્યાદષ્ટિમાં પણ જોવામાં આવે તો સમ્યક્રમિથ્યાનો ભેદ કેવી રીતે પાડવો?
સમાધાનઃ- જેવા સમ્યગ્દષ્ટિના ચિહ્નો હોય છે તેવા મિથ્યાત્વીને તો કદાપિ હોતા નથી. છતાં પણ અપરીક્ષકને સમાન જણાતા હોય તો પરીક્ષા કરીને ભેદ જાણી શકાય છે. પરીક્ષામાં પોતાનો સ્વાનુભવ મુખ્ય છે. સર્વજ્ઞના આગમમાં જેવો આત્માનો
હોવાનું કહ્યું છે તેવો પોતાને અનુભવ થયો હોય તો તેનાથી પોતાની વાણી-કાયાની પ્રવૃત્તિ પણ તદનુસાર થાય છે. તે પ્રવૃત્તિ અનુસાર અન્યની પણ વાણી-કાયાની પ્રવૃત્તિ ઓળખાય છે; આ પ્રકારે પરીક્ષા કરવાથી વિભાગ થાય છે. તથા આ વ્યવહાર માર્ગ છે. આથી વ્યવહારી છદ્મસ્થ જીવોને પોતાના જ્ઞાન અનુસાર પ્રવૃત્તિ હોય છે; યથાર્થ તો સર્વજ્ઞદેવ જાણે છે. વ્યવહારીને સર્વજ્ઞદેવે વ્યવહારનો જ આશ્રય બતાવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૩
આ અન્તરંગ સમ્યત્વભાવરૂપ સમ્યકત્વ છે તે જ સમ્યગ્દર્શન છે. તથા બાહ્યદર્શન, વ્રત, સમિતિ, ગુણિરૂપ ચારિત્ર અને તપસહિત અઠ્ઠાવીસ મૂળગુણ સહિત નગ્ન દિગમ્બર મુદ્રા તેની મૂર્તિ છે, તેને જિનદર્શન કહે છે. આ પ્રકારે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જાણીને જે સમ્યગ્દર્શન રહિત છે તેમને વંદન-પૂજનનો નિષેધ કર્યો છે. –આવો આ ઉપદેશ ભવ્ય જીવોએ અંગીકાર કરવા યોગ્ય છે. ૨
હવે કહે છે કે અંતરંગ સમ્યગ્દર્શન વિના બાહ્ય ચારિત્રથી નિર્વાણ-મુક્તિ હોતી નથી:
दंसणभट्ठा भट्ठा दंसणभट्ठस्स णत्थि णिव्वाणं। सिज्झंति चरियभट्ठा दंसणभट्ठा ण सिझंति।।३।।
दर्शनभ्रष्टाः भ्रष्टाः दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम। सिध्यन्ति चारित्र भ्रष्टाः दर्शनभ्रष्टाः न सिध्यन्ति।।३।।
દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩
અર્થ:- જે પુરુષ દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે; જે દર્શનથી ભ્રષ્ટ છે તેમને નિર્વાણ થતો નથી; કેમકે આ પ્રસિદ્ધ છે કે જે ચારિત્રથી ભ્રષ્ટ છે તેઓ તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે પરંતુ જે દર્શનભ્રષ્ટ છે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી.
ભાવાર્થ:- જે જિનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તેમને ભ્રષ્ટ કહે છે; અને જે શ્રદ્ધાથી ભ્રષ્ટ નથી, કિન્તુ કદાચિત કર્મના ઉદયથી ચારિત્રભ્રષ્ટ થયા છે તેમને ભ્રષ્ટ કહેતા નથી; કેમકે જે દર્શનથી ભ્રષ્ટ છે તેમને નિર્વાણની પ્રાપ્તિ હોતી નથી; જે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે અને શ્રદ્ધામાં દઢ રહે છે તેમને તો શીઘ્ર જ ફરીથી ચારિત્ર ગ્રહણ થાય છે અને મોક્ષ થાય છે પણ દર્શનશ્રદ્ધાથી ભ્રષ્ટ હોય તેને ફરી ચારિત્ર ગ્રહણ કઠિન હોય છે. આથી મોક્ષની પ્રાપ્તિ દુર્લભ કહી છે. જેમ-વૃક્ષની ડાળીઓ વગેરે કપાઈ જાય અને મૂળ સાજા હોય તો ડાળીઓ વગેરે જલદીથી ફરી ઉગી આવશે અને ફળો પણ બેસશે પરંતુ મૂળ ઉખડી જાય તો ડાળીઓ વગેરે કેવી રીતે થશે? તેવી જ રીતે ધર્મનું મૂળ દર્શન જાણવું. ૩
- હવે જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે અને શાસ્ત્રોને અનેક પ્રકારથી જાણે છે તો પણ સંસારમાં ભટકે છે;- એવા જ્ઞાનથી પણ દર્શનને અધિક કહે છે:
* સ્વાભાનુભૂતિ જ્ઞાનગુણની પર્યાય છે. જ્ઞાન દ્વારા સમ્યત્વનો નિર્ણય કરવો તેનું નામ વ્યવહારીના
વ્યવહારનો આશ્રય સમજવો, પરંતુ ભેદરૂપ વ્યવહારના આશ્રયથી વીતરાગ અંશરૂપ ધર્મ થશે એવો
અર્થ કયાંય પણ સમજવો નહિ. ૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શન રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
सम्मत्तरयण जाणंता बहुविहाइं सत्थाई। आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव।। ४।।
सम्यक्त्वरत्नभ्रष्टाः जानंतो बहुविधानि शास्त्राणि। आराधना विरहिताः भ्रमति तत्रैव तत्रैव।।४।।
સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે, પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪
અર્થ:- જે પુરુષ સમ્યકત્વરૂપ રત્નથી ભ્રષ્ટ છે તથા અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે, તથાપિ તે આરાધનાથી રહિત થયા થકા સંસારમાં જ ભ્રમણ કરે છે. બે વાર (ત્યાં ને ત્યાં) કહીને બહુ જ પરિભ્રમણ બતાવ્યું છે.
ભાવાર્થ- જે જિનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે અને શબ્દ, ન્યાય, છંદ, અલંકારાદિ અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે તો પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, કપરૂપ આરાધના તેમને હોતી નથી; તેથી કુમરણથી ચાર ગતિરૂપ સંસારમાં જ ભ્રમણ કરે છે-મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી; તેથી સમ્યકત્વ રહિત જ્ઞાનને આરાધના નામ અપાતું નથી.
હવે કહે છે કે જે તપ પણ કરે છે અને સમ્યકત્વ રહિત હોય છે તેમને સ્વરૂપનો લાભ હોતો નથી:
सम्मत्तविरहिया णं सुट्ट वि उग्गं तवं चरंता णं। ण लहंति बोहिलाहं अवि वाससहस्सकोडीहिं।। ५।।
सम्यकत्वविरहिता णं सुष्टु अपि उग्रं तपः चरंतो णं। न लभन्ते बोधिलाभं अपि वर्षसहस्रकोटिभिः।।५।।
સમ્યકત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુર્છા આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંય બોધિલાભ નહીં લહે. ૫
અર્થ:- જે પુરુષ સમ્યકત્વથી રહિત છે તેઓ સુખુ અર્થાત્ સારી રીતે ઉગ્ર તપનું આચરણ કરે તો પણ તેઓ બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જે પોતાનું સ્વરૂપ છે તેનો લાભ પ્રાપ્ત કરતા નથી; તેઓ હજાર-કરોડ વર્ષ સુધી તપ કરતા રહે તો પણ તેમને સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અહીં મૂળ ગાથામાં બે જગ્યાએ શબ્દ છે. તે પ્રાકૃત ભાષામાં અવ્યય છે, તેનો અર્થ વાકયનો અલંકાર છે.
ભાવાર્થ- સમ્યકત્વ વિના હુજાર-કરોડ વર્ષ તપ કરવા છતાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. અહીં હજાર-કરોડ વર્ષ કહેવાનું તાત્પર્ય એટલા જ વર્ષો સમજવાનું નથી, પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૫
કાળની વિપુલતા બતાવી છે. તપ મનુષ્ય પર્યાયમાં જ હોય છે અને મનુષ્યકાળ પણ થોડો છે. તેથી તપના માટે આટલા વર્ષો પણ ઘણા કહ્યાં છે. ૫
-આમ પ્રથમ જણાવ્યા પ્રમાણે સમ્યકત્વ વિના ચારિત્ર, તપને નિષ્ફળ કહ્યું છે. હવે સમ્યકત્વ સહિત બધી પ્રવૃતિઓ સફળ છે એમ કહે છે -
सम्मत्तणाणदंसणबलवीरियवड्ढमाण जे सव्वे। कलिकलुसपावरहिया वरणाणी होंति अइरेण।।६।। सम्यक्त्वज्ञानदर्शनबलवीर्य वर्द्धमानाः ये सर्वे। कलिकलुषपापरहिताः वरज्ञानिनः भवंति अचिरेण।।६।। સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્ય અહો ! વધતા રહે, કલિમલરહિત જે જીવ, તે વ૨જ્ઞાનને અચિરે લહે. ૬
અર્થ:- જે પુરુષો સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, બળ, વીર્યથી વર્ધમાન છે તથા કલિકલુષપાપથી અર્થાત્ આ પંચમકાળના મલિન પાપથી રહિત છે તે બધા અલ્પકાળમાં વરજ્ઞાની અર્થાત્ કેવળજ્ઞાની થાય છે.
ભાવાર્થ:- આ પંચમ કાળમાં જડ-વક જીવોના નિમિત્તથી યથાર્થ માર્ગ અપભ્રંશ થયો છે. તેની વાસનાથી જે જીવો રહિત થયા છે તેઓ યથાર્થ જિનમાર્ગની શ્રદ્ધારૂપ સમ્યકત્વ સહિત જ્ઞાન-દર્શનના પોતાના બળને છુપાવ્યા વિના તથા પોતાના વીર્ય અર્થાત્ શક્તિથી વર્ધમાન થયા થકા પ્રવર્તે છે. તેઓ અલ્પ કાળમાં જ કેવળજ્ઞાની થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. ૬ હવે કહે છે કે-સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ આત્માને કર્મ રજ ચોંટવા દેતો નથી.
सम्मत्तसलिलपवहो णिच्चं हिया ए पयट्टए जस्स। कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स।।७।। सम्यक्त्वसलिलप्रवाहः नित्यं हृदये प्रवर्त्तते यस्य। कर्म वालुकावरणं बद्धमपि नश्यति तस्य।।७।। સમ્યકત્વનીર પ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭ અર્થ - જે પુરુષોના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરન્તર પ્રવર્તમાન છે તેને કર્મરૂપી રજ-ધૂળનું આવરણ લાગતું નથી, તથા પૂર્વ કાળમાં જે કર્મબંધ થયો હોય છે તે પણ નાશ પામે છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત પુરુષોને (નિરન્તર જ્ઞાન ચેતનાના સ્વામીત્વરૂપ પરિણમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
(અષ્ટપાર્ટુડ
છે તેથી) કર્મના ઉદયથી થયેલ રાગાદિક ભાવોનું સ્વામીત્વ હોતું નથી. આથી કષાયોની તીવ્ર, મલિનતાથી રહિત ઉજ્વલ પરિણામ હોય છે, તેને જળની ઉપમા આપી છે. જેમ-જયાં નિરન્તર જળનો પ્રવાહુ વહેતો હોય છે ત્યાં રેતી-વેળુ-રજ ચોંટતી નથી, તેવી રીતે સમ્યકત્વી જીવો કર્મના ઉદયને ભોગવતા હોવા છતાં પણ કર્મથી લેપાતા નથી. તથા બાહ્ય વ્યવહારની અપેક્ષાથી એવું પણ તાત્પર્ય જાણવું જોઈએ કે જેના હૃદયમાં નિરન્તર સમ્યત્વરૂપી જળનો પ્રવાહ વહેતો હોય છે તે સમ્યકત્વી પુરુષો આ કલિકાળ સમબન્ધી વાસના અર્થાત્ કુદેવ-કુશાસ્ત્રકુગુરુ ને નમસ્કાર આદિ અતિચારરૂપ રજ પણ લાગવા દેતા નથી, તથા તેને મિથ્યાત્વ સમ્બન્ધી પ્રકૃતિઓનો આગામી બન્ધ પણ થતો નથી. ૭
હવે કહે છે કે જે દર્શનભ્રષ્ટ છે તથા જ્ઞાન-ચારિત્રથી પણ ભ્રષ્ટ છે તેઓ પોતે તો ભ્રષ્ટ છે જ પરંતુ બીજાઓને પણ ભ્રષ્ટ કરે છે, આ અનર્થ છે:
जे दंसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य। एदे भट्ठ वि भट्ठा सेसं पि जणं विणासंति।।८।।
ये दर्शनेषु भ्रष्टाः ज्ञाने भ्रष्टाः चारित्रभ्रष्टा: च। एते भ्रष्टात् अपि भ्रष्टाः शेषं अपि जनं विनाशयंति।।८।।
દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮
અર્થ:- જે પુરુષો દર્શનમાં ભ્રષ્ટ છે તથા જ્ઞાન-ચારિત્રમાં પણ ભ્રષ્ટ છે તે પુરુષો ભ્રષ્ટમાં પણ વિશેષ ભ્રષ્ટ છે. કોઈ તો દર્શન સહિત છે પરંતુ જ્ઞાન-ચારિત્ર તેમને હોતા નથી. તથા કોઈ અંતરંગ દર્શનથી ભ્રષ્ટ છે તો પણ જ્ઞાન-ચારિત્રનું સારી રીતે પાલન કરે છે; અને જે દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણેથી ભ્રષ્ટ છે તેઓ તો અત્યંત ભ્રષ્ટ છે; તેઓ પોતે તો ભ્રષ્ટ છે પરંતુ બાકીના અર્થાત્ પોતાના સિવાય અન્ય જનોને પણ ભ્રષ્ટ કરે છે.
ભાવાર્થ- અહીં સામાન્ય વચન છે એથી એવો પણ આશય સૂચિત કરે છે કે સત્યાર્થ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્ર તો દૂર જ રહ્યું, જે પોતાના મતના શ્રદ્ધા-જ્ઞાન-આચરણથી પણ ભ્રષ્ટ છે તેઓ તો નિરર્ગળ સ્વેચ્છાચારી છે, તેઓ સ્વયં ભ્રષ્ટ છે તેવી જ રીતે અન્ય લોકોને ઉપદેશાદિ દ્વારા ભ્રષ્ટ કરે છે, તથા તેમની પ્રવૃત્તિ જોઈને લોકો સ્વયમેવ ભ્રષ્ટ થાય છે; તેથી આવા તીવ્ર કષાયી નિષિદ્ધ છે, તેમની સંગતિ કરવી પણ ઉચિત નથી. ૮
હવે કહે છે કે આવા ભ્રષ્ટ પુરુષો સ્વયં ભ્રષ્ટ છે, તેઓ ધર્માત્મા પુરુષોને દોષ લગાવીને ભ્રષ્ટ બતાવે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૭
जो कोवि धम्मसीलो संजमतवणियमजोगगुणधारी। तस्स य दोस कहंता भग्गा भग्गात्तणं दिति।।९।। यः कोऽपि धर्मशीलः संयम तपोनियमयोगगुणधारी। तस्य च दोषान् कथयंत: भग्ना भग्नत्वं ददति।।९।।
જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટતને. ૯
અર્થ:- જે પુરુષો ધર્મશીલ અર્થાત્ પોતાના સ્વરૂપરૂપ ધર્મને સાધવાનાં જેનો સ્વભાવ છે; સંયમ અર્થાત્ ઈન્દ્રિય-મનનો નિગ્રહ અને છ કાયના જીવોની રક્ષા; તપ અર્થાત્ બાહ્યાંતર ભેદની અપેક્ષાથી બાર પ્રકારના તપ, નિયમ અર્થાત્ આવશ્યક આદિ નિત્યકર્મ યોગ અર્થાત સમાધિ, ધ્યાન તથા વર્ષાઋતુ આદિ કાળયોગ; ગુણ અર્થાત્ મૂળગુણ, ઉત્તર ગુણ-એને ધારણ કરવાવાળા છે તેને કેટલાક મતભ્રષ્ટ જીવો દોષોનું આરોપણ લગાવીને કહે છે કે-આ ભ્રષ્ટ છે, દોષયુક્ત છે, તે પાપાત્મા જીવો સ્વયં ભ્રષ્ટ છે તેથી પોતાના અભિમાનની પુષ્ટિ કરવા માટે અન્ય ધર્માત્મા પુરુષોને ભ્રષ્ટ પણાનો આક્ષેપ કરે છે.
ભાવાર્થ- પાપીઓને આવો જ સ્વભાવ હોય છે કે પોતે સ્વયં પાપી છે તે પ્રમાણે ધર્માત્મામાં દોષ બતાવીને પોતાની સમાન બનાવવા ઇચ્છે છે. આવા પાપીઓની સંગતિ કરવી જોઈએ નહિ. ૯
હવે કહે છે કે-જે દર્શનભ્રષ્ટ છે તે મૂળભ્રષ્ટ છે, તેને ફળની પ્રાપ્તિ થતી નથી:
जह मूलम्मि विणढे दुमस्स परिवार णत्थि परिवड्ढी। तह जिणदंसणभट्ठा मूलविणट्ठा ण सिज्झंति।।१०।।
यथा मूले विनष्टे द्रुमस्य परिवारस्य नास्ति परिवृद्धिः। तथा जिनदर्शनभ्रष्टा: मूलविनष्टा: न सिद्धयन्ति।।१०।।
જયમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં, જિનદર્શનાત્મક મૂળ હોય વિનિષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦
અર્થ:- જે પ્રમાણે વૃક્ષનું મૂળ નાશ પામવાથી તેનો પરિવાર અર્થાત થડ, ડાળીઓ, પાંદડાં, પુષ્પો, ફળની વૃદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે જે જિન-દર્શનથી ભ્રષ્ટ છે-બાહ્યમાં તો નગ્ન દિગમ્બર યથાજાતરૂપ નિગ્રંથ લિંગ, મૂળગુણનું ધારણ, મયૂરપિચ્છની પીંછી તથા કમંડળ ધારણ કરવાં, યથાવિધિ દોષો ટાળીને ઊભા ઊભા શુદ્ધ આહાર લેવો વગેરે બાહ્ય શુદ્ધ વેષ ધારણ કરે છે, તથા અંતરંગમાં જીવાદિ છ દ્રવ્યો, નવ પદાર્થો, સાત તત્વોનું યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
શ્રદ્ધાન અને ભેદવિજ્ઞાનથી આત્મસ્વરૂપનું અનુભવન-આવા દર્શન-મતથી બાહ્ય છે તે મૂળવિનષ્ટ છે, તેમને સિદ્ધિ થતી નથી. તેઓ મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી. ૧૦
હવે કહે છે કે જિન દર્શન જ મૂળ મોક્ષમાર્ગ છે:
जह मूलाओ खंधो साहापरिवार बहु गुणो होइ। तह जिणदंसण मूलो णिहिट्ठो मोक्खमग्गस्स।।११।।
यथा मूलात् स्कंधः शाखापरिवारः बहुगुणः भवति। तथा जिनदर्शनं मूलं निर्दिष्टं मोक्षमार्गस्य।।११।।
જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુ ગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કહ્યું જિનશાસને. ૧૧
અર્થ - જે પ્રકારે વૃક્ષના મૂળથી થડ થાય છે; થડ કેવું હોય છે કે જેમને ડાળીઓ વગેરે પરિવાર સાથે ઘણાં ગુણ છે. અહીં “ગુણ” શબ્દ ઘણાંનો વાચક છે; તે પ્રકારે ગણધર દેવાદિ જિનદર્શનને મોક્ષમાર્ગનું મૂળ કહ્યું છે.
ભાવાર્થ- અહીં જિનદર્શન અર્થાત તીર્થંકર પરમદેવે જે દર્શન ગ્રહણ કર્યું તેનો જ ઉપદેશ આપ્યો છે તે મૂલસંઘ છે, તે અઠ્ઠાવીસ મૂળગુણ સહિત કહ્યો છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ આવશ્યક, પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખવી, સ્નાન ન કરવું, ભૂમિશિયન, વસ્ત્રાદિનો ત્યાગ અર્થાત દિગમ્બર મુદ્રા, કેશલોચ કરવો, એ વખત ભોજન કરવું, ઊભા ઊભા આહાર લેવો, દાતણ ન કરવું-આ અઠ્ઠાવીસ મૂલગુણ છે. તથા છેતાલીસ દોષ ટાળીને આહાર કરવો તે એષણા સમિતિમાં આવી ગયું. ઈર્યા પથ-નીચે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિમાં આવી ગયું. તથા દયાનું ઉપકરણ મોરની પીંછી અને શૌચનું ઉપકરણ કમંડળ ધારણ કરવું-એવો બાહ્ય વેષ હોય છે. તથા અંતરંગમાં જીવાદિમાં છ દ્રવ્યો, પંચાસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થોને યથોક્ત જાણીને શ્રદ્ધા કરવી અને ભેદવિજ્ઞાન દ્વારા પોતાના આત્મસ્વરૂપનું ચિંતન કરવું. અનુભવ કરવો- આવું દર્શન અથવા મત તે મૂલસંઘનો છે. આવું જિનદર્શન છે તે મોક્ષમાર્ગનું મૂળ છે; આ મૂળથી મોક્ષમાર્ગની સર્વે પ્રવૃત્તિ સફળ થાય છે. તથા જે આનાથી ભ્રષ્ટ થયા છે તે આ પંચમ કાળના દોષથી જૈનાભાસી થયા છે તે શ્વેતામ્બર, દ્રાવિડ, યાપનીય, ગોપુચ્છપિચ્છ, નિપિચ્છ-પાંચ સંઘ થયા છે; તેમણે સૂત્રસિદ્ધાંત અપભ્રંશ કર્યા છે. જેમણે બાહ્ય વેષને બદલીને આચરણને બગાડ્યું છે તે જિનમતના મૂલસંઘથી ભ્રષ્ટ છે, તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી. મોક્ષમાર્ગની પ્રાપ્તિ મૂલસંઘના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી જ છે એવો નિયમ જાણવો. ૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૯
આગળ કહે છે કે જે યથાર્થ દર્શનથી ભ્રષ્ટ છે અને દર્શનના ધારણ કરનારાઓથી પોતાનો વિનય કરાવવા ઇચ્છે છે તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે -
जे दंसणेसु भट्ठा पाए पाडंति दसणधराणं। ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं।।१२।।
वे दर्शनेषु भ्रष्टाः पादयोः पातयंति दर्शनधरान्। તે મયંતિ 77મૂT: વોfધ: પુન: કુર્તમાં તેષામના ૨૨ ના
દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાષી, બોધ દુર્લભ તેમને. ૧૨
અર્થ - જે પુરુષ દર્શનમાં ભ્રષ્ટ છે તથા અન્ય જે દર્શનના ધારક છે તેમને પોતાના પગે પડાવે છે, નમસ્કારાદિ કરાવે છે તે પરભવમાં લૂલા, મૂંગા થાય છે અને તેમને બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ હોય છે.
ભાવાર્થ:- જે દર્શનભ્રષ્ટ છે તે મિથ્યાષ્ટિ છે અને દર્શનના ધારણ કરનાર છે તે સમ્યગ્દષ્ટિ છે. જે મિથ્યાષ્ટિ હોવા છતાં સમ્યગ્દષ્ટિઓ પાસેથી નમસ્કાર ઇચ્છે છે તે તીવ્ર મિથ્યાત્વના ઉદય સહિત છે. તેઓ બીજા ભવમાં લૂલા, મૂંગા થાય છે અર્થાત્ એકેન્દ્રિય થાય છે, તેમને પગ હોતા નથી, તેઓ પરમાર્થથી લૂલા, મૂંગા છે. આ પ્રકારે એકેન્દ્રિયસ્થાવર થઈને નિગોદમાં વાસ કરે છે. ત્યાં અનંત કાળ રહે છે; તેમને દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ હોય છે; મિથ્યાત્વનું ફળ નિગોદ જ કહ્યું છે. આ પંચમ કાળમાં મિથ્યામતના આચાર્ય બનીને લોકો પાસેથી વિનય પૂજાદિ ઇચ્છે છે, તેમને માટે એમ જણાય છે કે ત્રણ રાશિનો માલ પૂરો થયો છે, હવે એકેન્દ્રિય થઈને નિગોદમાં વાસ કરશે- આ પ્રકારે જાણવામાં આવે છે. ૧૨
આગળ કહે છે કે જે દર્શનભ્રષ્ટ છે તેમની શરમથી પણ જે પગે પડે છે તેઓ પણ તેમના જેવા જ છે -
जे वि पडंति य तेसिं जाणंता लज्जागारवभयेण। तेसिं पि णत्थि बोही पावं अणुमोयमाणाणं ।।१३।।
૧. મુદ્રિત સંસ્કૃત સટીક પ્રતિમાં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રકારે છે જેનો આ અર્થ છે કેઃ- “ “ જે
દર્શનભ્રષ્ટ પુરુષ દર્શનધારીઓના ચરણમાં ઝુકતા નથી''“ “ને હંસનેષુ મટ્ટા પાપ ન પંતંતિ સંજુ ઘર ''
ઉત્તરાર્ધ સમાન છે. ૨. ખંડભાણી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાષાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
येऽपि पतन्ति च तेषां जानंतः लज्जागारवभयेन। तेषामपि नास्ति बोधिः पापं अनुमन्यमानानाम्।।१३।।
વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે, તેનેય બોધ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩
અર્થ - જે પુરુષો દર્શન સહિત છે તેઓ પણ જે દર્શનભ્રષ્ટ છે તેમને મિથ્યાષ્ટિ જાણવા છતાં પણ તેમના પગે પડે છે, લજ્જા, ભય, ગારવથી તેમના વિનયાદિ કરે છે તેમને પણ બોધિ અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ નથી. કેમકે તેઓ પણ મિથ્યાત્વ કે જે પાપ છે તેનું અનુમોદન કરે છે. કરવું, કરાવવું ને અનુમોદન કરવું તેને સમાન કહ્યા છે. અહીં લજ્જા તો આ પ્રકારે છે કે અમે કોઈનો વિનય નહિ કરીએ તો લોકો કહેશે કે આ ઉદ્ધત છે, અભિમાની છે, એટલા માટે અમારે તો બધાનું સાચવવું જોઈએ. આ પ્રકારે લજ્જાથી દર્શનભ્રષ્ટના પણ વિનયાદિક કરે છે. તથા ભય આ પ્રકારે છે કે આ રાજ્યમાન્ય છે અને મંત્રવિદ્યાદિના સામર્થ્યવાળો છે એમનો વિનય નહિ કરીએ તો અમારા ઉપર કંઈક ઉપદ્રવ કરશે; આ પ્રકારે ભયથી વિનય કરે છે. તથા ગારવ ત્રણ પ્રકારના કહ્યા છે; રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. ત્યાં રસ ગારવ એવો છે કે મિષ્ટ, ઇષ્ટ, પુષ્ટ ભોજનાદિ મળતા રહે ત્યારે તેનાથી પ્રમાદી બને છે; ઋદ્ધિ ગારવ એવો છે કે કંઈક તપના પ્રભાવાદિથી ઋદ્ધિની પ્રાપ્તિ થાય તેનું અભિમાન આવી જાય છે, તેનાથી ઉદ્ધત, પ્રમાદી રહે છે તથા શાતા ગારવ એવો છે કે શરીર નીરોગી રહે, કંઈ કલેશનું કારણ ન આવે, ત્યારે સુખીપણું આવી જાય છે, તેનાથી મગ્ન રહે છે-ઇત્યાદિ ગારવભાવની મસ્તીથી ખરાખોટાનો વિચાર કરતા નથી ત્યારે દર્શન ભ્રષ્ટનો પણ વિનય કરવા લાગી જાય છે. આવાં બધાં નિમિત્તથી દર્શનભ્રષ્ટનો વિનય કરે તો તેમાં મિથ્યાત્વનું અનુમોદન આવે છે. તેને સારું જાણે તો પોતે પણ તેની સમાન થયો. ત્યારે તેને બોધિ કેમ કહેવાય ? એમ જાણવું ૧૩
दुविहं पि गंथचायं तीसु वि जोएसु संजमो ठादि। णाणम्मि करणसुद्धे उब्भसणे दंसणे होदि।।१४।।
द्विविधः अपि ग्रन्थत्यागः त्रिषु अपि योगेषु संयमः तिष्ठति। ज्ञान करणशुद्धे उद्भभोजने दर्शनं भवति।।१४।।
જ્યાં જ્ઞાન ને સંયમ ત્રિયોગે, ઉભય પરિગ્રહત્યાગ છે, જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪
૧ ગારવ = (રસ-ઋધિ-શાતા સંબંધી) ગર્વ મસ્તાઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૧
અર્થ:- જ્યાં બાહ્યાભ્યતર ભેદથી બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય અને મનવચન-કાય એવા ત્રણે યોગોમાં સંયમ હોય તથા કૃત, કારિત, અનુમોદના એવા ત્રણે કરણ જેમાં શુદ્ધ હોય તેવું જ્ઞાન હોય તથા નિર્દોષ-જેમાં કૃત, કારિત, અનુમોદના પોતાને ન લાગે એવું-ઊભા રહી હાથ રૂપી પાત્રમાં આહાર કરે, આવું જ્યાં હોય તેને મૂર્તિમંત દર્શન હોય છે.
ભાવાર્થ- અહીં દર્શન અર્થાત્ મત છે; ત્યાં બાહ્ય વેશ શુદ્ધ જણાય તે દર્શન; તે જ તેનો અંતરંગ ભાવ બતાવે છે. ત્યાં બાહ્ય પરિગ્રહુ અર્થાત્ ધનધાન્યાદિક અને અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ-કપાયાદિ, તે જ્યાં ન હોય, યથાજાત દિગમ્બરમૂર્તિ હોય, તથા ઈન્દ્રિયમનને વશમાં રાખતા હોય, ત્રસ, સ્થાવર જીવોની દયા પાળતાં હોય, એવા સંયમનું મન-વચન-કાય દ્વારા શુદ્ધ પાલન કરતા હોય અને જ્ઞાનમાં વિકાર કરવો, કરાવવો અનુમોદના કરવી એવા ત્રણ કારણોથી વિકાર ન હોય અને નિર્દોષ હાથરૂપી પાત્રમાં ઊભા રહી આહાર લેતા હોય આ પ્રકારે દર્શનની મૂર્તિ હોય તે જિનદેવનો મત છે. તે જ વંદન-પૂજનને યોગ્ય છે, બીજા પાખંડ વેષ વંદન-પૂજા યોગ્ય નથી. ૧૪
આગળ કહે છે કે આ સમ્યગ્દર્શનથી જ કલ્યાણ-અકલ્યાણનો નિશ્ચય થાય છે:
सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी। उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि।। १५ ।।
सम्यक्त्वात् ज्ञानं ज्ञानात् सर्वभावोपलब्धिः। उपलब्धपदार्थे पुनः श्रेयोऽश्रेयो विजानाति।।१५।।
સમ્યકત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫
અર્થ:- સમ્યકત્વથી તો જ્ઞાન સમ્યફ થાય છે, તથા સમ્યકજ્ઞાનથી સર્વ પદાર્થોની ઉપલબ્ધિ અર્થાત્ પ્રાપ્તિ અર્થાત્ જાણવાનું થાય છે. તથા પદાર્થોને જાણવાથી શ્રેય અર્થાત્ કલ્યાણ ને અશ્રેય અર્થાત્ અકલ્યાણ આ બન્ને જાણવામાં આવે છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન વિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન થયા પછી જ સમ્યજ્ઞાન થાય છે અને સમ્યજ્ઞાનથી જીવાદિ પદાર્થોનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
છે, તથા જ્યારે પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવામાં આવે ત્યારે સાચો-ખોટો માર્ગ જાણવામાં આવે છે. આ પ્રકારે માર્ગને જાણવામાં પણ સમ્યગ્દર્શન જ મુખ્ય છે. ૧૫
કલ્યાણ-અકલ્યાણને જાણવાથી શું થાય છે તે હવે કહે છે:
सेयोसेयविदण्हू उद्बुददुस्सील सीलवंतो वि। सीलफलेणब्भुदयं तत्तो पुण लहइ णिव्वाणं ।। १६ ।।
श्रेयोऽश्रेयवेत्ता उद्धृतदुःशील: शीलवानपि। शीलफलेनाभ्युदयं ततः पुनः लभते निर्वाणम्।।१६।।
અશ્રેય-શ્રેય સુજાણ છોડી કુશીલ ધારે શીલને, ને શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬
અર્થ - કલ્યાણ અને અકલ્યાણ માર્ગને જાણવાવાળા પુરુષ “ઉદધૃતદુઃશીલઃ' અર્થાત્ જેણે મિથ્યાત્વ સ્વભાવને ઉડાડી દીધો છે-એવા હોય છે; તથા “શીલવાનપિ” અર્થાત સમ્યકત્વ સ્વભાવયુક્ત પણ હોય છે તથા તે સમ્યક સ્વભાવના ફળથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તીર્થંકરાદિ પદ પ્રાપ્ત કરે છે, તથા વૃદ્ધિ થયા પછી નિર્વાણ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- સાચા-ખોટા માર્ગને જાણે ત્યારે અનાદિ સંસારથી માંડીને જે મિથ્યાત્વભાવરૂપ પ્રકૃતિ છે તે પલટીને સમ્યફસ્વભાવ સ્વરૂપ પ્રકૃતિ થાય છે, તે પ્રકૃતિથી વિશિષ્ટ પુણ્ય બાંધે ત્યારે અભ્યદયરૂપ તીર્થંકરાદિની પદવી પ્રાપ્ત કરીને નિર્વાણ પામે છે. ૧
હવે કહે છે કે આવું સમ્યકત્વ જિનવચનથી પ્રાપ્ત થાય છે, તેથી તે જ સર્વ દુઃખોનો નાશ કરે છે:
जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं। जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं ।।१७।। जिनवचनमौषधमिदं विषयसुखविरेचनममृतभूतम्। जरामरणव्याधिहरणंक्षयकरणं
મા ૨૭
જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખ વિનાશિની. ૧૭
૧ અભ્યદય = તીર્થકરતાદિની પ્રાપ્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૩
અર્થ:- આ જિનવચન છે તે ઔષધિ છે, તે કેવી ઔષધિ છે? કે ઇન્દ્રિયવિષયોમાં જે સુખ માન્યું છે તેનું વિરેચન અર્થાત દૂર કરવાવાળાં છે. તથા કેવા છે? અમૃતભૂત અર્થાત્ અમૃત સમાન છે અને તેથી જરા મરણરૂપ રોગનો, તથા સર્વ દુઃખોનો ક્ષય કરવાવાળાં છે.
ભાવાર્થ- આ સંસારમાં પ્રાણી વિષય સુખોનું સેવન કરે છે. જેનાથી કર્મ બંધાય છે અને તેથી જન્મ–જરા-મરણરૂપ રોગોથી પીડાય છે; ત્યાં જિનવચનરૂપી ઔષધિ એવી છે કે જે વિષય સુખોથી અરુચિ ઉત્પન્ન કરી તેમનું વિરેચન કરે છે. જેવી રીતે ભારે આહારથી જ્યારે મળ વધે છે ત્યારે તાવ આદિ રોગ ઉત્પન્ન થાય છે ત્યારે રોગીને રેચ માટે હરડે આદિ ઔષદિ ઉપકારી થાય છે તેવી જ રીતે જિનવચન ઉપકારી થાય છે. તે વિષયોથી વૈરાગ્ય થવાથી કર્મબંધ થતો નથી અને ત્યારે જન્મ–જરા-મરણ રોગ થતો નથી તથા સંસારના દુઃખનો અભાવ થાય છે. આ રીતે જિનવચનને અમૃત સમાન માની અંગીકાર કરવાં. ૧૭
હવે જિનવચનમાં દર્શનના લિંગ અથવા વેષ કેટલા પ્રકારના કહ્યા છે તે કહે છે:
एगं जिणस्स रुवं विदियं उक्किट्ठसावयाणं तु। अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंगदंसणं णत्थि।।१८।।
एकं जिनस्य रुपं द्वितीयं उत्कृष्ट श्रावकाणां तु। अवरस्थितानां तृतीयं चतुर्थं पुन: लिंगदर्शनं नास्ति।।१८।।
છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮
અર્થ:- દર્શનમાં એક તો જિનનું સ્વરૂપ છે; ત્યાં જેવું લિંગ જિનદેવે ધારણ કર્યું તે જ લિંગ છે; બીજું ઉત્કૃષ્ટ શ્રાવકોનું લિંગ છે અને ત્રીજું “અવરસ્થિત” અર્થાત્ જઘન્ય પદમાં સ્થિત એવી આર્થિકાઓનું લિંગ છે. તથા ચોથું લિંગ દર્શનમાં છે જ નહિ.
ભાવાર્થ - જિનમતમાં ત્રણ લિંગ અર્થાત વેષ કહેલ છે. એક તો તે છે કે જે થયાજાતરૂપ જિનદેવે ધારણ કર્યો છે; તથા બીજો અગિયારમી પ્રતિમાના ધારક ઉત્કૃષ્ટ શ્રાવકનો છે અને ત્રીજો સ્ત્રી આર્થિકા હોય તેનો છે. એના સિવાય ચોથો અન્ય પ્રકારનો વેષ જિનમતમાં છે નહિ. જે માને છે તે મૂલસંઘની બહાર છે. ૧૮
૧ જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાતરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
(અષ્ટપાહુડ
હવે કહે છે કે આવું બાહ્ય લિંગ હોય તેને અંતરંગ શ્રદ્ધાન પણ એવું જ હોય છે અને તે સમ્યગ્દષ્ટિ છે:
छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिहिट्ठा। सद्दहइ ताण रुवं सो सद्दिट्ठी मुणेयव्यो।। १९ ।।
षट् द्रव्याणि नव पदार्थाः पंचास्तिकायाः सप्ततत्त्वानि निर्दष्टिानि। શ્રદ્ધાતિ તેષાં રુપે સ: સદદિ: જ્ઞાતવ્ય: $$ા
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે, શ્રદ્ધ સ્વરૂપો તેમનાં જાણો સુદૃષ્ટિ તેહને. ૧૯
અર્થ - છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ-આ જિનવચનમાં કહ્યાં છે. તેમના સ્વરૂપની જે શ્રદ્ધા કરે તેને સમ્યગ્દષ્ટિ જાણવો.
ભાવાર્થ - (જાતિ અપેક્ષાએ છ દ્રવ્યોનાં નામ) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-આ તો છ દ્રવ્ય છે; તથા જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્ય, પાપ-આ નવ તત્ત્વ અર્થાત્ નવ પદાર્થ છે. છ દ્રવ્ય કાળ વિના પંચાસ્તિકાય છે. પુણપાપ વિના નવ પદાર્થ સાત તત્વ છે. એમનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રકારે છે.
જીવ તો ચેતના સ્વરૂપ છે અને ચેતના દર્શન-જ્ઞાનમયી છે; પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગુણ સહિત મૂર્તિક છે, તેના પરમાણુ અને સ્કંધ બે ભેદ છે; સ્કંધના ભેદ શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, તાપ, પ્રકાશ, ઇત્યાદિ અનેક પ્રકાર છે; ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય એ એક-એક છે, અમૂર્તિક છે, નિષ્ક્રિય છે. કાલાણુ અસંખ્યાત દ્રવ્ય છે. કાળને છોડીને પાંચ દ્રવ્યો બહુ પ્રદેશી છે, આથી અસ્તિકાય પાંચ છે. કાલ દ્રવ્ય બહુ પ્રદેશી નથી તેથી તે અસ્તિકાય નથી; ઇત્યાદિક તેમનું સ્વરૂપ તત્ત્વાર્થ સૂત્રની ટીકાથી જાણવું. જીવ પદાર્થ એક છે અને અજીવ પદાર્થ પાંચ છે; જીવને કર્મબન્ધ યોગ્ય પુદ્ગલોનું આવવું તે આસ્રવ છે, કર્મોનું બંધાવું તે બંધ છે, આમ્રવનું અટકવું તે સંવર છે, કર્મબંધનું છૂટી જવું તે નિર્જરા છે, સંપૂર્ણ કર્મોનો નાશ થવો તે મોક્ષ છે, જીવોને સુખનું નિમિત્ત પુણ્ય છે અને દુઃખનું નિમિત્ત પાપ છે; આવાં સાત તત્ત્વ અને નવ પદાર્થ છે. એમનું આગમ અનુસાર સ્વરૂપ જાણીને શ્રદ્ધાન કરવાવાળા સમ્યગ્દષ્ટિ હોય છે ૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૫
હવે વ્યવહાર અને નિશ્ચયના ભેદથી સમ્યકત્વના બે પ્રકાર કહે છે -
जीवादीसद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं। ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ।। २०।।
जीवादीनां श्रद्धानं सम्यक्तत्वं जिनवरैः प्रज्ञप्तम्। व्यवहारात् निश्चयतः आत्मैव भवति सम्यक्त्वम्।।२०।।
જીવાદિના શ્રદ્ધાનને સમ્યકત્વ ભાખ્યું છે જિને; વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦
અર્થ - જિન ભગવાને જીવ આદિ પદાર્થોના શ્રદ્ધાનને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે અને પોતાના આત્માના જ શ્રદ્ધાનને નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે.
ભાવાર્થ:- તત્ત્વાર્થનું શ્રદ્ધાન વ્યવહારથી સમ્યકત્વ છે અને પોતાના આત્મસ્વરૂપના અનુભવ દ્વારા તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, આચરણ તે નિશ્ચયથી સમ્યકત્વ છે. આ સમ્યકત્વ આત્માથી ભિન્ન વસ્તુ નથી, આત્માનું જ પરિણામ છે, તે આત્મા જ છે. આવું સમ્યકત્વ અને આત્મા એક જ વસ્તુ છે. આ નિશ્ચયનો આશય જાણવો. ૨૦
હવે કહે છે કે- આ સમ્યગ્દર્શન જ સર્વ ગુણોમાં સાર છે, તેને ધારણ કરો:
एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स।।२१।।
एवं जिनप्रणीतं दर्शनरत्नं धरत भावेन। सारं गुणरत्नत्रये सोपानं प्रथमं मोक्षस्य ।। २१ ।। એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે, ગુણ રત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧
અર્થ:- આવું આગળ જણાવ્યા પ્રમાણે જિનેશ્વર દેવનું કહેલ દર્શન છે, તે ગુણોમાં અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ રત્નોમાં સાર છે-ઉત્તમ છે અને મોક્ષ મન્દિરમાં ચઢવા માટે પહેલું પગથિયું છે, આથી આચાર્ય કહે છે કે-હું ભવ્ય જીવો! તમે આને અંતરંગ ભાવથી ધારણ કરો, બાહ્ય ક્રિયાદિકથી ધારણ કરવું તે પરમાર્થ નથી, અંતરંગની રુચિથી ધારણ કરવું તે મોક્ષનું કારણ છે. ૨૧
હવે કહે છે કે જે શ્રદ્ધાન કરે છે તેને જ સમ્યકત્વ હોય છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
*जं सक्कइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं। केवलिजिणेहिं भणियं सद्दहमाणस्स सम्मत्तं ।। २२।।
यत् शक्नोति तत् क्रियते यत् च न शक्नुयात् तस्य च श्रद्धानम्। केवलिजिनैः भणितं श्रद्धानस्य सम्यक्त्वम्।।२२।।
થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું; સમ્યકત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨
અર્થ - જે કરવામાં સમર્થ છે તે તો કરે અને જે કરવામાં સમર્થ નથી તે શ્રદ્ધાન કરે; કેમકે કેવળી ભગવાને શ્રદ્ધાન કરવાવાળાને સમ્યકત્વ કહ્યું છે.
ભાવાર્થ- અહીં આશય એવો છે કે જો કોઈ કહે છે કે સમ્યકત્વ થયા પછી તો બધા પદ્રવ્ય-સંસારને હેય જાણે છે. જેને હેય જાણે તેને છોડી મુનિવ્રત ધારણ કરી ચારિત્રનું પાલન કરે ત્યારે સમ્યકત્વી મનાય: આના સમાધાન રૂપ આ ગાથા છે. જેણે બધા પરદ્રવ્યને ય જાણીને નિજ સ્વરૂપને ઉપાદેય જાણું, શ્રદ્ધાન કર્યું ત્યારે મિથ્યાભાવ દૂર થયો પરંતુ જ્યાં સુધી (ચારિત્રમાં પ્રબળ દોષ છે ત્યાં સુધી) ચારિત્ર મોહકર્મનો ઉદય પ્રબળ હોય છે (અને) ત્યાં સુધી ચારિત્ર અંગીકાર કરવાનું સામર્થ્ય હોતું નથી. જેટલું સામર્થ્ય છે એટલું તે કરે અને બાકીનું શ્રદ્ધાન કરે, આ પ્રકારે શ્રદ્ધાન કરવાવાળાને જ ભગવાને સમ્યકત્વ કહ્યું છે.
હવે કહે છે કે જે આવા દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે તેઓ વંદન કરવા યોગ્ય છે:
दंसणणाणचरित्ते तवविणये णिच्चकालसुपसत्था। ए दे दु वंदणीया जे गुणवादी गुणधराणं ।। २३।।
दर्शनज्ञानचारित्रे तपोविनये नित्यकाल सुप्रस्वस्थाः। ऐ ते तु वन्दनीया ये गुणवादिनः गुणधराणाम्।।२३।।
દંગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિષ્ઠ જે, તે જીવ વદન યોગ્ય છે - ગુણધર તણા ગુણવાદી જે. ૨૩
અર્થ- દર્શન-જ્ઞાન-ચારિત્ર, તપ તથા વિનય આ સર્વેમાં જે સારી રીતે સ્થિત છે તેઓ પ્રશંસનીય છે, આદરણીય છે અથવા સારી રીતે સ્વસ્થ છે, લીન છે અને ગણધર
* નિયમસાર ગાથા ૧૫૪ ૧. સુનિષ્ઠ = સુસ્થિત. ૨. ગુણધર = ગુણના ધરનારા. ૩. ગુણવાદી = ગુણને પ્રકાશનારા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ).
-આચાર્ય પણ તેમના ગુણાનુવાદ કરે છે. તેથી તેઓ વંદન યોગ્ય છે. બીજા જે દર્શનાદિકથી ભ્રષ્ટ છે અને ગુણવાનોથી ઈર્ષાભાવ રાખીને વિનયરૂપ પ્રવર્તતા નથી તેઓ વંદન યોગ્ય નથી.૨૩
હવે કહે છે કે જે યથાજાતરૂપને જોઈને ઈર્ષાભાવથી વંદન કરતા નથી તેઓ મિથ્યાદષ્ટિ
જ
છે:
सहजुप्पण्णं रुवं दह्र जो मण्णए ण मच्छरिओ। सो संजमपडिवण्णो मिच्छादट्ठी हवइ एसो।। २४ ।। सहजोत्पन्नं रुपं दृष्ट्वा यः मन्यते न मत्सरी। સ:સંયમપ્રતિપન્ન: મિથ્યાદિ: મવતિ : ૨૪ ના
જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે,
સંયમ તણો ધા૨ક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪ અર્થ:- જે સહજ ઉત્પન્ન યથાકાત રૂપને દેખીને માનતા નથી, તેમનો વિનય સત્કારપ્રીતિ કરતા નથી અને ઈર્ષાભાવ કરે છે તે સંયમપ્રતિપન્ન (સંયમ ધારણ કરેલ છે)-દીક્ષા ગ્રહણ કરી છે તો પણ પ્રત્યક્ષ મિથ્યાદષ્ટિ છે.
ભાવાર્થ- જે યથાજાતરૂપને જોઈને ઈર્ષાભાવથી તેનો વિનય કરતા નથી તેથી એમ માનવું પડે છે કે એમને આ રૂપની શ્રદ્ધા-રુચિ નથી. આવી શ્રદ્ધા રુચિ વિના તો મિથ્યાષ્ટિ જ હોય છે. અહીં આશય એમ છે કે-જે શ્વેતામ્બર આદિ થયા તેઓ દિગમ્બર રૂપ પ્રત્યે મત્સરભાવ રાખે છે અને તેમનો વિનય કરતા નથી તેમનો નિષેધ છે. ૨૪
આગળ આને જ દઢ કરે છે -
अमराण वंदियाणं रुवं दठूण सीलसहियांण। जे गारव करंति य सम्मत्तविवज्जिया होति।।२५।। अमरैः वंदितानां रुपं दृष्टवा शीलसहितानाम्। ये गौरवं कुर्वन्ति च सम्यक्त्त्वविवर्जिताः भवंति।।२५।। જે અમરવંદિત શીલયુત મુનિઓતણુ રૂપ જોઈને,
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દષ્ટિવિહીન છે. ૨૫ અર્થ:- દેવોથી વંદવા યોગ્ય શીલ સહિત જિનેશ્વરદેવના યથાજાતરૂપ જોઈને જે અભિમાન કરે છે, વિનયાદિક કરતા નથી તેઓ સમ્યકત્વથી રહિત છે.
૧. સાહજિક = સ્વાભાવિક; નૈસર્ગિક; યથાજાત. ૨. મત્સર = ઈર્ષા, દ્વેષ; ગુમાન. ૩. અમરવંદિત = દેવોથી વંદિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જે યથાજાતરૂપને જોઈને-અણિમાદિક ઋદ્ધિઓને ધારક દેવો પણ જેમના ચરણોમાં ઢળી પડે છે તેમને જોઈને-જે ઈર્ષાભાવથી નમસ્કાર કરતા નથી તેમનામાં સમ્યકત્વ કેવું? તેઓ સમ્યકત્વથી રહિત જ છે. ૨૫
હવે કહે છે કે-અસંયમી વંદન યોગ્ય નથી:
अस्संजदं ण वन्दे वत्थविहीणोवि तो ण वंदिज्ज। दोण्णि वि होंति समाणा एगो वि ण संजदो होदि।। २६ ।।
असंयतं न वन्देत वस्त्रविहीनोऽपि स न वन्द्यते। द्वौ अपि भवतः समानौ एक: अपि न संयतः भवति।।२६ ।।
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંધ તે; બન્ને સમાનપણું ધરે, એકકે ન સંયમવંત છે. ૨
અર્થ:- અસંયમીને નમસ્કાર નહિ કરવા જોઈએ. ભાવસંયમ ન હોય અને બાહ્યમાં વસ્ત્રરહિત હોય તે પણ વંદન યોગ્ય નથી. કેમકે આ બન્ને જ સંયમ રહિત સમાન છે. તેઓમાં એકપણ સંયમી નથી.
ભાવાર્થ- જેણે ગૃહસ્થનો વેષ ધારણ કર્યો છે તે તો અસંયમી છે જ, પરંતુ જેણે બાહ્યમાં નગ્નરૂપ ધારણ કર્યું છે અને અંતરંગમાં ભાવસંયમ નથી તો તે પણ અસંયમી જ છે. આથી આ બન્ને જ અસંયમી છે. માટે બન્ને જ વંદન કરવા યોગ્ય નથી. અહીં આશય એવો છે કે અર્થાત્ એવું નહિ માનવું જોઈએ કે જે આચાર્ય યથાજાત રૂપને દર્શન કહેતા આવ્યા છે તે કેવળ નગ્ન રૂપ જ યથાજાતરૂપ હશે, કેમકે આચાર્ય તો બાહ્ય અભ્યતર સર્વ પરિગ્રહ રહિત હોય તેને યથાકાત રૂપ કહે છે. અભ્યતર ભાવ સંયમ વિના બાહ્ય નગ્ન હોવાથી તો કંઈ સંયમી થવાતું નથી એમ જાણવું.
અહીં કોઈ પૂછે કે બાહ્ય વેશ શુદ્ધ હોય નિર્દોષ આચાર પાલન કરવાવાળાના અભ્યતર ભાવમાં કપટ હોય તો તેનો નિર્ણય કેવી રીતે થાય ? તથા સૂક્ષ્મભાવ તો કેવળીગમ્ય છે. મિથ્યાત્વ હોય તો તેનો નિશ્ચય કેવી રીતે થાય? નિશ્ચય વિના વંદનની શું રીત હોય?
તેનું સમાધાનઃ- એવા કપટનો જ્યાં સુધી નિશ્ચય ન હોય ત્યાં સુધી આચાર શુદ્ધ દેખીને વંદન કરે તેમાં દોષ નથી, અને કપટનો કોઈ કારણથી નિશ્ચય થઈ જાય ત્યારે વંદન ન કરે. કેવળીગમ્ય મિથ્યાત્વની વ્યવહારમાં ચર્ચા નથી. છદ્મસ્થના જ્ઞાનગમ્યની ચર્ચા છે. જે પોતાના જ્ઞાનનો વિષય જ નથી તેનો બાધ કે નિબંધ કરવાનો વ્યવહાર નથી. સર્વજ્ઞ ભગવાનની પણ આ જ આજ્ઞા છે. વ્યવહારી જીવને વ્યવહારનું જ શરણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૯
(નોંધઃ- એક ગુણનો બીજા આનુષંગિક (સહવર્તી) ગુણ દ્વારા નિર્ણય કરવો તે વ્યવહાર છે. તેનું નામ વ્યવહારી જીવને વ્યવહારનું શરણ છે.) ર૬
હવે આ જ અર્થને દઢ કરતાં કહે છે:
ण वि देहो वंदिज्जइ ण वि य कुलो ण विय जाइसंजुत्तो। को वंदमि गुणहीणो ण हु सवणो णेव सावओ होइ।।२७।।
नापि देहो वंद्यते नापि च कुलं नापि च जातिसंयुक्तः। 'कः वंद्यते गुणहीनः न खलु श्रमण: नैव श्रावकः भवति।।२७।।
નહિ દેહ વંદ્ય ન બંધ કુલ, નહિ બંધ જન જાતિ થકી; ગુણહીન કયમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭
અર્થ:- દેહને પણ વંદતા નથી, કુળને પણ વંદતા નથી તથા જાતિને પણ વંદતા નથી, કેમકે ગુણ રહિત હોય તેને કોણ વદે ? ગુણ વિના પ્રકટ મુનિ નથી, શ્રાવક પણ નથી.
ભાવાર્થ- લોકમાં પણ એવો જાય છે કે જે ગુણહીન હોય છે તેને કોઈ શ્રેષ્ઠ માનતું નથી. દેહ સ્વરૂપમાન હોય તો પણ શું? કુળ ઊંચું હોય તો યે શું? જાતિ ઊંચી હોય તો યે શું? કેમકે મોક્ષમાર્ગમાં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ છે, એમના વિના જાતિ, કુળ, રૂપ વગેરે વંદનીય નથી. એમનાથી મુનિ કે શ્રાવકપણું આવતું નથી. મુનિ-શ્રાવકપણું તો સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી હોય છે. એટલે એને ધારણ કરનાર છે તે જ વંદન યોગ્ય છે, જાતિ, કુળ આદિ વંદન યોગ્ય નથી. ૨૭
હવે કહે છે કે જે તપ આદિથી યુક્ત છે તેમને નમસ્કાર કરું છું –
वंदमितवसावण्णा सीलं च गुणं च बंभचेरं च। सिद्धिगमणं च तेसिं सम्मत्तेण' सुद्धभावेण।। २८ ।।
वन्दे तपः श्रमणान् शीलं च गुणं च ब्रह्मचर्यं च। सिद्धिगमनं च तेषां सम्यक्त्वेन शुद्धभावेन।। २८।।
સમ્યકત્વસંયુત શુદ્ધ ભાવે વંદું છું મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા ‘શિવગમનને. ૨૮
૧ ‘મ વધે ગુણહીનમ’ પર્ પાહુડમાં પાઠ છે. ૨ ‘તવ સમUT' છાયા-(તપ: સમાપન્નાત) ‘તવર્સ૩UM[ તવસમા ' આ ત્રણ પાઠ મુદ્રિત ‘ષ પ્રામૃત' પુસ્તક તથા તેની ટિપ્પણીમાં છે. ૩ ‘સમજોન' એવો પાઠ હોવાથી પદ ભંગ થતો નથી. ૪ શિવગમન = મોક્ષપ્રાતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
GO
(અષ્ટપાહુડ
અર્થ:- આચાર્ય કહે છે કે જે તપ સહિત શ્રવણપણું ધારણ કરે છે તેમને તથા તેમના શીલને, તેમના ગુણને તથા બ્રહ્મચર્યને હું સમ્યકત્વ સહિત શુદ્ધ ભાવથી નમસ્કાર કરું છું. કેમકે તેમના તે ગુણોથી-સમ્યકત્વ સહિત શુદ્ધ ભાવથી-સિદ્ધિ અર્થાત્ મોક્ષ તરફ ગમન હોય છે.
ભાવાર્થ:- પહેલાં કહ્યું કે શરીરાદિ વંદન યોગ્ય નથી, ગુણ વંદન યોગ્ય છે. હવે અહીં ગુણ સહિતને વંદન કર્યા છે. ત્યાં જે તપ ધારણ કરીને, ગૃહસ્થપણું છોડીને મુનિ થયા છે તેમને સમ્યક શીલ, ગુણ, બ્રહ્મચર્ય સહિત શુદ્ધભાવથી સંયુક્ત હોય તેમને વંદન કર્યા છે. અહીં “શીલ” શબ્દથી ઉત્તર ગુણ અને “ગુણ' શબ્દથી મૂળ ગુણ તથા “બ્રહ્મચર્ય' શબ્દથી આત્મસ્વરૂપમાં મગ્નતા સમજવી જોઈએ. ૨૮
અહીં કોઈ આશંકા કરે છે-સંયમીને વંદન યોગ્ય કહ્યા તો સમવસરણાદિ વિભૂતિ સહિત તીર્થકર છે તેઓ વંદન યોગ્ય છે કે નહિ? તેનું સમાધાન કરવા માટે ગાથા કહે છે કે જે તીર્થકર પરમદેવ છે તેઓ સમ્યકત્વ સહિત તપના માહાભ્યથી તીર્થંકર પદવી પામે છે તે પણ વંદન યોગ્ય છેઃ
चउसट्ठि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो। अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो।। २९ ।।
चतुःषष्टिचमरसहितः चतुस्त्रिंशद्भिरतिशयैः संयुक्तः। 'अनवरतबहुसत्त्वहितः कर्मक्षयकारणनिमित्तः ।। २९ ।।
ચોસઠ ચમચ સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે બહુ જીવ હિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯
અર્થ:- જે ચોસઠ ચામર સહિત છે, ચોત્રીસ અતિશય સહિત છે, નિરંતર ઘણા પ્રાણીઓનું હિત જેમનાથી થાય છે એવા ઉપદેશ દાતા છે, અને કર્મના ક્ષયનું કારણ છે એવા તીર્થંકર પરમદેવ છે, તેઓ વંદન યોગ્ય છે.
ભાવાર્થ- અહીં ચોસઠ ચમાર, ચોત્રીસ અતિશય સહિત એ વિશેષણોથી તો તીર્થંકરનું પ્રભુત્ત્વ બતાવ્યું છે અને પ્રાણીઓનું હિત કરવું તથા કર્મક્ષયના કારણ એ વિશેષણથી અન્યનો ઉપકાર કરનાર છે એમ બતાવ્યું છે, આ બન્ને કારણોથી જગતમાં વંદન-પૂજન યોગ્ય છે. માટે આ રીતે ભ્રમ કરવો નહિ કે-તીર્થકર કેવી રીતે પૂજ્ય છે. આ તીર્થકર સર્વજ્ઞ વીતરાગ
૧. “પાયરવદુસત્તદિગો' (અનુવેરવદુસત્વરિત:) પપાહુડમાં આ પાઠ છે. ૨. ‘નિમિત્તે' પપાહુડમાં આવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ )
છે. તેમના સમવસરણાદિ વિભૂતિ રચીને ઇન્દ્રાદિ ભક્તજન મહિમા કરે છે. એમને કંઈ પ્રયોજન નથી, પોતે દિગમ્બરત્વને ધારણ કરી અંતરીક્ષ બિરાજે છે એમ જાણવું. ૨૯
હવે મોક્ષ શેનાથી થાય છે તે કહે છેઃ
णाणेण दंसणेण व तवेण चरियेण संजमगुणेण । चउहिं पि समाजोगे मोक्खो जिणसासणे दिट्ठो ।। ३० ।।
ज्ञानेन दर्शनेन च तपसा चारित्रेण संयमगुणेन । चतुर्णामपि समायोगे मोक्षः जिनशासने दृष्टः ।। ३० ।।
સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચ૨ણ-તપ છે ચા૨ જે એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦
અર્થ:- જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી-આ ચારેનો સમાયોગ થવાથી જે સંયમગુણ હોય તેનાથી જિનશાસનમાં મોક્ષ થવાનું કહ્યું છે.
હવે આ જ્ઞાનાદિને દિને ઉત્તરોત્ત૨ સા૨૫ણું કહે છેઃ
गाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं । सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्वाणं ।। ३१ । ।
ज्ञानं नरस्य सारः सारः अपि नरस्य भवति सम्यक्त्वम् । सम्यक्त्वात् चरणं चरणात् भवति निर्वाणम् ।। ३१ ।।
રે ! જ્ઞાન ન૨ને સા૨ છે, સમ્યક્ત્વ નરને સાર છે; સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧
૩૧
અર્થ:- પ્રથમ તો આ પુરુષને માટે જ્ઞાન સાર છે, કેમકે જ્ઞાનથી બધું હૈય-ઉપાદેય જાણવામાં આવે છે. પછી તે પુરુષને માટે સમ્યક્ત્વ નિશ્ચયથી સાર છે, કેમકે સમ્યક્ત્વ વિના જ્ઞાન મિથ્યા નામ પામે છે, સમ્યક્ત્વથી ચારિત્ર થાય છે, કેમકે સમ્યક્ત્વ વિના ચારિત્ર પણ મિથ્યા જ છે, ચારિત્રથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ:- ચારિત્રથી નિર્વાણ હોય છે અને ચારિત્ર જ્ઞાનપૂર્વક સત્યાર્થ હોય છે તથા જ્ઞાન સમ્યક્ત્વપૂર્વક સત્યાર્થ હોય છે. આ પ્રકારે વિચાર કરવાથી સમ્યક્ત્વને સારપણું આવ્યું. માટે પ્રથમ તે સમ્યક્ત્વ સાર છે, પછી જ્ઞાન-ચારિત્ર સાર છે. પહેલાં જ્ઞાનથી પદાર્થોને જાણે છે તેથી પહેલાં જ્ઞાન સાર છે તો પણ સમ્યક્ત્વ વિના તેનું પણ સારપણું નથી એમ જાણવું.
હવે આ જ અર્થને દઢ કરે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। 'चोण्हं पि समाजोगे सिद्धा जीवा ण सन्देहो।। ३२।। ज्ञाने दर्शने च तपसा चारित्रेण सम्यक्त्वसहितेन। चतुर्णामपि समायोगे सिद्धा जीवा न सन्देहः।। ३२।।
*દગ-જ્ઞાનથી, સમ્યકત્વયુત ચારિત્રથી ને ત૫ થકી, -એ ચારના યોગે જીવી સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨
અર્થ - જ્ઞાન અને દર્શન થયા પછી સમ્યકત્વ સહિત તપ કરીને ચારિત્રપૂર્વક આ ચારેયનો સમાયોગ થવાથી જીવ સિદ્ધ થયા છે, એમાં સંદેહ નથી
ભાવાર્થ - પૂર્વે જે સિદ્ધ થયા છે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ આ ચારેયનો સંયોગથી જ થયા છે-આ જિનવચન છે, આમાં સંદેહ નથી.
હવે કહે છે કે લોકમાં સમ્યગ્દર્શનરૂપ રત્ન અમૂલ્ય છે તે દેવ-દાનવોથી પૂજ્ય છે.
कल्लाणपरंपरया लहंति जीवा विसुद्धसम्मत्तं। सम्मइंसणरयणं अग्धेदि सुरासुरे लोए।।३३।। कल्याणपरंपरया लभंते जीवाः विशुद्धसम्यक्त्वम्। सम्यग्दर्शनरत्नं अय॑ते सुरासुरे लोके।। ३३ ।। કલ્યાણ શ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. ૩૩
અર્થ:- જીવ વિશુદ્ધ સમ્યકત્વને કલ્યાણની પરમ્પરા સહિત પામે છે તેથી સમ્યગ્દર્શન રત્ન છે. તે આ સુર-અસુરોથી ભરેલા લોકમાં પૂજ્ય છે.
ભાવાર્થ- વિશુદ્ધ અર્થાત્ પચ્ચીસ મળદોષોથી રહિત નિરતિચાર સમ્યકત્વથી કલ્યાણની પરમ્પરા અર્થાત્ તીર્થંકરપદ પામે છે. માટે જ આ સમ્યકત્વ રત્ન લોકમાં બધા દેવો, દાનવો અને મનુષ્યોથી પૂજ્ય હોય છે. તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણ સોળ કારણભાવના કહી છે. તેમાં પ્રથમ દર્શનવિશુદ્ધિ છે તે જ મુખ્ય છે. આ જ વિનયાદિક પંદર ભાવનાઓનું કારણ છે. એટલે સમ્યગ્દર્શનને જ પ્રધાનપણું છે. ૩૩
૧. પાઠાન્તર :- વોડું ૨. રંગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન. ૩. કલ્યાણ શ્રેણી = સુખોની પરંપરા, વિભૂતિની હારમાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩૩
હવે કહે છે કે જે ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામીને સમ્યકત્વની પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્ત કરે છે એ સમ્યકત્વનું માહાભ્ય છેઃ
लभ्रूण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण। लखूण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च।। ३४ ।।
लब्ध्वा च मनुजत्त्वं सहितं तथा उत्तमेन गोत्रेण। लब्ध्वा च सम्यक्त्वं अक्षयसुखं च मोक्षं च।।३४।। રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪
અર્થ:- ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પ્રત્યક્ષ પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરી અવિનાશી સુખરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તથા તે સુખ સહિત મોક્ષ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- આ બધું સમ્યકત્વનું માહાભ્ય છે. ૩૪
હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે-જે સમ્યકત્વના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરે છે તે તત્કાલ જ પ્રાપ્ત કરે છે કે કંઈક અવસ્થા-સ્થિરતા પણ રહે છે? તેના સમાધાનરૂપ ગાથા કહે છે:
विहरदि जाव जिणिंदो सहसट्ठ सुलक्खणेहिं संजुत्तो। चउतीस अइसयजुदो सा पडिमा थावरा भणिया।। ३५।।
विहरति यावत् जिनेन्द्र: सहस्राष्ट लक्षणैः संयुक्तः। चतुस्त्रिंशदतिशययुतः सा प्रतिमा स्थावरा भणिता।। ३५।।
ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ર લક્ષણધરપણે જિનચન્દ્ર વિહરે જ્યાં લગી, તે “બિંબ સ્થાવર ઉક્ત છે.
અર્થ - કેવળજ્ઞાન પામ્યા બાદ જિનેન્દ્ર ભગવાન જ્યાં સુધી આ લોકમાં આર્યખંડમાં વિહાર કરે છે ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીર સહિત પ્રતિબિમ્બ તેને “સ્થાવર પ્રતિમા” આ નામથી કહે છે. તે જિનેન્દ્ર કેવા છે? એક હજાર આઠ લક્ષણથી સંયુક્ત છે. ત્યાં શ્રીવૃક્ષને પ્રથમ ગણીને એકસો આઠ લક્ષણ હોય છે. તલ, મસને પ્રથમ લઈને નવસો વ્યંજન હોય છે. ચોત્રીસ અતિશયોમાં દસ તો જન્મથી જ લઈને ઉત્પન્ન થાય છે - ૧) નિઃસ્વેદતા, ૨) નિર્મળતા, ૩) જૈતરુધિરતા, ૪) સમચતુરગ્ન સંસ્થાન, ૫) વજવૃષભનારાચ
૧ ‘અવશ્વયોવવું તરીકે મોભવું ’ પાઠાન્તર. ૨ સંસ્કૂળ પાઠાન્તર કૃ. ૩ મનુષત્વ = મનુષ્ય ૪ અષ્ટ સહસ્ર = એક હજારને આઠ ૫ બિંબ = પ્રતિમા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
(અષ્ટપાહુડ
સંહનન, ૬) સુરુપતા, ૭) સુગંધતા, ૮) સુલક્ષણતા, ૯) અતુલ વીર્ય, ૧૦) હિતમિત વચનઆવા દશ હોય છે.
ચાર ઘાતિકર્મોનો ક્ષય થતાં દસ હોય છે - ૧) શત યોજન સુભિક્ષતા, ૨) આકાશગમન, ૩) પ્રાણીવધનો અભાવ, ૪) કવલાહારનો અભાવ, ૫) ઉપસર્ગનો અભાવ, ૬). ચતુર્મુખપણું, ૭) સર્વવિદ્યા પ્રભુત્વ, ૮) છાયા રહિતત્વ, ૯) લોચનનિસ્પંદન રહિતત્વ, અને ૧૦) કેશ નખવૃદ્ધિરહિતત્વ-આવા દસ હોય છે.
દેવો દ્વારા કરેલા ચૌદ હોય છે:- ૧) સકલાર્ધ માગધી ભાષા, ૨) સર્વજીવમૈત્રીભાવ, ૩) સર્વઋતુ ફલ-પુષ્પ પ્રાદુર્ભાવ, ૪) દર્પણ સમાન પૃથ્વીનું હોવું, ૫) મંદ સુગંધ પવનનું વહેવું, ૬) આખા જગતમાં આનંદ હોવો, ૭) ભૂમિ નિષ્ફટક હોવી, ૮) દેવો દ્વારા ગંધોદકની વર્ષા થવી, ૯) વિહાર સમયે ચરણ કમલ નીચે દેવો દ્વારા સુવર્ણમય કમળોની રચના થવી, ૧૦) ભૂમિ ધાન્ય ઉત્પત્તિ સહિત થવી, ૧૧) દિશા-આકાશ નિર્મળ હોવાં, ૧૨) દેવોના આવાહનના શબ્દો થવાં, ૧૩) ધર્મચક્રનું આગળ ચાલવું, અને ૧૪) અષ્ટ મંગલ દ્રવ્ય હોવા; આવાં ચૌદ હોય છે. બધાં મળીને ચૌત્રીસ અતિશયો થયા તથા આઠ પ્રાતિહાર્ય હોય છે. તેમના નામ:- ૧) અશોકવૃક્ષ, ૨) પુષ્પવૃષ્ટિ, ૩) દિવ્ય ધ્વનિ, ૪) ચામર, ૫) સિંહાસન, ૬) છત્ર, ) મામડલ, ૮ ) દુદુભિવાહન- આવા આઠ હોય છે.
આવા અતિશય સહિત અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત તીર્થંકર પરમ દેવ જ્યાં સુધી જીવોને ઉપદેશ આપવા નિમિત્તે વિહાર કરતાં બિરાજે છે ત્યાં સુધી સ્થાવર પ્રતિમા કહેવાય છે. આવા સ્થાવર પ્રતિમા કહેવાથી તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી તેમનું સ્થિરત્વ બતાવ્યું છે અને ધાતુ-પાષાણની પ્રતિમા બનાવી સ્થાપના કરવી તે એનો જ વ્યવહાર છે.
હવે કર્મોનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે એમ કહે છે -
बारसविहतवजुत्ता कम्मं खविऊण विहिबलेण सं। वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता।। ३६ ।।
द्वादशविधतषोयुक्ताः कर्मक्षपयित्वा विधिबलेन स्वीयम्। व्युत्सर्गत्यक्तदेहा निर्वाणमनुत्तर प्राप्ताः ।। ३६ ।।
'દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, *વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬
૧. દ્વાદશ = બાર, ૨. વ્યુત્સર્ગથી = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક. ૩. અનુત્તમ = સર્વોત્તમ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩૫
અર્થ:- જે બાર પ્રકારનાં તપથી સંયુક્ત થયા થકાં વિધિના બળથી પોતાના કર્મોને નષ્ટ કરી ‘વોટ વેત્ત વેT' અર્થાત્ જેમણે જુદો કરીને છોડી દીધો છે દેહ એવા થઈને તેઓ અનુત્તર અર્થાત્ હવે જેનાથી આગળ અન્ય અવસ્થા (જન્મ) નથી એવી નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત થાય
છે.
ભાવાર્થ- જે તપ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જ્યાં સુધી વિહાર કરે ત્યાં સુધી અવસ્થાન રહે. પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રીરૂપ વિધિના બળથી કર્મનષ્ટ કરી વ્યુત્સર્ગદ્વારા શરીરનો ત્યાગ કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. અહીં આશય એમ છે કે, જ્યારે નિર્વાણ પામે છે ત્યારે લોકશિખર પર જઈને વિરાજે છે. ત્યાં ગમનમાં એક સમય લાગે છે. તે વખતે જંગમ પ્રતિમા કહેવાય છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. આ પાહુડમાં સમ્યગ્દર્શનના પ્રધાનપણાનું વ્યાખ્યાન કર્યું છે. ૩
સવૈયા છન્દ
મોક્ષ ઉપાય કહ્યો જિનરાજ જુ સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રા તામધિ સમ્યગ્દર્શન મુખ્ય ભયે નિજ બોધ ફર્લ સુચરિત્રાના
જે નર આગમ જાનિ કરે પહચાનિ યથાવત મિત્રા ઘાતિ ક્ષિપાય રુ કેવલ પાય અઘાતિ હુને લહિ મોક્ષ પવિત્રાણા ૧ાા
દોહા
નમ્ દેવ ગુરુ ધર્મકું, જિન આગમ માનિા જા પ્રસાદ પાયો અમલ, સમ્યગ્દર્શન જાનિતા ૨ાા
શ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત અષ્ટપાહુડમાં પ્રથમ દર્શન પાહુડની પંડિત જયચન્દ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૨સૂત્ર પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
(દોહા) વીર જિનેશ્વ૨કો નમું ગૌતમ ગણધર લા૨ો કાલ પંચમાં આદિમૈ ભએ સૂત્ર કરતારના ૧ાા
આ પ્રકારે મંગલ કરી શ્રી કુન્દકુન્દાચાર્ય કૃત પ્રાકૃતગાથાબદ્ધ સૂત્રપાહુડની દેશભાષામય વચનિકા લખીએ છીએ:
પ્રથમ જ શ્રી કુન્દકુન્દાચાર્ય મહિમાગર્ભિત સૂત્રનું સ્વરૂપ બતાવે છે:
अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। सुत्तत्थमग्गणत्थं सवणा साहंति परमत्थं ।।१।।
अर्हभ्दाषितार्थं गणधरदेवैः ग्रथितं सम्यक् । सूत्रार्थमार्गणार्थ श्रमणाः साध्यंति परमार्थम्।।१।।
અહંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; "સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧
અર્થ - જે ગણધરદેવોએ સમ્યક પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત રચના કરી તે સૂત્ર છે. તે સૂત્ર કેવું છે? સૂત્રનો જે કંઈ અર્થ છે તેને “માર્ગણ અર્થાત” શોધવા-જાણવાનું જેમાં પ્રયોજન છે અને એવા જ સૂત્ર દ્વારા શ્રમણ (મુનિ) પરમાર્થ અર્થાત્ ઉત્કૃષ્ટ અર્થ-પ્રયોજન જે
અવિનાશી મોક્ષ છે તેને સાધે છે. અહીં ગાથામાં “સૂત્ર” આ પ્રકારે વિશેષ્ય પદ નથી કહ્યું તો પણ વિશેષણોના સામર્થ્યથી લીધું છે.
ભાવાર્થ- જે અરહંત, સર્વજ્ઞ દ્વારા કહેલું છે તથા ગણધરદેવોએ અક્ષર-પદ-વાકયમય ગૂંથ્યા છે અને સૂત્રના અર્થને જાણવાનું જ જેમાં અર્થ-પ્રયોજન છે એવા સૂત્રથી મુનિ પરમાર્થ જે મોક્ષ તેને સાધે છે. બીજા જે અક્ષપાદ, જૈમિનિ, કપિલ, સુગત વગેરે છદ્મસ્થો દ્વારા રચાયેલાં કલ્પિત સૂત્રો છે, તેનાથી પરમાર્થની સિદ્ધિ નથી. આ પ્રકારે આશય જાણવો. ૧
૧. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ, ૨. શોધન = શોધવું-ખોજવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૩૭
હવે કહે છે કે જે આ પ્રકારે સૂત્રનો અર્થ આચાર્યોની પરંપરાથી પ્રવર્તે છે તેને જાણીને મોક્ષમાર્ગને સાધે છે તે ભવ્ય છે:
सुत्तम्मि जं सुदिट्ठ आइरियपरंपरेण मग्गेण। णाऊण दुविह सुत्तं वट्टदि सिवमग्गे जो भव्वो।।२।।
सूत्रे यत् सुदृष्टं आचार्यपरंपरेण मार्गेण। ज्ञात्वा द्विविधं सूत्रं वर्त्तते शिवमार्गे यः भव्यः ।।२।। સૂત્રે સુદર્શિત જેહ, તે સૂરિગણપરંપર માર્ગથી જાણી ‘દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨
અર્થ- સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જે કંઈ સારી રીતે કહ્યું છે તેને આચાર્યોની પરંપરારૂપ માર્ગથી બે પ્રકારના સૂત્રને શબ્દમય અને અર્થમય જાણીને મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તે ભવ્યજીવ છે, મોક્ષ પામવા યોગ્ય છે.
ભાવાર્થ:- અહીં કોઈ કહે કે-અરહંત દ્વારા ભાષિત અને ગણધરદેવોએ ગૂંથેલા સૂત્રો તો દ્વાદશાંગરૂપ છે. તે તો આ કાળમાં જોવા મળતા નથી. ત્યારે પરમાર્થરૂપ મોક્ષમાર્ગ કે સખાય? એનું સમાધાન કરવા માટે આ ગાથા છે. –અરહંત ભાષિત, ગણધરરચિત સૂત્રોમાં જે ઉપદેશ છે તેને આચાર્યોની પરંપરાથી જાણે છે, તેને શબ્દ અને અર્થ દ્વારા જાણીને જે મોક્ષમાર્ગને સાધે છે તે મોક્ષ પામવા યોગ્ય ભવ્ય છે. અહીં ફરીને કોઈ પૂછે કે-આચાર્યોની પરમ્પરા શું છે? અન્ય ગ્રન્થોમાં આચાર્યોની પરમ્પરા કહી છે તે નીચે પ્રમાણે છે:
શ્રી વર્ધમાન તીર્થકર સર્વજ્ઞદેવ પછી ત્રણ કેવળજ્ઞાની થયા :- ૧ ગૌતમ, ૨ સુધર્મ, ૩ જબ્બે. તેમના પછી પાંચ શ્રુતકેવળી થયા :- તેઓને દ્વાદશાંગ સૂત્રોનું જ્ઞાન હતું. ૧ વિષ્ણુ, ૨ નંદિમિત્ર, ૩ અપરાજિત, ૪ ગૌવર્ધન, ૫ ભદ્રબાહુ. તેમના પછી દસપૂર્વના જ્ઞાતા અગિયાર થયા; ૧ વિશાખ, ૨ પ્રૌષ્ઠિલ, ૩ ક્ષત્રિય, ૪ જયસેન, ૫ નાગસેન, ૬ સિદ્ધાર્થ, ૭ ધૃતિષેણ, ૮ વિશે ૯ બુદ્ધિલ, ૧૦ ગંગદેવ, ૧૧ ધર્મસેન, તેમના પછી અગિયાર અંગ (ધારી) પાંચ આચાર્યો થયાઃ ૧ નક્ષત્ર, ૨ જયપાલ, ૩ પાંડુ, ૪ ધ્રુવસેન, ૫ કંસ. તેમના પછી એક અંગધારી ચાર (આચાર્ય) થયા. ૧ સુભદ્ર, ૨ યશોભદ્ર, ૩ ભદ્રબાહુ, ૪ લોહાચાર્ય. તેમના પછી એક અંગના પૂર્ણ જ્ઞાનીનો બુચ્છિતિ (અભાવ) થઈ, અને અંગના એકદેશ અર્થના જ્ઞાતા આચાર્યે થયા. તેમનામાંથી કેટલાકના નામ આ પ્રમાણે છે :- અઠુંબલિ, માધનંદિ, ધરસેન, પુષ્પદંત,
૧. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાં–કહેવામાં આવેલું. ૨. સુરિગણપરંપર માર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ. ૩. દ્વિધા = (શબ્દથી અને અર્થથી–એમ) બે પ્રકારે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
ભૂતબલિ, જિનચન્દ્ર, કુન્દકુન્દ, ઉમાસ્વામી, સમતભદ્ર, શિવકોટિ, શિવાયન, પૂજ્યપાદ, વીરસેન, જિનસેન, નેમિચન્દ્ર ઇત્યાદિ.
તેમના પછી તેમની પરિપારીમાં જે આચાર્યો થયા તેમનાથી અર્થનો લુચ્છેદ (અભાવ) ન થયો. આવી દિગમ્બરોના સંપ્રદાયમાં યથાર્થ પ્રરૂપણા છે. અન્ય શ્વેતામ્બરાદિક વદ્ધમાન સ્વામીથી પરમ્પરા મેળવે છે તે કલ્પિ છે. કેમકે ભદ્રબાહુ સ્વામી પછી કેટલાય મુનિઅવસ્થામાં ભ્રષ્ટ થયા. તેઓ અર્ધફાલક કહેવાયા. તેમના સમ્પ્રદાયમાં શ્વેતામ્બર થયા. સંપ્રદાયમાં દેવગણ “(દેવદ્ધિગણી) '' નામના સાધુ થયો છે. તેમણે સૂત્રો બનાવ્યા છે. તેમાં શિથિલાચારને પુષ્ટ કરવા માટે કલ્પિત કથા તથા કલ્પિત આચરણનું કથન કર્યું છે તે પ્રમાણભૂત નથી. પંચમકાળમાં જૈનાભાસીઓમાં શિથિલાચારની અધિકતા છે તે યોગ્ય છે, આ કાર્યમાં સાચા મોક્ષમાર્ગની વિરલતા છે. એટલે શિથિલા આચારીઓને સાચો મોક્ષમાર્ગ ક્યાંથી હોય? એમ જાણવું.
હવે અહીં કેટલુંક દ્વાદશાંગ સૂત્ર તથા અંગબાહ્યશ્રુતનુન વર્ણન લખી એ છીએતીર્થકરના મુખથી ઉત્પન્ન થયેલી સર્વ ભાષામય દિવ્યધ્વનિ સાંભળીને ચાર જ્ઞાન, સપ્તઋદ્ધિના ધારક ગણધર દેવોએ અક્ષર-પદ્યમય સૂત્રરચના કરી. સૂત્ર બે પ્રકારનો છે-૧ અંગ ૨ અંગબાહ્ય એમા અપુનરૂક્ત અક્ષરોની સંખ્યા ૨૦ અંક પ્રમાણ છે. એ અંક એક ઘાટિ એકઠી પ્રમાણ છે. એ અંક ૧૮૪૪૬૭૪૪૦૭૩૭/૯૫૫૧૬૧૫ એટલા અક્ષરો છે. તેમના પદ કરીએ ત્યારે એક મધ્યપદના અક્ષર સોળસો ચૌત્રીસ કરોડ ત્યાંસી લાખ સાત હજાર આઠસો અઠયાસી કહ્યા છે. એને (બારથી) ભાગવાથી એકસોબાર કરોડ ત્યાસી લાખ અઠ્ઠાવન હજાર પાંચ એટલા થાય. આ પદ બાર અંગરૂપ સૂત્રના પદ છે અને બાકીના વીસ અંકોમાં અક્ષરો રહ્યા એ અંગબાહ્ય સૂત્ર કહેવાય છે. એ આઠ કરોડ એક લાખ આઠ હજાર એકસો પંચોતેર અક્ષર છે. આ અક્ષરોમાં ચૌદ પ્રકીર્ણકરૂપ સૂત્રની રચના છે.
હવે આ (દ્વાદશા) અંશરૂપ સૂત્રરચનાના નામ અને પદોની સંખ્યા લખી એ છીએ. (૧) પ્રથમ અંગ આચારાંગ છે. તેમાં મુનીશ્વરોના આચારોનું નિરૂપણ છે. તેના પદ અઢારહજાર છે. (૨) બીજું સૂત્રકૃતાંગ છે. તેમાં જ્ઞાનના વિનય આદિક અથવા ધર્મક્રિયામાં સ્વમનપરમતની ક્રિયાના વિશેષોનું નિરૂપણ છે. તેના પદ છત્રીસ હજાર છે. (૩) ત્રીજું સ્થાનાંગ છે. તેમાં પદાર્થોના એક આદિ સ્થાનોનું નિરૂપણ છે. જેમકે જીવ સામાન્યરૂપથી એક પ્રકાર, વિશેષરૂપથી બે પ્રકાર ત્રણ પ્રકાર ઇત્યાદિ એવા સ્થાનો કહ્યાં છે. તેનાં પદ બેતાલીસ હજાર છે. (૪) ચોથું સમવાય અંગ છે. તેમાં જીવાદિક છ દ્રવ્યોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ દ્વારા વર્ણન છે. તેમનાં પદ એક લાખ ચોસઠ હજાર છે.
(૫) પાંચમું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ છે. તેમાં જીવના અસ્તિ-નાસ્તિ આદિ સાઠહજાર પ્રશ્ન ગણધરદેવોએ તીર્થકરની પાસે કર્યા તેમનું વર્ણન છે. તેના પદ બે લાખ અઠ્ઠાવીસ હજાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૩૯
છે. (૬) છઠું જ્ઞાતૃધર્મકથા નામનું અંગ છે. તેમાં તીર્થકરોની ધર્મકથા, જીવાદિક પદાર્થોના સ્વભાવનું વર્ણન તથા ગણધરના પ્રશ્નોના ઉત્તરનું વર્ણન છે. તેનાં પદ પાંચલાખ છપ્પનહજાર છે. (૭) સાતમું ઉપાસકાધ્યયન નામનું અંગ છે. તેમાં અગિયારપડિયા (પ્રતિમા ) આદિ શ્રાયકના આચારનું વર્ણન છે. તેનાં પદ અગિયાર લાખ સત્તરહજાર છે. (૮) આઠમું અન્તકૃતદશાંગ નામનું અંગ છે. તેમાં એક-એક તીર્થકરના કાળમાં દસ-દસ અત્તકૃત કેવળી થયા તેમનું વર્ણન છે. તેના પદ ત્રેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર છે. (૯) નવમું અનુત્તરોપપાદક નામનું અંગ છે. તેમાં એક-એક તીર્થકરના કાળમાં દસ-દસ મહામુનિ ઘોર ઉપસર્ગ સહીને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા તેમનું વર્ણન છે. તેનાં પદ બાણુલાખ ચુંમાલીસ હજાર છે. (૧૦) દસમું પ્રશ્નવ્યાકરણ નામનું અંગ છે. તેમાં અતિત-અનાગત (ભૂત અને ભવિષ્યકાળ) સમ્બન્ધી શુભ-અશુભનો કોઈ પ્રશ્ન કરે તેના યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. તથા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ ચાર કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. તેનાં પદ ત્રાણુ લાખ સોળહજાર છે. (૧૧) અગિયારમું વિપાકસૂત્ર નામનું અંગ છે. તેમાં કર્મના ઉદયનાં તીવ્ર-મંદ અનુભાગનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા સહિત વર્ણન છે. તેમનાં પદોની સંખ્યાને જોહીદવાથી ચાર કરોડ પંદર લાખ બે હજાર પદ થાય છે. (૧૨) બારમું દષ્ટિવાદ નામનું અંગ છે, તેમાં મિથ્યાદર્શન સંબંધી ત્રણસો ત્રેસઠ કુવાદોનું વર્ણન છે. તેનાં પદ
બાઠ કરોડ અડસઠ લાખ છપ્પનહજાર પાંચ છે. આ બારમા અંગનાં પાંચ અધિકાર છે. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પ્રથમાનુયોગ, (૪) પૂર્વગત, (૫) ચૂલિકા. પરિકર્મમાં ગણિતના કરણસૂત્ર છે. એના પાંચ ભેદ છે. (૧) પ્રથમ ચંદ્રપ્રજ્ઞપ્તિ છે, તેમાં ચન્દ્રમાના ગમનાદિક, પરિવાર, વૃદ્ધિ-હાનિ, ગ્રહ આદિનું વર્ણન છે, તેનાં પદ છત્રીસ લાખ પાંચ હજાર છે. (૨) બીજું સૂર્યપ્રજ્ઞયિ છે. તેમાં સૂર્યની ઋદ્ધિ, પરિવાર, ગમન આદિનું વર્ણન છે તેનાં પદ પાંચ લાખ ત્રણ હજાર છે. ૩) ત્રીજું જંબૂદ્વીપ પ્રજ્ઞતિ છે. તેમાં જમ્બુદ્વીપ સંબંધી મેરુગિરિ ક્ષેત્રે, કુલાચલ આદિનું વર્ણન છે. તેનાં પદ ત્રણ લાખ પચ્ચીસ હજાર છે. ૪) ચોથું દ્વીપ-સાગર પ્રજ્ઞતિ છે. તેમાં દ્વીપસાગરનું સ્વરૂપ તથા ત્યાં સ્થિત જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા ત્યાં સ્થિત જિનમંદિરોનાં વર્ણન છે. તેનાં પદ બાવનલાખ છત્રીસ હજાર છે. ૫) પાંચમું વ્યાખ્યા પ્રજ્ઞાતિ છે. તેમાં જીવ, અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે. તેનાં પદ ચોરાસી લાખ છત્રીસ હજાર છે. આ પ્રમાણે પરિકર્મના પાંચ ભેદોનાં પદ જોડવાથી એક કરોડ એકયાસી લાખ પાંચ હજાર થાય છે.
બારમાં અંગનો બીજો ભેદ સૂત્ર નામનો છે. તેમાં મિથ્યાદર્શન સમ્બન્ધી ત્રણસો ત્રેસઠ કુવાદોનો પૂર્વપક્ષ લઈને તેમને જીવ પદાર્થ પર લગાવવા આદિનું વર્ણન છે. તેનાં પદ અઠ્યાસી લાખ છે. બારમાં અંગનો ત્રીજો ભેદ પ્રથમાનુયોગ છે. તેમાં પ્રથમ જીવને ઉપદેશયોગ્ય તીર્થંકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
(અષ્ટપાહુડી
આદિ ત્રેસઠ શલાકા પુરુષોનું વર્ણન છે. તેનાં પદ પાંચ હજાર છે. બારમાં અંગનો ચોથો ભેદ પૂર્વગત છે. તેનાં ચૌદ ભેદ છે. ૧) પ્રથમ ઉત્પાદ નામનું પૂર્વ છે. તેમાં જીવ આદિ વસ્તુઓના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિ અનેક ધર્મોની અપેક્ષાએ ભેદવર્ણન છે. તેનાં પદ એક કરોડ છે. ૨) બીજું અગ્રાયણી નામનું પૂર્વ છે. તેમાં સાતસો સુનય, દુર્નય અને પદ્રવ્ય, સતતત્ત્વ, નવ પદાર્થોનું વર્ણન છે. તેનાં પદ છન્ને લાખ છે.
૩) ત્રીજાં વીર્યાનુવાદ નામનું પૂર્વ છે. તેમાં છ દ્રવ્યોની શક્તિરૂપ વીર્યનું વર્ણન છે. તેના પદ સત્તર લાખ છે. ૪) ચોથું અસ્તિ-નાસ્તિ પ્રવાદ નામનું પૂર્વ છે. તેમાં જીવાદિક વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અસ્તિ, પરરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ નાસ્તિ આદિ અનેક ધર્મોમાં વિધિનિષેધ કરીને સમભંગ દ્વારા કથંચિત વિરોધ મટાડવા રૂપ મુખ્ય-ગૌણ કરીને વર્ણન છે. તેનાં પદ સાઠ લાખ છે. ૫) પાંચમું જ્ઞાનપ્રવાદ નામનું પૂર્વ છે. તેમાં જ્ઞાનના ભેદોનું સ્વરૂપ, સંખ્યા, વિષય, ફળ આદિનું વર્ણન છે. તેનાં પદ એક કરોડમાં એક ઓછાં છે.-) છઠું સત્યપ્રવાદ નામનું પૂર્વ છે. તેમાં સત્ય, અસત્ય આદિ વચનોની અનેક પ્રકારની પ્રવૃત્તિનું વર્ણન છે. તેનાં પદ એક કરોડને છ છે. ૭) સાતમું આત્મપ્રવાદ નામનું પૂર્વ છે. તેમાં આત્મા(જીવ) પદાર્થના કર્તા, ભોક્તા આદિ અનેક ધર્મોનું નિશ્ચય વ્યવહારનયની અપેક્ષાએ વર્ણન છે. તેનાં પદ છવ્વીસ કરોડ છે.
૮) આઠમું કર્મપ્રવાદ નામનું પૂર્વ છે. તેમાં જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના બંધ, સત્વ, ઉદય, ઉદીરણા આદિનું તથા ક્રિયારૂપ કર્મોનું વર્ણન છે. તેનાં પદ એક કરોડ એસી લાખ છે. ૯) નવમું પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે. તેમાં પાપના ત્યાગનું અનેક પ્રકારથી વર્ણન છે. તેનાં પદ ચોરાસી લાખ છે. ૧૦) દસમું વિદ્યાનુવાદ નામનું પૂર્વ છે. તેમાં સાતસો ક્ષુદ્ર વિદ્યા અને પાંચસો મહા વિધાઓનું સ્વરૂપ, સાધન, મંત્રાદિક અને સિદ્ધ થયેલ એમના ફળનું વર્ણન છે. તથા અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનનું વર્ણન છે. તેનાં પદ એક કરોડ દસ લાખ છે. ૧૧) અગિયારમું કલ્યાણવાદ નામનું પૂર્વ છે. તેમાં તીર્થકર, ચક્રવર્તી આદિના ગર્ભ આદિ કલ્યાણના ઉત્સવ તથા તેનું કારણ પોડશ ભાવનાદિ, તપશ્ચરણાદિક તથા ચન્દ્રમાં, સૂર્યાદિકના ગમન વિશેષ આદિનું વર્ણન છે. તેનાં પદ છવ્વીસ કરોડ છે.
૧૨) બારમું પ્રાણવાદ નામનું પૂર્વ છે. તેમાં આઠ પ્રકારના વૈધક તથા ભૂતાદિકની વ્યાધિને દૂર કરવાના મંત્રાદિક તથા વિષ દૂર કરવાના ઉપાય અને સ્વરોદય આદિનું વર્ણન છે. તેના પદ તેર કરોડ છે. ૧૩) તેરમું ક્રિયાવિશાલ નામનું પૂર્વ છે. તેમાં સંગીતશાસ્ત્ર, છંદ, અલંકારાદિક તથા ચોંસઠ કલા, ગર્ભાધાનાદિ ચોરાસી ક્રિયા, સમ્યગ્દર્શન આદિ એકસો આઠ ક્રિયા, દેવ વંદનાદિ પચ્ચીસ ક્રિયા, નિત્ય-નૈમિત્તિક ક્રિયા ઇત્યાદિનું વર્ણન છે. તેનાં પદ નવ કરોડ છે. ૧૪) ચૌદમું ત્રિલોક બિંદુસાર નામનું પૂર્વ છે. તેમાં ત્રણ લોકનું સ્વરૂપ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૧
બીજગણિતનું તથા મોક્ષનું સ્વરૂપ તથા મોક્ષના કારણભૂત કિયાનું સ્વરૂપ ઈત્યાદિનું વર્ણન છે. તેના પદ બાર કરોડ પચાસ લાખ છે. આવા ચૌદ પૂવે છે. એના બધા પદ મળીન પચાણ કરોડ પચાસ લાખ છે.
બારમાં અંગનો પાંચમો ભેદ ચૂલિકા છે. એનાં પાંચ ભેદ છે. તેના પદ (દરેકના) બે કરોડ નવ લાખ નેવ્યાસી હજાર બસો છે. તેનો ૧) પ્રથમ ભેદ જલગતા ચૂલિકામાં જલનું સ્તંભન કરવું, જલમાં ચાલવું, અગ્નિગતા ચૂલિકામાં અગ્નિ સ્તંભન કરવી, અગ્નિમાં પ્રવેશ કરવો, અગ્નિનું ભક્ષણ કરવું ઈત્યાદિના કારણભૂત મંત્ર, તંત્રાદિકની પ્રરૂપણા છે. તેનાં પદ બે કરોડ નવ લાખ નેવ્યાસી હજાર બસો છે. આટલાં આટલાં જ પદ અન્ય ચાર ચૂલિકાના જાણવાં. ૨) બીજો ભેદ સ્થળગતા ચૂલિકા છે. તેમાં મેરુપર્વત, ભૂમિ ઈત્યાદિમાં પ્રવેશ કરવો, શીધ્ર ગમન કરવું ઈત્યાદિ ક્રિયાના કારણરૂપ મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિની પ્રરૂપણા છે.
૩) ત્રીજો ભેદ માયાગતા ચૂલિકા છે, તેમાં માયામયી ઈન્દ્રજાલ વિક્રિયાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણાદિકની પ્રરૂપણા છે. ૪) ચોથો ભેદ રૂપગતા ચૂલિકા છે. તેમાં સિંહ, હાથી, ઘોડા, બળદ, હરણ ઈત્યાદિ અનેક પ્રકારના રૂપ બનાવી લેવાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણ
ની પ્રરૂપણા છે, તથા ચિત્રામ, કાષ્ઠલપાદિકના લક્ષણનું વર્ણન છે. અને ધાતુ રસાયણનું નિરૂપણ છે. ૫) પાંચમો ભેદ આકાશગતા ચૂલિકા છે. તેમાં આકાશમાં ગમનાદિકના કારણભૂત મંત્ર, તંત્ર, તંત્રાદિકની પ્રરૂપણા છે. આવું બારમું અંગ છે. આ પ્રકારે બાર અંગ સૂત્રો છે.
અંગબાહ્ય શ્રુતના ચૌદ પ્રકીર્ણક છે. ૧) પ્રથમ પ્રકીર્ણક સામયિક નામનું છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છ પ્રકાર ઈત્યાદિ સામાયિકનું વિશેષરૂપથી વર્ણન છે. ૨) બીજું ચતુર્વિશતિસ્તવ નામનું પ્રકીર્ણક છે. તેમાં ચોવીસ તીર્થકરોની મહિમાનું વર્ણન છે. ૩) ત્રીજું વંદના નામનું પ્રકીર્ણક છે. તેમાં એક તીર્થકરના આશ્રયે વંદના સ્તુતિનું વર્ણન છે. ૪)ચોથું પ્રતિક્રમણ નામનું પ્રકીર્ણક છે. તેમાં સાત પ્રકારના પ્રતિક્રમણનું વર્ણન છે. ૧) પાચમું વૈયિક નામનું પ્રકીર્ણક છે. તેમાં પાંચ પ્રકારના વિનયનું વર્ણન છે.-) છઠ્ઠ કૃતિકર્મ નામનું પ્રકીર્ણક છે. તેમાં અરિહંત આદિની વંદનાની ક્રિયાનું વર્ણન છે. ૭) સાતમું દશવૈકાલિક નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિના આચાર, આહારની શુદ્ધતા આદિનું વર્ણન છે. ૮) આઠમું ઉત્તરાધ્યયન નામનું પ્રકીર્ણક છે. તેમાં પરીષહઉપસર્ગને સહન કરવાના વિધાનનું વર્ણન છે.
૯) નવમું કલ્પવ્યવહાર નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિને યોગ્ય આચરણ અને અયોગ્ય સેવનના પ્રાયશ્ચિતનું વર્ણન છે. ૧૦) દસમું કલ્પાકલ્પ નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિને આ યોગ્ય છે, આ અયોગ્ય છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ વર્ણન છે. ૧૧) અગિયારમું મહાકલ્પ નામનું પ્રકીર્ણક છે. તેમાં જિનકલ્પી મુનિના પ્રતિમાયોગ, ત્રિકાલયોગનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
(અષ્ટપાહુડ
પ્રરૂપણ છે. તથા સ્થવિર કલ્પી મુનિઓની પ્રવૃત્તિનું વર્ણન છે. ૧૨) બારમું પુંડરીક નામનું પ્રકીર્ણક છે. તેમાં ચાર પ્રકારના દેવોમાં ઉત્પન્ન થવાના કારણોનું વર્ણન છે. ૧૩) તેરમું મહાપુંડરીક નામનું પ્રકીર્ણક છે. તેમાં ઈન્દ્રાદિક મોટી ઋદ્ધિના ધારક દેવોમાં ઉત્પન્ન થવાના કારણોનું પ્રરૂપણ છે. ૧૪) ચૌદમું નિષિદ્ધિકા નામનું પ્રકીર્ણક છે. તેમાં અનેક પ્રકારના દોષોની શુદ્ધતાના નિમિત્તે પ્રાયશ્ચિતોનું પ્રરૂપણ છે. આ પ્રાયશ્ચિતશાસ્ત્ર છે. આનું નામ નિસિતિકા પણ છે. આ પ્રમાણે અંગબાહ્યશ્રત ચૌદ પ્રકારના છે.
પૂર્વોની ઉત્પત્તિ પર્યાયસમાસ જ્ઞાનથી માંડીને પૂર્વજ્ઞાન પર્યત વીસ ભેદ છે. તેનું વિશેષ વર્ણન-શ્રુત જ્ઞાનનું વર્ણન-ગોમ્મદસાર નામના ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે ત્યાંથી જાણવું. ૨ હવે કહે છે કે જે સૂત્રમાં પ્રવીણ છે તે સંસારનો નાશ કરે છેઃ
'सुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि। सूइ जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि।।३।। सूत्रे ज्ञायमानः भवस्य भवनाशनं च सः करोति। सूची यथा असूत्रा नश्यति सूत्रेण सह नापि।।३।। *સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને, ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે. ૩
અર્થ:- જે પુરુષ સૂત્રને જાણવાવાળો છે, પ્રવીણ છે તે સંસારમાં જન્મ લેવાનો નાશ કરે છે. જેમ લોઢાની સોય દોરા વિનાની હોય તો ખોવાઈ જાય છે અને દોરો પરોવાયેલી હોય તો ખોવાઈ જતી નથી. આ દષ્ટાંત છે.
ભાવાર્થ- સૂત્રના જ્ઞાતા હોય તે સંસારનો નાશ કરે છે. જેમ સોય દોરા સાથે હોય તો દૃષ્ટિગોચર થઈ મળી જાય, ક્યારેય ખોવાઈ જાય નહિ અને દોરા વિનાની સોય હોય તો દેખાય નહિ અને ખોવાઈ જાય. આ પ્રકારે જાણવું. ૩ હવે સોયનાં દષ્ટાંતનું દષ્ટાંત કહે છે
पुरिसो वि जो ससुत्तो ण विणासइ सो गओ वि संसारे। सच्चेदण पच्चक्खं णासदि तं सो अदिस्समाणो वि।।४।। पुरुषोऽपि यः ससूत्रः न विनश्यति स गतोऽपि संसारे। सच्चेतनप्रत्यक्षेण नाशयति तं स: अदृश्यमानोऽपि।।४।।
૧. સુત્તાિ ૨ સૂત્રદિ પાઠાન્તર પાહુડ ૨. સૂત્રજ્ઞ શાસ્ત્રનો જાણનાર. ૩. અસૂત્ર = દોરા વિનાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૩
આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે *અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪
અર્થ:- જેમ સૂત્ર સહિત સોય ખોવાઈ જતી નથી તેમ જે પુરુષ પણ સંસારમાં ખોવાઈ રહ્યો છે, પોતાનું સ્વરૂપ પોતાને દષ્ટિગોચર નથી તો પણ સૂત્ર સહિત હોય (સૂત્રનો જ્ઞાતા હોય) તો તેને આત્મા સત્તારૂપ ચૈતન્ય ચમત્કારમયી સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એટલે ખોવાઈ જતો નથી, નાશ પામતો નથી. તે જે સંસારમાં ખોવાઈ ગયો છે તે સંસારનો નાશ કરે છે.
ભાવાર્થ- જો કે આત્મા ઈન્દ્રિય ગોચર નથી, તો પણ સૂત્રના જ્ઞાતાને સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવગોચર છે. તે સૂત્રનો જ્ઞાતા સંસારનો નાશ કરે છે. પોતે પ્રગટ થાય છે. માટે સોયનું દૃષ્ટાંત યોગ્ય છે. ૪
હવે સૂત્રમાં જે અર્થ કહ્યો છે તે કહીએ છીએ:
सुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं। हेयाहेयं च तहा जो जाणइ सो हु सट्ठिी ।।५।।
सूत्रार्थं जिनभणितं जीवाजीवादिबहुविधमर्थम्।
हेयाहेयं च तथा यो जानाति स हि सद्दष्टिः ।।५।। જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેય-અણહયત્વ સહુ જાણે, સુદષ્ટિ તેહ છે. ૫
અર્થ:- સૂત્રનો અર્થ જિન સર્વજ્ઞદેવે કહ્યો છે અને સૂત્રમાં જે અર્થ છે તે જીવ-અજીવ આદિ ઘણા પ્રકારે છે તથા હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય પગલાદિક અને અહેય અર્થાત્ ત્યાગવા યોગ્ય નહિ આવા આત્માને જે જાણે છે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ- સર્વજ્ઞભાષિત સૂત્રમાં જીવાદિક નવ પદાર્થ અને તેમાં હેય-ઉપાદેય આ રીતે ઘણા પ્રકારથી વ્યાખ્યાન છે, તેને જે જાણે છે તે શ્રદ્ધાવાન સમ્યગ્દષ્ટિ હોય છે. ૫
હવે કહે છે કે જિનભાષિત સૂત્ર વ્યવહાર-પરમાર્થ રૂપ બે પ્રકારે છે તેને જાણીને યોગીશ્વર શુદ્ધભાવ કરી સુખ પ્રાપ્ત કરે છે:
૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર. ૨. અદેપણ = દેખાતો નહિ હોવા છતાં ( અર્થાત્ ઈન્દ્રિયોથી નહિ જણાતો હોવા છતાં).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
(અષ્ટપાહુડ
जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्थो। तं जाणिऊण जोई लहइ सुहं खवइ मलपुंजं ।।६।।
यत्सूत्रं जिनोक्तं व्यवहारं तथा च ज्ञानीहि परमार्थम्। तं ज्ञात्वा योगी लभते सुखं क्षिपते मलपुंज।।६।।
જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે, તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬
અર્થ:- જે જિનભાષિત સૂત્ર છે તે વ્યવહાર તથા પરમાર્થરૂપ છે, તેને જાણીને યોગીશ્વર સુખ પામે છે અને મળપુંજ અર્થાત્ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ત્યાગે છે.
ભાવાર્થ - જિનસૂત્રોને વ્યવહાર-પરમાર્થરૂપ યથાર્થ જાણીને યોગીશ્વર (મુનિ) કર્મોનો નાશ કરી અવિનાશી સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરમાર્થ (નિશ્ચય) અને વ્યવહાર એમનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે છે કે :- જિન આગમની વ્યાખ્યા ચાર અનુયોગરૂપ શાસ્ત્રોમાં બે પ્રકારથી સિદ્ધ છે. એક આગમરૂપ અને બીજી અધ્યાત્મરૂપ. ત્યાં સામાન્ય-વિશેષરૂપથી બધા પદાર્થોનું પ્રરૂપણ કરે તે આગમરૂપ છે. પરંતુ જ્યાં એક આત્માને જ આશ્રયે નિરૂપણ કરે તે અધ્યાત્મ છે. અહમત અને હેતમત એવા પણ બે પ્રકાર છે. ત્યાં સર્વજ્ઞની આજ્ઞાથી જ કેવળ પ્રમાણતા માનવી તે અતુમ છે અને પ્રમાણ-ન દ્વારા વસ્તુને નિબંધ સિદ્ધ કરીને માનવી તે હેતુમ છે. આ પ્રમાણે બે પ્રકારથી આગમમાં નિશ્ચય-વ્યવહારથી વ્યાખ્યાન છે તેથી વિષે થોડું લખવામાં આવે છે.
જ્યારે આગમરૂપ બધા પદાર્થોના વ્યાખ્યાન ઉપર લગાવવામાં આવે ત્યારે તો વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષરૂપ અનંત ધર્મસ્વરૂપ છે તે જ્ઞાનગમ્ય છે, તેમાં સામાન્યરૂપ તો નિશ્ચયનયનો વિષય છે અને વિશેષરૂપ જેટલાં છે તેને ભેદરૂપ કરીને જુદાં જુદાં કહે તે વ્યવહારનયનો વિષય છે. તેને દ્રવ્યપર્યાય સ્વરૂપ પણ કહે છે. જે વસ્તુને વિવક્ષિત કરીને સિદ્ધ કરવી હોય તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સામાન્ય-વિશેષરૂપ જે કાંઈ વસ્તુનું સર્વસ્વ હોય તે તો નિશ્ચય-વ્યવહારથી કહ્યું છે ને તે પ્રમાણે સધાય છે. તથા તે વસ્તુને કોઈ અન્ય વસ્તુના સંયોગરૂપ જો અવસ્થા હોય તો તેને તે વસ્તુરૂપ કહેવી તે પણ વ્યવહાર છે. આને ઉપચાર પણ કહે છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે:– જેમ એક વિવક્ષિત ઘટ નામની વસ્તુ ઉપર લગાવીએ ત્યારે જેમ ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામાન્ય-વિશેષરૂપ જેટલું સર્વસ્વ છે એટલું કહ્યું. તેવી જ રીતે નિશ્ચય-વ્યવહારથી કહેવું તે તો નિશ્ચય-વ્યવહાર છે અને ઘટને કોઈ અન્ય વસ્તુનો લેપ કરીને ઘટ તે જ ઘટને નામથી કહેવું અને અન્ય પટાદિમાં ઘટનું આરોપણ કરીને ઘટ કહેવો તે પણ વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૫
વ્યવહારના બે આશ્રય છે, એક પ્રયોજન, બીજું નિમિત્ત, પ્રયોજન સાધવા માટે કોઈ વસ્તને ઘટ કહેવી તે તો પ્રયોજન આશ્રિત છે અને કોઈ અન્ય વસ્તુના નિમિત્તર અવસ્થા થઈ તેને ઘટરૂપ કહેવી તે નિમિત્ત આશ્રિત છે. આ પ્રકારે વિવક્ષિત સર્વ જીવ-અજીવ વસ્તુઓ પર લગાવવું. એક આત્માને જ પ્રધાન કરીને લગાવવું તે અધ્યાત્મ છે. જીવ સામાન્યને પણ આત્મા કહે છે. જે જીવ પોતાને બધા જીવોથી જુદો અનુભવે તેને પણ આત્મા કહે છે,
જ્યારે પોતાને બધાથી ભિન્ન અનુભવ કરીને, પોતાની ઉપર નિશ્ચય લગાવે ત્યારે આ પ્રમાણે જે પોતે અનાદિ અનંત અવિનાશી બધા અન્ય દ્રવ્યોથી ભિન્ન એક સામાન્ય-વિશેષરૂપ અનંત ધર્માત્મક દ્રવ્ય-પર્યાયાત્મક જીવ નામની શુદ્ધ વસ્તુ છે, તે કેવી છે:
શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ અસાધારણ ધર્મસહિત અનંત શક્તિનો ધારક છે. તેમાં સામાન્ય ભેદ ચેતના અનંત શક્તિનો સમૂહુ દ્રવ્ય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ ચેતનાના વિશેષ છે. તે તો ગુણ છે અને અગુરુલઘુ ગુણદ્વારા પસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ પરિણમન કરતા થકાં જીવની ત્રિકાલાત્મક અનંત પર્યાયો છે. આ પ્રમાણે શદ્ધ જીવ નામની વસ્તુને સર્વજ્ઞ જોઇ તેવી આગમમાં પ્રસિદ્ધ છે. તે તો એક અભેદરૂપ શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત જીવ છે. આ દષ્ટિથી અનુભવ કરે ત્યારે તો એવો છે અને અનંત ધર્મોમાં ભેદરૂપ કોઈ એક ધર્મને લઈને કહેવું તે વ્યવહાર છે.
આત્મવસ્તુને અનાદિથી જ પુદ્ગલ કર્મનો સંયોગ છે, એના નિમિત્તથી રાગદ્વેષરૂપ વિકારની ઉત્પત્તિ થાય છે. તેને વિભાવ પરિણતિ કહે છે તેનાથી ફરી આગામી કર્મનો બંધ થાય છે. આ રીતે અનાદિ નિમિત્ત-નૈમિત્તિક ભાવ દ્વારા ચતુર્ગતિરૂપ સંસારભ્રમણની પ્રવૃત્તિ થાય છે. જે ગતિને પ્રાપ્ત થાય તેવા જ નામનો જીવ કહેવાય છે. તથા જેવા રાગાદિક ભાવ હોય તેવું નામ કહેવાય છે. જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની બાહ્ય અંતરંગ સામગ્રીના નિમિત્તથી પોતાનાં શુદ્ધસ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયના વિષયસ્વરૂપ પોતાને જાણીને શ્રદ્ધા કરે અને કર્મ-સંયોગથી તથા તેના નિમિત્તથી પોતાને ભાવ થાય છે તેમનું યથાર્થ સ્વરૂપ જાણે ત્યારે ભેદ જ્ઞાન થાય છે, ત્યારે જ પરભાવોથી વિરક્તિ થાય છે. પછી તેમને દૂર કરવાનો ઉપાય સર્વજ્ઞના આગમથી યથાર્થ સમજીને તેને અંગીકાર કરે ત્યારે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ અનંત ચતુય પ્રગટ થાય છે. બધાં કર્મોનો ક્ષય કરીને લોકશિખર પર જઈને વિરાજમાન થઈ જાય ત્યારે સિદ્ધ કે મુક્ત કહેવાય છે.
આ પ્રમાણે જેટલી સંસારની અવસ્થા અને આ મુક્ત અવસ્થા આ પ્રમાણે ભેદરૂપ આત્માનું નિરૂપણ છે, તે પણ વ્યવહારનયનો વિષય છે. એને અધ્યાત્મશાસ્ત્રમાં અભૂતાર્થ – અસત્યાર્થ નામથી કહીને વર્ણન કર્યું છે, કેમકે શુદ્ધ આત્મામાં સંયોગજનિત અવસ્થા હોય તો તે અસત્યાર્થ જ છે. કોઈ શુદ્ધ વસ્તુનો તો આ સ્વભાવ નથી, એટલા માટે અસત્ય જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
(અષ્ટપાહુડ
છે. જે નિમિત્તથી અવસ્થા થઈ તે પણ આત્માના જ પરિણામ છે. જે આત્માના પરિણામ છે તે આત્મામાં જ છે માટે કથંચિત્ એને સત્ય પણ કહેવાય છે. પરંતુ જ્યાં સુધી ભેદજ્ઞાન હોતું નથી ત્યાં સુધી જ આ દષ્ટિ છે. ભેદજ્ઞાન થતાં જેવું છે તેવું જ જાણે છે.
જે દ્રવ્યરૂપ પુલકર્મ છે તે આત્માથી ભિન્ન જ છે. તેનાથી શરીર આદિનો સંયોગ છે તે આત્માથી પ્રગટપણે ભિન્ન છે. તેમને આત્માના કહે છે તે વ્યવહાર જાણીતો છે જ, તેને અસત્યાર્થ અથવા ઉપચાર કહે છે. અહીં કર્મના સંયોગજનિત ભાવ છે તે બધા નિમિત્ત આશ્રિત વ્યવહારના વિષયો છે અને ઉપદેશ અપેક્ષાથી એને પ્રયોજનાશ્રિત પણ કહે છે. આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનો સંક્ષેપ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં એમ સમજવું કે
આ ત્રણે એક આત્માના જ ભાવ છે. આ પ્રકારે તે સ્વરૂપ આત્માનો જ અનુભવ હોય તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. આમાં પણ જ્યાં સુધી અનુભવની સાક્ષાત્ પૂર્ણતા ન હોય ત્યાં સુધી
એકદેશરૂપ હોય છે. તેને કથંચિત્ સર્વદશરૂપ કહેવું તે વ્યવહાર છે. અને એકદેશ નામથી કહેવું તે નિશ્ચય છે.
દર્શન, જ્ઞાન, ચારિત્રને ભેદરૂપ કહીને મોક્ષમાર્ગ કહીએ તથા તેના બાહ્ય પરદ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નિમિત્ત છે તેમને દર્શન, જ્ઞાન, ચારિત્રના નામથી કહીએ તે વ્યવહાર છે. દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. શાસ્ત્રના જ્ઞાન અર્થાત્ જીવાદિક પદાર્થોના જ્ઞાનને જ્ઞાન કહે છે ઈત્યાદિ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિરૂપ પ્રવૃત્તિને ચારિત્ર કહે છે. બાર પ્રકારના તપને તપ કહે છે. આવા ભેદરૂપ તથા પરદ્રવ્યના આલમ્બનરૂપ પ્રવૃત્તિઓ બધી અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષા વ્યવહાર નામથી કહેવાય છે. કેમકે વસ્તુના એક દેશને વસ્તુ કહેવી તે પણ વ્યવહાર છે અને પરદ્રવ્યના અવલમ્બનરૂપ પ્રવૃત્તિને તે વસ્તુના નામથી કહેવી તે પણ વ્યવહાર છે.
અધ્યાત્મશાસ્ત્રમાં આ પ્રકારે પણ વર્ણન છે કે વસ્તુ અનંત ધર્મરૂપ છે. આથી સામાન્યવિશેષરૂપથી તથા દ્રવ્ય-પર્યાયથી વર્ણન કરે છે. ત્યાં દ્રવ્યમાત્ર કહેવું તથા પર્યાયમાત્ર કહેવું એ વ્યવહારનો વિષય છે. દ્રવ્યનો પણ તથા પર્યાયનો પણ નિષેધ કરી વચન અગોચર કહેવું એ નિશ્ચયનયનો વિષય છે. દ્રવ્યરૂપ છે તે જ પર્યાયરૂપ છે આ પ્રકારે બન્નેને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો વિષય છે. આનું ઉદાહરણ આ પ્રમાણે છે-જેમ જીવને ચૈતન્યરૂપ, નિત્ય, એક, અતિરૂપ ઈત્યાદિ અભેદમાત્ર કહેવું તે તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને જ્ઞાન-દર્શનરૂપ, અનિત્ય, અનેક, નાસ્તિત્વરૂપ ઈત્યાદિ ભેદરૂપ કહેવું તે પર્યાયાર્થિકનયનો વિષય છે. બન્ને જ પ્રકારની પ્રધાનતાના નિષેધમાત્રથી વચન અગોચર કહેવું એ નિશ્ચયનયનો વિષય છે, બન્ને જ પ્રકારને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો વિષય છે. ઈત્યાદિ.
આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનું સામાન્ય અર્થાત્ સંક્ષેપ સ્વરૂપ છે. તેને જાણીને જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
४७
આગમ-અધ્યાત્મશાસ્ત્રમાં વિશેષરૂપથી વર્ણન હોય તેને સૂક્ષ્મદષ્ટિથી જાણવું. જિનમત અનેકાન્ત સ્વરૂપ સ્યાદ્વાદ છે અને નયોના આશ્રયે કથન છે. નયોના પરસ્પર વિરોધને સ્યાદ્વાદ દૂર કરે છે. આના વિરોધનું તથા અવિરોધનું સ્વરૂપ સારી રીતે જાણવું. યથાર્થ તો ગુઆમ્નાયથી જ હોય છે. પરંતુ ગુરુનું નિમિત્ત આ કાળમાં વિરલ થઈ ગયું છે. એટલે પોતાના જ્ઞાનનું બળ ચાલે ત્યાં સુધી વિશેષરૂપથી સમજતા જ રહેવું. થોડું જ્ઞાન પામીને ઉદ્ધત ન થવું. વર્તમાન કાળમાં અલ્પજ્ઞાની બહુ છે તેથી તેમની પાસેથી કંઈક અભ્યાસ કરીને તેમનામાં મહંત બનીને ઉદ્ધત થઈ જવાથી મદ આવી જાય છે. ત્યારે જ્ઞાન થાકી જાય છે અને વિશેષ સમજવાની અભિલાષા રહેતી નથી. ત્યારે વિપરીત થઈને યા-તલ્લા-મનમાન્યું કહેવા લાગી જાય છે. તેથી અન્ય જીવોનું શ્રદ્ધાન વિપરીત થઈ જાય છે, ત્યારે પોતાને અપરાધનો પ્રસંગ આવે છે. માટે શાસ્ત્રને સમુદ્ર જાણીને અલ્પજ્ઞરૂપ જ પોતાનો ભાવ રાખવો. જેથી વિશેષ સમજવાની અભિલાષા બની રહે. તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
અલ્પજ્ઞાનીઓ વચ્ચે બેસીને મહંત બુદ્ધિ રાખે ત્યારે પોતે પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ નાશ પામે છે. આ પ્રકારે જાણીને નિશ્ચયવ્યવહારરૂપ આગમની કથનપદ્ધતિને સમજી તેનું શ્રદ્ધાન કરીને યથાશક્તિ આચરણ કરવું. આ કાળમાં ગુરુ સંપ્રદાય વિના મહંત બનવું નહિ. જિનઆજ્ઞાનો લોપ કરવો નહિ. કોઈ કહે છે અમે તો પરીક્ષા કરીને જિનમતને માનીશું તેઓ બકવાસ કરે છે. સ્વલ્પબુદ્ધિવાળાનું જ્ઞાન પરીક્ષા કરવા માટે યોગ્ય નથી. આજ્ઞાને પ્રધાન રાખીને બને તેટલી પરીક્ષા કરવામાં દોષ નથી. કેવળ પરીક્ષાને જ પ્રધાન રાખવામાં જિનમતથી ટ્યુત થઈ જવાય તો મોટો દોષ આવે. માટે જેને પોતાના હિત-અહિત ઉપર દષ્ટિ છે તેઓ તો આ પ્રકારે જાણો. અને જેને અલ્પજ્ઞાનીઓમાં મહંત બની જઈ પોતાનું માન, લાભ, બડાઈ, વિષયકષાય પુષ્ટ કરવા હોય તેની વાત નથી. તેઓ તો જે રીતે પોતાના વિષય-કષાય પુષ્ટ થશે તેવું જ કરશે. તેઓને મોક્ષમાર્ગનો ઉપદેશ લાગતો નથી. વિપરીત બુદ્ધિને ઉપદેશ શેનો? આ પ્રમાણે જાણવું જોઈએ. ૬
હવે કહે છે કે જે સૂત્રના અર્થ-પદથી ભ્રષ્ટ છે તેને મિથ્યાદષ્ટિ જાણવોઃ
सुत्तत्थपयविणट्ठो मिच्छादिट्ठी हु सो मुणेयव्यो। खेडे वि ण कायव्वं पाणिप्पत्तं सचेलस्स।।७।।
सूत्रार्थ पदविनष्ठ: मिथ्यादृष्टि: हि सः ज्ञातव्यः । खेलेऽपि न कर्तव्यं पाणिपात्रं सचेलस्य।।७।।
૧. પાનપાત્રે એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८
(અષ્ટપાહુડ
‘સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્ર ભોજન રમતમાંય ન યોગ્ય હોય કે સચેલને. ૭
અર્થ -જેને સૂત્રનો અર્થ અને પદ નાશ પામ્યા છે તે પ્રગટ મિથ્યાદષ્ટિ છે. તેથી જે મુનિ સચેલ છે-વસ્ત્ર સહિત છે તે “વેકે ' અર્થાત્ હાસ્ય કુતૂહલમાં પણ પાણિપાત્ર અર્થાત્ હાથરૂપી પાત્રમાં આહારદાન આપવું નહિ.
ભાવાર્થ:સૂત્રમાં મુનિનું રૂપ નગ્ન દિગમ્બર કહ્યું છે. જેને આવા સૂત્રના અર્થ તથા અક્ષરરૂપ પદ નાશ પામ્યા છે અને પોતે વસ્ત્ર ધારણ કરીને મુનિ કહેવડાવે છે તે જિન આજ્ઞાથી ભ્રષ્ટ થયેલ પ્રગટ મિથ્યાષ્ટિ છે. તેથી વસ્ત્રસહિતને હાસ્ય કૂતુહલથી પણ આહારદાન ન આપવું તથા આ પ્રકારે પણ અર્થ થાય છે કે આવા મિથ્યાષ્ટિ એ હુસ્તરૂપી પાત્રમાં આહારલેવો યોગ્ય નથી. આવો વેષ હાસ્ય કૂતુહલથી પણ ધારણ કરવો યોગ્ય નથી કે વસ્ત્ર સહિત રહેવું અને હસ્તપાત્રમાં ભોજન કરવું. આ પ્રકારની તો રમતમાત્ર પણ કરવી જોઈએ નહિ. ૭ હવે કહે છે કે જિનસૂત્રથી ભ્રષ્ટ હરિ-હરાદિક જેવો હોય તો પણ મોક્ષ પામતો નથી:
हरिहरतुल्लो वि णरो, सग्गं गच्छेइ एइ भवकोडी। तइ वि ण पावइ सिद्धिं संसारत्थो पुणो भणिदो।।८।। हरिहरतुल्योऽपि नरः स्वर्गं गच्छति एति भवकोटिः। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थः पुनः भणितः।।८।। હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે, પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિત-આગમ કહે. ૮
અર્થ - જે મનુષ્ય સૂત્રના અર્થ-પદવી ભ્રષ્ટ છે તે હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રૂદ્ર એમના સમાન હોય, અનેક ઋધ્ધિવાળો હોય, તો પણ સિદ્ધિ અર્થાત્ મોક્ષ પામતો નથી. જે કદાચિત દાન પૂજાદિ કરીને પુણ્ય ઉપજાવીને સ્વર્ગે ચાલ્યો જાય તો પણ ત્યાંથી ચ્યવીને કરોડો ભવ ધારણ કરી સંસારમાં જ રહે છે. આ પ્રકારે જિનાગમમાં કહ્યું છે.
ભાવાર્થ - શ્વેતામ્બરાદિક આ પ્રકારે કહે છે કે- ગૃહસ્થ આદિ વસ્ત્ર સહિતને પણ મોક્ષ હોય છે આ પ્રમાણે સૂત્રમાં કહ્યું છે, તેનો આ ગાથામાં નિષેધનો આશય છે કે- નારાયણ અને રૂદ્રાદિ મોટા સામર્થ્યના ધારણ કરનાર છે તો પણ વસ્ત્ર સહિત તો મોક્ષ પામતા નથી. શ્વેતામ્બરો એકલ્પિત સૂત્ર બનાવ્યા છે. તેમાં આ લખ્યું છે તે પ્રમાણભૂત નથી. તે શ્વેતામ્બર જિનસૂત્રના અર્થ-પદથી વ્યુત થઈ ગયા છે, એમ જાણવું જોઈએ. ૮
૧ સૂત્રાર્થ સૂત્રોના અર્થો અને પદો. ૨ કરપાત્ર ભોજન હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે. ૨. સચેલ=વસ્ત્ર સહિત. ૩ હરિ=નારાયણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૯
હવે કહે છે કે - જે જિનસૂત્રથી શ્રુત થઈ ગયા છે તે સ્વચ્છંદી થઈને પ્રવર્તતા થકા મિથ્યાદષ્ટિ છે:
उक्किट्ठसीहचरियं बहुपरियम्मो य गरुयभारो य। बो विहरइ सच्छंदं पावं गच्छंदि होदि मिच्छतं।।९।। उत्कृष्ट सिंहचरितः बहुपरिकर्मा च गुरुभारश्च । यः विहरति स्वच्छंदं पापं गच्छति भवति मिथ्यात्वम्।।९।। સ્વચ્છેદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને,
ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિહચરિત્ર, બહુતપકર ભલે. ૯ અર્થ- જે મુનિ થઈને ઉત્કૃષ્ટ સિંહની સમાન નિર્ભય થઈ આચરણ કરે છે અને ઘણાં પરિકર્મ અર્થાત્ તપશ્ચરણાદિ ક્રિયાવિશેષોથી યુક્ત છે તથા ગુરુનો ભાર અર્થાત્ મોટા પદ પર આરુઢ છે, સંઘના નાયક કહેવાય છે. અને જિનસૂત્રથી શ્રુત થઈને સ્વચ્છદ પ્રવર્તે છે તો તે પાપને જ પ્રાપ્ત થાય છે મિથ્યાત્વને પામે છે.
ભાવાર્થ- જે ધર્મનું નાયકપણું લઈને ગુરુ બનીને- નિર્ભય થઈ તપશ્ચરણાદિકથી મહંત કહેવડાવીને પોતાનો સંપ્રદાય ચલાવે છે, જિન સૂત્રથી શ્રુત થઈને સ્વેચ્છાચારી થઈ પ્રવર્તે છે તો તે પાપી મિથ્યાષ્ટિ જ છે. એની સંગત પણ સારી નથી. ૯ હવે કહે છે કે- જિનસૂત્રમાં આવો મોક્ષમાર્ગ કહ્યો છે -
णिच्चेलपाणिपत्तं उवइ8 परमजिणवरिंदेहिं। एक्को वि मोक्खमग्गो सेसा य अमग्गया सव्वे।।१०।। निश्चेलपाणिपात्रं उपदिष्टं परमजिनवरेन्द्रैः। एकोऽपि मोक्षमार्गः शेषाश्च अमार्गा सर्वे।। १०।। "નિશ્ચલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદષ્ટિ
તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦ અર્થ:- જે નિશ્ચલ અર્થાત્ વસ્ત્રરહિત દિગમ્બર મુદ્રાસ્વરૂપ અને પાણિપાત્ર અર્થાત્ હાથરૂપી પાત્રમાં ઊભા ઊભા આહાર લેવો – આ પ્રકારે એક અદ્વિતીય મોક્ષમાર્ગનો તીર્થકર પરમદેવ જિનેન્દ્ર ઉપદેશ કર્યો છે. તે સિવાય અન્ય રીતે તે સર્વે અમાર્ગ છે.
ભાવાર્થ:- જે મૃગચર્મ, વૃક્ષની છાલના વલ્કલ, કપાસમાંથી બનાવેલ વસ્ત્ર, દુકૂલ, 'રોમવસ્ત્ર, શણ અને ઘાસનાં વસ્ત્ર ઈત્યાદિ રાખીને પોતાને મોક્ષમાર્ગી માને છે તથા આ
૧ નિશ્ચલન કરપાત્રત્વ=વસ્ત્રરહિતપણું હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું ૨. દુકૂલ=બારીકષ રેશમી વસ્ત્ર; ૩ રોમ વસ્ત્ર= ઉનનાં વસ્ત્ર; રૂંવાટીના વસ્ત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫
(અષ્ટપાહુડી
કાળમાં જિનસૂત્રથી શ્રુત થઈ ગયા છે તેમણે પોતાની ઈચ્છાથી અનેક વેષ ચલાવ્યા છે. કેટલાંક સફેદ વસ્ત્ર, કેટલાક લાલ વસ્ત્ર, કેટલાક પીળા વસ્ત્ર, કેટલાક શણના વસ્ત્ર, કેટલાક ઘાસના વસ્ત્ર અને કેટલાક રોમના ( ઉનના) વસ્ત્ર આદિ રાખે છે. તેનાથી મોક્ષમાર્ગ નથી કેમકે જિનસૂત્રમાં તો એક નગ્ન દિગમ્બર સ્વરૂપ, પાણિપાત્રમાં ભોજન કરવું આ પ્રકારે મોક્ષમાર્ગ કહ્યો છે અન્ય સર્વ વેષ મોક્ષમાર્ગ નથી અને જે માને છે તે મિથ્યાષ્ટિ છે. ૧૦
હવે દિગમ્બર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કહે છે:
जो संजमेसु सहिओ आरंभपरिग्गहेसु विरओवि। सो होइ वंदणीओ ससुरासुरमाणुसे लोए।।११।।
यः संयमेषु सहितः आरंभपरिग्रहेषु विरतः अपि। સ: મવતિ વંવનીય: સસુરાસુરમાનુષે તો
?? !
જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહ વિરત છે, તે દેવ-દાનવ -માનવોના લોકત્રયમાં બંધ છે. ૧૧
અર્થ:- જે દિગમ્બર મુદ્રા ધારણ કરનાર, મુનિ ઈન્દ્રિય-મનને વશ કરવાં છે કાયાના જીવોની દયા પાળવી–આ પ્રકારે સંયમ સહિત હોય અને આરંભ અર્થાત્ ગૃહસ્થના બધા આરંભોથી તથા બાહ્યઅભ્યતર પરિગ્રહથી વિરક્ત હોય અને તેમાં પ્રવર્તે નહિ તથા “અપિ” શબ્દથી બ્રહ્મચર્ય આદિ ગુણોથી યુક્ત હોય તે દેવ-દાનવ સહિત મનુષ્ય લોકમાં વંદનને યોગ્ય છે. અન્ય વેષી પરિગ્રહ–આરંભાદિ સહિત પાંખડી (ઢોંગી) વંદન કરવા યોગ્ય નથી. ૧૧
હવે ફરીને તેમની પ્રવૃતિને વિશેષ કહે છે:
जे बावीस परीसह सहति सचीसएहिं संजुत्ता। ते होंदि वंदणीया कम्मक्खयणिज्जरासाहू।।१२।। ये द्वाविंशति परीषहान् सहते शक्तिशतैः संयुक्ताः। ते भवंति वंदनीयाः कर्मक्षय निर्जरा साधवः ।। १२ ।।
બાવીશ પરિષહને સહે છે, શક્તિશત સંયુક્ત જે, તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ બંધ છે. ૧૨
અર્થ:-જે સાધુ-મુનિ પોતાની સેંકડો શક્તિથી સહિત થયા થકાં, ક્ષુધા, તૃષાદિ બાવીશ પરિષહ સહન કરે છે અને કર્મોના ક્ષયરૂપ નિર્જરા કરવામાં પ્રવીણ છે તે સાધુ વંદન યોગ્ય છે.
૧. પાઠાંતર દોતિ ૨ શક્તિશત = સેંકડો શક્તિઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૧
ભાવાર્થ:- જે મોટી શક્તિના ધારક સાધુ છે તે પરિષહ સહે છે. પરિષહ આવતાં પોતાના પદથી વ્યુત થતા નથી તેમને કર્મોની નિર્જરા થાય છે. તે વંદન કરવા યોગ્ય છે.
હવે કહે છે કે જે દિગમ્બર મુદ્રા સિવાય કોઈ વસ્ત્ર ધારણ કરે, સમ્યગ્દર્શનજ્ઞાનથી યુક્ત હોય તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે –
अबसेसा जे लिंगी दसणणाणेण सम्म संजुत्ता। चेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य।।१३।।
अवशेषा ये लिंगिनः दर्शनज्ञानेन सम्यक् संयुक्ता। चेलेन च परिगृहीताः ते भणिता इच्छाकारे योग्यः।।१३।।
"અવશેષ લિંગી જેહ સમ્યક જ્ઞાન-દર્શનયુક્ત છે, ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઈચ્છાકારને. ૧૩
અર્થ:- દિગમ્બર મુદ્રા સિવાય જે અવશેષ લિંગ-વેષ સંયુક્ત હોય અને સમ્યકત્વ સહિત દર્શન-જ્ઞાનયુક્ત છે તથા વસ્ત્રથી પરિગ્રહીત છે –વસ્ત્ર ધારણ કરે છે–તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે.
ભાવાર્થ- જે સમ્યગ્દર્શન-શાન સહિત છે અને ઉત્કૃષ્ટ શ્રાવકનો વેષ ધારણ કરે છે; એક વસ્ત્ર માત્ર પરિગ્રહ રાખે છે તે ઈચ્છાકાર કરવા યોગ્ય છે. માટે “ઇચ્છામિ' આ પ્રકારે કહે છે આનો અર્થ એ છે કે- હું આપને ઈચ્છું છું, ચાહું છું એવો “ઈચ્છામિ ” શબ્દનો અર્થ છે. આ પ્રકારથી ઈચ્છાકાર કરવાનું જિનસૂત્રમાં કહ્યું છે.
હવે ઈચ્છાકાર યોગ્ય શ્રાવકનું સ્વરૂપ કહે છે:
इच्छायारमहत्थं सुत्तठिओ जो हु छंडए कम्म। ठाणे ट्ठियसम्मत्तं परलोयसुहंकरो होदि।।१४।।
इच्छाकारमहार्थं सूत्रस्थितः यः स्फुटं त्यजति कर्म। स्थाने स्थित्तसम्यक्त्वः परलोक सुखंकरः भवति।।१४।। *સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છોડે કર્મને, ઈચ્છામિ ” યોગ્ય પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪
૧. અવશેષ=બાકીના (અર્થાત્ મુનિ સિવાયના). ૨ સૂત્રસ્થ= શાસ્ત્રોનો જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર. ૩ “ઈચ્છામિ યોગ્ય=ઈચ્છાકારને યોગ્ય ૪ પદસ્થ= પ્રતિમાધારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પર
(અષ્ટપાહુડ
અર્થ:- જેપુરુષ જિનસૂત્રમાં સ્થિર થયો થકો ઈચ્છાકાર શબ્દના મહાન પ્રધાન અર્થને જાણે છે અને જે શ્રાવકની ભૂમિકારૂપ પ્રતિમા સ્થાન- તેમાં સ્થિતિ કરતો થકો સમ્યકત્વ સહિત વર્તે છે, આરંભ આદિ કાર્યો છોડે છે તે પરલોકમાં સુખ પ્રાપ્ત કરવાવાળો હોય છે.
ભાવાર્થ:- ઉત્કૃષ્ટ શ્રાવકને ઈચ્છાકાર કરીએ છીએ. જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણે છે અને સૂત્ર અનુસાર સમ્યકત્વ સહિત આરંભાદિક છોડીને ઉત્કૃષ્ટ શ્રાવક છે તે પરલોકમાં સ્વર્ગનું સુખ પામે છે. ૧૪
હવે કહે છે કે જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણતો નથી અને અન્ય ધર્મનું આચરણ કરે છે તે સિદ્ધિને પામતો નથી.
अह पुण अप्पा णिच्छदि धम्माइं करेइ णिरवसेसाइं। तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो।।१५।।
अथ पुनः आत्मानं नेच्छति धर्मान् करोति निरवेशषान्। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थ: पुन: भणितः।। १५ ।।
પણ આત્મને ઈચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૧૫
અર્થ:- “અથ પુનઃ” શબ્દનો એવો અર્થ છે કે આ પહેલાની ગાથામાં કહ્યું હતું કે જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણે છે તે આચરણ કરીને સ્વર્ગસુખ પામે છે, તે હવે ફરી કહે છે કે ઈચ્છાકારનો પ્રધાન અર્થ આત્માને ચાહવો છે પોતાના સ્વરૂપની રુચિ કરવી એ છે. તેને જે ઈષ્ટ માનતો નથી અને બીજા ધર્મના સમસ્ત આચરણ કરતો હોય તો પણ સિદ્ધિ અર્થાત્ મોક્ષ પામતો નથી, અને તેને સંસારમાં જ રહેવાવાળો કહ્યો છે.
ભાવાર્થ - ઈચ્છાકારનો મુખ્ય અર્થ પોતાને ચાહવો તે છે. તેથી જેને પોતાના સ્વરૂપની રુચિરૂપ સમ્યકત્વ નથી, તેને મુનિ-શ્રાવકની આચરણરૂપ પ્રવૃત્તિ મોક્ષનું કારણ નથી. ૧૫.
હવે આ જ અર્થને દઢ કરીને ઉપદેશ કરે છે:
ए ए ण कारणेण य तं अप्पा सदृहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिजह पयत्तेण।।१६।।
एतेन कारणेन च तं आत्मानं श्रद्धत्त त्रिविधेन। येन च लभध्वं मोक्षं तं जानीत प्रयत्नेन।।१६।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૩
આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૧૬
અર્થ - પહેલાં કહ્યું કે જે આત્માને ઈષ્ટ માનતો નથી તેને સિદ્ધિ નથી. આ જ કારણથી હે ભવ્ય જીવો! તમે તે આત્માની શ્રદ્ધા-શ્રદ્ધાન કરો, મન-વચન-કાયાથી સ્વરૂપમાં રુચિ કરો, આ કારણથી મોક્ષ પામો અને જેનાથી મોક્ષ પામીએ તેને પ્રયત્નો દ્વારા સર્વ પ્રકારના ઉધમ કરી જાણો (ભાવપાહુડ ગાથા ૮૭માં પણ આ વાત છે.)
ભાવાર્થ- જેનાથી મોક્ષ પામીએ તેને જ જાણવાનો, તેનું જ શ્રદ્ધાન કરવાનો આ મુખ્ય ઉપદેશ છે. અન્ય આંડબરનું શું પ્રયોજન છે? આ પ્રકારે જાણવું. ૧૬
હવે જે જિનસૂત્રને જાણવાવાળા મુનિ છે તેમનું સ્વરૂપ ફરી દઢ કરવા કહે છે:
वालग्गकोडिमेत्तं परिगहगहणं ण होइ साहूणं। भुंजेइ पाणिपत्ते दिण्णण्णं इक्कठाणम्म्।ि ।१७।।
बालाग्रकोटिमात्रं परिग्रहग्रहणं न भवति साधूनाम्। भुंजीत पाणिपात्रे दत्तमन्येन एकस्थाने।।१७।।
રે! હોય નહિ બાલાઝની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭
અર્થ:- વાળના અગ્રભાગની કણી અર્થાત અણુ માત્ર પણ પરિગ્રહનું ગ્રહણ સાધુને હોતું નથી. અહીં આશંકા છે કે જો પરિગ્રહ કંઈપણ નથી તો આહાર કેવી રીતે કરે છે? તેનું સમાધાન: આહીર કરે છે તે માણિપાત્રમાં કરે છે, તે પણ અન્યનું દીધેલું 'પ્રાસુક અન્ને માત્ર છે. તે પણ એકજ સ્થાને લે છે, વારંવાર લેતા નથી અને જુદા જુદા સ્થાનમાં લેતા નથી.
ભાવાર્થ- જે મુનિ આહાર પણ બીજાનો આપેલો, પ્રાસુક, યોગ્ય અન્નમાત્ર, નિર્દોષ, દિવસમાં માત્ર એકવાર, પોતાના હાથમાં લે છે તો અન્ય પરિગ્રહ શા માટે ગ્રહણ કરે ? અર્થાત્ ગ્રહણ કરે નહિ. જિનસૂત્રમાં આ પ્રકારના મુનિ કહ્યા છે. ૧૭
હવે કહે છે કે અલ્પ પરિગ્રહુ ગ્રહણ કરે તેમાં શું દોષ છે? તેના દોષ બતાવે છે:
૧ બાલાગ્ર=વાળની ટોચ. ૨ પ્રાસુક અન્ન= પોતાના માટે તૈયાર કરેલ આહાર સાધુને ખપે નહિ. પ્રાસુક આહાર =સાધુને માટે રાંધેલ આહાર ન હોય તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૪
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
जह जायरूवसरिसो तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु । जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम् ।। १८ ।।
यथाजातरूपसदृश: तिलतुषमात्रं न गृह्णाति हस्तयोः ।
यदि लाति अल्पबहुकं ततः पुनः याति निगोदम् ।। १८ ।।
જન્મ્યા પ્રમાણે રૂપ, ‘તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાસ થાય નિગોદને. ૧૮
(અષ્ટપાહુડ
અર્થ:- મુનિ યથાજાતરૂપ છે, જેમ જન્મ થતાં બાળક નગ્નરૂપ હોય છે તેવી જ રીતે નગ્નરૂપ દિગમ્બરમુદ્રાના ધારક છે. તે પોતાના હાથથી તલતુષ માત્ર કાંઈ પણ ગ્રહણ કરતા નથી. અને જો કંઈ થોડું ઘણું લે, ગ્રહણ કરે તો તે મુનિ ગ્રહણ કરવાથી નિગોદમાં જાય છે.
ભાવાર્થ:- યથાજાતરૂપ દિગમ્બર નિગ્રન્થને મુનિ કહે છે. તે આ પ્રમાણે રહીને કંઈ પણ પરિગ્રહ રાખે તો જાણો કે એમનામાં જિનસૂત્રની શ્રદ્ધા નથી, મિથ્યાદષ્ટિ છે. ને મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. કદાચિત્ કંઈ તપશ્ચરણાદિક કરે તો તેનાથી શુભકર્મ બાંધી સ્વર્ગાદિક પામે તોપણ ફરી એકેન્દ્રિય થઈને સંસારમાં જ ભ્રમણ કરે છે.
અહીં પ્રશ્ન છે કે –મુનિને શરીર છે, આહાર કરે છે, કમંડલ-પીંછી-પુસ્તક રાખે છે, તો અહીં તલતુષ માત્ર પણ રાખવાનું કહ્યું નથી તે કેવી રીતે?
તેનું સમાધાન આ છે કે- મિથ્યાત્વ સહિત રાગભાવથી અપનાવીને પોતાના વિષયકષાય પુષ્ટ કરવા માટે રાખે તેને પરિગ્રહ કહે છે. આ નિમિત્તે કંઈ થોડું-ઘણું રાખવાનો નિષેધ કર્યો છે. અને માત્ર સંયમના નિમિત્તનો તો સર્વથા નિષેધ નથી. શરીર તો આયુષ્ય પર્યંત છોડવા ઈચ્છે તોપણ છૂટતું નથી, એનું તો મમત્વ જ છૂટે છે, તેથી તેનો તો નિષેધ કર્યો જ છે. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી આહાર ન કરે તો સામર્થ્ય જ ન રહે તો સંયમ ન સધાય. તેથી કંઈક યોગ્ય આહાર વિધિપૂર્વક શરીર પ્રત્યે રાગ રહિત થઈને, લઈને શરીરને ટકાવી રાખી સંયમ સાધે છે.
કમંડલ બાહ્ય શૌચનું ઉપકરણ-સાધન છે. જો તે ન રાખે તો મળ-મૂત્રની અશુચિથી પંચપરમેષ્ઠીની ભક્તિ-વંદના કેવી રીતે કરે? અને લોકનિંદા થાય. પીંછી દયાનું ઉપકરણ છે. જો તે ન રાખે તો જીવસહિત ભૂમિ આદિની પ્રતિલેખના (સ્વચ્છતા ) શેનાથી કરે? પુસ્તક જ્ઞાનનું ઉપકરણ છે. જો તે ન રાખે તો પઠનપાઠન કેવી રીતે થાય? આ ઉપકરણોનું રાખવું પણ મમત્વપૂર્વક નથી, તેના પ્રત્યે રાગભાવ નથી. આહાર, વિહાર, પઠન-પાઠનની ક્રિયાયુક્ત
૧ તલતુષમાત્ર=તલના ફોતરા જેટલું પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૫
(મુનિ) જ્યાંસુધી રહે ત્યાં સુધી કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થતું નથી. આ બધી ક્રિયાઓને છોડી દઈ, શરીરનું મમત્વ પણ સર્વથા છોડી દઈ ધ્યાનાવસ્થામાં ઊભા રહે અને પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યારે પરમ નિર્ચન્થ અવસ્થા થાય છે ને ત્યારે શ્રેણીને પ્રાપ્ત થયેલ મુનિરાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અન્ય ક્રિયા સહિત હોય ત્યાંસુધી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ પ્રકારે નિર્ચન્થપણું તેને મોક્ષમાર્ગ જિનસૂત્રમાં કહ્યો છે.
શ્વેતામ્બર કહે છે કે, ભવસ્થિતિ પૂરી થયેથી બધી અવસ્થાઓમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો આમ કહેવું મિથ્યા છે. જિનસૂત્રનું આ વચન નથી. શ્વેતામ્બરોએ કલ્પિત સૂત્રો બનાવ્યા છે તેમાં આ લખ્યું હશે. વળી અહીં શ્વેતામ્બર કહે છે કે, જે તમે કહ્યું તે ઉત્સર્ગમાર્ગ છે. અપવાદ માર્ગમાં વસ્ત્રાદિક ઉપકરણ રાખવાનું કહ્યું છે. જેમ તમે ધર્મોપકરણ કહ્યા તેવી રીતે વસ્ત્રાદિક પણ ધર્મોપકરણ છે. જેમ સુધાની બાધા આહારથી મટાડીને સંયમ સાધે છે. તેમ જ ઠંડી આદિની બાધા વસ્ત્રથી મટાડીને સંયમ સાધે છે. તેમાં વિશેષ-તફાવત શું છે? તેમને કહે છે કે, આમાં તો મોટા દોષ આવે છે. કોઈ કહે કે, કામવિકાર ઉત્પન્ન થાય ત્યારે સ્ત્રીસેવન કરે તો એમાં શું વિશેષ છે? માટે, આ પ્રકારે કહેવું યોગ્ય નથી.
સુધાની બાધા તો આહારથી મટાડવી યોગ્ય છે આહાર વિના દેહ અશક્ત બની જાય છે તથા છૂટી જાય તો આપઘાતનો દોષ આવે છે. પરંતુ ઠંડી આદિની બાધા તો અલ્પ છે આ તો જ્ઞાનાભ્યાસ આદિના સાધનથી મટી જાય છે. અપવાદમાર્ગ કહ્યો છે તે તો જેમાં મુનિપદ રહે તેવી ક્રિયા કરે તો અપવાદમાર્ગ છે. પરંતુ જે પરિગ્રહથી તથા જે ક્રિયાથી મુનિપદ ભ્રષ્ટ થઈને ગૃહસ્થની સમાન બની જાય તે તો અપવાદમાર્ગ નથી. દિગ્મબરમુદ્રા ધારણ કરી કમંડલ, પીંછી સહિત આહાર-વિહાર, ઉપદેશાદિકમાં પ્રવર્તે તે અપવાદમાર્ગ છે. અને બધી પ્રવૃત્તિઓ છોડી દઈ ધ્યાનસ્થ બની શુદ્ધોપયોગમાં લીન થઈ જાય તેને ઉત્સર્ગમાર્ગ કહ્યો છે. આ પ્રકારે મુનિપદ પોતાથી સઘાતું ન જાણી શિથિલાચારનું પોષણ શા માટે કરવું? મુનિપદનું સામર્થ્ય ન હોય તો શ્રાવક ધર્મનું જ પાલન કરવું. પરંપરાએ તેનાથી સિદ્ધિ થઈ જશે. જિનસૂત્રની યથાર્થ શ્રદ્ધા રાખવાથી સિદ્ધિ છે. તેના વિના અન્ય ક્રિયા બધી જ સંસારમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી. આ પ્રમાણે જાણવું ૧૮
હવે આનું જ સમર્થન કરે છે:
जस्म परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स। सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो।।१९।।
यस्य परिग्रहग्रहणं अल्पं बहुकं च भवति लिंगस्य। स गीः जिनवचने परिग्रह रहितः निरागारः ।। १९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
(અષ્ટપાહુડ
રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંધ છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯
અર્થ:- જેના મતમાં લીંગ અર્થાત્ વેષમાં પરિગ્રહનું અલ્પ કે બહુ ગ્રહણ કરવાનું કહ્યું છે તે મત તથા તેના શ્રદ્ધાવાન પુરુષ ગર્વિત-નિંદાયોગ્ય છે. કેમકે જિનવચનમાં પરિગ્રહ રહિત જ નિરાગાર છે, નિર્દોષ મુનિ છે. એ પ્રમાણે કહ્યું છે.
ભાવાર્થ:- શ્વેતામ્બરાદિકના કલ્પિત સૂત્રોમાં મુનિને અલ્પકે બહુ પરિગ્રહનું ગ્રહણ કહ્યું છે. તે સિદ્ધાંત તથા તેના શ્રદ્ધાની નિંધ છે. જિનવચનમાં પરિગ્રહ રહિતને જ નિર્દોષ મુનિ કહ્યા છે. ૧૯
હવે કહે છે કે જિનવચનમાં આવા મુનિ વંદનયોગ્ય કહ્યા છે:
पंचमहव्वयजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो होई। णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य।।२०।। पंचमहाव्रतयुक्तः तिसृभिः गुप्तिभिः यः स संयतो भवति। નિયમોક્ષમાર્ગ: સ મવતિ દિ વન્દ્રનીય: વા ૨૦
ત્રણ ગુતિ, પંચમહાવતે જે યુક્ત, સંયત તેહ છે; નિર્ચન્થ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર બંધ છે. ૨૦
અર્થ:- જે મુનિ પાંચ મહાવ્રત યુક્ત અને ત્રણ ગુતિ સંયુક્ત હોય તે સંયત-સંયમી છે અને નિગ્રંથ મોક્ષમાર્ગી છે તથા તે જ પ્રગટ નિશ્ચયથી વંદન યોગ્ય છે.
ભાવાર્થ:- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત સહિત હોય અને મન, વચન, કાયરૂપ ત્રણ ગુતિ સહિત હોય તે સંયમી છે, તે નિર્ગસ્થ સ્વરૂપ છે, તે જ વંદન યોગ્ય છે. જે કોઈ અલ્પ કે બહુ પરિગ્રહ રાખે તે મહાવ્રતી સંયમી નથી, તે મોક્ષમાર્ગી નથી અને ગૃહસ્થ સમાન પણ નથી. ૨૦
હવે કહે છે કે પૂર્વોક્ત એક વેષ તો મુનિનો કહ્યો. હવે બીજા વેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો આ પ્રકારે કહ્યો છે:
दुइयं च उत्त लिंगं उक्किटुं अवरसावयाणं च। भिक्खं भमेइ पत्ते समिदी भासेण मोणेण।। २१।।
द्वितीयं चोक्तं लिंगं उत्कृष्टं अवरश्रावकाणां च। भिक्षां भ्रमति पात्रे समिति भाषया मौनेन।। २१।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
પ૭
બીજું કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકોનું શાસને; તે વાકસમિતિ વા મૌનયુક્ત સપાત્ર ભિક્ષાટન કરે. ૨૧
અર્થ- દ્વિતીય લિંગ અર્થાત્ બીજો વેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો છે જે ગૃહસ્થ નથી. આ પ્રકારે ઉત્કૃષ્ટ શ્રાવકનો (વેષ) કહ્યો છે તે ઉત્કૃષ્ટ શ્રાવક અગિયારમી પડિમાના ધારક છે. તે ભ્રમણ કરીને ભિક્ષા દ્વારા ભોજન કરે અને પત્તે અર્થાત્ પાત્રમાં ભોજન કરે તથા હાથમાં કરે અને સમિતિરૂપ પ્રવર્તતા થકા ભાષાસમિતિરૂપ બોલે અથવા મૌન રહે.
ભાવાર્થ:- એક તો મુનિનું યથાકાત રૂપ કહ્યું અને બીજું આ ઉત્કૃષ્ટ શ્રાવકનું કહ્યું. તે અગિયારમી પ્રતિમાના ધારણ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવક છે. તે એક વસ્ત્ર તથા કોપીન માત્ર ધારણ કરે છે અને ભિક્ષાભોજન કરે છે. પાત્રમાં પણ ભોજન કરે છે અને કરપાત્રમાં પણ ભોજન કરે છે. સમિતિરૂપ વચન પણ કહે છે અથવા મૌન રહે છે. આ રીતે બીજો વેષ છે. ૨૧
હવે ત્રીજું લિંગ સ્ત્રીનું કહે છે:
लिंगं इत्थीण हवदि भुंजइ पिंडं सुएयकालम्मि। अज्जिय वि एक्कवत्था वत्थावरणेण भुंजेदि।।२२।।
लिंगं स्त्रीणां भवति भुंक्ते पिंडं स्वेक काळे। आर्या अपि एकवस्त्रा वस्त्रावरणेन भुंक्ते।।२२।।
છે લિંગ એક સ્ત્રીઓ તણું, ‘એકાશની તે હોય છે; આચાર્ય એક ઘરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. ૨૨
અર્થ:- સ્ત્રીઓનું લિંગ આ પ્રકારે છે:- તે એક વાર ભોજન કરે, વારંવાર ભોજન ન કરે, આર્થિકા હોય તો પણ એક વસ્ત્ર ધારણ કરે અને ભોજન કરતી વખતે પણ વસ્ત્રના આવરણ સહિત કરે, નગ્ન હોય નહિ.
ભાવાર્થ:- સ્ત્રી આર્થિકા પણ હોય અને યુલ્લિકા પણ હોય. તેઓ બન્ને ભોજન તો દિવસમાં એક જ વાર કરે. આર્થિકા હોય તે એક વસ્ત્ર ધારણકરીને જ ભોજન કરે, નગ્ન હોય નહિ. આ પ્રમાણે ત્રીજું સ્ત્રીનું લિંગ કહ્યું રર
હવે કહે છે કે વસ્ત્ર ધારણ કરનારને મોક્ષ નથી. નગ્નપણું જ મોક્ષમાર્ગ છે -
૧. વાક્સમિતિ= વચનસમિતિ ૨ એકાશની= એકવખત ભોજન કરનાર. ૩ વસન = વસ્ત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
(અષ્ટપાહુડ
ण वि सिज्झदि वत्थधरो जिणसासणे जड विहोड तित्थयरो। णग्गो विमोक्खमग्गो सेसा उम्मग्गया सव्वे ।। २३ ।। नापि सिध्यति वस्त्रधर: जिनशासने यद्यपि भवति तीर्थंकरः। नग्नः विमोक्षमार्ग: शेषा उन्मार्गकाः सर्वे।। २३।।
નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થંકર ભલે; બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩
અર્થ - જિનશાસનમાં આ રીતે કહ્યું છે કે, વસ્ત્ર ધારણ કરનાર સીઝતા નથી, મોક્ષ પામતા નથી. જો તીર્થકર હોય તોપણ જ્યાં સુધી ગૃહસ્થ રહે ત્યાંસુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગમ્બરરૂપ ધારણ કરે ત્યારે જ મોક્ષ પામે છે. કેમકે નગ્નતા જ મોક્ષમાર્ગ છે. બાકીના બધા લિંગ ઉન્માર્ગ છે.
ભાવાર્થ:- શ્વેતામ્બરાદિ, વસ્ત્ર ધારણ કરનારને પણ મોક્ષ થવાનું કહે છે તે મિથ્યા છે. તે જિનમત નથી ર૩. હવે સ્ત્રીઓને દીક્ષા નથી તેનું કારણ કહે છે:
लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसेसु। भणिओ सुहुमो काओ तासिं कह होइ पवज्जा।। २४ ।। लिंगे च स्त्रीणां स्तनांतरे नाभिकक्षदेशेषु। भणितः सूक्ष्मः कायः तासां कथं भवति प्रव्रज्या।। २४।। સ્ત્રીને સ્તનોની પાસ, કલે, યોનિમાં નાભિ વિષે,
બાહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; કયમ હોય દીક્ષા તેમને? ૨૪. અર્થ - સ્ત્રીઓને લિંગ અર્થાત્ યોનિમાં, સ્તનાંતર અર્થાત્ બન્ને સ્તનોના મધ્યપ્રદેશમાં તથા કક્ષ અર્થાત્ બન્ને બગલમાં, નાભિમાં સૂક્ષ્મકાય અર્થાત્ દષ્ટિને અગોચર જીવ કહ્યા છે. તેથી આ પ્રમાણે સ્ત્રીઓને પ્રવ્રજ્યા અર્થાત્ દીક્ષા કેમ હોય ?
ભાવાર્થ- સ્ત્રીઓની યોનિ, સ્તન, બગલ, નાભિમાં પંચેન્દ્રિય (સૂક્ષ્મ) જીવોની ઉત્પત્તિ નિરંતર કહી છે. તેમને મહાવ્રતરૂપ દીક્ષા કેવી રીતે હોય? મહાવ્રત કહેલ છે તે ઉપચારથી કહ્યા છે, પરમાર્થથી નહિ. સ્ત્રી પોતાના સામર્થ્યની હદ સુધી પહોંચીને વ્રત ધારણ કરે છે. આ અપેક્ષાએ ઉપચારથી મહાવ્રત કહ્યા છે. ૨૪ કહે છે કે જો સ્ત્રી પણ દર્શનથી શુદ્ધ હોય તો પાપરહિત છે, ભલી છે:
जइ दंसणेण सुद्धा उत्ता मग्गेण सावि संजुत्ता। धोरं चरिय चरित्तं इत्थीसु ण 'पव्वया भणिया।।२५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૯
यदि दर्शनेन शुद्धा उक्ता मार्गेण सापि संयुक्ता। धोरं चरित्वा चारित्रं स्त्रीषु न पापका भणिता।। २५।। જો હોય દર્શન શુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી;
છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. અર્થ- સ્ત્રીઓમાં જે સ્ત્રી દર્શન અર્થાત્ યથાર્થ જિનમતની શ્રદ્ધાથી શુદ્ધ છે તેપણ માર્ગસંયુક્ત કહી છે, જે ઘોર ચારિત્ર, તીવ્ર તપશ્ચરણાદિક આચરણથી પાપરહિત હોય છે, તેથી તેને પાપયુક્ત કહેતા નથી.
ભાવાર્થ- સ્ત્રીઓમાં જે સ્ત્રી સમ્યકત્વ સહિત હોય અને તપશ્ચરણ કરે તો પાપરહિત થઈ સ્વર્ગને પ્રાપ્ત કરે માટે તે પ્રશંસા યોગ્ય છે, પરંતુ સ્ત્રીપર્યાયથી મોક્ષ નથી. ૨૫. હવે કહે છે કે સ્ત્રીઓને ધ્યાનની સિદ્ધિ પણ નથીઃ
चित्तासोहि ण तेसिं ढिल्लं भावं तहा सहावेण। विज्जदि मासा तेसिं इत्थीसु ण संकया झाणा।। २६ ।। चित्ताशोधि न तेषां शिथिलः भावः तथा स्वभावेन। विद्यते मासा तेषां स्त्रीषु न शंकया ध्यानम्।। २६ ।। મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી,
વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિશંકથી. ૨૬ અર્થ - તે સ્ત્રીઓને ચિત્તની શુદ્ધતા નથી. તેવીજ રીતે સ્વભાવથી જ તેમના ભાવ ઢીલા હોય છે, પરિણામ શિથિલ હોય છે, અને તેમને દર માસે ઋતુસ્ત્રાવ થવાની શંકા રહે છે. તેથી સ્ત્રીઓને ધ્યાન નથી.
ભાવાર્થ- ચિત્ત શુદ્ધ હોય, દઢ પરિણામ હોય, કોઈ પ્રકારની શંકા ન હોય ત્યારે ધ્યાન હોય છે. પણ સ્ત્રીઓને ત્રણેય કારણ નથી તો ધ્યાન કેવી રીતે થાય? ધ્યાન વિના કેવળજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? અને કેવળજ્ઞાન વિના મોક્ષ નથી. શ્વેતામ્બરાદિક મોક્ષ કહે છે તે મિથ્યા છે. ર૬ હવે સૂત્ર પ્રાભૂતને સમાપ્ત કરે છે ત્યાં સામાન્યપણે સુખનું કારણ કહે છે :
गाहेण अप्पगाहा समुद्दसलिले सचेल अत्थेण। इच्छा जाहु णियत्ता ताह णियत्ताइं सव्वदुक्खाई।। २७।। ग्राह्येण अल्पग्राह्याः समुद्रसलिले स्वचेलार्थेन। इच्छा येभ्यः निवृत्ताः तेषां निवृत्तानि सर्वदुःखानि।।२७।।
૧ પાઠાન્તર = પાવયા. ૨ માર્ગયુતા = માર્ગથી સંયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
પટ શુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઇચ્છા નિવર્તી જેમને, દુઃખ સૌ નિવર્યા તેમને. ૨૭
અર્થ - જે મુનિ ગ્રાહ્ય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ-આહાર આદિકથી તો અલ્પગ્રાહ્ય છે, થોડો ગ્રહણ કરે છે, જેમ કોઈ પુરુષ ઘણા પાણીથી ભરેલા સમુદ્રમાંથી પોતાનું વસ્ત્ર ધોવા માટે, વસ્ત્ર ધોવા પૂરતું થોડું પાણી લે છે તેમ. જે મુનિઓની ઇચ્છા નિવૃત્ત થઈ ગઈ હોય છે. તેમના બધા દુ:ખ નિવૃત્ત થઈ ગયા છે.
ભાવાર્થ- જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જેમને સંતોષ છે તે સુખી છે. આ ન્યાયથી આ પણ સિદ્ધ થયું કે જે મુનિઓને ઇચ્છાની નિવૃત્તિ થઈ ગઈ છે, તેમને સંસારના વિષયસંબંધી ઇચ્છા કિંચિત્માત્ર પણ નથી, દેહથી પણ વિરક્ત છે; માટે પરમ સંતોષી છે અને આહાર આદિ કંઈ ગ્રહણ યોગ્ય છે તેમાંથી પણ થોડું જ ગ્રહણ કરે છે. તેથી તેઓ પરમ સંતોષી છે, તેઓ પરમ સુખી છે. આ જિનસૂત્રની શ્રદ્ધાનું ફળ છે. અન્ય સૂત્રમાં યથાર્થ નિવૃત્તિનું પ્રરૂપણ નથી એટલે કલ્યાણના સુખની ઇચ્છાવાળાને જિનસૂત્ર નિરંતર સેવન કરવા યોગ્ય છે. ૨૭
આ રીતે સૂત્રપાહુડ પૂર્ણ કર્યું.
છપ્પય જિનવરકી ધ્વનિ મેઘધ્વનિસમ મુખમૈં ગરજે, ગણધરકે શ્રુતિ ભૂમિ વરષિ અક્ષર પદ સરજૈ; સકલ તત્ત્વપ૨કાસ કરે જગતાપ નિવારે,
હેય અહેય વિધાન લોક નીકે મન ધારે વિધિ પુણ્યપાપ અરૂ લોકકી મુનિ શ્રાવક આચરન ફુનિા કરિ સ્વ-પર ભેદ નિર્ણય સકલ કર્મ નાશિ શિવ લહત મુનિના ૧ાા
દોહા વર્તમાન જિનકે વચન વરતેં પંચમકાલા ભવ્ય પાય શિવમગ લહૈ નમું તાસ ગુણમાલ ના ૨ાા
શ્રી કુન્દકુન્દ સ્વામી વિરચિત સૂત્રપાહુડની પંડિત જયચંદજી છાબડા કૃત
દેશભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૩
ચારિત્ર પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
દોહા વીતરાગ સર્વજ્ઞ જિન વંદું મન વચ કાયા ચારિત ધર્મ વખાનિયો સાંચો મોક્ષ ઉપાયના ૧ાા કુન્દકુન્દ મુનિરાજ કૃત ચારિત પાહુડ ગ્રથી પ્રાકૃત ગાથાબંધકી કરૂં વચનિકા પંથ મારા
આ પ્રમાણે મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી હવે પ્રાકૃતગાથાબદ્ધ ચારિત્ર પાહુડની દેશભાષામય વચનિકા લખીએ છીએ. ત્યાં શ્રી કુન્દુકુન્દાચાર્ય પ્રથમ જ મંગલ માટે ઇષ્ટદેવને નમસ્કાર કરી ચારિત્ર પાહુડ કહેવાની પ્રતિજ્ઞા કરે છે :
सव्वण्हु सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्ठी। वंदित्तु तिजगवंदा अरहंता भव्वजीवेहिं ।।१।। णाणं दंसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं। मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥२।। युग्मम्। सर्वज्ञान् सर्वदर्शिनः निर्मोहान् वीतरागान् परमेष्ठिनः। वंदित्वा त्रिजगद्वंदितान् अर्हतः भव्यजीवैः ।।१।। ज्ञानं दर्शनं सम्यक् चारित्रं शुद्धिकारणं तेषाम्। मोक्षाराधनहेतुं चारित्रं प्राभृतं वक्ष्ये ॥२।। युग्मम्।
સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે, તે ત્રિજ્ઞવંદિત, ભવ્યપૂજિત અતોને વંદીને; ૧ ભાખીશ હું ચારિત્રપ્રાભૂત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-દંગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે, હું અરિહંત પરમેષ્ઠીને નમસ્કાર કરી ચારિત્ર પાહુડ કહીશ. અરિહંત પરમેષ્ઠી કેવા છે? “અરહંત' એવા પ્રાકૃત અક્ષરની અપેક્ષાથી તો એવો અર્થ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
છે કે-અકાર આદિ અક્ષરથી તો “અરિ' અર્થાત્ મોહકર્મ, રકાર આદિ અક્ષરની અપેક્ષાથી “રજ' અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મ, તે જ રકારથી ‘રહસ્ય” અર્થાત્ અંતરાયકર્મ, આ પ્રકારે ચાર ઘાતિ કર્મોને હણવા-ઘાતવા જેમને થયું તે અરિહંત છે. સંસ્કૃતની અપેક્ષા “અહં” એવા પૂજાના અર્થમાં ધાતુ છે તેનો અર્થ “અર્વત્' એવો નિપજે ત્યારે પૂજા યોગ્ય હોય તેને અર્હત્ કહે છે. તે ભવ્ય જીવોથી પૂજ્ય છે. તથા પરમેષ્ઠી કહેવાથી પરમ ઇષ્ટ અર્થાત્ ઉત્કૃષ્ટ પૂજ્ય હોય તેને પરમેષ્ઠી કહેવાય છે. અથવા પરમ જે ઉત્કૃષ્ટ પદમાં તિષ્ઠ (-સ્થિત રહે) તે પરમેષ્ઠી છે. આ પ્રકારે ઇન્દ્રાદિકથી પૂજ્ય અરિહંત પરમેષ્ઠી છે.
સર્વજ્ઞ છે, –ત્રણે લોકાલોક સ્વરૂપ ચરાચર પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ છે. સર્વદર્શી અર્થાત સર્વ પદાર્થોને દેખનારા છે. નિર્મોહી છે-મોહનીય નામના કર્મની મુખ્યપ્રકતિ મિથ્યાત્વ છે તેનાથી રહિત છે. વીતરાગ છે, –જેનો વિશેષરૂપ રાગ દૂર થઈ ગયો છે તે વીતરાગ છે. તેમના ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી (ઉદયવશ) થાય એવા રાગદ્વેષ પણ નથી. ત્રિજગત વંધ છે, -ત્રણે જગતના પ્રાણી તથા તેમના સ્વામી ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તીઓથી વંધ છે. આ પ્રકારે અરિહંત પદને વિશેષ્ય કરીને અને અન્ય પદોને વિશેષણ કરી અર્થ કર્યો છે. સર્વજ્ઞ પદને મુખ્ય (વિશેષ્ય) કરીને અન્ય પદોને વિશેષણ બનાવી આ રીતે પણ અર્થ થાય છે. ત્યાં અરિહંત ભવ્યજીવોથી પૂજ્ય છે આ પ્રકારે વિશેષણ થાય છે.
ચારિત્ર કેવું છે? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણ આત્માના પરિણામ છે. તેની શુદ્ધતાનું કારણ છે. ચારિત્ર અંગીકાર થતાં સમ્યગ્દર્શનાદિ પરિણામ નિર્દોષ થાય છે. વળી ચારિત્ર કેવું છે? મોક્ષની આરાધનાનું કારણ છે આ પ્રકારે ચારિત્ર છે. તેનું પાહુડ અર્થાત્ (પ્રાભૃત) ગ્રંથને કહીશ. આ પ્રમાણે આચાર્ય મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી છે. ૧-૨
હવે સમ્યગ્દર્શનાદિ ત્રણ ભાવોનું સ્વરૂપ કહે છે:
जं जाणइ तं णाणं जं पेच्छइ तं च दंसणं भणियं। णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ।।३।।
यज्जानाति तत् ज्ञानं यत् पश्यति तच्च दर्शनं भणितम्। ज्ञानस्य दर्शनस्य च समापन्नात् भवति चारित्रम्।।३।।
જે જાણવું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩
અર્થ - જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે એમ કહ્યું છે. જ્ઞાન અને દર્શનના સમાયોગથી ચારિત્ર થાય છે.
૧ સુચારિત = સમ્યફચારિત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
ભાવાર્થ:- જાણે તે તો જ્ઞાન અને દેખે-શ્રદ્ધાન થાય તે દર્શન તથા બન્ને એકરૂપ થઈને સ્થિર થાય તે ચારિત્ર છે. ૩
હવે કહે છે કે જીવના જે ત્રણ ભાવ છે તેની શુદ્ધતા માટે ચારિત્રના બે પ્રકાર કહ્યા
एए तिण्णि वि भावा हवंति जीवस्स अक्खयामेया। तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं।। ४ ।।
एते त्रयोऽपि भावाः भवंति जीवस्य अक्षयाः अमेयाः। त्रयाणामपि शोधनार्थं जिनभणितं द्विविधं चारित्रं ।। ४।।
આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દ્વિવિધ ચરણ ચિનોક્ત છે. ૪
અર્થ - જે જ્ઞાન આદિ ત્રણ જીવના ભાવ કહ્યા એ અક્ષય અને અનંત છે. તેમની શુદ્ધિ માટે જિનદેવે બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે.
ભાવાર્થ:- જાણવું, દેખવું અને આચરણ કરવું એ ત્રણ જીવના ભાવ અક્ષય અનંત છે. અક્ષય અર્થાત્ જેનો નાશ નથી, અમેય અર્થાત્ અનંત જેનો પાર નથી. બધા લોકાલોકને જાણવાવાળું જ્ઞાન છે, આ પ્રકારે જ દર્શન છે; આ પ્રકારે જ ચારિત્ર છે. છતાં પણ ધાતિકર્મના નિમિત્તથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અશુદ્ધ છે. માટે જિનદેવે તેમને શુદ્ધ કરવા માટે ચારિત્ર (આચરણ) બે પ્રકારે કહ્યું છે. ૪
હવે બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે તે કહે છે:
जिणणाणदिट्ठिसुद्धं पढमं सम्मत्त चरण चारित्तं। विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि।। ५।।
जिनज्ञानदृष्टिशुद्धं प्रथमं सम्यक्त्व चरण चारित्रम्। द्वितीयं संयमचरणं जिनज्ञानसंदेशितं तदपि।। ५।।
સમ્યકત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચરિત સંયમચરણ, જિનશાનભાષિત તેય છે. ૫
અર્થ:- પ્રથમ તો સમ્યકત્વના આચરણસ્વરૂપ ચારિત્ર છે, તે જિનદેવના જ્ઞાન
૨ અમેય = અમાપ. સમાયોગ = સંયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
(અષ્ટપાહુડ
દર્શન-શ્રદ્ધાનથી કરેલું શુદ્ધ છે. બીજું સંયમના આચરણસ્વરૂપ ચારિત્ર છે. તેપણ જિનદેવના જ્ઞાનથી બતાવેલું શુદ્ધ છે.
ભાવાર્થ:- ચારિત્ર બે પ્રકારનું કહ્યું છે. પ્રથમ (૧) તો સમ્યકત્વનું આચરણ કહ્યું. સર્વજ્ઞના આગમમાં તત્ત્વાર્થનું સ્વરૂપ કહ્યું છે તેને યથાર્થ જાણવું, શ્રદ્ધા કરવી અને શંકા આદિ અતિચાર મળ દોષ કહેલા છે તેનો પરિહાર કરી (દૂર કરી) શુદ્ધ કરવા તથા તેના નિઃશંકિત વગેરે ગુણો પ્રગટ થવા તે સમ્યકત્વાચરણ ચારિત્ર છે અને (૨) જે મહાવ્રત વગેરે અંગીકાર કરી સર્વજ્ઞના આગમમાં કહ્યું છે તેવું સંયમનું આચરણ કરવું તેમજ તેના અતિચાર આદિ દોષોને દૂર કરવા તે સંયમાચરણ ચારિત્ર છે. આ પ્રકારે સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું. ૫
હવે સમ્યકત્વચરણ ચારિત્રના મળદોષોનો પરિહાર કરી આચરણ કરવાનું કહે છે -
एवं चिय णाऊण य सव्वे मिच्छत्तदोस संकाइ। परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण।।६।।
एवं चैवज्ञात्वा च सर्वान् मिथ्यात्वदोषान् शंकादीन्। परिहर सम्यक्त्वमलान् जिनभणितान् त्रिविधयोगेन।।६।। ઈમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, -મિથ્યાત્વમય દોષો તથા સમ્યકત્વમળ જિન-ઉક્તને. ૬
અર્થ:- પ્રથમ આગળ કહ્યા પ્રમાણે સમ્યકત્વાચરણ ચારિત્રને જાણીને મિથ્યાત્વ કર્મના ઉદયથી શંકા આદિ દોષ સમ્યત્વને અશુદ્ધ કરવાવાળા મળે છે એમ જિનદેવે કહ્યું છે. તેમને મન, વચન અને કાયના ત્રણે યોગોથી છોડવા.
ભાવાર્થ- શંકાદિ દોષ સમ્યકત્વનો મળ છે. તેને ત્યાગવાથી સમ્યકત્વાચરણ ચારિત્ર શુદ્ધ થાય છે. માટે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ જિનદેવે કર્યો છે. તે દોષ કયા છે તે કહે છે :(૧) જિનવચનમાં વસ્તુનું સ્વરૂપ કહ્યું છે તેમાં સંશય કરવો તે શંકા દોષ છે. તે શંકા થવાથી સાત ભયના નિમિત્તથી સ્વરૂપથી ચલિત થઈ જાય તે પણ શંકા છે. (૨) ભોગોની અભિલાષા તે કાંક્ષા દોષ છે. તે થવાથી ભોગો માટે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. (૩) વસ્તુના સ્વરૂપમાં અર્થાત્ ધર્મમાં ગ્લાનિ કરવી તે જુગુપ્સાદોષ છે. તે થવાથી ધર્માત્મા પુરુષોને પૂર્વકર્મના ઉદયથી બાહ્ય મલિનતા જોઈને જિનમતથી ચલિત થઈ જાય છે. (૪) દેવ, ગુરુ, ધર્મ તથા લૌકિક કાર્યોમાં મૂઢતા અર્થાત્ યથાર્થ સ્વરૂપને ન જાણવું તે મૂઢદષ્ટિ દોષ છે. તે થવાથી અન્ય લૌકિક જનોએ માનેલા સરાગી દેવ, હિંસાધર્મ, સગ્રંથ ગુરુ તથા લોકોએ વિચાર કર્યા વિના માનેલા અનેક ક્રિયાકાંડથી વૈભવાદિકની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવાથી યથાર્થ મતથી ભ્રષ્ટ થઈ જાય છે. (૫) ધર્માત્મા પુરુષોમાં કર્મના ઉદયથી કોઈ દોષ ઉત્પન્ન થયેલો દેખે તો તેમની અવજ્ઞા કરવી તે અનુપગૂઠન દોષ છે. તે થવાથી ધર્મથી છૂટી જાય છે. (૬) ધર્માત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૬૫
પુરુષોને કર્મના ઉદયના વશથી ધર્મથી ચલિત થતા દેખીને તેમની સ્થિરતા ન કરવી તે અસ્થિતિકરણ દોષ છે. તે થવાથી એમ જણાય છે કે તેને ધર્મમાં અનુરાગ નથી અને અનુરાગ ન હોવો તે સમ્યકત્વનો દોષ છે. (૭) ધર્માત્મા પુરુષોથી વિશેષ પ્રીતિ ન કરવી તે અવાત્સલ્ય દોષ છે. તે થવાથી સમ્યકત્વનો અભાવ પ્રગટપણે સૂચવાય છે. (૮) ધર્મનું માહાભ્ય શક્તિ અનુસાર પ્રગટ ન કરવું તેને અપ્રભાવના દોષ કહે છે. તેમ થવાથી જણાય છે કે તેને ધર્મના માહાભ્યની શ્રદ્ધા પ્રગટ થઈ નથી. -આ પ્રમાણે સમ્યકત્વના આઠ દોષ મિથ્યાત્વના ઉદયથી થાય છે. જ્યાં તે તીવ્ર હોય ત્યાં તો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય બતાવે છે, સમ્યકત્વનો અભાવ બતાવે છે. અને જ્યાં કંઈક મંદ અતિચારરૂપ હોય તો સમ્યકત્વ પ્રકૃતિનામક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી હોય છે. ત્યાં ક્ષાયોપથમિક સમ્યકત્વનો સદ્ભાવ હોય છે, પરમાર્થથી વિચારે તો અતિચાર ત્યાગવા યોગ્ય જ છે.
આ દોષો થતાં અન્ય દોષ પણ પ્રગટે છે. તેમાં ત્રણ પ્રકારની મૂઢતા છે : (૧) દેવમૂઢતા, (૨) પાખંડમૂઢતા અને (૩) લોકમૂઢતા. (૧) કોઈ વરદાનની ઇચ્છાથી સરાગી દેવોની ઉપાસના કરવી, પાષાણાદિમાં તેમની સ્થાપના કરીને પૂજા કરવી તે દેવમૂઢતા છે. (૨) ઢોંગી ગુરુમાં મૂઢતા-પરિગ્રહ, આરંભ, હિંસાદિ સહિત પાખંડી (ઢોંગી) વેષધારીઓનો આદરસત્કાર કરવો તે પાખંડ મૂઢતા છે. (૩) લોકમઢતા-અન્ય મતવાળાના ઉપદેશથી તથા સ્વયં વિનાવિચાર્યું કોઈ પ્રવૃત્તિ કરવા લાગી જાય તે લોકમૂઢતા છે. જેમકે સૂર્યને અર્થ આપવો; ગ્રહણ વખતે સ્નાન કરવું, સંક્રાન્તિમાં દાન આપવું, અગ્નિનો સત્કાર કરવો, ઘર, કૂવો પૂજવો; ગાયના પૂંછડાને નમસ્કાર કરવા; ગાયનું મૂત્ર પીવું; રત્ન, ઘોડાદિ વાહન, પૃથ્વી, વૃક્ષ, શસ્ત્ર, પર્વત વગેરેની સેવા-પૂજા કરવી: નદી–સમુદ્ર આદિને તીર્થ માની તેમાં સ્નાન કરવું ઉપરથી પડવું; અગ્નિપ્રવેશ કરવો વગેરે જાણવા.
5* પવત
છ અનાયતન છે-કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એમનાં ભક્તો આવા અનાયતન છે. તેમને ધર્મસ્થાન માનીને મનથી તેમની પ્રશંસા કરવી, વચનથી તેમને વખાણવા, શરીરથી તેમને વંદન કરવા, તે ધર્મના સ્થાન નથી, માટે તેને અનાયતન કહે છે. (૧) જાતિ, (૨) લાભ, (૩) કુળ, (૪) રૂપ, (૫) ત૫, (૬) બળ (૭) વિદ્યા અને (૮) ઐશ્વર્ય–તેમનો ગર્વ કરવો એ આઠ મદ છે. જાતિ માતાપક્ષ છે, લાભ ધનાદિક કર્મના ઉદયને આશ્રિત છે, કુળ પિતાપક્ષ છે. રૂપ કર્મોદય આશ્રિત છે, તપ પોતાના સ્વરૂપને સાધવાનું સાધન છે, બળ કર્મોદય આશ્રિત છે, વિધા કર્મના ક્ષયોપશમ આશ્રિત છે, ઐશ્વર્ય કર્મોદય આશ્રિત છે.-આ બધામાં ગર્વ શું કરવો? પરદ્રવ્યના નિમિત્તથી થવાવાળાનો ગર્વ કરવો એ સમ્યકત્વનો અભાવ બતાવે છે અથવા સમ્યકત્વને મલિન કરે છે. આ પ્રમાણે આ પચ્ચીસ સમ્યકત્વના મળ દોષ છે, તેમનો ત્યાગ કરવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે. તે સમ્યકત્વાચરણ ચારિત્રનું અંગ છે. ૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે શંકાદિ દોષ દૂર થતાં સમ્યકત્વના આઠ અંગ પ્રગટ થાય છે તે કહે છે:
णिस्संकिय णिक्कंखिय णिव्विदिगिंछा अमूढदिट्ठि य। उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अट्ठ।।७।।
निशंकितं निःकांक्षितं निर्विचिकित्सा अमूढदृष्टी च। उपगूहनं स्थितीकरणं वात्सल्यं प्रभावना च ते अष्टौ।।७।।
નિઃશંકતા, નિઃકાંક્ષ, નિર્વિકિત્સ, અવિમૂઢત્વ ને ઉપગૂહન, થિતિ, વાત્સલ્યભાવ, પ્રભાવના-ગુણ અષ્ટ છે. ૭
અર્થ - (૧) નિઃશંકિત, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિ, (૫) ઉપગૂહન, (૬) સ્થિતિકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના-આ આઠ અંગ છે.
ભાવાર્થ:- આ આઠ અંગ આગળ કહેલા શંકાદિ દોષોના અભાવથી પ્રગટ થાય છે. તેમનાં ઉદાહરણ પુરાણોમાં છે. તેમની કથાથી જાણવા. (૧) નિઃશંક્તિમાં અંજન ચોરનું ઉદાહરણ છે. તેણે જિનવચનમાં શંકા ન કરી. નિર્ભય બનીને શીકાના બધા બંધ (દોરી) કાપીને મંત્ર સિદ્ધ કર્યો. (૨) નિઃકાંક્ષિતમાં સીતા, અનંતમતી, સુતારા વગેરેના ઉદાહરણો છે. જેમણે ભોગને અર્થે ધર્મ ન છોડ્યો. (૩) નિર્વિચિકિત્સમાં ઉદયન રાજાનું ઉદાહરણ છે. જેણે મુનિનું શરીર અપવિત્ર જોઈને પણ ગ્લાનિ ન કરી. (૪) અમૂઢ દષ્ટિમાં રેવતીરાણીનું ઉદાહરણ છે, તેને વિદ્યાધરે અનેક મહિમા દેખાડી તોપણ શ્રદ્ધાથી શિથિલ ન થઈ. (૫) ઉપગૂનમાં જિનેન્દ્રભક્ત શેઠનું ઉદાહરણ છે. બ્રહ્મચારીનો વેષ ધારણ કરી ચોરી છત્રની ચોત્રી કરી. તોપણ તેણે બ્રહ્મચર્યપદની નિંદા થતી જાણીને તે ચોરનો દોષ છુપાવ્યો. (૬) સ્થિતિકરણમાં વારિર્ષણનું ઉદાહરણ છે. જેણે પુષ્પદંત બ્રાહ્મણને મુનિપદથી શિથિલ થયેલો જાણીને દઢ કર્યો. (૭) વાત્સલ્યમાં વિષ્ણુકુમાર મુનિનું ઉદાહરણ છે. જેમણે અકંપનાચાર્ય આદિ મુનિઓના ઉપસર્ગનું નિવારણ કર્યું. (૮) પ્રભાવનામાં વ્રજકુમાર મુનિનું ઉદાહરણ છે. જેમણે વિદ્યાધરની સહાય મેળવીને ધર્મની પ્રભાવના કરી-આવા આઠ અંગ પ્રગટ થવાથી સમ્યકત્વાચરણ ચારિત્ર થાય છે. જેમ શરીરને હાથ, પગ વગેરે હોય છે તેવી જ રીતે આ સમ્યકત્વનાં આઠ અંગ છે. આ ન હોય તો વિકલાંગ હોય છે.
હવે કહે છે કે આ પ્રકારે પહેલાં સમ્યકત્વાચરણ ચારિત્ર હોય છે –
तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए। जं चरइ णाणजुत्तं पढमं सम्मतचरणचारित्तं।। ८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ )
૬૦
तच्चैव गुणविशुद्धं जिनसम्यक्त्वं सुमोक्षस्थानाय। तत् चरति ज्ञानयुक्तं प्रथमं सम्यक्त्व चरणचारित्रम्।।८।।
તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યકત્વને-”શિવહેતુને
આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮
અર્થ:- તે જિનસમ્યકત્વ અર્થાત અરિહંત જિનદેવની શ્રદ્ધા નિઃશંકિત આદિ આઠ ગુણોથી વિશુદ્ધ હોય, તથા તેના યથાર્થ જ્ઞાન સહિત આચરણ કરે તે પ્રથમ સમ્યકત્વાચરણ ચારિત્ર છે. તે મોક્ષસ્થાન માટે હોય છે.
ભાવાર્થ- સર્વજ્ઞ ભાષિત તત્ત્વાર્થની નિઃશંકિત આદિ ગુણ સહિત ને પચ્ચીસ મળદોષ રહિત, શ્રદ્ધા જે જ્ઞાનવાન કરે છે તેને સમ્યકત્વાચરણ ચારિત્ર હોય છે. આ મોક્ષની પ્રાપ્તિને માટે હોય છે. કેમકે મોક્ષમાર્ગમાં પહેલાં સમ્યગ્દર્શન કર્યું છે. માટે મોક્ષમાર્ગમાં મુખ્ય આ જ છે.૮૮
હવે કહે છે કે જે આ રીતે સમ્યકત્વાચરણ ચારિત્રને અંગીકાર કરી સંયમાચરણ ચારિત્રને અંગીકાર કરે તો શીઘ્ર જ નિર્વાણને પ્રાપ્ત કરે છે:
सम्मतचरणसुद्धा संजम चरणस्स जइ व सुपसिद्धा। णाणी अमूढदिट्ठी अचिरे पावंति णिव्वाणं ।।९।।
सम्यक्त्वचरणविशुद्धाः संयमचरणस्य यदि वा सुप्रसिद्धाः। ज्ञानिनः अमूढदृष्टयः अचिरं प्राप्नुवंति निर्वाणम् ।।९।। સમ્યકત્વચરણવિશુદ્ધને નિષ્પન્નસંયમચરણ જે; નિર્વાણને અચિરે વરે અવિમૂઢ દૃષ્ટિ જ્ઞાનીઓ. ૯
અર્થ:- જે જ્ઞાની હોઈને અમૂઢદષ્ટિ થઈને સમ્યકત્વચરણ ચારિત્રથી શુદ્ધ થાય છે અને જો સંયમાચરણ ચારિત્રથી સમ્યક પ્રકારે શુદ્ધ થાય તો શીધ્ર જ નિર્વાણ પામે છે.
ભાવાર્થ:- જે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી મૂઢ દૃષ્ટિ રહિત વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ થઈ સમ્મચારિત્રસ્વરૂપ સંયમનું આચરણ કરે તો શીઘ્ર જ મોક્ષ પામે. સંયમ અંગીકાર કર્યા પછી સ્વરૂપના સાધનરૂપ એકાગ્રતા સહિત ધર્મધ્યાનના બળથી સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનરૂપ થઈ શ્રેણી ચઢી, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, અઘાતિ કર્મનો નાશ કરી, મોક્ષ પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વાચરણ ચારિત્રનું જ માહાભ્ય છે. ૯
૧ અષ્ટગુણસુવિશુદ્ધ = આઠગુણોથી નિર્મળ. ૨ શિવહેતુ = મોક્ષનું કારણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જે સમ્યકત્વના આચરણથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે તો પણ મોક્ષ પામતા નથી:
सम्मत्तचरणभट्ठा संजमचरणं चरंति जे वि णरा। अण्णाणणाणमढा तह वि ण पावंति णिव्वाणं।।१०।।
सम्यक्त्वचरणभ्रष्टा: संयमचरणं चरन्ति येऽपि नराः।
अज्ञानज्ञानमूढाःतथाऽपि न प्राप्नुवंति निर्वाणम्।।१०।।
સમ્યકત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે, તોપણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ. ૧૦
અર્થ:- જે પુરુષ સમ્યકત્વાચરણ ચારિત્રથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે પણ તે અજ્ઞાનથી મૂઢદષ્ટિ થયા થકા નિર્વાણ પામતા નથી.
ભાવાર્થ:- સમ્યકત્વાચરણ ચારિત્ર વિના સંયમાચરણ ચારિત્ર નિર્વાણનું કારણ નથી. કેમકે સમ્યજ્ઞાન વિના તો જ્ઞાન મિથ્યા કહેવાય છે. તેથી આ પ્રમાણે સમ્યકત્વ વિના ચારિત્રને પણ મિથ્યાપણું આવે છે. ૧૦
હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ પ્રકારે સમ્યકત્વાચરણ ચારિત્રનાં ચિહ્ન કયા છે? જેનાથી એ જાણી શકાય. તેના ઉત્તરરૂપ ગાથામાં સમ્યકત્વનું ચિહ્ન કહે છે:
विच्छल्लं विणएण य अणकंपाए सुदाण दच्छाए। मग्गगुणसंसणाए अवगृहण रक्खणाए य।।११।।
ए ए हिं लक्खणेहिं य लक्खिज्जइ अज्जवेहिं भावेहिं। जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण।। १२ ।।
वात्सल्यं विनयेन च अनुकंपया सुदान दक्षया। मार्गगुणशंसनथा उपगूहनं रक्षणेन च।।११।।
एतैः लक्षणैः च लक्ष्यते आर्जवैः भावैः। जीव: आराधयन् जिनसम्यक्त्वं अमोहेन।।१२।।
૧ અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનારા. ૨ માર્ગગુણસ્તવના = નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૬૯
વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણસ્તવના થકી, ઉપગૂહન ને સ્થિતિકરણથી. ૧૧
-આ લક્ષણોથી તેમ 'આર્જવભાવથી લક્ષાય છે, વણમોહ જિનસમ્યકત્વને આરાધનારો જીવ જે. ૧૨
અર્થ - જિનદેવની શ્રદ્ધા તે સમ્યકત્વ તેને મોહ અર્થાત્ મિથ્યાત્વરહિત આરાધના કરતો થકો જીવ આ લક્ષણોથી અર્થાત્ ચિહ્નોથી ઓળખવામાં આવે છે-(૧) પ્રથમ તો ધર્માત્મા પુરુષો પ્રત્યે જેને વાત્સલ્યભાવ હોય, જેવી રીતે તત્કાલની પ્રસૂતિવાન ગાયને પોતાના વાછરૂ પ્રત્યે પ્રેમ હોય છે તેવી પ્રીતિ ધર્માત્મા પ્રત્યે હોય, એક તો આ ચિહ્ન છે. (૨) સમ્યકત્વાદિ ગુણોથી જે અધિક હોય તેમના પ્રત્યે વિનય અને સત્કારાદિ જેને અધિક હોય એવો વિનય એ પણ એક ચિહ્ન છે. (૩) જેને દુઃખી પ્રાણી જોઈને કરૂણાભાવસ્વરૂપ અનુકંપા ઉત્પન્ન થાય, આ પણ એક ચિહ્ન છે. અનુકંપા કેવી હોય? તેને અનુરૂપ દાનથી યોગ્ય હોય, નિગ્રંથ સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રશંસા સહિત હોય, –આ પણ એક ચિહ્ન છે. (૪) જે માર્ગની પ્રશંસા ન કરતા હોય તો એમ જાણો કે આ માર્ગની દઢ શ્રદ્ધા નથી. ધર્માત્મા પુરુષને કર્મના ઉદયથી દોષ ઉત્પન્ન થાય તો તેની પ્રસિદ્ધિ ન કરે, ઉપગૂન ભાવ હોય, આ એક ચિહ્ન છે. (૫) ધર્માત્માને માર્ગથી ટ્યુત થતા જાણી તેમને ફરી સ્થિર કરે. આવું નામનું ચિહ્ન છે. તેને સ્થિતિકરણ પણ કહે છે. આવા બધાં ચિહ્નોને સત્યાર્થ કરવાવાળો એક આર્જવભાવ છે. કેમકે નિષ્કપટ પરિણામથી આ બધા ચિહ્નો પ્રગટ થાય છે, સત્યાર્થ થાય છે. આટલાં લક્ષણોથી સમ્યગ્દષ્ટિને જાણી શકાય છે.
ભાવાર્થ:- મિથ્યાત્વકર્મના અભાવથી જીવોનો નિજભાવ સમ્યત્વભાવ પ્રગટ થાય છે, છદ્મસ્થને જ્ઞાન ગોચર નથી અને તેનાં બાહ્ય ચિહ્ન સમ્યગ્દષ્ટિને પ્રગટ હોય છે. તેનાથી સમ્યકત્વ થયું જાણી શકાય છે. જે વાત્સલ્ય આદિ ભાવ કહ્યા તે પોતાને તો પોતાના અનુભવગોચર હોય છે, અને બીજાને તેની વચન, કાયાની ક્રિયાથી જાણવામાં આવે છે. તેની પરીક્ષા જેવી રીતે પોતાને ક્રિયાવિશેષથી થાય છે તેવી રીતે અન્યની પણ ક્રિયાવિશેષથી થાય છે. આ રીતે વ્યવહાર છે. જો આવું ન હોય તો સમ્યકત્વ વ્યવહારમાર્ગનો લોપ થઈ જાય. માટે વ્યવહારી પ્રાણીઓને વ્યવહારનો જ આશ્રય કહ્યો છે, પરમાર્થને સર્વજ્ઞ જાણે છે. ૧૧-૧૨.
૧ આર્જવભાવ = સરળપરિણામ. ૨ લક્ષાય = ઓળખાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જો આવાં કારણો સહિત હોય તો સમ્યકત્વને છોડે છે:
उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा। अण्णाणमोहमग्गे कुव्वंतो जहदि जिणसम्मं ।।१३।। उत्साह भावना शंप्रशंसासेवा कुदर्शने श्रद्धा। अज्ञानमोहमार्गे कुर्वन् जहाति जिनसम्यक्त्वम्।।१३।।
અજ્ઞાનમોહ૫થે કુમતમાં ભાવના, ઉત્સાહ ને, શ્રદ્ધા, સ્તવન, સેવા કરે છે, તે તજે સમ્યકત્વને. ૧૩
અર્થ:- કુદર્શન અર્થાત્ નૈયાયિક, વૈશેષિક, સાંખ્યમત, મીમાંસકમત, વેદાંતમત, બૌદ્ધમત, ચાર્વાકમત, શૂન્યવાદનામાંમત, તેમના વેશ અને તેમણે કહેલાં પદાર્થ તથા શ્વેતામ્બરાદિક જૈનાભાસતે બધામાં શ્રદ્ધા, ઉત્સાહ, ભાવના, પ્રશંસા અને તેની ઉપાસના તથા સેવા જે પુરુષ કરે છે તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડ છે. તે કુદર્શન, અજ્ઞાન અને મિથ્યાત્વનો માર્ગ
ભાવાર્થ- અનાદિ કાળથી મિથ્યાત્વકર્મના ઉદયથી આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. તેને કોઈ ભાગ્યના ઉદયથી જિનમાર્ગની શ્રદ્ધા થઈ હોય અને મિથ્યામતના પ્રસંગથી મિથ્યામતમાં કોઈ કારણથી ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા, શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય તો સમ્યકત્વનો અભાવ થઈ જાય; કેમકે જિનમત સિવાય અન્ય મતોમાં છદ્મસ્થ અજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પદાર્થ તથા મિથ્યા પ્રવૃત્તિરૂપ માર્ગ છે, તેની શ્રદ્ધા થાય ત્યારે જિનમતની શ્રદ્ધા જતી રહે. માટે મિથ્યાષ્ટિઓનો સંસર્ગ જ કરવો નહિ. આ પ્રકારે ભાવાર્થ જાણવો. ૧૩
હવે કહે છે કે જે આ જ ઉત્સાહ, ભાવનાદિક કહ્યા તે સુદર્શનમાં હોય તો તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડતો નથી:
उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा। ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण।। १४ ।।
उत्साहभावना शंप्रशंससेवाः सुदर्शने श्रद्धां। न जहाति जिनसम्यक्त्वं कुर्वन् ज्ञानमार्गेण।। १४ ।। સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડે ન જિનસમ્યકત્વને. ૧૪
અર્થ:- સુદર્શન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ સમ્યમાર્ગ તેમાં ઉત્સાહભાવના અર્થાત્ ગ્રહણ કરવાનો ઉત્સાહ કરી વારંવાર ચિત્ત્વનરૂપ ભાવ અને પ્રશંસા અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ )
૭૧
મન-વચન-કાયાથી સારું જાણીને સ્તુતિ કરવી, સેવા અર્થાત્ ઉપાસના-પૂજનાદિ કરવા અને શ્રદ્ધા કરવી. આ પ્રકારે જ્ઞાનમાર્ગને યથાર્થ જાણતો જે પુરુષ છે તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડતો નથી.
ભાવાર્થ - જિનમતમાં ઉત્સાહ-ભાવના, પ્રશંસા, સેવા, શ્રદ્ધા જેને હોય છે તે સમ્યકત્વથી યુત થતો નથી. ૧૪ હવે અજ્ઞાન, મિથ્યાત્વ, કુચારિત્ર ત્યાગવાનો ઉપદેશ આપે છે:
अण्णांणं मिच्छत्तं वज्जह णाणे विसुद्धसम्मत्ते। अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए।।१५।। अज्ञानं मिथ्यात्वं वजय ज्ञाने विशुद्धसम्यक्त्वे।
अथ मोहं सारंभं परिहर धर्मे अहिंसायाम्।।१५।। અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુદ્ધને;
વળી મોહ તજ સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫ અર્થ:- આચાર્ય કહે છે કે, હે ભવ્ય! તું જ્ઞાન થતાં અજ્ઞાનનો ત્યાગ કર, વિશુદ્ધ સમ્યકત્વ થતાં મિથ્યાત્વનો ત્યાગ કર અને અહિંસા લક્ષણ ધર્મ થતાં આરંભ સહિત મોહને પરિહર.
ભાવાર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થતાં ફરીને મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્રમાં પ્રવર્તે નહિ એ પ્રકારે ઉપદેશ છે. ૧૫ હવે ફરી ઉપદેશ કરે છે:
पव्वज्ज संगचाए पयट्ट सुतवे सुसंजमे भावे। होइ सुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते।। १६ ।। प्रव्रज्यायां संगत्यागे प्रवर्तस्व सुतपसि सुसंयमे भावे। भवति सुविशुद्धध्यानं निर्मोहे वीतरागत्वे।। १६ ।। નિઃસંગ કહી દીક્ષા, પ્રવર્ત સુસંયમ, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬
અર્થ - હે ભવ્ય! તું સંગ અર્થાત્ પરિગ્રહનો ત્યાગ જેમાં હોય એવી દીક્ષા ગ્રહણ કરી અને સારી રીતે સંયમ સ્વભાવરૂપ થઈને સમ્યફપ્રકારે તપમાં પ્રવર્તન કર. જેથી તેને મોહ રહિત વીતરાગપણું થવાથી નિર્મળ ધર્મ-શુકલધ્યાન થાય.
૧ સારંભ = આરંભયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- નિગ્રંથ થઈ દીક્ષા લઈ સંયમભાવથી સારી રીતે તપમાં પ્રવર્તન કરે, ત્યારે સંસારનો મોહ દૂર થઈ વીતરાગપણું પ્રાપ્ત થાય. પછી નિર્મળ ધર્મધ્યાન અને શુકલધ્યાન થાય છે. આ પ્રમાણે ધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારે ઉપદેશ છે. ૧૬
હવે કહે છે કે, આ જીવ અજ્ઞાન અને મિથ્યાત્વના દોષથી મિથ્યામાર્ગમાં પ્રવર્તન કરે
છે:
मिच्छादंसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वज्झंति मूढजीवा 'मिच्छत्ताबुद्धिउदएण ।। १७ ।।
मिथ्यादर्शनमार्गे मलिने अज्ञानमोहदोषैः । वध्यन्ते मूढजीवाः मिथ्यात्वाबुद्ध्युदयेन।। १७।। જે વર્તતા `અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭
અર્થ:- જે મૂઢ જીવ છે તે અજ્ઞાન અને મોહ અર્થાત્ મિથ્યાત્વના દોષોથી મલિન એવા મિથ્યાદર્શન અર્થાત્ કુમત માર્ગ તેમાં મિથ્યાત્વ અને અબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનના ઉદયથી પ્રવૃત્ત
છે.
ભાવાર્થ:- આ મૂઢ જીવ મિથ્યાત્વ અને અજ્ઞાનના ઉદયથી મિથ્યામાર્ગમાં પ્રવર્તે છે.
માટે મિથ્યાત્વ-અજ્ઞાનનો નાશ કરવો એમ ઉપદેશ છે. ૧૭
હવે કહે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન શ્રદ્ધાનથી ચારિત્રનો દોષ દૂર થાય છેઃ
सम्मदंसण पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मेण य सदृहदि य परिहरदि चरित्तजे दोसे ।। १८ ।।
सम्यग्दर्शनेन पश्यति जानाति ज्ञानेन द्रव्यपर्यायान् । सम्यक्त्वेन च श्रदृधाति च परिहरति चारित्रजान् दोषान् ।। १८ ।।
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દ૨વ-પર્યાયને, સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો ૫રિહરે. ૧૮.
અર્થ:- આ આત્મા સમ્યગ્દર્શનથી તો સત્તામાત્ર વસ્તુને દેખે છે, સમ્યગ્નાનથી દ્રવ્ય અને પર્યાયોને જાણે છે, સમ્યક્ત્વથી દ્રવ્ય-પર્યાય સ્વરૂપ સત્તાવાન વસ્તુનું શ્રદ્ધાન કરે છે અને આ પ્રકારે દેખવું-જાણવું તથા શ્રદ્ધવું હોય ત્યારે ચારિત્ર અર્થાત્ આચરણમાં ઉત્પન્ન થતાં દોષોને છોડે છે.
૧ પાઠાન્તર. મિચ્છત્તા બુદ્ધિયોસેળ ૨ અજ્ઞાનમોમલે અજ્ઞાન અને મોહના દોષ વડે મલિન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૩
ભાવાર્થ:- વસ્તુ દ્રવ્ય-પર્યાયામક સત્તાસ્વરૂપ છે. તેથી જેવું છે તેવું જુએ, જાણે અને શ્રદ્ધાન કરે ત્યારે આચરણ શુદ્ધ થાય એવો સર્વજ્ઞના આગમથી વસ્તુનો નિશ્ચય કરીને આચરણ કરવું. વસ્તુ છે તે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. દ્રવ્યનું લક્ષણ સત્તા છે તથા ગુણ-પર્યાયવાનને દ્રવ્ય કહે છે. પર્યાય બે પ્રકારની છે, સહવર્તી અને ક્રમવર્તી. સહવર્તીને ગુણ કહે છે અને ક્રમવર્તીને પર્યાય કહે છે. દ્રવ્ય સામાન્યરૂપથી એક છે તોપણ વિશેષરૂપથી છ છે-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
જીવને દર્શન-જ્ઞાનમયી ચેતના તો ગુણ છે અને અચક્ષુ આદિ દર્શન, મતિ આદિ જ્ઞાન તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ તથા નર, નારકાદિ વિભાવપર્યાય છે. સ્વભાવપર્યાય અગુરુલઘુ ગુણદ્વારા હાનિવૃદ્ધિનું પરિણમન છે. પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ મૂર્તપણું તો ગુણ છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું ભેદરૂપ પરિણમન તથા અણુથી સ્કંધરૂપ થવું તથા શબ્દ, બંધ આદિરૂપ થવું ઇત્યાદિ પર્યાય છે. ધર્મ, અધર્મ દ્રવ્યને ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુત્વ તો ગુણ છે અને આ ગુણ દ્વારા જીવ અને પુદ્ગલને ગતિ અને સ્થિતિ હોય છે. તે પર્યાય છે અને અગુરુલઘુ ગુણદ્વારા હાનિ-વૃદ્ધિનું પરિણમન થાય છે. તે સ્વભાવ પર્યાય છે.
આકાશનો અવગાહન ગુણ છે. અને જીવ-પુદ્ગલ આદિને તેના નિમિત્તથી પ્રદેશભેદની કલ્પના કરીએ તે પર્યાય છે તથા હાનિ-વૃદ્ધિનું પરિણમન તે સ્વભાવપર્યાય છે. કાળદ્રવ્યનો વર્તના તો ગુણ છે. અને જીવ-પુદ્ગલાદિને તેના નિમિત્તથી સમય આદિની કલ્પના તે પર્યાય છે. તેને વ્યવહાર કાળ પણ કહે છે. તથા હાનિ-વૃદ્ધિનું પરિણમન તે સ્વભાવપર્યાય છે. ઇત્યાદિ તેમનું સ્વરૂપ જિનાગમથી જાણીને દેખવું, જાણવું, શ્રદ્ધાન કરવું, તેથી ચારિત્ર શુદ્ધ થાય છે. જ્ઞાન, શ્રદ્ધાન, વિના આચરણ શુદ્ધ હોતું નથી, આમ જાણવું. ૧૮
હવે કહે છે કે આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ ભાવ મોહરહિત જીવને હોય છે. તેનું આચરણ કરતો થકો શીધ્ર મોક્ષ પામે છે:
एए तिण्णि वि भावा हवंति जीवस्स मोहरहियस्स। णियगुणमाराहंतो अचिरेण य कम्म परिहरइ।।१९।।
ए ते त्रयोऽपि भावाः भवंति जीवस्य मोहरहितस्य।
निजगुणमाराधयन् अचिरेण च कर्म परिहरति।।१९।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
७४
(અષ્ટપાહુડ
રે! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯
અર્થ:- આ પૂર્વોક્ત સમ્યગ્દર્શન,-જ્ઞાન,-ચારિત્ર ત્રણ ભાવ છે, તે નિશ્ચયથી મોહ અર્થાત્ મિથ્યાત્વરહિત જીવને જ હોય છે. ત્યારે આ જીવ પોતાના નિજગુણ જે શુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતના તેની આરાધના કરતો થકો અલ્પ કાળમાં કર્મનો નાશ કરે છે.
ભાવાર્થ:- નિજગુણના ધ્યાનથી શીઘ્ર જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષ પામે છે. ૧૯
હવે સમ્યકત્વાચરણ ચારિત્રના કથનને સંકોચે છે -
संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ता' णं। सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा।।२०।।
संख्येयामसंख्येयगुणां संसारिमेरुमात्रा णं। सम्यक्त्वमनुचरंतः कुर्वन्ति दुःखक्षयं धीराः।।२०।।
સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યકત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦
અર્થ:- સમ્યકત્વનું આચરણ કરતાં કરતાં ધીર પુરુષો સંખ્યાતગુણી તથા અસંખ્યાતગુણી કર્મોની નિર્જરા કરે છે. અને કર્મોના ઉદયથી થયેલ સંસારનાં દુઃખોનો નાશ કરે છે. કર્મ કેવાં છે? સંસારીજીવોને મેરૂ અર્થાત્ મર્યાદા માત્ર છે અને સિદ્ધ થયા પછી કર્મ નથી.
ભાવાર્થ- આ સમ્યકત્વનું આચરણ થયા પછી પ્રથમ કાળમાં તો ગુણ શ્રેણી નિર્જરા હોય છે. તે અસંખ્યાતના ગુણાકારરૂપ છે. પછી જ્યાં સુધી સંયમનું આચરણ નથી હોતું ત્યાં સુધી ગુણશ્રેણી નિર્જરા થતી નથી. ત્યાં સંખ્યાતના ગુણાકારરૂપ હોય છે. માટે સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણઆ પ્રમાણે બન્ને વચન કહ્યાં છે. કર્મ તો સંસાર અવસ્થા છે. તેમાં દુ:ખનું કારણ મોહકર્મ છે. તેમાં મિથ્યાત્વ કર્મ પ્રધાન છે. સમ્યકત્વ થયા પછી મિથ્યાત્વનો તો અભાવ જ થયો. અને ચારિત્ર મોહુ દુઃખનું કારણ છે તે પણ જ્યાંસુધી છે ત્યાંસુધી તેની નિર્જરા કરે છે. આ રીતે અનુક્રમથી દુઃખનો ક્ષય થાય છે. સંયમાચરણ થયા બાદ સર્વે દુઃખોનો ક્ષય થશે જ. સમ્યકત્વનું માહાભ્ય આ પ્રકારે છે કે, સમ્યકત્વાચરણ થવાથી સંયમાચરણ પણ શીઘ્ર જ થાય છે. માટે સમ્યકત્વને મોક્ષમાર્ગમાં પ્રધાન જાણીને તેનું જ વર્ણન પહેલાં કર્યું છે. ૨૦
૧ અચિરે = અલ્પ કાળમાં. ૨ “સંસારિમેરૂમત્તા’ ‘સાસરિમેરુમિત્તા' આ શબ્દ સટીક સંસ્કૃત પ્રતિમાં ‘સર્ષvમેરુમાત્રા' આ પ્રકારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાઠુડ )
હવે સંયમાચરણ ચારિત્ર કહે છે:
છે.૨૨
दुबिहं संजमचरणं सायारं तह हवे णिरायारं । सायारं सग्गंथे परिग्गहा रहिय खलु णिरायारं ।। २१ ।।
द्विविधं संयमचरणं सागारं तथा भवेत् निरागारं । सागारं सग्रन्थे परिग्रहाद्रहिते खलु निरागारम् ।। २१ ।।
સાગાર-અણ-આગાર એમ દ્વિભેદ સંયમચ૨ણ છે; સાગાર છે `સગ્રંથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧
અર્થ:- સંયમાચરણ ચારિત્ર બે પ્રકારનું છે. સાગાર અને નિરાગાર. સાગાર તો પરિગ્રહ સહિત શ્રાવકને હોય છે અને નિરાગાર પરિગ્રહરહિત મુનિને હોય છે. આ નિશ્ચય છે.
૨૧
હવે સાગાર સંયમાચરણ કહે છે:
दंसण वय सामाइय पोसह सचित्त रायभत्ते य । बंभारंभ परिग्गह अणुमण उद्दिट्ठ देसविरदो य ।। २२ ।। दर्शनं व्रतं सामायिकं प्रोषधं सचित्तं रात्रिभुक्तिश्व । ब्रह्म आरंभः परिग्रहः अनुमतिः उद्दिष्ट देशविरतश्व ।। २२ ।।
દર્શન, વ્રતં સામાયિક, પ્રોષધ, સચિત, નિશિભક્તિને, વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨
અર્થ:- દર્શન, વ્રત, સામાયિક અને પ્રોષધ આદિનું નામ એકદેશ છે અને બીજા નામ આ કહ્યાં છે, : પ્રોષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ અને ઉદ્દિષ્ટત્યાગ આ પ્રમાણે અગિયાર પ્રકારે દેશવિરત છે.
ભાવાર્થ:- આ સાગાર સંયમાચરણના અગિયાર સ્થાન છે તેને પ્રતિમા પણ કહે
હવે આ સ્થાનોમાં સંયમનું આચરણ કેવી રીતે હોય છે તે કહે છે:
पंचेव णुव्वयाइं गुणव्वयाइं हवंति तह तिण्णि । सिक्खावय चत्तारि य संजमचरणं च सायारं ।। २३ ।।
पंचैव अणुव्रतानि गुणव्रतानि भवंति तथा त्रीणि । शिक्षाव्रतानि चत्वारि संयमचरणं च सागारम्।। २३ ।।
રાત્રિભોજનત્યાગ.
૭૫
૧ પાઠાન્તર :- સાંથૅ ૨ નિશિભુક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
(અષ્ટપાહુડી
અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે, શિક્ષાવ્રતો છે ચાર;-એ સંયમચરણ સાગાર છે. ૨૩
અર્થ:- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-આ પ્રમાણે બાર પ્રકારનું સંયમાચરણ ચારિત્ર છે. જે સાગાર છે, તે ગ્રંથ સહિત શ્રાવકને હોય છે તેથી સાગાર કહ્યું છે.
પ્રશ્ન:- આ બાર પ્રકાર તો વ્રતના કહ્યાં અને આગળ ગાથામાં અગિયાર નામ કહ્યાં, તેમાં પ્રથમ દર્શન નામ કહ્યું. તેમાં એ વ્રત કેવી રીતે હોય છે?
સમાધાન:- અણુવ્રત એવું નામ કિંચિત્ વ્રતનું છે. તે પાંચ અણુવ્રતોમાંથી કિંચિત્ અહીં પણ હોય છે. માટે દર્શનપ્રતિમાના ધારક પણ અણુવ્રતી જ છે. તેનું નામ દર્શન જ કહ્યું. અહીં આ પ્રકારે જાણવું કે એમાં કેવળ સમ્યકત્વ જ હોય છે અને અવ્રતી છે, અણુવ્રત નથી. એના અણુવ્રત અતિચાર સહિત હોય છે તેથી વતી નામ ન કહ્યું. બીજી પ્રતિમામાં અણુવ્રત અતિચાર રહિત પાળે છે તેથી તેમને વ્રત નામ કહ્યું છે. અહીં સમ્યકત્વના અતિચાર ટાળે છે, સમ્યકત્વ જ પ્રધાન છે એટલે દર્શન પ્રતિમા નામ કહ્યું છે. અન્ય ગ્રંથોમાં આનું સ્વરૂપ એ પ્રકારે કહ્યું છે કે જે આઠ મૂળગુણનું પાલન કરે, સાત વ્યસનને ત્યાગે, જેને અતિચાર રહિત શુદ્ધ સમ્યકત્વ હોય તે દર્શન પ્રતિમા ધારક છે. પાંચ ઉદમ્બરફળ અને મધ, માંસ, મધ આ આઠેનો ત્યાગ કરે તે આઠ મૂળ ગુણ છે.
કોઈ ગ્રંથમાં આ પ્રકારે કહ્યું છે કે પાંચ અણુવ્રત પાળે, મધ, માંસ અને મધનો ત્યાગ કરે તે આઠ મૂળ ગુણ છે. પરંતુ આમાં વિરોધ નથી, વિચક્ષા ભેદ છે. પાંચ ઉદમ્બરફળ અને ત્રસ મકારનો ત્યાગ કહેવાથી જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રણ જીવ દેખાતા હોય તે બધી વસ્તુઓનું ભક્ષણ ન કરે. દેવાદિકના નિમિત્ત તથા ઔષધાદિકના નિમિત્ત ઇત્યાદિ કારણોથી દેખાતા ત્રસજીવોનો ઘાત ન કરે એવો આશય છે. આમાં તો અહિંસા અણુવ્રત આવ્યું. સાત વ્યસનોના ત્યાગમાં જૂઠ, ચોરી અને પરસ્ત્રીનો ત્યાગ આવ્યો. ને અન્ય વ્યસનોનાં ત્યાગમાં અન્યાય, પરધન, પરસ્ત્રીનું ગ્રહણ નથી. તેથી તેમાં અતિલોભના ત્યાગથી પરિગ્રહ ઘટાડવાનું આવ્યું. આ રીતે પાંચ અણુવ્રત આવે છે. તેનાં (વ્રતાદિ પ્રતિમાના) અતિચાર ટળતાં નથી તેથી અણુવ્રતી નામ તેને અપાતું નથી. તેમ છતાં આ પ્રકારથી દર્શન પ્રતિમાનો ધારક પણ અણુવ્રતી છે. માટે દેશવિરતમાં સાગાર સંયમાચરણ-ચારિત્રમાં-તેમને પણ ગણ્યા છે. ૨૩
હવે પાંચ અણુવ્રતનું સ્વરૂપ કહે છે –
थूले तसकायवहे थूले मोषे अदत्तथूले य। परिहारो परमहिला परिग्गहारंभपरिमाणं ।। २४ ।।
૧ ‘સત્તધૂને ' ના સ્થાને સંસ્કૃત છાયામાં ‘તિતિવધૂને', “પરમહિલા” ના સ્થાને ‘પરમપિઝ્મ' એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૭
स्थूले त्रसकायवधे स्थूलायां मृणायां अदत्तस्थूले च। परिहारः परमहिलायां परिग्रहारंभपरिमाणम्।। २४।।
ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના પરિહારને, આરંભપરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪
અર્થ:- સ્થળ ત્રસકાયનો ઘાત, સ્થૂળ મૃષા અર્થાત્ અસત્ય, ધૂળ અદત્તા અર્થાત્ બીજાનું દીધા વિનાનું ધન, પર મહિલા અર્થાત્ પરસ્ત્રી–આ સર્વનો તો પરિહાર અર્થાત્ ત્યાગ અને પરિગ્રહ તથા આરંભનું પરિમાણ-એમ પાંચ અણુવ્રત છે.
ભાવાર્થ- અહીં સ્થૂળ કહેવાનો એવો અર્થ જાણવો કે જેમાં પોતાનું મૃત્યુ થાયબીજાનું મૃત્યુ થાય, પોતાનું ઘર બગડ, બીજાનું ઘર બગડે, રાજાના દંડને યોગ્ય થાય, પંચના દંડને યોગ્ય થાય, આ પ્રમાણે મોટા અન્યાયરૂપ પાપકાર્ય જાણવા. આ પ્રમાણે સ્થૂળ પાપ રાજાદિકના ભયથી ન કરે તે વ્રત નથી. તેને તીવ્ર કષાયના નિમિત્તથી તીવ્ર કર્મબંધનું નિમિત્ત જાણીને સ્વયમેવ ન કરવાના ભાવરૂપ ત્યાગ હોય તે વ્રત છે. તેમના અગિયાર સ્થાનક કહ્યાં છે. તેમાં ઉપર ઉપર ત્યાગ વધતો જાય છે. તેની ઉત્કૃષ્ટતા સુધી એવો છે કે જે કાર્યોમાં ત્રસ જીવોની બાધા પહોંચતી હોય એ પ્રકારના બધાં કાર્ય છૂટી જાય છે. તેથી સામાન્ય એવું નામ કહ્યું છે કે ત્રસહિંસાનો ત્યાગી દેશવ્રતી હોય છે. આનું વિશેષ કથન અન્ય ગ્રન્થોમાંથી જાણવું.૨૪
હવે ત્રણ ગુણવ્રત કહે છે –
दिसिविदिसिमाण पढमं अणत्थंदृइंडस्स वज्जणं बिदियं। भोगोपभोगपरिमा इयमेव गुणव्वया तिण्णि।। २५ ।।
दिग्विदिग्मानं प्रथमं अनर्थदण्डस्य वर्जनं द्वितीयम्। भोगोपभोगपरिमाणं इमान्येव गुणव्रतानि त्रीणि ।। २५।। દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે, ભોગોપભોગ તણું કરે પરિમાણ, -ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫
અર્થ - દિશા-વિદિશામાં ગમનનું પરિમાણ તે પ્રથમ ગુણવ્રત છે, અનર્થ દંડનો ત્યાગ બીજું ગુણવ્રત છે અને ભોગ-ઉપભોગનું પરિમાણ ત્રીજું ગુણવ્રત છે-આ રીતે આ ત્રણ ગુણવ્રત
ભાવાર્થ- અહીં ગુણ શબ્દ તો ઉપકારનો વાચક છે. એ અણુવ્રતોને ઉપકાર કરે છે. દિશા-વિદિશા અર્થાત્ પૂર્વ આદિ દિશા-વિદિશામાં ગમન કરવાની મર્યાદા કરે. અનર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
(અષ્ટપાહુડ
દંડ અર્થાત્ જે કાર્યોમાં પોતાનું પ્રયોજન ન સધાય એ પ્રકારના પાપ કાર્યો ન કરે. અહીં કોઈ પૂછ-પ્રયોજન વગર તો કોઈપણ જીવ કાર્ય કરતું નથી. કંઈક પ્રયોજન વિચારીને જ કરે છે. તો પછી અનર્થદંડ કયાં રહ્યો? એનું સમાધાન-સમ્યગ્દષ્ટિ શ્રાવક હોય તે પ્રયોજન પોતાના પદને યોગ્ય વિચાર કરે છે. પદ યોગ્ય સિવાયનું સર્વ અનર્થ છે. પાપી પુરુષોના તો બધાં જ પાપ પ્રયોજનવાળાં છે, તેમની તો વાત જ શું! ભોગ કહેવાથી ભોજનાદિક અને ઉપભોગ કહેવાથી સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, વાહનાદિક તેનું પરિમાણ કરે–આમ જાણવું. ૨૫
હવે ચાર શિક્ષાવ્રત કહે છે:
सामाइयं च पढमं बिदियं च तहेव पोसहं भणियं। तइयं च अतिहिपुज्जं चउत्थ सल्लेहणा अंते।। २६ ।। सामाइकं च प्रथमं द्वितीयं च तथैव प्रोषधः भणितः। तृतीयं च अतिथिपूजा चतुर्थं सल्लेखना अन्ते।। २६ ।।
સામાયિકં, વ્રત પ્રોષધ, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના-શિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬
અર્થ:- સામાયિક તો પહેલું શિક્ષાવ્રત છે તેવી જ રીતે બીજું પ્રોપધવ્રત છે. ત્રીજું અતિથિપૂજા છે અને ચોથું અન્યસમયે સંલ્લેખના વ્રત છે.
ભાવાર્થ:- અહીં શિક્ષા શબ્દનો એવો અર્થ સૂચિત છે કે આગામી મુનિવ્રતની શિક્ષા આમાં છે. જ્યારે મુનિ થશે ત્યારે આ પ્રકારે રહેવું પડશે. સામાયિક કહેવાથી તો રાગદ્વેષનો ત્યાગ કરીને બધી ગૃહારંભ સંબંધી ક્રિયાઓથી નિવૃત્તિ થઈને એકાન્ત સ્થાનમાં બેસી જઈ પ્રભાત, મધ્યાહ્ન અને સાંજના અમૂક કાળની મર્યાદા બાંધીને પોતાના સ્વરૂપનું ચિંતવન તથા પચપરમેઠીની ભક્તિના પાઠ વાચવા, તેમની વેદના કરવી ઇત્યાદિ વિધાન કરવા તે સામાયિક છે. આ પ્રમાણે પ્રોષધ અર્થાત આઠમ, ચૌદસના પર્વોમાં પ્રતિજ્ઞા લઈને ધર્મકાર્યોમાં પ્રવર્તવું તે પ્રોષધ છે. અતિથિ અર્થાત્ મુનિઓની પૂજા કરવી, તેમને આહારદાન આપવું તે અતિથિપૂજન છે. અંત સમયમાં કાયા અને કષાયને કૃશ કરી સમાધિ મરણ કરવું તે અંત સંલ્લેખના છે. આ પ્રમાણે ચાર શિક્ષાવ્રત છે.
પ્રશ્ન:- તત્ત્વાર્થસૂત્રમાં ત્રણ ગુણવ્રતમાં દેશવ્રત કહ્યું અને ભોગપભોગ પરિમાણને શિક્ષાવ્રતમાં કહ્યું તથા સંલ્લેખનાને જુદું કહ્યું છે. તે કેવી રીતે?
સમાધાન:- આ વિવક્ષા ભેદ છે. અહીં દેશવ્રત દિગ્ગતમાં ગર્ભિત છે અને સંલ્લેખનાને શિક્ષાવ્રતમાં કહ્યું છે. તેમાં કંઈ વિરોધ નથી. ર૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૯
હવે કહે છે કે સંયમાચરણ ચારિત્રમાં શ્રાવક ધર્મ કહ્યો. હવે યતિધર્મ કહે છે:
एवं सावयधम्मं संजमचरणं उदेसियं सयलं। सुद्धं संजमचरणं जइधम्मं णिक्कलं वोच्छे।। २७ ।।
एवं श्रावकधर्मं संयमचरणं उपदेशितं सकलम्। शुद्धं संयमचरणं यतिधर्म निष्फलं वक्ष्ये।। २७।।
શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણ સંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭
અર્થ:- એવું એટલે આ પ્રકારે શ્રાવકધર્મસ્વરૂપ સંયમાચરણ તો કહ્યું. તે કેવું છે? સકલ અર્થાત્ કલા સહિત છે. એક દેશને કલા કહે છે. હવે યતિધર્મના ધર્મસ્વરૂપ સંયમાચરણ છે તેને કહીશ એવી આચાર્ય પ્રતિજ્ઞા કરી છે. યતિધર્મ કેવો છે? શુદ્ધ છે, નિર્દોષ છે, જેમાં પાપાચરણનો લેશ નથી. નિકલ અર્થાત્ કલાથી નિઃકાન્ત છે, સંપૂર્ણ છે. શ્રાવકધર્મની જેમ એકદેશ નથી. ર૭
હવે યતિધર્મની સામગ્રી કહે છે:
पंचेंदियसंवरणं पंच वया पंचविंसकिरियासु। पंच समिदि तय गुत्ती संजमचरणं णिरायारं।। २८ ।। पंचेंद्रियसंवरणं पंच व्रता: पंचविंशतिक्रियासु। पंच समितयः तिस्रः गुप्तयः संयमचरणं निरागारम्।।२८।।
પંચેન્દ્રિસંવ૨, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચ સમિતિ, ત્રિગુપ્તિ-અણ-આગાર સંયમચરણ છે. ૨૮
અર્થ:- પાંચ ઇન્દ્રિયોનો સંવર, પાંચ વ્રત કે તે પચ્ચીસ ક્રિયાનો સદ્ભાવ થતાં થાય છે, તથા સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ રીતે નિરાગાર સંયમાચરણ ચારિત્ર હોય છે. ૨૮
હવે પાંચ ઇન્દ્રિયોના સંવરનું સ્વરૂપ કહે છે
अमणुण्णे य मणुण्णे सजीवदव्वे अजीवदव्वे य। ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ।। २९ ।।
अमनोज्ञे च मनोज्ञे सजीवद्रव्ये अजीवद्रव्ये च। न करोति रागद्वेषौ पंचेन्द्रियसंवरः भणितः।। २९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
સુમનોજ્ઞ ને અમનોશ જીવ-અજીતદ્રવ્યોને વિષે
કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિયંવર ઉક્ત છે. ૨૯. અર્થ:- અમનોજ્ઞ તથા મનોજ્ઞ એવા પદાર્થમાં જેને લોકો પોતાના માને એવા સજીવ દ્રવ્યો-સ્ત્રી પુત્રાદિક અને અજીવ દ્રવ્યો-ધન ધાન્ય આદિ સર્વે પુદ્ગલ દ્રવ્યો આદિમાં રાગદ્વેષ ન કરે તેને પાંચ ઇન્દ્રિયોનો સંવર કહ્યો છે.
ભાવાર્થ- ઇન્દ્રિયગોચર સજીવ-અજીવ દ્રવ્ય છે. તે ઇન્દ્રિયોના ગ્રહણમાં આવે છે. તેમાં આ પ્રાણી કોઈને ઈષ્ટ માની રાગ કરે છે અને કોઈને અનિષ્ટ માની દ્રષ કરે છે. આવા રાગદ્વેષ મુનિ કરતા નથી. તેમને સંયમાચરણ ચારિત્ર હોય છે. ૨૯ હવે પાંચ વ્રતોનું સ્વરૂપ કહે છે:
हिंसाविरई अहिंसा असच्चविरई अदत्तविरई य। तुरियं अबभविरई पंचम संगम्मि विरई य।।३०।। हिंसाविरतिरहिंसा असत्यविरतिः अदत्तविरतिश्व।
तुर्यं अब्रह्मविरतिः पंचम संगे विरतिः च।। ३०।। હિંસાવિરામ, અસત્ય તેમ અદાથી વિરમણ અને
અબ્રહ્મવિરમણ, સંગવિરમણ - છે મહાવ્રત પાંચ એ. ૩૦ અર્થ - પ્રથમ તો હિંસાથી વિરતિ અહિંસા છે, બીજું અસત્યવિરતિ છે, ત્રીજું અદત્તવિરતિ છે, ચોથું અબ્રહ્મવિરતિ છે, અને પાંચમું પરિગ્રહ વિરતિ છે.
ભાવાર્થ:- આ પાંચે પાપોનો સર્વથા ત્યાગ જે હોય છે તે પાંચ મહાવ્રત છે. ૩) હવે તેને મહાવ્રત કેમ કહે છે તે કહે છે:
साहति जं महल्ला आयरियं जं महल्लपुव्वेहिं। जं च महल्लाणि तदो महव्वया इत्तहे याइं।।३१।। साधयंति यन्महांत: आचरितं यत् महत्पूर्वैः। यच्च महन्ति ततः महाव्रतानि एतस्माद्धेतोः तानि।।३१।। મોટા પુરુષ સાથે, પૂરવ મોટા જનોએ આચર્યા, સ્વયમેવ વળી મોટાં જ છે, તેથી મહાવ્રત તે કર્યા. ૩૧
૧ રાગવિરોધ = રાગદ્વેષ. ૨ ‘મળયા ડુત્તેયારું' ની જગ્યાએ ‘મવિયાડું તારું ' જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
અર્થ:- મહુલ્લા અર્થાત્ મહંત પુરુષ જેની સાધના કરે છે, આચરણ કરે છે અને પહેલાં પણ મહંત પુરુષોએ જેનું આચરણ કર્યું છે, તથા આ વ્રતો પોતે જ મહાન છે, કેમકે આમાં પાપનો લેશ નથી આવા એ પાંચ મહાવ્રત છે.
ભાવાર્થ- જેનું મોટા પુરુષો આચરણ કરે અને પોતે નિર્દોષ જ હોય તે મહાન કહેવાય છે. આ પ્રકારે આ પાંચ વ્રતોને મહાવ્રતની સંજ્ઞા મળી છે. ૩૧
હવે આ પાંચ વ્રતોની પચ્ચીસ ભાવના કહે છે. તેમાંથી પ્રથમ જ અહિંસાવ્રતની પાંચ ભાવના કહે છે:
वयगुत्ती मणगुत्ती इरियासमिदी सुदाणणिक्खेवो। अवलोयभोयणाए अहिंसए भावणा होति।।३२।।
वचोगुप्तिः मनोगुप्तिः ईर्यासमितिः सुदाननिक्षेपः। अवलोक्यभोजनेन अहिंसाया भावना भवंति।। ३२ ।।
મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને અવલોકીને ભોજન-અહિંસા ભાવના એ પાંચ છે. ૩૨.
અર્થ - વચનગુપ્તિ અને મનોગુપ્તિ એવી બે તો ગુપ્તિઓ, ઈર્યાસમિતિ, સારી રીતે કમંડલ વગેરેનું ગ્રહણ-નિક્ષેપ એ આદાન-નિક્ષેપણા સમિતિ અને સારી રીતે જોઈને વિધિપૂર્વક શુદ્ધ ભોજન કરવું એ એષણાસમિતિ. -આ પ્રકારે એ પાંચ અહિંસા મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ:- વારંવાર તેનો જ અભ્યાસ કરવો તેનું નામ ભાવના છે. પ્રવૃત્તિ-નિવૃત્તિમાં હિંસા લાગે છે, તેનો નિરંતર યત્ન રાખે ત્યારે અહિંસાવ્રતનું પાલન થાય. માટે અહીં યોગોની નિવૃત્તિ કરવી હોય તો સારી રીતે ગુપ્તિરૂપ કરવી અને પ્રવૃત્તિ કરવી હોય તો સમિતિરૂપ કરવી. આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી અહિંસા મહાવ્રત દઢ રહે છે. આવા જ આશયથી તેને ભાવના કહે છે. ૩ર
હવે સત્ય મહાવ્રતની ભાવના કહે છે -
कोहभयहासलोहा मोहा विवरीय भावणा चेव। विदियस्स भावणाए ए पंचैव य तहा होंति।।३३।।
क्रोध भय हास्य लोभ मोहा विपरीतभावनाः च एव। द्वितीयस्य भावना इमा पंचेव च तथा भवंति।।३३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
જે ક્રોધ, ભય ને હાસ્ય તેમજ લોભ-મોહ-કુભાવ છે,
તેના 'વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩ અર્થ:- ક્રોધ, ભય, હાસ્ય, લોભ અને મોહ તેનાથી વિપરીત અર્થાત્ તેનો અભાવ હોય તે બીજા વ્રતની સત્ય મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ- અસત્ય વચનની પ્રવૃત્તિ ક્રોધથી, ભયથી, હાસ્યથી, લોભથી અને પરદ્રવ્યના મોહરૂપ મિથ્યાત્વથી થાય છે. તેનો ત્યાગ કરવાથી સત્ય મહાવ્રત દેઢ રહે છે.
તત્ત્વાર્થસૂત્રમાં પાંચમી ભાવના અનુવીચી ભાષણ કહી છે, તો એનો અર્થ એ છે કે જિનસૂત્ર અનુસાર વચન બોલે અને અહીં મોહનો અભાવ કહ્યો તે મિથ્યાત્વના નિમિત્તથી સૂત્ર વિરૂદ્ધ બોલે છે. મિથ્યાત્વનો અભાવ થતાં સૂત્ર વિરૂદ્ધ બોલવાનું બનતું નથી. અનુવીચી ભાષણનો પણ આ જ અર્થ થયો, તેમાં અર્થભેદ નથી. ૩૩ હવે અચૌર્ય મહાવ્રતની ભાવના કહે છે -
सुण्णायारणिवासो विमोचियावास जन परोधं च। एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो।। ३४ ।। शून्यागारनिवासः विमोचित्तावासः यत् परोधं च। एषणाशुद्धिसहितं साधर्मिसमविसंवादः।।३४।। સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પ૨-ઉપરોધના,
આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદના. ૩૪ અર્થ - શૂન્યાગાર અર્થાત્ ગિરિ, ગુફા, વૃક્ષ-બખોલ આદિમાં નિવાસ કરવો, વિમોચિત-આવાસ અર્થાત્ જેને લોકોએ કોઈપણ કારણથી છોડી દીધો હોય. એવા ગૃહુગ્રામાદિકમાં નિવાસ કરવો, પરોપરોધ અર્થાત્ જ્યાં બીજાને અવરોધ ન થાય એ રીતે રહેવું, તથા વસતિકાદિમાં રહી બીજાને રોકવા નહિ, એષણા શુદ્ધિ અર્થાત્ આહાર શુદ્ધ લેવો અને સાધર્મીઓથી વિખવાદ ન કરવો. આ પાંચ ભાવના ત્રીજા મહાવ્રતની છે.
ભાવાર્થ- વસતિકામાં રહેવું અને આહાર લેવો એ બે પ્રવૃત્તિઓ મુનિઓને અવશ્ય હોય છે. લોકમાં એમના નિમિત્તે અદત્તનું આદાન હોય છે. મુનિઓએ એવા સ્થાન પર રહેવું જોઈએ કે જ્યાં અદત્તનો દોષ ન લાગે અને આહાર પણ એવી રીતે લેવો કે જેમાં અદત્તનો દોષ ન લાગે. તથા બન્નેની પ્રવૃત્તિમાં સાધર્મી આદિથી વિખવાદ ઉત્પન્ન ન થાય. આ પ્રકારે આ પાંચ ભાવના કહી છે. તેના પાલનથી અચૌર્ય મહાવ્રત દઢ રહે છે. ૩૪
૧ વિપર્યયભાવ = વિપરીત ભાવ. ૨ પાઠાન્તર :- વિમોચિતાવાસા ૩ પ૨-ઉપરોધના = બીજાને
નડતર થાય એમ ન રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૮૩
હવે બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના કહે છે:
महिलालोयणपुव्वरइसरणसंसत्तवसहिविकहाहिं। पुट्ठियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि।। ३५।। महिला लोकन पूर्वरति स्मरणसंसक्त वसतिविकथाभिः। पौष्टिकरसैः विरतः भावनाः पंचापि तुर्ये।। ३५ ।। મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, 'ત્રિયાકથા,
પૌષ્ટિક રસોથી વિરતિ-તે વ્રત તુર્યની છે ભાવના. ૩૫ અર્થ - સ્ત્રીઓનું અવલોકન અર્થાત્ રાગભાવ સહિત દેખવું, પૂર્વકાળમાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું, સ્ત્રીઓથી સંસક્ત વસતિકામાં રહેવું, સ્ત્રીઓની કથાવાર્તા કરવી, પૌષ્ટિક રસોનું સેવન કરવું. આ પાંચેથી વિકાર ઉત્પન્ન થાય છે. તેથી આનાથી વિરક્ત રહેવું. આ પાંચ બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ- કામવિકારના નિમિત્તથી બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે. માટે સ્ત્રીઓને રાગભાવથી દેખવું ઇત્યાદિ નિમિત્તો કહ્યા, તેનાથી વિરક્ત રહેવું, પ્રસંગમાં આવવું નહિ. તેનાથી બ્રહ્મચર્ય મહાવ્રત દઢ રહે છે. ૩૫ હવે પાંચ અપરિગ્રહ મહાવ્રતની ભાવના કહે છે -
अपरिग्गह समणुण्णेसु सद्दपरिसरसरूवगंधेसु। रायद्दोसाईणं परिहारो भावणा होति।। ३६ ।। अपरिग्रहे समनोज्ञेषु शब्दस्पर्शरसरूपगंधेषु। रागद्वेषादीनां परिहारो भावनाः भवन्ति ।। ३६।। મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમજ શબ્દમાં,
કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬ અર્થ:- શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આ પાંચ ઇન્દ્રિયોના વિષય સમનોજ્ઞ અર્થાત્ મનને સારા લાગવાવાળા અને અમનોજ્ઞ અર્થાત્ મનને ખરાબ લાગવાવાળા હોય છે. તેથી આ બન્નેમાં જ રાગ-દ્વેષ આદિ ન કરવો એ પરિગ્રત્યાગ વ્રતની પાંચ ભાવના છે.
ભાવાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ શબ્દ છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરૂપ રાગ-દ્વેષ ન કરે ત્યારે જ અપરિગ્રહ વ્રત દઢ રહે છે. તેથી આ પાંચ ભાવના અપરિગ્રહ મહાવ્રતની કહેવામાં આવે છે. ૩૬
૧ ત્રિયાકથા = સ્ત્રીકથા. ૨ સુર્ય = ચતુર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે પાંચ સમિતિઓ કહે છે:
इरिया भासा एसण जा सा आदाण चे व णिक्खेवो। 'संजमसोहिणिमित्तं खंति जिणा पंच समिदीओ।। ३७।।
ईर्या भाषा एषणा या सा आदानं चैव निक्षेपः। संयमशोधिनिमित्तं ख्यान्ति जिनाः पंच समितीः।। ३७।।
ઈર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપ-એ
સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭ અર્થ - ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપના-આ પાંચ સમિતિઓ સંયમની શુદ્ધતા માટેના કારણો છે. આમ જિનદેવ કહે છે.
ભાવાર્થ:- મુનિ પાંચ મહાવ્રતરૂપ સંયમનું સાધન કરે છે. તે સંયમની શુદ્ધતા માટે પાંચ સમિતિરૂપે પ્રવર્તે છે. તેથી તેનું નામ સાર્થક છે. “સ” અર્થાત્ સમ્યક પ્રકાર, “ઈતિ' અર્થાત્ પ્રવૃત્તિ જેમાં હોય તે સમિતિ છે. (મુનિ) ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ પૃથ્વીને દેખીને ચાલતા હોય છે. જ્યારે બોલે ત્યારે હિતમિતરૂપ વચન બોલે છે. આહાર લે ત્યારે છેતાલીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ચૌદ મલદોષ રહિત શુદ્ધ આહાર લે છે. ધર્મોપકરણ ઉપાડે ત્યારે પણ સંભાળપૂર્વક લે છે. એવી જ રીતે કંઈ ક્ષેપણ કરે તો યત્નપૂર્વક કરે છે. આ પ્રકારે નિષ્પમાદ વર્તે ત્યારે સંયમનું શુદ્ધ પાલન થાય છે. એટલે પાંચ સમિતિરૂપ પ્રવૃત્તિ કહી છે. આ સંયમાચરણ ચારિત્રની પ્રવૃત્તિ કહી. ૩૭ હવે આચાર્ય નિશ્ચય ચારિત્રને મનમાં ધારણ કરીને જ્ઞાનનું સ્વરૂપ કહે છે:
भव्वजणबोहणत्थं जिणमग्गे जिणवरेहि जह भणियं। णाणं णाणसरूवं अप्पाणं तं वियाणेहि।। ३८।। भव्यजन बोधनार्थं जिनमार्गे जिनवरैः यथा भणितं। ज्ञानं ज्ञानस्वरूपं आत्मानं तं विजानीहि।। ३८।। રે! ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે, તે રીતે જાણો જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮
અર્થ - જિનમાર્ગમાં જિનેશ્વરદેવે ભવ્યજીવોને સંબોધવા માટે જે જ્ઞાન અને જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને હે ભવ્ય જીવ! તું જાણ.
૧ પાઠાંતર = સંનસોફિળિમિત્તે ૨ ભવ્યજનબોધાર્થ = ભવ્યજનોને બોધવા માટે. ૩ જ્ઞાનાત્મ =
જ્ઞાનસ્વરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૮૫
ભાવાર્થ- જ્ઞાન અને જ્ઞાનના સ્વરૂપને અન્ય મતવાળા અનેક પ્રકારથી કહે છે તેવું જ્ઞાન અને તેનું સ્વરૂપ નથી. જે સર્વજ્ઞ વીતરાગદેવ ભાષિત જ્ઞાન અને જ્ઞાનનું સ્વરૂપ છે તે જ નિબંધ સત્યાર્થ છે અને જ્ઞાન છે તે જ આત્મા છે, તથા આત્માનું સ્વરૂપ છે. તેને જાણીને તેમાં સ્થિરતાભાવ કરે, પરદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ ન કરે તે જ નિશ્ચય ચારિત્ર છે. માટે પૂર્વે કહ્યા પ્રમાણે મહાવ્રતાદિની પ્રવૃત્તિ કરીને આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થવું એવો ઉપદેશ છે. ૩૮ હવે કહે છે કે જે આ પ્રકારે જ્ઞાનથી એવું જાણે છે તે સમ્યજ્ઞાની છેઃ
जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी। रायादिदोसरहिओ जिणसासणे 'मोक्खमग्गोत्ति।। ३९ ।। जीवाजीवविभक्तिं यः जानाति स भवेत् सज्ज्ञानः। रागादिदोषरहितः जिनशासने मोक्षमार्ग इति।। ३९ ।। જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે-જિનશાસને શિવમાર્ગ છે. ૩૯
અર્થ:- જે પુરુષ જીવ અને અજીવના ભેદને જાણે છે તે સમ્યજ્ઞાની થાય ને રાગાદિ દોષોથી રહિત થાય છે. આ પ્રકારે જિન શાસનમાં મોક્ષમાર્ગ છે.
ભાવાર્થ- જે જીવ-અજીવ પદાર્થનું સ્વરૂપ ભેદરૂપ જાણીને સ્વ-પરનો ભેદ જાણે છે તે સમ્યજ્ઞાની થાય છે ને પરદ્રવ્યોથી રાગદ્વેષ છોડવાથી જ્ઞાનમાં સ્થિરતા થતાં નિશ્ચય સમ્યફચારિત્ર થાય છે. તે જ જિનમતમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું છે. અન્ય મતવાળાઓએ અનેક પ્રકારની કલ્પના કરીને કહ્યું છે તે મોક્ષમાર્ગ નથી. ૩૯
હવે આ પ્રકારે મોક્ષમાર્ગ જાણીને શ્રદ્ધા સહિત તેમાં પ્રવૃર્તે છે તે શીધ્ર જ મોક્ષ પ્રાપ્ત કરે છે એમ કહે છે:
दंसणणाणचरित्तं तिण्णि वि जाणेह परमसद्धाए। जं जाणिऊण जोई अइरेण लहंति णिव्वाणं ।। ४०।। दर्शनज्ञानचरित्रं त्रीण्यपि जानीहि परमश्रद्धया। यत् ज्ञात्वा योगिन: अचिरेण लभंते निर्वाणम्।। ४०।। દગ, જ્ઞાન ને ચારિત્ર-ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦ અર્થ:- હે ભવ્ય ! તું દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેને પરમ શ્રદ્ધાથી જાણ. જેને જાણીને યોગી મુનિ થોડા જ સમયમાં નિર્વાણને પ્રાપ્ત કરે છે.
૧ પાઠાન્તર = મોમાન્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
ભાવાર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રયાત્મક મોક્ષમાર્ગ છે. તેને શ્રદ્ધાપૂર્વક જાણવાનો ઉપદેશ છે. કેમકે તેને જાણવાથી મુનિઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૪૦
- હવે કહે છે કે આ પ્રકારે નિશ્ચય ચારિત્રરૂપ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. જે તેને પ્રાપ્ત કરે છે તે શિવરૂપ મંદિરમાં નિવાસ કરવા યોગ્ય થાય છે:
'पाऊण णाणसलिलं णिम्मलसुविशुद्धभावसंजुत्ता। होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा।। ४१ ।। प्राप्य ज्ञानसलिलं निर्मल सुविशुद्धभावसंयुक्ताः। भवंति शिवालयवासिनः त्रिभुवनचूडामणयः सिद्धाः।। ४१।। જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ.
શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૪૧ અર્થ:- જે પુરુષ આ જિનભાષિત જ્ઞાનરૂપ જળને પ્રાપ્ત કરીને પોતાના નિર્મળ વિશુદ્ધ ભાવમય સારી રીતે થાય છે તે પુરુષ ત્રણભુવન ચુડામણિ અને શિવાલય અર્થાત્ મોક્ષરૂપી મંદિરમાં નિવાસ કરવાવાળા સિદ્ધ પરમેષ્ઠી થાય છે.
ભાવાર્થ- જેમ જળથી સ્નાન કરીને શુદ્ધ થઈ ઉત્તમ પુરુષ મહેલમાં નિવાસ કરે છે તેમ આ જ્ઞાન જળ સમાન છે. આત્માને રાગાદિક મેલ લાગવાથી મલિનતા થાય છે. તેથી આ જ્ઞાનરૂપ જળથી રાગાદિક મળને ધોઈને જે પોતાના આત્માને શુદ્ધ કરે છે તે મુક્તિરૂપ મહેલમાં રહીને આનંદ ભોગવે છે. તેમને ત્રણ લોકના શિરોમણિ સિદ્ધ કહે છે. ૪૧
હવે કહે છે કે જે જ્ઞાનગુણથી રહિત છે તે ઇષ્ટ વસ્તુને પામતા નથી. માટે ગુણદોષને જાણવા માટે જ્ઞાનને સારી રીતે જાણવું જોઈએ:
णाणगुणेहिं विहीणा ण लहंते ते सुइच्छियं लाह। इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि।। ४२।। ज्ञानगुणैः विहीना न लभन्ते ते स्विष्टं लाभं । इति ज्ञात्वा गुण दोषौ तत् सद्ज्ञानं विजानीहि।।४२।। જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને;
ગુણદોષ જાણી એ રીતે, સજ્ઞાનને જાણો તમે. ૪૨ અર્થ:- જ્ઞાનગુણથી હીન પુરુષ પોતાની ઇચ્છિત વસ્તુના લાભને પ્રાપ્ત કરતો નથી. આમ જાણીને હે ભવ્ય ! તું પૂર્વોક્ત સમ્યજ્ઞાનને ગુણદોષ જાણવા માટે જાણ.
ભાવાર્થ- જ્ઞાન વિના ગુણદોષનું જ્ઞાન થતું નથી. ત્યારે પોતાની ઇષ્ટ અને અનિષ્ટ
૧ પાઠાન્તર :-
|| ૨ પાઠાન્તર :- જીત્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ )
વસ્તુને જાણતો નથી. તેથી ઇષ્ટ વસ્તુનો લાભ પામતો નથી. એટલે સમ્યજ્ઞાનથી જ ગુણ-દોષ જાણી શકાય છે. કેમકે સમ્યજ્ઞાન વિના શ્ય-ઉપાદેય વસ્તુઓનું જાણવું બની શકતું નથી અને હેય-ઉપાદેયને જાણ્યા વિના સમ્યક ચારિત્ર થતું નથી. માટે જ્ઞાનને જ ચારિત્રથી પ્રધાન કહ્યું છે.૪૨
હવે કહે છે કે જે સમ્યજ્ઞાન સહિત ચારિત્ર ધારણ કરે છે તે અલ્પ કાળમાં જ અનુપમ સુખ પામે છે -
चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी। पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो।। ४३।। चारित्रसमारूढ आत्मनि' परं न ईहते ज्ञानी। प्राप्नोति अचिरेण सुखं अनुपमं जानीहि निश्वयतः।। ४३।। જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પ૨ નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩ અર્થ - જે પુરુષ જ્ઞાની છે અને ચારિત્ર સહિત છે તે પોતાના આત્મામાં પરદ્રવ્યની ઇચ્છા કરતા નથી, પરદ્રવ્યમાં રાગ-દ્વેષ-મોહ કરતા નથી. તે જ્ઞાની જેની ઉપમા નથી એવાં અવિનાશી મોક્ષસુખને પામે છે. જે ભવ્ય ! તું નિશ્ચયથી આ પ્રમાણે જાણ. અહીં જ્ઞાની થઈ હેયઉપાદેયને જાણી, સંયમી બની પારદ્રવ્યને પોતામાં મેળવતા નથી તે પરમ સુખ પામે છે એમ બતાવ્યું છે. ૪૩ હવે ઇષ્ટ ચારિત્રના કથનને સંકોચ છે:
एवं संखेवेण य भणियं णाणेण वीयराएण। सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ।। ४४।। एवं संक्षेपेण च भणितं ज्ञानेन वीतरागेण। सम्यक्त्वसंयमाश्रयद्वयोरपि उद्देशितं चरणम्।। ४४।। વીતરાગદેવે જ્ઞાનથી સમ્યકત્વ-સંયમ-આશ્રયે
જે ચરણ ભાખ્યું તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪ અર્થ:- એવું અર્થાત્ એવા પૂર્વોક્ત પ્રકારે સંક્ષેપથી શ્રી વીતરાગદેવે જ્ઞાન દ્વારા જે કહ્યું એ પ્રકારે સમ્યકત્વ અને સંયમ આ બન્નેના આશ્રયે સમ્યકત્વચરણસ્વરૂપ અને સંયમ ચરણસ્વરૂપ એમ બે પ્રકારથી ચારિત્રનો ઉપદેશ કર્યો છે. આમ આચાર્ય ચારિત્રના કથનને સંક્ષેપરૂપથી કહી સંકોચ કર્યો છે. ૪૪
- સંસ્કૃત પ્રતિમાં આત્મનિ ની જગ્યા
૧ સંસ્કૃત પ્રતિમાં ‘નાત્મનિ' ની જગ્યાએ ‘નાત્મ:' શ્રુતસાગરી સંસ્કૃત ટીકા મુદ્રિત પ્રતમાં ટીકામાં
અર્થ પણ ‘નાત્મ:' નો જ કર્યો છે. દે. પૃષ્ઠ ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
८८
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હવે આ ચારિત્ર પાહુડ ભાવવાનો ઉપદેશ અને એનું ફળ કહે છેઃ
भावेह भावसुद्धं फुडु रइयं चरणपाहुडं चेव । लहु चउगइ चइऊणं अइरेणऽपुणब्भवा होई ।। ४५ ।।
भावयत भावशुद्धं स्फुटं रचितं चरणप्राभृतं चैव । लघु चतुर्गती: व्यक्त्वा अचिरेण अपुनर्भवाः भवत ।। ४५ ।।
ભાવો વિમળ ભાવે ચ૨ણપ્રાકૃત સુવિરચિત સ્પષ્ટ જે, છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫
અર્થ:- અહીં આચાર્ય કહે છે કે, હે ભવ્ય જીવો! આ ચરણ અર્થાત્ ચારિત્ર પાહુડ અમે સ્પષ્ટ પ્રગટ કરીને બતાવ્યું છે. તમે તેને પોતાના શુદ્ધ ભાવથી ભાવો. પોતાના ભાવોમાં વારંવાર અભ્યાસ કરો. તેથી શીઘ્ર જ ચાર ગતિઓને છોડીને અપુનર્ભવ જે મોક્ષ તે તમને થશે-ફરીને સંસારમાં જન્મ નહિ પામો.
ભાવાર્થ:- આ ચારિત્ર પાહુડને વાંચો, ભણો, ધા૨ણ કરો, વારંવાર ભાવો, અભ્યાસ કરો-આ ઉપદેશ છે. તેથી ચારિત્રના સ્વરૂપને જાણીને, ધારણ કરવાની રુચિ થશે. તમે તેનો અંગીકાર કરશો ત્યારે ચાર ગતિરૂપ સંસારના દુ:ખથી રહિત થઈ નિર્વાણને પ્રાપ્ત થશો. ફરી સંસારમાં જન્મ ધારણ નહિ કરવો પડે. માટે જે કલ્યાણને ચાહે છે તે આ પ્રમાણે કરો. ૪૫
છપ્પય
ચારિત દોય પ્રકા૨ દેવ જિનવ૨ને ભાખ્યા, સમકિત સંયમ ચ૨ણ જ્ઞાન પૂરવ તિસ રાખ્યા.
જે ન૨ સ૨ધાવાન યાહિ ધારૈ વિધિ સેતી, નિશ્ચય અર વ્યવહા૨ રીતિ આગમમેં જેતી. જબ જગધંધા સબ મેટિકૈ નિજ સ્વરૂપમેં થિર રહૈ, તબ અષ્ટ કર્મરૂં નાશિકે અવિનાશી શિવકું લહૈ. ૧
(અષ્ટપાહુડ
આવા સમ્યક્ત્વાચરણ ચારિત્ર અને સંયમાચરણ ચારિત્ર-બે પ્રકારના ચારિત્રનું સ્વરૂપ આ પાહુડમાં કહ્યું.
દોહા જિનભાષિત ચારિત્રકું જે પાલૈ: મુનિરાજ,
તિનિકે ચ૨ણ નમું સદા પાઉં તિનિ સુખસાજ. ૨
ઈતિશ્રી કુન્દકુન્તાચાર્ય સ્વામી વિરચિત ચારિત્ર પાહુડની પંડિત જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વનિકા સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૪બોધ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
(દોહા) દેવ જિનેશ્વર સર્વગુરુ, વંદું મન-વચ-કાય, જા પ્રસાદ ભવિ બોધ લે, પાર્લે જીવ નિકાય. ૧
આ પ્રમાણે મંગલાચરણ દ્વારા શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રાકૃત ગાથાબદ્ધ બોધપ્રાભૃતની દેશભાષામય વચનિકા લખીએ છીએ. ત્યાં પ્રથમ જ આચાર્ય ગ્રંથ રચવાની મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરે છે:
बहसत्थअत्थजाणे संजमसम्मत्तसुद्धतवचरणे। बंदित्ता आयरिए कसायमलवज्जिदे सुद्धे ।।१।।
सयलजणबोहणत्थं जिणमग्गे जिणवरेहि जह भणियं। वोच्छामि समासेण 'छक्काचसुहंकरं सुणह।।२।।
बहुशास्त्रार्थज्ञापकान् संयमसम्यक्त्वशुद्धतपश्चरणान्। वन्दित्वा आचार्यान् कषायमलवर्जितान् शुद्धान्।।१।।
सकलजनबोधनार्थं जिनमार्गे जिनवरैः यथा भणितम्। वक्ष्यामि समासेन षट्काय सुखंकरं श्रृणु।।२।। युग्मम्।।
શાસ્ત્રાર્થ બહુ જાણે સુક્ષ્મસંયમવિમળ તપ આચરે, વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧
પદ્ધયસુખકર કથન કરૂં સંક્ષેપથી સુણજો તમે, જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે-હું આચાર્યોના સમૂહને નમસ્કાર કરી છકાયના જીવોને સુખ કરવાવાળા જિનમાર્ગમાં જિનદેવે જેવું કહ્યું છે તેવું જેમાં સમસ્ત લોકના હિતનું જ પ્રયોજન છે એવો ગ્રંથ સંક્ષેપમાં કહીશ. તેને હે ભવ્ય જીવો! તમે સાંભળો.
૧ છપાયેલ સંસ્કૃત ટીકાવાળી પ્રતમાં ‘‘ છવાયરિયંવર'' એવો પાઠ છે ૨ સુદગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ. ૩ વર્જિતકષાય = કષાયરહિત. ૪ સૂરિગણ = આચાર્યોનો સમૂહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
(અષ્ટપાહુડ
જે આચાર્યોને વંદન કર્યા તે આચાર્યો કેવા છે? ઘણાં શાસ્ત્રોના અર્થને જાણવાવાળા છે. તથા કેવા છે? જેમનું તપશ્ચરણ સમ્યકત્વ અને સંયમથી શુદ્ધ છે. તથા કેવા છે? કષાયરૂપ મળથી રહિત છે તેથી શુદ્ધ છે.
ભાવાર્થ- અહીં આચાર્યોને વંદન કર્યા તેમના વિશેષણોથી જાણવામાં આવે છે કેગણધરાદિકથી લઈને પોતાના ગુરુ પર્યતને વંદન કર્યા છે. અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી તેના વિશેષણોથી જાણવામાં આવે છે કે જે બોધપાહુડ ગ્રંથ રચશે તે લોકોને ધર્મમાર્ગમાં સાવધાન કરી, કુમાર્ગ છોડાવી, અહિંસાધર્મનો ઉપદેશ કરશે. ૧-૨ હવે આ બોધપાહુડમાં અગિયાર સ્થાન એકઠાં કર્યા છે તેનાં નામો કહે છે:
आयदणं चेदिहरं जिणपडिमा दंसणं च जिणबिंबं। भणियं सुवीयरायं जिणमुद्रा णाणमादत्थं ।।३।। अरहतेण सुदिलु जं देवं तित्थमिह य अरहंतं। पावज्जगुणविसुद्धा इय णायव्वा जहाकमसो।।४।। आयतनं चैत्यगृहं जिनप्रतिमा दर्शनं च जिनबिंबम्। भणितं सुवीतरागं जिनमुद्रा ज्ञानमात्मार्थ ।।३।। अर्हता सुद्दष्टं यः देवः तीर्थमिह च अर्हन्। प्रव्रज्या गुणविशुद्धा इति ज्ञातव्याः यथाक्रमशः।। ४ ।। જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩.
અહંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અહત ને
‘ગુણશુદ્ધ પ્રવજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪ અર્થ:- ૧આયતન, રચૈત્યગૃહ, ઉજિનપ્રતિમા, ૪દર્શન, પજિનબિંબ. જિનબિંબ કેવું છે? સર્વ પ્રકારે વીતરાગ છે. ૬ જિનમુદ્રા-રાગસહિત હોતી નથી. ૭ જ્ઞાન. જ્ઞાનપદ કેવું છે? અર્થાત્ જેમાં અર્થ પ્રયોજન આત્મા જ છે. આ રીતે સાત તો આ નિશ્ચયસ્થાન વીતરાગ દેવે કહ્યા તેને યથાઅનુક્રમથી જાણવા અને ૮દેવ, ૯તીર્થ, ૧૦અરિહંત તથા ૧૧ગુણથી વિશુદ્ધ પ્રવ્રજ્યા (દીક્ષા) આ ચાર જે અરિહંત ભગવાને કહ્યા છે તેવા જ આ ગ્રંથમાં જાણવા. આવી રીતે આ અગિયાર સ્થાન થયાં. ૩-૪
૧ ‘‘નાત્મશું '' સંસ્કૃતમાં પાઠાન્તર છે. ૨ અતદેશિત = અર્હત ભગવાને કહેલ. ૩ ગુણશુદ્ધપ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
ભાવાર્થ:- અહીં આશય આ પ્રમાણે જાણવો જોઈએ કે ધર્મમાર્ગમાં કાળ-દોષથી અનેક મત થઈ ગયા છે તથા જૈનમતમાં પણ ભેદ થઈ ગયા છે, તેમાં “આયતન’ આદિમાં વિપર્યય (વિપરીત પણું ) આવી ગયું છે. તેમનું પરમાર્થભૂત સાચું સ્વરૂપ તો લોકો જાણતા નથી અને ધર્મના લોભી થઈને જેવી બાહ્ય પ્રવૃત્તિ દેખે છે તેમાં જ પ્રવર્તવા લાગી જાય છે. તેમને સંબોધવા માટે આ બોધપાહુડની રચના કરી છે. તેમાં આયતન આદિ અગિયાર સ્થાનોનુંપરમાર્થભૂત સાચું સ્વરૂપ જેવું સર્વશદેવે કહ્યું છે તેવું કહેશે. અનુક્રમથી જેવા નામ કહ્યાં છે તેવા જ અનુક્રમથી તેમનું વ્યાખ્યાન કરશે. તે જાણવા યોગ્ય છે. ૩-૪ (૧) હવે પ્રથમ જ જે “આયતન' કહ્યું તેનું નિરૂપણ કરે છે:
मणवयणकायदव्वा आयत्ता' जस्स इन्दिया विसया। आयदणं जिणमग्गे णिद्दिटुं संजयं रूवं ।।५।।
मनो वचन काय द्रव्याणि आयत्ताः यस्य ऐन्द्रियाः विषयाः। आयतनं जिनमार्गे निर्दिष्टं संयतं रूपम्।।५।। *આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને,
તે સંયમીનું રૂપ ભાડું આયતન જિનશાસને. ૫ અર્થ:- જિનમાર્ગમાં સંયમ સહિત મુનિરૂપ છે તેને “આયતન' કહ્યું છે. કેવું છે મુનિરૂપ? જેને મન-વચન-કાય દ્રવ્યરૂપ છે તે, તથા પાંચ ઇન્દ્રિયોનાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આ વિષયો છે તે આયત્તા અર્થાત્ આધીન છે-વશીભૂત છે. તેમને (મન-વચન-કાય અને પાંચ ઇન્દ્રિયોના વિષયો) સંયમી મુનિ આધીન નથી. તેઓ મુનિને આધીન-વશીભૂત છે એવા સંયમી છે તે “આયતન' છે. ૫
હવે ફરી કહે છે:
मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता। पंचमहव्वयधारी आयदणं महरिसी भणियं ।।६।।
મ: રા: ફેષ: દ્રોધ: નોમ: ચર્ચા માયા: पंचमहाव्रतधारी आयतनं महर्षयो भणिताः।।६।। આયત્ત જસ મદ-ક્રોધ-લોભ-વિમોહ-રાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬
અર્થ:- જે મુનિને મદ, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, લોભ અને ચકારથી માયા આદિ
૧ સંસ્કૃત પ્રતિમાં ‘ગાસત્તા' પાઠ છે. જેનું સંસ્કૃત ‘કાસT:' છે. ૨ આયત્ત = આધીન; વશીભૂત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
(અષ્ટપાહુડ
બધા “આયત્તા” અર્થાત્ નિગ્રહને પ્રાપ્ત થયા છે અને પાંચ મહાવ્રત-જે અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ (પરિગ્રહનો ત્યાગ)-એમને ધારણ કરનાર છે એવા મહામુનિ ઋષિરાજને “આયતન' કહે છે.
ભાવાર્થ:- પહેલાની ગાથામાં તો બાહ્ય સ્વરૂપ કહ્યું હતું. અહીં બાહ્ય-અભ્યતર બન્ને પ્રકારથી સંયમી હોય તે “આયતન” છે-એમ જાણવું. ૬
હવે ફરી કહે છે:
सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स। सिद्धायदणं सिद्धं मुणिवरवसहस्स मुणिदत्थं ।। ७।।
सिद्धं यस्य सदर्थं विशुद्धध्यानस्य ज्ञानयुक्तस्य। सिद्धायतनं सिद्धं मुनिवरवृषभस्य मुनितार्थम्।।७।।
સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭
અર્થ:- જે મુનિને સદર્થ અર્થાત્ સમીચીન અર્થ જે “શુદ્ધ આત્મા’ તે સિદ્ધ થઈ ગયો હોય તે “સિદ્ધાયતન” છે. કેવા છે મુનિ? જેમને વિશુદ્ધ ધ્યાન છે—ધર્મધ્યાનને સાધીને શુકલધ્યાનને પ્રાપ્ત થઈ ગયા છે, જ્ઞાન સહિત છે-કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છે. ઘાતિકર્મરૂપ મળથી રહિત છે, તેથી મુનિઓમાં “વૃષભ” અર્થાત્ પ્રધાન છે, જેમણે સમસ્ત પદાર્થ જાણી લીધાં છે. આ પ્રકારે મુનિપ્રધાનને “સિદ્ધાયતન” કહે છે.
ભાવાર્થ:- આ રીતે ત્રણ ગાથામાં “આયતન' નું સ્વરૂપ કહ્યું. પહેલી ગાથામાં તો સંયમીનું સામાન્ય બાહ્યરૂપ મુખ્યતાથી કહ્યું. બીજી ગાથામાં અંતરંગ–બાહ્ય. બન્નેની શુદ્ધતારૂપ ઋદ્ધિધારી મુનિ ઋષીશ્વર કહ્યા. અને આ ત્રીજી ગાથામાં કેવળજ્ઞાની કે જે મુનિઓમાં પ્રધાન છે તેમને “સિદ્ધાયતન' કહ્યા છે. અહીં આ પ્રકારે જાણવું કે જે “આયતન” અર્થાત્ જેમાં વસે, નિવાસ કરે તેને આયતન કહે છે. તેથી ધર્મપદ્ધતિમાં જે ધર્માત્મા પુરુષને આશ્રય કરવા યોગ્ય હોય તે “ધર્માયતન” છે. આ પ્રમાણે મુનિ જ ધર્મના આયતન છે, બીજાં કોઈ વેષધારી, પાખંડી, વિષય-કષાયોમાં આસક્ત, પરિગ્રહધારી ધર્મના આયતન નથી. તથા જૈનમતમાં પણ જે સૂત્ર વિરૂદ્ધ પ્રવર્તે છે તે પણ આયતન” નથી. તે બધા “અનાયતન” છે. બૌદ્ધમતમાં પાંચ ઇન્દ્રિય, તેમના પાંચ વિષયો, એક મન, એક ધર્માયતન શરીર એવા બાર “આયતન' કહ્યા છે. તે કલ્પિત છે. તેથી અહીં જેવું “આયતન' કહ્યું છે તેવું જ માનવું, ધર્માત્માએ તેનો જ આશ્રય કરવો. અન્યની સ્તુતિ, પ્રશંસા, વિનયાદિક ન કરવાં. આ બોધ પાહુડ ગ્રંથ રચનાનો આશય
૧ સદર્થ = સત્ અર્થ. ૨ વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૩
છે. તથા જેમાં આવા નિર્ચન્થ મુનિઓ વસે છે તે ક્ષેત્રને પણ આયતન' કહે છે, તે વ્યવહાર
(૨) હવે “ચૈત્યગૃહ' નું નિરૂપણ કરે છે:
बुद्धं जं बोहंतो अप्पाणं चेदयाइं अण्णं च। पंचमहव्वय सुद्धं णाणमयं जाण चेदिहरं।।८।। बुद्धं यत् बोधयन् आत्मानं चैत्यानि अन्यत् च। पंचमहाव्रतशुद्धं ज्ञानमयं जानीहि चैत्यगृहम्।।८।। સ્વાત્મા-પરામા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે,
છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રત. ૮ અર્થ - જે મુનિ “બુદ્ધ' અર્થાત્ જ્ઞાનમયી આત્મા તેને જાણતો હોય, અન્ય જીવોને ચૈત્ય' અર્થાત્ ચેતનાસ્વરૂપ જાણતો હોય તથા પોતે જ્ઞાનમયી હોય અને પાંચ મહાવ્રતોથી શુદ્ધ હોય-નિર્મલ હોય તે મુનિને હે ભવ્ય ! તું “ચૈત્યગૃહ” જાણ.
ભાવાર્થ- જેનામાં સ્વ-પરનું જાણવાવાળું નિષ્પાપ, નિર્મળ એવું ચૈત્ય અર્થાત ચેતના સ્વરૂપ આત્મા વસે તે ચૈત્યગૃહ છે. ને આવું ચૈત્યગૃહ સંયમી મુનિ છે. અન્ય પાષાણ આદિનાં મંદિરને “ચૈત્યગૃહ” કહેવું તે વ્યવહાર છે. ૮ હવે ફરી કહે છે -
चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं च अप्पयं तस्स। चेइहरं जिणमग्गे छक्कार्याहयंकरं भणियं ।।९।। चैत्यं बंधं मोक्षं दुःखं सुखं च आत्मकं तस्य।
चैत्यगृहं जिनमार्गे षड्कायहितंकरं भणितम्।।९।। ચેતન-સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને અલ્પ છે,
ષટ્ટાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯ અર્થ:- જેને બંધ અને મોક્ષ, સુખ અને દુ:ખ હોય તે આત્માને “ચૈત્ય' કહે છે. અર્થાત્ આ ચિહ્નો જેના સ્વરૂપમાં હોય તેને “ચૈત્ય' કહે છે. કેમકે જે ચેતના સ્વરૂપ હોય તેને બંધ, મોક્ષ, સુખ, દુઃખ સંભવે છે. આ પ્રકારે ચૈત્યનું જે ગૃહ હોય તે “ચૈત્યગૃહુ' છે. જિનમાર્ગમાં આ પ્રકારે “ચૈત્યગૃહ” છકાયના હિત કરવાવાળા હોય છે, તે આ પ્રકારના “મુનિ' છે. પાંચ સ્થાવર અને ત્રસમાં વિકલત્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી કેવળ રક્ષા જ કરવા યોગ્ય છે.
૧ અલ્પ = ગૌણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
(અષ્ટપાર્ટુડ
તેથી તેમની રક્ષા કરવાનો ઉપદેશ કરે છે. તથા તેઓ તેમનો ઘાત કરતા નથી. આ જ તેમનું હિત છે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે તેમની પણ રક્ષા કરે છે, રક્ષાનો ઉપદેશ પણ કરે છે. તથા તેમને સંસારથી નિવૃત્તિરૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપદેશ કરે છે. આ પ્રકારે મુનિરાજને ચૈત્યગૃહ' કહે છે.
ભાવાર્થ - લૌકિક જન ચૈત્યગૃહનું સ્વરૂપ અન્યથા અનેક પ્રકારે માને છે. તેમને સાવધાન કર્યા છે કે, જિનસૂત્રમાં છ કાય જીવોનું હિત કરવાવાળા જ્ઞાનમયી સંયમી મુનિ છે તે ચૈત્યગૃહ” છે. બીજાને “ચૈત્યગૃહ” કહેવું માનવું વ્યવહાર છે. આ પ્રકારે “ચૈત્યગૃહ' નું સ્વરૂપ કહ્યું. ૯
(૩) હવે “જિનપ્રતિમા' નું નિરૂપણ કરે છે:
सपरा जंगमदेहा दंसणणाणेण सुद्धचरणाणं। णिग्गंथवीयराया जिणमग्गे एरिसा पडिमा।।१०।। स्वपरा जंगमदेहा दर्शनज्ञानेन शुद्धचरणानाम्। निर्ग्रन्थ वीतरागा जिनमार्गे ईद्दशी प्रतिमा।।१०।। દગ-જ્ઞાન-નિર્મળ ચરણધરની ભિન્ન જંગમ કાય જે, નિર્ચથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦.
અર્થ:- જેમનું ચારિત્ર દર્શન-શાનથી શુદ્ધ-નિર્મળ છે તેમનો સ્વ-પરા અર્થાત્ પોતાનો અને પરનો ચાલતો-ફરતો દેહ છે તે જિનમાર્ગમાં “જંગમ પ્રતિમા ” છે. અથવા સ્વ-પરા અર્થાત્ આત્માથી “પર” એટલે કે ભિન્ન છે એવો દેહ છે. તે કેવો છે? જેનું નિર્ચન્થ સ્વરૂપ છે, કંઈ પણ પરિગ્રહ અંશમાત્ર નથી એવી દિગમ્બર મુદ્રા છે, જેનું વીતરાગ સ્વરૂપ છે, કોઈ પણ વસ્તુથી રાગ-દ્વેષ-મોહ નથી, જિનમાર્ગમાં આવી “પ્રતિમા' કહી છે. જેના દર્શન-શાનથી નિર્મળ ચારિત્ર પમાય છે. આ પ્રકારે મુનિઓની ગુરુ-શિષ્ય અપેક્ષાથી પોતાનો અને પરનો ચાલતો ફરતો દેહ નિર્ઝન્થ વીતરાગ મુદ્રા સ્વરૂપ છે તે જિનમાર્ગમાં “પ્રતિમા છે. અન્ય કલ્પિત છે. અને ધાતુપાષાણ આદિથી બનાવેલી દિગમ્બર મુદ્રાસ્વરૂપને ‘પ્રતિમા' કહે છે તે વ્યવહાર છે. તે પણ તેની બાહ્ય આકૃતિ તો તેવી જ હોય ને તે વ્યવહારમાં માન્ય છે. ૧૦
હવે ફરી કહે છે:
जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं। सा होई वंदणीया णिग्गंथा संजदा पडिमा।।११।। यः चरति शुद्धचरणं जानाति पश्यति शुद्धसम्यक्त्वम्। सा भवति वंदनीया निर्ग्रन्था संयता प्रतिमा।।११।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૫
જાણે-જુએ નિર્મળ સુદગ સહુ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિર્ચન્થ-સંતરૂપ પ્રતિમા જાણજે. ૧૧
અર્થ:- જે શુદ્ધ આચરણનું સેવન કરે છે તથા સમ્યજ્ઞાનથી યથાર્થ વસ્તુને જાણે છે અને સમ્યગ્દર્શનથી પોતાના સ્વરૂપને દેખે છે-આ પ્રકારે શુદ્ધ સમ્યકત્વ જેનામાં હોય એવી નિર્ચન્થ સંયમ સ્વરૂપ “પ્રતિમા' છે તે વંદન કરવા યોગ્ય છે.
ભાવાર્થ- જાણવાવાળા, દેખવાવાળા, શુદ્ધ સમ્યકત્વ-શુદ્ધ ચારિત્રસ્વરૂપ નિગ્રંથ સંયમસહિત-આ પ્રકારે મુનિનું સ્વરૂપ છે તે જ “પ્રતિમા' છે. તે જ વંદન કરવા યોગ્ય છે; અન્ય કલ્પિત વંદન કરવા યોગ્ય નથી. અને તેવા જ રૂપસદશ ધાતુ-પાષાણની પ્રતિમાં હોય તો તે વ્યવહારથી વંદન યોગ્ય છે. ૧૧
હવે ફરી કહે છે:
दसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य। सासयसुक्ख अदेहा मुक्का कम्मट्ठबंधेहिं ।। १२ ।। निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण। सिद्धट्ठाणम्मि ठिया वोसरपडिमा धुवा सिद्धा।।१३।। दर्शनानन्तज्ञानं अनन्तवीर्याः अनंतसुखाः च। शाश्वतसुखा अदेहा मुक्ताः कर्माष्टकबंधैः।।१२।। निरुपमा अचला अक्षोभाः निर्मापिता जंगमेन रूपेण। सिद्धस्थाने स्थिताः व्युत्सर्गप्रतिमा ध्रुवाः सिद्धाः।।१३।। *નિઃસીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીરને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨. અક્ષોભ-નિરૂપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩
અર્થ - જે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંતસુખ સહિત છે; શાશ્વત અવિનાશી સુખસ્વરૂપ છે; અદે છે-કર્મ-નોકર્મરૂપ પુદગલમયી દેહુ જેમને નથી; અષ્ટકર્મના બંધનથી રહિત છે; ઉપમા રહિત છે-જેની ઉપમા આપી શકાય એવી લોકમાં વસ્તુ નથી; અચળ છે-પ્રદેશોનું હલન-ચલન જેમને નથી; અક્ષોભ છે જેમના ઉપયોગમાં કંઈ ક્ષોભ નથી, નિશ્ચલ છે; જંગમરૂપે નિર્માપિત છે; કર્મથી સંપૂર્ણ મુક્ત થયા બાદ એક
૧ સુદગ = સમ્યગ્દર્શન. ર નિ:સીમ = અનંત. ૩ વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
(અષ્ટપાહુડી
સમય માત્ર ગમનરૂપ હોય છે, તેથી જંગમરૂપથી નિર્માપિત છે; સિદ્ધસ્થાન જે લોકનો અગ્રભાગ છે તેમાં સ્થિત છે. માટે વ્યુત્સર્ગ અર્થાત્ કાય રહિત છે-જેવો પૂર્વ શરીરમાં આકાર હતો તેવો જ પ્રદેશોનો આકાર-ચરમ શરીરથી કંઈક ઓછું છે; ધ્રુવ છે-સંસારથી મુક્ત થાય (તે જ સમયે) એક સમય માત્ર ગમન કરી લોકના અગ્ર ભાગમાં પહોંચીને સ્થિર થઈ જાય છે. પછી ચલાચલ થતા નથી. એવી પ્રતિમા' સિદ્ધ ભગવાન છે.
ભાવાર્થ- આગળની બે ગાથાઓમાં તો “જંગમ પ્રતિમા' સંયમી મુનિઓની દેહ સહિત કહી. હવે આ બે ગાથાઓમાં “થિર પ્રતિમા' સિદ્ધોની કહી. આ પ્રકારે “જંગમ-સ્થાવર પ્રતિમા' નું સ્વરૂપ કહ્યું. અન્ય કોઈ બીજી જાતની બહુ પ્રકારથી કલ્પના કરે છે, તે પ્રતિમા વંદન કરવા યોગ્ય નથી.
પ્રશ્ન:- આ તો પરમાર્થ સ્વરૂપ કહ્યું અને બાહ્ય વ્યવહારમાં પાષાણાદિકની પ્રતિમાને વંદન કરે છે તે કેવી રીતે?
સમાધાનઃ- બાહ્ય વ્યવહારમાં મતાંતરના ભેદથી અનેક રીતે પ્રતિમાની પ્રવૃત્તિ છે. અહીં પરમાર્થને પ્રધાન કરી કહ્યું છે અને જ્યાં વ્યવહાર છે ત્યાં જેવું પ્રતિમાનું પરમાર્થ સ્વરૂપ હોય તેને જ સૂચિત કરે તે નિબંધ છે. જેવો પરમાર્થરૂપ આકાર કહ્યો તેવા જ આકારરૂપ વ્યવહાર હોય તો તે વ્યવહાર પણ પ્રશસ્ત છે. વ્યવહારી જીવોને પણ વંદન કરવા યોગ્ય છે. સ્યાદ્વાદ ન્યાયથી સિદ્ધ કરવામાં આવેલ પરમાર્થ અને વ્યવહારમાં વિરોધ નથી. ૧૨-૧૩
આ પ્રકારે “જિનપ્રતિમા' નું સ્વરૂપ કહ્યું. (૪) હવે ‘દર્શન' નું સ્વરૂપ કહે છે:
दंसेइ मोक्खमग्गं सम्मत्तं संजमं सुधम्मं च। णिग्गंधं णाणमयं जिणमग्गे दंसणं भणियं ।। १४ ।।
दर्शयति मोक्षमार्गं सम्यक्त्वं संयमं सुधर्मं च। निर्ग्रथं ज्ञानमयं जिनमार्गे दर्शनं भणितम्।।१४।।
દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કર્યું જિનશાસને. ૧૪
અર્થ - જે મોક્ષમાર્ગને દેખાડે છે તે “દર્શન' છે. મોક્ષમાર્ગ કેવો છે? સમ્યકત્વ અર્થાત તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ સમ્યકત્વ સ્વરૂપ છે; સંયમ અર્થાત ચારિત્ર-પાંચ મહાવ્રત,
૧ જ્ઞાનાત્મ = જ્ઞાનમય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એવા તેર પ્રકારના ચારિત્રરૂપ છે; સુધર્મ અર્થાત્ ઉત્તમ ક્ષમાદિક દશ લક્ષણ ધર્મરૂપ છે; નિગ્રંથરૂપ છે-બાહ્ય અભ્યતર પરિગ્રહ રહિત છે; જ્ઞાનમયી છે-જીવ-અજીવાદિ પદાર્થોને જાણવાવાળો છે. અહીં “નિગ્રંથ ” અને “જ્ઞાનમયી” એ બે વિશેષણ “દર્શન” ના પણ હોય છે. કેમકે “દર્શન’ છે તો-તેની તે બાહ્ય મૂર્તિ તો નિગ્રંથ છે અને અંતરંગ જ્ઞાનમયી છે. આ પ્રકારે મુનિના રૂપને જિનમાર્ગમાં “દર્શન’ કહ્યું છે તથા આ પ્રકારના રૂપના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વસ્વરૂપને ‘દર્શન' કહે છે.
ભાવાર્થ- પરમાર્થરૂપ “અંતરંગ દર્શન’ તો સમ્યકત્વ છે. અને “બાહ્ય” તેની મૂર્તિ જ્ઞાનસહિત ગ્રહણ કરેલ નિગ્રંથરૂપ છે. આ પ્રકારે મુનિનું રૂપ છે તે “દર્શન’ છે. કેમકે મતની મૂર્તિને “દર્શન' કહેવું લોકમાં પ્રસિદ્ધ છે.
હવે ફરી કહે છે:
जह फुल्लं गंधमयं भवदि हु खीरं स धियमयं चावि। तह दंसणं हि सम्मं णाणमयं होइ रूवत्थं ।। १५ ।।
यथा पुष्पं गंधमयं भवति स्फुट क्षीरं तत् घृतमयं चापि। तथा दर्शनं हि सम्यक् ज्ञानमयं भवति रूपस्थम्।।१५।।
જ્યમ્ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, રૂપસ્થ દર્શન હોય સમ્યજ્ઞાનમય એવી રીતે. ૧૫
અર્થ - જેમ ફૂલ ગંધમયી છે, દૂધ વૃતમયી છે તેવી જ રીતે “દર્શન” અર્થાત્ જિનમતમાં સમ્યકત્વ છે. કેવું છે “દર્શન'? અંતરંગ તો જ્ઞાનમયી છે અને બાહ્ય રૂપસ્થ છે-મુનિ તથા ઉત્કૃષ્ટ શ્રાવક, અજિંકાનું રૂપ છે.
ભાવાર્થ- “દર્શન” એટલે મત એ પ્રસિદ્ધ છે. અહીં જિનદર્શનમાં મુનિ, શ્રાવક અને આર્થિકાનો જેવો બાહ્ય વેષ કહ્યો છે તે “દર્શન' જાણવું અને એની શ્રદ્ધા તે “અંતરંગ દર્શન' જાણવું. આ બન્ને જ જ્ઞાનમયી છે, યથાર્થ તત્ત્વાર્થના જાણવારૂપ સમ્યકત્વ તેમાં મળી આવે છે. તેથી ફૂલમાં ગંધનું અને દૂધમાં ઘીનું દાંત યુક્ત છે. આ પ્રકારે ‘દર્શન” નું રૂપ કહ્યું. અન્ય મતમાં તથા કાળદોષથી જિનમતમાં જૈનાભાસી વેષા વાળા અનેક પ્રકારે જુદી રીતે કહે છે, જે કલ્યાણરૂપ નથી, સંસારનું કારણ છે. ૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
(અષ્ટપાહુડી
(૫) હવે “જિનબિંબ' નું નિરૂપણ કરે છે:
जिणबिंबं णाणमयं संजमसुद्धं सुवीयरायं च। जं देइ दिक्खसिक्खा कम्मक्खयकारणे सुद्धा।। १६ ।। जिनबिंबं ज्ञानमयं संयमशुद्धं सुवीतरागं च।
यत् ददाति दीक्षाशिक्षे कर्मक्षयकारणे शुद्धे ।। १६ ।। જિનબિંબ છે, જે જ્ઞાનમય, વીતરાગ, સંયમશુદ્ધ છે, દીક્ષા તથા શિક્ષા કરમક્ષમહેતુ આપે શુદ્ધ જે. ૧૬
અર્થ:- “જિનબિંબ' કેવું છે? જ્ઞાનમયી છે, સંયમથી શુદ્ધ છે, અતિશય વડે વીતરાગ છે, કર્મના ક્ષયનું કારણ છે અને શુદ્ધ છે-આ પ્રકારની દીક્ષા અને શિક્ષા આપે છે.
ભાવાર્થ- જે “જિન” અર્થાત્ અરિહંત સર્વજ્ઞનું પ્રતિબિંબ કહેવાય છે, તેમની જગ્યાએ તેમના જેવા જ માનવાયોગ્ય હોય એવા આચાર્ય છે. તેઓ દીક્ષા અર્થાત્ વ્રતનું ગ્રહણ અને શિક્ષા અર્થાત્ વ્રતનું વિધાન બતાવવું એ બન્ને ભવ્ય જીવોને આપે છે. તેથી (૧) પ્રથમ તો તે આચાર્ય જ્ઞાનમય હોય, જિનસૂત્રનું તેમને જ્ઞાન હોય, જ્ઞાન વિના યથાર્થ દીક્ષા-શિક્ષા કેવી રીતે હોય? અને (૨) પોતે સંયમથી શુદ્ધ હોય, જો આ પ્રકારે ન હોય તો અન્યને પણ સંયમથી શુદ્ધ ન કરાવી શકે. (૩) અતિશય અર્થાત્ વિશેષપણે વીતરાગ ન હોય ને કષાય સહિત હોય તો તેઓ દીક્ષા, શિક્ષા યથાર્થ દઈ શકતા નથી. માટે આ પ્રકારે આચાર્યને જિનનું પ્રતિબિંબ' જાણવું. ૧૬ હવે ફરી કહે છે:
तस्स य करह पणामं सव्वं पुज्जं च विणय वच्छल्लं। जस्स य दंसण णाणं अत्थि धुवं चेयणाभावो।।१७।। तस्य च कुरुत प्रणामं सर्वां पूजां च विनयं वात्सल्यम्। यस्य च दर्शनंज्ञानं अस्ति ध्रुवं चेतनाभावः।।१७।। તેની કરો પૂજા, વિનય-વાત્સલ્ય-પ્રણમન તેહને,
જેને સુનિશ્ચિત જ્ઞાન, દર્શન, ચેતના પરિણામ છે. ૧૭ અર્થ - આ પ્રકારે પૂર્વોક્ત “જિનબિંબ' ને પ્રણામ કરો અને સર્વ પ્રકારે પૂજા કરો, વિનય કરો, વાત્સલ્ય કરો. કેમકે તેમને ધ્રુવ અર્થાત્ નિશ્ચયથી દર્શન-શાન જોવામાં આવે છે અને ચેતનાભાવ છે.
ભાવાર્થદર્શન-જ્ઞાનમયી ચેતનાભાવ સહિત “જિનબિંબ આચાર્ય છે. તેમને પ્રણામ આદિક કરવાં. અહીં પરમાર્થ પ્રધાન કહ્યો છે. જડ પ્રતિબિંબની ગૌણતા છે. ૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૯
હવે ફરી કહે છે:
तववयगुणेहिं सुद्धो जाणदि पिच्छेइ सुद्धसम्मत्तं। अरहन्तमुद्द एसा दायारी दिक्खसिक्खा य।।१८।। तपोव्रतगुणैः शुद्धः जानाति पश्यति शुद्धसम्यक्त्वम्। अर्हन्मुद्रा एषा दात्री दीक्षाशिक्षाणां च।। १८ ।। તપવ્રતગુણોથી શુદ્ધ, નિર્મળ સુદગ સહ જાણે-જુએ,
દીક્ષા-સુશિક્ષાદાયિની અતિમુદ્રા તેહ છે. ૧૮ અર્થ:- જે તપ, વ્રત અને ગુણ અર્થાત ઉત્તરગુણોથી શુદ્ધ હોય, સમ્યજ્ઞાનથી પદાર્થોને યથાર્થ જાણતા હોય, સમ્યગ્દર્શનથી પદાર્થોને દેખતા હોય તેથી જેમને શુદ્ધ સમ્યકત્વ છે-એ પ્રમાણે “જિનબિંબ' આચાર્ય છે. તે જ દીક્ષા-શિક્ષાની દેવાવાળી અરિહંતની મુદ્રા છે.
ભાવાર્થ- આ પ્રકારે “જિનબિંબ' છે તે જિનમુદ્રા જ છે. આ પ્રમાણે “જિનબિંબ' નું સ્વરૂપ કહ્યું છે. ૧૮ (૬) હવે “જિનમુદ્રા' નું સ્વરૂપ કહે છેઃ
दढसंजममुद्राए इन्दियमुद्रा कसायदिढमुद्रा। मुद्रा इह णाणाए जिणमुद्रा एरिसा भणिया।।१९।। दृढसंयममुद्रया इन्द्रियमुद्रा कषायदृढमुद्रा। मुद्रा इह ज्ञानेन जिनमुद्रा ईदृशी भणिता।। १९ ।। ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદ્રઢ સંયમમયી, -આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન, જિનમુદ્રા કહી. ૧૯
અર્થ:- દઢ અર્થાત્ વજ જેવો ચળાવવા છતાં પણ ન ચળે એવો સંયમ એટલે કે ઇન્દ્રિય-મનને વશ કરવાં, પટજીવનિકાયની રક્ષા કરવી આ પ્રકારે સંયમરૂપ મુદ્રાથી તો પાંચ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવવી નહિ, પણ તેનો નિગ્રહુ કરવો-આ ઇન્દ્રિયમુદ્રા છે, અને આ પ્રકારે સંયમદ્વારા જ જેમાં કષાયોની પ્રવૃત્તિ નથી એવી કષાયદઢ મુદ્રા છે, તથા જ્ઞાનને સ્વરૂપમાં લગાવવું-આ પ્રકારે જ્ઞાનદ્વારા સર્વ બાહ્યમુદ્રા શુદ્ધ થાય છે. આમ જિનશાસનમાં આવી જિનમુદ્રા” હોય છે.
ભાવાર્થ:- (૧) જે સંયમસહિત હોય, (૨) જેમની ઇન્દ્રિયો વશમાં હોય, (૩) જેમને કષાયોની પ્રવૃત્તિ ન થતી હોય અને (૪) જેઓ જ્ઞાનને સ્વરૂપમાં લગાવતા હોય એવા મુનિ હોય તે જ “જિનમુદ્રા” છે. ૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
(અષ્ટપાહુડ
(૭) હવે “જ્ઞાન” નું નિરૂપણ કરે છે:
संजमसंजुत्तस्स य सुझाणजोयस्स मोक्खमग्गस्स। णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्वं ।। २०।।
संयमसंयुक्तस्य च सुध्यानयोग्यस्य मोक्षमार्गस्य। ज्ञानेन लभते लक्षं तस्मात् ज्ञानं च ज्ञातव्यम्।।२०।। સંયમસહિત સધ્યાનયોગ્ય વિમુક્તિપથના લક્ષ્યને, પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. ૨૦
અર્થ - સંયમથી સંયુક્ત અને ધ્યાનને યોગ્ય-આ પ્રકારે જે મોક્ષમાર્ગ છે તેનું લક્ષ્ય અર્થાત્ લક્ષ કરવા યોગ્ય-જાણવા યોગ્ય નિશાન જે પોતાનું નિજસ્વરૂપ છે તે “જ્ઞાન” દ્વારા પામી શકાય છે. તેથી આ પ્રકારના લક્ષ્યને જાણવા માટે “જ્ઞાન” ને જાણવું.
ભાવાર્થ- સંયમ અંગીકાર કરી ધ્યાન કરે અને આત્માના સ્વરૂપને જ જાણે તો મોક્ષમાર્ગની સિદ્ધિ નથી. માટે “જ્ઞાન” નું સ્વરૂપ જાણવું જોઈએ. તેને જાણવાથી સર્વ સિદ્ધિ છે.
૨)
હવે તેને જ દૃષ્ટાંત દ્વારા દઢ કરે છે:
जह णवि लहदि हु लक्खं रहिओ कंडस्स वेज्झचविहीणो। तह णवि लक्खदि लक्खं अण्णाणी मोक्खमग्गस्स।।२१।।
तथा नापि लभते स्फुटं लक्षं रहितः कांडस्य वेधकविहीनः । तथा नापि लक्षयति लक्षं अज्ञानी मोक्षमार्गस्य।।२१।। શર-અન્ન *-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧
અર્થ - જેમ વેધવાવાળો વેધક કે જે બાણથી રહિત એવો પુરુષ છે તે-કાંડ અર્થાત્ ધનુષના (ધનુર્વિદ્યાના) અભ્યાસથી રહિત હોય તો લક્ષ્ય અર્થાત્ નિશાનને પામી શકતો નથી. તેવી જ રીતે “જ્ઞાન” થી રહિત અજ્ઞાની છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેનું લક્ષ્ય અર્થાત્ સ્વલક્ષણથી જાણવા યોગ્ય જે પરમાત્માનું સ્વરૂપ તેને પ્રાપ્ત કરી શકતો નથી.
૧ ‘સુધ્યાનયોરી’ નો સંસ્કૃત ટીકા પ્રતિમાં “શ્રેષ્ઠ ધ્યાન સહિત” આવો પણ અર્થ છે. ૨ ‘વેધ'–‘વૈધ્ય' પાઠાન્તર છે. ૩ શર-અજ્ઞ = બાણવિધાનો અજાણ. ૪ વેધ્ય-અજાણ = નિશાન સંબંધી અજાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧/૧
ભાવાર્થ- ધનુષધારી ધનુષના અભ્યાસથી રહિત અને “વેધક' જે બાણ તેનાથી રહિત હોય તો નિશાનને પામી શકતો નથી. તેવી જ રીતે “જ્ઞાન” રહિત અજ્ઞાની મોક્ષમાર્ગનું નિશાન જે પરમાત્માનું સ્વરૂપ છે તેને ઓળખે નહિ તો મોક્ષમાર્ગની સિદ્ધિ થતી નથી. તેથી “જ્ઞાન” ને જાણવું જોઈએ. પરમાત્મારૂપ નિશાન “જ્ઞાન” રૂપ બાણ દ્વારા સાધવું યોગ્ય છે. ૨૧
હવે કહે છે કે આ પ્રકારે જ્ઞાન-વિનય સંયુક્ત પુરુષ હોય તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે -
णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो। णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स।।२२।।
ज्ञानं पुरुषस्य भवति लभते सुपुरुषोऽपि विनयसंयुक्तः। ज्ञानेन लभते लक्ष्यं लक्षयन् मोक्षमार्गस्य।। २२।।
રે! જ્ઞાન નરને થાય છે; તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨
અર્થ:- “જ્ઞાન” પુરુષને થાય છે અને જે પુરુષ વિનય સંયુક્ત હોય તે જ “જ્ઞાન” ને પ્રાપ્ત કરે છે. જ્યારે તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે જ્ઞાન દ્વારા જ મોક્ષમાર્ગનું લક્ષ્ય જે પરમાત્માનું સ્વરૂપ છે તેને લક્ષતો-દેખતો-ધ્યાન કરતો થકો પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ - “જ્ઞાન” પુરુષને થાય છે અને પુરુષ વિનયવાન હોય તો “જ્ઞાન” ને પ્રાપ્ત કરે છે. તે “જ્ઞાન” દ્વારા જ શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. માટે વિશેષ જ્ઞાનીઓના વિનય દ્વારા “જ્ઞાન” ની પ્રાપ્તિ કરવી. કેમકે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. અહીં, જે વિનય રહિત હોય, યથાર્થ સૂત્રપદથી ડગી ગયો હોય-ભ્રષ્ટ થઈ ગયો હોય તેનો નિષેધ જાણવો. ૨૨
હવે આને દઢ કરે છે:
मइधणुहं जस्स थिरं सुदगुण बाणा सुअस्थि रयणत्तं। परमत्थ बद्धलक्खो णवि चुक्कदि मोक्खमग्गस्स।।२३।।
मतिधनुर्यस्य स्थिरं श्रुतं गुणः बाणाः सुसंति रत्नत्रयं । परमार्थबद्धलक्ष्यः नापि स्खलति मोक्षमार्गस्य।।२३।।
મતિ ચા૫ થિર, શ્રુત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩
૧ ચાપ = ધનુષ્ય. ૨ શુભ = સારૂં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૨
(અષ્ટપાહુડ
જે મુનિને મતિજ્ઞાનરૂપ ધનુષ સ્થિર હોય, શ્રુતજ્ઞાનરૂપ ગુણ અર્થાત્ પ્રત્યંચા (દોરી) હોય, રત્નત્રયરૂપ ઉત્તમ બાણ હોય અને પરમાર્થસ્વરૂપ નિજ શુદ્ધાત્મસ્વરૂપના સંબંધરૂપ લક્ષ્ય હોય તે મુનિ મોક્ષમાર્ગને ચૂકતા નથી.
ભાવાર્થ- ધનુષની બધી સામગ્રી યથાવત્ મળે ત્યારે નિશાન (લક્ષ્ય) ચૂકાતું નથી. તેવી જ રીતે મુનિને મોક્ષમાર્ગની યથાવત સામગ્રી મળે ત્યારે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થતા નથી. તેના સાધનથી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ “જ્ઞાન” નું માહામ્ય છે. માટે જિનાગમ અનુસાર સત્યાર્થ જ્ઞાનીઓનો વિનય કરી “જ્ઞાન” નું સાધન કરવું. ૨૩
આ પ્રમાણે “જ્ઞાન” નું નિરૂપણ કર્યું. (૮) હવે “દેવ'નું સ્વરૂપ કહે છે:
सो देवो जो अत्थं धम्म कामं सुदेइ णाणं च। सो देइ जस्स अत्थि हु अत्थो धम्मो य पव्वमज्जा।। २४ ।।
સ: તેવ: : અર્થ ઘર્મ વામં સુવાતિ જ્ઞાનું વા સ: હેવાતિ યસ્ય સ્તિ તુ કર્થ: ઘર્મ: ૨ પ્રવ્રખ્યા ૨૪
તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે; તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪
અર્થ:- “દેવ” તેમને કહે છે જે અર્થ અર્થાત્ ધન, ધર્મ, કામ અર્થાત્ ઇચ્છાનો વિષય એવો ભોગ અને મોક્ષનું કારણ એવું જ્ઞાન-આ ચારેને આપે. અહીં ન્યાય એવો છે કે જે વસ્તુ જેની પાસે હોય તે આપે અને જેની પાસે જે વસ્તુ ન હોય તે કેવી રીતે આપે? આ ન્યાયથી અર્થ, ધર્મ, સ્વર્ગાદિના ભોગ અને મોક્ષસુખનું કારણ પ્રવ્રજ્યા અર્થાત્ દીક્ષા જેમને છે તેમને દેવ” જાણવા. ૨૪
હવે ધર્માદિનું સ્વરૂપ કહે છે કે જેને જાણવાથી દેવાદિનું સ્વરૂપ જાણવામાં આવે છે:
धम्मो दयाविसुद्धो पव्वज्जा सव्वसंगपरिचत्ता। देवो ववगयमोहो उदयकरो भव्वजीवाणं ।। २५ ।।
धर्मः दयाविशुद्धः प्रव्रज्या सर्वसंगपरित्यक्ता। देवः व्यपगतमोह: उदयकर: भव्यजीवानाम्।। २५ ।।
તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૦૩
અર્થ:- જે દયાથી વિશુદ્ધ છે તે ધર્મ છે, જે સર્વ પરિગ્રહથી રહિત છે તે પ્રવજ્યા છે, જેનો મોહ નષ્ટ થઈ ગયો છે તે “દેવ' છે-તે ભવ્ય જીવોના ઉદયને કરવાવાળા છે.
ભાવાર્થ:- લોકમાં આ પ્રસિદ્ધ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરુષનાં પ્રયોજન છે. તેમના માટે પુરુષ કોઈની વંદના કરે છે, પૂજા કરે છે અને આ ન્યાય છે કે જેની પાસે જે વસ્તુ હોય તે બીજાને આપે ન હોય તો કયાંથી લાવે ? માટે આ ચાર પુરુષાર્થ જિનદેવમાં જોવામાં આવે છે. ધર્મ તો તેમનામાં દયારૂપે જોવામાં આવે છે. તેને સાધીને તેઓ તીર્થકર થઈ ગયા. ત્યારે ધનની અને સંસારના ભોગોની પ્રાપ્તિ થઈ ગઈ; લોક પૂજ્ય બની ગયા. અને તીર્થકરના પરમ પદમાં દીક્ષા લઈને, બધા મોહથી રહિત થઈને, પરમાર્થ સ્વરૂપ આત્મિક ધર્મને સાધી, મોક્ષસુખ પ્રાપ્ત કરી લીધું. આવા તીર્થકર જિન છે, તે જ “દેવ” છે. અજ્ઞાની લોકો જેને દેવ માને છે તેને ધર્મ, અર્થ, કામ, મોક્ષ નથી. કેમકે કેટલાક હિંસક છે કેટલાક વિષયાસક્ત છે-મોહી છે તેમને ધર્મ કેવો? જેમને અર્થ અને કામની વાંછા હોય છે તેમને અર્થ અને કામ કેવા? જન્મ-મરણ સહિત છે તેમને મોક્ષ કેવો? આ રીતે સાચા “દેવ” તો જિનદેવ જ છે. તેઓ જ ભવ્ય જીવોના મનોરથ પૂર્ણ કરે છે, અન્ય સર્વે કલ્પિત દેવ છે. ૨૫
આ પ્રમાણે “દેવ નું સ્વરૂપ કહ્યું.
(૯) હવે “તીર્થ 'નું સ્વરૂપ કહે છે:
वयसम्मत्तविसुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे। ण्हाएउ मुणी तित्थे, दिक्खासिक्खासुण्हाणेण।। २६ ।।
व्रतसम्यक्त्व विशुद्ध पंचेद्रियसंयते निरपेक्षे। स्नातु मुनिः तीर्थे दीक्षाशिक्षासुस्नानेन।। २६ ।।
વ્રત-સુદગનિર્મળ, ઇન્દ્રિયસંયમયુક્તને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને ! ૨૬
અર્થ - વ્રત, સમ્યકત્વથી વિશુદ્ધ અને પાંચ ઇન્દ્રિયોથી સંયત અર્થાત્ સંવર સહિત તથા નિરપેક્ષ અર્થાત્ ખ્યાતિ, લાભ, પૂજાદિકની-આ લોકના ફળની તથા પરલોકમાં સ્વર્ગાદિકના ભોગોની-અપેક્ષાથી રહિત એવા આત્મસ્વરૂપ “તીર્થ' માં દીક્ષા-શિક્ષારૂપ સ્નાનથી પવિત્ર થાઓ.
૧. નિરપેક્ષ = અભિલાષારહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૪
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે -
जं णिम्मलं सुधम्म सम्मत्तं संजमं तवं णाणं। तं तित्थं जिणमग्गे हवेइ जदि संतिभावेण।। २७।। यत् निर्मलं सुधर्मं , सम्यक्त्वं संयमं तपः ज्ञानम्। तत् तीर्थं जिनमार्गे भवति यदि शान्तभावेन।। २७।। નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને,
જો શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭ અર્થ - જિનમાર્ગમાં તે “તીર્થ છે જે નિર્મળ ઉત્તમ ક્ષમાદિક ધર્મ તથા તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ શંકાદિ મળરહિત નિર્મળ સમ્યકત્વ તથા ઇન્દ્રિય-મનને વશમાં કરવા, પકાયના જીવોની રક્ષા કરવી-આ પ્રકારે જે નિર્મળ સંયમ તથા અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયકલેશ-એવા બાહ્ય છ પ્રકારના તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન-આવા જ પ્રકારના અંતરંગ તપ-આ પ્રમાણે બાર પ્રકારના નિર્મળ તપ અને જીવ-અજીવ આદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન એ “તીર્થ” છે. તે પણ જો શાંતભાવ સહિત હોય, કષાયભાવ ન હોય તો નિર્મળ “તીર્થ” છે. કેમકે જો તે ક્રોધાદિભાવ સહિત હોય તો મલિનતા હોય, નિર્મળતા ન રહે.
ભાવાર્થ - જિનમાર્ગમાં તો આ પ્રકારે “તીર્થ' કહ્યું છે. લોકો સાગર, નદીઓને તીર્થ માનીને તેમાં સ્નાન કરીને પવિત્ર થવા ઇચ્છે છે. તેનાથી શરીરનો બાહ્ય મળ થોડો ઊતરે છે પરંતુ શરીરની અંદરનો ધાતુ-ઉપધાતુરૂપ અન્તર્મળ તેનાથી ઊતરતો નથી. તથા જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ મળ અને અજ્ઞાન-રાગ-દ્વેષ-મોટુ આદિ ભાવકર્મરૂપ મળ કે જે આત્માનો અંતર્મળ છે તે-તો તેનાથી જરા પણ ઊતરતો નથી. ઉલટું હિંસાદિકથી પાપ કર્મરૂપ મળ લાગે છે. તેથી સાગર-નદી આદિને તીર્થ માનવા એ ભ્રમ છે. જેનાથી તરાય તે “તીર્થ” છે-આ પ્રકારે જિનમાર્ગમાં કહ્યું છે. તેને જ સંસાર સમુદ્રથી તારવાવાળું જાણવું. ૨૭
આ પ્રકારે “તીર્થ નું સ્વરૂપ કહ્યું. (૧૦) હવે “અરિહંત' નું સ્વરૂપ કહે છે:
णामे ठवणे हि य संदव्वे भावे हि सगुणपज्जाया। चउणागदि संपदिमें भावा भावंति अरहंतं ।। २८ ।। नाम्नि संस्थापनायां हि च संद्रव्ये भावे च सगुणपर्यायाः । च्यवनमागतिः संपत् इमे भावा भावयंति अर्हन्तम्।। २८ ।। “અભિધાન-સ્થાપન-દ્રવ્ય ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-ચ્યવન-સંપત્તિથી. ૨૮
૧ સંસ્કૃત પ્રતિમાં ‘સંપવિમ' પાઠ છે. ૨ ‘સમુળગુનીયા' આ પદને છાયામાં ‘સ્વાપર્યાયા: સંસ્કૃત પ્રતિમાં છે. ૩ અભિધાન = નામ. ૪ સ્વીય = પોતાના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૦૫
અર્થ:- નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-આ ચાર ભાવ અર્થાત પદાર્થ છે ને “અરિહંત ”ને બતાવે છે અને “સગુણપર્યાયાઃ” અર્થાત્ અરિહંતના ગુણપર્યાયો સહિત ચઉણા અર્થાત્ ચ્યવન અને આગતિ તથા સંપદા-આવા આ ભાવ “અરિહંત” ને બતાવે છે.
ભાવાર્થ:- “અરિહંત' શબ્દથી જો કે સામાન્ય અપેક્ષા જે કેવળજ્ઞાની હોય તેઓ બધા જ “અરિહંત' છે. તો પણ અહીં તીર્થંકરપદની મુખ્યતાથી કથન કરે છે. એટલે નામાદિકથી બતાવવાનું કહ્યું છે. લોકવ્યવહારમાં નામ આદિની પ્રવૃત્તિ આ પ્રકારે છે કે જે વસ્તુનું જે નામ હોય તેવા ગુણ ન હોય તેને નામનિક્ષેપ કહે છે. જે વસ્તુનો જેવો આકાર હોય તે આકારની કાષ્ઠ-પાષાણાદિકની મૂર્તિ બનાવી તેનો સંકલ્પ કરે તેને સ્થાપના કહે છે. જે વસ્તુની પહેલાની અવસ્થા હોય તેને જ પછીની અવસ્થામાં મુખ્ય કરીને કહ્યું તેને દ્રવ્ય કહે છે. વર્તમાનમાં જે અવસ્થા હોય તેને ભાવ કહે છે. આ રીતે ચાર નિક્ષેપની પ્રવૃત્તિ છે. તેનું કથન શાસ્ત્રમાં પણ લોકોને સમજાવવા માટે કર્યું છે. તે નિક્ષેપ વિધાન દ્વારા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ન સમજવા. પણ નામને નામ સમજવું, સ્થાપનાને સ્થાપના સમજવી, દ્રવ્યને દ્રવ્ય સમજવું, ભાવને ભાવ સમજવો નહીંતર તો વ્યભિચાર નામનો દોષ આવે છે. તેને દૂર કરવા માટે ને લોકોને યથાર્થ સમજાવવા શાસ્ત્રમાં કથન છે. પરંતુ અહીં એવું નિક્ષેપનું કથન ન સમજવું. અહીં તો નિશ્ચયનયની પ્રધાનતાથી કથન છે. તેથી જેવું અરિહન્તનું નામ છે તેવા જ ગુણ સહિત નામ જાણવું, જેવી તેમની દેહ સહિત મૂર્તિ છે તે જ સ્થાપના જાણવી, જેવું તેમનું દ્રવ્ય છે તેવું દ્રવ્ય જાણવું અને જેવા તેમના ભાવ છે તેવો જ ભાવ જાણવો. ૨૮
આ પ્રકારનું જ કથન હવે કરે છે. તેમાં પ્રથમ જ નામને મુખ્ય કરીને કહે છે:
दसण अणंत णाणे मोक्खो णट्ठट्टकम्मबंधेण। णिरुवमगुणमारुढो अरहंतो एरिसो होइ।। २९ ।।
दर्शनं अनंतं ज्ञानं मोक्ष: नष्टाष्टकर्मबंधेन। निरूपमगुणमारूढ: अर्हन् ईदृशो भवति।। २९ ।।
નિઃસીમ દર્શન-શાન છે, વસુબંધલયથી મોક્ષ છે, નિરૂપમ ગુણે આરૂઢ છે-અહંત આવા હોય છે. ૨૯
અર્થ:- જેને દર્શન અને જ્ઞાન-એ તો અનંત છે-ઘાતિકર્મના નાશથી બધા જ્ઞય પદાર્થોનું દેખવું-જાણવું છે, આઠ કર્મોનો બંધનો નાશ હોવાથી મોક્ષ છે. અહીં સત્વની (સત્તાની) અને ઉદયની વિવક્ષા ન લેવી, કેવળીને આઠેય કર્મનું બંધન નથી. જો કે સાતા વેદનીયનો માત્ર આસ્રવરૂપ બંધ સિદ્ધાંતમાં કહ્યો છે તો પણ સ્થિતિ-અનુભાગરૂપ બંધ નથી.
૧ સટીક સંસ્કૃત પ્રતિમાં ‘રને અનંત જ્ઞાને' અવો સત્પમી અંત પાઠ છે. ૨ વસુ = આઠ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
(અષ્ટપાહુડ
તેથી અબંધ જેવા જ છે. આ પ્રમાણે આઠય કર્મબંધના અભાવની અપેક્ષાએ ભાવમોક્ષ કહેવાય
અને ઉપમારહિત ગુણોથી આરૂઢ છે–સહિત છે.-આ પ્રકારના ગુણો છદ્મસ્થ અવસ્થામાં કયાય પણ છે નહીં. તેથી જેનામાં ઉપમા રહિત ગુણો છે એવા “અરિહંત” હોય છે.
ભાવાર્થ:- કેવળ નામ માત્ર જ અરિહંત હોય તેને “અરિહંત' કહેતા નથી. આવા પ્રકારના ગુણો સહિત હોય તેને નામ “અરિહંત' કહે છે. ૨૯
હવે ફરી કહે છે -
जरवाहिजम्ममरणं चउगइगमणं च पुण्णपावं च। हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो।।३०।।
जराव्याधिजन्म मरणं चतुर्गतिगमनं पुण्यपापं च। हत्वा दोषकर्माणि भूतः ज्ञानमयश्वार्हन्।।३०।। જે પુણ્ય-પા૫, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણને વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અહંત છે. ૩૦.
અર્થ:- જરા-વૃદ્ધાવસ્થા, વ્યાધિ-રોગ, જન્મ, મરણ, ચાર ગતિઓમાં ભ્રમણ, પુષ્ય, પાપાદિ દોષોને ઉત્પન્ન કરવાવાળા કર્મો, તેમનો નાશ કરીને કેવળજ્ઞાનમયી “અરિહંત' થયા હોય તે “અરિહંત' છે.
ભાવાર્થ:- પહેલાની ગાથામાં તો ગુણોના સદ્દભાવથી “અરિહંત-નામ’ કહ્યું. અને આ ગાથામાં દોષોના અભાવથી “અરિહંત-નામ” કહ્યું. રાગ, દ્વેષ, મદ, મોહ, અરતિ, ચિંતા, ભય, નિદ્રા. વિષાદ, ખેદ અને વિસ્મય–આ અગિયાર દોષ તો ઘાતિકર્મના ઉદયથી થાય છે, અને ક્ષુધા તૃષા, જન્મ, જરા, મરણ, રોગ અને સ્વદ-એ સાત દોષ અઘાતિ કર્મોના ઉદયથી થાય છે.
આ ગાથામાં જરા, રોગ, જન્મ, મરણ અને ચાર ગતિઓમાં ભ્રમણનો અભાવ કહેવાથી તો અઘાતિકર્મથી થયેલ દોષોનો અભાવ જાણવો. કેમકે અઘાતિકર્મમાં આ દોષોને કરવાવાળી પાપ પ્રકૃતિઓના ઉદયનો અરિહંતને અભાવ છે. અને રાગ-દ્વેષાદિક દોષોનો ઘાતિકર્મના ક્ષયથી અભાવ છે.
પ્રશ્ન:- અરિહંતને મરણનો અને પુણ્યનો અભાવ કહ્યો પણ મોક્ષ ગમન થવું એ “મરણ” અરહંતને છે અને પુણ્ય પ્રકૃતિઓનો ઉદય જોવામાં આવે છે, તો તેમનો અભાવ કેવી રીતે છે?
સમાધાન:- અહીં, મરણ થઈને ફરી સંસારમાં જન્મ થાય એ પ્રકારના મરણની અપેક્ષાએ કથન છે. આ પ્રકારનું મરણ અરિહંતને નથી. તેવી રીતે જે પુણ્યપ્રકૃતિનો ઉદય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
બોધપાહુડ )
પાપપ્રકૃતિને સાપેક્ષ કરે એ પ્રકારે પુણ્યના ઉદયનો અભાવ જાણવો અથવા બંધ અપેક્ષાએ પુણ્યનો પણ બંધ નથી. સાતાવેદનીય બંધાય તે સ્થિતિ-અનુભાગ વિના અબંધતુલ્ય જ છે.
પ્રશ્ન:- કેવળીને અશાતાવેદનીયનો ઉદય પણ સિદ્ધાંતમાં કહ્યો છે, તેની પ્રવૃતિ કેવી રીતે
છે?
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ઉત્ત૨:- તેમને અશાતાનો અત્યંત મંદ-બિલકુલ મંદ-અનુભાગ ઉદય છે અને શાતાનો અતિ તીવ્ર અનુભાગ ઉદય છે. તેને લીધે અશાતા કંઈપણ બાહ્ય કાર્ય કરવામાં સમર્થ નથી. સૂક્ષ્મ ઉદય દઈને ખરી જાય છે તથા સંક્રમણરૂપ થઈને શાતારૂપ થઈ જાય છે. આ પ્રકારે જાણવું.
આ પ્રમાણે અનંત ચતુષ્ટ્ય સહિત સર્વદોષ રહિત સર્વજ્ઞ વીતરાગ હોય તેમને નામથી ‘ અરિહંત ’ કહે છે. ૩૦
હવે સ્થાપના દ્વારા ‘અરિહંત ’નું વર્ણન કરે છેઃ
k
गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं । ठावण पंचविहेहिं पणयव्वा अरहपुरिसस्स ।। ३१ ।। गुणस्थानमार्गणाभिः च पर्याप्तिप्राणजीवस्थानैः। स्थापना पंचविधैः प्रणेतव्या अर्हत्पुरुषस्य ।। ३१ ।।
છે સ્થાપના અદ્વૈતની કર્તવ્ય પાંચ પ્રકારથી, -‘ગુણ, માર્ગણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણને જીવસ્થાનથી. ૩૧
અર્થ:- ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાપ્તિ, પ્રાણ અને જીવસ્થાન આ પાંચ પ્રકારથી ‘અરિહંત ’ પુરુષની સ્થાપના પ્રાપ્ત કરવી અથવા તેમને પ્રણામ કરવા જોઈએ.
૧ ‘ ગુણ
૧૦૭
ભાવાર્થ:- સ્થાપના નિક્ષેપમાં કાષ્ઠ-પાષાણાદિકમાં સંકલ્પ કરવાનું કહ્યું છે, તે અહીં મુખ્ય નથી. અહીં નિશ્ચયની પ્રધાનતાથી કથન છે. અહીં ગુણસ્થાનાદિકથી ‘ અરિહંત ’નું સ્થાપન કહેલું છે. ૩૧
હવે વિશેષ કહે છે:
तेरह
गुणठाणे सजोइकेवलिय होइ अरहंतो ।
चउतीस अइसयगुणा होंति हु तस्सट्ठ पडिहारा ।। ३२ ।।
त्रयोदशे गुणस्थाने सयोगकेवलिकः भवति अर्हन् । चतुस्त्रिंशत् अतिशयगुणा भवंति स्फुटं तस्याष्टप्रातिहार्या ।। ३२ ।।
ગુણસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૮
(અષ્ટપાર્ટુડ
અત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨
અર્થ:- ગુણસ્થાન ચૌદ કહ્યા છે, તેમાં સયોગકેવળી અર્થાત્ તેરમું ગુણસ્થાન છે. તેમાં યોગની પ્રવૃત્તિ તથા કેવળજ્ઞાન સહિત સયોગકેવળી, “અરિહંત' હોય છે. તેમને ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્ય હોય છે. આમ ગુણસ્થાન દ્વારા સ્થાપના “અરિહંત' કહેવાય છે.
ભાવાર્થ:- અહીં ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્ય કહેવાથી સમવસરણમાં વિરાજમાન તથા વિહાર કરતા અરિહંત છે, અને યોગ કહેવાથી વિહારની પ્રવૃત્તિ અને વચનની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. કેવળી કહેવાથી કેવળજ્ઞાન દ્વારા સર્વ તત્ત્વોનું જાણવું સિદ્ધ થાય છે. ચોત્રીશ અતિશય આ પ્રકારે છે-જન્મથી પ્રગટ થવાવાળા દસ-(૧) મળમૂત્રનો અભાવ, (૨) પરસેવાનો અભાવ, (૩) સફેદ લોહી હોવું, (૪) સમચતુરગ્ન સંસ્થાન, (૫) વજવૃષભનારાચ સહનન, (૬) સુંદર રૂપ, (૭) સુગંધી શરીર, (૮) શુભ લક્ષણો હોવાં, (૯) અનંત બળ, (૧૦) મધુર વચન-આ પ્રકારના દસ (અતિશય જન્મથી) હોય છે.
કેવળજ્ઞાન પ્રગટ થતાં દસ અતિશય હોય છે:- (૧) ઉપસર્ગનો અભાવ, (૨) અદયાનો અભાવ (દયા ), (૩) શરીરના પડછાયાનો અભાવ, (૪) ચતુર્મુખથી દર્શન, ( ૫ ) સવે વિધાઓનું સ્વામીત્વ, (૬) નેત્રોના પલકારાનો અભાવ, (૭) સો યોજનમાં દુષ્કાળનો અભાવ, (૮) આકાશગમન, (૯) કવળાહારનો અભાવ, (૧૦) નખ-કેશોના વધવાનો અભાવ-આવાં દશ (અતિશય કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં) હોય છે.
ચૌદ અતિશય દેવકૃત હોય છે:- (૧) સકલાદ્ધમાગધી ભાષા, (૨) સર્વજીવોમાં મૈત્રીભાવ, (૩) સર્વ ઋતુઓના ફળ-ફૂલ ફળવાં, (૪) દર્પણ સમાન ભૂમિ, (૫) કંટક રહિત ભૂમિ, (૬) મંદ-સુગંધી પવન, (૭) સર્વને આનંદ હોય, (૮) ગંધોદક વૃષ્ટિ, (૯) પગની નીચે કમળ રચના, (૧૦) સર્વ ધાન્યની ઉત્પત્તિ, (૧૧) દસે દિશાઓ નિર્મળ હોવી, (૧૨) દેવો દ્વારા આાન શબ્દ, (૧૩) ધર્મચક્રનું આગળ-આગળ ચાલવું, (૧૪) અષ્ટ મંગળ દ્રવ્યોનું આગળ ચાલવું.
અષ્ટ મંગળ દ્રવ્યોનાં નામઃ- (૧) છત્ર, (૨) ધ્વજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૬) ભંગાર (ઝારી), (૭) તાલ (સ્થાપના) અને (૮) સ્વસ્તિક (સાથિયો) અર્થાત્ સુપ્રતીચ્છક-આવાં આઠ (મંગળ દ્રવ્યો) હોય છે. આ રીતે ચોત્રીશ અતિશયના નામ કહ્યાં.
આઠ પ્રાતિહાર્ય હોય છે, તેમનાં નામ આ પ્રમાણે છે:
(૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડળ. (૭) દંદુભિ વાજિંત્ર અને (૮) છત્ર. -આમ આઠ (પ્રાતિહાર્ય) હોય છે. આ પ્રમાણે ગુણસ્થાનદ્વારા “અરિહંત'નું સ્થાપન કહ્યું. ૩ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧/૯
હવે “માર્ગણા” દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે:
गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य। संजम दंसण लेसा भविया सम्मत्त सण्णि आहारे।। ३३ ।।
गतौ इन्द्रिये च काये योगे वेदे कषाये ज्ञाने च। सयम दर्शने लेश्यायां भव्यत्वे सम्यक्त्वे संज्ञिनि आहारे।।३३।।
ગતિ-ઇન્દ્રિ-કાયે, યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં, દગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’ રમાં એ સ્થાપવા. ૩૩
અર્થ - (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કપાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) વેશ્યા, (૧૧) ભવ્યત્વ, (૧૨) સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી અને (૧૪) આહાર-આ પ્રકારે ચૌદ માર્ગણા હોય છે. અરિહંત સયોગ કેવળીને તેરમું ગુણસ્થાન છે. તેમાં માર્ગણા લગાવે છે. “ગતિ” –ચાર ગતિમાં મનુષ્યગતિ છે, “ઇન્દ્રિય ” જાતિ પાંચમાં પંચેન્દ્રિય જાતિ છે, “કાય’–છ કાયમાં ત્રસકાય છે, “યોગ’–પંદર યોગમાં મનોયોગ તો સત્ય અને અનુભય એ પ્રકારે છે અને એ જ પ્રકારના વચનયોગ બ તથા કાયયોગ ઔદારિક એ પ્રકારે પાંચ યોગ છે. જ્યારે સમુદ્રઘાત કરે. ત્યારે ઔદારિક મિશ્ર અને કાર્માણ એ બે મળીને સાત યોગ હોય છે. વેદ'-ત્રણ વેદમાં ત્રણેનો અભાવ છે; “કષાય'-પચીસ કષાયમાં બધાનો જ અભાવ છે: “જ્ઞાન”—આઠ જ્ઞાનમાં એક કેવળજ્ઞાન છે; “સંયમ’–સાત સંયમમાં એક યથાખ્યાત છે; “દર્શન'–ચાર દર્શનમાં એક કેવળદર્શન છે; “લેશ્યા’–છ લશ્યામાં એક શુકલ લેશ્યા છે જે યોગનિમિત્ત છે; “ભવ્ય” બે ભેદમાં એક ભવ્ય છે : “સમ્યકત્વ ’–છ સમ્યકત્વમાં ક્ષાયિક સમ્યકત્વ છે; “સંગી” બે ભેદમાં એક સંશી છે-તે દ્રવ્યથી છે, ભાવથી ક્ષયોપશમરૂપ ભાવ મનનો અભાવ છે; “આહારક આહારક-અનાહારક એ બેમાં આહારક છે-તે પણ નોકર્મવર્ગણાની અપેક્ષાએ છે, કિન્તુ કવળાહાર નથી. અને સમુદ્દાત કરે તો અનાહારક પણ છે. આ પ્રકારે બન્ને છે. આ પ્રમાણે માર્ગણા અપેક્ષા એ “અરિહંત' નું સ્થાપન જાણવું. ૩૩
હવે “પર્યાપ્તિ' દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે:
आहारो य सरीरो इंदियमण आणपाणभासा य। पज्जत्तिगुणसमिद्धो उत्तमदेवो हवइ अरहो।। ३४।।
आहार: च शरीरं इन्द्रियमनआनप्राणभाषाः च। पर्याप्ति गुणसमृद्धः उत्तमदेवः भवति अर्हन्।।३४ ।।
આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન તણી, અહંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
(અષ્ટપાહુડ
અર્થ:- (૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) મન, (૫) આનપ્રાણ અર્થાત્ શ્વાસોચ્છવાસ અને (૬) ભાષા-આ પ્રકારે છ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિગુણ દ્વારા સમૃદ્ધ અર્થાત્ યુક્ત ઉત્તમ દેવ “અરિહંત” છે.
ભાવાર્થ:- પર્યાપ્તિનું સ્વરૂપ આ રીતે છે:- જે જીવ એક અન્ય પર્યાયને છોડીને અન્ય પર્યાયમાં જાય ત્યારે વિગ્રહગતિમાં વચ્ચે ઉત્કૃષ્ટ ત્રણ સમય રહે, પછી સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં ત્રણ જાતિની વર્ગણાને ગ્રહણ કરે-આહારવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા. આ પ્રકારે ગ્રહણ કરીને “આહાર' જાતિની વર્ગણાથી તે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ-આ પ્રમાણે ચાર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત કાળમાં પૂર્ણ કરે. ત્યાર બાદ ભાષા જાતિ અને મનોજાતિની વર્ગણાથી અંતર્મુહૂર્તમાં જ ભાષા ને મન પર્યાપ્ત પૂર્ણ કરે. આ રીતે છયે પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરે છે. ત્યારબાદ આયુષ્ય પૂરું થાય ત્યાંસુધી પર્યાપ્ત જ કહેવાય છે અને નોકર્મ વર્ગણાને ગ્રહણ કરતા જ રહે છે. અહીં આહાર એટલે કવળાહાર ન જાણવો. આ પ્રમાણે તેરમા ગુણસ્થાનમાં પણ અરિહંતને પર્યાપ્તિ પૂર્ણ જ છે. આ પ્રકારે પર્યાપ્તિ દ્વારા અરિહંતની સ્થાપના છે. ૩૪
હવે પ્રાણ દ્વારા (અરિહંતની સ્થાપના) કહી છે
पंच वि इंदियपाणा मणवयकाएण तिण्णि बलपाणा। आणप्पाणप्पाणा आउगपाणेण होंति दह पाणा।। ३५।।
पंचापि इंद्रियप्राणाः मनोवचनकायैः त्रयो बलप्राणाः। आनप्राणप्राणा: आयुष्कप्राणेन भवंति दशप्राणाः।। ३५ ।।
ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના, બે આયુ-શ્વાસોચ્છવાસ પ્રાણો, પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫
અર્થ - પાંચ ઇન્દ્રિયપ્રાણ, મન-વચન-કાયના ત્રણ બળપ્રાણ, એક શ્વાસોચ્છવાસ પ્રાણ અને એક આયુપ્રાણ-એ દસ પ્રાણ છે.
ભાવાર્થ:- આ પ્રકારે દસ પ્રાણ કહ્યા તેમાં તેરમા ગુણસ્થાનમાં ભાવઇન્દ્રિય અને ભાવમનની ક્ષયોપશમભાવરૂપ પ્રવૃત્તિ નથી. આ અપેક્ષાથી તો કાયબળ, વચનબળ, શ્વાસોચ્છવાસ અને આયુ-એ ચાર પ્રાણ હોય છે અને દ્રવ્ય અપેક્ષાથી દસેય પ્રાણ છે. આ રીતે પ્રાણ દ્વારા અરિહંતનું સ્થાપન છે. ૩૫
હવે જીવસ્થાન દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
पोषा)
૧૧૧
मणुयभवे पंचिंदिय जीवट्ठाणेसु होइ चउदसमे। एदे गुणगणजुत्तो गुणमारुढो हवइ अरहो।।३६ ।। मनुजभवे पंचेन्द्रियः जीवस्थानेषु भवति चतुर्दशे।
एतद्गुणगणयुक्तः गुणमारूढो भवति अर्हन्।। ३६ ।। માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે; पूर्वोऽत गुगयुत, 'गु'-म॥३० श्री. सईत छे. 35
અર્થ:- મનુષ્યભવમાં પંચેન્દ્રિય નામના ચૌદમા જીવસ્થાન અર્થાત જીવસમાસ તેમાં આટલા ગુણોના સમૂહવાળા તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત અરિહંત હોય છે.
भावार्थ:- ०५समास. यौह या छ:- (१-२) डेन्द्रिय सूक्ष्म-६२-२; (3) - छन्द्रिय, (४) तेन्द्रिय (५) योन्द्रिय सेवा विसत्रय-3; (६-७) येन्द्रिय असशी-संज्ञा૨, –આમ સાત થયા. એ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ થયા. એમાં ચૌદમુસંજ્ઞી પંચેન્દ્રિય જીવસ્થાન અરિહંતનું છે. ગાથામાં સંજ્ઞીનું નામ ન લીધું અને મનુષ્યભવનું નામ લીધું તો મનુષ્ય સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી નથી હોતા. માટે મનુષ્ય કહેવાથી સંજ્ઞી જ જાણવા જોઈએ.
६
-આ પ્રકારે જીવસ્થાનદ્વારા “સ્થાપના અરિહંત' નું વર્ણન કર્યું.
હવે દ્રવ્યની મુખ્યતાથી “અરિહંત' નું નિરૂપણ કરે છે:
जरवाहिदुक्खरहियं आहारणिहारवज्जियं विमलं। सिंहाण खेल सेओ णत्थि दुगुंछा य दोसो य।। ३७।।
दस पाणा पज्जती अट्ठसहस्सा य लक्खणा भणिया। गोखीरसंखधवलं मंसं रूहिरं च सव्वंगे।।३८ ।।
एरिसगुणेहिं सव्वं अइसयवंतं सुपरिमलामोयं।
ओरालियं च कायं णायव्वं अरहपुरिसस्स।। ३९ ।। जराव्याधिदुःखरहितः आहारनीहार वर्जितः विमलः। सिंहाण: खेल: स्वेदः नास्ति दुर्गन्धः च दोष: च।। ३७।।
दश प्राणाः पर्याप्तयः अष्टसहस्राणि च लक्षणानि भणितानि। गोक्षीरशंखधवलं मांसं रुधिरं च सर्वांगे।।३८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર.
(અષ્ટપાહુડી
ईदृशगुणैः सर्वः अतिशयवान सुपरिमलामोदः।
औदारिकश्च कायः अर्हत्पुरुषस्य ज्ञातव्यः।। ३९ ।। વણવ્યાધિ-દુઃખ-જરા, આહાર-નિહાર વર્જિત, વિમળ છે,
અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે. ૩૭ દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે, સર્વાગ ગોક્ષીર-શંખતુલ્ય સુધવલ માંસ રૂધિર છે; ૩૮ -આવા ગુણે સર્વાગ અતિશયવંત, પરિમલ વ્હેકતી, ઔદારિકી કાયા અહો! અહંન્દુરુષની જાણવી. ૩૯
અર્થ:- અરિહંત પુરુષની ઔદારિક કાયા આ પ્રમાણે જાણવી : જરા, વ્યાધિ અને રોગ એ સંબંધી દુ:ખ તેમાં હોતું નથી; આહાર-નિહારથી રહિત હોય છે; વિમળ અર્થાત્ મળમૂત્ર રહિત હોય છે; સિંહાણ અર્થાત્ શ્લેષ્મ (કફ ), ખેલ અર્થાત્ ઘૂંક, પરસેવો અને દુર્ગધ કહેતાં જુગુપ્સા, ગ્લાનિ કે દુર્ગધાદિ દોષ તેમાં હોતાં નથી. ૩૭
તેમાં દસ પ્રાણ છે. તે દ્રવ્યપ્રાણ છે, પૂર્ણ પર્યાપ્તિ છે, એક હજાર આઠ લક્ષણ છે અને ગોક્ષીર અર્થાત્ કપૂર અથવા ચંદન તથા શંખ જેવું તેમાં સર્વાગ સફેદ રૂધિર અને માંસ હોય છે.
૩૮
આ પ્રમાણેના ગુણોવાળો સંપૂર્ણ દેહુ અતિશય સહિત નિર્મળ છે. તથા આમોદ અર્થાત્ જે સુગંધવાળો છે. –આવો ઔદારિક દેહુ અરિહંત પુરુષને હોય છે. ૩૯
ભાવાર્થ- અહીં દ્રવ્યનિક્ષેપ ન સમજવું. આત્માથી જુદા જ દેહની મુખ્યતાથી ‘દ્રવ્ય અરહંત' નું વર્ણન છે. ૩૭-૩૮-૩૯.
આ રીતે “દ્રવ્ય અરહંત' નું વર્ણન કર્યું. હવે ભાવની પ્રધાનતાથી (અરિહંતનું) વર્ણન કરે છે –
मयरायदोसरहिओ कसायमलवज्जिओ व सुविसुद्धो। चित्तपरिणामरहिदो केवलभावे मुणेयव्वो।। ४०।। मदरागदोषरहितः कषायमलवर्जितः च सुविशुद्धः। चित्तपरिणामरहितः केवलभावे ज्ञातव्याः।। ४०।।
૧ અજુગુપ્તિતા =જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી. ૨ વણનાસિકામળ-શ્લેખ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી રહિત. ૩ સુધવલ = ઘોળું. ૪ પરિમલ = સુગંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૧૩
મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અહંત છે. ૪૦
અર્થ - કેવળજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનરૂપ જ એક ભાવ થતાં અરિહંત હોય છે એમ જાણવું. મદ અર્થાત્ માનકષાયથી થતો ગર્વ અને રાગ, દ્વેષ અર્થાત્ કષાયોના તીવ્ર ઉદયથી થવાવાળા પ્રીતિ અને અપ્રીતિરૂપ પરિણામ-તેનાથી રહિત છે. પચ્ચીસ કપાયરૂપ મળનું દ્રવ્યકર્મ તથા તેના ઉદયથી થતા ભાવમળ-તેનાથી રહિત છે. માટે અત્યંત વિશુદ્ધ છે-નિર્મળ છે. ચિત્તપરિણામ અર્થાત્ મનના પરિણમનરૂપ વિકલ્પથી રહિત છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ મનનો વિકલ્પ નથી. -આ રીતે કેવળ એક જ્ઞાનરૂપ વીતરાગસ્વરૂપ “ભાવઅરિહંત' જાણવા. ૪૦
હવે ભાવનું જ વિશેષ કહે છે:
सम्मइंसणि पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया। सम्मत्तगुणविसुद्धो भावो अरहस्स णायव्वो।। ४१ ।।
सम्यग्दर्शनेन पश्यति जानाति ज्ञानेन द्रव्यपर्यायान्। सम्यक्त्वगुणविशुद्ध: भावः अर्हतः ज्ञातव्यः।। ४१।।
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યકત્વગુણસુવિશુદ્ધ છે, અહંતનો આ ભાવ છે. ૪૧
અર્થ:- “ભાવ અરિહંત” સમ્યગ્દર્શનથી તો પોતાને તથા સર્વને સત્તામાત્ર દેખે છે- આ પ્રમાણે જેને કેવળદર્શન છે; જ્ઞાનથી સર્વ દ્રવ્ય પર્યાયોને જાણે છે-આ પ્રમાણે જેને કેવળજ્ઞાન છે; તથા જેનામાં સમ્યકત્વગુણથી વિશુદ્ધ ક્ષાયિક સમ્યકત્વ જોવામાં આવે છે. આ રીતે અરિહંતનો ભાવ જાણવો.
ભાવાર્થ- અરિહંતપણું ઘાતિયાકર્મના નાશથી હોય છે. મોહકર્મના નાશથી સમ્યકત્વ અને કષાયના અભાવથી પરમ વીતરાગતા-સર્વપ્રકારે નિર્મળતા થાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના નાશથી અનંતદર્શન-અનંતજ્ઞાન પ્રગટ થાય છે. તેનાથી સર્વ દ્રવ્ય-પર્યાયોને એક સમયમાં પ્રત્યક્ષ દેખે છે, અને જાણે છે. દ્રવ્ય છ છે. તેમાં જીવદ્રવ્યની સંખ્યા અનંતાનંત છે, પુદ્ગલ દ્રવ્ય તેનાથી અનંતાનંતગણા છે, આકાશદ્રવ્ય એક છે-તે અનંતાનંત પ્રદેશ છે. તેની વચ્ચે (અસંખ્યાત પ્રદેશોમાં) સર્વ જીવ-પુદ્ગલ સ્થિત છે. એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય
૧ વ્યક્તકષાયમળ = કષાયમળતરહિત ૨ કેવળ = એકલો; નિર્ભેળ; શુદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
(અષ્ટપાહુડ
એ બન્ને અસંખ્યાતપ્રદેશી છે. તેનાથી આકાશના લોક અને અલોક એવા વિભાગ છે. આ લોકમાં જ કાળદ્રવ્યના અસંખ્યાત કાળાણુ સ્થિત છે. આ સર્વ દ્રવ્યોને પરિણામરૂપ પર્યાય છે. તે (પર્યાય) એક-એક દ્રવ્યની અનંતાનંત છે. તેમને કાળદ્રવ્યનાં પરિણામ નિમિત્ત છે. તેના નિમિત્તથી ક્રમરૂપ થતાં સમયાદિક વ્યવહારકાળ કહેવાય છે. તેની ગણનાથી અતીત, અનાગત, વર્તમાન દ્રવ્યોની પર્યાયો અનંતાનંત છે. આ સર્વ દ્રવ્યપર્યાયોને અરિહંતનું દર્શન-જ્ઞાન એક સમયમાં દેખે અને જાણે છે. માટે અરિહંતને સર્વદર્શી-સર્વજ્ઞ કહે છે.
ભાવાર્થ- આ પ્રકારે અરિહંતનું નિરૂપણ ચૌદ ગાથાઓમાં કર્યું. પ્રથમ ગાથામાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, ગુણ, પર્યાય સહિત ચ્યવન, આગતિ, સંપત્તિ એ ભાવો અરિહંતને બતાવે છે. તે બધુંજ વ્યાખ્યાન નામાદિ કથનમાં આવી ગયું. તેનો સંક્ષેપમાં ભાવાર્થ લખીએ છીએ.
ગર્ભકલ્યાણક - પ્રથમ ગર્ભ કલ્યાણક હોય છે. ગર્ભમાં આવવાને છ મહિના પહેલાં ઇન્દ્રનો મોકલેલ કુબેર જે રાજાની રાણીના ગર્ભમાં તીર્થકર આવવાના હોય તેના નગરની શોભા કરે છે. રત્નમયી સુવર્ણમયી મંદિર રચે છે. નગરને કોટ, ખાઈ, દરવાજા, સુંદર વન, ઉપવનની રચના કરે છે. સુંદર પોષાકવાળા નરનારી નગરમાં વસાવે છે. નિત્ય રાજમંદિર પર રત્નોની વર્ષા થતી રહે છે. તીર્થકરનો જીવ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતાને સોળ સ્વપ્ના આવે છે. રૂચકવરદ્વીપમાં રહેવાવાળી દેવાંગનાઓ માતાની નિત્ય સેવા કરે છે. જન્મકલ્યાણક:આ પ્રમાણે નવ મહિના પૂરા થતાં પ્રભુનો ત્રણ જ્ઞાન અને દસ અતિશયસહિત જન્મ થાય છે. ત્યારે ત્રણે લોકમાં આનંદમય ક્ષોભ થાય છે, દેવોના વગર વગાડ્ય વાજાં વાગે છે, ઇન્દ્રનું આસન કંપવા લાગે છે અને ત્યારે ઇન્દ્ર પ્રભુનો જન્મ થયો છે એમ જાણીને સ્વર્ગથી ઐરાવત હાથી ઉપર બેસીને આવે છે. બધા ચાર પ્રકારના દેવ-દેવીઓ એકઠાં મળીને આવે છે. શચી (ઇન્દ્રાણી) માતા પાસે જઈને ગુપ્તરૂપથી પ્રભુને લઈ આવે છે. ઇન્દ્ર હર્ષ પામીને હજાર નેત્રોથી પ્રભુને દેખે છે.
પછી સોધર્મ ઇન્દ્ર બાળક શરીરી ભગવાનને પોતાના ખોળામાં લઈને ઐરાવત હાથી પર ચઢીને મેરૂ પર્વત ઉપર જાય છે. ઈશાન ઇન્દ્ર છત્ર ધારણ કરે છે, સનકુમાર, ને મહેન્દ્ર ઇન્દ્ર ચામર ઢોળે છે મેરૂનાં પાંડકવનની પાંડકશિલા પર સિંહાસન ઉપર પ્રભુને વિરાજમાન કરે છે. સર્વ દેવો ક્ષીરસમુદ્રથી એક હજાર આઠ કળશોમાં જળ લાવીને, દેવ-દેવાંગના ગીત-નૃત્યવાજિંત્ર વગાડી, અત્યંત ઉત્સાહુ સહિત પ્રભુના મસ્તક પર કળશ ઢોળીને જન્મકલ્યાણકનો અભિષેક કરે છે. ત્યારબાદ શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ પહેરાવીને માતાના મહેલમાં લાવીને માતાને સોંપે છે ને ઇન્દ્રાદિક દેવ પોતપોતાના સ્થાન પર ચાલ્યા જાય છે. કુબરે સેવા માટે રહે
ત્યાર પછી કુમાર-અવસ્થા તથા રાજ્ય-અવસ્થા ભોગવે છે. તેમાં મનોવાંછિત ભોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૧૫
ભોગવી પછી કંઈક વૈરાગ્યનું કારણ પામતાં સંસાર-દેહ-ભોગોથી વિરક્ત થઈ જાય છે. ત્યારે લોકાંતિક દેવ આવીને વૈરાગ્ય વધારનારી પ્રભુની સ્તુતિ કરે છે.
ત૫કલ્યાણક- પછી ઇન્દ્ર આવીને તપકલ્યાણક ઉજવે છે. પાલખીમાં બેસાડી મોટા ઉત્સવથી વનમાં લઈ જાય છે. ત્યાં પ્રભુ પવિત્ર શિલા ઉપર બેસી પંચમુષ્ટિથી લોચ કરી પાંચ મહાવ્રત અંગીકાર કરે છે. સમસ્ત પરિગ્રહનો ત્યાગકરી દિગમ્બરરૂપ ધારણ કરી ધ્યાન ધરે છે. તે જ સમયે મન:પર્યાય જ્ઞાન ઉપજે છે.
કેવળજ્ઞાનકલ્યાણક- પછી કેટલોક સમય વ્યતીત થયા બાદ તપના બળથી ઘાતિકર્મની ૪૭ પ્રકૃતિ ને અઘાતિ કર્મની ૧૬ પ્રકૃતિ આ પ્રકારે ૬૩ પ્રકૃતિનો સત્તામાંથી નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવી અનંત ચતુટ્યરૂપ થઈને સુધાદિક અઢાર દોષોથી રહિત અરિહંત થાય
છે.
ફરી ઇન્દ્ર આવીને સમવસરણની રચના કરે છે. તે આગમમાં કહ્યા પ્રમાણે અનેક શોભાસહિત મણિ-સુવર્ણમયી કોટ, ખાઈ, વેદી, ચારે દિશાઓમાં ચાર દરવાજા, માનસ્તંભ, નાટ્યશાળા, વન આદિ રૂપ અનેક રચના કરે છે. તેની મધ્યે સભામંડપમાં બાર સભા હોય છે, તેમાં મુનિ, આર્થિક, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, તિર્યંચ બેસે છે. પ્રભુના અનેક અતિશય પ્રગટ થાય છે. સભામંડપની મધ્યમાં ત્રણ પીઠ ઉપર ગંધકુટિની વચ્ચે સિંહાસન પર ન કમલાસન ઉપર પ્રભુ અંતરીક્ષ બિરાજે છે. અને આઠ પ્રાતિહાર્ય યુક્ત હોય છે. વાણી ખરે છે. તેને સાંભળીને ગણધર દ્વાદશાંગ શાસ્ત્ર રચે છે આવો કેવળ કલ્યાણકનો ઉત્સવ ઇન્દ્ર કરે છે, પછી પ્રભુ વિહાર કરે છે, તેનો મોટો ઉત્સવ દેવ કરે છે.
નિર્વાણ કલ્યાણક- કેટલાક સમય પછી આયુષ્યના થોડા દિવસો બાકી રહેતા યોગનિરોધ કરી અઘાતિકર્મનો નાશ કરી મોક્ષ પધારે છે. ત્યારબાદ શરીરનો સંસ્કાર કરી ઇન્દ્ર ઉત્સવ સહિત “નિર્વાણ કલ્યાણક” મહોત્સવ કરે છે. આ પ્રકારે તીર્થંકર પંચકલ્યાણકની પૂજા પ્રાપ્ત કરી અરિહંત થઈ નિર્વાણ પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૪૧
(૧૧) હવે “પ્રવજ્યા” નું નિરૂપણ કરે છે. તેને દીક્ષા (પણ) કહે છે. પ્રથમ જ દીક્ષાને યોગ્ય સ્થાન વિશેષને તથા દીક્ષા સહિત મુનિ જ્યાં બિરાજે છે તેનું સ્વરૂપ કહે છે
सुण्णहरे तरुहिढे उज्जाणे तह मसाणवासे वा। गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा।। ४२।।
'सवसासत्तं तित्थं वचचइदालत्तयं च वुत्तेहिं। जिणभवणं अह वेज्झं जिणमग्गे जिणवरा विति।।४३।।
૧ સંસ્કૃતપ્રતિમાં સવસા' ‘સતું' એવા બે પદ કર્યા છે. જેનું સંસ્કૃત સ્વવશ ‘સત્ત્વ' લખ્યું છે. ૨ “વફાનત્ત' એનાં પણ બે જ પદ કર્યા છે ‘વવ:' ચૈત્યાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
(અષ્ટપાહુડ
पंचमहव्वयजुत्ता पंचिंदियसंजया णिरावेक्खा। सज्झायझाणजुत्ता मुणिवरवसहा णिइच्छन्ति।। ४४।।
शून्यगृहे तरुमूले उद्याने तथा श्मसानवासे वा। गिरिगुहायां गिरिशिखरे वा, भीमवने अथवा वसतौ वा।। ४२।।
स्ववशासक्तं तीर्थं वचश्चैत्यालयत्रिकं च उक्तैः। जिनभवनं अथ वेध्यं जिनमार्गे जिनवरा विदन्ति।। ४३।।
पंचमहाव्रतयुक्ताः पंचेन्द्रियसंयताः निरपेक्षाः। स्वाध्यायध्यानयुक्ताः मुनिवरवृषभाः नीच्छन्ति।। ४४।।
મુનિ શૂન્યગૃહ, તરૂતલ વસે, ઉધાન વા સમશાનમાં, ‘ગિરિકંદરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમાં. ૪૨
નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્ર ચૈત્યાલય અને જિનભવન મુનિનાં લક્ષ્ય છે-જિનવર કહે જિનશાસને. ૪૩
પંચેન્દ્રિયસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને ૪૪
અર્થ:- સૂનું ઘર, વૃક્ષનું મૂળ, બખોલ, ઉઘાનવન સ્મશાનભૂમિ, પર્વતની ગુફા, પર્વતનું શિખર, ભયાનક વન અને ધર્મસ્થાન-તેમાં દીક્ષા સહિત મુનિ રહે છે. આ (મુનિને રહેવા માટે ) દીક્ષાયોગ્ય સ્થાન છે.
સ્વવશ આસક્ત અર્થાત પોતાને વશ મુનિઓથી આસક્ત જે ક્ષેત્ર તેમાં મુનિ રહે. જ્યાંથી (મુનિ) મોક્ષ પધાર્યા હોય તેવું તો તીર્થસ્થાન છે. અને વચ, ચૈત્ય, આલય-આ પ્રકારે ત્રણ પહેલાં કહેવામાં આવ્યા છે. અર્થાત્ આયતન આદિક પરમાર્થરૂપ સંયમી મુનિ, અરિહંત, સિદ્ધ સ્વરૂપ તેમના નામનો અક્ષરરૂપ મંત્ર તથા તેમની આજ્ઞારૂપ વાણીને “વચ કહે છે તથા તેમના આકારરૂપ ધાતુ-પાષાણની પ્રતિમાના સ્થાપનને “ચૈત્ય કહે છે અને તે પ્રતિમા તથા અક્ષર મંત્ર વાણી જેમાં સ્થાપિત કરવામાં આવે છે તેને આલય-મંદિર કહે છે યંત્ર યા પુસ્તકરૂપ એવાં વચન, ચૈત્ય તથા આલય-એ ત્રણ છે. અથવા જિનભવન અર્થાત્ અકૃત્રિમ ચૈત્યાલયમંદિર. આ પ્રકારે આયતનાદિક તેમની સમાન જ એમનો વ્યવહાર તેને જિનમાર્ગમાં જિનવરદેવ વેધ્ય” અર્થાત દીક્ષા સહિત મુનિઓને ધ્યાન કરવા યોગ્ય, ચિંતન કરવા યોગ્ય કહે છે.
૧ ઉધાન = બગીચો. ૨ ગિરિકંદર = પર્વતની ગુફા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૧૭
જે મુનિવૃષભ અર્થાત્ મુનિઓમાં પ્રધાન છે તેમણે કહેલા શૂન્ય ગૃહાદિક તથા તીર્થ, નામમંત્ર, સ્થાપનરૂપ મૂર્તિ અને તેમનું આલય-મંદિર, પુસ્તક, અને અકૃત્રિમ જિનમંદિર તેમને mછંતિ' અર્થાત નિશ્ચયથી ઈષ્ટ કરે છે. સનાં ઘર આદિમાં રહે છે અને તીર્થ આદિનું ધ્યાન-ચિંતન કરે છે, તથા બીજાઓને ત્યાં દીક્ષા આપે છે. અહીં ‘ણિઇચ્છતિ” નું પાઠાન્તર ણઇચ્છતિ” આ પ્રકારે પણ છે. તેનો કાકોકિતદ્વારા તો આ પ્રકારે અર્થ થાય છે કે “જે શું ઇષ્ટ નથી કરતા? અર્થાત્ કરે જ છે.” એક ટિપ્પણીમાં એવો અર્થ ર્યો છે કે આવા શૂન્ય ગૃહાદિક તથા તીર્થાદિકને સ્વવશ આસક્ત અર્થાત્ સ્વેચ્છાચારી-ભ્રષ્ટાચારીઓ દ્વારા આસક્ત હોય (યુક્ત હોય) તો તે મુનિપ્રધાન ઈષ્ટ ન કરે, ત્યાં ન રહે. કેવા છે એ મુનિપ્રધાન? પાંચ મહાવ્રત સંયુક્ત છે, પાંચ ઇન્દ્રિયોને સારી રીતે જીતવાવાળા છે, નિરપેક્ષ છે-કોઈ પ્રકારની વાંચ્છાથી મુનિ નથી થયા, સ્વાધ્યાય અને ધ્યાનયુક્ત છે-કોઈ તો શાસ્ત્ર ભણે છે અને ભણાવે છે, કોઈ ધર્મશુકલધ્યાન કરે છે.
ભાવાર્થ- અહીં દીક્ષાયોગ્ય સ્થાન તથા દીક્ષા સહિત દીક્ષા આપવાવાળા મુનિનું તથા તેમના ચિંતન યોગ્ય વ્યવહારનું સ્વરૂપ કહ્યું છે. ૪૨-૪૩-૪૪
હવે “પ્રવ્રજ્યા” નું સ્વરૂપ કહે છે:
गिहगंथमोहमुक्का बावीसपरीसहा जियकषाया। पावारंभविमुक्का पव्वज्जा एरिसा भणिया।। ४५ ।।
गहग्रंथमोहमक्ता द्वविंशतिपरीषहा जितकषाया। पापारंभविमुक्ता प्रव्रज्या ईदृशी भणिता।। ४५।।
ગુહુ-ગ્રંથ-મોહવિમુક્ત છે, પરિષહજયી, અકષાય છે, છે મુક્ત પાપારંભથી, -દીક્ષા કહી આવી જિને. ૪૫
અર્થ:- ગૃહ (ઘર) અને ગ્રંથ (પરિગ્રહ)-આ બન્નેથી મુનિ તો મોહ, મમત્વ, ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિથી રહિત જ છે. જેમાં બાવીશ પરીષહોને સહન કરવા પડે છે, કષાયોને જીતે છે અને પાપરૂપ આરંભથી રહિત છે-આ પ્રકારની પ્રવ્રજ્યા જિનેશ્વરદેવે કહી છે.
ભાવાર્થ:- જૈન દીક્ષામાં કંઈ પણ પરિગ્રહ નથી, સર્વ સંસારનો મોહ નથી, (પણ ) જેમાં બાવીશ પરીષહોનું સહેવું અને કષાયોને જીતવું હોય છે અને પાપના આરંભનો અભાવ હોય છે–આ પ્રકારની દીક્ષા અન્ય મતમાં નથી. ૪૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
(અષ્ટપાહુડી
હવે ફરી કહે છે -
धणधण्णवत्थदाणं हिरण्णसयणासणाइ छत्ताई। कुद्दाणविरहरहिया पव्वज्जा एरिसा भणिया।। ४६ ।।
धनधान्यवस्त्रदानं हिरण्यशयनासनादि छत्रादि। कुदानविरहरहिता प्रव्रज्या ईदृशी भणिता।। ४६ ।।
ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં સર્વે કુદાન વિહીન છે, -દીક્ષા કહી આવી જિને. ૪૬
અર્થ:- ધન, ધાન્ય, વસ્ત્ર, –તેમનું દાન, સોનું રૂપ આદિ, તથા શય્યા, –આસન આદિ શબ્દથી છત્ર, ચામર આદિક અને ક્ષેત્ર આદિના કુદાનોથી રહિત પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ- કોઈ અન્યમતી આ પ્રકારની પ્રવ્રજ્યા કહે છે - ગાય, ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, રૂપું (ચાંદી), શયન, આસન, છત્ર, ચામર અને ભૂમિ (જમીન) આદિનું દાન કરવું તે પ્રવજ્યા છે. તેનો આ ગાથામાં નિષેધ ર્યો છે. પ્રવ્રજ્યા તો નિગ્રંથ સ્વરૂપ છે. જે ધન, ધાન્ય આદિ રાખીને દાન કરે તેને પ્રવ્રજ્યા શેની? આ તો ગૃહસ્થનું કર્મ છે. ગૃહસ્થને પણ આ વસ્તુઓના દાનથી વિશેષ પુણ્ય તો થતું નથી, કેમકે પાપ ઘણું છે અને પુણ્ય અલ્પ છે. તે ઘણું પાપ કાર્ય તો ગૃહસ્થને કરવામાં લાભ નથી. જેમાં ઘણો લાભ હોય તે જ કામ કરવું યોગ્ય છે. દીક્ષા તો આ વસ્તુઓથી રહિત જ છે. ૪૬
હવે ફરી કહે છે:
सत्तूमित्ते य समा पसंसणिंदा अलद्धिलद्धिसमा। तणकणए समभावा पव्वज्जा एरिसा भणिया।। ४७।।
शत्रौ मित्रे च समा प्रशंसानिन्दाऽलब्धिलब्धिसमा। तृणे कनके समभावा प्रव्रज्या ईदृशी भणिता।। ४७।।
નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિને લબ્ધિ વિષે, તૃણ-કંચને સમભાવ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૭
અર્થ:- જેમાં શત્રુ-મિત્રમાં, પ્રશંસા-નિંદામાં, લાભ-અલાભમાં, અને તૃણ-કંચનમાં સમભાવ છે-આ પ્રકારે પ્રવજ્યા કહી છે.
૧ પટ = વસ્ત્ર. ૨ કંચન-રજત = સોનું-રૂપું. ૩ લબ્ધિ = લાભ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૧૯
ભાવાર્થ- જૈન દીક્ષામાં રાગદ્વેષનો અભાવ છે, શત્રુ-મિત્ર, નિંદા-પ્રશંસા, લાભઅલાભ અને તૃણ-કંચનમાં સમભાવ છે. જૈન મુનિઓની દીક્ષા આ પ્રકારની જ હોય છે. ૪૭
હવે ફરી કહે છે:
उत्तममज्झिमगेहे दारिद्दे ईसरे णिरावेक्खा। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया।। ४८।। उत्तममध्यमगेहे दरिद्रे ईश्वरे निरपेक्षा।
सर्वत्र गृहितपिंडा प्रव्रज्या ईदृशी भणिता।। ४८।। નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે, -દીક્ષા કહી આવી જિને. ૪૮
અર્થ:- ઉત્તમ ગેહુ અર્થાત્ શોભા સહિત રાજભવનાદિમાં અને મધ્યમ ગેહ અર્થાત્ જેમાં અપેક્ષા નથી-શોભા રહિત સામાન્ય લોકોના ઘર તેમાં તથા દરિદ્ર-ધનવાન તેમાં નિરપેક્ષ અર્થાત્ ઇચ્છા રહિત છે, બધીજ યોગ્ય જગ્યાએથી આહાર ગ્રહણ કરવામાં આવે છે-આ પ્રકારે પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ:- મુનિ દીક્ષા સહિત હોય છે અને આહાર લેવા જાય છે ત્યારે આ પ્રકારે વિચાર કરતા નથી કે મોટા ઘરે જવું અથવા નાના ઘરે અથવા દરિદ્રીને ઘરે કે ધનવાનને ઘરે જવું. આ પ્રકારે વાંછારહિત નિર્દોષ આહારની યોગ્યતા હોય ત્યાં સર્વ જગ્યાએથી યોગ્ય આહાર લઈ લે છે. આ પ્રકારે દીક્ષા છે. ૪૮
હવે ફરી કહે છે:
णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा। णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया।। ४९ ।। निर्ग्रथा निःसंगा निर्मानाशा अरागा निद्वेषा। निर्ममा निरहंकारा प्रव्रज्या ईदृशी भणिता।। ४९ ।।
નિર્ચેથ ને નિઃસંગ, 'નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્વેષ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૯
અર્થ - પ્રવ્રજ્યા કેવી છે? નિગ્રંથસ્વરૂપ છે, પરિગ્રહથી રહિત છે, નિઃસંગ અર્થાત્ જેમાં સ્ત્રી આદિ પરદ્રવ્યનો સંગ-મિલાપ નથી, જેમાં નિર્માના અર્થાત્ માનકષાય પણ નથી, -
૧ સદન = ઘર. ૨ પિંડ = આહાર. ૩ નિર્માનાશ = માન અને આશારહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
(અષ્ટપાહુડી
મદ રહિત છે, જેમાં આશા નથી, –સંસાર ભોગની આશાથી રહિત છે, જેમાં અરાગ અર્થાત્ રાગનો અભાવ છે-સંસાર-દેહુ-ભોગોથી પ્રીતિ નથી, નિર્લેષા અર્થાત કોઈથી દ્વેષ નથી, નિર્મમાં અર્થાત્ કોઈથી મમત્વભાવ નથી, નિરહંકારા અર્થાત્ અહંકાર રહિત છે-જે કંઈ કર્મનો ઉદય હોય છે તે જ થાય છે આ પ્રકારે જાણવાથી પરદ્રવ્યમાં કર્તુત્વનો અહંકાર રહેતો નથી. અને પોતાના સ્વરૂપનું જ તેમાં સાધન છે-આ પ્રમાણે પ્રવજ્યા કહી છે.
ભાવાર્થ- અજમતી વેષ ધારણ કરીને તેને જ માત્ર દીક્ષા માને છે તે દીક્ષા નથી. જૈન દીક્ષા આ પ્રમાણે કહી છે. ૪૯
હવે ફરી કહે છે:
णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिव्वियार णिक्कलुसा। णिब्भय णिरासभावा पव्वज्जा एरिसा भणिया।। ५०।।
निःस्नेहा निर्लोभा निर्मोहा निर्विकारा निःकलुषा। निर्भया निराशभावा प्रव्रज्या ईदृशी भणिता।। ५०।।
નિઃ સ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે, -દીક્ષા કહી આવી જિને. ૫૦
અર્થ - પ્રવજ્યા આવી કહી છે-નિઃસ્નેહા અર્થાત જેમાં કોઈ પ્રત્યે સ્નેહ નથી, જેમાં પદ્રવ્યથી રાગાદિરૂપ સચિણ ભાવ” નથી ? જેમાં નિર્લોભા અર્થાત્ કાંઈ પરદ્રવ્ય લેવાની વાંચ્છા નથી, જેમાં નિર્મોહા અર્થાત્ કોઈ પરદ્રવ્યથી મોહ નથી, –ભૂલથી પણ પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ થતી નથી. નિર્વિકારા અર્થાત્ બાહ્ય અભ્યતર વિકારથી રહિત છે-જેમાં બાહ્ય શરીરની ચેષ્ટા તથા વસ્ત્રાભૂષણાદિનો તથા અંગ-ઉપાંગનો વિકાર નથી, જેમાં અંતરંગ કામક્રોધાદિનો વિકાર નથી. નિઃકલુષા અર્થાત્ મલિનભાવ રહિત છે–આત્માને કષાય મલિન કરે છે, માટે કષાય જેમાં નથી. નિર્ભયા અર્થાત્ જેમાં કોઈ પ્રકારનો ભય નથી, –પોતાના સ્વરૂપને અવિનાશી જાણે તેને કોનો ભય હોય? જેમાં નિરાશાભાવ અર્થાત્ કોઈ પ્રકારની પરદ્રવ્યની આશાનો ભાવ નથી. આશા તો કોઈ વસ્તુની પ્રાપ્તિ ન હોય તેમાં લાગી રહે છે. પરંતુ જ્યાં પદ્રવ્યને પોતાનું જાણ્યું જ નથી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહ્યું. પછી કોની આશા હોય ? પ્રવ્રજ્યા આ પ્રકારે કહી છે.
ભાવાર્થ- જૈન દીક્ષા આવી છે. અન્ય મતમાં સ્વ-પર દ્રવ્યનું ભેદજ્ઞાન નથી. તેમને આવી દીક્ષા ક્યાંથી હોય? ૫૦
૧ સચિણ = હાથ, ચમચો, કડછી આદિ દ્વારા ભોજન સામગ્રી આપવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૧
હવે દીક્ષાનું બાહ્યસ્વરૂપ કહે છે:
जहजायरूवसरिसा अवलंबियभुय णिराउहा संता। परकियणिलयणिवासा पव्वज्जा एरिसा भणिया।। ५१ ।।
यथाजातरूपसदृशी अवलंबितभजा निरायधा शांता। परकृतनिलयनिवासा प्रव्रज्या ईदृशी भणिता।। ५१ ।।
જમ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, 'નિરાયુધ, શાંત છે, પ૨કૃત નિલયમાં વાસ છે, -દીક્ષા કહી આવી જિને. ૨૧
અર્થ - કેવી છે પ્રવજ્યા? યથાજાતરૂપ સદેશી અર્થાત્ જન્મ થતાં જ બાળકનું જેવું નગ્નરૂપ હોય છે તેવું જ નગ્નરૂપ આમાં હોય છે. અવલંબિત ભુજા અર્થાત્ જેમાં ભુજા નીચે લટકાવેલ હોય છે, જેમાં મોટા ભાગે કાયોત્સર્ગમાં ઊભા રહેવાનું હોય છે. નિરાયુધા અર્થાત્ આયુધથી રહિત હોય છે. શાંતા અર્થાત્ જેમાં અંગ-ઉપાંગના વિકારરહિત શાંત મુદ્રા હોય છે. પરકૃત નિલયનિવાસા અર્થાત્ જેમાં બીજાએ બનાવેલું નિલય (મકાન) જે વસ્તિકા આદિ–તેમાં નિવાસ હોય છે. જેમાં પોતાથી કૃત, કારિત, અનુમોદના, તથા મન, વચન, કાયા દ્વારા દોષ ના લાગ્યો હોય એવી બીજાની બનાવેલી વસ્તિકા તેમાં રહેવાનું હોય છે. આવી પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ:- (કેટલાક ) અન્યમતી લોકો બાહ્યમાં વસ્ત્રાદિક રાખે છે, કેટલાક આયુધ રાખે છે, કેટલાક સુખ માટે આસન ચલાચલ રાખે છે, કેટલાક ઉપાશ્રય આદિ રહેવા માટે નિવાસ બનાવીને તેમાં રહે છે અને પોતાને દીક્ષા સહિત માને છે. તેને વેશમાત્ર છે. જૈન દીક્ષા તો જેવી ઉપર કહી તેવી જ છે. ૫૧
હવે ફરી કહે છે:
उवसमखमदमजुत्ता सरीरसंकार वज्जिया रुक्खा। मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया।। ५२ ।।
उपशमक्षमदमयुक्ता शरीर संस्कार वर्जिता रूक्षा। मदरागदोषरहिता प्रव्रज्या ईदृशी भणिता।। ५२।।
ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત “રૂક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે, -દીક્ષા કહી આવી જિને. પ૨
૧ લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી, ૨ નિરાયુધ = શસ્ત્રરહિત ૩ નિલય = રહેઠાણ. ૪ દમ = ઇન્દ્રિયનિગ્રહ. ૫ રૂક્ષ = તેલમનિ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
(અષ્ટપાહુડ
અર્થ:- કેવી છે પ્રવજ્યા? ઉપશમ ક્ષમ દમયુક્તા અર્થાત્ ઉપશમ તો મોહકર્મના ઉદયના અભાવરૂપ શાંત પરિણામ અને ક્ષમા અર્થાત્ ક્રોધના અભાવરૂપ ઉત્તમ ક્ષમા તથા દમ અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોમાં નહિ પ્રવર્ત આ ભાવોથી યુક્ત છે. શરીર સંસ્કાર વર્જિતા અર્થાત્ સ્નાનાદિ દ્વારા શરીરને સજાવવું આનાથી રહિત છે. જેમાં રૂક્ષ અર્થાત્ તેલ આદિનું માલિશ શરીરને નથી. મદ, રાગ, દ્વષ રહિત છે. આ રીતે પ્રવજ્યા કહી છે.
ભાવાર્થ:- અન્યમતના વેપી ક્રોધાદિરૂપ પરિણમે છે, શરીરને સજાવીને સુંદર રાખે છે, ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરે છે, અને પોતાને દીક્ષા સહિત માને છે. તે તો ગૃહસ્થ સમાન છે. અતીત (યતિ) કહેવડાવીને ઉલટા મિથ્યાત્વને દઢ કરે છે. જૈન દીક્ષા આ પ્રકારે છે તે જ સત્યાર્થ છે. આને અંગીકાર કરે છે તે જ સાચા અતીત-યતિ છે. પ૨
હવે ફરી કહે છે:
विवरीयमूढभावा पणट्ठकम्मट्ठ णट्ठमिच्छत्ता। सम्मत्तगुणविसुद्धा पव्वज्जा एरिसा भणिया।। ५३ ।।
विपरीतमूढभावा प्रणष्टकर्माष्टा नष्टमिथ्यात्वा। सम्यक्त्वगुणविशुद्धा प्रव्रज्या ईदृशी भणिता।। ५३।।
જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યકત્વગુણથી શુદ્ધ છે, -દીક્ષા કહી આવી જિને. પ૩
અર્થ - કેવી છે પ્રવજ્યા? કે જેનો મૂઢભાવ, અજ્ઞાનભાવ વિપરીત થયો છે અર્થાત્ દૂર થઈ ગયો છે. અન્યમતી આત્માના સ્વરૂપને સર્વથા એકાંતથી અનેક પ્રકારે ભિન્નભિન્ન કહીને વાદ કરે છે તેમને આત્માના સ્વરૂપમાં મૂઢભાવ છે. જૈન મુનિઓને અનેકાંતથી સિદ્ધ કરેલું યથાર્થ જ્ઞાન છે તેથી તેમને મૂઢભાવ નથી. જેમાં મિથ્યાત્વ પ્રનષ્ટ થયા છે, જૈનદીક્ષામાં અતત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વનો અભાવ છે. માટે સમ્યકત્વનામક ગુણદ્વારા વિશુદ્ધ છે, નિર્મળ છે, સમ્યકત્વ સહિત દીક્ષામાં દોષ રહેતો નથી. આ પ્રકારે પ્રવજ્યા કહી છે. ૫૩
હવે ફરી કહે છે:
जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा। भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया।। ५४।।
जिनमार्गे प्रव्रज्या षट्संहननेषु भणिता निग्रंथा। भावयंति भव्यपुरुषाः कर्मक्षयकारणे भणिता।। ५४।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૩
નિર્ચથ દીક્ષા છે કહી ષ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેને; તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪
અર્થ - જિનમાર્ગમાં છ સહુનનવાળા જીવને પ્રજ્યા હોવાનું કહ્યું છે. તે નિગ્રંથ સ્વરૂપ છે, સર્વ પરિગ્રહથી રહિત યથાકાત સ્વરૂપ છે. ભવ્ય પુરુષ જ આ દીક્ષાની ભાવના કરે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા કર્મક્ષયનું કારણ કહી છે.
ભાવાર્થ- વજ ઋષભનારાચ આદિ છ પ્રકારે સંહના શરીરના કહ્યા છે. તે સર્વમાં જ દીક્ષા હોવાનું કહ્યું છે. જે ભવ્ય પુરુષ છે તેઓ કર્મક્ષયનું કારણ જાણીને તેને અંગીકાર કરો. દઢ સંહનન વજઋષભ આદિ છે તેમને જ દીક્ષા હોય અને અસંતૃપાટિક સહુનનમાં દીક્ષા ન હોય એવું નથી. આ પ્રકારે નિગ્રંથરૂપ દીક્ષા તો અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનનમાં પણ હોય છે. ૫૪
હવે ફરી કહે છે:
तिलतुसमत्तणिमित्तसम बाहिरग्गंथसंगहो णत्थि। पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं।। ५५।।
तिलतुषमात्रनिमित्तसम: बाह्यग्रंथसंग्रहः नास्ति। प्रव्रज्या भवति एषा यथा भणिता सर्वदर्शिभिः ।। ५५ ।।
તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; -આવી પ્રવ્રજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. ૫૫
અર્થ:- જે પ્રવ્રજ્યામાં તલના ફોતરા માત્રના સંગ્રહનું કારણ આ પ્રમાણે ભાવરૂપ ઇચ્છા અર્થાત્ અંતરંગ પરિગ્રહ અને તે તલના ફોતરા માત્ર બાહ્ય પરિગ્રહનો સંગ્રહ નથી હો તો આ પ્રકારની પ્રવ્રજ્યા, જે પ્રકારની સર્વજ્ઞદેવે કહી છે તે છે, અન્ય પ્રકારે પ્રવ્રજ્યા નથી એવો નિયમ જાણવો જોઈએ. શ્વેતામ્બર આદિ કહે છે કે અપવાદ માર્ગમાં વસ્ત્રાદિકનો સંગ્રહ સાધુને કહ્યો છે, તે સર્વજ્ઞના સૂત્રમાં તો કહ્યું નથી. તેમણે કલ્પિતસૂત્ર બનાવ્યા છે તેમાં કહ્યું છે તે કાળદોષ છે. ૫૫
હવે ફરી કહે છે:
उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थइ। सिल कट्ठे भूमितले सव्वे आरुहइ सव्वत्थ।। ५६ ।।
૧
છેડ઼ = પાઠાન્તર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
(અષ્ટપાહુડ
उपसर्गपरीषहसहा निर्जनदेशे हि नित्यं तिष्ठति। शिलायां काष्ठे भूमितले सर्वाणि आरोहति सर्वत्र।। ५६ ।। ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬
અર્થ:- ઉપસર્ગ અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને અચેતનકૃત ઉપદ્રવ અને પરિષહ અર્થાત્ દૈવ-કર્મયોગથી આવેલા બાવીસ પરીષહોને સમભાવથી સહેવા. આ પ્રકારે પ્રવ્રજ્યા સહિત મુનિ છે. તેઓ જ્યાં અન્યજન રહેતા નથી એવા નિર્જન વન આદિ પ્રદેશોમાં સદા રહે છે. ત્યાંપણ શીલાતલ, કાષ્ઠ અને ભૂમિતલ ઉપર રહે છે, આ બધા પ્રદેશોમાં બેસે છે, સૂવે છે. સર્વત્ર” કહેવાથી વનમાં રહે અને થોડો કાળ નગરમાં રહે તો આવા જ સ્થાન પર રહે.
ભાવાર્થ:- જૈનદીક્ષાવાળા મુનિ ઉપસર્ગ પરીષહમાં સમભાવ રાખે છે. અને જ્યાં સૂવે છે, બેસે છે ત્યાં નિર્જન પ્રદેશમાં શિલા, કાષ્ઠ, ભૂમિ ઉપર જ બેસે છે, સૂવે છે. એમ નહિ કે અન્યમતના વેષની જેમ સ્વચ્છેદી, પ્રમાદી રહે. આ પ્રકારે જાણવું જોઈએ. પ૬ હવે વિશેષ કહે છેઃ
पसुमहिलसंढसंगं कुसीलसंगं ण कुणइ विकहाओ। सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया।। ५७ ।।
पशुमहिलाषंढसंग कुशीलसंगं न करोति विकथाः। स्वाध्यायध्यानयुक्ता प्रवश्या ईदृशी भणिता।। ५७।। સ્ત્રી-પંઢ-પશુ-દુઃશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે, સ્વાધ્યાય-ધ્યાને યુક્ત છે, દીક્ષા કહી આવી જિને. પ૭
અર્થ - જે પ્રવ્રજ્યામાં પશુ-તિર્યંચ, મહિલા (સ્ત્રી), પંઢ (નપુંસક) એમનો સંગ તથા કુશીલ (વ્યભિચારી) પુરુષોનો સંગ કરતા નથી, સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને ચોર ઇત્યાદિની કથા જે વિકથા છે તે કરતા નથી. તો શું કરે છે? સ્વાધ્યાય અર્થાત્ શાસ્ત્રજિનવચનોનું પઠન-પાઠન અને ધ્યાન અર્થાત્ ધર્મ-શુક્લ ધ્યાન આનાથી યુક્ત રહે છે. આ પ્રકારે પ્રવજ્યા જિનદેવે કહી છે.
ભાવાર્થ- જિનદીક્ષા લઈને કુસંગતિ કરે, વિકથાદિ કરે અને પ્રમાદી રહે તો દીક્ષાનો અભાવ થઈ જાય. માટે કુસંગતિ નિષિદ્ધ છે. અન્ય વેષની જેમ આ વેષ નથી. આ મોક્ષમાર્ગ છે, અન્ય સંસારમાર્ગ છે. પ૭
૧ પંઢ = નપુંસક ૨ દુ:શીલ = કુશીલજનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૫
હવે ફરી વિશેષ કહે છે :
तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य। सुद्धा गुणेहिं सुद्धा पव्वज्जा एरिसा भणिया।।५८ ।। तपोव्रतगुणैः शुद्धा संयमसम्यक्त्वगुणविशुद्धा च। शुद्धा गुणैः शुद्धा प्रव्रज्या ईदशी भणिताः।। ५८ ।। તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદંગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ, સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮
અર્થ - જિનદેવે પ્રવજ્યા આ પ્રકારે કહી છે કે તપ અર્થાત્ બાહ્ય-અભ્યતર બાર પ્રકારનાં તપ તથા વ્રત અર્થાત્ પાંચ મહાવ્રત અને ગુણ અર્થાત્ તેના ભેદરૂપ ઉત્તરગુણોથી શુદ્ધ છે. “સંયમ ” અર્થાત્ ઈન્દ્રિય મનનો નિરોધ, છકાયના જીવોની રક્ષા ને સમ્યકત્વ અર્થાત્ તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ નિશ્ચય-વ્યવહારરૂપ સમ્યગ્દર્શન, તથા તેના “ગુણ” અર્થાત્ મૂળગુણોથી શુદ્ધ અતિચાર રહિત નિર્મળ છે અને જે પ્રવ્રજ્યાના ગુણ કહ્યા તેનાથી શુદ્ધ છે, વેષ માત્ર જ નથી. આ પ્રકારે શુદ્ધ પ્રવ્રજ્યા કહેવાય છે. આ ગુણો વિના પ્રવ્રજ્યા શુદ્ધ છે નહીં.
ભાવાર્થ- તપ, વ્રત, સમ્યકત્વ આ બધા સહિત અને જેમાં તેનાં મૂળ ગુણ અને અતિચારોની શુદ્ધિ હોય છે આ પ્રકારે દીક્ષા શુદ્ધ છે. અન્યવાદી તથા શ્વેતામ્બરાદિ ચાહે ગમે તે કહેતા હોય પણ તે દીક્ષા શુદ્ધ નથી. ૫૮
હવે પ્રવજ્યાના કથનને સંકોચે છે -
एवं 'आयत्तणगुणपज्जंत्ता बहुविसुद्ध सम्मत्ते। णिग्गंथे जिणमग्गे संखेवेणं जहारवादं ।। ५९ ।। एवं आयतनगुणपर्याप्ता बहुविशुद्धसम्यक्त्वे। निपॅथे जिनमार्गे संक्षेपेण यथाख्यातम्।। ५९।। સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુદ્ધ સમ્યગ્દરશયુત નિગ્રંથ જનપથ વર્ણવ્યા. ૧૯
અર્થ:- આ પ્રકારે પહેલાં કહી ગયા તે પ્રકારથી આયતન અર્થાત દીક્ષાનું સ્થાન જે નિગ્રંથ મુનિ તેનાં જેટલાં ગુણો છે તેનાથી પજ્જતા અર્થાત્ પરિપૂર્ણ તથા અન્ય પણ જે ઘણાં ગુણો દીક્ષામાં હોવા જોઈએ તે બધા ગુણો જેમાં હોય એ પ્રકારની પ્રવ્રજ્યા
૧ પાઠાન્તર :- ગાયત્તળ ગુગપલ્વનંતા ૨ સંસ્કૃતસટીક પ્રતિમાં ‘નાયતન' એનું સંસ્કૃત ‘નાત્મત્વ' આ પ્રકારે છે. ૩ દીક્ષાંત = પ્રવજ્યા સુધીના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
(અષ્ટપાહુડી
જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. આ જ પ્રકારે સંક્ષેપથી કહી છે. કેવો છે જિનમાર્ગ? જેમાં વિશુદ્ધ સમ્યકત્વ છે, જેમાં અતિચાર રહિત સમ્યકત્વ જોવામાં આવે છે, અને નિગ્રંથ રૂપ છે અર્થાત્ જેમાં બાહ્ય-અંતરંગ પરિગ્રહ નથી.
ભાવાર્થ- આ પ્રમાણે પૂર્વોક્ત પ્રવ્રજ્યા નિર્મળ સમ્યકત્વ સહિત નિગ્રંથરૂપ જિનમાર્ગમાં કહી છે. અન્ય નૈયાયિક વૈશેષિક, સાંખ્ય, વેદાન્ત, મીમાંસક, પાતંજલિ અને બૌદ્ધ આદિક મતમાં નથી. કાળદોષથી જૈનમતથી ભ્રષ્ટ થઈ ગયા અને જૈન કહેવડાવે છે આ પ્રકારના શ્વેતામ્બર આદિકોમાં પણ નથી. ૫૯
-આ પ્રકારે પ્રવ્રજ્યાના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે બોધ પાહુડને સંકોચતા આચાર્ય કહે છે:
रुवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं। भव्वजणबोहणत्थं छक्काय हियंकरं उत्तं ।। ६०।। रूपस्थं शुद्धयर्थं जिनमार्गे जिनवरैः यथा भणितम्। भव्यजन बोधनार्थं षट्कायहितंकरं उक्तम्।।६०।। રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષષ્ક્રયહિતકર અહીં કહ્યું. ૬૦
અર્થ:- જેમાં અંતરંગ ભાવરૂપ અર્થ શુદ્ધ છે અને એવું જ રૂપસ્થ અર્થાત્ બાહ્યસ્વરૂપ મોક્ષમાર્ગ જેવો જિનમાર્ગમાં જિનદેવે કહેલ છે તેવો છકાયના જીવોનું હિત કરવાવાળો માર્ગ ભવ્ય જીવોને સંબોધવા માટે કહ્યો છે. આ રીતે આચાર્ય પોતાનો અભિપ્રાય પ્રગટ ર્યો છે.
ભાવાર્થ:- આ બોધ પાહુડમાં “આયતન” આદિથી લઈને “પ્રવ્રજ્યા સુધીના અગિયાર સ્થાન કહ્યા છે. એમનું બાહ્ય અને અંતરંગ સ્વરૂપ જેવું જિનદેવે જિનમાર્ગમાં કહેલ છે તેવું જ કહ્યું છે. કેવું છેઆ સ્વરૂપ?-છ કાયના જીવોનું હિત કરવાવાળું છે. જેમાં એકેન્દ્રિય આદિ અસંજ્ઞી સુધીના જીવોની રક્ષાનો અધિકાર છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની રક્ષા પણ કરાવે છે અને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારનું દુ:ખ મટાડી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. આ પ્રકારનો માર્ગ (-ઉપાય) ભવ્યજીવોને સંબોધવા માટે કહ્યો છે. જગતના જીવો અનાદિથી લઈને મિથ્યામાર્ગમાં પ્રવર્તન કરી સંસારમાં ભ્રમણ કરે છે. તેથી દુઃખ દૂર કરવા માટે “આયતન” આદિ ધર્મના સ્થાનરૂપ અગિયાર સ્થાનનો આશ્રય લે છે. અજ્ઞાની જીવ આ સ્થાનને અન્યથા સ્વરૂપે સ્થાપીને તેમાંથી સુખ મેળવવા ચાહે છે. પણ તે યથાર્થ (સ્વરૂપે સ્થાપ્યા) વિના
૧ સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું; તાત્ત્વિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૨૭
સુખ કયાંથી મળે? માટે આચાર્યે દયાળુ બનીને જેવું સર્વજ્ઞ કહ્યું છે તેવું જ આયતન આદિનું સ્વરૂપ સંક્ષેપથી યથાર્થ કહ્યું છે. આને વાંચો, ધારણ કરો અને તેની શ્રદ્ધા કરો. તથા તેને અનુસાર તદ્રય પ્રવૃત્તિ કરો. આ પ્રમાણે કરવાથી વર્તમાનમાં સુખી થાઓ અને આગામી કાળમાં સંસારના દુઃખોથી છૂટી પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. આ પ્રકારે આચાર્યના કહેવાનો અભિપ્રાય છે.
અહીં કોઈ પૂછે કે-આ બોધપાહુડમાં વ્યવહાર ધર્મની પ્રવૃત્તિના અગિયાર સ્થાન કહ્યા. તેનું વિશેષણ કર્યું કે-તે છકાયના જીવોનું હિત કરવાવાળા છે. અન્યમતી તેમને અન્યથા સ્થાપિત કરી પ્રવૃત્તિ કરે છે તે હિંસારૂપ છે અને જીવોનું હિત કરવાવાળા નથી. આજ અગિયાર સ્થાન સંયમી મુનિ અને અરિહંત, સિદ્ધના જ કહ્યા છે. તેઓ તો છ કાયના જીવોનું હિત કરવાવાળા જ છે, તેથી પૂજ્ય છે. આ તો સત્ય છે, અને તેઓ જ્યાં રહે છે એ આકાશના પ્રદેશરૂપ ક્ષેત્ર તથા પર્વતની ગુફા-વનાદિક તથા અકૃત્રિમ ચૈત્યાલય એ સ્વયમેવ બનેલા છે. તેમને પણ પ્રયોજન અને નિમિત્તે વિચારી ઉપચારમાત્રથી છ કાયના જીવોનું હિત કરવાવાળા કહ્યા તો તેમાં વિરોધ નથી. કેમકે એ પ્રદેશ જડ છે, તે બુદ્ધિપૂર્વક કોઈનું બૂરું-ભલું કરતા નથી. તથા જડને સુખ-દુઃખ આદિ ફળનો અનુભવ નથી. માટે તે પણ વ્યવહારથી પૂજ્ય છે. કેમકે અરિહંતાદિક જ્યાં રહે છે તે ક્ષેત્ર, નિવાસ આદિ પ્રશસ્ત છે. તેથી તે અરહંતાદિના આશ્રયથી તે ક્ષેત્રાદિક પણ પૂજ્ય છે. પ્રશ્ન - પરંતુ ગૃહસ્થ જિનમંદિર બનાવે, વસ્તિકા, પ્રતિમા બનાવે અને પ્રતિષ્ઠા પૂજા કરે તેમાં તો છ કાયના જીવોની વિરાધના થાય છે. માટે આ ઉપદેશ અને પ્રવૃત્તિની બાહુલ્યતા-કેવી રીતે છે?
આનું સમાધાન આ પ્રકારે છે કે-ગૃહસ્થ અરિહંત સિદ્ધ, મુનિઓના ઉપાસક છે. તેઓ જ્યાં સાક્ષાત્ હોય ત્યાં તો તેમની વંદના, પૂજા કરે જ છે, જ્યાં તેઓ સાક્ષાત્ ન હોય ત્યાં પરોક્ષ સંકલ્પ કરી વંદના, પૂજન કરે છે. તથા તેમનું રહેવાનું ક્ષેત્ર તથા તેઓ મુક્ત પામ્યા તે ક્ષેત્રમાં તથા અકૃત્રિમ ચૈત્યાલયમાં તેમનો સંકલ્પ કરી વંદના અને પૂજન કરે છે. આ અનુરાગ વિશેષ સૂચિત થાય છે. વળી તેમની મુદ્રા, પ્રતિમા તદાકાર બનાવે અને તેમનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરી સ્થાપિત કરે તથા નિત્ય પૂજન કરે તેમાં અત્યંત અનુરાગ સૂચિત થાય છે. આ અનુરાગથી વિશિષ્ટ પુણ્યબંધ થાય છે. અને તે મંદિરમાં છકાય જીવોની હિતની રક્ષાનો ઉપદેશ થતો હોય છે તથા નિરંતર સાંભળવાવાળા અને ધારણ કરવાવાળાને અહિંસા ધર્મની શ્રદ્ધા દઢ થાય છે. તથા તેમની તદાકાર પ્રતિમા જોવાવાળાને શાંત ભાવ થાય છે. ધ્યાનની મુદ્રાનું સ્વરૂપ જાણવામાં આવે છે અને વીતરાગ ધર્મથી અનુરાગ વિશેષ થવાથી પુણ્યબંધ થાય છે. તેથી તેમને પણ છકાયના જીવોનાં હિત કરવાવાળા ઉપચારથી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
(અષ્ટપાહુડ
જિનમંદિર, વસ્તિકા, પ્રતિમા બનાવવામાં તથા પૂજા-પ્રતિષ્ઠા કરવામાં આરંભ થાય છે. તેમાં કંઈક હિંસા પણ થાય છે. આવો આરંભ તો ગૃહસ્થનું કાર્ય છે. તેમાં ગૃહસ્થને અલ્પ પાપ કહ્યું છે. પણ ઘણું કહ્યું છે. કેમકે ગુહસ્થના પદમાં ન્યાયકાર્ય કરીને ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરવું, રહેવા માટે મકાન બંધાવવું, વિવાદિક કરવા અને યત્નપૂર્વક આરંભ કરી આહારાદિક સ્વયં બનાવવા તથા ભોજન કરવું ઇત્યાદિક કાર્યોમાં જો કે હિંસા થાય છે તો પણ ગૃહસ્થને એનું મહાપાપ કહેવામાં આવતું નથી. ગૃહસ્થને તો મહાપાપ મિથ્યાત્વનું સેવન કરવું, અન્યાય, ચોરી આદિથી ધન ઉપાર્જન કરવું, ત્રસજીવોને મારીને માંસ આદિ અભક્ષ્ય ખાવું અને પરસ્ત્રી સેવન કરવી એ મહાપાપ છે.
ગૃહસ્થાચાર છોડીને મુનિ થાય ત્યારે ગૃહના ન્યાયકાર્ય પણ મુનિ માટે અન્યાય જ છે. મુનિને પણ આહાર આદિની પ્રવૃત્તિમાં કંઈક હિંસા થાય છે તેથી મુનિને હિંસક કહેવામાં આવતા નથી. તેવી જ રીતે ગૃહસ્થને ન્યાયપૂર્વક પોતાના પદને યોગ્ય આરંભના કાર્યોમાં અલ્પ પાપ જ કહેવામાં આવે છે. તેથી જિનમંદિર, વસ્તિકા અને પૂજા-પ્રતિષ્ઠાના કાર્યોમાં આરંભનું અલ્પ પાપ છે. મોક્ષમાર્ગમાં પ્રવર્તવાવાળાઓથી અતિ અનુરાગ હોય છે અને તેમની પ્રભાવના કરે છે, તેમને આહાર-દાનાદિક આપે છે. અને તેમના વૈયાવૃત્યાદિ કરે છે. આ સમ્યકત્વના અંગો છે અને મહાન પુણ્યના કારણો છે. માટે ગૃહસ્થ સદાય કરવા યોગ્ય છે. અને ગૃહસ્થ થઈને આ કાર્ય ન કરે તો જણાય છે કે આને ધર્માનુરાગ વિશેષ નથી.
પ્રશ્ન:- ગૃહસ્થોને જેના વિના ચાલે નહિ એ પ્રકારનું કાર્ય તો કરવું જ પડે. પણ ધર્મપદ્ધતિમાં આરંભનું કાર્ય કરીને પાપ શા માટે વધારે ? સામાયિક, પ્રતિક્રમણ, પ્રોષધ આદિ કરીને પુણ્ય ન ઉપજાવે ? તેમને કહે છે કે-જો તમે આ પ્રકારે કહો તો તમારા પરિણામ તો આ જાતિના નથી. કેવળ બાહ્યક્રિયા માત્રથી જ પુણ્ય સમજો છો. પરંતુ બાહ્યમાં બહુ આરંભી પરિગ્રહનું મન સામાયિક, પ્રતિક્રમણ આદિ નિરારંભ કાર્યોમાં વિશેષરૂપથી લાગતું નથી એ અનુભવગમ્ય છે. તેને પોતાના ભાવોનો અનુભવ નથી. કેવળ બાહ્ય સામાયિકાદિ નિરારંભ કાર્યનો વેષ ધારણ કરીને બેસો તો કાંઈ વિશિષ્ટ પુણ્ય નથી. શરીરાદિ બાહ્ય વસ્તુ તો જડ છે, કેવળ જડની ક્રિયાનું ફળ તો આત્માને મળતું નથી. પોતાના ભાવ જેટલા અંશે બાહ્ય ક્રિયામાં લાગે તેટલા અંશે શુભાશુભ ફળ પોતાને મળે છે. આ પ્રકારે વિશિષ્ટ પુણ્ય તો ભાવોના અનુસાર છે.
આરંભી પરિગ્રહીના ભાવ તો પૂજા, પ્રતિષ્ઠાદિક અધિક આરંભમાં જ વિશેષ અનુરાગ સહિત લાગે છે. જે ગૃહસ્થ આચારના અધિક આરંભથી વિરક્ત થશે તો તેને ત્યાગીને પોતાનું પદ વધારશે. જ્યારે ગૃહસ્થાચારનો અધિક આરંભ છોડશે ત્યારે તે પ્રમાણે ધર્મપ્રવૃત્તિનો અધિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૯
આરંભ પણ પદ અનુસાર ઘટાડશે. મુનિ થશે ત્યારે આરંભ શા માટે કરે? માટે ત્યારે તો સર્વથા આરંભ નહિ કરે તેથી મિથ્યાષ્ટિ કે જે બાહ્ય બુદ્ધિ છે તે બાહ્ય કાર્ય માત્રને જ-પુણ્ય-પાપને જ-મોક્ષમાર્ગ સમજે છે. તેમનો ઉપદેશ સાંભળીને પોતે અજ્ઞાની ન થવું જોઈએ. પૂણ્ય-પાપના બંધમાં શુભાશુભ ભાવ જ પ્રધાન છે. અને પુણ્ય-પાપ રહિત મોક્ષમાર્ગ છે. તેમાં સમ્યગ્દર્શનાદિકરૂપ આત્મ-પરિણામ પ્રધાન છે. (હેયબુદ્ધિ સહિત) ધર્માનુરાગ મોક્ષમાર્ગનું સહકારી છે અને (આંશિક વીતરાગ ભાવ સહિત) ધર્માનુરાગના તીવ્રમંદના ભેદ ઘણા છે, તેથી પોતાના ભાવોને યથાર્થ ઓળખીને પોતાની પદવી, સામર્થ્ય ઓળખી, –સમજીને શ્રદ્ધા-જ્ઞાન અને તેમાં પ્રવૃત્તિ કરવી પોતાનું ભલું-બૂરું પોતાના ભાવોને આધીન છે, બાહ્ય પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. ઉપાદાન કારણ હોય તો નિમિત્ત પણ સહકારી હોય છે અને ઉપાદાન ન હોય તો નિમિત્ત કંઈપણ કરતું નથી. આ પ્રકારે આ બોધપ્રાભૃતનો આશય જાણવો જોઈએ.
આને સારી રીતે સમજીને “આયતન” આદિક જેમ કહ્યા છે તેવા અને તેનો બાહ્ય વ્યવહાર પણ તેવો જ તથા ચૈત્યગૃહ, પ્રતિમા, જિનબિંબ, જિનમુદ્રા આદિ ધાતુપાષાણાદિકનો પણ વ્યવહાર તેવો જ જાણીને શ્રદ્ધા અને પ્રવૃત્તિ કરવી. અન્યમતી અનેક પ્રકારે સ્વરૂપ બગાડીને પ્રવૃત્તિ કરે છે. તેમની બુદ્ધિ કલ્પિત જાણીને ઉપાસના કરવી નહિ. આ દ્રવ્યવ્યવહારનું પ્રરૂપણ પ્રવ્રજ્યાના સ્થાનમાં શરૂથી બીજી ગાથામાં બિંબન, ચૈત્યાલયત્રિક અને જિનભવન એ પણ મુનિઓને ધ્યાન કરવાયોગ્ય છે-આ પ્રકારે કહ્યું છે. તો, ગૃહસ્થ જ્યારે તેની પ્રવૃત્તિ કરે છે ત્યારે તો મુનિઓને ધ્યાન કરવા યોગ્ય થાય છે. માટે જે જિનમંદિર, પ્રતિમા, પૂજા, પ્રતિષ્ઠા આદિનો સર્વથા નિષેધ કરવાવાળા છે તે સર્વથા એકાન્તીની જેવા મિથ્યાદષ્ટિ છે તેમની સંગતિ કરવી નહિ. (મૂલાચાર પૃ. ૪૯૨, અધ્યાય ૧૦ ગાથા ૯૬ માં કહ્યું છે કે ““શ્રદ્ધાભ્રષ્ટોના સંપર્ક કરતાં ગૃહમાં પ્રવેશ કરવો સારો છે. કેમકે વિવાહમાં મિથ્યાત્વ નહિ થાય. પરંતુ આવા ગણ તો સર્વ દોષોના સમુહ છે તેમાં મિથ્યાત્વાદિ દોષ ઉત્પન્ન થાય છે. માટે તેનાથી અલગ રહેવું જ સારું છે'' આવો ઉપદેશ છે.)
હવે આચાર્ય, આ બોધ પાહુડનું કથન પોતાની બુદ્ધિ કલ્પિત નથી, પરંતુ પૂર્વાચાર્યોના અનુસાર કહ્યું છે એમ કહે છે –
सद्दविचारो हूओ भासासुत्तेसु जं जिणे कहियं। सो तह कह्यिं णायं सीसेण य भद्दबाहुस्स।। ६१ ।।
शब्दविकारो भूतः भाषासूत्रेषु यज्जिनेन कथितम्। तत् तथा कथितं ज्ञातं शिष्येण च भद्रबाहोः।। ६१।।
૧ ગાથા રમાં બિંબની જગ્યાએ “વચ” એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧GO
(અષ્ટપાહુડ
જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧
અર્થ:- શબ્દના વિકારથી ઉપજેલ આ પ્રકારે અક્ષરરૂપે પરિણમેલ ભાષાસૂત્રોમાં જિનદેવે કહ્યું તે જ શ્રવણમાં અક્ષરરૂપ આવ્યું અને જેવું જિનદેવે કહ્યું તેવું જ પરંપરાથી ભદ્રબાહુ નામના પાંચમાં શ્રુતકેવળીએ જાણ્યું અને પોતાના શિષ્ય વિશાખાચાર્ય આદિને કહ્યું. તે તેમણે જાણ્યું. તે જ અર્થરૂપ વિશાખાચાર્યની પરંપરાથી ચાલ્યુ આવ્યું. તે જ અર્થ આચાર્ય કહે છે. અમે કહ્યું છે તે અમારી બુદ્ધિથી કલ્પિત કરીને કહ્યું નથી. આમ અભિપ્રાય છે. ૬૧
હવે ભદ્રબાહુ સ્વામીની સ્તુતિરૂપ વચન કહે છે -
बारसअंगवियाणं चउदसपुव्वंगविउलवित्थरणं। सुयणाणि भद्दबाहू गमयगुरू भयवओ जयउ।। ६२।।
द्वादशांगविज्ञान: चतुर्दशपूर्वांग विपुलविस्तरणः। श्रुतज्ञानिभद्रबाहुः गमकगुरु: भगवान् जयतु।।६२।।
જય બોધ દ્વાદશ અંગનો, ચઉદશપૂરવ-વિસ્તારનો, જય હો શ્રુતંવર ભદ્રબાહુ ગમતગુરુ ભગવાનનો. ૬ર
અર્થ:- ભદ્રબાહુ નામના આચાર્ય છે તે જયવંત હો. કેવા છે? જેમને બાર અંગોનું વિશેષ જ્ઞાન છે. જેમનો ચૌદ પૂર્વોનો વિશાળ વિસ્તાર છે તેથી તેઓ શ્રુતજ્ઞાની છે. પૂર્ણ ભાવજ્ઞાન સહિત અક્ષરાત્મક શ્રુતજ્ઞાન તેમને હતું. “ગમકગુરુ છે. જે સ્ત્રના અર્થને જાણીને તે જ પ્રકારે વાકયાર્થ કરે તેમને “ગમક' કહે છે. તેમના પણ ગુરુઓમાં પ્રધાન છે, ભગવાન છેસૂર-અસૂરોથી પૂજ્ય છે. તેઓ જયવંત હો. આ પ્રકારે કહેવામાં તેમને સ્તુતિરૂપ નમસ્કાર સુચિત છે. “જયતિ' ધાતુ સર્વોત્કૃષ્ટ અર્થમાં છે. તે સર્વોત્કૃષ્ટ કહેવાથી નમસ્કાર જ આવે છે.
ભાવાર્થ- ભદ્રબાહુ સ્વામી પાંચમાં શ્રુતકેવળી થયા. તેમની પરંપરાથી શાસ્ત્રનો અર્થ જાણીને આ બોધ પાહુડ ગ્રંથ રચાયો છે. તેથી તેમને અંતિમ મંગળ માટે આચાર્યે સ્તુતિરૂપ નમસ્કાર કર્યા છે. આ પ્રકારે બોધ પાહુડ ગ્રંથ સમાપ્ત ર્યો છે. ૬ર
૧ જસ = જેમને ૨ ચઉદશ = ચૌદ ૩ શ્રતધર = શ્રુતજ્ઞાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૩૧
છપ્પય
પ્રથમ આયતન દુતિય ચૈત્યગૃહ તીજી પ્રતિમા દર્શન અર જિનબિંબ' છઠો જિનમુદ્રા યતિમાના જ્ઞાન સાતમું દેવ આઠમું નવમું તીરથ°/ દસમું હૈ અરહંત ગ્યારમું દીક્ષા શ્રીપથ ના ઈમ પરમારથ મુનિરૂપ સતિ અન્વભેષ સબ નિંધ હૈ વ્યવહાર ધાતુપાષાણમય આકૃતિ ઈનિકી વંધ હૈા ૧ાા
દોહા ભયો વીર જિનબોધ યહુ, ગૌતમગણધર ધારિા વરતાયો પંચમગુરુ', નમું હિનહિં મદ કારિતા ૨ા
ઇતિ શ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત બોધ પાહુડની જયપુર નિવાસી પંડિત જયચન્દ્ર છાબડાકૃત દેશભાષામય વચનિકા સમાપ્ત.
૧ પંચમગુરુ = પાંચમાં શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-પભાવ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
હવે ભાવપાહુડની વચનિકા લખીએ છીએ.
(દોહા) પરમાતમÉ વંદિકરિ શુદ્ધભાવકરતારા કરૂં ભાવપાહુડતણી દેશવચનિકા સારા ૧ાા
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુન્દકુન્દ આચાર્યકૃત ભાવપાહુડ ગ્રંથની ગાથાઓની દેશભાષામય વચનિકા લખીએ છીએ. પ્રથમ આચાર્ય ઇષ્ટને નમસ્કારરૂપ મંગળ કરીને ગ્રન્થ કરવાની પ્રતિજ્ઞાનું સૂત્ર કહે છે:
णमिऊण जिणवरिंदे णरसुरभवणिंदवंदिए सिद्धे। वोच्छामि भावपाहुडमयसेसे संजदे सिरसा।।१।।
नमस्कृत्य जिनवरेन्द्रान् नरसुरभवनेन्द्रवंदितान् सिद्धान्। वक्ष्यामि भायप्राभृतमवशेषान् संयतान् शिरसा।।१।।
સુર-અસુર-નરપતિવંદ જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૂત-શાસ્ત્રને. ૧
અર્થ:- આચાર્ય કહે છે કે હું ભાવપાહુડ નામનો ગ્રંથ કહીશ. પ્રથમ શું કરીને? જિનવરેન્દ્ર અર્થાત્ તીર્થંકર પરમ દેવ તથા સિદ્ધ અર્થાત આઠ કર્મોનો નાશ કરી સિદ્ધપદને પ્રાપ્ત થયા છે તે અને અવશેષ સંયત અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ-આ પ્રકારે પંચ પરમેષ્ઠીને મસ્તકથી વંદના કરીને કહીશ, કેવા છે પંચપરમેષ્ઠી ? નર અર્થાત્ મનુષ્ય, સુર અર્થાત્ સ્વર્ગવાસી દેવ, ભવનેન્દ્ર અર્થાત્ પાતાલવાસી દેવ તથા એમના ઇન્દ્રો દ્વારા વંદન કરવાને યોગ્ય
ભાવાર્થ - આચાર્ય “ભાવપાહુડ' ગ્રન્થ બનાવે છે તે ભાવપ્રધાન પંચપરમેષ્ઠી છે, તેમને શરૂઆતમાં નમસ્કાર યોગ્ય છે, કેમકે જિનવરેન્દ્ર તે આ પ્રકારે છે:- જિન અર્થાત્ ગુણશ્રેણી નિર્જરાયુક્ત. આવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિમાં વર અર્થાત્ શ્રેષ્ઠ એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૩
ગણધરાદિકોમાં ઇન્દ્ર તીર્થંકર પરમદેવ છે. તે ગુણશ્રેણી નિર્જરા શુદ્ધ ભાવથી જ થાય છે. તે તીર્થકર ભાવના ફળને પ્રાપ્ત થયા, ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેમ જ સર્વ કર્મોનો નાશ કરી પરમ શદ્ધ ભાવને પ્રાપ્ત કરી સિદ્ધ થયા. આચાર્ય. ઉપાધ્યાય શદ્ધ ભાવના એક દેશને પ્રાપ્ત કરી પૂર્ણતાને સ્વયં સાધે છે તથા અન્યને શુદ્ધભાવની દીક્ષા-શિક્ષા આપે છે. આ જ પ્રકારે સાધુ છે તે પણ શુદ્ધભાવને સ્વયં સાધે છે અને શુદ્ધભાવની જ મહિમાથી ત્રણ લોકના પ્રાણીઓ દ્વારા પૂજવા યોગ્ય, વંદના યોગ્ય કહ્યા છે. આથી “ભાવપાહુડ” ની આદિમાં એમને નમસ્કાર યોગ્ય છે. મસ્તક દ્વારા નમસ્કાર કરવામાં બધાં અંગ આવી ગયાં. કેમકે મસ્તક સર્વ અંગોમાં ઉત્તમ છે. સ્વર્ય નમસ્કાર કર્યા ત્યારે પોતાના ભાવપૂર્વક જ થયા ત્યારે “મનવચન-કાય” ત્રણે આવી ગયા. આ રીતે જાણવું જોઈએ. ૧
હવે કહે છે કે લિંગ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં ભાવલિંગ પરમાર્થ
भावो हि पढमलिंग ण दव्वलिंगं च जाण परमत्थं। भावो कारण भूदो गुणदोसाणं जिणा 'बेन्ति।।२।।
भावः हि प्रथमलिंगं न द्रव्यलिंग च जानीहि परमार्थम्। भावो कारणभूत: गुणदोषाणां जिना 'ब्रुवन्ति।।२।।
છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨
અર્થ:- ભાવ પ્રથમ લિંગ છે, આથી હે ભવ્ય! તું દ્રવ્ય લિંગ છે તેને પરમાર્થરૂપ ના જાણ, કેમકે ગુણ અને દોષોનાં કારણભૂત ભાવ જ છે, આ પ્રકારે જિન ભગવાન કહે છે.
ભાવાર્થ - ગુણ જે સ્વર્ગ અને મોક્ષનું હોવું અને દોષ અર્થાત્ નરકાદિક સંસારનું હોવું તેનું કારણ ભગવાને ભાવોને જ કહ્યા છે, કેમકે કારણ કાર્યની પહેલાં હોય છે. અહીં મુનિશ્રાવકના દ્રવ્યલિંગના પહેલાં ભાવલિંગ અર્થાત્ સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવ હોય તો સાચા મુનિ-શ્રાવક થાય છે. આથી ભાવલિંગ જ મુખ્ય છે. મુખ્ય છે તે જ પરમાર્થ છે. આથી દ્રવ્યલિંગને પરમાર્થ ન જાણવું, આ પ્રકારે ઉપદેશ ક્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે :- ભાવનું સ્વરૂપ શું છે? એનું સમાધાન :- ભાવનું સ્વરૂપ તો આચાર્ય આગળ કહેશે તો પણ અહીં કંઈક કહીએ છીએ-આ લોકમાં છ દ્રવ્ય છે. એમાં જીવપુદ્ગલનું વર્તન પ્રગટ જોવામાં આવે છે. જીવ ચેતનાસ્વરૂપ છે અને પુદ્ગલ સ્પર્શ,
૧ પાઠાન્તર :- વિન્તિ. ૨ પાઠાન્તર :- વિદન્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
(અષ્ટપાહુડ
૨સ, ગંધ અને વર્ણ સ્વરૂપ જડ છે. એમની અવસ્થાથી અવસ્થાંતરરૂપ થવું એવા પરિણામને ‘ભાવ' કહે છે. જીવનો સ્વભાવ-પરિણામરૂપ ભાવ તો દર્શન-જ્ઞાન છે અને પુદ્દગલ કર્મના નિમિત્તથી જ્ઞાનમાં મોહ-રાગ-દ્વેષ થયો તે વિભાવ ભાવ છે. પુદ્દગલના સ્પર્શથી સ્પર્ધાન્તર, રસથી ૨સાંતર ઇત્યાદિ ગુણથી ગુણાંતર થવો તે સ્વભાવ-ભાવ છે અને ૫૨માણુથી સ્કંધ થવો તથા સ્કંધથી અન્ય સ્કંધ થવો અને જીવના ભાવના નિમિત્તથી કર્મરૂપ થવું તે ‘વિભાવ-ભાવ ’ છે. આ પ્રકારે તેમના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ થાય છે.
પુદ્દગલ તો જડ છે. એના નૈમિત્તિક ભાવથી કંઈ સુખ દુ:ખ વગેરે થતું નથી. અને જીવ ચેતન છે. એના નિમિત્તથી ભાવ થાય છે-એનાથી સુખ દુઃખ વગેરે થાય છે. તેથી જીવને સ્વભાવ-ભાવરૂપ રહેવાનો અને નૈમિત્તિકભાવરૂપ ન પ્રવર્તવાનો ઉપદેશ છે. જીવને પુદ્ગલકર્મના સંયોગથી દેહાદિક દ્રવ્યનો સંબંધ છે. આ બાહ્ય રૂપને ‘દ્રવ્ય’ કહે છે, અને ‘ભાવ’ થી દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારે દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ રીતે દ્રવ્ય-ભાવનું સ્વરૂપ જાણીને સ્વભાવમાં પ્રવર્તે, વિભાવમાં ન પ્રવર્તે તેને પરમાનન્દ સુખ થાય છે; અને વિભાવ રાગ દ્વેષ મોહરૂપ પ્રવર્તે તેને સંસાર સંબંધી દુ:ખ થાય છે.
દ્રવ્યરૂપ પુદ્દગલનો વિભાવ છે, આ સંબંધી જીવને દુઃખ સુખ થતું નથી. તેથી ભાવ જ પ્રધાન છે. આવું ન હોય તો કેવળી ભગવાનને પણ સાંસારિક સુખદુઃખની પ્રાપ્તિ થાય પરંતુ આવું થતું નથી. આ રીતે જીવનો જ્ઞાન દર્શન તો સ્વભાવ છે અને રાગ-દ્વેષ-મોહ તે વિભાવ છે અને પુદ્દગલના સ્પર્શાદિક અને સ્કન્ધાદિક સ્વભાવ-વિભાવ છે. તેમાં જીવના હિત-અહિત ભાવ મુખ્ય છે, પુદ્દગલદ્રવ્ય સંબંધ મુખ્ય નથી. બાહ્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે, ઉપાદાન વિના નિમિત્ત કંઈ કરતું નથી. આ તો સામાન્યરૂપથી સ્વભાવનું સ્વરૂપ છે અને તેનું જ વિશેષ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તો જીવનો સ્વભાવ-ભાવ છે, તેમાં સમ્યગ્દર્શન ભાવ પ્રધાન છે. તેના વિના બધી બાહ્ય ક્રિયા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે, એ વિભાવ છે અને સંસારનું કારણ છે, આ પ્રકારે જાણવું જોઈએ. ૨
હવે કહે છે કે બાહ્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે. ‘એનો અભાવ' જીવના ભાવની વિશુદ્ધતાનું નિમિત્ત જાણીને બાહ્ય દ્રવ્યનો ત્યાગ કરે છે:
૧ વિફળ
=
भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अब्भंतरगंथजुत्तस्स ॥ ३ ॥
भावविशुद्धिनिमित्तं बाह्यग्रंथस्य क्रियते त्यागः । बाह्यत्याग: विफलः अभ्यन्तरग्रंथयुक्तस्थ ॥ ३ ॥
રે ! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે `વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩
અત્યંતર પરિગ્રહ.
નિષ્ફળ. ૨ આંતર-ગ્રંથ
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૫
અર્થ:- બાહ્યપરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિને માટે કરવામાં આવે છે, પરંતુ અભ્યતર પરિગ્રહ રાગાદિક છે. રાગાદિકથી યુક્તને બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે.
ભાવાર્થ- અંતરંગ ભાવ વિના બાહ્ય ત્યાગાદિકની પ્રવૃત્તિ નિષ્ફળ છે, આ પ્રસિદ્ધ
હવે કહે છે કે કરોડો ભવોમાં તપ કરે તો પણ ભાવ વિના શુદ્ધિ નથી.
भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ। जम्मंतराइ बहुसो लंबियहत्थो गलियवत्थो।।४।। भावरहितः न सिद्धयति यद्यपि तपश्चरति कोटिकोटी। जन्मान्तराणि बहुशः लंबितहस्तः गलितवस्त्रः।। ४ ।।
છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪
અર્થ:- જો કોઈ જન્માંતરો સુધી ક્રોડાકોડિ વરસો સુધી હાથ લાંબા લટકાવીને, વસ્ત્રાદિકનો ત્યાગ કરીને તપશ્ચરણ કરે તો પણ ભાવ રહિતને સિદ્ધિ થતી નથી.
ભાવાર્થ:- ભાવમાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રરૂપ વિભાવ રહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ સ્વભાવમાં પ્રવૃત્તિ ન હોય તો કોટિ કોટિ ભવ સુધી કાયોત્સર્ગપૂર્વક નગ્નમુદ્રા ધારણ કરી તપશ્ચર્યા કરે તો પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી, આ રીતે ભાવોમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવ મુખ્ય છે, અને તેમાં પણ સમ્યગ્દર્શન મુખ્યછે કેમકે તેના વિના જ્ઞાન-ચારિત્ર મિથ્યા કહ્યું છે. આ પ્રમાણે જાણવું જોઈએ.
હવે આ જ અર્થને દઢ કરે છે:
परिणामम्मि अशुद्धे गंथे मुञ्चेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ भावविहूणस्स किं कुणइ।।५।।
परिणामे अशुद्ध ग्रन्थान् मुञ्चति बाह्यान् च यदि। बाह्यग्रन्थत्यागः भावविहीनस्य किं करोति।।५।।
પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને ? ૫
૧ લંબિત કર = નીચે લટકાવેલા હાથવાળા-કાયોત્સર્ગમુદ્રા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
(અષ્ટપાહુડ
અર્થ:- જો મુનિ થઈને પરિણામ અશુદ્ધ હોઈને બાહ્ય પરિગ્રહને છોડે તો બાહ્ય પરિગ્રહનો ત્યાગ તે ભાવરહિત મુનિને શું કરે? અર્થાત્ કંઈપણ લાભ કરતો નથી.
ભાવાર્થ:- જે બાહ્ય પરિગ્રહ છોડીને મુનિ બની જાય અને પરિણામ પરિગ્રહરૂપ અશુદ્ધ હોય, અત્યંતર પરિગ્રહુ ન છોડે તો બાહ્યત્યાગ કંઈ કલ્યાણરૂપ ફળ આપી શકતા નથી. સમ્યગ્દર્શનાદિ ભાવ વિના કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી. ૫
પૂર્વની ગાથાથી આમાં એ વિશેષતા છે કે જો મુનિપદ પણ લે અને પરિણામ ઉજ્વલ ન રહે, આત્મજ્ઞાનની ભાવના ન રહે તો કર્મ કપાતાં નથી. હવે ઉપદેશ કરે છે કે ભાવને પરમાર્થ જાણીને તેને જ અંગીકાર કરોઃ
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण। पंपिंय सिवपुरिपंथं जिणउवइ8 पयत्तेण।।६।। जानीहि भावं प्रथमं किं ते लिंगेन भावरहितेन। पथिक शिवपुरी पंथा: जिनोपदिष्टः प्रयत्नेन।।६।। છે ભાવ પરથમ, ભાવરહિત લિંગથી શું કાર્ય છે?
હે પથિક! શિવનગરી તણો પથ યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬ અર્થ:- હે શિવપુરીના પથિક ! પ્રથમ ભાવને જાણ. ભાવરહિત લિંગથી તને શું પ્રયોજન છે? શિવપુરીનો પંથ જિનભગવંતોએ પ્રયત્ન સાધ્ય કહ્યો છે.
ભાવાર્થ:- પરમાર્થથી જિનેશ્વરદેવે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-આત્મભાવ સ્વરૂપ કહ્યો છે. તેથી તેને જ પરમાર્થ જાણીને સર્વ ઉદ્યમથી અંગીકાર કરો. કેવળ દ્રવ્યમાત્ર લિંગથી શું સાધ્ય છે? આ પ્રમાણે ઉપદેશ છે. ૬
હવે કહે છે કે દ્રવ્યલિંગ આદિ તે ઘણા ધારણ કર્યા પરંતુ તેનાથી કંઈ પણ સિદ્ધિ થઈ નહીં:
भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे। गहिउज्झियाई वहुसो बाहिरणिग्गंथरूवाई।।७।। भावरहितेन सत्पुरुष! अनादिकालं अनंतसंसारे।
गृहीतोज्झितानि बहुशः बाह्यनिग्रंथ रूपाणि।।७।। સપુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિર્નિચેંથરૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭
૧ યત્ન = પ્રયત્ન (શુદ્ધભાવરૂપ) ઉધમ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૭
અર્થ:- હે સન્દુરુષ! અનાદિ કાળથી લઈને આ અનંત સંસારમાં તે ભાવરહિત નિગ્રંથરૂપ ઘણીવાર ગ્રહણ કર્યા અને છોડ્યાં.
ભાવાર્થ- ભાવ જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેમના વિના બાહ્ય નિગ્રંથરૂપ દ્રલિંગ સંસારમાં અનંત કાળથી લઈને ઘણીવાર ધારણ કર્યા અને છોડ્યાં તો પણ કંઈ સિદ્ધિ ન થઈ. ચારે ગતિઓમાં ભ્રમણ જ કરતો રહ્યો. ૭
તે જ કહે છે:
भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए। पत्तो सि तिव्वदुक्खं भावहि जिणभावणा जीवः ।।८।। भीषण नरक गतौ तिर्यग्गतौ कुदेव मनुष्य गत्योः। प्राप्तोऽसि तीव्रदुःखं भावय जिनभावना जीवः ।। ८ ।। ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં,
તેં જીવ,! તીવ્ર દુ:ખો સહ્યાં; તું ભાવ રે !જિનભાવના ૮ અર્થ - હે જીવ! તેં ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચ ગતિમાં અને કુદેવકુમનુષ્યગતિમાં તીવ્ર દુઃખ પ્રાપ્ત કર્યા છે. એટલે હવે તું જિનભાવના અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ. તેથી તારૂં સંસાર ભ્રમણ મટી જશે.
ભાવાર્થ:- આત્માની ભાવના વિના ચાર ગતિના દુઃખ અનાદિ કાળથી સંસારમાં પામ્યો. તેથી હવે હે જીવ! તું જિનેશ્વરદેવનું શરણ લે અને શુદ્ધ સ્વરૂપની ભાવનારૂપ વારંવાર અભ્યાસ કરી તેથી સંસારના ભ્રમણથી રહિત મોક્ષને પ્રાપ્ત કરીશ. આ ઉપદેશ છે. ૮ હવે ચાર ગતિનાં દુઃખોને વિશેષરૂપથી કહે છે. પહેલાં નરકગતિનાં દુઃખો કહે છે:
सत्तसु णरयावासे दारुण भीमाइं असहणीयाई। भुत्ताई सुइरकालं दुःकरवाई णिरंतरं सहियं ।।९।। 'सप्तसु नरकावासेषु दारुणभीषणानि असहनीयानि। भुक्तानि सुचिरकालं दुःखानि निरंतरं सोढानि ।।९।। ભીષણ સુતીવ્ર અસહ્ય દુ:ખો સપ્ત નરકાવાસમાં બહુ દીર્ઘ કાળપ્રમાણ તે વેધાં, અછિન્નપણે સહ્યાં. ૯
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘સપ્તસુ નરવાસે' એવો પાઠ છે. ૨ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘સ્વદિત' એવો પાઠ છે. ‘સદિય' એની છાયામાં. ૩ અછિન્ન = સતત; નિરંતર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
(અષ્ટપાહુડી
અર્થ:- હે જીવ! તે સાત નરકભૂમિઓના નરક આવાસ-બિલોમાં દારૂણ અર્થાત્ તીવ્ર તથા ભયાનક અને અસહ્ય-સહ્યા ન જાય એવા પ્રકારનાં-દુઃખો બહુ દીર્ઘ કાળ સુધી નિરંતર જ ભોગવ્યાં અને સહ્યાં.
ભાવાર્થ:- નરકની પૃથ્વી સાત છે. તેમાં બિલ બહુ છે. તેમાં દસ હજાર વર્ષથી લઈને તથા એક સાગરથી લઈને તેત્રીસ સાગર સુધી આયુષ્ય છે. જ્યાં આયુષ્યપર્યત અતિ તીવ્ર દુઃખ આ જીવે અનતકાળથી સહુન કરતો આવ્યો છે. ૯
હવે તિર્યંચ ગતિના દુઃખો કહે છે:
खणणुत्तावणवालण वेयणविच्छेयणाणिरोहं च। पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ।।१०।।
खननोत्तापनज्वालन वेदनविच्छेदनानिरोधं च। प्राप्तोऽसि भावरहितः तिर्यग्गतौ चिरं कालं ।।१०।।
રે! ખનન-ઉત્તાપન-પ્રજાલન-'વીજન-છેદ-°નિરોધનાં ચિરકાળ પામ્યો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦
અર્થ - હે જીવ! તેં તિર્યંચગતિમાં ખનન, ઉત્તાપન, જ્વલન, વેદન, લુચ્છેદન, નિરોધન ઇત્યાદિ દુઃખ સમ્યગ્દર્શન આદિ ભાવ રહિત થઈને ઘણા કાળ પર્યત પ્રાપ્ત કર્યા.
ભાવાર્થ- આ જીવે સમ્યગ્દર્શનાદિ ભાવ વિના તિર્યંચ ગતિમાં દીર્ઘકાળ સુધી દુ:ખ ભોગવ્યું. પૃથ્વીકાયમાં કોદાળી આદિથી ખોદાવવા દ્વારા દુ:ખ પ્રાપ્ત કર્યું. જળકાયમાં અગ્નિથી તપાવવા અને ઢોળાવવા ઇત્યાદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યું. અગ્નિકાયમાં સળગાવવા ઠારવવા આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યું. વાયુ કાયમાં જોરથી કે ધીમેથી ચાલવા, ફાટવા આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. વનસ્પતિકાયમાં છેદાવું ભેદાવું રંધાવું આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. વિકલત્રયમાં બીજાથી અટકાવવું, અલ્પ આયુથી મરવું ઇત્યાદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. પંચેન્દ્રિય પશુ, પક્ષી, જલચર આદિમાં પરસ્પર ઘાત તથા મનુષ્યાદિ દ્વારા વેદના, સુધા, તૃષા, રોકવું, વધ, બંધન ઇત્યાદિ દ્વારા દુઃખ પામ્યો. આ પ્રમાણે તિર્યંચગતિમાં અસંખ્યાત અનંતકાળ સુધી દુઃખ પામ્યો.*
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘વેય' એનું સંસ્કૃત ‘બંનેન' છે. ૨ ખનન = ખોદવાની ક્રિયા ૩ પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા. ૪ ઉત્તાપન = તપાવવાની ક્રિયા, ૫ વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા, ૬ છેદન = કાપવાની ક્રિયા. ૭ નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા. * દેહાદિમાં યા બાહ્ય સંયોગોથી દુઃખ નથી પરંતુ પોતાની ભૂલરૂપ મિથ્યાત્વ રાગાદિ દોષથી જ દુઃખ થાય છે. અહીં નિમિત્ત દ્વારા ઉપાદાનની યોગ્યતાનું જ્ઞાન કરાવવા માટે આ ઉપચરિત વ્યવહારનયથી કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૯
હવે મનુષ્યગતિના દુ:ખોને કહે છે:
आगंतुक माणसियं सहजं सारीरियं च चत्तारि। दुक्खाई मणुयजम्मे पत्तो सि अणंतयं कालं।। ११ ।। आगंतुकं मानसिकं सहजं शारीरिकं च चत्वारि। दुःखानि मनुजजन्मनि प्राप्तोऽसि अनन्तकं कालं ।।११।। તે સહજ, કાયિક, માનસિક, આગંતુ-ચાર પ્રકારનાં
દુ:ખો લહ્યાં નિ:સીમ કાળ મનુષ્ય કરો જન્મમાં. ૧૧ અર્થ - હે જીવ! તે મનુષ્યગતિમાં અનંતકાળ સુધી આગંતુક અર્થાત્ અકસ્માત વીજળી આદિ પડવાથી, માનસિક અર્થાત્ મનમાં જ હોવાવાળા વિષયોની વાંછાનું હોવું અને તદનુસાર ન મળવું, સહજ અર્થાત્ માતા, પિતાદિ દ્વારા સહજથી જ ઉત્પન્ન થવું એટલે કે રાગ-દ્વેષાદિકથી વસ્તુને ઇષ્ટ-અનિષ્ટ માનવાથી દુ:ખ થવું તથા શારીરિક અર્થાત્ વ્યાધિ-રોગાદિક તેમજ પારકાથી છેદન, ભેદન આદિથી થયેલ દુઃખ-આ ચાર પ્રકારના અને આ ચારથી લઈને અનેક પ્રકારનાં દુ:ખ પામ્યો. ૧૧
હવે દેવગતિનાં દુઃખો કહે છે:
सुरणिलयेसु सुरच्छरवि ओयकाले य माणसं तिव्वं । संपत्तो सि महाजस दु:खं सुहभावणारहिओ।।१२।। सुरनिलयेषु सुराप्सरावियोगकाले च मानसं तीव्रम्। संप्राप्तोऽसि महायश! दुःखं शुभभावनारहितः।।१२।। સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ ! સ્વર્ગમાં શુભભાવનાવિરહિતપણે તે તીવ્ર માનસ દુઃખ સહ્યાં. ૧૨
અર્થ - હે મહાયશ! તે સુરનિલયેષુ અર્થાત્ દેવલોકમાં સુરાસરાના અર્થાત્ પ્રિય દેવ અને પ્રિય અપ્સરાના વિયોગકાળે તેના વિયોગ સંબંધી દુઃખ તથા ઇન્દ્રાદિક મોટા ઋદ્ધિધારીઓને જોઈને પોતાને હીન-તુચ્છ માનીને માનસિક તીવ્ર દુઃખોને શુભભાવનાથી રહિત થઈને પ્રાપ્ત કર્યા છે.
ભાવાર્થ- અહીં “મહાયશ” એવું સંબોધન કર્યું. તેનો આશય એ છે કે જે મુનિ નિગ્રંથ લિંગ ધારણ કરે અને દ્રવ્યલિંગી મુનિની સમસ્ત ક્રિયા કરે. પરંતુ આત્માનું સ્વરૂપ
૧ આગંતુ = આગંતુક, બહારથી આવી પડેલ. ૨ શુભભાવના = સારી ભાવના અર્થાત શુદ્ધ પરિણતિ. ૩ માનસ = માનસિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
(અષ્ટપાહુડ
શુદ્ધ ઉપયોગ સન્મુખ ન હોય તેને પ્રધાનતાથી ઉપદેશ છે કે મુનિ થયો તે તો મોટું કાર્ય કર્યું, તારો યશ લોકમાં પ્રસિદ્ધ થયો, પરંતુ ભલી ભાવના અર્થાત્ શુદ્ધાત્મતત્વના અભ્યાસ વિના તપશ્ચરણાદિ કરીને સ્વર્ગમાં દેવ પણ થયો તો ત્યાં પણ વિષયોનો લોભી થઈને માનસિક દુઃખથી જ તપ્તાયમાન થયો. ૧૨
હવે શુભ ભાવનાથી રહિત અશુભ ભાવનાનું નિરૂપણ કરે છે
कंदप्प माइयाओ पंच वि असुहादि भावणाई य। भाऊण दव्वलिंगी पहीणदेवो दिवे जाओ।।१३।।
कांदीत्यादी: पंचापि अशुभादिभावनाः च। भावयित्वा द्रव्यलिंगी प्रहीणदेवः दिवि जातः।।१३।।
તું સ્વર્ગલોકે હીન દેવ થયો, દરવલિંગીપણે કાંદર્પો-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩
અર્થ - હે જીવ! તું દ્રવ્યલિંગી મુનિ થઈને કાંદર્પ આદિ પાંચ અશુભ ભાવના ભાવીને પ્રહીણદેવ અર્થાત નીચ દેવ થઈને સ્વર્ગમાં ઉત્પન્ન થયો.
ભાવાર્થ- કાંદર્પ, કિલ્વિષિકી, સંમોહી, દાનવી અને અભિયોગિકી–આ પાંચ અશુભ ભાવના છે. નિગ્રંથ મુનિ થઈને સમ્યભાવના વિના આ અશુભ ભાવનાઓ ભાવી ત્યારે કિલ્પિષ આદિ નીચ દેવ થઈને માનસિક દુઃખને પ્રાપ્ત થયો છે. ૧૩
આગળ દ્રવ્યલિંગી પાર્થસ્થ આદિ થાય છે તેને કહે છે:
पासत्थभावणाओ अणाइकालं अणेयवाराओ। भाउण दुहं पत्तो कु भावणा भाव बीएहिं।।१४।।
पार्श्वस्थभावनाः अनादिकालं अनेकवारान्। भावयित्वा दुःखं प्राप्तः कुभावना भाव बीजैः।। १४ ।।
બહુ વાર કાળ અનાદિથી પાર્શ્વસ્થ-આદિક ભાવના, તે ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુ:ખો લહ્યાં. ૧૪
અર્થ:- હે જીવ! તું પાર્વસ્થ ભાવના અનંતવાર ભાવીને અનાદિ કાળથી દુઃખને પ્રાપ્ત થયો. શા કારણે દુઃખ પામ્યો? કુભાવના અર્થાત ખોટી ભાવના, તેનો ભાવ-તે જ થયું દુઃખનું બીજ, તેનાથી દુઃખ પામ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૧
ભાવાર્થ:- જે મુનિ કહેવડાવે અને વસ્તિકા બાંધીને આજીવિકા ચલાવે તેને પાર્વસ્થ વેષધારી કહે છે. જે કષાયી બનીને વ્રતાદિથી ભ્રષ્ટ થાય, સંઘનો અવિનય કરે-આ પ્રકારના વેષધારીને કુશીલ કહે છે. જે વૈધક, જ્યોતિષવિદ્યા, મંત્રથી આજીવિકા ચલાવે, રાજાદિના સેવક થાય-આ પ્રકારના વેષધારીને સંસક્ત કહે છે. જે જિનસૂત્રથી પ્રતિકૂળ, ચારિત્રથી ભ્રષ્ટ, આળસુ-આવા પ્રકારના વેષધારીને “અવસગ્ન' કહે છે. ગુરુનો આશ્રય છોડીને એકાકી સ્વચ્છેદે પ્રવર્તે, જિન આજ્ઞાનો લોપ કરે-એવા વેષધારીને મૃગચારી કહે છે. એની ભાવના ભાવે તે દુઃખને જ પ્રાપ્ત થાય છે. ૧૪
એવો દેવ થઈને માનસિક દુ:ખ પામ્યો એમ કહે છે:
देवाण गुण विहई इड्ढी माहप्प बहुविहं दटुं। होऊण हीणदेवो पत्तो बहु माणसं दुक्खं ।। १५ ।। देवानां गुणान् विभूती: ऋद्धी: माहात्म्यं बहुविधं दृष्ट्वा। भूत्वा हीनदेवः प्राप्तः बहु मानसं दुःखम्।।१५।। રે! હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુ:ખને, દેવો તણા ગુણ વિભવ, ઋદ્ધિ, મહાભ્ય બહુવિધ દેખીને. ૧૫
અર્થ- હે જીવ! તું હીન દેવ થઈને અન્ય મા ઋદ્ધિવાળા દેવોના ગુણો, વિભૂતિ અને ઋદ્ધિના અનેક પ્રકારના માહાભ્યને જોઈને તીવ્ર માનસિક દુઃખો પામ્યો.
ભાવાર્થ- સ્વર્ગમાં ઊતરતી કક્ષાનો દેવ થઈને મોટા ઋદ્ધિધારી દેવની અણિમાદિ ગુણોની વિભૂતિ જુએ તથા દેવાંગના આદિનો મોટો પરિવાર જુએ અને આજ્ઞા, ઐશ્વર્ય આદિનું માહામ્ય જુએ ત્યારે મનમાં આ પ્રકારે વિચારે કે હું પુણ્યરહિત છું, તેઓ મોટા પુણ્યવાન છે, તેમની આવી વિભૂતિ માહાભ્ય-ઋદ્ધિ છે. આવા પ્રકારે વિચાર કરવાથી તીવ્ર માનસિક દુઃખ થાય છે. ૧૫
હવે કહે છે કે અશુભ ભાવનાથી નીચ દેવ થઈને આવું દુઃખ પામે છે એમ કહીને આ કથનને સંકોચે છે -
चउविहविकहासत्तो मयमत्तो असुहभावपयडत्थो। होऊण कुदेवत्तं पत्तो सि अणेयवाराओ।। १६ ।।
चतुर्विधविकथासक्त: मदमत्त: अशुभभावप्रकटार्थः। भूत्वा कुदेवत्वं प्राप्तः असि अनेकवारान्।। १६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
(અષ્ટપાહુડ
મદમસ્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં, "બહુશઃ કુદેવત્વ લાધું તે, અશુભ ભાવે પરિણમી. ૧૬
અર્થ:- હે જીવ! તું ચાર પ્રકારની વિકથામાં આસક્ત બનીને મદથી મત્ત અને જેને અશુભ ભાવનાનું જ પ્રગટ પ્રયોજન છે એવા પ્રકારનો થઈને અનેક વાર કુદેવપણાને પામ્યો.
ભાવાર્થ- સ્ત્રીકથી, ભોજનકથા, દેશકથા અને રાજકથા-આ ચાર વિકથાઓમાં આસક્ત થઈને ત્યાં પરિણામને લગાવી તથા જાતિ આદિ આઠ મદોમાં ઉન્મત્ત થઈ એવી અશુભ ભાવનાનું જ પ્રયોજન ધારણ કરી અનેકવાર નીચ દેવપણાને પ્રાપ્ત થઈ ત્યાં માનસિક દુ:ખ પામ્યો.
અહીં આ વિશેષ જાણવા જેવું છે કે વિકથાદિકથી તો નીચ દેવ પણ નથી થતો. પરંતુ અહીં મુનિને ઉપદેશ છે કે આવું મુનિપદ ધારણ કરી કંઈક તપશ્ચરણાદિક પણ કરે અને મુનિ વેષમાં વિકથાદિમાં રચ્યોપચ્યો રહે ત્યારે નીચ દેવપણું પામે છે-આ પ્રકારે જાણવું. ૧૬
હવે કહે છે કે આવી કુદેવયોનિ પામીને ત્યાંથી ચવીને જે મનુષ્ય-તિર્યંચ થયો ત્યાં ગર્ભમાં આવે તેની આ પ્રકારે વ્યવસ્થા છે.
असुईबीहत्थेहि य कलिमलबहुलाहि गब्भवसहीहि। वसिओ सि चिरं कालं अणेयजणणीय मुणिवयर।।१७।।
अशुचिबीभत्सासु य कलिमलबहुलासु गर्भवसतिषु। उषितोऽसि चिरं कालं अनेकजननीनां मुनिप्रवर!।।१७।। હે મુનિપ્રવર! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભોપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭
અર્થ:- હે મુનિપ્રવર! તું કુદેવયોનિથી ચ્યવીને અનેક માતાઓના ગર્ભની વસતિમાં ઘણો કાળ રહ્યો. કેવી છે તે વસતિ? અશુચિ અર્થાત્ અપવિત્ર છે, બીભત્સ છે અને તેમાં કલિમળ ઘણો છે અર્થાત્ પાપરૂપ મલિન મળની અધિકતા છે.
ભાવાર્થ:- અહીં મુનિપ્રવર એવું સંબોધન છે, તે મુખ્યપણે મુનિઓને ઉપદેશ છે. જે મુનિપદ લઈ મુનિઓમાં મુખ્ય કહેવડાવે અને શુદ્ધાત્મરૂપ નિશ્ચય ચારિત્રસમ્મુખ ન હોય તેને કહે છે કે, બાહ્ય દ્રવ્યલિંગ ઘણીવાર ધારણ કરીને પણ ચાર ગતિઓમાં જ ભ્રમણ કર્યું. દેવ પણ થયો તો ત્યાંથી ચ્યવીને આ પ્રકારના મલિન ગર્ભવાસમાં આવ્યો, ત્યાં પણ અનેક વાર રહ્યો. ૧૭
૧ બહુશ = અનેક વાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૩
હવે ફરી કહે છે કે આ પ્રકારના ગર્ભવાસથી નીકળીને જન્મ લઈ અનેક માતાનું દૂધ
પીધું
पीओ सि थणच्छीरं अणंतजम्मंतराइ जणणीणं। अण्णाण्णाण महाजस सायरसलिलादु अहिययरं।।१८।।
पीप्तोऽसि स्तनक्षीरं अनंतजन्मांतराणि जननीनाम्। अन्यासामन्यासां महायश! सागरसलिलात् अधिकतरम्।।१८।।
જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ!ઉદધિજળથી અતિ ઘણું. ૧૮
અર્થ:- હે મહાયશ! તેં પૂર્વોક્ત ગર્ભવાસમાં અન્ય-અન્ય જન્મમાં અન્ય-અન્ય માતાના સ્તનનું દૂધ તે સમુદ્રના જળથી પણ અતિશય અધિક પીધું છે.
ભાવાર્થ:- જન્મ-જન્મમાં અન્ય-અન્ય માતાનાં સ્તનનું દૂધ એટલું પીધું છે કે તેને એકઠું કરે તો સમુદ્રના જળથી પણ અતિશય અધિક થઈ જાય. અહીં અતિશયનો અર્થ અનંતગણો જાણવો. કેમકે અનંત કાળનું એકત્ર કરેલું દૂધ અનંતગણું થઈ જાય છે. ૧૮
હવે ફરી કહે છે કે જન્મ લઈને મરણ પામ્યો ત્યારે માતાના રડવાથી આંસુઓનું પાણી પણ એટલું થયું -
तुह मरणे दुक्श्येणं अण्णण्णाणं अणेयजणणीणं। रुण्णाण णयणणीरं सायरसलिलादु अहिययरं।। १९ ।।
तव मरणे दुःखेन अन्यासामन्यासां अनेकजननीनाम्। रुदितानां नयननीरं सागरसलिलात् अधिकतरम्।।१९।।
તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯
અર્થ:- હે મુને ! તું માતાના ગર્ભમાં રહી જન્મ લઈને મૃત્યુ પામ્યો, તે તારા મરણથી અન્ય-અન્ય જન્મમાં અન્ય-અન્ય માતાના રૂદનથી નયનોનાં નીર એકત્ર કરીએ તો સમુદ્રના જળથી પણ અતિશય અધિક અર્થાત અનંતગણું થઈ જાય. ૧૯
૧ ઉદધિજળ = સમુદ્રનું પાણી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે કે સંસારમાં જેટલા જન્મ લીધા તેમાં વાળ, નખ, નાળ કપાયા તેને એકઠાં કરીએ તો મેરથી પણ અધિક ઢગલો થઈ જાય:
भयसायरे अणंते छिण्णुज्झिय केसणहरणालट्ठी। पुंजइ जइ को वि जए हयदि य गिरिसमधिया रासी।।२०।।
भवसागरे अनन्ते छिन्नोज्झितानि केशनखरनालास्थीनि। पुञ्जयति यदि कोऽपि देवः भवति च गिरिसमाधिक: राशिः।।२०।।
નિઃસીમ ભવમાં વ્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સુર કોઈ એકત્રિત કરે તો ગિરિઅધિક રાશિ બને. ૨૦
અર્થ - હે મુને ! આ અનંત સંસારસાગરમાં જન્મ લીધો તેમાં વાળ, નખ, નાળ અને અસ્થિ કપાયાં, તૂટ્યાં તેમને જો કોઈ દેવ એકઠાં કરી ઢગલો કરે તો મેરૂપર્વતથી પણ અધિક ઢગલો થઈ જાય-અનંતગણો થઈ જાય. ૨૦
હવે કહે છે કે હે આત્મ! તું જલ-સ્થળ આદિ સ્થાનોમાં બધી જગ્યાએ રહ્યો છે:
जलथलसिहिपवणंवरगिरिसरिदरितरुवणाइ सवत्त्थ। वसिओ सि चिरं कालं तिहुवणमज्झे अणप्पयसो।।२१।। जलस्थलशिखिपवनांबरगिरिसरिहरीतरुवनादिषु सर्वत्र। उषितोऽसि चिरं कालं त्रिभुवनमध्ये अनात्मवशः।।२१।।
જલ-થલ-અનલ-પવને, નદીનગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧
અર્થ - હે જીવ! તું જળમાં, થલ અર્થાત્ ભૂમિમાં, શિખિ અર્થાત્ અગ્નિમાં, પવનમાં, અંબર અર્થાત્ આકાશમાં, ગિરિ અર્થાત્ પર્વતમાં, સરિત્ અર્થાત્ નદીમાં, દરી અર્થાત્ પર્વતની ગુફામાં, તરૂ અર્થાત્ વૃક્ષોમાં, વનોમાં અને અધિક શું કહેવું! સર્વ સ્થાનોમાં ત્રણે લોકમાંઅનાત્મવશ અર્થાત્ પરાધીન થઈને ઘણા કાળ સુધી રહ્યો અર્થાત નિવાસ કર્યો.
ભાવાર્થ- નિજ શુદ્ધાત્માની ભાવના વિના કર્મને આધીન થઈને ત્રણે લોકમાં સર્વ દુઃખ સહિત સર્વત્ર નિવાસ કર્યો. ર૧.
૧ ગિરિ અધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૫
હવે ફરી કહે છે કે હે જીવ! તે આ લોકમાં સર્વ પુલનું ભક્ષણ કર્યું છે તો પણ તું તુપ્ત થયો નહિ:
गसियाई पुग्गलाइं भुवणोदरवत्तियाइं सव्वाइं। पत्तो सि तो ण तितिं 'पुणरुत्तं ताइं भुजंतो।। २२।।
ग्रसिताः पुद्गलाः भुवनोदरवर्तिनः सर्वे। प्राप्तोऽसि तन्न तृप्तिं पुनरुक्तान तान भुंजानः।। २२।।
ભક્ષણ કર્યા તે લોકવર્તી પુદ્ગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. ૨૨
અર્થ- હે જીવ! તે આ લોકના પેટાળમાં પુદગલોનો સ્કંધ જેટલો જણાય છે તે બધાને ભક્ષણ ર્યો અને તેમને પુનરૂક્ત અર્થાત્ ફરી ફરી ભોગવ્યાં છતાં તને તૃપ્તિ થઈ નહિ. ૨૨
ફરી કહે છે:
तिहुवणसलिलं सयलं पीयं तिण्हाए पीडिएण तुमे। तो वि ण तण्हाछेओ जाओ चिंतेह भवमहणं।। २३ ।।
त्रिभुवनसलिलं सकलं पीतं तृष्णाया पीडितेन त्वया। तदपि न तृष्णाछेदः जातः चिन्तय भवमथनम्।।२३।।
પીડિત તુષાથી તે પીધા છે સર્વ ત્રિભુવનનીરને, તોપણ તૃષા છેદાઈ ના; ચિંતવ અરે ! ભવછેદને. ૨૩
અર્થ - હે જીવ! તે આ લોકમાં તરસની પીડાથી ત્રણે લોકનું બધું જળ પીધું તો પણ તૃષાનો નાશ ન થયો, અર્થાત્ તારી તરસ છીપી નહિ. તેથી તું આ સંસારનું મથન અર્થાત્ તારા સંસારનો નાશ થાય એ પ્રકારે નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર.
ભાવાર્થ- સંસારમાં કોઈપણ રીતે તૃપ્તિ-સંતોષ નથી. જેવી રીતે પોતાના સંસારનો અભાવ થાય એવી રીતે ચિંતન કરવું, અર્થાત નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરવાં, સેવન કરવાં-આ ઉપદેશ છે. ૨૩
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘પુનરુવ' પાઠ છે જેનું સંસ્કૃતમાં ‘પુનરૂપ' છાયા છે. ર ત્રિભુવનનીર = ત્રણલોકનું બધું પાણી. ૩ ભવછેદ = ભવનો નાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
(અષ્ટપાહુડ
हवे इरी हे छ:
गहिउज्झियाइं मुणिवर कलेवराई तुमे अणेयाई। ताणं णत्थि पमाणं अणंत भवसायरे धीर।। २४ ।।
गृहीतोज्झितानि मुनिवर कलेयराणि त्वया अनेकानि। तेषां नास्ति प्रमाणं अनन्तभवसागरे धीर!।। २४ ।।
हुधीर ! ई मुनिवर ! Aai-छोड्यो शरीर भने तें, તેનું નથી પરિમાણ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪
અર્થ:- હે મુનિવર! હે ધીર! તે આ અનંત ભવસાગરમાં અનેક કલેવર અર્થાત્ શરીર ધારણ કર્યા અને છોડ્યાં, તેમનું કંઈ પરિમાણ નથી.
ભાવાર્થ:- હે મુનિપ્રધાન! તું આ શરીરથી કંઈક સ્નેહ કરવા ચાહતા હો તો આ સંસારમાં એટલાં શરીર છોડ્યાં અને ગ્રહણ કર્યા કે તેમનું કંઈ પરિમાણ પણ કરી શકાય નહિ.૨૪
હવે કહે છે કે જે પર્યાય સ્થિર નથી, આયુકર્મને આધીન છે તે અનેક પ્રકારથી ક્ષીણ थाय छ:
विसवेयणरत्तक्खयभयसत्थग्गहणसंकिलेसेण। आहारुस्सासाणं णिरोहणा खिज्जए आऊ।। २५।।
हिमजलण सलिल गुरुवरपव्वयतरुरुहणपडणभंगेहिं। रसविज्जजोयधारण अणयपसंगेहिं विविहेहिं।। २६ ।।
इय तिरियमणुय जम्मे सुइरं उववज्जिऊण बहुवारं। अवमिच्चुमहादुक्खं तिव्वं पत्तो सि तं मित्त।।२७।।
विषवेदना रक्तक्षय भयशस्त्रग्रहण संक्लेशैः। आहारोच्छ्वासानां निरोधनात् क्षीयते आयु।। २५।।
हिमज्वलनसलिल गुरुतर पर्वततरु रोहणपतनभङ्गैः। रसविद्यायोगधारणानय प्रसंगै: विविधैः ।। २६ ।।
इति तिर्यग्मनुष्यजन्मनि सुचिरं उत्पद्य बहुवारम्। अपमृत्यु महादुःखं तीव्र प्राप्तोऽसि त्वं मित्र ? ।। २७ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૭
"વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંક્લેશથી, આયુષ્યનો ક્ષય થાય છે આહાર-શ્વાસનિરોધથી. ૨૫
હિમ-અગ્નિ-જળથી, ઉચ્ચ-પર્વત વૃક્ષરોહણપતનથી, અન્યાય-૨સવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી. ૨૬
હે મિત્ર! એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તું પામ્યો મહદુ:ખ આકરાં અપમૃત્યુનાં. ૨૭
અર્થ:- વિષ ભક્ષણથી, વેદનાની પીડાના નિમિત્તથી, રક્ત અર્થાત્ લોહીના ક્ષયથી, ભયથી, શસ્ત્રના ઘાથી, સંક્લેશ પરિણામથી, આહાર તથા શ્વાસના અટકાવથી-આ કારણોથી આયુનો ક્ષય થાય છે.
હિમ અર્થાત્ ઠંડી પડવાથી, અગ્નિથી, પાણીથી, ઊંચા પર્વત પર ચઢતાં પડી જવાથી, ઊંચા વૃક્ષ પર ચઢતાં પડી જવાથી, શરીરના હાડકાં ભાંગી જવાથી, રસ અથવા પારા આદિની વિદ્યા જાણી તેને મેળવીને ખાવાથી, અન્યાયી કાર્ય-ચોરી, વ્યભિચાર આદિન નિમિત્તથી, – રીતે અનેક પ્રકારના કારણોથી આયુનો નાશ થઈને કુમરણ થાય છે.
તેથી કહે છે કે હે મિત્ર! આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્ય જન્મમાં ઘણીવાર ઘણો સમય જન્મ લઈને અપમૃત્યુ અર્થાત્ કુમરણ સંબંધી તીવ્ર મહા દુઃખને પ્રાપ્ત થયો.
ભાવાર્થ- આ લોકમાં પ્રાણીનું આયુષ્ય (જ્યાં સોપક્રમ આયુ બાંધ્યું હોય તેના નિયમ અનુસાર) તિર્યંચ અને મનુષ્ય પર્યાયમાં અનેક કારણોથી છેદ (નાશ) પામે છે તેથી કુમરણ થાય છે. એટલે મૃત્યુ સમયે તીવ્ર દુઃખ થાય છે તથા ખોટા પરિણામોથી મૃત્યુ પામીને ફરી દુર્ગતિમાં જ પડે છે. આ પ્રમાણે આ જીવ સંસારમાં મહા દુઃખ પામે છે. માટે આચાર્ય દયાળુ થઈને વારંવાર માર્ગ બતાવે છે અને સંસારથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે. આમ જાણવું જોઈએ. ૨૫.૨૬.૨૭.
હવે નિગોદનાં દુઃખનું વર્ણન કરે છે:
छत्तीस तिण्णि सया छावट्ठिसहस्सवार मरणाणि। अतोमुहुत्तममज्झे पत्तो सि निगोयवासम्मि।।२८।।
षट्त्रिंशत त्रीणि शतानि षट्षष्टि सहस्रवारमरणानि। अन्तर्मुहूर्तमध्ये प्राप्तोऽसि निकोतवासे।। २८ ।।
૧ વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨ આહાર-થાસનિરોધ = આહારનો અને શ્વાસનો નિરોધ. ૩ ઉચ્ચપર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત અને વૃક્ષ પર ચડતાં પડી જવાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
(અષ્ટપાહુડ
છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮
અર્થ - હે આત્મન્ ! તું નિગોદનાં વાસમાં એક અંતર્મુહૂર્તમાં છાસઠહજાર ત્રણસો છત્રીસવાર મરણને પ્રાપ્ત થયો છે.
ભાવાર્થ- નિગોદમાં એક વ્યાસના અઢારમાં ભાગપ્રમાણે આયુષ્ય હોય છે. ત્યાં એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ ગણાય છે. તેમાં છત્રીસસો પચ્ચાસી શ્વાસોચ્છવાસ અને એક શ્વાસના ત્રીજા ભાગના છાંસઠ હજાર ત્રણસો છત્રીસવાર નિગોદમાં જન્મ મરણ થાય છે. તેનું દુઃખ આ પ્રાણી સમ્યગ્દર્શનભાવ પામ્યા વિના મિથ્યાત્વના ઉદયથી વશીભૂત થઈને સહે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં છાસઠહજાર ત્રણસો છત્રીસ વાર જન્મ-મરણ કહ્યા, તે એક મુહૂર્તમાં અઠ્યાસી શ્વાસ ઓછા એ પ્રકારે અંતમુહૂર્તમાં જાણવું જોઈએ. ૨૮
(વિશેષાર્થ:- ગાથામાં આવેલ “નિરોય વારસન્મિ' શબ્દની સંસ્કૃત છાયામાં ‘નિજોતા વાસે' છે. નિગોદ શબ્દ એકેન્દ્રિય વનસ્પતિ કાયિક જીવોના સાધારણ ભેદમાં રૂઢ છે. જ્યારે નિકોત” શબ્દ પાંચેય ઈન્દ્રિયોના સમૂર્ઝન જન્મથી ઉત્પન્ન થવાવાળા લબ્ધપર્યાપ્તક જીવોને માટે પ્રયુક્ત થાય છે. તેથી અહીં જે ૬૬૩૩૬ વાર મરણની સંખ્યા છે તે પાંચેય ઇન્દ્રિયોને સંમિલિત સમજવી જોઈએ. આ જ અંતર્મુહૂર્તના જન્મ મરણમાં ક્ષુદ્ર ભવનું વિશેષ કહે છે:
वियलिंदए असीदी सट्ठी चालीसमेव जाणेह। पंचिंदिय चउवीसं खुद्दभवंतोमुहुत्तस्स।।२९।। विकलेंद्रियाणामशीति पष्टिं चत्वारिंशतमेव जानीहि। पंचेन्द्रियाणां चतुर्विंशति क्षुद्रभवान् अन्तर्मुहूर्तस्य ।। २९ ।। રે! જાણ એંશી સાઠ ચાલીશ શુદ્ર ભવ વિકલૈંદ્રિના, અંતર્મુહૂર્ત ક્ષુદ્રભવ ચોવીશ પંચેન્દ્રિય તણા. ૨૯
અર્થ - આ અંતર્મુહૂર્તના ભવોમાં બે ઇન્દ્રિયના ક્ષુદ્ર ભવ એસી, ત્રિઇન્દ્રિયના સાઠ, ચૌઈન્દ્રિયના ચાલીસ અને પંચેન્દ્રિયના ચોવીસ-આ પ્રકારે હે આત્મન્ ! તું ક્ષુદ્ર ભવ જાણ.
ભાવાર્થ - ક્ષુદ્ર ભવ અન્ય શાસ્ત્રોમાં આ પ્રકારે ગયા છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને સાધારણ નિગોદના સૂક્ષ્મ બાદરથી દસ અને સપ્રતિષ્ઠિત વનસ્પતિ એક-આ પ્રકારે અગિયાર સ્થાનોનાં ભવ તો એક-એકના છહજાર વાર, તેના છાંસઠહજાર એકસો બત્રીસ થયા. અને આ ગાથામાં કહ્યા તે ભવ બે ઇન્દ્રિય આદિના બસો ચાર-આમ ૬૬૩૩૬ એક અંતર્મુહૂર્તમાં ક્ષુદ્ર ભવ કહ્યા છે. ૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૯
હવે કહે છે કે હે આત્મન્ ! તે આ દીર્ઘ સંસારમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની પ્રાપ્તિ વિના ભ્રમણ કર્યું. માટે હવે રત્નત્રય ધારણ કર:
रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे। इय जिणवरेहिं भणियं तं रयणत्तय समायरह।।३०।।
रत्नत्रये अलब्धे एवं भ्रमितोऽसि दीर्घसंसारे। इति जिनवरैर्भणितं तत् रत्नत्रयं समाचर।।३०।।
વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્થસંસારે ભમ્યો, ભાનું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦
અર્થ - હે જીવ! તું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પામ્યો નહિ તેથી આ દીર્ઘકાળથી-અનાદિ સંસારમાં પહેલાં કહ્યા પ્રમાણે ભ્રમણ કર્યું. આ રીતે જાણીને હવે તું તે રત્નત્રયનું આચરણ કર. આ પ્રમાણે જિનેશ્વરદેવે કહ્યું છે.
ભાવાર્થ:- નિશ્ચય રત્નત્રય પામ્યા વિના આ જીવ મિથ્યાત્વના ઉદયથી સંસારમાં ભ્રમણ કરે છે. તેથી રત્નત્રયના આચરણનો ઉપદેશ છે. ૩)
હવે શિષ્ય પૂછે છે કે તે રત્નત્રય કેવા છે? તેનું સમાધાન કરે છે કે રત્નત્રય આ પ્રકારે
છે:
अप्पा अप्पम्मि रओ सम्माइट्ठी हवेइ फुडु जीवो। जाणइ तं सण्णाणं चरदिहं चारित्त मग्गो त्ति।।३१।।
आत्मा आत्मनि रतः सम्यग्दृष्टि: भवति स्फुटं जीवः। जानाति तत् संज्ञानं चरतीह चारित्रं मार्ग इति।।३१।।
નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, 'તદ્ધોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; –માર્ગ એ. ૩૧
અર્થ - જે આત્મા, આત્મામાં રત થઈને યથાર્થ રૂપનો અનુભવ કરી તદ્રુપ થઈને શ્રદ્ધાન કરે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ થાય છે તે આત્માને જાણવો સમ્યજ્ઞાન છે અને તે આત્મામાં આચરણ કરીને રાગ-દ્વેષરૂપ ન પરિણમવું સમ્યક ચારિત્ર છે. આ પ્રમાણે આ નિશ્ચય રત્નત્રય છે-મોક્ષમાર્ગ છે.
૧ તબોધ = તેનું જ્ઞાન; નિજ આત્માને જાણવું તે. ૨ ચરણ = સમ્મચારિત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ નિશ્ચય રત્નત્રય છે અને બાહ્યમાં એનો વ્યવહાર-જીવ-અજીવ આદિ તત્ત્વોને શ્રદ્ધાન, તથા જાણવું અને પરદ્રવ્ય-પરભાવનો ત્યાગ કરવો. આ રીતે નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ રત્નત્રય મોક્ષનો માર્ગ છે. ત્યાં નિશ્ચય તો મુખ્ય છે, એના વિના વ્યવહાર સંસારસ્વરૂપ જ છે. વ્યવહાર છે તે નિશ્ચયના સાધનસ્વરૂપ છે, તેના વિના નિશ્ચયની પ્રાપ્તિ નથી અને નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગયા પછી વ્યવહાર કાંઈ નથી-આ પ્રકારે જાણવું જોઈએ. ૩૧* સંસારમાં આ જીવે જન્મ-મરણ કર્યા તે કુમરણ છે. હવે સુમરણનો ઉપદેશ કરે છે:
अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि। भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव!।। ३२।।
अन्यस्मिन् कुमरणमरणं अनेकजन्मान्तरेषु मृतः असि। भावय सुमरणमरणं जन्ममरणविनाशनं जीव!।। ३२।। હે જીવ! કુમરણ મરણથી તું મર્યો અનેક ભવો વિષે; તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨
અર્થ - હે જીવ! આ સંસારમાં અનેક જન્માંતરોમાં અન્ય કુમરણ મરણ જેવા હોય છે તેવા તું મર્યો. હવે તું જે મરણથી જન્મ-મરણનો નાશ થઈ જાય એ પ્રકારનું સ્મરણ ભાવ અર્થાત સમાધિ-મરણની ભાવના ભાવ.
ભાવાર્થ- અન્ય શાસ્ત્રોમાં મરણના સંક્ષેપથી સત્તર પ્રકાર કહ્યા છે. તે આ રીતે છે:૧ આવીચિકા મરણ, ૨ તદ્દભવ મરણ, ૩ અવધિ મરણ, ૪ આદ્યાન્ત મરણ, ૫ બાલ મરણ, ૬ પંડિત મરણ, ૭ આસન્મ મરણ, ૮ બાલપંડિત મરણ, ૯ સશલ્ય મરણ, ૧૦ પલાય મરણ, ૧૧ વશારૂં મરણ, ૧૨ વિપ્રાણસ મરણ, ૧૩ ગૃધ્રપૃષ્ઠ મરણ, ૧૪ ભક્તપ્રત્યાખ્યાન મરણ, ૧૫ ઇંગિની મરણ, ૧૬ પ્રાયોપગમન મરણ અને ૧૭ કેવલિ મરણ. આ પ્રમાણે સત્તર છે.
એમનું સ્વરૂપ આ પ્રમાણે છે :
(૧) આયુકર્મનો ઉદય સમયે સમયે ઘટે છે તે સમય સમય મરણ છે, તે “આવીચિકા મરણ' છે.
(૨) વર્તમાન પર્યાયનો અભાવ “તદ્ભવ મરણ” છે.
(૩) જેમ મરણ વર્તમાન પર્યાયનું હોય છે તેમ જ ભવિષ્યની પર્યાયનું પણ થશે તે અવધિ મરણ” છે. તેના બે ભેદ છે : જેવો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ વર્તમાનનો ઉદય
* નોંધ:- અહીં એમ ન સમજવું કે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય હોય. પરંતુ ભૂમિકા અનુસાર પ્રારંભથી જ નિશ્ચયવ્યવહાર સાથે હોય છે. “નિમિત્ત વિના” શાસ્ત્રમાં જે અર્થ કહ્યો છે તેનાથી વિરૂદ્ધ નિમિત્ત ન હોય એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૧
આવ્યો તેવોજ ભવિષ્યની (આગળની) પર્યાયનો ઉદય આવે તે (૧) “સર્વાવધિ મરણ” છે અને એક દેશ બંધ ઉદય થાય તે (૨) “દેશાવધિ મરણ ' કહેવાય છે.
(૪) વર્તમાન પર્યાયની સ્થિતિ આદિ જેવો ઉદય હતો તેવો આગળની પર્યાયનો સર્વતઃ અથવા દેશતઃ બંધ-ઉદય ન થાય તે “આધાન્ત મરણ” છે.
(૫) પાંચમું “બાલ મરણ' છે. આ પાંચ પ્રકારનાં છે-(૧) અવ્યક્તબાલ, (૨) વ્યવહારબાલ, (૩) જ્ઞાનબાલ, (૪) દર્શનબાલ અને (૫) ચારિત્રબાલ (૧) જે ધર્મ, અર્થ, કામ-આ કાર્યોને ન જાણે તથા જેનું શરીર એમના આચરણને માટે સમર્થ ન હોય તે અવ્યક્ત બાલ” છે. (૨) જે લોકના અને શાસ્ત્રના વ્યવહારને ન જાણે તથા બાળક અવસ્થા હોય તે
વ્યવહાર બાલ” છે. (૩) વસ્તુના યથાર્થ જ્ઞાનરહિત “જ્ઞાન બાલ” છે. (૪) તત્ત્વશ્રદ્ધાન રહિત મિથ્યાદષ્ટિ “દર્શન બાલ” છે. અને (૫) ચારિત્રરહિત પ્રાણી “ચારિત્ર બાલ” છે. એમનું મૃત્યુ તે “બાલ મરણ” છે. અહીં મુખ્યત્વે દર્શન બાલનું જ ગ્રહણ છે. કેમકે સમ્યગ્દષ્ટિને અન્ય બાલ્યપણું હોવા છતાં પણ દર્શન-પંડિતતાના સભાવથી પંડિત મરણમાં જ ગણાય છે. દર્શનબાલનું મરણ સંક્ષેપથી બે પ્રકારનું કહ્યું છે. (A) ઇચ્છાપ્રવૃત્ત અને (B) અનિચ્છાપ્રવૃત્ત, (A) અગ્નિથી, ધૂમાડાથી, શસ્ત્રથી, ઝેરથી, પાણીથી, પર્વતની ટોચ પરથી પડવાથી, અતિ ઠંડી-ગરમીની બાધાના કારણે, બંધનથી, ભૂખ અને તરસ રોકવાથી, જીભ ખેંચી કાઢવાથી અને વિરૂદ્ધ આહાર કરવાથી બાલ (અજ્ઞાની) ઇચ્છાપૂર્વક મૃત્યુ પામે તે “ઇચ્છા પ્રવૃત્ત' છે તથા (B) જીવવાની ઇચ્છાવાળો હોય અને મૃત્યુ પામે તે “અનિચ્છા પ્રવૃત્ત' છે.
(૬) “પંડિતમરણ” ચાર પ્રકારના છે-(૧) વ્યવહાર પંડિત, (૨) સમ્યકત્વ પંડિત, (૩) જ્ઞાનપંડિત, (૪) ચારિત્રપંડિત, (૧) લોકશાસ્ત્રના વ્યવહારમાં પ્રવીણ હોય તે “વ્યવહાર પંડિત” છે. (૨) સમ્યકત્વ સહિત હોય તે “સમ્યકત્વ પંડિત” છે. (૩) સમ્યજ્ઞાન સહિત હોય તે “જ્ઞાન પંડિત” છે. (૪) સમ્યક્રચારિત્ર સહિત હોય તે “ચારિત્ર પંડિત છે. અહીં દર્શન, જ્ઞાન, ચારિત્રસહિત પંડિતનું ગ્રહણ છે, કેમકે વ્યવહારપંડિત મિથ્યાદષ્ટિ બાલ મરણમાં આવી ગયા. ૬
(૭) મોક્ષમાર્ગમાં પ્રવર્તવાવાળા સાધુ સંઘથી છૂટા હોય તેને આસન કહે છે. આમાં પાર્વસ્થ, સ્વચ્છંદ, કુશીલ, સંસક્ત પણ લેવા. આવા પાંચ પ્રકારના ભ્રષ્ટ સાધુઓનું મરણ “આસન્ન મરણ” છે.
(૮) સમ્યગ્દષ્ટિ શ્રાવકનું મરણ “બાલ પંડિત મરણ છે.
(૯) “સશલ્મ મરણ” બે પ્રકારના છે-મિથ્યાદર્શન. માયા. નિદાન એ ત્રણ શલ્ય તો “ભાવ શલ્ય” છે ને પાંચ સ્થાવર તથા ત્રસમાં અસંજ્ઞી એ “દ્રવ્ય શલ્ય” સહિત છે. આ પ્રકારે સશલ્ય મરણ” છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
(અષ્ટપાહુડી
(૧૦) જે પ્રશસ્ત ક્રિયામાં આળસુ હોય, વ્રતાદિકમાં શક્તિને છુપાવે, ધ્યાનાદિકથી દૂર ભાગે-આ પ્રકારનું મરણ “પલાય મરણ” છે.
(૧૧) “વશારૂં મરણ” ચાર પ્રકારના છે–તે આર્ત-રૌદ્ર ધ્યાનસહિત મરણ છે. (૧) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ સહિત મરણ “ઇન્દ્રિય વશારૂં મરણ” છે. (૨) શાતાઅશાતાની વેદના સહિત મરે તે “વેદનાવશા મરણ” છે. (૩) ક્રોધ, માન, માયા, લોભ કપાયના વશથી મૃત્યુ પામે તે “કષાયવશારૂં મરણ” છે. (૪) હાસ્ય, વિનોદ કષાયના વશથી મૃત્યુ પામે તે “નોકષાયવસારૂં મરણ” છે.
(૧૨) જે પોતાના વ્રત, ક્રિયા, ચારિત્રમાં ઉપસર્ગ આવે તે સહન ન થઈ શકે અને ભ્રષ્ટ થવાનો ભય આવે ત્યારે અશક્ત બનીને અન્ન-પાણીનો ત્યાગ કરી મૃત્યુ પામે તે વિપ્રાણસ મરણ” છે.
(૧૩) શસ્ત્રગ્રહણ કરીને મૃત્યુ પામે તો “ગૃધ્રપૃષ્ઠ મરણ” છે.
(૧૪) અનુક્રમથી અન્નપાણીનો યથાવિધિ ત્યાગ કરીને મૃત્યુ પામે તે ભક્તપ્રત્યાખ્યાન મરણ” છે.
(૧૫) સન્યાસ ગ્રહણ કરે અને બીજા પાસે વૈયાવૃત્ત કરાવે તે “ઇંગિની મરણ” છે.
(૧૬) પ્રાયોપગમન સન્યાસ ગ્રહણ કરે અને કોઈ પાસે વૈયાવૃત્ત ન કરાવે તથા પોતે પોતાથી પણ ન કરે, અર્થાત્ પ્રતિમા યોગ રહે તે “પ્રાયોપગમન મરણ” છે.
(૧૭) કેવળી મુક્તિ પ્રાપ્ત કરે તે “કેવળી મરણ' છે.
આ પ્રકારે સત્તર પ્રકાર કહ્યા. એમનું સંક્ષેપ આ પ્રમાણે છે. મરણ પાંચ પ્રકારના છે(૧) પંડિતપંડિત, (૨) પંડિત, (૩) બાલપંડિત, (૪) બાલ, (૫) બાલબાલ, (૧) જે
ન-ચારિત્રના અતિશય સહિત હોય તે પડતડિત છે અને (૨) એમની પ્રકર્ષતા જેમને નથી તે પંડિત છે. (૩) સમ્યગ્દષ્ટિ શ્રાવક તે બાલ પંડિત (૪) પહેલા ચાર પ્રકારના પંડિત કહેલ એમનામાંથી એક પણ ભાવ જેનામાં ન હોય તે બાલ છે. અને (પ) જે બધાથી ન્યૂન હોય તે બાલબાલા છે. એમાં પંડિતપંડિત મરણ, પંડિત મરણ અને બાલપંડિત મરણ એ ત્રણ પ્રશસ્ત સુમરણ કહેવાય છે. અન્ય રીતે હોય તો તે કુમરણ છે. આ પ્રમાણે જે એકદેશ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત મૃત્યુ પામે તે સુમરણ છે. આ પ્રકારે સુમરણ કરવાનો ઉપદેશ છે. ૩ર
હવે આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે, તે ભ્રમણના પરાવર્તનનું સ્વરૂપ મનમાં ધારણ કરી નિરૂપણ કરે છે. પ્રથમ જ સામાન્યરૂપથી લોકના પ્રદેશોની અપેક્ષાથી કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૩
सो णत्थि दव्वसवणो परमाणुपमाणमेत्तओ णिलओ। जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सव्वो।। ३३ ।। सः नास्ति द्रव्यश्रमण: परमाणुप्रमाणमात्रोनिलयः। यत्र न जात: न मृत: त्रिलोकप्रमाणक: सर्वः।। ३३।।
ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઈ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩
અર્થ - આ જીવ દ્રવ્યલિંગનું ધારક મુનિપણું પામીને પણ જે ત્રણ લોક પ્રમાણ સર્વ સ્થાન છે તેમાં એક પરમાણુ પરિમાણ એક પ્રદેશ માત્ર પણ એવું સ્થાન નથી કે જ્યાં તેણે જન્મ-મરણ કર્યા ન હોય.
ભાવાર્થ- દ્રવ્યલિંગ ધારણ કરીને પણ આ જીવે સર્વ લોકમાં અનંતવાર જન્મ અને મરણ કર્યા પરંતુ એવો કોઈ પ્રદેશ બાકી રહ્યો નથી કે જેમાં તેણે જન્મ અને મરણ ન કર્યા હોય. આ પ્રકારે ભાવલિંગ વિના દ્રવ્યલિંગથી મોક્ષની (-નિજ પરમાત્મદશાની) પ્રાપ્તિ થઈ નથી એમ જાણવું. ૩૩
હવે આ જ અર્થને દઢ કરવા માટે ભાવલિંગને મુખ્ય કરીને કહે છે:
कालमणंतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं। जिणलिंगेण वि पत्तो परंपराभावरहिएण।।३४।। कालमनंतं जीवः जन्मजरामरणपीडितः दुःखम्। जिनलिंगेन अपि प्राप्तः परम्पराभावरहितेन।। ३४।।
જીવ જનિ-જરા-મૃતતપ્ત કાળ અનંત પામ્યો દુ:ખને, જિનલિંગને પણ ધારી પારંપર્યભાવવિહીનને. ૩૪
અર્થ:- આ જીવ આ સંસારમાં જેમાં પરંપરા ભાવલિંગ ન હોવાથી અનંત કાળ પર્યત જન્મ-જરા-મરણથી પીડિત વર્તતો થકો દુઃખ જ પામ્યો.
ભાવાર્થ- દ્રવ્યલિંગ ધારણ કર્યું અને તેમાં પરંપરાએ પણ ભાવલિંગની પ્રાપ્તિ ન થઈ એથી મુનિપણું નિષ્ફળ ગયું, મોક્ષની પ્રાપ્તિ ન થઈ, સંસારમાં જ ભ્રમણ કર્યા કર્યું.
૧ જનિ-જરા-મૃતતપ્ત = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થયો. ૨ પારંપર્ય ભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત આચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા
ભાવલિંગ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
(અષ્ટપાહુડ
અહીં આશય આ પ્રકારે છે કે દ્રવ્યલિંગ છે તે ભાવલિંગનું સાધન છે. પરંતુ "કાળલબ્ધિ-શુદ્ધાત્માની સન્મુખ પરિણામ-સ્વસંવેદન જ્ઞાનની પ્રાપ્તિ વિના દ્રવ્યલિંગ ધારણ કરવા છતાં પણ ભાવલિંગની પ્રાપ્તિ થતી નથી. તેથી દ્રવ્યલિંગ (મુનિપણું ) નિષ્ફળ જાય છે. આ પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રધાન ભાવલિંગ જ છે. અહીં કોઈ કહે કે આ પ્રમાણે છે તો મુનિપણું પહેલાં શા માટે ધારણ કરે? તેને કહે છે કે આ રીતે માને તો વ્યવહારનો લોપ થાય છે. માટે આ પ્રકારે માનવું કે દ્રવ્યલિંગ પહેલાં ધારણ કરવું પરંતુ આમ ન જાણવું કે આનાથી સિદ્ધિ છે. ભાવલિંગને મુખ્ય માનીને તેની સન્મુખ ઉપયોગ રાખવો, દ્રવ્યલિંગને યત્નપૂર્વક સાધવું, આ પ્રકારનું શ્રદ્ધાન સારૂં છે. ૩૪
હવે પુદ્ગલ દ્રવ્યને મુખ્ય કરીને ભ્રમણ કહે છેઃ
पडिदेससमयपुग्गल आउग परिणामणामकालटुं। गहिउज्झियाई बहुसो अणंतभवसायरे जीव।। ३५।।
प्रतिदेशसमयपुद्गलायुः परिणामनामकालस्थम्। गृहीतोज्झितानि बहुशः अनन्तभवसागरे जीवः ।। ३५ ।।
પ્રતિદેશ-પુગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિ:સીમ ભવસાગર વિષે. ૩૫
અર્થ:- આ જીવે આ અનંત અપાર ભવસમુદ્રમાં લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા સમયે સમયે અને પર્યાયના આયુપ્રમાણ કાળ અને પોતાનું જેવું યોગ કષાયનું પરિણમન સ્વરૂપ પરિણામ અને જેવી ગતિ-જાતિ આદિ નામકર્મના ઉદયથી થયેલ નામ અને કાળ જેવા કે ઉત્સર્પિણી-અવસર્પિણી તેમાં પુદ્ગલના પરમાણુરૂપ સ્કંધ તેમને બહુ જ વાર-અનંતવાર ગ્રહણ કર્યા અને છોડ્યાં.
ભાવાર્થ- ભાવલિંગ વિના લોકમાં જેટલા પુદ્ગલ સ્કંધ છે તે સર્વને જ ગ્રહણ કર્યા અને છોડ્યાં તોપણ મુક્તિ ન થઈ. ૩૫
૧ કાળલબ્ધિ = સ્વ સમય-નિજ સ્વરૂપ પરિણામની પ્રાપ્તિ (આમાવલોકન ગા. ૯). ૨ કાળલબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ છે. ૩ “ “યાય નીવ: ગામ ભાષય: નારિ लब्धिरूपमध्यात्म भाषया शुद्धात्माभिमुखं परिणामरूपं स्वसंवेदनज्ञानं लभते.. ...
અર્થ:- જ્યારે આજીવ આગમ ભાષાથી કાળાદિ લબ્ધિને પ્રાપ્ત કરે છે તથા અધ્યાત્મભાષાથી શુદ્ધાત્માની સન્મુખ પરિણામ સ્વસંવેદન જ્ઞાનને પ્રાપ્ત કરે છે.'' (પંચાસ્તિકાય ગાથા ૧૫૦-૫૧ જયસેનાચાર્ય ટીકા) ૪ વિશેષ માટે જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અ-૯, ૫ બહુશ : અનેકવાર. ૬ પાઠાન્તર:- નીવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૫
હવે ક્ષેત્રને પ્રધાન કરીને કહે છે:
तेयाला तिण्णि सया रज्जूणं लोयखेत्त परिमाणं। मुत्तूणट्ठ पएसा जत्थण दुरुढुल्लिओ जीयो।। ३६ ।।
त्रिचत्वारिंशत् त्रीणि शतानि रज्जूनां लोकक्षेत्र परिमाणं। मुक्त्वाऽष्टौ प्रदेशान् यत्र न भ्रमितः जीवः।। ३६ ।।
ત્રણશત-અધિક ચાળીશ-ત્રણ રજુપ્રમિત આ લોકમાં તજી આઠ કોઈ પ્રદેશના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬
અર્થ:- આ લોક ત્રણસો તેતાલીસ રાજૂ પરિમાણ ક્ષેત્રમાં છે. તેની વચ્ચે મેરૂપર્વતની નીચે ગાયના સ્તનના આકારે આઠ પ્રદેશ છે તેમને છોડીને એકય પ્રદેશ એવો નથી રહ્યો કે જ્યાં આ જીવ જભ્યો અને મર્યો ન હોય.
ભાવાર્થ:- “ટુરૂટુલ્લિઓ” આ પ્રકારે પ્રાકૃતમાં ભ્રમણ અર્થના ધાતુનો આદેશ છે, અને ક્ષેત્ર પરાવર્તનમાં મેરૂની નીચે આઠ પ્રદેશ લોકની મધ્યમાં છે તેમને છોડી જીવ પોતાના પ્રદેશોના મધ્યદેશ ઉપજે છે. ત્યાંથી ક્ષેત્ર પરાવર્તનનો પ્રારંભ કરવામાં આવે છે. તેથી તેમને ફરીને ભ્રમણમાં ગણતાં નથી. ૩૬ (જુઓ:- ગોમટ્ટ જીવ કાંડ ગાથા પ૬૦ પૃષ્ઠ ર૬૬, મૂલાચાર અ. ૯ ગાથા ૧૪ પૃ. ૪૨૮.).
હવે આ જીવ શરીર સહિત ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે, તે શરીરમાં રોગ થાય છે તેમની સંખ્યા ગણાવે છે:
एक्केक्कंगुलि बाही छण्णवदी होंति जाण मणुयाणं। अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया।।३७।।
एकैकांगुलौ व्याधयः षण्णयतिः भवंति जानीहि मनुष्यानां। अवशेषे च शरीरे रोगा: भण कियन्त: भणिताः।। ३७।।
પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવ દેહમાં; તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭
અર્થ - આ મનુષ્યના શરીરમાં એક-એક આંગળી જેટલી જગ્યામાં છન્ને છન્ન રોગ હોય છે ત્યારે કહો કે બાકીના સમસ્ત શરીરમાં કેટલા રોગ હશે? ૩૭
હવે કહે છે કે જીવ! તે રોગોનું દુઃખ તે સહ્યું છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
(અષ્ટપાહુડ
ते रोया वि य सयला सह्यिा ते परवसेण पुव्वभवे। एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं।। ३८ ।।
ते रोगा अपि च सकलाः सोढास्त्वया परवशेण पूर्वभवे। एवं सहसे महायशः। किं वा बहुभिः लपितैः।। ३८।।
એ રોગ પણ સઘળા સહ્યા તે પૂર્વભવમાં પરવશે; તું સહી રહ્યો છે આમ, યશધ૨; અધિક શું કહીએ તને? ૩૮.
અર્થ- હે મહાયશ! હે મુને! તે પૂર્વોક્ત સર્વ રોગોને પૂર્વ ભવોમાં તો પરવશ સહ્યાં છે, એ પ્રમાણે ફરી પણ સહન કરશે. વધુ કહેવાથી શું?
ભાવાર્થ:- આ જીવ પરાધીન થઈને સર્વ દુઃખ સહે છે. પરંતુ જો જ્ઞાનભાવના કરે તો દુઃખ આવતાં તેનાથી આકુળ-વ્યાકુળ ન થાય. આ પ્રમાણે સ્વવશ સહન કરે તો કર્મનો નાશ કરીને મુક્ત થઈ જાય. આ પ્રમાણે જાણવું જોઈએ. ૩૮
હવે કહે છે કે અપવિત્ર ગર્ભવાસમાં પણ રહ્યો -
पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले। उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं।। ३९ ।।
पित्तांत्रमूत्रफेफसयकृद्रुधिरखरिसकृमिजाले। उदरे उषितोऽसि चिरं नवदशमासैः प्राप्तेः।। ३९ ।।
મળ-મૂત્ર-શોણિત-પિત્ત-કરમ, બરોળ, યકૃત, આંત્ર જ્યાં ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની-ઉદરમાં ૩૯
અર્થ:- હે મુને! તું આ પ્રકારના મલિન અપવિત્ર ઉદરમાં નવ માસ કે દશ માસ રહ્યો. કેવું છે ઉદર? જેમાં પિત્ત અને આંતરડાથી વીંટળાયેલું, મૂત્રનું સ્રવણ, ફેફસ અર્થાત્ લોહી વિના મેદ ફૂલી જાય, કાળજું, લોહી, અપકવ મળથી ભળેલું લોહી, શ્લેષ્મ અને કૃમિજાળ અર્થાત્ લટ આદિ જીવોનો સમૂહુ-એ બધું મળી આવે છે. આ રીતે સ્ત્રીના ઉદરમાં ઘણીવાર રહ્યો. ૩૯
ફરી આ વાત કહે છે -
૧ શોણિત = લોહી. ૨ કરમ = કૃમિ. ૩ યકૃત = કલેજું. ૪ આંત્ર = આંતરડાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૭
दियसंगट्ठियमसणं आहारिय मायभुत्त मण्णांते। छदिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए।। ४०।।
द्विजसंगस्थितमशनं आहृत्य मातृभुक्तमन्नान्ते। छर्दिखरिसयोर्मध्ये जठरे उषितोऽसि जनन्याः।। ४०।।
જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે ! ૪૦
અર્થ:- હે જીવ! તું જનની (માતા) ના ગર્ભમાં રહ્યો, ત્યાં માતા અને પિતાના ભોગને અંતે છર્દિ ( વમન) નું અન્ન, ખરિસ ( રૂધિરથી મળેલા અપકવમળ) ની વચ્ચે રહ્યો. કેવી રીતે રહ્યો? માતાના દાંતથી ચવાયેલા અને એ દાંતોને ચોટેલું એઠું ભોજન માતાના જમ્યા પછી જે પેટમાં ગયું એના રસ રૂપી આહારથી રહ્યો. ૪)
હવે કહે છે કે ગર્ભમાંથી નીકળ્યા પછી આ પ્રમાણે બાળપણ ભોગવ્યું -
सिसुकाले य अयाणे असूईमज्झम्मि लोलिओ सि तुमं। असुई असिया बहुसो मुणिवर बालत्तपत्तेण।। ४१।।
शिशुकाले च अज्ञाने अशुचिमध्ये लोलितोऽसि त्वम्। अशुचिः अशिता बहुश: मुनिवर! बालत्वप्राप्तेन।। ४१ ।। તું અશુચિમાં લો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર ! અશુચિ આરોગી છે બહુ વાર તેં બાલત્વમાં. ૪૧
અર્થ:- હે મુનિવર ! તું બચપણમાં અજ્ઞાન અવસ્થામાં અશુચિ (અપવિત્ર) સ્થાનોમાં અશુચિની વચ્ચે સૂતો છે અને ઘણી વાર અશુચિ વસ્તુ ખાધી છે. બાળપણ પામીને આ પ્રકારની ચેષ્ટાઓ કરી છે.
ભાવાર્થ- અહીં “મુનિવર' એ પ્રકારે સંબોધન છે તે પહેલાંની જેમ જાણવું. બાહ્ય આચરણ સહિત મુનિ હોય તેને અહીં મુખ્યપણે ઉપદેશ છે કે બાહ્ય આચરણ કર્યું તે તો મોટું કાર્ય કર્યું, પરંતુ ભાવો વિના તે નિષ્ફળ છે. માટે ભાવની સન્મુખ રહેવું, ભાવો વિના જ આ અપવિત્ર સ્થાન મળ્યાં છે. ૪૧
હવે કહે છે કે આ દેહ આ પ્રમાણે છે તેનો વિચાર કરો -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
(અષ્ટપાહુડી
मंसट्ठिसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसापूय 'रिवब्भिस भरियं चिंतेहि देहउडं।। ४२ ।।
मांसास्थिशुक्र श्रोणितपित्तांत्रस्रयवत्कुणिमदुर्गन्धम्। खरिसवसापूयकिल्विषभरितं चिन्तय देहकुटम्।। ४२।।
*પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગધ શબ સમ જ્યાં સૂવે, ચિંતવ તું પીપ-વસાદિ-અશુચિ ભરેલ કાયાકુંભને. ૪૨
અર્થ - હે મુને ! તું દેહરૂપી ઘટને આ પ્રકારે વિચાર. કેવો છે દેહ ઘટ? માંસ, હાડ, શુક (વીર્ય), શ્રણિત (રૂધિર), પિત્ત (ઉષ્ણ વિકાર), અને આંતરડાં વગેરે દ્વારા તત્કાલ શબ જેવી
ધ આવે છે તથા ખરિસ (રૂધિરથી મળેલો અપકવ મળ), વસા (મેદ), પૂ૫ (પરૂ) અને ચરબી-આ બધી મલિન વસ્તુઓથી પૂરું ભરેલું છે. આ રીતે દેહરૂપ ઘટનો વિચાર કરો.
ભાવાર્થ- આ જીવ તો પવિત્ર છે, શુદ્ધ જ્ઞાનમય છે, અને આ દેહ આ પ્રકારે છે. એમાં રહેવું અયોગ્ય છે એમ બતાવ્યું છે. ૪૨
હવે કહે છે કે જે કુટુંબથી છૂટયો તે છુટવાપણું નથી, ભાવથી છૂટેલાને જ છૂટ્યો કહે
भावविमुत्तो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण। इय भाविऊण उज्झसु गंधं अब्भंतरं धीर।। ४३ ।।
भावविमुक्त: मुक्तः न च मुक्त: बांधवादिमित्रेण। इति भावयित्या उज्झय ग्रन्थमाभ्यंन्तरं धीर!।। ४३।।
રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઈમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ આંતરગ્રંથને. ૪૩
અર્થ - જે મુનિ ભાવોથી મુક્ત થયેલ છે તેને મુક્ત કહે છે અને બાંધવ આદિ કુટુંબ તથા મિત્ર આદિથી મુક્ત થયા તેમને મુક્ત થયા કહેતા નથી. આથી હું ધીર મુનિ! તું આ પ્રકારે જાણીને અત્યંતર વાસનાને છોડ.
ભાવાર્થ- જે બાહ્ય બાંધવ-કુટુંબ તથા મિત્રો એમને છોડીને નિર્ગસ્થ થયો અને
૧ પાઠાન્તર – ‘વિભિર''. ૨ પલ = માંસ. ૩ પીપ-વસાદિ = પરૂ, ચરબી વગેરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૯
અભ્યતર મમત્વભાવરૂપ વાસના તથા ઇષ્ટ-અનિષ્ટમાં રાગદ્વેષ વાસના ન છૂટી તો તેને નિર્ઝન્થ કહેતા નથી. અત્યંતર વાસના છૂટે ત્યારે નિર્ચન્થ મુનિ થાય છે. માટે આ ઉપદેશ છે કે અત્યંતર મિથ્યાત્વ કષાય છોડી ભાવમુનિ બનવું જોઈએ. ૪૩
હવે કહે છે કે જે પહેલાં મુનિ થયા તેમણે ભાવશુદ્ધિ વિના સિદ્ધિ મેળવી નથી. તેમનું ઉદાહરણ માત્ર નામ કહે છે. પ્રથમ જ બાહુબલીનું ઉદાહરણ કહે છે:
देहादिवत्तसंगो माणकसाएण कलुसिओ धीर। अत्तावणेण जादो बाहुबली कित्तियं कालं ।। ४४।।
देहादित्यक्तसंगः मानकषायेन कलुषितः धीर। आतापनेन जात: बाहुबली कियन्तं कालम्।। ४४।।
દેહાદિ સંગ તજ્યો અહો પણ મલિન માનકષાયથી આતાપના કરતા રહ્યા બાહુબલ મુનિ ક્યાં લગી ? ૪૪
અર્થ - જુઓ, શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી દેહાદિક પરિગ્રહ છોડી નિર્ગસ્થ મુનિ બન્યા તો પણ માન કષાયથી કલુષ પરિણામરૂપ થઈને કેટલોક સમય આતાપન યોગ ધારણ કરી સ્થિર બની ગયા. છતાં પણ સિદ્ધિ પામ્યા નહિ.
ભાવાર્થ- બાહુબલી સાથે ભરત ચક્રવર્તીએ વિરોધ કરી યુદ્ધનો આરંભ ર્યો. ભરતનું અપમાન થયું. ત્યારબાદ બાહુબલી વિરક્ત બની નિર્ગસ્થ મુનિ બની ગયા. પરંતુ કંઈક માનકષાયની કલુષતા રહી ગઈ, કે ભારતની ભૂમિ પર હું કેવી રીતે રહું? ત્યારે કાયોત્સર્ગ યોગથી એક વર્ષ સુધી ઊભા રહ્યા. પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું. પાછળથી કલુષતા મટી ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માટે કહે છે કે આવા મહાન પુરુષ ઘણી શક્તિના ધારકને પણ ભાવશુદ્ધિ વિના સિદ્ધિ પ્રાપ્ત ન થઈ ત્યારે અન્યની તો વાત જ શી? તેથી ભાવોને શુદ્ધ કરવા જોઈએ. એ ઉપદેશ છે. ૪૪
હવે મધુપિંગલ મુનિનું ઉદાહરણ કહે છે:
महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो। सवणत्तणं ण पत्तो णियाणमित्तेण भवियणुय।। ४५।।
मधुपिंगो नाम मुनिः देहाहारादित्यक्तव्यापारः। श्रमणत्वं न प्राप्तः निदानमात्रेण भव्यनुत!।। ४५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
(અષ્ટપાહુડી
તન-ભોજનાદિ પ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે, હે ભવ્યન્ત ! નિદાનથી જ લહ્યું નહીં શ્રમણત્વને. ૪૫
અર્થ - મધુપિંગલ નામના મુનિ કેવા થયા? દેહ આહારાદિની પ્રવૃત્તિ છોડી, પણ નિદાનમાત્રથી ભાવમુનિપણાને પ્રાપ્ત થયા નહીં. તેને ભવ્યજીવોથી નમન યોગ્ય મુનિ! તું જો.
ભાવાર્થ:- મધુપિંગલ નામના મુનિની કથા પુરાણમાં છે તેનો સંક્ષેપ આ પ્રમાણે છે :આ ભરતક્ષેત્રના સુરમ્ય દેશમાં પોદનાપુરના રાજા તૃણપિંગલનો પુત્ર મધુપિંગલ હતો. તે ચારણ યુગલનગરના રાજા સુયોધનની પુત્રી સુલતાના સ્વયંવરમાં આવ્યો હતો. ત્યાં સાકતાપુરીના રાજા સગર આવ્યા હતા. સગરના મંત્રીએ મધુપિંગલને કપટથી નવું સામુદ્રિક શાસ્ત્ર બનાવી દોષ બતાવ્યો કે આના નેત્ર પિંગળા (માંજરાવે છે. જે કન્યા આને પરણશે તેનું મૃત્યુ થશે. ત્યારે કન્યાએ સગરના ગળામાં વરમાળા પહેરાવી દીધી, મધુપિંગલની પસંદગી ન કરી. ત્યારે મધુપિંગલે વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી.
પછી કારણ પામી સગરના મંત્રીનું કપટ જાણી ક્રોધથી નિદાન કર્યું કે મારા તપનું ફળ આ હો “આગલા જન્મમાં સગરના કુળને નિર્મૂળ કરૂં'. ત્યારબાદ મધુપિંગલ મરીને મહાકાલાસુર નામનો અસુર દેવ થયો. ત્યારે સગરને મંત્રી સહિત મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેને ક્ષીરકદમ્બ બ્રાહ્મણનો પુત્ર પાપી પર્વત મળ્યો, ત્યારે પર્વતને પશુઓની હિંસારૂપ યજ્ઞનો સહાયક બન એવું કહ્યું. પર્વતે સગર રાજાને યજ્ઞનો ઉપદેશ કરીને કહ્યું કે તું યજ્ઞ કરાવું હું સહાયક બનીશ. ત્યારે પર્વતે સગર પાસે યજ્ઞ કરાવી પશુ હોમ્યાં. તે પાપથી સગર સાતમા નરક ગયો પરંતુ કાલાસુર સહાયક બની યજ્ઞ કરવાવાળાઓને (માયાથી) સ્વર્ગે જતા બતાવ્યા. આવા મધુપિંગલ નામના મુનિએ નિદાનથી મહાકાલાસુર બનીને મહાપાપનું ઉપાર્જન કર્યું માટે આચાર્ય કહે છે કે મુનિ બની ગયા પછી પણ ભાવ બગડી જાય તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આની કથા પુરાણમાં વિસ્તારથી કહેલી છે. ૪૫
હવે વશિષ્ઠ મુનિનું ઉદાહરણ કહે છે:
अण्णं च वसिट्ठमुणी पत्तो दुक्खं णियाणदोसेण। सो णत्थि वासठाणो जत्थ ण ढुरुढुल्लिओ जीवो।। ४६ ।।
अन्यश्च वसिष्ठमुनिः प्राप्तः दुखं निदानदोषेण। तन्नास्ति वासस्थानं यत्र न भ्रमित: जीव!।। ४६ ।।
૧ ભવ્યન્ત = ભવ્ય જીવો જેની પ્રશંસા કરે છે એવા; ભવ્ય જીવો વડે જેને નમવામાં આવે છે એવા. ૨ શ્રમણત્વને = ભાવમુનિપણાને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૧
બીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુઃખને નિદાનથી; એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬
અર્થ- અન્ય એક બીજા વશિષ્ઠ નામના મુનિ નિદાનના દોષથી દુઃખ પામ્યા. માટે લોકમાં એવું કોઈ રહેવાનું સ્થાન નથી કે જેમાં આ જીવ જન્મ-મરણ સહિત ભ્રમણને પ્રાપ્ત થયો ન હોય.
ભાવાર્થ- વશિષ્ઠ મુનિની કથા આ પ્રમાણે છે:- ગંગા અને ગંધવતી બન્ને નદીઓનો જ્યાં સંગમ થાય છે ત્યાં જઠર કૌશિક નામના તાપસીની પલ્લી (ઝૂંપડી) હતી. ત્યાં એક વશિષ્ઠ નામના તપસ્વી પંચાગ્નિથી તપ કરતા હતા. ત્યાં ગુણભદ્ર-વીરભદ્ર નામના બે ચારણમુનિ આવ્યા. તેમણે વશિષ્ઠ તપસ્વીને કહ્યું કે તું અજ્ઞાન તપ કરે છે, એમાં જીવોની હિંસા થાય છે. ત્યારે તપસ્વીએ પ્રત્યક્ષ હિંસા દેખીને વૈરાગ્ય પામી જૈન દીક્ષા લઈ લીધી. માસોપવાસ સહિત આતાપનયોગ સ્થાપિત ર્યો. તે તપના માહાભ્યથી સાત વ્યંતર દેવોએ આવીને કહ્યું, “અમને આજ્ઞા આપો તે અમે કરીએ.' ત્યારે વશિષ્ઠ કહ્યું, “અત્યારે તો મારે કંઈ પ્રયોજન નથી, જન્માંતરમાં તમને યાદ કરીશ”. પછી વશિષ્ઠ મથુરાપુરીમાં આવીને માસોપવાસ સહિત આતાપન યોગ સ્થાપિત ર્યો.
તેને મથુરાપુરીના રાજા ઉગ્રસેને જોઈને ભક્તિવશ એવો વિચાર ર્યો કે હું એમને પારણું કરાવીશ. નગરમાં જાહેરાત કરાવી દીધી કે આ મુનિને હું પારણું કરાવવાનો છું, તેથી બીજા કોઈ આહાર ન દે. પછી પારણાને દિવસે મુનિ નગરમાં આવ્યા ત્યાં અગ્નિનો ઉપદ્રવ જોઈને અંતરાય જાણી મુનિ પાછા ફરી ગયા. ફરી માસોપવાસ કર્યા પારણાને દિવસે નગરમાં આવ્યા. ત્યારે હાથીનો ઉપદ્રવ જોઈ, અંતરાય જાણી મુનિ પાછા ફરી ગયા. ફરીને માસોપવાસ કર્યા. પારણાને દિવસે ફરીને નગરમાં આવ્યા. ત્યારે રાજા જરાસિંઘનો પત્ર આવેલ તેના નિમિત્તથી રાજાનું મન વ્યગ્ર હતું. તેથી મુનિનું યથોચિત પડગાહન કર્યું નજર, ત્યારે અંતરાય માનીને મુનિ પાછા વનમાં જતા હતા ત્યારે લોકોનાં વચન સાંભળ્યાં કે “રાજા મુનિને આહાર આપે નહિ અને બીજા દેવાવાળાઓને મનાઈ કરી છે” આવા લોકોનાં વચન સાંભળી રાજા ઉપર ક્રોધ આવ્યો અને નિદાન કર્યું કે આ રાજાને ત્યાં પુત્રરૂપે જન્મીને રાજાનો નિગ્રહ કરી હું રાજ કરૂં. આ તપનું મારું આ ફળ હો. આ રીતે નિદાન કરી મૃત્યુ પામ્યો.
રાજા ઉગ્રસેનની રાણી પદ્માવતીના ગર્ભમાં આવ્યો. નવમાસ પૂરા થયે જન્મ લીધો ત્યારે તેની દૂર દષ્ટિ જોઈને, તેને કાંસાની પેટીમાં રાખી વૃતાન્તના લેખ સાથે યમુના નદીમાં પધરાવી દીધો. કૌશામ્બીપુરમાં મંદોદરી નામની દલાલી (દારૂ વેચનારી) એ તેને લઈ પુત્રબુદ્ધિથી પાલન કર્યું ને. કંસ નામ રાખ્યું. જ્યારે તે મોટો થયો તો બાળકોની સાથે રમતી વખતે બધાને દુઃખ આપવા લાગ્યો. ત્યારે મંદોદરીએ ઝઘડાથી કંટાળીને દુઃખથી તેને કાઢી મૂક્યો. પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર
(અષ્ટપાહુડ
આ કંસ શૌર્યપુર ગયો. ત્યાં વસુદેવ રાજાનો સેવક બનીને રહ્યો. પછી જરાસંઘ પ્રતિનારાયણનો પત્ર આવ્યો કે જે પોદનાપુરના રાજા સિંહરથને બાંધી લાવે તેને અરધું રાજ આપીશ અને તેની
રી પુત્રીનો વિવાહ કરાવીશ. ત્યારે વસદેવ ત્યાં કંસ સહિત જઈને યુદ્ધ કરી સિંહરથને બાંધી લીધો અને જરાસંઘને સોંપી દીધો, પછી જરાસંઘે જીવંયશા પુત્રી સહિત અરધું રાજ્ય આપ્યું, ત્યારે વસુદેવે કહ્યું-સિંહરથને કંસ બાંધીને લાવ્યો છે, તેને આપો. ત્યારે જરાસંઘ તેનું કૂળ જાણવા મંદોદરીને બોલાવી કુળનો નિશ્ચય કરી જીવંયશા પુત્રી સાથે તેના લગ્ન કરાવ્યા. ત્યારે કંસે મથુરાનું રાજ જીતી લઈ પિતા ઉગ્રસેન રાજાને અને પદ્માવતી માતાને બંદીખાનામાં પૂરી દીધા. પાછળથી તે કૃષ્ણનારાયણથી મૃત્યુને પ્રાપ્ત થયો. એમની કથા વિસ્તારપૂર્વક ઉત્તરપુરાણાદિથી જાણવી. આ પ્રમાણે વસિષ્ઠ મુનિએ નિદાનથી સિદ્ધિ પ્રાપ્ત ન કરી. માટે ભાવલિંગથી જ સિદ્ધિ છે-૪૬
હવે કહે છે કે ભાવરહિત જીવ ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરે છે:
सो णत्थि तप्पएसो चउरासी लक्ख जोणिवासम्मि। भावविरओ वि सवणो जत्थ ण ढुरुदल्लिओ जीव।। ४७।।
सः नास्ति तं प्रदेश: चतुरशीतिलक्षयोनिवासे। भावविरत: अपि श्रमण: यत्र न भ्रमितः जीवः।। ४७।।
એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં, રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યો ન જ્યાં. ૪૭
અર્થ:- આ સંસારમાં ચોરાસી લાખ યોનિ નિવાસમાં એવો કોઈ પ્રદેશ નથી કે જેમાં આ જીવે દ્રવ્યલિંગી મુનિ થઈને પણ ભાવરહિત રહેતો થકો ભ્રમણ ન કર્યું હોય.
ભાવાર્થ:- દ્રવ્યલિંગ ધારણ કરી નિર્ચન્થ મુનિ બની શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ ભાવ વિના આ જીવ ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ જ કરતાં એવું કોઈ સ્થાન બાકી નથી રાખ્યું કે
જ્યાં તેણે જન્મ-મરણ કર્યા ન હોય.
આગળ ચોરાસી લાખ યોનિના ભેદ કહે છે:- પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ અને ઇતર નિગોદ-આ દરેકની તો સાત-સાત લાખ યોનિ છે. બધા મળીને બેતાલીસ લાખ યોનિ થઈ. વનસ્પતિની દસ લાખ યોનિ છે. બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય અને ચૌઇન્દ્રિયની બે બે લાખ યોનિ છે. પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ, દેવની ચાર લાખ યોનિ, નારકીની ચાર લાખ યોનિ અને મનુષ્યની ચૌદ લાખ યોનિ છે. આ પ્રકારે ચોરાસી લાખ યોનિ છે. આ જીવોના ઉત્પન્ન થવાના સ્થાન છે. ૪૭
હવે કહે છે કે દ્રવ્યમાત્રથી લિંગી થવાતું નથી, ભાવથી થવાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૩
भावेण होइ लिंगी ण हु लिंगी होइ दव्वमित्तेण। तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण।। ४८।। भावेन भवति लिंगी न हि भवति लिंगी द्रव्यमात्रेण।। तस्मात् कुर्या: भावं किं क्रियते द्रव्यलिंगेन।। ४८।। છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરો રે! ભાવને, દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? ૪૮
અર્થ:- લિંગી હોય છે તે ભાવલિંગથી જ હોય છે, દ્રવ્યલિંગથી લિંગી (મુનિ) થવાતું નથી એ તો પ્રગટ છે. માટે ભાવલિંગ જ ધારણ કરવું. દ્રવ્યલિંગથી શું સિદ્ધ થાય છે?
ભાવાર્થ- આચાર્ય કહે છે કે આથી વધારે શું કહેવું? ભાવલિંગ વિના મુનિ (લિંગી) નામ જ હોતું નથી. કેમકે એ તો પ્રગટ છે કે ભાવ શુદ્ધ ન દેખે ત્યારે લોકો જ કહે છે કે શાનો મુનિ છે? કપટી છે. દ્રવ્યલિંગથી કંઈ સિદ્ધિ નથી. તેથી ભાવલિંગ જ ધારણ કરવા યોગ્ય છે. ४८
હવે આ વાતને દઢ કરવા માટે દ્રવ્યલિંગ ધારણ કરનારને ઉલટો ઉપદ્રવ થયો તેનું ઉદાહરણ કહે છે:
दंडयणयरं सयलं डहिओ अभंतरेण दोसेण। जिणलिंगेण वि बाहू पडिओ सो रउरवे णरए।। ४९।। दण्डक नगरं सकलं दग्ध्वा अभ्यन्तरेण दोषेण।
જિનસિંકોના વીદુ: પતિત: સ: રૌરવે નરવ્હેપા ૪૧ દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અત્યંતર વડે, જિનલિંગથી પણ બાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯
અર્થ - જુઓ, બાહુ નામના મુનિ બાહ્ય જિનલિંગ સહિત હતા તો પણ અત્યંતર દોષથી સમસ્ત દંડક નામના નગરને આગ લગાડી અને સપ્તમ પૃથ્વીના રૌરવ નામના બિલમાં પડ્યો.
ભાવાર્થ:- દ્રવ્યલિંગ ધારણ કરી કંઈક તપ કરે તેથી થોડું સામર્થ્ય વધે ત્યારે નાનું એવું કારણ મળતાં ક્રોધથી પોતાને અને બીજાને ઉપદ્રવ કરે. તેથી દ્રવ્યલિંગ ભાવ સહિત ધારણ કરવું જ શ્રેષ્ઠ છે. જ્યારે કેવળ દ્રવ્યલિંગ તો ઉપદ્રવનું કારણ થાય છે. તેનું ઉદાહરણ બાહુમુનિનું બતાવ્યું છે. તેની કથા આવી છે:
દક્ષિણ દિશામાં કુંભકારકટક નગરમાં ઠંડક નામના રાજા હતા. તેને બાલક નામે મંત્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
(અષ્ટપાહુડ
હો. ત્યાં અભનંદન આદિ પાંચસો મુનિ આવ્યાં તેમાં એક ખંડક નામે મુનિ હતા. તેમણે બાલક નામના મંત્રીને વાદવિવાદમાં જીતી લીધો. ત્યારે મંત્રીએ ક્રોધ કરીને એક ભાંડને મુનિનો વેષ કરાવીને રાજાની રાણી સુવ્રતાની સાથે ક્રિીડા કરતો રાજાને બતાવ્યો અને કહ્યું કે જુઓ! રાજાને એવી ભક્તિ છે જે પોતાની સ્ત્રી પણ દિગમ્બરને ક્રિીડા કરવા માટે આપી દે છે. ત્યારે રાજાએ દિગમ્બરો પર ક્રોધ કરીને પાંચસો મુનિઓને ઘાણીમાં પીલાવ્યા. તે મુનિઓ ઉપસર્ગ સહીને પરમ સમાધિથી મુક્તિ પામ્યા.
ફરી તે નગરમાં બાહુ નામના એક મુનિ આવ્યા. તેમને લોકોએ મના કરી કે અહીંનો રાજા દુર છે માટે આપ નગરમાં પ્રવેશ ન કરો. પહેલાં પાચસો મુનિઓને ઘાણીમાં પીલાવી દીધા છે, તે આપના પણ એવા જ હાલ કરશે. ત્યારે લોકોના વચનોથી બાહુમુનિને ક્રોધ ઉત્પન્ન થયો. અશુભ તૈજસ સમુદ્રઘાતથી રાજાને મંત્રી સહિત અને સમસ્ત નગરને ભસ્મ કરી નાખ્યું. રાજા અને મંત્રી સાતમાં નરકમાં રૌરવ નામના બિલમાં પડ્યા. ત્યાં બાહુમુનિ પણ મરીને રૌરવ બિલમાં પડ્યો. આ રીતે દ્રવ્યલિંગમાં ભાવના દોષથી ઉપદ્રવ થાય છે. માટે ભાવલિંગનો પ્રધાન ઉપદેશ છે. ૪૯
હવે આ જ અર્થ ઉપર દીપાયન મુનિનું ઉદાહરણ કહે છે:
अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपठभट्ठो। दीवावणो त्ति णामो अणंतसंसारिओ जाओ।। ५०।।
अपरः अपि द्रव्यश्रमण: दर्शनवरज्ञान चरणप्रभ्रष्टः। दीपायन इति नाम अनन्तसांसारिकः जातः।। ५०।।
વળી એ રીતે બીજા દરવસાધુ કીપાયન નામના વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંત સંસારી થયા. ૫૦
અર્થ:- આચાર્ય કહે છે કે જેમ આગળ બાહુમુનિ કહ્યા તેવા જ બીજા દ્વીપાયન નામના દ્રવ્યશ્રમણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી ભ્રષ્ટ થઈને અનંત સંસારી થયો.
ભાવાર્થ - પૂર્વની જેમ આની કથા સંક્ષેપથી આ પ્રકારે છે:- નવમા બલભદ્ર શ્રી નેમીનાથ તીર્થકરને પૂછયું કે, હે સ્વામિન્! આ દ્વારિકાપુરી સમુદ્રમાં છે તેની સ્થિતિ કેટલા સમય સુધી છે? ત્યારે ભગવાને કહ્યું કે રોહિણીના ભાઈને (તારા મામા ) દ્વીપાયન બાર વર્ષ પછી દારૂના નિમિત્તથી ક્રોધ કરીને આ દ્વારકા પુરીને સળગાવશે. ભગવાનના આવા વચન સાંભળી નિશ્ચય કરી દીપાયન દીક્ષા લઈને પૂર્વ દેશમાં ચાલ્યા ગયા. બાર વર્ષ વ્યતીત કરવા માટે તપ કરવું શરૂ કર્યું, અને બલભદ્ર નારાયણે દ્વારિકામાં દારૂબંધીની જાહેરાત કરાવી દી દારૂના વાસણો તથા તેની સામગ્રી દારૂ બનાવવાવાળાઓએ બહાર પર્વતોમાં ફેંકી દીધી. ત્યારે વાસણોની મદિરા તથા મધની સામગ્રી પાણીના ખાબોચિયામાં ફેલાઈ ગઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૫
ત્યારબાદ બાર વર્ષ વીતેલા જાણીને દ્વીપાયન દ્વારિકા આવી નગર બહાર આતાપન યોગ ધારણ કરી સ્થિત થયા. ભગવાનના વચનની પ્રતીતિ ન રાખી. પાછળથી શં ક્રિડા કરતાં-કરતાં તરસ્યા થયાં તેથી કુંડોમાં પાણી જાણીને પી ગયા. તે મધના નિમિત્તથી કુમારો ઉન્મત્ત બની ગયા. ત્યાં દ્વીપાયન મુનિને ઊભેલા જોઈ કહેવા લાગ્યા-“આ દ્વારિકાને ભસ્મ કરવાવાળો હીપાયન છે” આ પ્રકારે કહીને તેને પત્થરાદિથી મારવા લાગ્યા. ત્યારે દ્વિીપાયન જમીન ઉપર પડી ગયા. તેને ક્રોધ ઉત્પન્ન થયો. તેના નિમિત્તથી દ્વારિકા સળગી જઈને ભસ્મ બની ગઈ. આ પ્રકારે દીપાયન ભાવશુદ્ધિ વિના અનંત સંસારી થયો. ૫) હવે ભાવશુદ્ધિ સહિત જે મુનિ થયા તેમણે સિદ્ધિ મેળવી તેનું ઉદાહરણ આપે છે:
भावसमणो य धीरो जुवईजणवेढिओ विसुध्धमई। णामेण सिवकुमारो परीत्तसंसारिओ जाहो।। ५१ ।। भावश्रमणश्च धीर: युवतिजनवेष्टितः विशुद्धमतिः। नामना शिवकुमारः परित्यक्तसांसारिक: जातः।। ५१।। બહુયુવતિજનવેષ્ટિતર છતાં પણ ધીર શુદ્ધમતિ અહા ! એ ભાવસાધુ શિવકુમાર ‘પરીતસંસારી થયા. ૫૧
અર્થ - શિવકુમાર નામના ભાવશ્રમણ સ્ત્રીજનોથી વીંટળાયેલા હોવા છતાં પણ વિશુદ્ધ બુદ્ધિના ધારક, ધૈર્યવાન સંસારને ત્યાગવાવાળા થયા.
ભાવાર્થ- શિવકુમારે ભાવની શુદ્ધતાથી બ્રહ્મસ્વર્ગમાં વિદ્યુમ્માલી દેવ થઈને ત્યાંથી ચ્યવી જંબૂસ્વામી કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત ર્યો. તેમની કથા આ પ્રકારે છે:
આ જમ્બુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશના વીતશોકપુરમાં મહાપદ્મ રાજાની વનમાલા રાણીને શિવકુમાર નામે પુત્ર જન્મ્યો. તે એક દિવસ મિત્રો સહિત વનક્રીડા કરીને નગરમાં આવી રહ્યો હતો, ત્યારે તેણે માર્ગમાં લોકોને પૂજાની સામગ્રી લઈને જતાં જોયાં. તેણે મિત્રને પૂછયું. : આ કયાં જઈ રહ્યા છે?' મિત્રે કહ્યું-એ, સાગરદત્ત નામના ઋદ્ધિધારી મુનિને પૂજવા માટે વનમાં જઈ રહ્યા છે. ત્યારે શિવકુમારે મુનિની પાસે જઈને પોતાનો પૂર્વભવ સાંભળી સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અને દઢધર નામના શ્રાવકને ઘેર પ્રાસુક આહાર લીધો. ત્યાર બાદ સ્ત્રીઓની નજીક અસિધારાવ્રત એવું પરમ બ્રહ્મચર્ય પાળતાં બાર વર્ષ સુધી તપ કરી અંતમાં સન્યાસમરણ કરીને બ્રહ્મકલ્પમાં વિધુમ્માલી દેવ થયા. ત્યાંથી ચ્યવીને જબૂકુમાર થયા. ને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રકારે શિવકુમાર ભાવમુનિએ મોક્ષ પ્રાપ્ત ર્યો. તેની વિસ્તાર સહિત કથા જબૂચરિત્રમાં છે, ત્યાંથી જાણવી. આ પ્રકારે ભાવલિંગ પ્રધાન છે. ૫૧
૧ વેષ્ટિત = વિંટળાયેલા. ૨ પરીતસંસારી = પરિમિત સંસારવાળા: અલ્પસંસારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
(અષ્ટપાહુડ
હવે શાસ્ત્ર પણ વાંચે પરંતુ સમ્યગ્દર્શનાદિ રૂપ ભાવ વિશુદ્ધ ન હોય તો સિદ્ધિ મેળવી શકતા નથી. તેનું ઉદાહરણ અભવ્યસેનનું કહે છે -
केवलिजिणपणत्तं एयादसअंग सयलसुयणाणं। पढिओ अभव्वसेणो ण भावसवणत्तणं पत्तो।। ५२।।
केवलिजिनप्रज्ञप्तं एकादशांगं सकलश्रुतज्ञानम्। पठितः अभव्यसेनः न भावश्रमणत्वं प्राप्तः।। ५२।।
જિનવરકથિત 'એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિતને. પ૨
અર્થ - અભવ્યસેન નામના દ્રવ્યલિંગી મુનિએ કેવળી ભગવાને ઉપદેશેલાં અગિયાર અંગનું વાંચન કર્યું અને અગિયાર અંગને પૂર્ણ શ્રુતજ્ઞાન પણ કહે છે. કારણ કે આટલું વાંચેલાને અર્થની અપેક્ષાથી પૂર્ણ શ્રુતજ્ઞાન પણ થઈ જાય છે. અભવ્યસેને એટલું વાંચન કર્યું છતાં પણ ભાવશ્રમણપણાને પામી શકયો નહીં.
ભાવાર્થ- અહીં એવો આશય છે કે કોઈ જાણશે કે બાહ્યક્રિયા માત્રથી તો સિદ્ધિ નથી પરંતુ શાસ્ત્રવાંચનથી તો સિદ્ધિ છે? તો આ પ્રકારે માનવું પણ સત્ય નથી. કેમકે શાસ્ત્રો વાંચવા માત્રથી પણ સિદ્ધિ નથી. અભવ્યસેન દ્રવ્યલિંગી મુનિ પણ થયા અને અગિયાર અંગ પણ ભણ્યા તો પણ જિનવચનની પ્રતીતિ ન થઈ. તેથી ભાવલિંગ પામ્યા નહિ. અભવ્યસેનની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે ત્યાંથી જાણવી. પર
હવે શાસ્ત્ર ભણ્યા વિના શિવભૂતિ મુનિએ તુષ-માપ ( ફોતરાં અને અડદ) ને ગોખતાં જ ભાવની વિશુદ્ધિ પામી મોક્ષ પ્રાપ્ત ર્યો તેનું ઉદાહરણ કહે છે:
तुसमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य। णामेण य सिवभूई केवलणाणी फुड जाओ।। ५३।।
तुषमांष घोषयन् भावविशुद्धः महानुभावश्च । नाम्ना च शिवभूतिः केवलज्ञानी स्फुटं जातः।। ५३ ।।
શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા ‘તુષમાષ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. પ૩
અર્થ:- આચાર્ય કહે છે કે શિવભૂતિ મુનિએ શાસ્ત્ર વાંચેલા ન હતા. પરંતુ તુષ
૧ એકાદશાંગ = અગિયાર અંગ. ૨ તુષમાષ = ફોતરાં અને અડદ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
માષ (ફોતરાં અને અડદ) એવા શબ્દો રટતાં રટતાં ભાવોની વિશુદ્ધિથી મહાનુભાવ થઈને કેવળજ્ઞાન પામ્યા-આ પ્રગટ છે.
ભાવાર્થ:- કોઈ જાણશે કે શાસ્ત્ર વાંચવાથી સિદ્ધિ છે. તો આ પ્રકારે પણ નથી. શિવભૂતિ મુનિ તુષ-માષ એવા શબ્દ માત્રનું રટણ કરવાથી જ ભાવોની વિશુદ્ધતાથી કેવળજ્ઞાન પામ્યા. એમની કથા આ પ્રમાણે છે-કોઈ શિવભૂતિ નામના મુનિ હતા. તેમણે ગુરૂની પાસે શાસ્ત્રઅભ્યાસ ર્યો પણ ધારણા ન થઈ. ત્યારે ગુરુએ આ શબ્દ ભણાવ્યો કે ‘મા રૂષ મા તુષ’ તેથી આ શબ્દને ગોખવા લાગ્યા. આનો અર્થ આ છે કે રોષ ન કરો, તોષ ન કરો અર્થાત્ રાગદ્વેષ ન કરવાથી સર્વ સિદ્ધિ છે.
પછી તો આ પણ યાદ ન રહ્યું, ત્યારે ‘તુષમાષ' એવો પાઠ ગોખવા લાગ્યા. બન્ને પદોના રૂકા૨ અને તુકાર ભૂલી ગયા અને ‘તુષમાષ’ આ પ્રમાણે યાદ રહી ગયું તથા તેને
ગોખતા રહી વિચારવા લાગ્યા. ત્યારે કોઈ એક સ્ત્રી અડદની દાળ ધોઈ રહી હતી. તેને કોઈએ પૂછ્યું કે ‘શું કરી રહી છે?’ તેણે કહ્યું-‘તુષ અને માપ જુદા જુદા કરી રહી છું'. ત્યારે આ સાંભળીને મુનિએ ‘તુષમાપ ' શબ્દનો ભાવાર્થ એમ જાણ્યો કે આ શરીર તુષ (ફોતરાં ) છે અને આ આત્મા માપ (અડદની દાળ) છે. બન્ને ભિન્નભિન્ન છે. આ રીતે ભાવ જાણીને આત્માનો અનુભવ કરવા લાગ્યા, ચિત્માત્ર શુદ્ધ આત્માને જાણીને તેમાં લીન થયા. ત્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પ્રકારે ભાવોની વિશુદ્ધતાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ એવું જાણીને ભાવ શુદ્ધ કરવા આ ઉપદેશ છે. ૫૩
હવે આ જ અર્થને સામાન્ય રૂપથી કહે છેઃ
૧ બાહિર
भावेण होइ णग्गो बाहिरलिंगेण किं च णग्गेण । कम्मपयडीण णियरं णासइ भावेण दव्वेण ।। ५४ ।।
= બાહ્ય.
૧૬૭
भावेन भवति नग्नः बहिर्लिंगेन किं च नग्नेन । कर्मप्रकृतीनां निकरं नाशयति भावेन द्रव्येण । । ५४ ।।
નગ્નત્વ તો છે ભાવથી; શું નગ્ન ‘બાહિ-લિંગથી ? રે! નાશ કર્મસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪
અર્થ:- ભાવથી નગ્ન થવાય છે, બાહ્ય નગ્નલિંગથી શું કાર્ય થાય? અર્થાત્ કાંઈ થતું નથી. કેમકે ભાવસહિત દ્રવ્યલિંગથી કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે.
ભાવાર્થ:- આત્માને કર્મપ્રકૃતિના નાશથી નિર્જરા તથા મોક્ષ થાય તે કાર્ય છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
(અષ્ટપાહુડ
કાર્ય દ્રવ્યલિંગથી થતું નથી. ભાવસહિત દ્રવ્યલિંગ થવાથી કર્મની નિર્જરાનું કાર્ય થાય છે. કેવળ દ્રવ્યલિંગથી તો થતું નથી. માટે ભાવસહિત દ્રવ્યલિંગ ધારણ કરવાનો આ ઉપદેશ છે. ૫૪
હવે આ
અર્થને દઢ કરે છે:
णग्गत्तणं अकज्जं भावणरहियं जिणेहिं पण्णत्तं। इय णाऊण य णिय्यं भाविज्जहि अप्पयं धीर।। ५५ ।।
नग्नत्वं अकार्यं भावरहितं जिनै: प्रज्ञप्तम्। इति ज्ञात्वा नित्यं भावये: आत्मानं धीर!।। ५५ ।।
નગ્નત્વ ભાવવિહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે, -ઈમ જાણીને હે ધીર! નિત્યે ભાવ તું નિજ આત્મને. ૨૫
અર્થ- ભાવરહિત નગ્નત્વ અકાર્ય છે, કંઈ કાર્યકારી નથી, એવું જિન ભગવાને કહ્યું છે. આ પ્રમાણે જાણીને હું ધીર! હે વૈર્યવાન મુને ! નિરંતર-નિત્ય આત્માની જ ભાવના કર.
ભાવાર્થ- આત્માની ભાવના વિના કેવળ નગ્નત્વ કંઈ કાર્યસાધક નથી. માટે ચિદાનંદ સ્વરૂપ આત્માની જ ભાવના નિરંતર કરવી. આત્માની ભાવના સહિત નગ્નત્વ સફળ થાય છે.
૫૫
હવે શિષ્ય પૂછે છે કે ભાવલિંગને પ્રધાન કરી નિરૂપણ કર્યું છે તો તે ભાવલિંગ કેવું છે? તેનું સમાધાન કરવા માટે ભાવલિંગનું નિરૂપણ કરે છે:
देहादिसंगरहिओ माणकसाएहिं सयलपरिचत्तो। अप्पा अप्पम्मि रओ स भावलिंगी हवे साहू।। ५६ ।।
देहादिसंगरहितः मानकषायैः सकलपरित्यक्तः । आत्मा आत्मनि रतः स भावलिंगी भवेत् साधु ।। ५६ ।।
દેહાદિ સંગ વિહીન છે, વર્ષા સકળ માનાદિ છે, આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. પ૬
અર્થ - ભાવલિંગી સાધુ આવા હોય છે :- દેહાદિક પરિગ્રહોથી રહિત હોય છે, તથા માનકષાયથી રહિત હોય છે અને આત્મામાં લીન રહે છે. તે જ આત્મા ભાવલિંગી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૯
ભાવાર્થ- આત્માના સ્વાભાવિક પરિણામને ભાવ કહે છે. તે રૂપ લિંગ (ચિહ્ન), લક્ષણ તથા રૂપ હોય તે ભાવલિંગ છે. આત્મા અમૂર્તિક ચેતનારૂપ છે, તેનું પરિણામ દર્શન-જ્ઞાન છે. તેમાં કર્મના નિમિત્તથી (પરનો આશ્રય કરવાથી) બાહ્ય તો શરીરાદિક મૂર્તિક પદાર્થનો સંબંધ છે અને અંતરંગ મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ કષાયોના ભાવ છે. માટે કહે છે કે
બાહ્ય તો દેહાદિક પરિગ્રહથી રહિત અને અંતરંગ રાગાદિક પરિણામમાં અહંકારરૂપ માનકષાય, પરભાવોમાં પોતાપણું માનવું-એ ભાવથી રહિત થાય અને પોતાના દર્શન-જ્ઞાનરૂપ ચેતના ભાવમાં લીન થાય તે ભાવલિંગ છે. જેને આ પ્રકારના ભાવ હોય તે ભાવલિંગી સાધુ છે. ૫૬
હવે આ અર્થને સ્પષ્ટ કરે છે:
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसाई वोसरे।। ५७ ।।
ममत्वं परिवर्जामि निर्ममत्वमुपस्थितः।
आलंबनं च मे आत्मा अवशेषानि व्युत्सृजामि।। ५७।। પરિવજું છું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૃ. ૫૭
અર્થ:- ભાવલિંગી મુનિના ભાવ આ પ્રકારે હોય છે - હું પરદ્રવ્ય અને પરભાવોથી મમત્વ (પોતાના માનવા) ને છોડું છું અને મારો નિજભાવ મમત્વ રહિત છે તેને અંગીકાર કરી તેમાં સ્થિત થાઉં છું. હવે મને આત્માનું જ અવલંબન છે. બીજા બધા પરભાવોને છોડું છું.
ભાવાર્થ- સર્વ પરદ્રવ્યોનું આલંબન છોડીને પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય એવું ‘ભાવલિંગ” છે. પ૭
હવે કહે છે કે, જ્ઞાન, દર્શન, સંયમ, ત્યાગ, સંવર અને યોગ-આ ભાવ ભાવલિંગી મુનિને હોય છે. એ અનેક છે તો પણ આત્મા જ છે, માટે તેનાથી પણ અભેદનો અનુભવ કરે
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।। ५८ ।।
आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च। आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे।। ५८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
(અષ્ટપાહુડ
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૨૮
અર્થ - ભાવલિંગી મુનિ વિચારે છે કે મને “જ્ઞાન” ભાવ પ્રગટ છે. એમાં આત્માની જ ભાવના છે. “જ્ઞાન” કોઈ જુદી વસ્તુ નથી. “જ્ઞાન” છે તે આત્મા જ છે. આ રીતે જ “દર્શનમાં પણ આત્મા જ છે. જ્ઞાનમાં સ્થિર થવું તે “ચારિત્ર' છે. તેમાં પણ આત્મા જ છે. “પ્રત્યાખ્યાન' (શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત સ્વદ્રવ્યના આલંબનના બળથી) આગામી પરદ્રવ્યને સંબંધ છોડવાનો છે. આ ભાવમાં પણ આત્મા જ છે, જ્ઞાનરૂપ રહેવું અને પારદ્રવ્યના ભાવરૂપ ન પરિણમવું તે “સંવર” છે. આ ભાવમાં પણ મારો આત્મા જ છે અને “યોગ” નો અર્થ એકાગ્ર ચિતનરૂપ સમાધિ-ધ્યાન છે. આ ભાવમાં પણ મારો આત્મા જ છે.
ભાવાર્થ - જ્ઞાનાદિક કંઈ ભિન્ન પદાર્થ તો નથી, આત્માના જ ભાવ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનના ભેદથી ભિન્ન કહેવાય છે. ત્યાં અભેદદષ્ટિથી જુઓ તો આ સર્વે ભાવ આત્મા જ છે. તેથી ભાવલિંગી મુનિને અભેદ અનુભવમાં વિકલ્પ નથી. માટે નિર્વિકલ્પ અનુભવથી સિદ્ધિ છે. આમ જાણીને આ પ્રમાણે કરે છે. ૫૮
હવે આ જ અર્થને દઢ કરીને કહે છે -
અનુષ્ટ્રપ શ્લોક एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।। ५९ ।।
एक: मे शाश्वत: आत्मा ज्ञानदर्शनलक्षणः। શેષા: મે વાહ્યા: માવા: સર્વે સંયો નક્ષTI: ફૂા
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. પ૯
અર્થ:- ભાવલિંગી મુનિ વિચારે છે કે-જ્ઞાન-દર્શન લક્ષણરૂપ અને શાશ્વત અર્થાત્ નિત્ય એવો આત્મા છે તે જ એક મારો છે. શેષ (બાકીના) ભાવ છે તે મારાથી બાહ્ય છે. તે બધા જ સંયોગસ્વરૂપ છે, પરદ્રવ્ય છે.
ભાવાર્થ- જ્ઞાન-દર્શન સ્વરૂપ નિત્ય એક આત્મા છે, તે તો મારું રૂપ છે, એક સ્વરૂપ છે અને અન્ય પરદ્રવ્ય છે તે મારાથી બાહ્ય છે. સર્વે સંયોગસ્વરૂપ છે, ભિન્ન છે. આ ભાવના ભાવલિંગી મુનિને હોય છે. ૫૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૧
હવે કહે છે કે જે મોક્ષની ઇચ્છા રાખે છે તે આ પ્રકારે આત્માની ભાવના કરે:
भावेह भवसुद्धं अप्पा सुविशुद्धणिम्मलं चेव। लहु चउगइ चइउणं जइ इच्छह सासयं सुक्खं ।। ६०।। भावय भावशुद्धं आत्मानं सुविशुद्धनिर्मलं चैव। लघु चतुर्गति च्युत्वा यदि इच्छसि शाश्वतं सौख्यम्।।६०।। તું શુદ્ધ ભાવે ભાવ રે! સુવિશુદ્ધ નિર્મળ આત્મને,
જો શીઘ્ર ચઉગતિમુક્ત થઈ ઇચ્છે સુશાશ્વત સૌખ્યને. ૬૦ અર્થ - હે મુનિજનો! જો ચાર ગતિરૂપ સંસારથી છૂટીને શીધ્ર શાશ્વત સુખરૂપ મોક્ષ તમે ઇચ્છતા હો તો જેવી રીતે થાય તેવી રીતે ભાવથી શુદ્ધ થઈને અતિશય વિશુદ્ધ નિર્મળ આત્માને ભાવો.
ભાવાર્થ- જો સંસારથી નિવૃત્ત થઈને મોક્ષ ઇચ્છતા હો તો દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત શુદ્ધ આત્માને ભાવો-એ પ્રમાણે ઉપદેશ છે. ૬૦
હવે કહે છે કે જે આત્માને ભાવે તે એના સ્વભાવને જાણીને જ ભાવે, અને તે જ મોક્ષ પામે છેઃ
जो जीवो भावंतो जीव सहावं सुभावसंजुत्तो। सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ।। ६१।। यः जीव: भावयन् जीवस्वभावं सुभावसंयुक्तः। स: जरामरणविनाशं करोति स्फुटं लभते निर्वाणम्।। ६१।। જે જીવ જીવસ્વભાવને ભાવે, સુભાવે પરિણમે,
*જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧ અર્થ:- જે ભવ્ય પુરુષ જીવને ભાવતો, સારા ભાવથી યુક્ત થઈને, જીવના સ્વભાવને જાણીને ભાવે, તે જરા મરણનો વિનાશ કરી પ્રગટ નિર્વાણને પામે છે.
ભાવાર્થ:- “જીવ” એ નામ તો લોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ એનો સ્વભાવ કેવો છે? એ પ્રમાણેનું યથાર્થ જ્ઞાન લોકોને નથી અને મતાંતરના દોષથી જીવનું સ્વરૂપ વિપરીત માની રહ્યા છે. જીવનું યથાર્થ સ્વરૂપ જાણીને ભાવના કરે છે તે સંસારથી નિવૃત્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.
૬૧
૧ સુભાવ = સારો ભાવ અર્થાત્ શુદ્ધભાવ. ૨ જ૨ = જરા, વૃદ્ધાવસ્થા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
(અષ્ટપાહુડ
હવે જીવનું સ્વરૂપ સર્વશદેવે કહ્યું છે તે કહે છે:
जीवो जिणपण्णत्तो णाणसहाओ य चेयणासहिओ। सो जीवो णायव्वो कम्मक्खयकरणणिम्मित्तो।। ६२।। जीव: जिनप्रज्ञप्तः ज्ञानस्वभावः च चेतनासहितः। સ: નીવ: જ્ઞાતવ્ય: મૈક્ષયરનિમિત્ત: દ્રા છે જીવ જ્ઞાનસ્વભાવ ને ચૈતન્યયુત-ભાખ્યું જિને; એ જીવ છે જ્ઞાતવ્ય કર્મવિનાશકરણનિમિત્ત જે. ૬૨
અર્થ:- જિન સર્વજ્ઞદેવે જીવનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે-જીવ છે તે ચેતના સહિત છે અને જ્ઞાનસ્વભાવ છે. આ પ્રમાણે જીવની ભાવના કરવી. જે કર્મના ક્ષયનું નિમિત્તે જાણવું જોઈએ.
ભાવાર્થ- જીવનું “ચેતનાસહિત” વિશેષણ કહેવાથી તો ચાર્વાક જીવને ચેતના સહિત માનતા નથી તેનું નિરાકરણ થયું “જ્ઞાનસ્વભાવ' વિશેષણથી સાંખ્યમતવાળા જ્ઞાનને પ્રધાન ધર્મ અને જીવને ઉદાસીન નિત્ય ચેતનારૂપ માને છે તેનું નિરાકરણ થયું, અને તૈયાયિકો ગુણગણીના ભેદ માનીને જ્ઞાનને સદા ભિન્ન માને છે તેનું નિરાકરણ થયું. આવા જીવના સ્વરૂપને ભાવવું, તે કર્મના ક્ષયનું નિમિત્ત થાય છે. અન્ય પ્રકાર મિથ્યાભાવ છે. ૬ર
હવે કહે છે કે જે પુરુષ જીવનું અસ્તિત્વ માને છે તે સિદ્ધ-મુક્ત-પરમાત્મદશાને પામે
છેઃ
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तत्थ। ते होंति भिण्णदेहाः सिद्धा वचिगोयरमदीदा।। ६३ ।। येषां जीवस्वभावः नास्ति अभावः च सर्वथा तत्र। તે મવત્તિ fમન્નવેદી: સિદ્ધા: વોરાવાતીતા: ૬૩ ા સત્ ” હોય જીવસ્વભાવ ને – “અસ” સરવથા જેમને, તે દેહવિરહિત વચનવિષયાતીત સિદ્ધપણું લહે. ૬૩
અર્થ:- જે ભવ્ય જીવોને જીવ નામનો પદાર્થ સદ્દભાવરૂપ (અસ્તિત્વરૂપ) છે અને સર્વથા અભાવરૂપ નથી, તે ભવ્ય જીવ દેહથી ભિન્ન તથા વચનથી અગોચર સિદ્ધ થાય છે.
ભાવાર્થ- જીવ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. કથંચિત અતિ સ્વરૂપ છે, કથંચિત્ નાસ્તિ સ્વરૂપ છે. પર્યાય અનિત્ય છે. આ જીવને કર્મના નિમિત્તથી મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારક
૧ કર્મવિનાશકરણનિમિત્ત = કર્મનો ક્ષય કરવાનું નિમિત્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૩
પર્યાય થાય છે. તેનો કદાચિત્ અભાવ જોઈને જીવનો સર્વથા અભાવ માને છે. તેને સમ્બોધન કરવા માટે એવું કહ્યું છે કે જીવનો દ્રવ્યદીષ્ટથી નિત્ય સ્વભાવ છે. જેઓ પર્યાયનો અભાવ થવાથી જીવનો સર્વથા અભાવ માનતા નથી તે દેહથી ભિન્ન થઈને સિદ્ધ-પરમાત્મા થાય છે તે સિદ્ધ વચનગોચર નથી. જે દેહને નાશ પામેલો દેખીને જીવનો સર્વથા નાશ માને છે તે મિથ્યાષ્ટિ છે. તે સિદ્ધ પરમાત્મા કેવી રીતે બની શકે ? અર્થાત્ સિદ્ધ પરમાત્મા થતા નથી. ૬૩
હવે કહે છે કે જીવનું જે સ્વરૂપ વચન અગોચર છે અને અનુભવગમ્ય છે તે આ પ્રકારે
अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसई। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। ६४।।
अरसमरूपमगंधं अव्यक्तं चेतनागुणं अशब्दम्। जानीहि अलिंगग्रहणं जीवं अनिर्दिष्ट संस्थानम्।। ६४।।
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪
અર્થ:- હે ભવ્ય ! તું જીવનું સ્વરૂપ આ પ્રકારે જાણ. કેવો છે? અરસ અર્થાત્ ખાટા, મીઠા, કડવા, તૂરા અને ખારા એ પાંચ પ્રકારના રસથી રહિત છે. કાળા, પીળા, લાલ, સફેદ અને લીલા-આ પાંચ પ્રકારના રૂપથી રહિત છે. સુગંધ ને દુર્ગધ એ બે પ્રકારની ગંધથી રહિત છે. અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોથી ગોચર-વ્યક્ત નથી. ચેતનાગુણવાળો છે. અશબ્દ અર્થાત્ શબ્દ રહિત છે. અલિંગગ્રહણ અર્થાત્ જેનું કોઈ ચિહ્ન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણમાં આવતું નથી એવો છે અનિર્દિષ્ટ સંસ્થાન અર્થાત્ તેનો ચોરસ ગોળ આદિ કોઈ આકાર કહી શકાય તેવો નથી-આ પ્રકારે જીવ જાણો.
ભાવાર્થ:- રસ, રૂપ, ગંધ, વર્ણ, શબ્દ એ તો પુદ્ગલના ગુણ છે. તેના નિષેધરૂપ જીવ કહ્યો; અવ્યક્ત, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન કહ્યો. આ પ્રમાણે એ પણ પુદ્ગલના સ્વભાવની અપેક્ષાથી નિષધરૂપ જ જીવ કહ્યો. અને ચેતના ગુણ કહ્યો તે આ જીવનો વિધિરૂપ ( અસ્તિત્વરૂપ) ગુણ કહ્યો. નિષેધ અપેક્ષાએ તો વચનને અગોચર જાણવો. અને વિધિ અપેક્ષાએ સ્વસંવેદન ગોચર જાણવો. આ રીતે, જીવનું સ્વરૂપ જાણીને અનુભવગોચર કરવો. આ ગાથા સમયસારમાં ૪૯, પ્રવચનસારમાં ૧૭૨, નિયમસારમાં ૪૬, પંચાસ્તિકાયમાં ૧૨૭, ધવલટીકા પુ. ૩ પૃષ્ઠ ૨, લઘુ દ્રવ્યસંગ્રહ ગાથા ૫ વગેરેમાં પણ છે. તેનું વ્યાખ્યાન ટીકાકારે વિશેષ કહ્યું છે તે ત્યાંથી જાણવું. ૬૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
(અષ્ટપાહુડી
જીવનો સ્વભાવ જ્ઞાનસ્વરૂપ ભાવવો એમ કહ્યું. હવે તે જ્ઞાન કેટલા પ્રકારનું ભાવવું તે
કહે છે:
भावहि पंचपयारं णाणं अण्णाणणासणं सिग्धं । भावणभावियसहिओ दिवसिवसुहभायणो होइ।। ६५ ।।
भावय पंचप्रकारं ज्ञानं अज्ञान नाशनं शीघ्रम। भावना भावितसहितः दिवशिवसुखभाजनं भवति।।६५।।
તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકા૨ રે! એ ભાવનાપરિણત અગ-શિવસૌખ્યનું ભાજન બને. ૬૫
અર્થ - હે ભવ્ય જન! તું આ જ્ઞાન પાંચ પ્રકારથી ભાવ. કેવું છે. આ જ્ઞાન? અજ્ઞાનનો નાશ કરવાવાળું છે. કેવો થઈને ભાવ? ભાવનાથી ભાવેલો જે ભાવ તે સહિત ભાવ, શીધ્રભાવ. તેથી તું દિવ (સ્વર્ગ) અને શિવ (મોક્ષ) ને પાત્ર થઈશ.
ભાવાર્થ:- જો કે જ્ઞાન જાણવાના સ્વભાવથી તો એક પ્રકારનું છે તો પણ કર્મના ક્ષયોપશમ અને ક્ષયની અપેક્ષાથી પાંચ પ્રકારનું છે. તેમાં મિથ્યાત્વભાવની અપેક્ષા અને અવધિ એ ત્રણ મિથ્યાજ્ઞાન કહેવાય છે. આથી મિથ્યાજ્ઞાનનો અભાવ કરવા માટે મતિ. શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન સ્વરૂપ પાંચ પ્રકારનું સમ્યજ્ઞાન જાણીને તેને ભાવવાં. પરમાર્થ વિચારથી જ્ઞાન એક જ પ્રકારનું છે. આ જ્ઞાનની ભાવના સ્વર્ગ-મોક્ષની દાતા છે. ૬૫
હવે કહે છે કે વાંચન અને સાંભળવું પણ ભાવ વિના ફળદાયી નથીઃ
पढिएण वि किं कीरइ किं वा सुणिएण भावरहिएण। भावो कारण भूद्दो सायारणयार भूदाणं।। ६६ ।।
पठितेनापि किं क्रियते किं वा श्रुतेन भावरहितेन। માવ: વIRળમૂત: સાIIIIIIમૂતાનામા, દુદ્દા રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે? 'સાગાર-અણગારત્વના કારણસ્વરૂપે ભાવ છે. ૬૬
અર્થ:- ભાવરહિત વાંચવા-સાંભળવાથી શું થાય? અર્થાત્ કંઈપણ કાર્યકારી નથી. માટે શ્રાવકત્વ અને મુનિત્વના કારણભૂત ભાવ જ છે.
૧ સ્વરગ-શિવસૌખ્ય = સ્વર્ગ અને મોક્ષનાં સુખ. ૨ સાગાર-અણગારત્વ = શ્રાવકપણું અને મુનિપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૫
ભાવાર્થ- મોક્ષમાર્ગમાં એકદેશ, સર્વદશ વ્રતોની પ્રવૃત્તિરૂપ શ્રાવકપણું અને મુનિપણું છે. તે બન્નેનાં કારણભૂત નિશ્ચય સમ્યગ્દર્શનાદિક ભાવ છે. ભાવ વિના વ્રતક્રિયાની કથની કંઈ કાર્યકારી નથી. તેથી એવો ઉપદેશ છે કે ભાવ વિના વાંચવા-સાંભળવા આદિથી શું થાય? કેવળ ખેદમાત્ર છે. માટે ભાવહિત જે કરે તે સફળ છે. અહીં એવો આશય છે કે કોઈ જાણે કેવાંચવું-સાંભળવું જ જ્ઞાન છે તો એ પ્રકારે નથી. વાંચીને અને સાંભળીને પોતાને જ્ઞાનસ્વરૂપ જાણીને અનુભવ કરે ત્યારે ભાવ જાણી શકાય છે. એટલે વારંવાર ભાવનાથી ભાવ લગાડવાથી જ સિદ્ધિ છે. ૬૬
હવે કહે છે કે જો બાહ્ય નગ્નપણાથી સિદ્ધિ થતી હોય તો નગ્ન તો બધા જ હોય છે:
दव्वेण सयल णग्गा णारयतिरिया य सयलसंघाया। परिणामेण असुद्धा ण भावसवणत्तणं पत्ता।।६७।।
द्रव्येण सकला नग्ना: नारकतिर्यंचश्च सकलसंघाताः। परिणामेन अशुद्धा: न भावश्रमणत्वं प्राप्ताः।। ६७।।
છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી; પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમણપણું નથી. ૬૭
અર્થ- દ્રવ્યથી બાહ્યમાં તો બધા પ્રાણી નગ્ન હોય છે. નારકી જીવ અને તિર્યંચ જીવ તો નિરતર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ રહે છે. “સકલસંધાતું” કહેવાથી અન્ય મનુષ્ય આદિ પણ કારણ પામીને નગ્ન થાય છે તો પણ પરિણામોથી અશુદ્ધ છે. તેથી ભાવશ્રમણપણાને પ્રાપ્ત થતાં નથી.
ભાવાર્થ- જો નગ્ન રહેવાથી જ મુનિલિંગ હોય તો નારકી અને તિર્યંચ આદિ સર્વ જીવસમૂહ નગ્ન રહે છે તે બધા મુનિ ઠર્યા. તેથી મુનિપણું તો ભાવ શુદ્ધ થયા પછી જ હોય છે. અશુદ્ધભાવ હોય ત્યારે દ્રવ્યથી નગ્ન પણ હોય તો ભાવમુનિપણું પામતા નથી. ૬૭
હવે આ જ અર્થને દઢ કરવા માટે કેવળ નગ્નપણાની નિષ્ફળતા દેખાડે છે:
णग्गो पावइ दुक्खं णग्गो संसारसायरे भमइ। णग्गो ण लभते बोहिं जिणभावणवज्जिओ सूदूरं।। ६८।।
नग्नः प्राप्नोति दुःखं नग्नः संसारसागरे भ्रमति। नग्नः न लभते बोधिं जिनभावनावर्जितः सुचिरं।। ६८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
(અષ્ટપાહુડ
તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે, તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮
અર્થ:- નગ્ન સદા દુઃખ પામે છે, નગ્ન સદા સંસારસમુદ્રમાં ભ્રમણ કરે છે અને નગ્ન બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રરૂપ સ્વાનુભવ પામતો નથી. કેવો છે તે નગ્ન? જિનભાવનાથી રહિત છે.
ભાવાર્થ - “જિનભાવના” –જે સમ્યગ્દર્શન-ભાવના તેનાથી રહિત જે જીવ છે તે નગ્ન રહે તો પણ બોધિ-જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ છે તેને પામતો નથી. તેથી સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરતો રહીને સંસારમાં દુઃખ જ પામે છે તથા વર્તમાનમાં પણ જે પુરુષ નગ્ન રહે છે તે દુ:ખ જ પામે છે. સુખ તો ભાવમુનિ નગ્ન હોય તે જ પામે છે. ૬૮
હવે આ જ અર્થને દઢ કરવા માટે કહે છે કે જે દ્રવ્યનગ્ન થઈને મુનિ કહેવડાવે તે અપયશ પામે છે:
अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण।। ६९।।
अयशसां भाजनेन च किं ते नग्नेन पापमलिनेन। पैशून्यहास मत्सरमायाबहुलेन श्रमणेन।। ६९ ।।
શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, –બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી ? ૬૯
અર્થ - હે મુને ! તારે આવા નમ્રપણાથી તથા મુનિપણાથી શું સાધ્ય છે? તે કેવા છે? પૈશૂન્ય' અર્થાત્ બીજાના દોષ કહેવાનો સ્વભાવ, “હાસ્ય' અર્થાત્ બીજાની હાંસી મજાક કરવી, મત્સર” અર્થાત્ પોતાની બરાબરવાળાથી ઈર્ષા રાખીને બીજાઓને હુલકા દેખાડવાની બુદ્ધિ, “માયા” અર્થાત કટિલ પરિણામ-એ ભાવો તેમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેથી પાપથી મલિન છે અને અયશ અર્થાત્ અપકીર્તિના ભાજન છે.
ભાવાર્થ- પૈશૂન્ય આદિ પાપોથી મલિન એવા નગ્ન-સ્વરૂપ મુનિપણાથી શું સાધ્ય છે? ઉલટું અપકીર્તિ પામીને વ્યવહારધર્મની હાંસી કરાવવાવાળા થાય છે. માટે ભાવલિંગી બનવું યોગ્ય છે. –આ ઉપદેશ છે. ૬૯
હવે આ પ્રકારે ભાવલિંગી બનવાનો ઉપદેશ કરે છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૭
पयडहिं जिणवरलिंग अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो बाहिरसंगम्मि मयलियइ।। ७०।। प्रकट्य जिनवरलिंगं अभ्यन्तरभावदोषपरिशुद्धः ।
भावमलेन च जीवः बाह्यसंगे मलिनयति।। ७०।। થઈ શુદ્ધ આંતર-ભાવ મળવિણ, પ્રગટ કર જિનલિંગને;
જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં મલિનિત બને. ૭૦ અર્થ:- હે આત્મન્ ! તું અત્યંતર ભાવદોષોથી (રહિત) અત્યંત શુદ્ધ એવું જિનવરલિંગ અર્થાત્ બાહ્ય નિગ્રંથલિંગ પ્રગટ કર ભાવશુદ્ધિ વિના દ્રવ્યલિંગ બગડી જશે. કેમકે ભાવમલિન જીવ બાહ્ય પરિગ્રહમાં મલિન થાય છે.
ભાવાર્થ- જો ભાવથી શુદ્ધ બની દ્રલિંગ ધારણ કરે તો ભ્રષ્ટ ન થાય અને ભાવમલિન હોય તો બાહ્ય પરિગ્રહની સંગતિથી દ્રવ્યલિંગ પણ બગાડે. માટે પ્રધાનપણે ભાવલિંગનો જ ઉપદેશ છે. વિશુદ્ધ ભાવો વિના બાહ્યવેષ ધારણ કરવો યોગ્ય નથી. ૭૦ હવે કહે છે કે જે ભાવરહિત નગ્નમુનિ છે તે હાસ્યનું સ્થાન છે:
धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गरूवेण।। ७१।। धर्मे निप्रवासः दोषावासः च इक्षुपुष्पसमः। निष्फलनिर्गुणकार: नटश्रमण: नग्नरूपेण।। ७१।। નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે,
તે ‘ઈશુ ફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧ અર્થ- ધર્મ અર્થાત્ પોતાનો સ્વભાવ તથા દસ લક્ષણસ્વરૂપમાં જેનો વાસ નથી તે જીવ દોષોનું ઘર છે. અથવા જેમાં દોષ છે તે શેરડીના ફૂલ સમાન છે-જેને ન તો કંઈ ફળ લાગે છે કે ન તો કંઈ એનામાં સુગંધ છે. તેથી આવા મુનિ તો નગ્નપણું ધારણ કરીને નટશ્રમણ અર્થાત્ નાચવાવાળા ભાંડના વેષ સમાન છે.
ભાવાર્થ- જેને ધર્મની રુચિ નથી તેનામાં ક્રોધાદિક દોષ જ હોય છે. જો તે દિગમ્બરરૂપ ધારણ કરે તો તે મુનિ શેરડીના ફૂલની જેમ નિર્ગુણ અને નિષ્ફળ છે. એવા મુનિને મોક્ષરૂપી ફળ લાગતાં નથી. સમ્યજ્ઞાનાદિક ગુણ જેનામાં નથી તે નગ્ન હોય તો પણ ભાંડ જેવો વેષધારી
૧ અંતર-ભાવમળવિણ = અભ્યતર ભાવમલિનતા રહિત. ૨ મલિનિત = મલિન. ૩ દોષાવાસ = દોષોનું ઘર. ૪ ઈસુફૂલ = શેરડીનાં ફૂલ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
(અષ્ટપાહુડ
દેખાય છે. ભાંડ પણ નાચે ત્યારે શ્રૃંગારાદિક કરીને નાચે તો શોભા પામે, નગ્ન થઈને નાચે ત્યારે હાસ્યને પામે, એવી જ રીતે કેવળ દ્રવ્યનગ્ન હાસ્યનું સ્થાન છે. ૭૧
- હવે આ જ અર્થના સમર્થનરૂપ કહે છે કે દ્રવ્યલિંગી જેવી બોધિ-સમાધિ જિનમાર્ગમાં કહી છે તેવી પામતો નથી:
जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा। ण लहंति ते समाहिं बोहिं जिणसासणे विमले।।७२।। ये रागसंगयुक्ताः जिनभावनारहितद्रव्यनिग्रंथाः। न लभंते ते समाधिं बोधिं जिनशासने विमले।। ७२।।
જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિગ્રંથ છે, પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિષે. ૭૨
અર્થ:- જે મુનિ રાગ અર્થાત્ અંતરમાં પરદ્રવ્યથી પ્રીતિ તે થયો સંગ અર્થાત્ પરિગ્રહ તેનાથી યુક્ત છે અને જિનભાવના અર્થાત્ શુદ્ધ સ્વરૂપની ભાવનાથી રહિત છે તે દ્રવ્યનિગ્રંથ છે, તો પણ નિર્મળ જિનશાસનમાં સમાધિ અર્થાત્ ધર્મશુકલ ધ્યાન અને બોધિ અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગને પામતો નથી.
ભાવાર્થ:- દ્રવ્યલિંગી અંતરનો રાગ છોડતો નથી અને પરમાત્માનું ધ્યાન કરતો નથી તો મોક્ષમાર્ગ કેવી રીતે પામે? તથા કેવી રીતે સમાધિમરણ પામે?
હવે કહે છે કે પહેલાં મિથ્યાત્વ આદિક દોષો ત્યજીને ભાવથી નગ્ન થાય, પછી દ્રવ્યમુનિ બને–આ માર્ગ છે:
भावेण होइ णग्गो मिच्छत्ताई य दोस चइऊणं। पच्छा दव्वेण मुणी पयडदि लिंगं जिणाणाए।। ७३ ।।
भावेन भवति नग्नः मिथ्यात्वादीन् च दोषान् त्यक्त्वा। पश्चात् द्रव्येणमुनिः प्रकट्यति लिंगं जिनाज्ञया।।७३।।
મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩
અર્થ - પહેલાં મિથ્યાત્વ આદિ દોષો છોડે અને ભાવથી અંતરંગ નગ્ન થાય; એકરૂપ શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે પછી મુનિ જિનઆજ્ઞાથી દ્રવ્યથી બાહ્યલિંગ પ્રગટ કરે. -આ માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૯
ભાવાર્થ - ભાવની શુદ્ધિ થયા વિના પહેલાં જ દિગમ્બરરૂપ ધારણ કરી લે તો પાછળથી ભાવ બગડે તો ભ્રષ્ટ થઈ જાય અને ભ્રષ્ટ થઈને પણ મુનિ કહેવરાવે તો માર્ગની હાંસી કરાવે. માટે જિનઆજ્ઞા એવી છે કે ભાવ શુદ્ધ કરીને બાહ્યમુનિપણું પ્રગટ કરો. ૭૩
હવે કહે છે કે શુદ્ધભાવ જ સ્વર્ગ-મોક્ષનું કારણ છે, મલિન ભાવ સંસારનું કારણ છે
भावो वि दिव्वसिवसुक्खभायणो भाववज्जिओ सवणो। कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो।।७४ ।।
भाव: अपि दिव्यशिवसोख्यभाजनं भाववर्जितः श्रमणः। कर्ममलमलिनचित्तः तिर्यंगालयभाजनं पापः।। ७४।।
છે ભાવ દિવશિવસૌખ્યભાજન; ભાવવર્જિત શ્રમણ જે પાપી કરકમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪
અર્થ:- “ભાવ” જ સ્વર્ગ-મોક્ષનું કારણ છે, અને ભાવરહિત શ્રમણ પાપસ્વરૂપ છે, તિર્યંચગતિનું સ્થાન છે તથા કર્મમળથી મલિન ચિત્તવાળો છે.
ભાવાર્થ:- ભાવથી શુદ્ધ છે તે તો સ્વર્ગ-મોક્ષને પાત્ર છે અને ભાવથી મલિન છે તે તિર્યંચગતિમાં જાય છે. ૭૪
હવે ફરી ભાવોના ફળનું માહામ્ય કહે છે:
खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला। चक्कहररायलच्छी लब्भइ बोही सुभावेण।। ७५ ।।
खचरामरमनुज करांजलिमालाभिश्व संस्तुता विपुला। चक्रधरराजलक्ष्मी: लभ्यते बोधि: सुभावेन।।७५।।
નર અમર-વિધાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય °સુભાવથી. ૭૫
૧ દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન. ૨ કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો. ૩ અમર = દેવ. ૪ સંસ્તુત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી. ૫ કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થાત જોડેલા બે હાથની) હારમાળા. ૬ ચક્રી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી ઋદ્ધિ. ૭ સુભાવથી = સારા ભાવથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮O
(અષ્ટપાહુડ
અર્થ:- “સુભાવ' અર્થાત્ શુદ્ધભાવથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવથી ચક્રવર્તી આદિ રાજાઓની વિપુલ અર્થાત્ પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તે કેવી છે? ખચર (વિધાધર), અમર (દેવ) અને મનુષ્ય-એમની અંજલિમાલા (હાથોની અંજલિ) ની પંક્તિથી સસ્તુત (નમસ્કારપૂર્વક સ્તુતિ કરવા યોગ્ય) છે અને તે કેવળ લક્ષ્મી જ પ્રાપ્ત કરતો નથી, કિન્તુ બોધિ (રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ) પણ પામે છે.
ભાવાર્થ- વિશુદ્ધ ભાવોનું આવું માહાભ્ય છે. ૭૫ હવે ભાવોના ભેદ કહે છે:
भावं तिविहपयारं सुहासुहं सुद्धमेव णायव्वं । असुहं च अट्टरउदं सुह धम्मं जिणवरिंदेहिं।। ७६।। भावः त्रिविधप्रकार: शुभोऽशुभ: शुद्ध एव ज्ञातव्यः ।
अशुभश्च आर्तरौद्रं शुभः धर्म्यं जिनवरेन्द्रैः।। ७६ ।। શુભ, અશુભ તેમજ શુદ્ધ-ત્રણ વિધ ભાવ જિનપ્રજ્ઞપ્ત છે; ત્યાં “અશુભ' 'આરત-રૌદ્ર ને “શુભ' ધર્મ છે-ભાખ્યું જિને. ૭૬
અર્થ - જિનવરદેવે ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે. (૧) શુભ, (૨) અશુભ અને (૩) શુદ્ધ. આર્ત અને રૌદ્ર એ અશુભ ધ્યાન છે તથા ધર્મધ્યાન શુભ છે. ૭૬
सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह।। ७७।।
शुद्धः शुद्धस्वभावः आत्मा आत्मनि सः च ज्ञातव्यः। इति जिनवरैः भणितं यः श्रेयान् तं समाचर।। ७७।।
આત્મા વિશુદ્ધ સ્વભાવ આત્મ મહીં રહે તે “શુદ્ધ છે; -આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭
અર્થ:- “શુદ્ધ” છે તે પોતાનો શુદ્ધ સ્વભાવ પોતાનામાં જ છે. આ પ્રકારે જિનવરદેવે કહ્યું છે. તે જાણીને એમાં જે કલ્યાણરૂપ હોય તેને અંગીકાર કરો.
ભાવાર્થ- ભગવાને ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે : (૧) શુભ, (૨) અશુભ અને (૩) શુદ્ધ. અશુભ તો આર્ત અને રૌદ્ર ધ્યાન છે. તેઓ તો અતિ મલિન છે, ત્યાજ્ય જ છે. ધર્મધ્યાન શુભ છે. આ પ્રકારે આ કથંચિત્ ઉપાદેય છે. તેથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવની
૧ આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૧
પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ભાવ છે તે સર્વથા ઉપાદેય છે, કેમકે એ આત્માનું સ્વરૂપ જ છે. આ રીતે હેય ઉપાદેય જાણીને ત્યાગ અને ગ્રહણ કરવા જોઈએ. માટે એમ કહ્યું છે કે જે કલ્યાણકારી હોય તે અંગીકાર કરવું. આ જિનદેવનો ઉપદેશ છે. ૭૭ હવે કહે છે કે જિનશાસનનું આ પ્રકારે માહાત્મ છે:
पयलियमाणकसाओ पयलियमिच्छत्त मोहसमचित्तो। पावइ तिहुवणसारं बोही जिणसासणे जीवो।।७८।। प्रगलितमानकषायः प्रगलितमिथ्यात्वमोहसमचित्तः। आप्नोति त्रिभुवनसारं बोधिं जिनशासने जीवः।। ७८ ।। છે મલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે,
તે જીવ ‘ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮ અર્થ:- આ જીવ “પ્રગલિતમાન કષાય” અર્થાત્ જેનો માનકષાય પ્રકર્ષતાથી ગળી ગયો છે, કોઈપણ પરદ્રવ્યથી અહંકારરૂપ ગર્વ કરતો નથી અને જેને મિથ્યાત્વના ઉદયરૂપ મોહ પણ નષ્ટ થઈ ગયો છે, તેથી ‘સમચિત્ત” છે. પરદ્રવ્યમાં મમકારરૂપ મિથ્યાત્વ અને ઈષ્ટ
અનિષ્ટબુદ્ધિરૂપ રાગ-દ્વેષ જેને નથી તે જિનશાસનમાં ત્રણે ભુવનમાં સાર એવા બોધિ અર્થાત્ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને પામે છે.
ભાવાર્થ - મિથ્યાત્વભાવ અને કપાયભાવનું સ્વરૂપ અન્ય મતોમાં યથાર્થ નથી. આ કથન આ વીતરાગરૂપ જિનમતમાં જ છે. માટે આ જીવ મિથ્યાત્વ-કષાયના અભાવરૂપ મોક્ષમાર્ગ ત્રણ લોકમાં સાર એવા જિનમતના સેવનથી પામે છે, અન્યત્ર નથી. ૭૮ હવે કહે છે કે જિનશાસનમાં આવા મુનિ જ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે:
विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण। तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण।। ७९ ।। विसयविरक्तः श्रमणः षोडशवरकारणानि भावयित्वा। तीर्थंकरनामकर्म, बध्नाति अचिरेण कालेन।। ७९ ।। વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને,
બાંધે *અચિર કાળે કરમ તીર્થંકરત્વ-સુનામને. ૭૯ અર્થ- જેનું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત છે એવો શ્રમણ અર્થાત્ મુનિ છે તે સોલહ કારણ ભાવના ભાવીને તીર્થકર નામ-પ્રકૃતિને થોડા જ સમયમાં બાંધી લે છે.
૧ મલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો. ૨ સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩ ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત. ૪ અચિરકાળે = અલ્પ કાળે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ- આ ભાવનું માહાભ્ય છે. (સર્વજ્ઞ વીતરાગે કહેલ તત્ત્વજ્ઞાન સહિતસ્વસમ્મુખતા સહિત) વિષયોથી વિરક્ત ભાવવાળો થઈને સોલહુ કારણ ભાવના ભાવે તો જેનો અચિંત્ય છે મહિમા એવી ત્રણ લોકમાં પૂજ્ય “તીર્થકર' નામ પ્રકૃતિને બાંધે છે અને તેને ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. એ સોલહુ કારણ ભાવનાના નામ આ પ્રમાણે છે:- (૧) દર્શન વિશુદ્ધિ, (૨) વિનયસંપન્નતા, (૩) શિલવ્રતધ્વ નતિચાર, (૪) અભીષ્ણજ્ઞાનોપયોગ, (૫) સંવેગ, (૬) શક્તિતસ્યાગ, (૭) શક્તિતસ્તપ, (૮) સાધુસમાધિ, (૯) વૈયાવૃત્યકરણ, (૧૦) અદભક્તિ. (૧૧) આચાર્યભક્તિ. (૧૨) બહુશ્રુતભક્તિ, (૧૩) પ્રવચનભક્તિ, (૧૪) આવશ્યકાપરિહાણિ, (૧૫) સન્માર્ગપ્રભાવના, અને (૧૬) પ્રવચનવાત્સલ્ય. આ રીતે સોળ ભાવના છે. તેમનું વિશેષ સ્વરૂપ તત્ત્વાર્થસૂત્રની ટીકામાંથી જાણવું. તેમાં સમ્યગ્દર્શન મુખ્ય છે. આ ન હોય અને પંદર ભાવનાનો વ્યવહાર હોય તો તે કાર્યકારી નથી અને આ હોય તો પંદર ભાવનાનું કાર્ય એ જ કરી લે, આ પ્રમાણે જાણવું જોઈએ. ૭૯
હવે ભાવની વિશુદ્ધતાનું નિમિત્ત આચરણ કહે છે :
बारसविहतवयरणं तेरसकिरियाउ भाव तिविहेण। धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर।। ८०।।
द्वादशविधतपश्चरणं त्रयोदश क्रियाः भावय त्रिविधेन। धर मनोमत्तदुरितं ज्ञानांकुशेन मुनिप्रवर!।। ८०।।
તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર! જ્ઞાનાંકુશ વડે. ૮૦
અર્થ:- હે મુનિવર! મુનિઓમાં શ્રેષ્ઠ! તું બાર પ્રકારના તપનું આચરણ કર, અને તેર પ્રકારની ક્રિયા મન-વચન-કાયાથી ભાવ તથા જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપી મદમાતા હાથીને પોતાના વશમાં રાખ.
ભાવાર્થ- આ મનરૂપ હાથી ઘણો મદોન્મત્ત છે. તે તપશ્ચરણ ક્રિયાદિક સહિત જ્ઞાનરૂપ અંકુશથી જ વશમાં રહે છે. એ બાર વ્રતનાં નામો નીચે મુજબ છે:- (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિ-પરિસંખ્યાન, (૪) રસપરિત્યાગ, (૫) વિવિક્ત શય્યાસન અને (૬) કાયકલેશએ છ પ્રકારના બાહ્યતા છે. અને (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) વ્યુત્સર્ગ અને (૬) ધ્યાન. –આ છ પ્રકારના અભ્યતર તપ છે. તેનું સ્વરૂપ તત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું જોઈએ. તેર ક્રિયાઓ આ પ્રકારે છે :- પંચ પરમેષ્ઠીને
૧ ત્રણ વિધે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. ૨ મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૩
નમસ્કાર એ પાંચ ક્રિયા, છ આવશ્યક ક્રિયા, નિષિધિકા ક્રિયા અને આસિકાક્રિયા આવા ભાવ શુદ્ધ થવાના કારણો કહ્યા. ૮૦
હવે દ્રવ્ય-ભાવરૂપ સામાન્યરૂપથી જિનલિંગનું સ્વરૂપ કહે છે:
पंचविहचेलचायं खिदिसयण दुविहसंजमं भिक्खू। भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ।। ८१ ।।
पंचविधचेलत्यागं क्षितिशयनं द्विविध संयम भिक्षु। भावभावयित्वा पूर्वं जिनलिंगं निर्मलं शुद्धम्।। ८१।।
ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પદત્યાગ છે, છે ભાવ ભાવિત પૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧
અર્થ - નિર્મળ શુદ્ધ જિનકિંગ આ પ્રકારે છે. જ્યાં પાંચ પ્રકારના વસ્ત્રનો ત્યાગ છે, ભૂમિ પર શયન છે, બે પ્રકારનો સંયમ છે, ભિક્ષા માગીને ભોજન કરવાનું છે, ભાવિતપૂર્વ અર્થાત્ પૂર્વે શુદ્ધ આત્માનું સ્વરૂપ પરદ્રવ્યથી ભિન્ન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય થયું હોય તેનો વારંવાર ભાવનાથી અનુભવ કરે-આ રીતે જેમાં ભાવ છે એવા નિર્મળ અર્થાત્ બાહ્યમળ રહિત શુદ્ધ અર્થાત્ અંતર્મળરહિત જિનલિંગ છે.
ભાવાર્થ- અહીં લિંગ દ્રવ્ય-ભાવથી બે પ્રકારનું છે. દ્રવ્ય તો બાહ્યત્યાગ અપેક્ષા છે, જેમાં પાંચ પ્રકારના વસ્ત્રનો ત્યાગ છે. તે પાંચ પ્રકાર આવા છે:- (૧) અંડજ અર્થાત્ રેશમથી બનેલું (૨) બોડુજ-અર્થાત્ કપાસમાંથી બનેલું (૩) રોમજ-અર્થાત્ ઊનથી બનેલું (૪) વલ્કલજ અર્થાત્ વૃક્ષની છાલમાંથી બનેલું. અને (૫) ચર્મજ-અર્થાત્ મૃગ આદિકના ચામડામાંથી બનેલું-આ રીતે પાંચ પ્રકાર કહ્યા, તેથી એમ ન માનવું કે આના સિવાય બીજું વસ્ત્ર ગ્રાહ્ય છેઆ તો ઉપલક્ષણ માત્ર કહ્યા છે. માટે બધા જ વસ્ત્રમાત્રનો ત્યાગ જાણવો.
૧ નિષિધિકા = જિનમંદિરમાં પ્રવેશ કરતાં જ ગૃહસ્થો યા વ્યંતરાદિ દેવો કોઈ ઉપસ્થિત છે એવું માનીને આજ્ઞાર્થ “નિ:સહી” શબ્દ ત્રણવાર બોલવામાં આવે છે. અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રમાં સ્થિર રહેવું “નિ:સહી' છે. ૨ આસિકા = ધર્મસ્થાનથી બહાર નીકળતી વખતે વિનયથી વિદાયની આજ્ઞા માગવાના અર્થમાં
આસિકા' શબ્દ બોલવો. અથવા પાપક્રિયાથી મન પાછું વાળવું “આસિકા' છે. ૩ ભૂયન = ભૂમિ પર સૂવું તે. ૪ પંચવિધ-પદત્યાગ = પાંચ પ્રકારનાં વસ્ત્રનો ત્યાગ. ૫ છે ભાવ ભાવિત પૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે, જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
(અષ્ટપાહુડ
ભૂમિ પર સૂવું, બેસવું, એમાં કાષ્ઠ, લાકડું, ઘાસ, તૃણ પણ ગણી લેવું. ઇન્દ્રિય અને મનને વશમાં રાખવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. -આ રીતે બે પ્રકારનો સંયમ છે. ભિક્ષાભોજન કરવું કે જેમાં કુત, કારિત, અનુમોદનાનો દોષ ન લાગે. છેતાલીસ દોષ ટળે અને બત્રીસ અંતરાય ટળે-એવી વિધિ અનુસાર આહાર કરે. આ પ્રમાણે તો બાહ્યલિંગ છે અને પહેલાં કહ્યું તેવું તો “ભાવલિંગ છે. આ રીતે બે પ્રકારના શુદ્ધ જિનલિંગ કહ્યા છે. શ્વેતામ્બરાદિક અન્ય પ્રકારે કહે છે તે જિનલિંગ નથી. ૮૧
હવે જિનધર્મનો મહિમા કહે છે:
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं। तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ।। ८२।।
यथा रत्नानां प्रवरं वजं यथा तरुगणानां गोशीरम्। तथा धर्माणां प्रवरं जिनधर्मं भाविभवमथनम्।। ८२।।
રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરક, તરૂગણે ગોશીર્ષ છે, જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨
અર્થ:- જેમ રત્નોમાં પ્રવર (શ્રેષ્ઠ) ઉત્તમ વજ (હીરા ) છે અને જેમ તરૂગણ (મોટા વૃક્ષો)માં ઉત્તમ ગોસીર (બાવન ચંદન) છે, તેવી રીતે ધર્મોમાં ઉત્તમ ભાવિભવમથન (ભાવિ ભવોનો હણનાર) જિનધર્મ છે, તેનાથી મોક્ષ થાય છે.
ભાવાર્થ- ધર્મ” એવું સામાન્ય નામ તો લોકમાં પ્રસિદ્ધ છે અને લોકો અનેક પ્રકારથી ક્રિયાકાંડાદિકને ધર્મ જાણીને સેવન કરે છે, પરંતુ પરીક્ષા કરતાં મોક્ષની પ્રાપ્તિ કરાવનાર તો જિનધર્મ જ છે, બીજા બધા સંસારના કારણ છે. તે ક્રિયાકાંડાદિક સંસારમાં જ રાખે છે. કદાચિત સંસારના ભોગોની પ્રાપ્તિ કરાવે છે તો પણ ફરીને ભોગોમાંજ લીન થાય છે ત્યારે એકેન્દ્રિયાદિ પર્યાય પામે છે તથા નરક પામે છે. આવા અન્ય ધર્મો નામમાત્ર છે. માટે ઉત્તમ જિનધર્મ જ જાણવો. ૮૨
હવે શિષ્ય પૂછે છે કે જિનધર્મને ઉત્તમ કહ્યો તો ધર્મનું શું સ્વરૂપ છે? એનું સ્વરૂપ કહે છે કે “ધર્મ' આ પ્રકારે છે:
पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं। मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।। ८३।।
૧ હીરક = હીરો. ૨ ગોશીર્ષ = બાવનચંદન. ૩ ભાવિભવમથન = ભાવિ ભવોને હણનાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૫
पूजादिषु व्रतसहितं पुण्यं हि जिनैः शासने भणितम्। મોદૃક્ષોમવિદીન: પરિણામ: માન: : ૮રૂ ા
પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસને; છે ધર્મ ભાખ્યો મોક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩
અર્થ - જિનશાસનમાં જિનેન્દ્રદેવે આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું એ તો પુણ્ય જ છે અને મોહના ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ધર્મ છે.
ભાવાર્થ:- લૌકિક જન તથા અન્યમતી કહે છે કે પૂજા આદિક શુભક્રિયા અને વ્રતક્રિયાસહિત છે તે જિનધર્મ છે, પરંતુ એવું નથી. જિનમતમાં જિન ભગવાને આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું તે તો “પુણ્ય છે. તેમાં પૂજા અને આદિક શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય વગેરે સમજવાં. આ તો દેવ-ગુરુ-શાસ્ત્ર માટે હોય છે અને ઉપવાસ આદિક વ્રત છે તે શુભક્રિયા છે. તેમાં આત્માના રાગસહિત શુભ પરિણામ છે, તેનાથી પુણ્યકર્મ થાય છે. માટે તેને પુણ્ય કહે છે. તેનું ફળ સ્વર્ગાદિક ભોગોની પ્રાપ્તિ છે.
મોહના ક્ષોભથી રહિત આત્માના પરિણામને ધર્મ સમજવો. મિથ્યાત્વ તો અતત્ત્વાર્થ શ્રદ્ધાન છે. ક્રોધ-માન-અરતિ–શોક-ભય-જુગુપ્સા-આ છ દ્રષપ્રકૃતિ છે અને માયા, લોભ, હાસ્ય તથા રતિ-આ ચાર તથા પુરુષ, સ્ત્રી તેમજ નપુંસક-એ ત્રણ વિકાર એવી સાત પ્રકૃતિ રાગરૂપ છે. તેમના નિમિત્તથી આત્માનો જ્ઞાન-દર્શનસ્વભાવ વિકાર સહિત, ક્ષોભરૂપ, ચલાચલ ને વ્યાકુળ થાય છે. માટે આ વિકારોથી રહિત થાય ત્યારે શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપ નિશ્ચય થાયતે આત્માનો “ધર્મ' છે. આ ધર્મથી આત્માના આગામી કર્મનો આસ્રવ અટકીને સંવર થાય છે અને પહેલાં બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. સંપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે મોક્ષ થાય છે. (શુભથી) એકદેશ મોહના ક્ષોભની હાનિ થાય છે, માટે શુભ પરિણામને પણ ઉપચારથી ધર્મ કહે છે અને જે કેવળ શુભ પરિણામને જ ધર્મ માનીને સંતોષ પામે છે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ જિનમતનો ઉપદેશ છે. ૮૩
હવે કહે છે કે જે પુણને જ ધર્મ જાણીને શ્રદ્ધાન કરે છે તેને કેવળ ભોગનું નિમિત્ત છે, કર્મક્ષયનું નિમિત્ત નથી:
सद्दहृदि य पत्तेदि य रोचेदि य तह पुणो वि फासेदि। पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिमित्तं ।। ८४।।
श्रद्धाति च प्रत्येति च रोचते च तथा पुनरपि स्पृशति। पुण्यं भोगनिमित्तं न हि तत् कर्मक्षयनिमित्तम्।। ८४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
(અષ્ટપાહુડ
પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪
અર્થ:- જે પુરુષ પુણ્યને ધર્મ જાણીને શ્રદ્ધાન કરે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે અને સ્પર્શ કરે છે તેમને “પુણ્ય' ભોગનું નિમિત્ત છે. તેનાથી સ્વર્ગાદિક ભોગ પ્રાપ્ત થાય છે પણ તે પુણ્ય કર્મના ક્ષયનું નિમિત્ત થતું નથી. -આ પ્રગટ જાણવું જોઈએ.
ભાવાર્થ:- શુભક્રિયારૂપ પુણ્યને ધર્મ જાણી તેનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે છે તેને પુણ્યકર્મનો બંધ થાય છે, તેનાથી સ્વર્ગાદિના ભોગોની પ્રાપ્તિ થાય છે પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર-નિર્જરા-મોક્ષ થતાં નથી. ૮૪
હવે કહે છે કે જે આત્માના સ્વભાવરૂપ ધર્મ છે તે જ મોક્ષનું કારણ છે એવો નિયમ
अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो। संसारतरणहेदू धम्मो त्ति जिणेहिं णिद्दिटुं।। ८५।।
आत्मा आत्मनि रतः रागादिषु सकलदोषपरित्यक्तः। संसारतरणहेतु: धर्म इति जिनैः निर्दिष्टम्।। ८५।।
રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણ કારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫
અર્થ - જો આમા સમસ્ત રાગાદિક દોષોથી રહિત થઈને આત્મામાં જ રત થઈ જાય તો આવા ધર્મને જિનેશ્વરદેવે સંસાર-સમુદ્રથી તરવાનું કારણ કહ્યું છે.
ભાવાર્થ- જે પહેલાં કહ્યું હતું કે મોહના ક્ષોભથી રહિત આત્માના પરિણામ છે તે ધર્મ છે તો એવા ધર્મ જ સંસારથી પાર કરનાર મોક્ષનું કારણ ભગવાને કહ્યું છે. આ નિયમ છે. ૮૫
હવે આ જ અર્થને દઢ કરવા માટે કહે છે કે જે આત્માને ઇષ્ટ નથી કરતો અને સમસ્ત પુણ્યનું આચરણ કરે છે તો પણ સિદ્ધિ પામતો નથી:
अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाइं। तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो।।८६ ।। अथ पुनः आत्मानं नेच्छति पुण्यानि करोति निरवशेषानि। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थ: पुन: भणितः।। ८६ ।।
૧ ભવતરણ કારણ = સંસારને તરી જવાના કારણભૂત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૭
પણ આત્મને ઇચ્છયા વિના પુણ્યો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬
અર્થ- અથવા જે પુરુષ આત્માને ઇષ્ટ કરતો નથી, તેનું સ્વરૂપ જાણતો નથી, અંગીકાર કરતો નથી અને સર્વ પ્રકારના સમસ્ત પુણ્ય કરે છે તો પણ સિદ્ધિ (મોક્ષ) પામતો નથી પરંતુ તે પુરુષ સંસારમાં જ ભ્રમણ કરે છે.
ભાવાર્થ:- આત્મિક ધર્મ ધારણ કર્યા વિના સર્વ પ્રકારના પુણ્યનું આચરણ કરે તો પણ મોક્ષ થતો નથી, સંસારમાં જ રહે છે. કદાચિત્ સ્વર્ગાદિક ભોગ પામે તો ત્યાં ભોગોમાં આસક્ત થઈને રહે, ત્યાંથી ચ્યવીને એકેન્દ્રિયાદિક થઈને સંસારમાં જ ભ્રમણ કરે છે. ૮૬
હવે આ કારણથી આત્માનું જ શ્રદ્ધાન કરો, પ્રયત્નપૂર્વક જાણો, મોક્ષ પ્રાપ્ત કરો એવો ઉપદેશ કરે છે:
एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण।। ८७।।
एतेन कारणेन च तं आत्मानं श्रद्धत्त त्रिविधेन। येन च लभध्वं मोक्षं तं जानीत प्रयत्नेन।। ८७।।
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭
અર્થ:- પહેલાં કહ્યું હતું કે આત્માનો ધર્મ તો મોક્ષ છે તે જ કારણથી કહે છે કે હે ભવ્ય જીવો! તમે એ આત્માને પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારના ઉદ્યમ કરીને યથાર્થ જાણો, તે આત્માનું શ્રદ્ધાન કરો, પ્રતીતિ કરો, આચરણ કરો. મન-વચન-કાયાથી એવું કરો કે જેથી મોક્ષ પામો.
ભાવાર્થ:- જેને જાણવાથી અને જેનું શ્રદ્ધાન કરવાથી મોક્ષ પમાય તેને જ જાણવાથી અને તેનું જ શ્રદ્ધાન કરવાથી તે મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. માટે આત્માને જાણવાનું કાર્ય સર્વ પ્રકારના ઉધમપૂર્વક કરવું જોઈએ. તેથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ભવ્યજીવોને આજ ઉપદેશ છે. ૮૭
હવે કહે છે કે બાહ્ય હિંસાદિક ક્રિયા વિના જ અશુદ્ધ ભાવથી તંદુલમત્સ્ય જેવો જીવ પણ સાતમી નરકે ગયો ત્યારે અન્ય મોટા જીવોની તો શું વાત ? :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
(અષ્ટપાહુડ
मच्छो वि सालिसित्थो असुद्धभावो गओ महाणरयं। इय णाउं अप्पाणं भावह जिणभावणं णिच्च ।। ८८।।
मत्स्यः अपि शालिसिक्थ: अशुद्धभाव: गतः महानरकम्। इति ज्ञात्वा आत्मानं भावय जिनभावनां नित्यम्।।८८।।
અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં, તેથી નિજાભા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮
અર્થ:- હે ભવ્ય જીવ! તું દેખ, શાલિસિકથ (તંદુલ નામનો મસ્ય) તે પણ અશુદ્ધ ભાવ સ્વરૂપ થઈને મહાનરક ( સાતમીનરક) માં ગયો. માટે તને ઉપદેશ આપીએ છીએ કે પોતાના આત્માને જાણવાને માટે નિરંતર જિનભાવના કર.
ભાવાર્થ- અશુદ્ધ ભાવોના માહાભ્યથી તંદુલમસ્ય જેવો નાનો જીવ પણ સાતમી નરકમાં ગયો તો અન્ય મોટા જીવો કેમ નરકમાં ન જાય? તેથી ભાવ શુદ્ધ કરવાનો ઉપદેશ છે. ભાવ શુદ્ધ થવાથી પોતાના અને બીજાના સ્વરૂપને જાણવાનું બને છે. પોતાના અને બીજાના સ્વરૂપનું જ્ઞાન જિનદેવની આજ્ઞાની ભાવના નિરંતર ભાવવાથી થાય છે. માટે જિનદેવની આજ્ઞાની ભાવના નિરંતર કરવી યોગ્ય છે.
તંદુલ મત્સ્યની કથા આવી છે :- કાકંદીપુરીના રાજા સુરસેન હતા. તે માંસભક્ષી બની ગયા. અને અત્યંત લોલુપી, નિરંતર માંસ ખાવાની ઇચ્છા રાખતા હતા. તેને “પિતૃપ્રિય' નામનો રસોયો હતો. તે અનેક જીવોનું માંસ હંમેશા ખવડાવતો હતો. તેને સર્પ ડસી ગયો તેથી મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મચ્છ થયો. રાજા સુરસેન પણ મરીને ત્યાં જ તે મહામચ્છના કાનમાં તંદુલ મચ્છ થયો.
ત્યાં મહામચ્છના મુખમાં અનેક જીવ આવે અને બહાર નીકળી જાય ત્યારે તંદુલ મચ્છ તેમને જોઈને વિચાર કરે કે આ મહામચ્છ અભાગિયો છે, જે મુખમાં આવેલા જીવોને ખાતો નથી. જો મારું શરીર આટલું મોટું હોત તો આ સમુદ્રના બધા જીવોને ખાઈ જાત. આવા ભાવોના પાપથી જીવોને ખાધા વગર જ સાતમી નરકમાં ગયો અને મહામચ્છ તો ખાવાવાળો હતો તેથી તે તો નરકમાં જાય જ જાય.
માટે અશુદ્ધ ભાવસહિત બાહ્ય પાપ કરે તે નરકનું કારણ છે જ, પરંતુ બાહ્ય હિંસાદિક પાપ કર્યા વિના કેવળ અશુદ્ધ ભાવ પણ તેની જેવા જ છે. તેથી ભાવોમાં અશુભ ધ્યાન છોડીને શુભ ધ્યાન કરવું યોગ્ય છે. અહીં એવું પણ જાણવું કે જે પહેલાં રાજ્ય પામ્યો હુતો તે, પહેલાં પુણ્ય કર્યું હતું તેનું ફળ હતું. પછી કુભાવ થયા ત્યારે નરકે ગયો. માટે આત્મજ્ઞાન વિના કેવળ પુણ્ય જ મોક્ષનું સાધન નથી. ૮૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૯
હવે કહે છે કે ભાવ વગરનાને બાહ્ય પરિગ્રહના ત્યાગાદિક સર્વે નિપ્રયોજન છે :
बाहिरसंगच्चाओ गिरिसरिदरिकंदराइ आवासो। सयलो णाणज्झयणो णिरत्थओ भावरहियाणं ।। ८९ ।। बाह्यसंगत्यागः गिरिसरिद्दरीकंदरादौ आवासः। सकलं ज्ञानाध्ययनं निरर्थकं भावरहितानाम् ।। ८९ ।।
રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯
અર્થ:- જે પુરુષ ભાવરહિત છે, શુદ્ધ આત્માની ભાવનાથી રહિત છે અને બાહ્ય આચરણથી સંતુષ્ટ છે, તેનો બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિરર્થક છે. ગિરિ (પર્વત), દરી (પર્વતની ગુફા), સરિત (નદીની પાસે), કંદર (પર્વતના પાણીથી ચીરાયેલું સ્થાન) ઇત્યાદિ સ્થાનોમાં રહેવું નિરર્થક છે. ધ્યાન કરવું, આસન દ્વારા મનને રોકવું, અધ્યયન (વાંચન) એ બધું નિરર્થક
ભાવાર્થ- બાહ્ય ક્રિયાનું ફળ આત્મજ્ઞાન સહિત હોય તો સફળ છે, અન્યથા બધું નિરર્થક છે. પુણ્યનું ફળ હોય તોપણ સંસારનું જ કારણ છે, મોક્ષફળ નથી. ૮૯
હવે ઉપદેશ કરે છે કે ભાવશુદ્ધિ માટે ઇન્દ્રિયાદિને વશ કરો, ભાવશુદ્ધિ વિના બાહ્યવેશનો આડંબર ન કરો :
भंजसु इन्दियसेणं भंजसु मणमक्कडं पयत्तेण। मा जणरंजणकरणं बाहिरवयवेस तं कुणसु।। ९०।। भंग्धि इन्द्रियसेनां भंग्धि मनोमर्कटं प्रयत्नेन।
मा जनरंजनकरणं बहिव्रतवेष त्वंकार्षीः।। ९० ।। તું ઇન્દ્રિસેના તોડ મનમર્કટ તું વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦
અર્થ - હે મુને ! તું ઇન્દ્રિયોની સેનાનો નાશ કર-વિષયોમાં ન રમ, મનરૂપી મર્કટને પ્રયત્નપૂર્વક ખૂબ ઉધમ કરીને વશ કર-વશીભૂત કર પણ બાહ્યવ્રતનો વેષ લોકોને ખુશ કરવા માટે ધારણ ન કર.
ભાવાર્થ:- મુનિનો બાહ્ય વેષ લોકોને રંજન કરવાવાળો છે. તેથી આ ઉપદેશ છે
૧ મનમર્કટ = મનરૂપી માંકડું; મનરૂપી વાંદરું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
(અષ્ટપાહુડ
કે લોકરંજનથી કંઈ પરમાર્થ સિદ્ધ થતો નથી. માટે ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવા માટે બાહ્ય યત્ન કરે તો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો અને મનને વશમાં રાખ્યા વિના કેવળ લોકરંજન માટે વેષ ધારણ કરવાથી કંઈ પરમાર્થ સિદ્ધ થતો નથી. ૯)
હવે ફરી ઉપદેશ કહે છે:
णवणोकसायवग्गं मिच्छत्तं चयसु भावसुद्धाए। चेइयपवयणगुरुणं करेहि भत्तिं जिणाणाए।। ९१ ।। नवनोकषायवर्ग मिथ्यात्वं त्यज भावशुद्ध्या। चैत्यप्रवचनगुरुणां कुरु भक्तिं जिनाज्ञया।। ९१ ।।
મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ૯૧
અર્થ:- હે મુને ! તું હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ નવ નોકષાયનો સમુહુ તથા મિથ્યાત્વ-એને ભાવશુદ્ધિ દ્વારા છોડ અને જિનઆજ્ઞાથી ચૈત્ય, પ્રવચન અને ગુરુ એમની ભક્તિ કર. ૯૧
હવે ફરી કહે છે:
तित्थयर भासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। भावहि अणुदिणु अतुलं विसुद्ध भावेण सुयणाणं ।। ९२।। तीर्थंकरभाषितार्थं गणधरदेवैः ग्रथितं सम्यक् । भावय अनुदिनं अतुलं विशुद्धभावेन श्रुतज्ञानम्।।९२।। “તીર્થેશભાષિત-અર્થમય, ગણધર સુવિરચિત જેહ છે, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨
અર્થ - હે મુને ! તું જે શ્રુતજ્ઞાનને તીર્થકર ભગવાનને કહ્યું છે અને ગણધરદેવોએ ગૂંથી અર્થાત્ શાસ્ત્રરૂપ રચના કરી છે તેને સમ્યક રીતે ભાવ શુદ્ધ કરી નિરંતર ભાવના કર. કેવું છે એ શ્રુતજ્ઞાન? અતુલ છે-એની બરાબરી કરી શકે એવું અન્ય મતનું કહેલું શ્રુતજ્ઞાન નથી. ૯૨
આવું કરવાથી શું થાય છે? તે કહે છે:
૧ તીર્થશભાષિત = તીર્થકર દેવે કહેલ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૧
'पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का। होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा।। ९३।। पीत्वा ज्ञानसलिलं निर्मथ्यतृषादाहशोषोन्मुक्ता। भवंति शिवालयवासिनः त्रिभुवन चूडामणयः सिद्धाः।। ९३।। જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી, શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૯૩
અર્થ - પૂર્વોક્ત પ્રકારે ભાવશુદ્ધ કરવાથી જ્ઞાનરૂપી જળ પીને સિદ્ધ થાય છે. કેવા છે સિદ્ધ? નિર્મધ્ય અર્થાત્ મથ્યા ન જાય (?) એવા તૃષા, દાહ અને શોષથી રહિત છે, આ પ્રકારે સિદ્ધ થાય છે. જ્ઞાનરૂપી જળ પીવાનું આ ફળ છે. સિદ્ધ શિવાલય અર્થાત્ મુક્તિરૂપી મહેલમાં રહેવાવાળા છે. લોકના શિખર ઉપર જેમનો વાસ છે. તેથી કેવા છે? ત્રણભુવનના ચૂડામણિ છે, -મુકુટમણિ છે તથા ત્રણભુવનમાં જે સુખ નથી એવા પરમાનંદ અવિનાશી સુખને તેઓ ભોગવે છે. આ પ્રમાણે તેઓ ત્રણભુવનના મુકુટમણિ છે.
ભાવાર્થ- શુદ્ધભાવ કરી જ્ઞાનરૂપી જળ પીવાથી તૃષ્ણા, દાહ, શોષ મટી જાય છે. તેથી એવું કહ્યું છે કે પરમાનંદરૂપ સિદ્ધ હોય છે. ૯૩
હવે ભાવશુદ્ધિ માટે ફરી ઉપદેશ કરે છે -
दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण। सुत्तेण अप्पमत्तो संजमघादं पमोत्तूण।।९४ ।।
दश दश द्वौ सुपरीषहान् सहस्व मुने! सकलकालं कायेन। सूत्रेण अप्रमत्तः संयमघातं प्रमुच्य।। ९४ ।। બાવીશ પરિષહ સર્વ કાળ સહો મુને ! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રોનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪
અર્થ - હે મુને ! તું દસ-દસ-બે અર્થાત્ બાવીશ જે સુપરિષહ અર્થાત્ અતિશય કરીને સહેવા યોગ્યને સૂત્રણ અર્થાત્ જેવાં જિનવચનમાં કહ્યાં છે તેવી રીતિથી નિપ્રમાદી થઈને સંયમનો ઘાત દૂર કરીને તારી કાયાથી સદા કાળ નિરંતર સહન કર.
ભાવાર્થ- જેથી સંયમમાં હરક્ત ન આવે અને પ્રમાદનું નિવારણ થાય તેવા મુનિ નિરંતર સુધા, તૃષા આદિ બાવીસ પરિષહુ સહન કરે. તેને સહન કરવાનું પ્રયોજન સૂત્રમાં
१ पाठान्तर = पाउण. २ पाठान्तर = प्राप्य.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
(અષ્ટપાહુડી
એવું કહ્યું છે કે તેને (પરિષહને) સહન કરવાથી કર્મની નિર્જરા થાય છે અને સંયમના માર્ગથી છૂટી જવાતું નથી, પરિણામ દેઢ થાય છે. ૯૪
હવે કહે છે કે જે પરિષહ સહવામાં દઢ હોય છે તે ઉપસર્ગ આવવા છતાં પણ દઢ રહે છે, ટ્યુત થતા નથી તેનું દૃષ્ટાંત કહે છે:
जह पत्थरो ण भिज्जइ परिट्ठिओ दीहकालमुदएण। तह साहू वि ण भिज्जइ उवसग्गपरीसहेहिंतो।।९५।। यथा प्रस्तर: न भिद्यते परिस्थितः दीर्घकाल मुदकेन। तथा साधुरपि न भिद्यते उपसर्ग परीषहेभ्यः।। ९५ ।। પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરીષહ વડે. ૯૫
અર્થ:- જેમ પથ્થર જળમાં ઘણા કાળ સુધી રહેવા છતાં પણ ભેદાતો નથી તેવી જ રીતે સાધુ ઉપસર્ગ-પરીષહોથી ભેદાતા નથી.
ભાવાર્થ - પથ્થર એવા કઠોર હોય છે કે તે ઘણા સમય સુધી પાણીમાં રહે તો પણ તેમાં પાણી પ્રવેશી શકતું નથી. તેવી જ રીતે સાધુના પરિણામ પણ એવા દઢ હોય છે કે ઉપસર્ગ-પરીષહુ આવવા છતાં પણ સંયમના પરિણામથી ચુત થતા નથી અને પહેલાં કહ્યું તેમ સંયમનો ઘાત ન થાય તેમ પરીષહુ સહે. જો કદાચિત્ સંયમનો ઘાત થતો જાણે તો પણ જેમ ઘાત ન થાય તેમ કરે. ૯૫ હવે પરીષહ આવે ત્યારે ભાવ શુદ્ધ રહે એવો ઉપાય કહે છે:
भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि। भावरहिएण किं पुण बाहिरलिंगेण कायव्वं ।। ९६ ।। भावय अनुप्रेक्षाः अपराः पंचविंशतिभावनाः भावय। भावरहितेन किं पुनः बाह्यलिंगेन कर्त्तव्यम्।। ९६ ।। તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે ! ૯૬
અર્થ - હે મુને! તું અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્ય આદિ બાર અનુપ્રેક્ષા છે તેમની ભાવના ભાવ, અને અપર અર્થાત્ અધ પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવના કહી છે તેમની ભાવના કર. ભાવ રહિત જે બાહ્યલિંગ છે તેનાથી શું કામ છે? અર્થાત્ કંઈ પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૩
ભાવાર્થ- કષ્ટ આવે ત્યારે બાર અનુપ્રેક્ષાઓનું ચિતન કરવું યોગ્ય છે. એમના નામ આ પ્રમાણે છે:- (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિવ, (૭) આગ્નવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિદુર્લભ, અને (૧૨) ધર્મ. તેમની અને પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવનાઓને ભાવવી એ મોટો ઉપાય છે. તેમનું વારંવાર ચિંતન કરવાથી કષ્ટમાં પરિણામ બગડતા નથી, માટે આ ઉપદેશ. ૯૬ હવે ફરી ભાવ શુદ્ધ રાખવા માટે જ્ઞાનનો અભ્યાસ કરવાનું કહે છે:
सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई। जीवसमासाइं मुणी चउदसगुणठाणणामाई।। ९७।। सर्व वरितः अपि भावय नव पदार्थान् सप्त तत्त्वानि। जीवसमासान् मुने! चतुर्दशगुणस्थाननामानि।। ९७।। પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને, મુનિ ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૭
અર્થ - હે મુને ! તું સર્વ પરિગ્રાદિકથી વિરક્ત થઈ ગયો છે, મહાવ્રત સહિત છો તો પણ ભાવવિશુદ્ધિને માટે નવ પદાર્થ, સાત તત્ત્વ, ચૌદ જીવસમાસ અને ચૌદ ગુણસ્થાન-તેમનાં નામ, લક્ષણ, ભેદ ઇત્યાદિની ભાવના ભાવ.
ભાવાર્થ - પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવું એ ભાવશુદ્ધિનો મોટો ઉપાય છે, માટે આ ઉપદેશ છે. તેમનાં નામ તથા સ્વરૂપ અન્ય ગ્રન્થોમાંથી જાણવા. ૯૭ હવે ભાવશુદ્ધિને માટે અન્ય ઉપાય કહે છે :
णवविहबंभं पयडहि अब्भं दसविहं णमोत्तूण। मेहूणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे।। ९८ ।। नवविधब्रह्मचर्यं प्रकट्य अब्रह्म दशविधं प्रमुच्य। मैथुनसंज्ञासक्तः भ्रमितोऽसि भवार्णवे भीमे।। ९८ ।। અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને;
રે! મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ભીમ ભવાર્ણવે. ૯૮ અર્થ - હે જીવ! તું પહેલાં દસ પ્રકારનાં અબ્રહ્મ છે તેને છોડીને નવ પ્રકારનું બ્રહ્મચર્ય
૧ પૂરણવિરત = પૂર્ણવિરત; સર્વવિરત. ૨ મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત. ૩ ભીમભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
(અષ્ટપાહુડ
છે તેને પ્રગટ કર, ભાવોમાં પ્રત્યક્ષ કર. આ ઉપદેશ એટલા માટે આપ્યો છે કે તું મૈથુનસંજ્ઞાજે કામસેવનની અભિલાષા-તેમાં આસક્ત થઈને અશુદ્ધ ભાવોથી આ ભીમ (ભયાનક ) સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતો રહ્યો.
ભાવાર્થ:- આ પ્રાણી મૈથુનસંજ્ઞામાં આસક્ત થઈને ગૃહસ્થપણાદિક અનેક ઉપાયોથી સ્ત્રીસેવનાદિક અશુદ્ધ ભાવોમાં અશુભ કાર્યોમાં પ્રવર્તે છે, તેથી આ ભયાનક સંસારસમુદ્રમાં ભ્રમણ કરે છે. માટે આ ઉપદેશ છે કે-દસ પ્રકારના અબ્રહ્મ છોડીને નવ પ્રકારનું બ્રહ્મચર્ય અંગીકાર કરો. દસ પ્રકારનું અબ્રહ્મ આ પ્રમાણે છે :- (૧) પ્રથમ તો સ્ત્રીનું રિ (૨) પછી દેખવાની ચિંતા કરવી, (૩) પછી નિશ્વાસ નાખવો, (૪) પછી જ્વર થવો, (૫) પછી દાહ થવો, (૬) પછી કામની રુચિ થવી (૭) પછી મૂછ આવવી, (૮) પછી ઉન્માદ થવો, (૯) પછી જીવવાનો સંદેહુ થવો, અને (૧૦) પછી મરણ થવું. –આવા દસ પ્રકારના અબ્રહ્મ છે. નવ પ્રકારનું બ્રહ્મચર્ય આ પ્રકારે છે :- નવ કારણોથી બ્રહ્મચર્ય બગડે છે. તેનાં નામ આ પ્રકારે છે :- (૧) સ્ત્રીસેવન કરવાની અભિલાષા, (૨) સ્ત્રીના અંગોને સ્પર્શન, (૩) પુષ્ટ રસનું સેવન, (૪) સ્ત્રીથી સંસક્ત (સ્પર્શિત) વસ્તુ-શપ્યા આદિનું સેવન, (૫) સ્ત્રીનું મુખ, નેત્ર આદિને દેખવું, (૬) સ્ત્રીનો સત્કાર-પુરસ્કાર કરવો, (૭) પહેલાં કરેલ સ્ત્રી સેવનને યાદ કરવું, (૮) આગામી સ્ત્રી સેવનની અભિલાષા કરવી અને (૯) મનવાંછિત ઇષ્ટ વિષયોનું સેવન કરવું- આવા નવ પ્રકાર છે. તેનો ત્યાગ કરવો તે નવ ભેદરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું-એ પણ નવ પ્રકાર છે. આમ કરવું તે પણ ભાવ શુદ્ધ કરવાનો ઉપાય છે. ૯૮
હવે કહે છે કે જે ભાવ સહિત મુનિ છે તે આરાધનાના ચતુને પામે છે. ભાવ વિના તે પણ સંસારમાં ભ્રમણ કરે છે:
भावसहिदो य मुणिणो पावइ आराहणाच उक्कं च। भाव रहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे।। ९९ ।।
भावसहितश्च मुनिनः प्राप्नोति आराधनाचतुष्कं च। भावरहितश्च मुनिवर! भ्रमति चिरं दीर्घ संसारे।। ९९ ।।
ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને; ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્થસંસારે ભમે. ૯૯
અર્થ - હે મુનિવર! જે ભાવસહિત છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એવી આરાધનાના ચતુષ્ટયને પામે છે, તે મુનિઓમાં પ્રધાન છે અને જે ભાવરહિત મુનિ છે તે ઘણા લાંબાકાળ સુધી દીર્થસંસારમાં ભ્રમણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૫
ભાવાર્થ:- નિશ્ચય સમ્યકત્વનું-શુદ્ધ આત્માનું-અનુભૂતિરૂપ શ્રદ્ધાન તે ભાવ છે. આવા ભાવ સહિત હોય તેને ચાર આરાધના હોય છે. તેનું ફળ અરહંત-સિદ્ધપદ છે અને આવા ભાવથી રહિત હોય તેને આરાધના હોતી નથી, તેનું ફળ સંસારનું ભ્રમણ છે. એવું જાણીને ભાવ શુદ્ધ કરવો એ ઉપદેશ છે. ૯૯
હવે ભાવોના જ ફળને વિશેષરૂપથી કહે છે -
पावंति भावसवणा कल्लाण परंपराई सोक्खाई। दुक्खाई दव्वसवणा णरतिरियकुदेव जोणीए।। १००।। पाप्नुवंति भावश्रमणाः कल्याणपरंपराः सौख्यानि। दुःखानि द्रव्यश्रमणा: नरतिर्यक्कुदेवयोनौ।। १००।।
રે! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુ:ખો સહે. ૧OO
અર્થ:- જે ભાવભ્રમણ છે-ભાવમુનિ છે. તેઓ જેમાં કલ્યાણની પરંપરા છે એવા સુખોને પામે છે અને જે દ્રવ્યશ્રમણ છે તે તિર્યંચ, મનુષ્ય કે કુદેવ યોનિમાં દુઃખોને પ્રાપ્ત થાય
ભાવાર્થ- ભાવમુનિ સમ્યગ્દર્શન સહિત છે. તેઓ તો સોલહ કારણ ભાવના ભાવીને ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન, ને નિર્વાણ-એ પંચકલ્યાણકો સહિત તીર્થંકરપદ પામીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને જે સમ્યગ્દર્શન રહિત દ્રવ્યમુનિ છે તે તિર્યંચ, મનુષ્ય કે કુદેવ યોનિ પામે છે. આ ભાવના વિશેષથી ફળનું વિશેષ છે. ૧OO
હવે કહે છે કે અશુદ્ધ ભાવથી અશુદ્ધ જ આહાર ર્યો, તેથી દુર્ગતિ જ પામ્યો :
छायालदोसदूसियमसणं गसिउं असुद्ध भावेण। पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो।। १०१।।
षट्चत्वारिंशदोषदूषितमशनं ग्रसितं अशुद्धभावेन। प्राप्तः असि महाव्यसनं तिर्यग्गतौ अनात्मवशः।। १०१।।
અવિશુદ્ધ ભાવે દોષ છંતાળીસ સહુ ગ્રહી અશનને, તિર્યંચગતિ મધ્યે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧
અર્થ:- હે મુને ! તે અશુદ્ધ ભાવથી છેતાળીસ દોષોથી દૂષિત અશુદ્ધ અશન (આહાર) ખાધું, તેથી તિર્યંચગતિમાં પરાધીન થઈને મહાન કષ્ટ પ્રાપ્ત કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મુનિ છેતાલીસ દોષ રહિત શુદ્ધ આહાર કરે છે, બત્રીસ અંતરાય ટાળે છે, ચૌદ મળદોષ રહિત આહાર કરે છે. તેથી જે મુનિ થઈને સદોષ આહાર કરે છે તેનાથી જણાય છે કે તેના ભાવ જ શુદ્ધ નથી. તેને આ ઉપદેશ છે કે હું મુને! તે દોષ સહિત અશુદ્ધ આહાર ર્યો તેથી તિર્યંચગતિમાં પહેલાં ભ્રમણ કર્યું અને કષ્ટ સહ્યું. માટે ભાવ-શુદ્ધ કરીને શુદ્ધ આહાર કર, જેથી ફરીને ભ્રમણ કરવું ન પડે. છેતાલીસ દોષમાંથી સોળ તો ઉદ્દગમ દોષ છે, તે આહાર બનવાના છે, જે શ્રાવકને આશ્રિત છે; સોળ ઉત્પાદન દોષ છે, તે મુનિને આશ્રિત છે; દસ દોષ એષણાના છે, તે આહારને આશ્રિત છે અને ચાર પ્રમાણ આદિકના છે. તેમના નામ તથ સ્વરૂપ ‘મૂળાચાર’, ‘આચાર સાર” ગ્રંથથી જાણવા. ૧૦૧
હવે ફરી કહે છે:
सच्चित्तभत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण। पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत।।१०२ ।।
सचित्तभक्तपानं गृद्ध्या दर्पण अधी: प्रभुज्य। प्राप्तोऽसि तीव्रदुःखं अनादिकालेन त्वं चिन्तय।। १०२।।
તું વિચાર રે! -તે દુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી, કરી અશન-પાન સચિત્તનાં અજ્ઞાન-ગૃદ્ધિ-દર્પથી? ૧૦૨
અર્થ - હે જીવ! તું દુર્બુદ્ધિ (અજ્ઞાની) થઈને અતિચાર સહિત તથા અતિ ગર્વ (ઉદ્ધતપણા) થી સચિત્ત ભોજન તથા પાન-જીવસહિત આહારપાણી-લઈને અનાદિ કાળથી તીવ્ર દુઃખ પામ્યો એનો વિચાર કર-ચિંતન કર.
ભાવાર્થ- મુનિને ઉપદેશ કરે છે કે અનાદિ કાળથી જ્યાંસુધી અજ્ઞાની રહ્યો-જીવનું સ્વરૂપ જાણ્યું નહિ–ત્યાંસુધી સચિત્ત (જીવસહિત) આહાર-પાણી કરીને સંસારમાં તીવ્ર નરકાદિનાં દુઃખ પામ્યો. હવે મુનિ થઈને ભાવ શુદ્ધ કરી સચિત્ત આહાર-પાણી ન કર, નહીં તો ફરી પહેલાની જેમ દુ:ખ પામીશ. ૧૦૨
હવે ફરી કહે છેઃ
कंदं मूलं बीवं पुप्फ पत्तादि किंचि सच्चित्तं। असिऊण माणगव्वं भमिओ सि अणंतसंसारे।। १०३।।
कंदं मूलं बीजं पुष्पं पत्रादि किंचित् सचित्तम्। अशित्वा मानगर्वे भ्रमितः असि अनंत संसारे।। १०३ ।।
૧ દર્પ = ઉદ્ધતાઈ; ગર્વ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૭
કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટકયો અનંત ભવાર્ણવે. ૧૦૩
અર્થ:- કંદ-સૂરણ. આદિ; બીજ-ચણા આદિ અન્નાદિક; મૂળ-આદુ, મૂળો, ગાજર વગેરે; પુષ્પ-ફૂલ, પત્રનાગરવેલ વગેરે–તેને આદિ કરીને જે કંઈ પણ સચિત્ત વસ્તુ હતી તેને વર્ગ કરીને તેમનું ભક્ષણ કર્યું. તેથી હે જીવ ! તે અનંત સંસારમાં ભ્રમણ કર્યું.
ભાવાર્થ- કંદમૂળ આદિ સચિત્ત અનંત જીવોની જાય છે તથા અન્ય બીજાદિક વનસ્પતિ સચિત્ત છે-એનું ભક્ષણ કર્યું. પ્રથમ તો માન કરીને-અમે તપસ્વી છીએ, અમારે ઘરબાર નથી, વનના પુષ્પ-ફળાદિ ખાઈને તપસ્યા કરીએ છીએ એવા મિથ્યાષ્ટિ તપસ્વી થઈને માન કરીને-ખાધું તથા ગર્વથી ઉદ્ધત થઈને દોષ માન્યો નહીં, સ્વચ્છંદી બની સર્વભક્ષી થયો. એવા આ કંદાદિકને ખાઈને આ જીવે સંસારમાં ભ્રમણ કર્યું. હવે મુનિ થઈને તેનું ભક્ષણ ન કર એમ ઉપદેશ છે. અન્ય મતના તપસ્વી કંદમૂળાદિક ફળફૂલ ખાઈને પોતાને મહંત માને છે, તેમનો નિષેધ છે. ૧૦૩
હવે વિનય આદિનો ઉપદેશ કરે છે. પહેલાં વિનયનું વર્ણન છે:
विणयं पंचपयारं पालहि मणवयणकायजोएण। अविणयणरा सुविहियं तत्तो मुत्तिं न पावंति।। १०४ ।। विनयः पंचप्रकारं पालय मनोवचनकाययोगेन।
अविनतनराः सुविहितां ततो मुक्तिं न प्राप्नुवंति।।१०४ ।। રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચનુતન વડે; નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪
અર્થ:- હે મુને ! જે કારણથી અવિનયી મનુષ્ય ઉચ્ચપ્રકારની મુક્તિને પામતા નથી અર્થાત અભ્યદય તીર્થંકરાદિ સહિત મુક્તિ પામતા નથી. તેથી અમે ઉપદેશ કરીએ છીએ કેવંદના, (હાથ જોડવા), ચરણોમાં પડવું, આવતાની સાથે ઊભા થવું, સામે જવું અને અનુકૂળ વચન કહેવા-આ પાંચ પ્રકારો વિનય છે અથવા જ્ઞાન, દર્શનચારિત્ર, તપ અને તેમને ધારણ કરનાર પુરુષનો વિનય કરવો-એવા પાંચ પ્રકારના વિનયનું તું મન-વચન-કાય-ત્રણે યોગોથી પાલન કર.
ભાવાર્થ - વિનય વિના મુક્તિ નથી. તેથી વિનયનો ઉપદેશ છે. વિનયમાં ઘણા ગુણો છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માનકષાયનો નાશ થાય છે. શિષ્ટાચારનું પાલન છે અને કલહનું નિવારણ છે. ઇત્યાદિ વિનયના ગુણો જાણવા માટે જે સમ્યગ્દર્શનાદિથી મહાન છે તેમનો વિનય કરો એ ઉપદેશ છે અને જે વિનય વિના જિનમાર્ગથી ભ્રષ્ટ થયા, વસ્ત્રાદિક સહિત જે મોક્ષમાર્ગ માનવા લાગ્યા તેમનો નિષેધ છે. ૧૦૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
(અષ્ટપાહુડ
હવે ભક્તિરૂપ વૈયાવૃત્યનો ઉપદેશ કરે છે:
णियसत्तीए महाजस भत्तीराएण णिच्चकालम्मि। तं कुण जिण भत्ति परं विज्जावच्चं दसवियप्पं ।। १०५।। निजशक्त्या महायशः। भक्तिरागेण नित्यकाले। त्वं कुरू जिन भक्ति परं वैयावृत्यं दशविकल्पम्।। १०५।।
તું હે મહાયશ ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત 'દશભેદ વૈયાવૃજ્યને આચર સદા. ૧૦૫
અર્થ:- હે મહાયશ! હે મુને ! જિનભક્તિમાં તત્પર થઈને ભક્તિના રાગપૂર્વક તે દસ ભેદરૂપ વૈયાવૃત્યને સદાકાળ તું પોતાની શક્તિ અનુસાર કર. “વૈયાવૃત્ય” –બીજાને કષ્ટ આવે ત્યારે તેની સેવાચાકરી કરવી તેને કહે છે. તેના દસ ભેદ છે-(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષ્ય, (૫) ગ્લાન, (૬) ગણ, (૭) કુળ, (૮) સંઘ, (૯) સાધુ અને (૧૦) મનોજ્ઞ-આ દસ ભેદ મુનિના છે. તેમની વૈયાવૃત્ય કરે છે તેથી દસ ભેદ કહ્યા છે. ૧૦૫
હવે પોતાના દોષને ગુરુની પાસે કહેવો–એવી ગનો ઉપદેશ કરે છે:
जं किंचिं कयं दोसं मणवयकाएहिं असुहभावेण। तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण।। १०६ ।। यः कश्चित् कृतः दोषः मनोवचः कायैः अशुभ भावेन। तं गहँ गुरुसकाशे गारवं मायां च मुक्त्वा ।। १०६ ।।
તેં અશુભ ભાવે મન-વચ-તનથી ર્ચો કંઈ દોષ જે, કર ગણા ગુરુની સમીપે ગર્વ-માયા છોડીને. ૧૦૬
અર્થ - હે મુને ! જે કંઈ મન-વચન-કાયદ્વારા અશુભભાવોથી પ્રતિજ્ઞામાં દોષ લાગ્યો હોય તેને ગુરુની પાસે પોતાનું ગૌરવ (મહંતપણાનો ગર્વ) છોડીને અને માયા (કપટ) છોડીને મન-વચન-કાયને સરળ કરીને ગહ કર અર્થાત્ વચન દ્વારા પ્રકાશિત કર.
ભાવાર્થ- પોતાને કોઈ દોષ લાગ્યો હોય અને નિષ્કપટ થઈને ગુરુને કહે તો તે દોષ નિવૃત્ત થઈ જાય. જો પોતે શલ્યવાન રહે તો મુનિપદમાં એ મોટો દોષ છે. તેથી પોતાનો દોષ છુપાવવો નહિ, જેવો હોય તેવો સરળ બુદ્ધિથી ગુરુઓની પાસે કહે તો દોષ મટે-આ
૧ દશભેદ = દશવિધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૯
ઉપદેશ છે. કાળના નિમિત્તથી મુનિપદથી ભ્રષ્ટ થયા પછી ગુરુઓની પાસે પ્રાયશ્ચિત લીધું નહીં, ત્યારે વિપરીત થઈને અલગ સંપ્રદાય બનાવી લીધો, આમ વિપર્યય થયો. ૧૦૬
હવે ક્ષમાનો ઉપદેશ કહે છે –
दुज्जवयणचडक्कं णिठुरकडुयं सहति सप्पुरिसा। कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा।। १०७।।
दुर्जनवचनचपेटां निष्ठुरकटुकं सहन्ते सत्पुरुषाः। कर्ममलनाशनार्थं भावेन च निर्ममाः श्रमणाः ।। १०७।।
દુર્જન તણી નિષ્ફર-કટુક વચનોરૂપી થપ્પડ સહે સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭
અર્થ:- પુરુષ મુનિ છે, તેઓ દુર્જનના વચનરૂપ ચપેટને-જે નિષ્ફર (કઠોર), દયા રહિત અને કટુક (સાંભળતાં જ કાનોમાં તીક્ષ્ણ શૂળ સમાન લાગે) એવી ચપેટ છે તેને-સહન કરે છે, તેઓ શામાટે સહે છે? કર્મોનો નાશ થવા માટે સહે છે. પહેલાં અશુભ કર્મ બાંધ્યાં હતાં તેના નિમિત્તથી દુર્જને કઠોર વચન કહ્યાં, પોતે સાંભળ્યા. તેને ઉપશમ પરિણામથી પોતે સહ્યા ત્યારે અશુભ કર્મ ઉદયમાં આવી ખરી ગયા. આવા તીક્ષ્ણ વચનો સહેવાથી કર્મનો નાશ થાય
તે મુનિ સન્દુરુષ કેવાં છે? પોતાના ભાવથી વચનાદિકથી નિર્મમત્વ છે-વચનથી તથા માનકષાયથી અને દેહાદિકથી મમત્વ નથી. મમત્વ હોય તો દુર્વચન સહ્યાં ન જાય. તેઓ એમ ન જાણે કે એણે મને દુર્વચન કહ્યાં. તેથી મમત્વના અભાવથી દુર્વચન સહન કરે છે. માટે મુનિ થઈને કોઈ ઉપર ક્રોધ ન કરવો એ ઉપદેશ છે. લૌકિકમાં પણ જે મોટા પુરુષો છે તેઓ દુર્વચન સાંભળીને ક્રોધ કરતા નથી, તો મુનિને સહેવું ઉચિત જ છે. જે ક્રોધ કરે છે તે કહેવાના તપસ્વી છે, સાચા તપસ્વી નથી. ૧૦૭
હવે ક્ષમાનું ફળ કહે છે:
पावं खवइ असेसं खमाए पडिमंडिओ च मुणिपवरो। खेवर अमरणराणं पसंसणीओ धुवं होइ।। १०८ ।।
पापं क्षिपति अशेष क्षमया परिमंडित च मुनिप्रवरः। खेचरामरनराणां प्रशंसनीयं ध्रुवं भवति।। १०८।।
૧ કર્મમળલયહેતએ = કર્મમળનો નાશ કરવા માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
(અષ્ટપાહુડી
મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમર-વિધાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૦૮
અર્થ - જે મુનિપ્રવર (મુનિઓમાં શ્રેષ્ઠ-પ્રધાન) ક્રોધના અભાવરૂપ ક્ષમાથી યુક્ત છે તે મુનિ સમસ્ત પાપોનો ક્ષય કરે છે અને વિધાધર દેવ, મનુષ્યો દ્વારા પ્રશંસા કરવા યોગ્ય નિશ્ચયથી હોય છે.
ભાવાર્થ:- ક્ષમા ગુણ મુખ્ય પ્રધાન છે. તેથી બધાની સ્તુતિ પામવા યોગ્ય પુરુષ થાય છે. જે મુનિ છે તેમને ઉત્તમ ક્ષમા હોય છે. તેઓ તો સર્વ મનુષ્ય દેવ, વિધાધરોના સ્તુતિપાત્ર હોય જ છે અને તેમનાં સર્વ પાપોનો ક્ષય થાય જ છે. માટે ક્ષમા કરવી યોગ્ય છે એવો ઉપદેશ છે. ક્રોધી બધાની નિંદાને પાત્ર થાય છે, તેથી ક્રોધને છોડવો ઉત્તમ છે. ૧૦૮
હવે આવા ક્ષમાગુણને જાણીને ક્ષમા કરવી અને ક્રોધ છોડવો એમ કહે છે:
इय णाऊण खमागुण खमेहि तिविहेण सयल जीवाणं। चिरसंचियकोहसिहिं वरखमसलिलेण सिंचेह।। १०९।।
इति ज्ञात्वा क्षमागुण! क्षमस्व त्रिविधेन सकलजीवान्। चिरसंचित क्रोध शिखिनं वर क्षमासलिलेन सिंच।। १०९ ।।
તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને ત્રણ વિધે; ઉત્તમ ક્ષમા જળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯
અર્થ:- હે ક્ષમાગુણ મુને ! (જેને ક્ષમાગુણ છે એવા મુનિને સંબોધન છે.) ઈતિ અર્થાત્ પહેલાં જણાવ્યા પ્રમાણે ક્ષમાગુણને જાણ અને સર્વ જીવો પર મન-વચન-કાયથી ક્ષમા કર તથા ઘણા કાળથી સંચિત ક્રોધરૂપી અગ્નિને ક્ષમારૂપી જળથી સીંચ અર્થાત્ શમન કર.
ભાવાર્થ - ક્રોધરૂપી અગ્નિ પુરુષના સારા ગુણોને બાળનારી છે, અને પરજીવોનો ઘાત કરવાવાળી છે, તેથી તેને ક્ષમારૂપી જળથી બુઝાવો. અન્ય પ્રકારથી એ અગ્નિ બુઝાતી નથી અને ક્ષમાગુણ સર્વ ગુણોમાં મુખ્ય છે. માટે આ ઉપદેશ છે કે ક્રોધને છોડીને ક્ષમા ગ્રહણ કરવી. ૧૦૯
હવે દીક્ષાકાળ આદિની ભાવનાનો ઉપદેશ કરે છે:
૧ પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વતઃ શોભિત. ર ત્રણવિધે = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨O૧
दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो। उत्तम बोहिणिमित्तं असारसाराणि मुणिऊण।। ११० ।।
दीक्षाकालादिकं भावय अविकारदर्शनविशुद्धः। उत्तमबोधिनिमित्तं असारसाराणि ज्ञात्वा।। ११० ।।
સુવિશુદ્ધદર્શનધરપણે વરબોધિ કેરા હેતુએ ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦
અર્થ:- હે મુને ! તું સંસારને અસાર જાણીને ઉત્તમ બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિના નિમિત્તે અવિકાર અર્થાત્ દોષ રહિત નિર્મળ સમ્યગ્દર્શન સહિત થઈને દીક્ષાકાળ આદિકની ભાવના ભાવ !
ભાવાર્થ - દીક્ષા લે છે ત્યારે સંસાર અને (શરીર) ભોગને (મુખ્યતાથી) અસાર જાણીને અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેવી જ રીતે તેના આદિ શબ્દથી રોગોત્પત્તિ, મરણકાળાદિક જાણવા. તે સમયમાં જેવા ભાવ થાય છે તેવા ભાવથી સંસારને અસાર જાણીને વિશુદ્ધ સમ્યગ્દર્શન સહિત થઈને ઉત્તમ બોધિ-જેનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે માટે દીક્ષાકાળાદિકની નિરંતર ભાવના કરવી યોગ્ય છે એવો ઉપદેશ છે. ૧૧૦
(નિરંતર સ્મરણમાં રાખવું-શું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિના હેતુએ હે મુનિ! દીક્ષા સમયની અપૂર્વ ઉત્સાહમય તીવ્ર વિરક્ત દશાને કોઈ રોગોત્પત્તિના સમયની ઉગ્ર જ્ઞાનવૈરાગ્ય સંપત્તિને કોઈ દુઃખના અવસર પર જાગેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ ઉપદેશ તથા તત્ત્વવિચારના ધન્ય અવસરે જાગેલી પવિત્ર અંતઃભાવનાને સ્મરણમાં રાખજે નિરંતર સ્વસમ્મુખ જ્ઞાતાપણાની ધીરજ અર્થે સ્મરણમાં રાખજે, ભૂલીશ નહીં.) (આ ગાથાનો વિશેષ ભાવાર્થ છે.).
હવે ભાવલિંગ શુદ્ધ કરીને દ્રવ્યલિંગ સેવનનો ઉપદેશ કરે છે:
सेवहि चउविहलिंगं अब्भंतरलिंगसुद्धिमावण्णो। बाहिरलिंगमकज्जं होइ फुडं भावरहियाणं ।। १११ ।।
सेवस्य चतुर्विधलिंगं अभ्यंतरलिंगशुद्धिमापन्नः। बाह्यलिंगमकार्यं भवति स्फुटं भावरहितानाम्।। १११ ।।
૧ વરબોધિ કેરા હેતુએ = ઉત્તમ બોધિનિમિત્તે; ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અર્થે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
(અષ્ટપાહુડ
કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧
અર્થ:- હે મુનિવર ! તું અત્યંતર લિંગની શુદ્ધિ અર્થાત્ શુદ્ધતાને પ્રાપ્ત થઈને ચાર પ્રકારના બાહ્યલિંગનું સેવન કર, કેમકે જે ભાવરહિત થાય છે તેને પ્રગટપણે બાહ્યલિંગ અકાર્ય છે અર્થાત્ કાર્યકારી નથી.
ભાવાર્થ- જે ભાવની શુદ્ધતાથી રહિત છે, જેમને પોતાના આત્માના યથાર્થ શ્રદ્ધાન, - જ્ઞાન, –આચરણ નથી તેને બાહ્ય લિંગ કંઈ કાર્યકારી નથી, કારણ મળતાં તત્કાળ બગડી જાય છે. માટે આ ઉપદેશ છે કે પહેલાં ભાવની શુદ્ધિ કરી દ્રલિંગ ધારણ કરો. આ દ્રવ્યલિંગ ચાર પ્રકારનું કહ્યું છે, તેની સૂચના આ પ્રકારે છે
(૧) મસ્તકના, (૨) દાઢીના, (૩) મૂછોના કેશનો લોચ કરવો, ત્રણ ચિહ્ન તો આ થયા અને (૪) નીચેના કેશ રાખવા; અથવા (૧) વસ્ત્રનો ત્યાગ, (૨) વાળનો લોચ કરવો, (૩) શરીરનો સ્નાનાદિથી સંસ્કાર ન કરવો, અને (૪) પ્રતિલેખન મયૂરપિચ્છ રાખવું, –આવા પણ ચાર પ્રકારનાં બાહ્યલિંગ કહ્યાં છે. આમ સર્વ બાહ્ય વસ્ત્રાદિકથી રહિત નગ્ન રહેવું-આવું નગ્નરૂપ ભાવવિશુદ્ધિ વિના હાસ્ય સ્થાન છે અને કંઈ ઉત્તમ ફળ પણ આપતું નથી. ૧૧૧
હવે કહે છે કે ભાવ બગડવાનાં કારણ ચાર સંજ્ઞા છે, તેનાથી સંસાર ભ્રમણ થાય છે, તે બતાવે છે:
आहारभयपरिग्गहमेहुण सण्णाहि मोहिओ सि तुमं। भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो।।११२।।
आहारभयपरिग्रह मैथुन संज्ञाभिः मोहितः असि त्वम्। भ्रमितः संसारवने अनादिकालं अनात्मवशः ।। ११२।। આહાર-ભય-પરિગ્રહ-મિથુન સંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટકયો અનાદિ કાળથી વિકાનને. ૧૧૨
અર્થ:- હે મુને! તેં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-આ ચાર સંજ્ઞાઓથી મોટુ પામીને અનાદિ કાળથી પરાધીન બની સંસારરૂપી વનમાં ભ્રમણ કર્યું.
ભાવાર્થ- “સંજ્ઞા' નામ વાંછા (આકાંક્ષા) જાગતી રહેવી (અર્થાત્ થતી રહેવી) તે છે. તે વાંછા આહારની હોય, ભયની હોય, મૈથુનની હોય અને પરિગ્રહની હોય કે જે જીવને
૧ આંતર = અત્યંતર ૨ ભવકાનને = સંસારરૂપી વનમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૩
નિરંતર થતી રહે છે. તે જન્માંતરથી ચાલી આવે છે, ફરી જન્મ થતાં જ તત્કાલ પ્રગટ થાય છે. તેના નિમિત્તથી જીવ કર્મોનો બંધ કરી સંસારવનમાં ભ્રમણ કરે છે. તેથી મુનિઓને ઉપદેશ છે કે હવે આ સંજ્ઞાનો અભાવ કરો. ૧૧૨
હવે કહે છે કે બાહ્ય-ઉત્તર ગુણની પ્રવૃત્તિ પણ ભાવ શુદ્ધ કરીને કરવી :
बाहिरसयणत्तावणतरुमूलाईणि उत्तरगुणाणि। पालहि भावविशुद्धो पूयालाहं ण ईहंतो।। ११३।।
बहिः शयनातापनतरुमूलादीन् उत्तरगुणान्। पालय भावविशुद्धः पूजा लाभं न ईहमानः।। ११३।।
‘તરૂમૂલ, આતાપન, બહિ: શયનાદિ ઉત્તરગુણને તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહ૫ણે. ૧૧૩
અર્થ - હે મુનિવર ! તું ભાવથી વિશુદ્ધ બનીને પૂજા-લાભાદિકને ઇચ્છયા વિના બાહ્ય શયન આતાપન, વૃક્ષમૂળયોગ ધારણ કરવા ઇત્યાદિ ઉત્તર ગુણોનું પાલન કર.
ભાવાર્થ - શિયાળામાં બહાર ખુલ્લા મેદાનમાં સૂવું-બેસવું, ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર પર સૂર્ય સન્મુખ બેસી આતાપન યોગ ધરવો, વર્ષાઋતુમાં વૃક્ષ નીચે બેસી યોગ ધારણ કરવો કે, જ્યાં વરસાદનાં ટીપાં વૃક્ષ ઉપરથી ટપકીને શરીર પર પડે. આમાં કંઈક પ્રાસુકનો પણ સંકલ્પ છે અને હરકત ઘણી છે. એ બધા સહિત ઉત્તર ગુણ છે તેનું પાલન પણ ભાવ શુદ્ધ કરીને કરવું. જો ભાવશુદ્ધિ વિના કરે તો તત્કાલ પરિણામ બગડ અને ફળ કંઈ ન મળે માટે ભાવશુદ્ધિ કરીને કરવાનો ઉપદેશ છે. પણ એમ ન જાણવું કે આને બાહ્યમાં કરવાનો નિષેધ કરે છે. પરંતુ તેમને પણ કરવું અને ભાવ પણ શુદ્ધ કરવા એ આશય છે. કેવળ પૂજા-લાભ આદિ માટે કે પોતાની મોટાઈ બતાવવા માટે કરે તો કંઈ ફળની પ્રાપ્તિ નથી. ૧૧૪
હવે તત્ત્વની ભાવના કરવાનો ઉપદેશ કરે છે -
भावहि पढमं तच्चं बदियं तदियं चउत्थं पंचमयं। तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ।। ११४ ।।
भावय प्रथमं तत्त्वं द्वितीयं तृतीयं चतुर्थं पंचमकम्। त्रिकरणशुद्धः आत्मानं अनादिनिधनं त्रिवर्गहरम्।। ११४ ।।
૧ તરૂમૂલ = વર્ષાકાળે વૃક્ષનીચે સ્થિતિ કરવી તે. ૨ બહિઃશયન = શીત કાળે બહાર સૂવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૪
(અષ્ટપાહુડ
તું ભાવ પ્રથમ, દ્વિતિય, ત્રીજા, તુર્ય, પંચમ તત્ત્વને, *આદંત રહિત ત્રિવર્ગહર જીવને, ‘ત્રિકરણ વિશુદ્ધિએ. ૧૧૪
અર્થ:- હે મુને! તું પ્રથમ જે જીવતત્ત્વ તેનું ચિંતન કર, બીજું અજીવતત્ત્વનું ચિંતન કર, ત્રીજું આસ્રવ તત્ત્વનું ચિંતન કર, ચોથું બંધતત્ત્વનું ચિંતન કર, પાંચમું સંવરતત્ત્વનું ચિંતન કર અને ત્રિકરણ અર્થાત્ મન, -વચન, કાય, કૃત, -કારિત, -અનુમોદનાથી શુદ્ધ થઈને આત્મસ્વરૂપનું ચિંતન કર, કે જે આત્મા અનાદિ-અનંત છે અને ત્રિવર્ગ અર્થાત્ ધર્મ, અર્થ તથા કામ-તેમને હરવાવાળો છે.
ભાવાર્થ:- પ્રથમ, જીવતત્ત્વની ભાવના સામાન્ય જીવ દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે, તેની ભાવના કરવી. પછી આવો હું છું એ પ્રકારે આત્મતત્ત્વની ભાવના કરવી. બીજું, અજીવ તત્ત્વ છે તે સામાન્ય અચેતન-જડ છે. તે પાંચ ભેદરૂપ-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ છે તેમનો વિચાર કરવો. પછી ભાવના કરવી કે આ છે તે હું નથી. ત્રીજું, આસ્રવતત્ત્વ છે. તે જીવ-પુદ્ગલનો સંયોગજનિત ભાવ છે, એમાં અનાદિ કર્મસંબંધથી જીવના ભાવ (ભાવ આસ્રવ ) તો રાગ-દ્વેષ-મોહ છે, અને અજીવ પુદ્ગલના ભાવ તો કર્મના ઉદયરૂપ મિથ્યાત્વ, અવિરત, કષાય અને યોગ દ્રવ્યાસ્રવ છે. તેમની ભાવના કરવી કે એ (-અસદ્દભૂત વ્યવહારનયની અપેક્ષાએ) મને થાય છે, (અશુદ્ધ નિશ્ચયનયથી) રાગ-દ્વેષ-મોહ મારા છે, તેમનાથી કર્મોનો બંધ થાય છે અને તેનાથી સંસાર થાય છે. તેથી તેમના કર્તા ન થવું- (સ્વમાં પોતાના જ્ઞાતા રહેવું ).
ચોથું બંધતત્ત્વ છે, તે હું રાગ દ્વેષ મોહરૂપ પરિણમન કરું છું. તે તો મારી ચેતનાનો વિભાવ છે, તેનાથી જે બંધાય છે તે પુદ્ગલ છે. કર્મ પુદ્ગલ છે, કર્મ પુદ્ગલ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના થઈને બંધાય છે. તે સ્વભાવ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશરૂપ-એમ ચાર પ્રકારે બંધાય છે. તે મારા વિભાવ તથા પુદ્ગલ કર્મ-સર્વે હેય છે, સંસારનું કારણ છે મારે રાગ દ્વષ મોહરૂપ થવું નથી.-આ પ્રકારે ભાવના કરવી.
પાંચમું સંવરતત્ત્વ છે. જે રાગ દ્વેષ મોહરૂપ જીવના વિભાવ છે તેનું ન હોવું અને દર્શન-જ્ઞાનરૂપ ચેતનાભાવ સ્થિર થવો તે “સંવર' છે તે પોતાનો ભાવ છે અને તેનાથી જ પુદ્ગલ કર્મ જનિત ભ્રમણ મટે છે.
આ રીતે આ પાંચ તત્ત્વોની ભાવના કરવામાં આત્મતત્ત્વની ભાવના મુખ્ય છે. તેનાથી કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. આત્માનો ભાવ અનુક્રમથી શુદ્ધ થવો તે તો નિર્જરાતત્ત્વ થયું અને સર્વ કર્મોનો અભાવ થવો તે મોક્ષતત્ત્વ થયું. આ પ્રકારે સાત તત્ત્વોની ભાવના
૧ તુર્ય = ચતુર્થ. ૨ આધંતરહિત = અનાદિ-અનંત. ૩ ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગને-મોક્ષને-ઉત્પન્ન કરનાર. ૪ ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મનવચન-કાયાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૫
કરવી. માટે જ આત્મતત્ત્વનું વિશ્લેષણ કર્યું કે આત્મતત્ત્વ કેવું છે? –ધર્મ, અર્થ, કામ-આ ત્રિવર્ગનો અભાવ કરે છે. તેની ભાવનાથી ત્રિવર્ગથી ભિન્ન જે ચોથો પુરુષાર્થ મોક્ષ છે તે થાય છે. આ આત્મા જ્ઞાન-દર્શનમયી ચેતનાસ્વરૂપ અનાદિ-અનંત છે, તેની આદિ પણ નથી અને નિધન (નાશ) પણ નથી. “ભાવના' એટલે વારંવાર અભ્યાસ કરવો; ચિંતન કરવું તે છે. તે મન-વચન-કાયાથી પોતે કરે તથા બીજાને કરાવે અને કરવાવાળાને સારૂં માને-એવું ત્રિકરણ શુદ્ધ કરીને ભાવના કરવી. માયા-મિથ્યા-નિદાન શલ્ય ન રાખવા અને ખ્યાતિ, લાભ, પૂજાનો આશય ન રાખવો. આ પ્રકારથી તત્ત્વની ભાવના કરવાથી ભાવ શુદ્ધ થાય છે.
સ્ત્રી આદિ પદાર્થ ઉપર ભેદજ્ઞાનીના વિચાર
આનું ઉદાહરણ આ પ્રકારે છે કે, જ્યારે સ્ત્રી આદિ ઇન્દ્રિય ગોચર થાય (દેખાય) ત્યારે તેના વિષયમાં તત્ત્વવિચાર કરવો કે આ સ્ત્રી છે તે શું છે? જીવ નામના તત્ત્વની પર્યાય છે. તેનું શરીર છે તે તો પુદ્ગલ તત્ત્વની પર્યાય છે. તે હાવ-ભાવ-ચેષ્ટા કરે છે. તેમાં આ જીવને વિકાર થયો તે આસ્રવ તત્ત્વ છે અને બાહ્ય ચેષ્ટા પુદ્ગલની છે આ વિકારથી આ સ્ત્રીના આત્માને કર્મનો બંધ થાય છે. આ વિકાર તેને ન હોય તો આસ્રવ કે બંધ એને ન થાય. કદાચિત્ હું પણ તેને દેખીને વિકારરૂપ પરિણમન કરું તો મને પણ આસ્રવ ને બંધ થાય. તેથી મારે વિકારરૂપ ન થવું તે સંવરતત્ત્વ છે. બની શકે તો કંઈક ઉપદેશ આપીને તેનો વિકાર દૂર કરૂં (એવો વિકલ્પ તે રાગ છે ). તે રાગ પણ કરવા યોગ્ય નથી-સ્વ સન્મુખ જ્ઞાતાપણામાં ધૈર્ય રાખવું યોગ્ય છે. આ પ્રકારે તત્ત્વની ભાવનાથી પોતાના ભાવ અશુદ્ધ થતા નથી. માટે જે દષ્ટિગોચર પદાર્થ હોય તેનામાં આ પ્રમાણે તત્ત્વની ભાવના રાખવી. આ તત્ત્વની ભાવનાનો ઉપદેશ છે. ૧૧૪
હવે કહે છે કે આવા તત્ત્વની ભાવના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોક્ષ નથીઃ
जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणीथाइं। ताव ण पावइ जीवो श्ररमरणविवज्जियं ठाणं ।। ११५ ।।
यावन्न भावयति तत्त्वं यावन्न चिंतयति चिंतनीयानि। तावन्न प्राप्नोति जीव: जरामरणविवर्जितं स्थानम्।। ११५ ।।
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીય ન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫
અર્થ - હે મુને! જ્યાં સુધી તે જીવાદિ તત્ત્વોને ભાવતો નથી અને ચિંતન કરવાયોગ્યનું ચિંતન કરતો નથી ત્યાં સુધી જરા અને મરણથી રહિત મોક્ષસ્થાનને પામતો નથી.
૧ ચિંતનીય = ચિંતવવાયોગ્ય. ૨ જર = જરા; ઘડપણ; વૃદ્ધાવસ્થા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
| (અષ્ટપાહુડ
ભાવાર્થ- તત્ત્વની ભાવના તો પહેલાં કહી. તે ચિંતન કરવા યોગ્ય ધર્મ-શુકલધ્યાનના વિષયભુત જે ધ્યેય વસ્તુ-પોતાના શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતનાભાવ અને એવું જ અરહંત, સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ નિવૃત્ત તેનું ચિંતન જ્યાં સુધી આ આત્માને ન હોય ત્યાં સુધી સંસારથી થવાતું નથી તેથી તત્ત્વની ભાવના અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો એ જ ઉપદેશ છે. ૧૧૫ હવે કહે છે કે પાપ-પુણ્યના અને બંધ-મોક્ષના કારણ પરિણામ જ છે:
पावं हवइ असेसं पुण्णमसेसं च हवइ परिणामा। परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो।। ११६ ।।
पापं भवति अशेषं पुण्यमशेषं च भवति परिणामात्। પરિણામવિંધ: મોક્ષ: જિનશાસને દE: ૨૨૬ /
રે ! પા૫ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસનમહીં. ૧૧૬
અર્થ - પાપ-પુણ્ય અને બંધ-મોક્ષનું કારણ જીવના પરિણામને જ કહ્યું છે. જીવને મિથ્યાત્વ, વિષય-કષાય, અશુભ લેશ્યારૂપ તીવ્ર પરિણામ થતા હોય છે તેનાથી તો પાપાસ્રવણો બંધ થાય છે. પરમેષ્ઠીની ભક્તિ, જીવો પર દયા ઇત્યાદિક મંદ કષાય શુભ લેશ્યરૂપ પરિણામ થાય છે તેનાથી પુણ્યાગ્રહનો બંધ થાય છે. શુદ્ધ પરિણામ રહિત વિભાવરૂપ પરિણામથી બંધ થાય છે. શુદ્ધ ભાવની સન્મુખ રહેવું, તેને અનુકૂળ શુભ પરિણામ રાખવા, અને અશુભ પરિણામ સર્વથા દૂર કરવા-આ ઉપદેશ છે. ૧૧૬
હવે પુણ્ય-પાપનો બંધ જે ભાવોથી થાય છે તેને કહે છે. પહેલાં પાપ બંધના પરિણામને કહે છે:
मिच्छत्त तह कसायासंजमजोगेहिं असुहलेसेहिं। बंधइ असुहं कम्मं जिणवयणपरम्मुहो जीवो।। ११७।। मिथ्यात्वं तथा कषायासंयमयोगै: अशुभलेश्यैः ।
बध्नति अशुभं कर्म जिनवचनपराङ्मुखः जीवः।। ११७।। "મિથ્યા-કષાય-અવિરતિ-યોગ અશુભલેશ્યાવિતવડે જિનવચપરાભુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭
અર્થ:- મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગ કે જેનામાં અશુભ લેશ્યા જોવામાં
૧ મિથ્યા = મિથ્યાત્વ. ૨ અશુભલેશ્યાન્વિત = અશુભલેશ્યાયુક્ત; અશુભલેશ્યવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૭
આવે છે તે આ પ્રકારના ભાવોથી આ જીવ જિનવચનથી પરાડમુખ થાય છે ને તે અશુભ કર્મ બાંધે છે, તે પાપ જ બાંધે છે.
ભાવાર્થ:- “મિથ્યાત્વભાવ” –તત્ત્વાર્થની શ્રદ્ધા રહિત પરિણામ છે. “કષાય – ક્રોધાદિક છે. “અસંયમ -પરદ્રવ્યના ગ્રહણરૂપ છે, ત્યાગરૂપ ભાવ નથી. આ પ્રકારે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રીતિ અને જીવોની વિરાધના સહિત ભાવ છે. “યોગ’ મન-વચન-કાયાના નિમિત્તથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન છે. આ ભાવો જ્યારે તીવ્ર કષાય સહિત કૃષ્ણ, નીલ, અને કાપોત એ અશુભ લેશ્યારૂપ હોય ત્યારે આ જીવને પાપકર્મનો બંધ થાય છે. પાપ બંધ કરવાવાળો જીવ કેવો છે? તેને જિનવચનોમાં શ્રદ્ધા નથી. આ વિશેષણનો આશય એ છે કે અન્યમતના શ્રદ્ધાનીને જો કદાચિત્ શુભલેશ્યાના નિમિત્તથી પુણ્યનો પણ બંધ હોય તો તેને પાપમાં જ ગણે છે. જે જિનઆજ્ઞામાં પ્રવર્તે છે તેને કદાચિત્ પાપ પણ બંધાય તો તે પુષ્યજીવોની જ પંક્તિમાં ગણાય છે. મિથ્યાષ્ટિને પાપી જીવોમાં માન્યા છે અને સમ્યગ્દષ્ટિને પુણ્યવાન જીવોમાં માન્યા છે. આ પ્રકારે પાપ બંધનું કારણ કહ્યું. ૧૧૭
હવે આનાથી ઉલટા જીવ છે તે પુણ્ય બાંધે છે એમ કહે છે:
तव्विवरीओ बंधइ सुहकम्मं भावसुद्धिभावण्णो। दुविहपयारं बंधइ संखेपेणेव वज्जरियं ।। ११८ ।।
तद्विपरीतः बध्नाति शुभकर्म भावशुद्धिमापन्नः। द्विविधप्रकारं बध्नाति संक्षेपेणैव कथितम्।। ११८ ।।
વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને; -એ રીતે બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮
અર્થ:- તે પૂર્વોક્ત જિનવચનના શ્રદ્ધાની મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ શુભકર્મ બાંધે છે કે જેણે ભાવોમાં વિશુદ્ધિ પ્રાપ્ત કરી છે. આમ બન્ને પ્રકારના જીવ શુભાશુભ કર્મ બાંધે છે. આ સંક્ષેપથી જિનભગવાને કહ્યું છે.
ભાવાર્થપહેલાં કહ્યું હતું કે જિનવચનથી વિમુખ મિથ્યાત્વ સહિત જીવ છે તેનાથી વિપરીત જિન આજ્ઞાના શ્રદ્ધાની સમ્યગ્દષ્ટિ જીવ વિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરીને શુભકર્મ બાંધે છે કેમકે તેના સમ્યકત્વના માહાભ્યથી એવો ઉજ્વલ ભાવ છે કે જેનાથી મિથ્યાત્વની સાથે બંધાવાવાળી પાપપ્રકૃતિઓનો અભાવ છે. કદાચિત્ કંઈ પાપપ્રકૃતિ બંધાઈ હોય તો તેનો અનુભાગ મંદ થાય છે થોડા તીવ્ર પાપફળનું દાતા બનતું નથી. તેથી સમ્યગ્દષ્ટિ શુભ કર્મનેજ બાંધવાવાળા છે. આ પ્રકારે શુભ-અશુભ કર્મના બંધનું વિધાન સંક્ષેપથી સર્વજ્ઞદેવે કહ્યું છે, તે જાણવું જોઈએ. ૧૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
(અષ્ટપાહુડ
હવે કહે છે કે હે મુને! તું આવી ભાવના કરઃ
णाणावरणादीहिं य अट्ठहिं कम्मेहिं बेढिओ य अहं। डहिऊण इण्हिं पयडमि अणतणाणाइगुणचित्तां।। ११९ ।। ज्ञानावरणादिभिः च अष्टभिः कर्मभिः वेष्टितश्च अहं। दग्ध्वा इदानीं प्रकटयामि अनन्तज्ञानादिगुण चेतनां।। ११९ ।। *વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે;
બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯ અર્થ - હે મુનિવર ! તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી ઘેરાયેલો છું, તેથી તેમને ભસ્મ કરીને અનંત જ્ઞાનાદિ ગુણ-નિજસ્વરૂપ ચેતનાને-પ્રગટ કરું.
| ભાવાર્થ - પોતાને કર્મોથી ઢંકાયેલો માને અને તેમનાથી અનંત જ્ઞાનાદિ ગુણ ઢંકાયેલા માને ત્યારે તે કર્મોનો નાશ કરવાનો વિચાર કરે. તેથી કર્મોના બંધની અને તેમના અભાવની ભાવના કરવાનો ઉપદેશ છે. કર્મોનો અભાવ શુદ્ધ સ્વરૂપના ધ્યાનથી થાય છે માટે તેને જ કરવાનો ઉપદેશ છે.
કર્મ આઠ છે (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) મોહનીય, (૪) અંતરાય, -આ ચાર ઘાતિયા કર્મ છે. તેમની પ્રકૃતિ સુડતાલીસ છે કેવળ જ્ઞાનાવરણથી અનંત જ્ઞાન ઢંકાયેલું છે, કેવળ દર્શનાવરણથી અનંત દર્શન આચ્છાદિત છે, મોહનીયથી અનંત સુખ પ્રગટ થતું નથી અને અંતરાયથી અનંતવીર્ય પ્રગટ થતું નથી. માટે તેમનો નાશ કરો. ચાર અઘાતિ કર્મ છે તેનાથી અવ્યાબાધ, અગુરુલઘુ, સૂક્ષ્મતા અને અવગાહુના-એ ગુણો (નો નિર્મળ પર્યાય ) પ્રગટ થતો નથી, આ અઘાતિ કર્મોની પ્રકૃતિ એકસોએક છે. ઘાતિકર્મોનો નાશ થવાથી અઘાતિકર્મોનો સ્વયમેવ અભાવ થઈ જાય છે, આ પ્રકારે જાણવું જોઈએ. ૧૧૯
હવે આ કર્મોનો નાશ કરવા માટે અનેક પ્રકારનો ઉપદેશ તેને સંક્ષેપથી કહે છે:
सीलसहस्सट्ठारस चउरासीगुणगणाण लक्खाई। भावहि अणुदिणु णिहिलं असप्प लावेण किं बहुणा।।१२०।। शीलसहस्राष्टादश चतुरशीतिगुणगणानां लक्षाणि।
भावय अनुदिनं निखिलं असत्प्रलापेन किं बहुना।। १२०।। ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના, -સઘળુંય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૨૦
૧ વેષ્ટિત = ઘેરાયેલો; આચ્છાદિતઃ રૂકાવટ પામેલો, ૨ અમિત = અનંત. ૩ નિરર્થ = નિરર્થક; જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૯
અર્થ:- શીલ અઢાર હજાર ભેદરૂપ છે અને ઉત્તર ગુણ ચોરાસી લાખ છે. આચાર્ય કહે છે કે હું મુને ! અનેક જૂઠા પ્રલાપરૂપ નિરર્થક વચનોથી શું? આ સર્વે શીલ અને ઉત્તરગુણોને તું નિરંતર ભાવ, તેમની ભાવના, ચિંતન, અભ્યાસ નિરંતર રાખ, જેવી રીતે તેની પ્રાપ્તિ થાય તેમ જ કર.
ભાવાર્થ:- આત્મા-જીવ નામની વસ્તુ અનંત ધર્મસ્વરૂપ છે, સંક્ષેપથી તેની બે પરિણતિ છે, એક સ્વાભાવિક અને બીજી વિભાવરૂપ. તેમાં સ્વાભાવિક તો શુદ્ધ દર્શનશાનમયી ચેતના પરિણામ છે અને વિભાવ પરિણામ કર્મના નિમિત્તથી છે. તેઓ પ્રધાનરૂપથી તો મોહ કર્મના નિમિત્તથી થાય છે. સંક્ષેપથી મિથ્યાત્વ-રાગ દ્વેષ છે, તેમના વિસ્તારથી અનેક ભેદ છે. અન્ય કર્મોના ઉદયથી વિભાવ ભાવ થાય છે તેમાં પૌરૂષ પ્રધાન નથી, તેથી ઉપદેશ અપેક્ષાએ તે ગૌણ છે આ પ્રકારે શીલ અને ઉત્તર ગુણ સ્વભાવ-વિભાવ પરિણતિના ભેદથી ભેદરૂપ કરીને કહ્યા છે.
શીલની પ્રરૂપણા બે પ્રકારની છે - એક તો સ્વદ્રવ્ય-પદ્રવ્યના વિભાગની અપેક્ષાએ છે અને બીજી સ્ત્રીના સંસર્ગની અપેક્ષાએ છે. પરદ્રવ્યનો સંસર્ગ મન વચન અને કાયાથી અને કૃત, કારિત, અનુમોદનાથી ન કરવો. તેમને પરસ્પર ગુણવાથી નવ ભેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્ર–એ ચાર સંજ્ઞા છે, તેનાથી પરદ્રવ્યનો સંસર્ગ થાય છે તેનું ન હોવું, આવા નવ ભેદોને ચાર સંજ્ઞાઓથી ગુણવાથી છત્રીસ થાય છે. પાંચ ઇન્દ્રિયોના નિમિત્તથી વિષયોનો સંસર્ગ થાય છે, તેમની પ્રવૃત્તિના અભાવરૂપ પાંચ ઇન્દ્રિયોથી છત્રીસને ગુણવાથી એકસો એંસી થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, પ્રત્યક, સાધારણ એ તો એકેન્દ્રિય અને બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય-આવા દશ ભેદ રૂપ જીવોના સંસર્ગ, એમની હિંસારૂપ પ્રવર્તનાથી પરિણામ વિભાવરૂપ થાય છે તે કરવું નહિ. આવા એકસો એંસી ભેદોને દસથી ગુણવાથી અઢારસો થાય છે. ક્રોધાદિક કષાય અને અસંયમ પરિણામથી પરદ્રવ્ય સંબંધી વિભાવ પરિણામ થાય છે. તેમના અભાવરૂપ દશ લક્ષણ ધર્મ છે તેનાથી ગુણાકાર કરવાથી અઢાર હજાર થાય છે. આવા પરદ્રવ્યના સંસર્ગરૂપ કુશીલના અભાવરૂપ શીલના અઢાર હજાર ભેદ છે. તેમને પાળવાથી પરમ બ્રહ્મચર્ય થાય છે બ્રહ્મ (આત્મા) માં પ્રવર્તવું અને રમવું તેને બ્રહ્મચર્ય કહે છે.
સ્ત્રીના સંસર્ગની અપેક્ષાએ આ પ્રકાર છે :- સ્ત્રી બે પ્રકારની છે. અચેતન સ્ત્રી-કાષ્ઠ, પાષાણ, લેપ (ચિત્રકામ ) એ ત્રણ, એમનો મન અને કાયથી એમ બે પ્રકારથી સંસર્ગ થાય છે. અહીં વચન નથી એથી બેથી ગુણવાથી જ થાય છે. કૃત, કારિત, અનુમોદનાથી ગુણવાથી અઢાર થાય છે. પાંચ ઇન્દ્રિયોથી ગુણવાથી નેવું થાય છે. દ્રવ્ય અને ભાવથી ગુણવાથી એકસો એસી થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોથી ગુણવાથી સાતસો વીસ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
| (અષ્ટપાહુડ
ચેતન સ્ત્રી–દેવી, મનુષ્યિણી, તિર્યંચણી એવી ત્રણ. એ ત્રણેને મન, વચન, કાયથી ગુણવાથી નવ થાય છે. એમને કૃત, કારિત, અનુમોદનાથી ગુણવાથી સત્તાવીસ થાય છે. એમને પાંચ ઇન્દ્રિયોથી ગુણવાથી એકસો પાંત્રીસ થાય છે. એમને દ્રવ્ય અને ભાવ-એ બેથી ગુણવાથી બસો સીત્તેર થાય છે. એમને ચાર સંજ્ઞા-(આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) થી ગુણવાથી એકહજાર એસી થાય છે. એમને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન ને ક્રોધ, માન, માયા, લોભ-આ સોળ કષાયોથી ગુણવાથી સત્તર હજાર બસો એસી થાય છે. તેમાં અચેતન સ્ત્રીના સાતસો વીસ ઉમેરવાથી અઢાર હજાર થાય છે. આવા સ્ત્રીના સંસર્ગથી વિકાર પરિણામ થાય છે, તે કુશીલ છે. તેના અભાવરૂપ પરિણામ શીલ છે, તેને પણ “બ્રહ્મચર્ય” સંજ્ઞા છે.
* અવે
દ્રવ્ય,
* અચેતન:
સ્ત્રી
કાષ્ઠપાષાણ ચિત્રામ ૩ ૪
કૃત, કારિત ઇન્દ્રિયો અનુમોદના ૫
૩ ૪ ૫ ૪
ક્રોધ, માન માયા, લોભ
કાય ૨ x
ભાવ ૨ ૪
= ૭૨૦
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ
મન વચન
ઇન્દ્રિયો ૫
દ્રવ્ય ભાવ
* ચેતનઃ દેવી
સ્ત્રી મનુષ્મિણી તિર્યચિણી
૩ X
કૃત કારિત અનુમોદના
૩ ૪
આહાર ભય, મૈથુન પરિગ્રહુ ૪ x
ક્રોધ માન, માયા લોભ
કાય
સંજ્વલન
૪ x
૩ ૪
૫
X
૨
x
= ૧૭૨૮૦
૧૮OOO
ચોરાસી લાખ ઉત્તરગુણ આ પ્રમાણે છે આત્માના વિભાવ પરિણામોને બાહ્ય કારણોની અપેક્ષાથી જે ભેદ થાય છે. તેમના અભાવરૂપ આ ગણોના ભેદ છે. તે વિભાવોના ના ભેદોની ગણના સંક્ષેપથી આવી છે:- (૧) હિંસા, (૨) અમૃત, (૩) તેય, (૪) મૈથુન, (પ) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) ભય, (૧૧) જુગુપ્સા, (૧૨) અરતિ, (૧૩) શોક, (૧૪) મનોદુખત્વ, (૧૫) વચનદુખત્વ, (૧૬ ) કાયદુખત્વ, (૧૭) મિથ્યાત્વ, (૧૮) પ્રમાદ, (૧૯) પૈશૂન્ય, (૨૦) અજ્ઞાન અને (૨૧) ઇન્દ્રિયોનો અનુગ્રહ-આવા એકવીસ દોષ છે. એમને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર એવાં ચારેથી ગુણવાથી ચોરાસી થાય છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, પ્રત્યેક ને સાધારણ-એ સ્થાવર એકેન્દ્રિય જીવ છે અને વિકલ ત્રણ, પંચેન્દ્રિય એક-એવા જીવોના દસ ભેદ, એમના પરસ્પર આરંભથી ઘાત થાય છે. તેમને પરસ્પર ગુણવાથી એકસો થાય છે. તેમને આગળના ચોરાસીથી ગુણવાથી ચોરાસીસો થાય છે. તેમને દસ શીલ-વિરાધનાથી ગુણવાથી ચોરાસી હજાર થાય છે. શીલ-વિરાધનાના દસ નામ આ પ્રમાણે છે-(૧) સ્ત્રીસંસર્ગ, (૨) પુષ્ટરસભોજન, (૩) ગંધમાલ્યનું ગ્રહણ, (૪) સુંદર શયનાસનનું ગ્રહણ, (૫) શણગાર (ભૂષણ)નું મંડન, (૬) ગીતવાદિત્રનો પ્રસંગ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૧
(૭) ધનનું સંપ્રયોજન, (૮) કુશીલનો સંસર્ગ, (૯) રાજસેવા, અને (૧૦) રાત્રિસંચરણ-આ દસ “શીલ વિરાધના' છે. તેની આલોચનાના દસ દોષ છે. ગુરુઓની પાસે જઈ લાગેલા દોષોની આલોચના સરળ બનીને ન કરે ને કંઈક શલ્ય રાખે, તેના દસ ભેદ કર્યા છે. તેને ગુણવાથી આઠ લાખ ચાલીસ હજાર થાય છે. આલોચનાદિ પ્રાયશ્ચિત્તના દસ ભેદ છે. તેનાથી ગુણવાથી ચોરાસી લાખ થાય છે. આ બધા દોષોના ભેદ છે, તેમના અભાવથી ગુણ થાય છે. તેમની ભાવના રાખે, ચિંતન અને અભ્યાસ રાખે, તેમની સંપૂર્ણ પ્રાપ્તિ કરવાનો ઉપાય રાખે. આ પ્રકારે તેમની ભાવનાનો ઉપદેશ છે.
આચાર્ય કહે છે કે વારંવાર અનેક વચનોના પ્રલાપથી તો કાંઈ સાધ્ય નથી જે કંઈ આત્માના ભાવની પ્રવૃત્તિના વ્યવહારના ભેદ છે તેમની “ગુણ' સંજ્ઞા છે, તેમની ભાવના રાખવી. અહીં એટલું વિશેષ જાણવું કે ગુણસ્થાન ચૌદ કહ્યા છે તે પરિપાટીથી ગુણ-દોષોનો વિચાર છે. મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર-એ ત્રણેમાં તો વિભાવ પરિણતિ જ છે, એમાં તો ગુણનો વિચાર જ નથી. અવિરત, દેશવિરત આદિમાં શીલગુણનો એકદેશ આવે છે. અવિરતમાં મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયના અભાવરૂપ ગુણના એકદેશ-સમ્યકત્વ અને તીવ્ર રાગદ્વેષના અભાવરૂપ ગુણ આવે છે, અને દેશવિરતમાં કાંઈક વ્રતના એકદેશ ગુણ આવે છે. પ્રમત્તમ મહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનો એકદેશ ગુણ આવે છે. કેમકે પાપ સંબંધી રાગદ્વેષ તો ત્યાં નથી, પરંતુ ધર્મસંબંધી રાગ છે અને સામાયિક' રાગ-દ્વેષના અભાવનું નામ છે. તેથી સામાયિકને એકદેશ જ કહી છે. અહી સ્વરૂપની સન્મુખ થવામાં ક્રિયાકાંડના સંબંધથી પ્રમાદ છે, તેથી “પ્રમત્ત” નામ આપ્યું છે. અપ્રમત્તમાં સ્વરૂપ સાધનામાં તો પ્રમાદ નથી, પરંતુ કંઈક સ્વરૂપની સાધનાનો રાગ વ્યક્ત છે, માટે અહીં પણ સામાયિકને એકદેશ જ કહી છે. અપૂર્વકરણને અનિવૃત્તિકરણમાં રાગ વ્યક્ત નથી, અવ્યક્ત કષાયનો સદ્દભાવ છે, તેથી સામાયિક ચારિત્રની પૂર્ણતા કહી. સૂક્ષ્મ સાપરાયમાં અવ્યક્ત કષાય પણ સૂક્ષ્મ રહી ગયો, તેથી એનું નામ સૂક્ષ્મ સાપરાય” રાખ્યું. ઉપશાંત મોહ ને ક્ષીણમોહમાં કષાયનો અભાવ જ છે, તેથી જેવું આત્માનું મોડુ-વિકાર રહિત શુદ્ધ સ્વરૂપ હતું તેવો અનુભવ થયો, તેથી “યથા ખ્યાત ચારિત્ર” નામ રાખ્યું. આ પ્રમાણે મોહકર્મના અભાવની અપેક્ષાએ તો અહીં જ ઉત્તર ગુણોની પૂર્ણતા કહેવામાં આવી છે પરંતુ આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છે તે વાતિકર્મનો નાશ થવાથી અનંત જ્ઞાનાદિ પ્રગટ થાય છે ત્યારે “સયોગ કેવળી” કહે છે, તેમાં પણ થોડી યોગોની પ્રવૃત્તિ છે અને “અયોગીકેવળી ચૌદમું ગુણસ્થાન છે, તેમાં યોગની પ્રવૃત્તિ મટી જઈ આત્મા અવસ્થિત થઈ જાય છે, ત્યારે ચોરાસી લાખ ઉત્તરગુણોની પૂર્ણતા થઈ એમ કહેવાય છે. આ પ્રમાણે ગુણસ્થાનોની અપેક્ષાએ ઉત્તરગુણોની પ્રવૃત્તિ વિચારવા યોગ્ય છે. આ બાહ્ય અપેક્ષાએ ભેદ છે, અંતરંગ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સંખ્યાત, અસંખ્યાત, અનંત ભેદ થાય છે. આ રીતે જાણવું જોઈએ. ૧૨૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
(અષ્ટપાહુડ
હવે ભેદોના વિકલ્પથી રહિત થઈને ધ્યાન કરવાનો ઉપદેશ કરે છે -
झायहि धम्मं सुक्कं अट्ट रउदं च झाण मुत्तूण। रुद्दट्ट झाइयाइं इमेण जीवेण चिरकालं ।। १२१ ।। ध्याय धन॑ शुक्लं आर्तं रौद्रं च ध्यानं मुक्त्वा।
रौद्रातें ध्याते अनेन जीवेन चिरकालम्।।१२१।। ધ્યા ધર્મ તેમજ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને; ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧
અર્થ:- હે મુને ! તું આર્ત-રૌદ્ર ધ્યાનને છોડ અને ધર્મ-શુક્લ-ધ્યાન છે તેને જ કર, કેમકે રૌદ્ર અને આર્તધ્યાન તો આ જીવે અનાદિ કાળથી ઘણા સમય સુધી કર્યા છે.
ભાવાર્થ- આર્ત-રૌદ્રધ્યાન અશુભ છે, સંસારનું કારણ છે. આ બન્ને ધ્યાન તો જીવને વિના ઉપદેશે જ અનાદિથી હોય છે, તેથી તેમને છોડવાનો ઉપદેશ છે. ધર્મ-શુક્લધ્યાન સ્વર્ગમોક્ષનું કારણ છે. તેમનું ક્યારેય ધ્યાન કર્યું નથી, માટે તેમનું ધ્યાન કરવાનો ઉપદેશ છે. ધ્યાનનું
સ્વરૂપ ‘પાગ્રચિત્તાનિરોધ' કહ્યું છે. ધર્મધ્યાનમાં તો ધર્માનુરાગનો સદ્દભાવ છે. તે ધર્મનામોક્ષમાર્ગના-કારણમાં રાગસહિત “એકાગ્ર ચિંતાનિરોધ” હોય છે. તેથી શુભરાગના નિમિત્તથી પુણ્યબંધ પણ થાય છે અને તે વિશુદ્ધ ભાવના નિમિત્તથી પાપકર્મની નિર્જરા પણ થાય છે. શુક્લધ્યાનમાં આઠમાં, નવમા, દસમા ગુણસ્થાનમાં તો અવ્યક્ત રાગ છે. ત્યાં અનુભવઅપેક્ષાથી ઉપયોગ ઉજ્વળ છે, તેથી “શુકલ” નામ રાખ્યું છે, અને એનાથી ઉપરના ગુણસ્થાનોમાં રાગ-કપાયનો અભાવ જ છે, તેથી સર્વથા જ ઉપયોગ ઉજ્વલ છે. ત્યાં શુક્લધ્યાન યુક્ત જ છે. એટલી વધુ વિશેષતા છે કે ઉપયોગના એકાગ્રપણારૂપ ધ્ય અંતર્મુહૂર્તની કહી છે. તે અપેક્ષાથી તેરમા-ચૌદમાં ગુણસ્થાનમાં ધ્યાનનો ઉપચાર છે અને યોગક્રિયાના સ્થંભનની અપેક્ષાથી ધ્યાન કહ્યું છે. આ શુક્લધ્યાન કર્મની નિર્જરા કરીને જીવને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. –એવો ધ્યાનનો ઉપદેશ જાણવો. ૧૨૧ હવે કહે છે કે આ ધ્યાન ભાવલિંગી મુનિઓને મોક્ષ અપાવે છે:
जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिंदंति। छिंदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ।। १२२ ।। ये केऽपि द्रव्यश्रमणा ईन्द्रियसुखाकुलाः न छिंदन्ति। छिंदन्ति भावश्रमणाः ध्यानकुठारैः भववृक्षम्।।१२२ ।। દ્રવ્ય શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાજશ્રમણો ધ્યાનરૂપ કુઠારથી. ૧૨૨
૧ કુઠાર = કુહાડો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૩
અર્થ - કેટલાક દ્રવ્યલિંગી શ્રમણ છે, તેઓ તો ઇન્દ્રિયસુખમાં વ્યાકુળ છે, તેમને આ ધર્મ-શુક્લ ધ્યાન હોતું નથી. તેઓ તો સંસારરૂપી વૃક્ષને કાપવામાં સમર્થ નથી અને જે ભાવલિંગી શ્રમણ છે તેઓ ધ્યાનરૂપી કુહાડાથી સંસારરૂપી વૃક્ષને કાપે છે.
ભાવાર્થ:- જે મુનિ દ્રવ્યલિંગ તો ધારણ કરે છે, પરંતુ તેને પરમાર્થ સુખનો અનુભવ થયો નથી. તેથી આ લોક-પરલોકમાં ઇન્દ્રિયોના સુખને જ ચાહે છે. તપશ્ચરણાદિક પણ આ જ અભિલાષાથી કરે છે. તેને ધર્મ-શુક્લ-ધ્યાન કયાંથી હોય? અર્થાત્ હોતું નથી. જેમણે પરમાર્થ સુખનો આસ્વાદ લીધો છે તેમને ઇન્દ્રિયસુખ દુઃખ જ છે એમ સ્પષ્ટ જણાય છે. માટે પરમાર્થ સુખનો ઉપાય ધર્મ-શુક્લધ્યાન છે, તે ધ્યાન કરીને તેઓ સંસારનો અભાવ કરે છે. માટે ભાવલિંગી થઈને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ૧૨૨.
હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે –
जह दीवो गब्भहरे मारुयबाहाविवज्जिओ जलइ। तह रायाणिलरहिओ झाणपईयो वि पज्जलइ।। १२३ ।।
यथा दीप: गर्भगृहे मारुतबाधाविवर्जितः ज्वलति। तथा रागानिलरहितः ध्यानप्रदीपः अपि प्रज्वलति।। १२३ ।।
જ્યમ ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક જળ, તે રીત રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩
અર્થ - જેમ દીપક ગર્ભગૃહ અર્થાત્ જ્યાં પવનનો સંચાર હોતો નથી એવા મકાનની અંદરના ભાગમાં પવનથી બાધા રહિત નિશ્ચલ થઈને બળે છે (પ્રકાશે છે, તેવી જ રીતે અંતરંગ મનમાં રાગરૂપી પવનથી રહિત ધ્યાનરૂપી દીપક પણ પ્રકાશે છે, એકાગ્ર થઈને સ્થિર થાય છે, આત્મરૂપને પ્રકાશિત કરે છે.
ભાવાર્થ- પહેલાં કહ્યું હતું કે જે ઇન્દ્રિય સુખથી વ્યાકુળ છે તેમને શુભ ધ્યાન હોતું નથી. તેને આ દીપકનું દષ્ટાંત કહ્યું છે જ્યાં ઇન્દ્રિયોના સુખમાં રાગ છે તે તો પવન થયો ને જેને વિદ્યમાન છે. તેને ધ્યાનરૂપી દીપક કેવી રીતે બાધા વિના પ્રકાશ કરે? અર્થાત્ ન કરે. અને જેમને આ રાગરૂપી પવન બાધા ન કરે, તેમને ધ્યાનરૂપી દીપક નિશ્ચલ રહે છે. ૧૨૩
હવે કહે છે કે-ધ્યાનમાં જે પરમાર્થ ધ્યેય-શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તે સ્વરૂપની આરાધનામાં નાયક (મુખ્ય) પંચપરમેષ્ઠી છે તેમનું ધ્યાન કરવાનો ઉપદેશ કરે છે -
૧ ગર્ભગહુ = મકાનની અંદરનો ભાગ. ર રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
(અષ્ટપાહુડ
झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए। णरसुरखेयरमहिए आराहणणायगे वीरे।। १२४।।
ध्याय पंच अपि गुरुन् मंगलचतुः शरणलोकपरिकरितान्। नरसुरखेचरमहितान् आराधनानायकान् वीरान्।। १२४ ।।
ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ-લોક ઉત્તમ જેહ છે, આરાધના નાયક 'અમર-નર-ખચ૨ પૂજિત, વીર છે. ૧૨૪
અર્થ:- હે મુને ! તું પાંચ ગુરુ અર્થાત્ પંચપરમેષ્ઠીનું ધ્યાન કર. અહીં “અપિ” શબ્દ શુદ્ધાત્મ સ્વરૂપના ધ્યાનને સૂચવે છે. પંચપરમેષ્ઠી કેવા છે? મંગલ અર્થાત્ પાપના નાશક અથવા સુખદાયક છે અને ચઉશરણ અર્થાત્ ચાર શરણ છે તથા “લોક” અર્થાત્ લોકના પ્રાણીઓથી અરહંત સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણીત ધર્મ-એ પરિકરિત અર્થાત્ પરિતારિત છે-યુક્ત (સહિત) છે. નર-સુર-વિધાધર સહિત પૂજ્ય છે તેથી તે “લોકોત્તમ' કહેવાય છે. આરાધનાના નાયક છે, વીર છે, કર્મોને જીતનાર સુભટ છે અને વિશિષ્ટ લક્ષ્મીને પોતે પ્રાપ્ત છે તથા બીજાને આપે છે. આ પ્રકારે પાંચ પરમ ગુરુનું ધ્યાન કર.
ભાવાર્થ:- અહીં પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવાનું કહ્યું છે, તે ધ્યાનમાં વિપ્નને દૂર કરવાવાળા ચાર મંગલ સ્વરૂપ કહ્યા છે તે એ જ છે. “ચાર શરણ” અને “ચાર લોકમાં ઉત્તમ’ કહ્યા છે તે પણ એમને જ કહ્યા છે. એમના સિવાય પ્રાણીઓને અન્ય શરણ કે રક્ષા કરવાવાળું કોઈ પણ નથી. અને લોકમાં ઉત્તમ પણ તેઓ જ છે. આરાધના-દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ –એ ચાર છે. તેના નાયક (સ્વામી) પણ તેઓ જ છે. કર્મોને જીતવાવાળા પણ તેઓ જ છે, તેથી ધ્યાન કરવાવાળા માટે તેમનું ધ્યાન શ્રેષ્ઠ છે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તેમના જ ધ્યાનથી થાય છે. માટે આ ઉપદેશ છે. ૧૨૪
- હવે ધ્યાન છે તે “જ્ઞાનમાં એકાગ્ર હોવુંએમ કહ્યું છે તેથી જ્ઞાનનો અનુભવ કરવાનો ઉપદેશ કરે છે:
णाणमय विमलसीयलसलिलं पाऊण भविय भावेण। वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होति।।१२५ ।।
ज्ञानमयविमल शीतल सलिलं प्राप्य भव्याः भावेन। व्याधिजरामरणवेदनादाहविमुक्ताः शिवाः भवन्ति।।१२५ ।।
૧ અમર-નર-ખચરપૂજિત = દેવો-મનુષ્યો અને વિધાધરોથી પૂજિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૫
જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને ભાવથી *ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાર્જિત, ‘શિવમયી. ૧૨૫
અર્થ - ભવ્યજીવ જ્ઞાનમયી નિર્મળ શીતળ જળને સમ્યકત્વભાવ સહિત પીને વ્યાધિસ્વરૂપ જરા-મરણની વેદના (પીડા) ને ભસ્મ કરીને મુક્ત અર્થાત્ સંસારથી રહિત શિવ” અર્થાત પરમાનંદ સુખરૂપ થાય છે.
ભાવાર્થ- જેવી રીતે નિર્મળ અને શીતળ પાણી પીવાથી પિત્તના દાહરૂપ વ્યાધિ મટીને શાતા થાય છે તેવી જ રીતે આ જ્ઞાન છે તે જ્યારે રાગાદિક મળથી રહિત નિર્મળ અને આકુળતા રહિત શાંત ભાવરૂપ થાય છે ત્યારે તેની ભાવના કરી રુચિ-શ્રદ્ધા-પ્રતીતિથી પીએ. - તેનાથી તન્મય થાય તો જરા-મરણરૂપ દાહ-વેદના મટી જાય છે અને સંસારથી નિવૃત્ત થઈને સુખરૂપ થાય છે. તેથી ભવ્યજીવોને ઉપદેશ છે કે જ્ઞાનમાં લીન થાઓ. ૧૨૫
હવે કહે છે કે આ ધ્યાનરૂપ અગ્નિથી સંસારના બીજરૂપ આઠે કર્મ એકવાર બળી જાય પછી ફરી સંસાર થતો નથી આ કર્મબીજ ભાવમુનિને બળી જાય છે:
जह बीयम्मि य दड्ढे ण वि रोहइ अंकुरो य महि वीढे। तह कम्मबीयदड्ढे भवंकुरो भावसवणाणं ।। १२६ ।।
यथा बीजे च दग्धे नापि रोहति अंकुरश्च महीपीठे। तथा कर्म बीजदग्धे भवांकुर: भावश्रमणानाम्।।१२६ ।।
જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કર્મ બીજ બળે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬
અર્થ - જેવી રીતે પૃથ્વી પરનું બીજ બળી જવાથી તેમાંથી અંકુર ફૂટતાં નથી તેવી રીતે જ ભાવલિંગી શ્રમણને સંસારના કર્મરૂપી બીજ બળી ગયા પછી સંસારરૂપી અંકૂર ફરી ઊગતા નથી.
ભાવાર્થ:- સંસારનું મૂળ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે. આ કર્મ ભાવશ્રમણને ધ્યાનરૂપ અગ્નિથી ભસ્મ થઈ જાય છે. તેથી ફરી સંસારરૂપ અંકૂર કયાંથી ફૂટે? માટે ભાવભ્રમણ થઈને ધર્મ-શુક્લ ધ્યાનથી કર્મોનો નાશ કરવા યોગ્ય છે, આ ઉપદેશ છે. કોઈ સર્વથા એકાંતી બીજી રીતે કહે કે-કર્મ અનાદિ છે, એનો અંત પણ નથી તો તેનો પણ આ નિષેધ છે. બીજ અનાદિ છે, પણ એક વાર બળી જાય તો પછી ફરી ઊગતા નથી. એ રીતે આ પણ જાણવું. ૧૨૬
૧ ભાવથી = શુદ્ધભાવથી. ૨ ભવિ = ભવ્ય જીવો. ૩ જર-મરણ-વ્યાધિદાત્વર્જિત = જરા-મરણ-રોગ સંબંધી બળતરાથી મુક્ત. ૪ શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત સિદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
(અષ્ટપાહુડ
હવે સંક્ષેપથી ઉપદેશ કરે છે:
भावसवणो वि पावइ सुक्खाइं दुहाई दव्वसवणो य। इय णाउं गुणदोसे भावेण संजुदो होइ।।१२७।।
भावश्रमणः अपि प्राप्नोति सुखानि दुःखानि द्रव्यश्रमणश्च । इति ज्ञात्वा गुणदोषान् भावेन च संयुतः भव।।१२७।।
રે! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે; તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭
અર્થ:- ભાવશ્રમણ તો સુખોને પામે છે અને દ્રવ્ય શ્રમણ દુઃખો પામે છે. આ પ્રકારે ગુણ-દોષોને જાણીને હે જીવ! તું ભાવ સહિત સંયમી બન.
ભાવાર્થ:- સમ્યગ્દર્શન સહિત ભાવ શ્રમણ થવાય છે. તે સંસારનો અભાવ કરીને સુખ પામે છે અને મિથ્યાત્વ સહિત દ્રવ્ય શ્રમણ વેષમાત્ર હોય છે. તે સંસારનો અભાવ કરી શકતો નથી તેથી દુઃખ પામે છે. માટે ઉપદેશ કરે છે કે બન્નેનાં ગુણ-દ્વેષ જાણીને ભાવ સંયમી બનવું યોગ્ય છે. આ બધા ઉપદેશનો સાર છે. ૧૨૭
હવે ફરી પણ આનો જ ઉપદેશ અર્થરૂપ સંક્ષેપથી કહે છે:
तित्थयरगणहराई अब्भुदयपरंपराई सोक्खाई। पावंति भावसहिया संखेवि जिणेहिं वज्जरियं ।। १२८ ।।
तीर्थंकरगणधरादीनि अभ्युदयपरंपराणि सौख्यानि। प्राप्नुवंति भावश्रमणाः संक्षेपेण जिनैः भणितम्।। १२८ ।।
“તીર્થેશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી, પ્રાપ્તિ કરે છે ભાવમુનિ;-ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮
અર્થ - જે ભાવસહિત મુનિ છે તે અભ્યદય સહિત તીર્થંકર-ગણધર આદિ પદવીના સુખો પામે છે-આ સંક્ષેપથી કહ્યું છે.
ભાવાર્થ:- તીર્થકર, ગણધર, ચક્રવર્તી આદિ પદોનું સુખ ઘણા અભ્યદય સહિત હોય છે, તેમને ભાવસહિત સમ્યગ્દષ્ટિ મુનિ પામે છે. આ સર્વ ઉપદેશ સંક્ષેપથી કહ્યો છે. તેથી ભાવસતિ મુનિ થવું યોગ્ય છે. ૧૨૮
૧ તીર્થેશ - ગણનાથાદિગત = તીર્થંકર-ગણધરાદિ સંબંધી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૭
હવે આચાર્ય કહે છે કે જે ભાવશ્રમણ છે તેમને ધન્ય છે, તેમને અમારા નમસ્કાર હોઃ
ते धण्णा ताण णमो दंसणवरणाणचरण सुद्धाणं। भावसहियाण णिच्चं तिविहेण पणट्ठमायाणं ।। १२९ ।।
ते धन्याः तेभ्य नमः दर्शनवरज्ञानचरणशुद्धेभ्यः। भावसहितेभ्यः नित्यं त्रिविधेन प्रणष्टमायेभ्यः ।। १२९ ।।
તે છે સુધન્ય, 'ત્રિધા સદૈવ નમસ્કરણ હો તેમને, જે 'ભાવયુત, દગજ્ઞાનચરણવિશુદ્ધ, માયા મુક્ત છે. ૧૨૯
અર્થ:- આચાર્ય કહે છે કે જે મુનિ સમ્યગ્દર્શન, શ્રેષ્ઠ (વિશિષ્ટ) જ્ઞાન અને નિર્દોષ ચારિત્ર એનાથી શુદ્ધ છે તેથી ભાવ સહિત છે અને નાશ પામી ગઈ છે માયા અર્થાત્ કપટ પરિણામ જેમના તેઓ ધન્ય છે. તેમને અમારા મન-વચન-કાયાથી સદા નમસ્કાર હો.
ભાવાર્થ- ભાવલિંગીઓમાં જે દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધ છે તેમના પ્રત્યે આચાર્યને ભક્તિ પ્રગટ થઈ છે, તેથી તેમને ધન્ય કહીને નમસ્કાર કર્યા છે તે યોગ્ય છે. જેમને મોક્ષમાર્ગમાં અનુરાગ છે તેઓ જેમનામાં મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મુખ્યતા દેખાય તેમને નમસ્કાર કરે જ કરે. ૧૨૯
હવે કહે છે જે ભાવશ્રમણ છે તેઓ દેવાદિકની ઋદ્ધિ જોઈને મોહ પામતા નથીઃ
इड्डिमतुलं विउविय किण्णरकिंपुरिसअमरखयरेहिं। तेहिं विण जाइ मोहं जिण भावण भाविओ धीरो।। १३०।। ऋद्धिमतुलां विकुर्वन्दिः किंनरकिंपुरुषामरखचरैः। तैरपि न याति मोहं जिनभावना भावितः धीरः।। १३०।।
*ખેચર-સુરાદિક ચિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવના પરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. ૧૩૦
અર્થ - જિનભાવના (સમ્યકત્વભાવના) થી વાસિત જીવ કિન્નર, જિંપુરુષ દેવ, કલ્પવાસી દેવ અને વિધાધર એમનાથી વિક્રિયારૂપ વિસ્તાર પામેલી અતુલ ઋદ્ધિઓથી મોટું પામતા નથી. કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ કેવા છે? ધીર છે દઢબુદ્ધિ છે અર્થાત નિઃશંકિત અંગના ધારક છે.
૧ ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. ૨ ભાવયુક્ત = શુદ્ધ ભાવ સહિત. ૩ સંસ્કૃત મુદ્રિત પ્રતિમાં ‘વિતા' પાઠ છે. ૪ ખેચર-સુરાદિક = વિધાધર, દેવ વિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જેમનું જિનસમ્યક્ત્વ દઢ છે તેમને સંસારની ઋદ્ધિ તૃણવત્ છે. ને ૫૨માર્થ સુખની જ ભાવના છે. તેથી તેમને વિનાશીક ઋદ્ધિની વાંછા કેમ હોય ? ૧૩૦
હવે આનું જ સમર્થન છે કે એવી ઋદ્ધિ પણ ચાહતા નથી તો અન્ય સાંસારિક સુખની
શી વાત?
किं पुण गच्छइ मोहं णरसुरसुक्खाण अप्पसाराणं । जाणतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो ।। १३१ ।।
किं पुनः गच्छति मोहं नरसुरसुखानां अल्पसाराणाम्। जानन् पश्यन् चिंतयन् मोक्षं मुनिधवलः ।। १३१ ।।
તો દેવ-ન૨નાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને, મુનિપ્રવ૨ જે જાણે, `જુએ ને ચિંતવે છે મોક્ષને ? ૧૩૧
અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત પ્રકારની પણ ઋદ્ધિને ઇચ્છતા નથી તો મુનિ ધવલ અર્થાત્ મુનિપ્રધાન છે તે અન્ય જે મનુષ્ય-દેવોનાં સુખ-ભોગાદિક કે જેમાં અલ્પ સાર છે તેમાં શા માટે મોહ પામે ? કેવા છે મુનિધવલ? મોક્ષને જાણે છે, તેના જ તરફ દષ્ટિ છે ને તેનું જ ચિંતન કરતા હોય છે.
ભાવાર્થ:- જે મુનિપ્રધાન છે તેમની ભાવના મોક્ષના સુખોમાં છે. તે દેવ વિધાધરોની ફેલાયેલી મોટી મોટી વિક્રિયા-ઋદ્ધિમાં પણ લાલસા કરતા નથી તો કિંચિત્ માત્ર વિનાશીક જે મનુષ્ય, દેવોના ભોગાદિકના સુખ તેમાં વાંછા કેવી રીતે કરે? અર્થાત્ ન જ કરે. ૧૩૧
હવે ઉપદેશ કરે છે કે જ્યાંસુધી જરા આદિક ન આવે ત્યાંસુધી પોતાનું હિત સાધી લો:
उत्थरइ जा ण जरओ रोयग्गी जा ण डहइ देहउडिं । इन्दिय बलं ण वियलइ ताव तुमं कुणहि अप्पहियं ।। १३२ ।।
आक्रमते यावन्न जरा रोगाग्निर्यावन्न दहति देहकुटीम् । इन्द्रियबलं न विगलति तावत् त्वं कुरु आत्महितम् ।। १३२ ।।
રે ‘આક્રમે ન જરા, વૈગદાગ્નિ દહે ન řતનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૩૨
=
૧ જુએ = દેખે; શ્રદ્ધે. ૨ આર્મે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે; પકડે. ૩ ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૪ તનકુટિ = કાયારૂપી ઝૂંપડી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૯
અર્થ:- હે મુને! જ્યાં સુધી તને જરા ન આવે તથા જ્યાં સુધી રોગરૂપી અગ્નિ તારી દેહરૂપી ઝૂંપડીને ભસ્મ ન કરે અને જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં પોતાનું હિત કરી લે.
ભાવાર્થ- વૃદ્ધાવસ્થામાં દેહ રોગોથી જર્જરિત થઈ જાય છે ને ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય છે ત્યારે અસમર્થ થઈને આ લોકના કાર્ય-ઉઠવા-બેસવાનું કાર્ય—પણ કરી શકતો નથી ત્યારે પરલોક સંબંધી તપશ્ચરણાદિક તથા જ્ઞાનાભ્યાસ અને સ્વરૂપના અનુભવાદિ કાર્ય કયાંથી કરે ? તેથી આ ઉપદેશ છે કે જ્યાં સુધી સામર્થ્ય છે ત્યાંસુધીમાં પોતાના હિતરૂપ કાર્ય કરી લો. ૧૩ર
હવે અહિંસા ધર્મના ઉપદેશનું વર્ણન કરે છે -
छज्जीव छडायदणं णिच्चं मणवयणकायजोएहिं। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ।। १३३ ।।
षट्जीवान् षडायतनानां नित्यं मनोचचनकाययोगैः। कुरु दयां परिहर मुनिवर भावय अपूर्व महासत्वम्।। १३३।।
છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્તને તું ભાવ રે! *અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩.
અર્થ:- હે મુનિવર ! તું છકાયના જીવો પર દયા કર અને છ અનાયતનોને મન, વચન, કાયાના યોગથી છોડ તથા અપૂર્વ-જે પહેલાં થયું ન હતું એવા-મહાસત્ત્વ અર્થાત્ સર્વે જીવોમાં વ્યાપક મહાસત્ત્વ ચેતના ભાવને ભાવ.
ભાવાર્થ- અનાદિ કાળથી જીવનું સ્વરૂપ-ચેતનાસ્વરૂપ-જાણ્યું ન હતું તેથી જીવોની હિંસા કરી. તેથી આ ઉપદેશ છે કે હવે જીવાત્માનું સ્વરૂપ જાણીને છકાયના જીવો પર દયા કર. અનાદિથી જ આપ્તનું, આગમનું, પદાર્થનું અને એમની સેવા કરવાવાળાઓનું સ્વરૂપ જાણું નથી માટે અનાપ્ત આદિ છ અનાયતન-જે મોક્ષમાર્ગના સ્થાન નથી તેમને-સારા સમજીને સેવન કર્યું. એટલે આ ઉપદેશ દે છે કે અનાયતનને છોડ જીવના સ્વરૂપના ઉપદેશક એ બન્નેને તે પહેલાં જાણાં નથી, અને ભાવના કરી નથી. માટે હવે તેમની ભાવના કર-આ પ્રકારે ઉપદેશ
૧ છાપેલી સંસ્કૃત પ્રતમાં ‘મહાસત્ત' એવું સંબોધન પદ છે જેનું સંસ્કૃત છાયા ‘મહાસ' છે. ૨ મુદ્રિત સંસ્કૃત પ્રતમાં ‘ષ નીવષહાયતનાનાં' એવું પદ કર્યું છે. ૩ ત્રિવિધ = મન-વચન-કાયાથી. ૪ અપૂરવપણે = અપૂર્વપણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
(અષ્ટપાહુડ
અનાયતન વિષે વિશેષ ખુલાસો કરતાં કહે છે કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તથા એ ત્રણેની સેવા-ભક્તિ કરનારા એ ધર્મોના આયતન એટલે સ્થાન નથી માટે અનાયતન કહ્યાં છે.
જે રાગી, દ્વેષી, કામ, ક્રોધ, લોભી, શસ્ત્ર, સ્ત્રી આદિ સહિત દેવો છે તેમનામાં સમ્યક ધર્મ નથી. તેથી કુદેવ છે, તે અનાયતન છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોના લોલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી, ધર્મ રહિત છે તેથી તે અનાયતન છે.
હિંસાના આરંભની પ્રેરણા કરનાર રાગ દ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણા કરનાર શાસ્ત્રો તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી તે અનાયતન છે.
દેવી, ક્ષેત્રપાળ આદિ દેવોને વંદન કરનાર, માન્યતા માનનાર કુદેવના ભક્ત છે તેથી તે અનાયતન છે.
કુગુરુને સેવનાર, ભક્તિ કરનારા ધર્મથી રહિત છે, તે કુગુરુના ભક્ત છે તેથી તે અનાયતન છે.
મિથ્યાશાસ્ત્રને ભણનારા તેની સેવા ભક્તિ કરનાર એકાંતી, ધર્મનાં સ્થાન નથી તે કુશાસ્ત્ર છે તેથી તે કુશાસ્ત્રના ભક્ત અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેની સેવાભક્તિ કરનારા કુભક્તો એ છએમાં ધર્મ નથી. તેથી અનાયતન હોવાથી તેનો ત્યાગ કર્તવ્ય છે. તેથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે. ૧૩૩
છ અનાયતન તજ, કર દયા ષજીવની દ્વિવિધ સદા, મહાસત્ત્વને તું ભાવ રે! અપુરવપણે હે મુનિવરા.
ભાવપાહુડ-૧૩૩
અર્થ:- હે અપૂર્વ પરિણામના ધારક મહાસત્વ મુનિવર ! તમે મન વચન કાયાથી સદા છકાય જીવની રક્ષા કરો. તેમજ પાપનાં છ સ્થાનક-અનાયતન છે તેનો ત્યાગ કરો તથા પૂર્વે કદી ભાવી નથી એવી અપૂર્વ પોતાના ચૈતન્યસ્વરૂપ સહુજાત્માની ભાવના ભાવો.
ભાવાર્થ- કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તથા એ ત્રણેની સેવા ભક્તિ કરનારા એ ધર્મના આયતન એટલે સ્થાન નથી, માટે અનાયતન કહ્યાં છે.
(૧) જે રાગી, દ્વેષી, કામ, ક્રોધ, લોભી, શસ્ત્ર, સ્ત્રી આદિ સહિત દેવો છે તેમનામાં સમ્યક ધર્મ નથી તેથી કુદેવ છે માટે અનાયતન કહ્યાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૧
(૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોના લોલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી. તેથી કુદેવ છે, ને અનાયતન છે.
(૩) હિંસાના આરંભની પ્રેરણા કરનાર, રાગદ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણા કરનાર શાસ્ત્રો તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી અનાયતન છે.
(૪) દેવી, ક્ષેત્રપાળ આદિ દેવોને વંદન કરનાર, માન્યતા માનનાર અનાયતન છે. તે કુદેવના ભક્ત છે.
(૫) કુગુરુને સેવનારા, ભક્તિ કરનારા ધર્મથી રહિત છે તે કુગુરુના ભક્ત છે તેથી તે અનાયતન છે.
(૬) મિથ્યાશાસ્ત્રને ભણનારા, તેની સેવા ભક્તિ કરનારા, એકાંતી, ધર્મનાં સ્થાન નથી તેથી તે કુશાસ્ત્રના ભક્ત છે તેથી અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની સેવા ભક્તિ કરનારા એ છયે કુભક્તોમાં ધર્મ નથી. તેથી અનાયતન હોવાથી તેનો ત્યાગ કર્તવ્ય છે. તેથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે.
(ભાવપાહુડ ગાથા ૧૩૩ નો અર્થ અને ભાવાર્થ)
હવે કહે છે કે જીવનું તથા ઉપદેશ કરવાવાળાનું સ્વરૂપ જાણ્યા વિના સર્વે જીવોના પ્રાણોનો આહાર ડ્ય-આ પ્રકારે દેખાડે છે:
दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण। भोयसुहकारणहूँ कदो य तिविहेण सयल जीवाणं ।। १३४।।
दशविधप्राणाहारः अनन्त भवसायरे भ्रमता। भोगसुखकारणार्थं कृतश्च त्रिविधेन सकलजीवानां ।। १३४।।
ભમતાં અમિત ભવસાગરે, તે ભોગસુખના હેતુએ, સહુ જીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણ વિધે. ૧૩૪
અર્થ:- હે મુને! તે અનંત ભવસાગરમાં ભ્રમણ કરતાં કરતાં સકલ સસ, સ્થાવર જીવોના દશ પ્રકારના પ્રાણોનો આહાર ભોગસુખના માટે મન, વચન, કાયાથી ર્યો.
ભાવાર્થ- અનાદિ કાળથી જિનમતના ઉપદેશ વિના અજ્ઞાની થઈને તે ત્રણ-સ્થાવર જીવોના પ્રાણોનો આહાર ર્યો. તેથી હવે જીવોનું સ્વરૂપ જાણીને જીવોની દયા પાળ, ભોગઅભિલાષ છોડ. આ ઉપદેશ છે. ૧૩૪
૧ અમિત = અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
(અષ્ટપાહુડ
ફરી કહે છે કે આવા પ્રાણીઓની હિંસાથી સંસારમાં ભ્રમણ કરી દુઃખ પામ્યો
पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि। उप्पजंत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ।। १३५ ।। प्राणिवधैः महायशः! चतुरशीतिलक्षयोनिमध्ये। उत्पद्यमानः क्षियमाणः प्राप्तोऽसि निरंतरं दुःखम्।। १३५ ।। પ્રાણીવધોથી હે મહાયશ ! યોનિ લખ ચોરાશીમાં,
ઉત્પત્તિનાં ને મરણનાં દુ:ખો નિરંતર તૈ લહ્યાં. ૧૩૫ અર્થ:- મુને ! હે મહાયશ! તું પ્રાણીઓના ઘાતથી ચોરાસી લાખ યોનિઓની મધ્યમાં ઉત્પન્ન થયો થકો અને મરતો થકો નિરંતર દુઃખ પામ્યો.
ભાવાર્થ - જિનમતના ઉપદેશ વિના, જીવોની હિંસાથી આ જીવ ચોરાસી લાખ યોનિઓની મધ્યમાં ઉત્પન્ન થાય છે. અને મરે છે. હિંસાથી કર્મબંધ થાય છે. કર્મબંધના ઉદયથી ઉત્પત્તિ-મરણરૂપ સંસાર થાય છે. હવે તે દયાનો જ ઉપદેશ કરે છે:
जीवाणमथयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं। कल्लाणसुहणिमित्तं परंपरा तिविहसुद्धीए।। १३६ ।। जीवानामभयदानं देहि मुने प्राणिभूतसत्त्वानाम्।
कल्याणसुखनिमित्तं परंपरया त्रिविध शुद्धया।। १३६ ।। તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ,
દે અભય, જે કલ્યાણ સૌખ્ય નિમિત્ત પારંપર્યથી. ૧૩૬ અર્થ - હે મુને! જીવોને અને પ્રાણી-ભૂત-સત્ત્વોને પોતાના પરંપરાથી કલ્યાણ અને સુખ થાય તે માટે મન-વચન-કાયાની શુદ્ધતાથી અભયદાન દે.
ભાવાર્થ:- “જીવ” પંચેન્દ્રિયોને કહે છે. “પ્રાણી વિકલત્રયને (બે ઇન્દ્રિય-ત્રણ ઇન્દ્રિય-ચતુરિન્દ્રિયને) કહે છે. “ભૂત” વનસ્પતિને કહે છે અને “સત્ત્વ” પૃથ્વી, અમ્ (પાણી), તેજ અને વાયુને કહે છે. આ સર્વે જીવોને પોતાના સમાન જાણીને અભયદાન દેવાનો ઉપદેશ છે. તેથી શુભ પ્રવૃતિઓનો બંધ થવાથી અભ્યદયનું સુખ થાય છે-પરંપરાથી તીર્થંકર પદ પામીને મોક્ષ પામે છે. –આ ઉપદેશ છે.
૧ અભય = અભયદાન ૨ કલ્યાણ = તીર્થકરોના કલ્યાણક ૩ પારંપર્યથી = પરંપરાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૩
હવે આ જીવ પ અનાયતનના પ્રસંગથી મિથ્યાત્વથી સંસારમાં ભ્રમણ કરે છે એનું સ્વરૂપ કહે છે. પહેલાં મિથ્યાત્વના ભેદો કહે છે -
असियसय किरियवाई अक्किरियाणं च होइ चुलसीदी। सत्तट्ठी अण्णाणी वेणइया होंति बत्तीसा।। १३७ ।।
अशीविशतं क्रियावादिनामक्रियमाणं च भवति चतुरशीतिः। सप्तषष्टिरज्ञानिनां वैनयिकानां भवति द्वात्रिशत्।।१३७।।
શત-એંશી કિરિવાદીના, ચોરાશી તેથી વિપક્ષના", બત્રીશ સડસઠ ભેદ છે વૈયિક ને અજ્ઞાનીના. ૧૩૭
અર્થ - એકસોએંશી ક્રિયાવાદીના ભેદો છે અને ચોર્યાસી અક્રિયાવાદીઓના ભેદ છે. અજ્ઞાની સડસઠ ભેદરૂપ છે અને વિનયવાદી બત્રીસ છે.
ભાવાર્થ:- વસ્તુનું સ્વરૂપ અનંતધર્મ સ્વરૂપ સર્વજ્ઞ કહ્યું છે. તે પ્રમાણ અને નયથી સત્યાર્થ સિદ્ધ થાય છે. જેઓના મતમાં સર્વજ્ઞ નથી-તથા સર્વજ્ઞના સ્વરૂપનો યથાર્થરૂપથી નિશ્ચય કરી તેનું શ્રદ્ધાન કર્યું નથી એવા અન્યવાદીઓએ વસ્તુનો એક ધર્મ ગ્રહણ કરી તેનો પક્ષપાત
ર્યો કે અમે આ પ્રકારે માન્યું છે તે એમ જ છે, અન્ય પ્રકારે નથી. આ પ્રમાણે વિધિ-નિષેધ કરીને એક-એક ધર્મના પક્ષપાતી બની ગયા. તેમના સંક્ષેપથી ત્રણસો ત્રેસઠ ભેદ થઈ ગયા.
ક્રિયાવાદી- ફરવું, બેસવું, ઊભા રહેવું, ખાવું, પીવું, સૂવું, ઉત્પન્ન થવું, નાશ પામવો, દેખવું, જાણવું, કરવું, ભોગવવું, ભૂલવું, યાદ કરવું, પ્રીતિ કરવી, હર્ષ કરવો, વિષાદ કરવો, દ્વેષ કરવો, જીવવું, મરવું-આ બધી ક્રિયાઓ છે. જીવાદિ પદાર્થોને આ બધી ક્રિયાઓ જોઈને કોઈએ અમુક ક્રિયાનો પક્ષ ર્યો તો કોઈએ બીજી ક્રિયાનો પક્ષ ર્યો. આમ પરસ્પર ક્રિયાના વિવાદથી ભેદ થયા. સંક્ષેપથી આવી એકસોએંશી ક્રિયાઓના ભેદનું નિરૂપણ કર્યું છે, વિસ્તાર કરવાથી તે ઘણું વધી જાય તેમ છે.
અક્રિયાવાદી - કેટલાક અક્રિયાવાદી છે. તેઓ જીવાદિ પદાર્થોમાં ક્રિયાનો અભાવ માનીને અંદરોઅંદર વિવાદ કરે છે. કેટલાક કહે છે કે જીવ જાણતો નથી કોઈ કહે છે કે જીવ કંઈ કરતો નથી, કોઈ કહે છે કે ભોગવતો નથી, કોઈ કહે છે કે ઉત્પન્ન થતો નથી. કોઈ કહે છે કે નાશ પામતો નથી, કોઈ કહે છે કે ગમન કરતો નથી, કોઈ કહે છે કે ઊભો રહેતો નથી, ઇત્યાદિ ક્રિયાના અભાવના પક્ષપાતથી સર્વથા એકાંતી થાય છે. તેમના સંક્ષેપથી ચોરાસી ભેદ
૧ તેથી વિપક્ષના = અક્રિયાવાદીના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
(અષ્ટપાહુડી
અજ્ઞાનવાદીઃ- કેટલા અજ્ઞાનવાદી છે. તેમાં કેટલાક તો સર્વજ્ઞનો અભાવ માને છે. કોઈ કહે છે કે જીવ અસ્તિ છે એ કોણ જાણે? કોઈ કહે છે કે જીવ નાસ્તિ છે એ કોણ જાણે? કોઈ કહે છે કે જીવ નિત્ય છે એ કોણ જાણે ? કોઈ કહે છે કે જીવ અનિત્ય છે એ કોણ જાણે? ઇત્યાદિ સંશય-વિપર્યય-અધ્યવસાયરૂપ થઈને વિવાદ કરે છે. તેમના સંક્ષેપથી અડસઠ ભેદ છે.
વિનયવાદી:- કેટલાક વિનયવાદી છે. તેમાંથી કોઈ કહે છે; દેવાદિના વિનયથી સિદ્ધિ છે. કોઈ કહે છે કે ગુરુના વિનયથી સિદ્ધિ છે. કોઈ કહે છે કે માતાના વિનયથી તથા કોઈ કહે છે કે પિતાના વિનયથી સિદ્ધિ છે, કોઈ કહે છે કે રાજાના વિનયથી સિદ્ધિ છે, કોઈ કહે છે કે સર્વના વિનયથી સિદ્ધિ છે ઇત્યાદિ વિવાદ કરે છે તેમના સંક્ષેપથી બત્રીસ ભેદ છે.
આ પ્રકારે સર્વથા એકાંતવાદીઓના ત્રણસો ત્રેસઠ ભેદ સંક્ષેપથી છે. વિસ્તાર કરવાથી ઘણા થઈ જાય છે. તેમાં કોઈ ઈશ્વરવાદી છે. કોઈ કાળવાદી છે, કોઈ સ્વભાવવાદી છે, કોઈ વિનયવાદી છે, કોઈ આત્મવાદી છે. તેમનું સ્વરૂપ ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણવું. આવા મિથ્યાત્વના ભેદ છે. ૧૩૭
હવે કહે છે કે અભવ્ય જીવ પોતાની પ્રકૃતિને છોડતો નથી (તેથી) તેનું મિથ્યાત્વ મટતું
નથી:
ण मुयइ पयडि अभव्वो सुट्ट वि आयण्णिऊण जिणधम्म। गुडदुद्धं पि पिता ण पण्णया णिव्विसा होति।। १३८ ।।
न मुंचति प्रकृतिमभव्यः सुष्टु अपि आकर्ण्य जिनधर्मम्। गुडदुग्धमपि पिबंतः न पन्नगाः निर्विषाः भवंति।।१३८ ।।
સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકર સહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮
અર્થ:- અભવ્ય જીવ સારી રીતે જિનધર્મને સાંભળીને પણ પોતાની મિથ્યાત્વ પ્રકૃતિને છોડતો નથી. અહીં દષ્ટાંત છે કે સાકર સહિત દૂધને પીતા રહીને પણ સાપ વિષ રહિત થતો નથી.
ભાવાર્થ- જે કારણ મળવા છતાં પણ છૂટતા નથી તેને “પ્રકૃતિ” કે “સ્વભાવ' કહે છે. અભવ્યનો આ સ્વભાવ છે કે જેમાં અનેકાંત તત્ત્વસ્વરૂપ છે એવો વીતરાગ વિજ્ઞાનસ્વરૂપ જિનધર્મ કે જે મિથ્યાત્વને મટાડવાવાળો છે, તેનું સારી રીતે સ્વરૂપ સાંભળીને પણ તેનો મિથ્યાત્વ સ્વરૂપ ભાવ બદલતો નથી. આ વસ્તુનું સ્વરૂપ છે, કોઈનું કરેલું નથી. અહીં ઉપદેશ અપેક્ષાથી આ પ્રકારે જાણવું કે અભવ્યરૂપ પ્રકૃતિ તો સર્વજ્ઞ ગમ્ય છે, તોપણ અભવ્યની પ્રકૃતિની સમાન પોતાની પ્રકૃતિ ન રાખવી. મિથ્યાત્વને છોડવું એ ઉપદેશ છે. ૧૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૫
હવે આ જ અર્થને દઢ કરે છે -
मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं। धम्मं जिणपण्णत्तं अभव्वजीवो ण रोचेदि।। १३९ ।।
मिथ्यात्वछन्नदृष्टि: दुर्धिया दुर्मतैः दोषैः। धर्म जिनप्रज्ञप्तं अभव्यजीवः न रोचयति।। १३९ ।।
*દુર્બદ્ધિ-દુર્મતદોષથી ‘મિથ્યાત્વઆવૃત્તદગ રહે, આત્મા અભવ્ય જિનંદ્ર શાપિત ધર્મની રુચિ નવ કરે. ૧૩૯
અર્થ:- દુર્મત-જે સર્વથા એકાંતી મત તેમનાથી પ્રરૂપિત અન્યમત, તે જ થયો દોષ. તેના દ્વારા પોતાની દુર્બુદ્ધિથી (મિથ્યાત્વથી) ઢંકાઈ ગઈ છે બુદ્ધિ જેની એવો અભવ્ય જીવ છે. તેને જિનપ્રણીત ધર્મ રૂચતો નથી, તે તેની શ્રદ્ધા કરતો નથી, તેમાં રુચિ કરતો નથી.
ભાવાર્થ- મિથ્યાત્વના ઉપદેશથી પોતાની દુર્બુદ્ધિ દ્વારા જે મિથ્યાદષ્ટિ છે તેને જિનધર્મ રૂચતો નથી. ત્યારે જ્ઞાત થાય છે કે એ અભવ્ય જીવનો ભાવ છે. યથાર્થ અભવ્ય જીવને તો સર્વજ્ઞ જાણે છે. પરંતુ આ અભવ્ય જીવનું ચિહ્ન છે, તેનાથી પરીક્ષા દ્વારા જાણી શકાય છે. ૧૩૯
હવે કહે છે કે આવા મિથ્યાત્વના નિમિત્તથી જીવ દુર્ગતિને પાત્ર થાય છે
कुच्छियधम्मम्मि रओ कुच्छियपासंडि भत्ति संजुत्तो। कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ।।१४०।।
कुत्सित धर्मे रतः कुत्सितपाषंडि भक्ति संयुक्तः। कुत्सिततपः कुर्वन् कुत्सितगति भाजनं भवति।।१४०।।
કુત્સિત ધરમ-રત, ભક્તિ જે પાખંડી કુત્સિતની કરે, કુત્સિત કરે ત૫, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦
અર્થ:- આચાર્ય કહે છે કે જે કુત્સિત (સિંધ) મિથ્યાત્વ ધર્મમાં રત (લીન) છે, જે પાખંડી નિંધ વેપીઓની ભક્તિ કરે છે, જે નિંધ મિથ્યાધર્મ પાળે છે, મિથ્યાષ્ટિઓની ભક્તિ કરે છે અને મિથ્યા-અજ્ઞાન તપ કરે છે, તે દુર્ગતિને જ પામે છે. તેથી મિથ્યાત્વ છોડવું એ જ ઉપદેશ છે. ૧૪૦
૧ દુર્બુદ્ધિ-દુર્મતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે. ૨ મિથ્યાત્વઆવૃતદગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
(અષ્ટપાહુડ
હવે આજ અર્થને દઢ કરતાં એમ કહે છે કે આવા મિથ્યાત્વથી મોહિત જીવ સંસારમાં ભ્રમણ કરે છે:
इय मिच्छत्तावासे कुणयकुसत्थेहिं मोहिओ जीवो। भमिओ अणाइकालं संसारे धीर चिंतेहि।। १४१ ।।
इति मिथ्यात्वावासे कुनयशास्त्रैः मोहितः जीवः । भ्रमितः अनादिकालं संसारे धीर! चिन्तय।।१४१।।
હે ધીર! ચિંતવ-જીવ આ મોહિત કુનય-દુ:શાસ્ત્રથી, ' મિથ્યાત્વઘરસંસારમાં રખડ્યો અનાદિ કાળથી. ૧૪૧
અર્થ - ઈતિ અર્થાત્ પહેલાં કહ્યા મુજબ મિથ્યાત્વનું આવાસ (સ્થાન) –આ મિથ્યાષ્ટિઓનો સંસાર, તેમાં કુનય-સર્વથા એકાંત તે સહિત કુશાસ્ત્ર તેનાથી મોહિત (બેહોશ) થયેલો આ જીવ અનાદિ કાળથી લઈને સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. એમ હું ધીર મુને ! તું વિચાર કર.
ભાવાર્થ- આચાર્ય કહે છે કે પૂર્વોક્ત ત્રણસો ત્રેસઠ કુવાદીઓથી સર્વથા એકાંતપક્ષરૂપ કુનય દ્વારા રચાયેલાં શાસ્ત્રોથી મોહ પામીને આ જીવ સંસારમાં અનાદિ કાળથી ભ્રમણ કરી રહ્યો છે. તેથી હું ધીર મુને ! હવે એવા કુવાદીઓની સંગતિ પણ ન કર–આ ઉપદેશ છે. ૧૪૧
હવે કહે છે કે પૂર્વોક્ત ત્રણસો ત્રેસઠ પાખંડીઓનો માર્ગ છોડી જિનમાર્ગમાં મન લગાડો -
पासंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग मुत्तूण। रुंभहि मणु जिणमग्गे असप्पलावेण किं बहुणा।। १४२।।
पाखण्डिनः त्रीणि शतानि त्रिषष्टि भेदा: उन्मार्ग मुक्त्वा। रुन्द्धि मनः जिनमार्गे असत्प्रलापेन किं बहुना।।१४२।।
ઉન્માર્ગને છોડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૪૨
અર્થ:- હે જીવ! ત્રણસો ત્રેસઠ પાખંડીઓના માર્ગને છોડીને જિનમાર્ગમાં પોતાના મનને જોડો-રોકો. આ સંક્ષેપ છે. અન્ય નિરર્થક પ્રલાપરૂપ કહેવાથી શું?
૧ મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા ૨ મિથ્યાત્વ જેનું ઘર છે એવા ૩ નિરર્થ = નિરર્થક : વ્યર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૭
ભાવાર્થ- આ પ્રકારે મિથ્યાત્વનું વર્ણન કર્યું. આચાર્ય કહે છે કે ઘણા નિરર્થક વચનાલાપથી શું? આટલું જ ટૂંકાણમાં કહીએ છીએ કે ત્રણસો ત્રેસઠ કુવાદી પાખંડીઓ કહ્યા તેમનો માર્ગ છોડીને જિનમાર્ગમાં મનને જોડો, અન્યત્ર ન જવા દો. અહીં એટલું વિશેષ જાણવું કે-કાળદોષથી આ પંચમકાળમાં અનેક પક્ષપાતથી મત-મતાંતર થઈ ગયા છે. તેમને પણ મિથ્યા જાણીને તેમનો સંગ ન કરો. સર્વથા એકાંતનો પક્ષપાત છોડીને અનેકાંતરૂપ જિન વચનનું શરણ લો. ૧૪૨
હવે સમ્યગ્દર્શનનું નિરૂપણ કરે છે. પહેલાં કહે છે કે “સમ્યગ્દર્શન રહિત પ્રાણી ચાલતો
મૃતક '' છેઃ
जीवविमुक्त: शवः दर्शनमुक्तश्च भवति चलशवः। વ: નો અપૂછ્યું: નોવોત્તરે વનશવ: ૨૪રૂ /
जविविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसबओ। सबओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसबओ।।१४३।।
જીવમુક્ત શબ કહેવાય “ચલ શબ” જાણ દર્શનમુક્તને; શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩
અર્થ - લોકમાં જીવરહિત શરીરને શબ કહે છે-મૃતક અર્થાત્ મડદું કહે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ ચાલતું-ફરતું મડદું છે. મૃતક તો લોકમાં અપૂજ્ય છે. અગ્નિથી સળગાવી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે અને “દર્શનરહિત ચાલતું મૃતક” લોકોત્તર જે મુનિ-સમ્યગ્દષ્ટિ છે તેમનામાં અપૂજ્ય છે. તેઓ તેને વંદનાદિ કરતા નથી. મુનિવેષ ધારણ કરેલો હોય તો પણ તેને સંઘની બહાર રાખે છે અથવા પરલોકમાં નિંધગતિ પામીને અપૂજ્ય થાય છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન વિનાનો પુરુષ મૃતતુલ્ય છે. ૧૪૩
હવે સમ્યકત્વનું મહાનપણું કહે છે:
जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं। अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ।।१४४।।
यथा तारकाणां चन्द्रः मृगराज: मृगकुलानां सर्वेषाम। अधिकः तथा सम्यक्त्वं ऋषिश्रावकद्विविध धर्माणाम्।।१४४ ।।
૧ ચલ શબ = હાલતું-ચાલતું મડદું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
(અષ્ટપાહુડી
જ્યમ ચંદ્ર તારાગણ વિષે, મૃગરાજ સૌ 'મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યકત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪
અર્થ:- જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા મોટો છે અને મૃગકુલ અર્થાત્ પશુઓના સમૂહમાં મૃગરાજ ( સિંહ) મહાન છે, તેવી રીતે ઋષિ (મુનિ) અને શ્રાવક-આ બે પ્રકારના ધર્મોમાં સમ્યકત્વ છે તે મહાન છે.
ભાવાર્થ- વ્યવહારધર્મની જેટલી પ્રવૃત્તિઓ છે તેમાં સમ્યકત્વ મહાન છે. એના વિના સઘળો સંસારમાર્ગ બંધનું કારણ છે. ૧૪૪
ફરી કહે છે:
जह फणिराओ सोहइ फणमणिमाणिक्ककिरण विप्फुरिओ। तह विमल दंसणधरो जिणभत्ती पवयणे जीवो।।१४५।।
यथा फणिराजः शोभते फणमणि माणिक्यकिरण विस्फुरितः। तथा विमलदर्शनधर: जिनभक्तिः प्रवचने जीवः।। १४५।।
નાગેન્દ્ર શોભે ફેણમણિમાણિકય કિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫
અર્થ:- જેમ ફણિરાજ (ધરણેન્દ્ર) કે જેને હજાર ફેણ છે તેમાં લાગેલા મણિઓની વચ્ચે માણેક તેના કિરણોથી દેદીપ્યમાન-શોભા પામે છે તેવી રીતે નિર્મળ સમ્યગ્દર્શનના ધારક જીવ જિનભક્તિ સહિત છે ને તેથી પ્રવચનમાં અર્થાત્ મોક્ષમાર્ગના પ્રરૂપણમાં શોભા પામે છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત જીવની જિન-પ્રવચનમાં ઘણી મહાનતા છે. જ્યાં-ત્યાં સર્વ જગ્યાએ શાસ્ત્રોમાં સમ્યકત્વની જ મુખ્યતા કહી છે. ૧૪૫
હવે સમ્યગ્દર્શન સહિત લિંગ છે તેનો મહિમા કહે છે:
जह तारायणसहियं ससहरबिंब खमंडले विमले। भाविय तववयविमलं जिणलिंगं दंसणविसुद्धं ।। १४६ ।।
यथा तारागणसहितं शशधरबिंबं खमंडले विमले। भावतं तपोव्रतविमलं जिनलिंगं दर्शन विशुद्धम्।।१४६ ।।
૧ મૃગરાજ = સિંહું ૨ મૃગકુલ = પશુસમૂહુ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૯
શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શોભતું તપવતવિમળ જિનલિંગ દર્શન નિર્મળું. ૧૪૬
અર્થ:- જેમ નિર્મળ આકાશમંડળમાં તારાઓના સમૂહ સહિત ચંદ્રમાનું બિંબ શોભા પામે છે તેવી રીતે જિનશાસનમાં દર્શનથી વિશુદ્ધ અને ભાવિત તપ અને વ્રતોથી નિર્મળ જિનલિંગ શોભા પામે છે.
ભાવાર્થ:- જિનલિંગ અર્થાત્ નિગ્રંથ મુનિવેષ જો કે વ્રત-તપ સહિત નિર્મળ છે તોપણ સમ્યગ્દર્શન-જ્ઞાન વિના શોભા પામતો નથી, તેના હોવાથી જ અત્યંત શોભાયમાન થાય છે. ૧૪૬
હવે કહે છે કે આવું જાણીને દર્શનરત્નને ધારણ કરો એવો ઉપદેશ કરે છે:
इय णाउं गुणदोसं दसणरयणं घरेह भावेण। सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ।।१४७।। इति ज्ञात्वा गुणदोषं दर्शनरत्नं धरतभावेन। सारं गुणरत्नानां सोपानं प्रथमं मोक्षस्य।।१४७।। ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દરરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭
અર્થ:- હે મુને! તું ઇતિ અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષોને જાણીને સમ્યકત્વરૂપી રત્નને ભાવપૂર્વક ધારણ કર. આ ગુણરૂપી રત્નોમાં સાર છે અને મોક્ષરૂપી મંદિરનું પહેલું પગથિયું છે, અર્થાત ચઢવા માટે પહેલી સીડી છે.
ભાવાર્થ- જેટલા પણ વ્યવહાર મોક્ષમાર્ગના અંગ છે (ગૃહસ્થના દાન-પૂજાદિક અને મુનિના મહાવ્રત-શીલ-સંયમાદિક) તે બધામાં સાર સમ્યગ્દર્શન છે. આનાથી સર્વે સફળ છે. માટે મિથ્યાત્વને છોડીને સમ્યગ્દર્શન ધારણ કરો-આ મુખ્ય ઉપદેશ છે. ૧૪૭
હવે કહે છે કે સમ્યગ્દર્શન કોને થાય છે? જે જીવ પદાર્થના સ્વરૂપને જાણીને તેની ભાવના કરે તથા તેનું શ્રદ્ધાન કરીને પોતાને જીવપદાર્થ જાણી અનુભવ દ્વારા પ્રતીતિ કરે તેને સમ્યગ્દર્શન થાય છે. તેથી હવે આ જીવ પદાર્થ કેવો છે તેનું સ્વરૂપ કહે છે –
कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य। दंसणणाणुवओगो णिद्दिट्ठो जिणवरिंदेहिं।। १४८ ।। कर्ता भोक्ता अमूर्तः शरीरमात्रः अनादिनिधनः च। ફર્શનજ્ઞાનોપયો 1: નિર્વિ: જિનવરેન્દ્રઃા ૨૪૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
| (અષ્ટપાહુડ
કર્તા તથા ભોક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને, વણમૂર્તિ, દગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮
અર્થ:- “જીવ' નામક પદાર્થ છે. તે કેવો છે? કર્તા છે, ભોક્તા છે, અમૂર્તિક છે, શરીરપ્રમાણ છે, અનાદિનિધન છે અને દર્શન-જ્ઞાન ઉપયોગવાળો છે. આ પ્રકારે જિનવરેન્દ્ર સર્વજ્ઞદેવ વીતરાગે કહ્યું છે.
ભાવાર્થ- અહીં જીવ નામના પદાર્થને છ વિશેષણ કહ્યા છે તેમનો આશય આવો છે કે
(૨)
(૧) “ક” કહ્યો તે નિશ્ચયનયથી તો પોતાના અશુદ્ધ ભાવોનો અજ્ઞાન અવસ્થામાં પોતે જ
કર્તા છે. તથા વ્યવહારનયથી જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મોનો કર્તા છે અને શુદ્ધ નયથી પોતાના શુદ્ધ ભાવોનો કર્તા છે. “ભોક્તા' કહ્યો તે નિશ્ચયનયથી તો પોતાના જ્ઞાન-દર્શનમય ચેતનાભાવનો ભોક્તા છે અને વ્યવહારનયથી પુદ્ગલ કર્મનું ફળ જે સુખ-દુઃખ આદિ તેનો ભોક્તા છે.
અમૂર્તિક' કહ્યો તે નિશ્ચયથી તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે તેનાથી રહિત અમૂર્તિક છે. અને વ્યવહારથી જ્યાંસુધી પુદ્ગલકર્મથી બંધાયેલો
છે ત્યાંસુધી મૂર્તિક' પણ કહેવાય છે. (૪) શરીરપરિમાણ ” કહ્યો તે નિશ્ચયથી તો અસંખ્યાત પ્રદેશી લોક પરિમાણ છે, પરંતુ
સંકોચ-વિસ્તાર શક્તિથી શરીરથી કિંચિતન્યૂન પ્રદેશપ્રમાણ આકારમાં રહે છે. (૫) “અનાદિનિધન' કહ્યો તે પર્યાયદષ્ટિથી જોતાં તો તે જન્મે છે અને મૃત્યુ પામે છે, તો
પણ દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો અનાદિ-અનંત સદા નિત્ય અવિનાશી છે. (૬) દર્શન-જ્ઞાન ઉપયોગ સહિત કહ્યો. તે દેખવા-જાણવારૂપ ઉપયોગસ્વરૂપ-ચેતનારૂપ છે.
આ વિશેષણોથી ભિન્નમતવાળા જુદા પ્રકારે સર્વથા એકાંતરૂપ માને છે તેમનો નિષેધ પણ જાણવો જોઈએ. “કર્તા' વિશેષણથી તો સાંખ્યમતી સર્વથા અકર્તા માને છે તેનો નિષેધ છે. ભોક્તા' વિશેષણથી બૌદ્ધમતવાળા ક્ષણિક માનીને કહે છે કે કર્મનો કરવાવાળો તો જુદો છે અને ભોગવવાવાળો જુદો છે તેનો નિષેધ છે. જે જીવ કર્મ કરે છે તે જ જીવ તેનું ફળ ભોગવે છે. આ કથનથી બોદ્ધમતવાળાના કહેવાનો નિષેધ છે. “અમૂર્તિક' કહેવાથી મીમાંસક આદિ આ શરીરસહિત મૂર્તિ
મૂર્તિક જ માને છે. તેમનો નિષધ છે. ‘શરીરપ્રમાણ' કહેવાથી યાયિક, વશેષિક, વેદાંતી આદિ સર્વથા સર્વવ્યાપક માને છે તેનો નિષેધ છે “અનાદિ નિધન” કહેવાથી
૧ વણમૂર્તિ = અમૂર્ત; અરૂપી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૧
બૌદ્ધમતિ સર્વથા ક્ષણસ્થાયી માને છે તેનો નિષેધ છે. “દર્શન-જ્ઞાન ઉપયોગસહિત” કહેવાથી સાંખ્યમતી જ્ઞાન રહિત ચેતના માત્ર માને છે નૈયાયિક, વૈશેષિક ગુણગુણીનો સર્વથા ભેદ માનીને જ્ઞાનને અને જીવને સર્વથા ભેદ માને છે; બૌદ્ધમતનો એક ભેદ “વિજ્ઞાનાતવાદી” જ્ઞાન માત્ર જ માને છે અને વેદાંતી જ્ઞાનનું કાંઈ નિરૂપણ જ કરતા નથી–આ બધાનો નિષેધ છે.
આ પ્રમાણે સર્વજ્ઞનું કહેલું જીવનું સ્વરૂપ જાણીને પોતાને એવો માનીને શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ કરવી જોઈએ. જીવ કહેવાથી અજીવ પદાર્થ પણ જાણી શકાય છે. અજીવ ન હોય તો જીવ નામ કયાંથી હોત? તેથી અજીવનું સ્વરૂપ કહ્યું છે તેવું જ તેનું શ્રદ્ધાન આગમ અનુસાર કરવું. આ પ્રકારે અજીવ પદાર્થનું સ્વરૂપ જાણીને અને આ બન્નેના સંયોગથી અન્ય આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ ભાવોની પ્રવૃત્તિ હોય છે. તેમનું આગમ અનુસાર સ્વરૂપ જાણીને શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. –આ પ્રમાણે જાણવું જોઈએ. ૧૪૮
હવે કહે છે કે આ જીવ “જ્ઞાન-દર્શન ઉપયોગમયી” છે, પરંતુ અનાદિ પૌદ્ગલિક કર્મના સંયોગથી તેને જ્ઞાન-દર્શનની પૂર્ણતા થતી નથી. તેથી અલ્પ જ્ઞાન દર્શન અનુભવમાં આવે છે અને તેમાં પણ અજ્ઞાનના નિમિત્તથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરૂપ રાગ-દ્વેષ-મોહ ભાવ દ્વારા જ્ઞાનદર્શનમાં કલુપતારૂપ સુખ-દુ:ખાદિક ભાવ અનુભવમાં આવે છે. આ જીવ નિજ ભાવનારૂપ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાન-દર્શન-સુખ-વીર્યના ઘાતક કર્મોનો નાશ કરે છે એમ દર્શાવે છે –
दंसणणाणावरणं मोहणियं अंतराइयं कम्म। णिट्ठवइ भविय जीवो सम्मं जिणभावणाजुत्तो।। १४९ ।।
दर्शन ज्ञानावरणं मोहनीयं अन्तरायकं कर्म। निष्ठापयति भव्यजीवाः सम्यक् जिनभावनायुक्तः ।। १४९ ।।
"દગજ્ઞાનઆવૃતિ, મોહ તેમજ અંતરાયક કર્મને સમ્યપણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯
અર્થ:- સભ્યપ્રકારે જિન ભાવનાવાળા ભવ્ય જીવ છે. તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય-આ ચાર ઘાતિયા કર્મોનું નિષ્ઠાપન કરે છે અર્થાત્ સંપૂર્ણ અભાવ કરે
ભાવાર્થ:- દર્શનનો ઘાતક દર્શનાવરણ કર્મ છે, જ્ઞાનનો ઘાતક જ્ઞાનાવરણ કર્મ છે,
૧ દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર
(અષ્ટપાહુડ
સુખનો ઘાતક મોહનીય કર્મ છે અને વીર્યનો ઘાતક અંતરાય કર્મ છે, આ સર્વેનો નાશ કોણ કરે છે? સમ્યક પ્રકારે જિનભાવના ભાવીને અર્થાત જિનઆજ્ઞા માનીને જીવ-અજીવ આદિ તત્ત્વોનો યથાર્થ નિશ્ચય કરી શ્રદ્ધાવાન થયો હોય તે જીવ કરે છે. માટે જિનઆજ્ઞા માનીને યથાર્થ શ્રદ્ધાન કરો-આ ઉપદેશ છે. ૧૪૯
હવે કહે છે કે આ ઘાતિયા કર્મોનો નાશ થતાં “અનંત ચતુષ્ટય' પ્રગટ થાય છે
बलसोक्खणाणदंसण चत्तारि वि पायडा गुणा होति। णढे घाइयउक्के लोयालोयं पयासेदि।। १५० ।।
बल सौख्य ज्ञानदर्शनानि चत्वारोऽपि प्रकटागुणाभवंति। नष्टे घातिचतुष्के लोकालोकं प्रकाशयति।। १५०।।
ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો "પ્રાકટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦
અર્થ:- પૂર્વોક્ત ચાર ઘાતિયા કર્મોનો નાશ થવાથી અનંત જ્ઞાન-દર્શન-સુખ અને બળ (વીર્ય) –એ ચાર ગુણ પ્રગટ થાય છે. જ્યારે જીવના આ ગુણોની પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે ત્યારે લોકાલોકને પ્રકાશિત કરે છે.
ભાવાર્થ- ઘાતિયા કર્મોનો નાશ થવાથી અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય-આ અનંત ચતુર્ય પ્રગટ થાય છે. અનંત દર્શન-જ્ઞાનથી છ દ્રવ્યોથી ભરેલા આ લોકમાં અનંતાનંત જીવોને, તેમનાથી પણ અનંતાનંતગુણા પુગલોને તથા ધર્મ-અધર્મ-આકાશએ ત્રણ દ્રવ્ય અને અસંખ્યાત કાલાણું-આ સર્વે દ્રવ્યોની અતીત, અનાગત અને વર્તમાનકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્નભિન્ન એક સમયમાં સ્પષ્ટ દેખે છે અને જાણે છે. અનંત સુખથી અત્યંત તૃપ્તિરૂપ છે અને અનંત શક્તિ દ્વારા કોઈ પણ નિમિત્તથી અવસ્થા પલટતી (બદલતી) નથી. આવા અનંત ચતુટ્યરૂપ જીવનો નિજસ્વભાવ પ્રગટ થાય છે. માટે જીવના સ્વરૂપનું એવા પરમાર્થથી શ્રદ્ધાન કરવું તે જ સમ્યગ્દર્શન છે. ૧૫૦
હવે, જેમને અનંત ચતુર્ય પ્રગટ થાય છે તેમને પરમાત્મા કહે છે તેમના અનેક નામ છે તેમાંથી કેટલાક પ્રગટ કરી કહે છે –
णाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हू चउमुहो बुद्धो। अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं।। १५१।।
૧ પ્રાકય = પ્રગટપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૩
ज्ञानी शिवः परमेष्ठी सर्वज्ञः विष्णुः चतुर्मुखः बुद्धः। आत्मा अपि च परमात्मा कर्मविमुक्तः च भवति स्फुटम्।। १५१ ।।
તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે, આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧
અર્થ:- પરમાત્મા જ્ઞાની છે, શિવ છે, પરમેષ્ઠી છે, સર્વજ્ઞ છે, વિષ્ણુ છે, ચતુર્મુખ બ્રહ્મા છે. બદ્ધ છે. આત્મા છે. પરમાત્મા છે અને કર્મ રહિત છે એમ સ્પષ્ટ જાણો.
ભાવાર્થ - “જ્ઞાની” કહેવાથી સાંખ્યમતી જ્ઞાન રહિત ઉદાસીન ચૈતન્ય માત્ર માને છે તેનો નિષેધ છે. “શિવ' છે અર્થાત્ સર્વ કલ્યાણોથી પરિપૂર્ણ છે. જેમ સાંખ્યમતી, નૈયાયિક અને વૈશેષિક માને છે તેમ નથી. “પરમેષ્ઠી” છે અર્થાત્ પરમ (ઉત્કૃષ્ટ) પદમાં સ્થિત છે અથવા ઉત્કૃષ્ટ ઇષ્ટત્વ સ્વભાવ છે. જેમ અન્યમતી કેટલાક પોતાનું ઇષ્ટ કંઈ માનીને તેને પરમેષ્ઠી કહે છે તેમ નથી. “સર્વજ્ઞ છે અર્થાત્ સર્વ લોકાલોકને જાણે છે અન્ય કેટલાક કોઈ એક પ્રકરણ સંબંધી બધી વાત જાણતા હોય તેને પણ સર્વજ્ઞ કહે છે એમ નથી. “વિષ્ણુ” છે અર્થાત્ જેનું જ્ઞાન સર્વ જ્ઞયોમાં વ્યાપક છે. અન્યમતી વેદાંતી આદિ કહે છે કે બધા પદાર્થોમાં પોતે છે, તો એવું નથી.
“ચતુર્મુખ” કહેવાથી કેવળી અરહંતના સમવસરણમાં ચાર મુખ ચારે દિશાઓમાં દેખાય છે એવો અતિશય છે, તેથી ચતુર્મુખ કહેવાય છે અન્યમતી બ્રહ્માને ચતુર્મુખ કહે છે એવા બ્રહ્મા કોઈ નથી. “બુદ્ધ' છે અર્થાત્ સર્વના જ્ઞાતા છે. બૌદ્ધમતી ક્ષણિકને બુદ્ધ કહે છે તેમ નથી. આત્મા” છે. તે પોતાના સ્વભાવમાં જ નિરંતર પ્રવર્તે છે. અન્યમતી વેદાંતી સર્વમાં પ્રવર્તતા એવા આત્માને માને છે તેમ નથી. “પરમાત્મા' છે અર્થાત્ આત્માનું પૂર્ણરૂપ અનંત ચતુર્ય તેમને પ્રગટ થઈ ગયું છે તેથી પરમાત્મા છે. કર્મ એટલે આત્માના સ્વભાવના ઘાતક ઘાતિયા કર્મથી રહિત થઇ ગયા છે તેથી કર્મવિમુક્ત” છે. અથવા કાંઈ કરવા જેવું કાર્ય ન રહ્યું તેથી પણ કર્મવિમુક્ત છે. સાંખ્યમતી, નૈયાયિક સદા સર્વદા કર્મ રહિત માને છે તેમ નથી.-આ પ્રમાણે પરમાત્માના સાર્થક નામ છે. અન્યમતી પોતાના ઇષ્ટનું નામ એક જ કહે છે. તેમના સર્વથા એકાંતિક અભિપ્રાય દ્વારા અર્થ બગડે છે, માટે યથાર્થ નથી. અરહંતના આ નામો નય વિવેક્ષાથી સત્યાર્થ છે એવું જાણો. ૧૫૧
હવે આચાર્ય કહે છે કે એવા દેવ મને ઉત્તમ બોધિ આપે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
(અષ્ટપાહુડ
इव घाइकम्ममुक्को अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुवणभवणपदीवी देउ ममं उत्तमं बोहिं।। १५२ ।।
इति घातिकर्ममुक्तः अष्टादशदोषवर्जितः सकलः। त्रिभुवनभवनप्रदीपः ददातु मह्यं उत्तमां बोधिम्।। १५२ ।। ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ ‘ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫૨
અર્થ:- આ પ્રમાણે ઘાતિયા કર્મોથી રહિત, સુધા, તૃષા આદિ પૂર્વોક્ત અઢાર દોષોથી રહિત, સકલ (શરીર સહિત) અને ત્રણ ભુવનરૂપી ભવનને પ્રકાશિત કરવા માટે પ્રકૃષ્ટ દીપક તુલ્ય દેવ છે. તે મને ઉત્તમ બોધિ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની પ્રાપ્તિ કરાવે-આ પ્રકારે આચાર્યે પ્રાર્થના કરી છે.
ભાવાર્થ- અહીં બાકીનું તો પૂર્વોક્ત પ્રકારે જાણવું, પરંતુ “સકલ' વિશેષણનો આ આશય છે કે-મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરવાનો જે ઉપદેશ છે તે વચનના પ્રવર્તન વિના થતો નથી અને વચનની પ્રવૃત્તિ શરીર વિના થતી નથી. તેથી અરહંતને આયુ કર્મના ઉદયથી શરીર સહિત અવસ્થાન (સ્થિતિ) રહે છે, અને સુસ્વર આદિ નામકર્મના ઉદયથી વચનની પ્રવૃત્તિ થાય છે. આ રીતે અનેક જીવોના કલ્યાણ કરવાવાળો ઉપદેશ થતો રહે છે. અન્યમતિઓને આવી સ્થિતિવાળા પરમાત્માનો સંભવ નથી. માટે ઉપદેશની પ્રવૃત્તિ બનતી નથી. તેથી મોક્ષમાર્ગનો ઉપદેશ પણ બનતો નથી-આ પ્રકારે જાણવું જોઈએ. ૧૫ર
- હવે કહે છે કે જે આવા અરહંત જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરે છે તે સંસારની જન્મરૂપી વેલ કાપી નાખે છે:
जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिराएण। ते जम्मवेल्लिमूलं खणंति वरभावसत्थेण।। १५३ ।। जिनवरचरणांबुरुहं नमंतिये परमभक्तिरागेण। ते जन्मवल्लीमूलं खनंति वरभावशस्त्रेण।। १५३ ।।
જે પરમભક્તિરાગથી જિનવ૨૫દાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ૨ખણે. ૧૫૩
અર્થ:- જે પુરુષ પરમ ભક્તિ-અનુરાગથી જિનવરના ચરણ કમળોને નમસ્કાર કરે
૧ ત્રિભુવન ભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. ૨ વર = ઉત્તમ ૩ ખણે = ખોદે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૫
છે તે શ્રેષ્ઠ ભાવરૂપ “શસ્ત્ર' થી જન્મ અર્થાત્ સંસારરૂપી વેલનાં મૂળ જે મિથ્યાત્વ આદિ કર્મ, તેનો નાશ કરી નાખે છે (ખોદી નાખે છે)
ભાવાર્થ - પોતાની શ્રદ્ધા-રુચિ-પ્રતીતિથી જે જિનેશ્વરદેવને નમસ્કાર કરે છે–તેમના સત્યાર્થ સ્વરૂપ સર્વજ્ઞ વીતરાગીપણાને જાણીને ભક્તિના અનુરાગથી નમસ્કાર કરે છે ત્યારે જણાય છે કે આ સમ્યગ્દર્શન પ્રાપ્તિનું ચિહ્ન છે. તેથી માલુમ પડે છે કે એમના મિથ્યાત્વનો નાશ થઈ ગયો. હવે આગામી સંસારની વૃદ્ધિ તેમને થશે નહિ–આ પ્રકારે જણાવ્યું છે. ૧૫૩
હવે કહે છે કે જે જિન સમ્યકત્વ પ્રાપ્ત પુરુષ છે તે તો આગામી કર્મથી લેપાતા નથી:
जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए। तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो।। १५४ ।।
यथा सलिलेन न लिप्यते कमलिनीपत्रं स्वभावप्रकृत्या। तथा भावेन न लिप्यते कषायविषयैः सत्पुरुषः।। १५४ ।।
જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી, ત્યમ સત્પરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪
અર્થ - જેમ કમળના પાન પોતાના સ્વભાવથી જ જલથી લપાતા નથી તેવી રીતે સમ્યગ્દષ્ટિ સન્દુરુષ પોતાના ભાવથી જ ક્રોધાદિક કષાય અને ઇન્દ્રિયોના વિષયોથી લિસ થતા નથી.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ પુરુષને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો તો સર્વથા અભાવ છે જ અને અન્ય કષાયોનો પણ યથા સંભવ અભાવ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવથી એવો ભાવ થાય છે કે જે પરદ્રવ્યમાત્રની કર્તુત્વબુદ્ધિ તો નથી, પરંતુ શેષ કષાયોના ઉદયથી કાંઈક રાગ-દ્વેષ થાય છે તેને કર્મના ઉદયના નિમિત્તથી થયેલ જાણે છે. તેથી તેમાં પણ કર્તુત્વબુદ્ધિ નથી, તો પણ તે ભાવોને રોગ સમાન થયેલ જાણીને તેને સારા સમજતા નથી. આ પ્રકારે પોતાના ભાવોથી જ કષાય-વિષયોમાં પ્રીતિ-બુદ્ધિ નથી. માટે તેનાથી લિપ્ત થતા નથી, જલકમલવત્ નિર્લેપ રહે છે. આથી તેમને આગામી કર્મનો બંધ થતો નથી, સંસારની વૃદ્ધિ થતી નથી એવો આશય છે. ૧૫૪
હવે આચાર્ય કહે છે કે જે પૂર્વોક્ત ભાવ સહિત સમ્યગ્દષ્ટિ સન્દુરુષ છે તે જ સકલ શીલ-સંયમાદિ ગુણોથી સંયુક્ત છે, બીજા નથી:
૧ સલિલ = પાણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
(અષ્ટપાહુડ
ते च्चिय भणामि हं जे सयलकला सीलसंजमगुणेहिं। बहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो।।१५५ ।। तानेव च भणामि ये सकलकलाशीलसंयमगुणैः। बहुदोषाणामावासः सुमलिन चित्तः न श्रावकसमः सः।। १५५ ।। કહું તે જ મુનિ જે શીલસંયમગુણ-સમસ્તકળા-ધરે, જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫
અર્થ:- પૂર્વોક્ત ભાવ સહિત સમ્યગ્દષ્ટિ પુરુષ છે અને શીલ-સંયમ ગુણોથી સકલ કલા અર્થાત્ સંપૂર્ણ કલાવાન હોય છે તેમને જ અમે મુનિ કહીએ છીએ. જે સમ્યગ્દષ્ટિ નથી, મલિન ચિત્ત સહિત મિથ્યાષ્ટિ છે અને ઘણાં દોષોનું ઘર છે તે તો વેષ ધારણ કરે છે તો પણ શ્રાવકની સમાન પણ નથી.
ભાવાર્થ:- જે સમ્યગ્દષ્ટિ છે અને શીલ (–ઉત્તર ગુણ) તથા સંયમ (મૂળગુણ) સહિત છે તે મુનિ છે. જે મિથ્યાષ્ટિ છે અર્થાત્ જેનું ચિત્ત મિથ્યાત્વથી મલિન છે અને જેમાં ક્રોધાદિ વિકારરૂપ ઘણા દોષો જોવામાં આવે છે તે તો મુનિનો વેષ ધારણ કરે છે તો પણ શ્રાવકની સમાન પણ નથી. શ્રાવક સમ્યક્દષ્ટિ હોય અને ગૃહસ્થાચારના પાપ સહિત હોય તો પણ તેમની બરાબર તે કેવળ વેષમાત્ર ધારણ કરવાવાળા મુનિ નથી.-એવું આચાર્યે કહ્યું છે. ૧૫૫.
હવે કહે છે કે સમ્યગ્દષ્ટિ થઈને જેમણે કપાયરૂપ સુભટો જીત્યા છે તે જ ધીર-વીર છેઃ
ते धीर वीर पुरिसा खमदमखग्गेण विप्फुरं तेण। दुज्जयपबल बलुद्धर कसायभड णिज्जिया जेहिं।। १५६ ।।
ते धीर वीर पुरुषाः क्षमादमखड्गेण विस्फुरता। दुर्जयप्रबलबलोद्धतकषायभटा: निर्जिता यैः।। १५६ ।। તે ધીરવીર નરો, ક્ષમાદમ-
તણખગે જેમણે, જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ-કષાયને. ૧૫૬
અર્થ - જે પુરુષોને ક્ષમા અને ઇન્દ્રિયોનું દમન છે તે તેમનું વિસ્તૃરિત અર્થાત્ સજાવેલું ને મલિનતા રહિત ઉલ તીક્ષ્ણ ખડ્યું છે તેનાથી જેમને જીતવા કઠિન છે એવા દુર્જય,
૧ મલિનમન = મલિન ચિત્તવાળો. ૨ ક્ષમાદમ-તીક્ષ્યખડગે = ક્ષમા(પ્રશમ ) અને જિતેંદ્રિયતારૂપી તીક્ષ્ણ તરવારથી. ૩ સુભટ = યોદ્ધા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૭
પ્રબળ તથા બળથી ઉદ્ધત એવા કપાયરૂપ સુભટોને જીત્યા છે તે જ ધીર-વીર સુભટ છે. અન્ય સંગ્રામાદિકમાં જીતવાવાળા તો કહેવાના જ સુભટ છે.
ભાવાર્થ- યુદ્ધમાં જીતવાવાળા શૂરવીર તો લોકમાં ઘણા છે, પરંતુ કષાયોને જીતવાવાળા વિરલા છે. તે મુનિપ્રધાન છે અને તે જ શુરવીરોમાં મુખ્ય છે. જે સમ્યગ્દષ્ટિ થઈને કષાયોને જીતીને ચારિત્રવાન થાય છે તે મોક્ષ પામે છે. એવો આશય છે. ૧૫૬
હવે કહે છે કે જે પોતે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ હોય છે તે અન્યને પણ તે રૂપ કરે છે, તેમને ધન્ય છે -
धण्णा ते भगवंता दंसणणाणग्गपवरहत्थेहिं। विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं।। १५७ ।।
ते धन्याः भगवंतः दर्शनज्ञानाग्रप्रवरहस्तैः। विषयमकरधरपतिताः भव्याः उत्तारिताः यैः।। १५७ ।। છે ધન્ય તે ભગવંત, દર્શન જ્ઞાન-ઉત્તમ કર વડે, જે પા૨ કરતા ‘વિષયમકરાક૨૫તિત ભવિ જીવને. ૧૫૭
અર્થ- જે સત્પરુષોએ વિષયરૂપ મકરાર (સમુદ્ર) માં પડેલા ભવ્ય જીવોને દર્શન અને જ્ઞાનરૂપી બન્ને મુખ્ય હાથોથી પાર ઉતારી દીધા, તે મુનિપ્રધાન ભગવાન ઇન્દ્રાદિકથી પૂજ્ય જ્ઞાની ધન્ય છે..
ભાવાર્થ- આ સંસાર-સમુદ્રથી પોતે તર્યા અને બીજાઓને તારી દે તે મુનિઓને ધન્ય છે. ધનાદિક સામગ્રી સહિતને ધન્ય” કહે છે, પણ તે તો કહેવા માત્ર ધન્ય છે. ૧૫૭ હવે ફરી આવા મુનિઓનો મહિમા કરે છે.
मायावेल्लि असेसा मोहमहातरुवरम्मि आरूढा। विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहिं।। १५८ ।।
मायावल्ली अशेषां मोहमहातरुवरे आरूढाम्। विषयविषपुष्पपुष्पितां लुनंति मुनयः ज्ञानशस्त्रैः।। १५८ ।। મુનિ જ્ઞાનશસ્ત્ર છેદતા સંપૂર્ણ માયાવેલને -બહુ વિષય-વિષપુષ્પ ખીલી, ‘આરૂઢ મોહમહાદ્રુમે. ૧૫૮
૧ દર્શનશાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨ વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન ). ૩ ભવિ = ભવ્ય. ૪ આરૂઢમોહમહાદ્રમે = મોહરૂપી મહાવૃક્ષ પર ચડેલી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
(અષ્ટપાહુડી
અર્થ:- માયા (કપટ) રૂપી વેલ જે મોહરૂપી મહા વૃક્ષ પર ચઢેલી છે તથા વિષયરૂપી વિષના ફૂલોથી ફૂલી રહી છે તેને મુનિ જ્ઞાનરૂપી શસ્ત્રથી સમસ્તપણે (સંપૂર્ણપણે ) કાપી નાખે છે અર્થાત નિઃશેષ કરી દે છે.
ભાવાર્થ - આ માયા કષાય ગૂઢ છે. એનો વિસ્તાર પણ ઘણો છે, -મુનિઓ સુધી ફેલાય છે. તેથી જે મુનિ જ્ઞાનથી તેને કાપી નાખે છે તે જ સાચા મુનિ છે, તે જ મોક્ષ પામે છે.
૧૫૮
હવે ફરી તે મુનિઓનું સામર્થ્ય કહે છે.
मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता। ते सव्वदुरियखंभं हणंति चारित्तखग्गेण ।। १५९ ।। मोहमदगारवैः च मुक्ताः ये करुणभावसंयुक्ताः। ते सर्वदुरितस्तंभं घ्नंति चारित्रखड्गेन।। १५९ ।।
મદ-મોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરૂણાભાવથી, સઘળા દુરિતરૂપ થંભને 'ઘાતે ચરણ-ત૨વા૨થી. ૧૫૯
અર્થ:- જે મુનિ મો-મદ–ગારવથી રહિત છે અને કરૂણાભાવ સહિત છે તે જ ચારિત્રરૂપી ખગથી પાપરૂપી સ્તંભને હણે છે અર્થાત્ મૂળમાંથી કાપી નાખે છે.
ભાવાર્થ- પરદ્રવ્ય પ્રત્યેના મમત્વભાવને “મોહ” કહે છે. “મદ' જાતિ આદિ પરદ્રવ્યના સંબંધથી ગર્વ થવાને “મદ' કહે છે. “ગારવ” ત્રણ પ્રકારના છે :- (૧) ઋદ્ધિ ગારવ, (૨) શાત ગારવ અને (૩) રસગારવ. જે કંઈ તપોબળથી પોતાનું મહંતપણે લોકોમાં હોય તેનો પોતાને મદ આવે, તેમાં હર્ષ માને તે “ઋદ્ધિગારવ' છે. પોતાના શરીરમાં રોગાદિક ઉત્પન્ન ન થાય તો સુખ માને તથા પ્રમાદયુક્ત થઈને પોતાનું મોટાપણું માને તે “શાત ગારવ” છે. જો મિષ્ટ-પુષ્ટ રસમય આહારાદિક મળે તો તેના નિમિત્તથી પ્રમત્ત થઈને શયનાદિક કરે તે રસગારવ' છે. મુનિ આ પ્રકારના ગારવથી તો રહિત છે અને પર જીવોની કરૂણાથી સહિત છે. એવું નથી કે પરજીવોથી મોટું મમત્વ નથી તેથી નિર્ભય બનીને તેને મારે છે, પરંતુ જ્યાં સુધી રાગ અંશ રહે છે ત્યાંસુધી પર જીવોની કરૂણા જ કરે છે-ઉપકાર બુદ્ધિ રહે છે. આ પ્રકારે જ્ઞાની મુનિ પાપ જે અશુભકર્મ તેનો ચારિત્રના બળથી નાશ કરે છે. ૧૫૯
હવે કહે છે કે જે આ પ્રકારે મૂળગુણ અને ઉત્તરગુણોથી યુક્ત મુનિ છે તે જિનમતમાં શોભા પામે છે:
૧ દુરિત = દુષ્કર્મ, પાપ. ૨ ઘાતે = નાશ કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૯
गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिंदो। तारावलिपरियरिओ पुण्णिमइंदुव्व पवणपहे।। १६०।। गुणगण मणिमालया जिनमतगगने निशाकरमुनींद्रः। तारावलीपरिकरितः पूर्णिमेन्दुरिव पवनपथं ।। १६० ।। તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં, ગુણવંદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમત ગગનમાં. ૧૬૦
અર્થ:- જેમ પવન-પથ (આકાશ)માં તારાઓની પંક્તિના પરિવારથી વિંટળાયેલ પૂર્ણિમાનો ચંદ્ર શોભા પામે છે, તેમ જ જિનમતરૂપ આકાશમાં ગુણોના સમૂહરૂપ મણીઓની માળાથી મુનીન્દ્રરૂપ ચંદ્રમા શોભા પામે છે.
ભાવાર્થ- અઠ્ઠાવીસ મૂળગુણ, દશલક્ષણધર્મ, ત્રણ ગુપ્તિ અને ચોરાશી લાખ ઉત્તરગુણોની માળા સહિત મુનિ જિનમતમાં ચંદ્રમાં સમાન શોભા પામે છે. આવા મુનિ અન્ય મતમાં નથી. ૧૬૦
હવે કહે છે કે જેમને આ પ્રકારે વિશુદ્ધ ભાવ હોય છે તે પુરુષ તીર્થંકર આદિ પદના સુખો પામે છે:
चक्कहररामकेसवसुरवरजिणणहराइसोक्खाई। चारणमुणिरिद्धीओ विसुद्ध भावा णरा पत्ता।। १६१ ।।
चक्रधररामकेशवसुरवरजिनगणधरादि सौख्यानि। चारणमुन्यझै; विशुद्धभावा नराः प्राप्ताः।। १६१ ।।
"ચદેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને, ચારણમુનીંદ્રસુદ્ધિને 'સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧
અર્થ - વિશુદ્ધ ભાવવાળા આવા નર મુનિ છે તે ચક્રધર (ચક્રવર્તી છ ખંડના રાજેન્દ્ર), રામ (બલભદ્ર ), કેશવ (નારાયણ-અર્ધચક્રી), સુરવર (દેવોના ઇન્દ્ર), જિન (તીર્થકર પંચકલ્યાણક સહિત, ત્રણલોકના પૂજ્યપદ) તેમજ ગણધર (ચાર જ્ઞાન અને સાત ઋદ્ધિના ધારક મુનિ) એમનાં સુખોને તથા ચારણમુનિ (જેમને આકાશગામિની આદિ ઋદ્ધિઓ જોવામાં આવે છે) ની ઋદ્ધિઓને પામે છે.
૧ ચક્રશ-કેશવ-રામ-જિન-ગણી સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર, તીર્થકર, ગણધર, દેવેન્દ્ર વગેરેનાં સુખને. ૨ સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
(અષ્ટપાહુડી
ભાવાર્થ:- પહેલાં આવા નિર્મળ ભાવોના ધારક પુરુષ થયા. તેઓ આ પ્રકારના પદોના સુખોને પામ્યા. હવે જે આવા થશે તે પણ પામશે એમ જાણો. ૧૬૧ હવે કહે છે કે મોક્ષનું સુખ પણ તેઓ જ પામે છેઃ
सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं। पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा।। १६२।। शिवमजरामलिंगं अनुपममुत्तमं परमविमलमतुलम्।
प्राप्तो वरसिद्धिसुखं जिनभावनाभाविता जीवाः।। १६२।। જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિ સુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ, પરમ નિર્મળ, અજર-અમર સ્વરૂપ જે. ૧૬૨
અર્થ:- જે જિનભાવનાથી પરિણત જીવ છે તે જ સિદ્ધિ અર્થાત્ મોક્ષના સુખને પામે છે. કેવું છે સિદ્ધિ સુખ? “શિવ' છે અર્થાત્ કલ્યાણરૂપ છે-કોઈપણ પ્રકારે ઉપદ્રવ સહિત નથી, અજરામર લિંગ” છે, અર્થાત્ જેનું ચિહ્ન જરા અને મૃત્યુ-એ બન્નેથી રહિત છે. “અનુપમ’ છે અર્થાત્ જેને સંસારના કોઈ સુખની ઉપમા મળતી નથી. ઉત્તમ' અર્થાત્ સર્વોત્તમ છે. “પરમ” અર્થાત્ સર્વોત્કૃષ્ટ છે. “મહાર્ણ' છે અર્થાત્ મહાન અર્થ-પૂજ્ય, પ્રશંસાને યોગ્ય છે. “વિમલ' છે અર્થાત્ કર્મના મળ તથા રાગાદિક મળથી રહિત છે. “અતુલ” છે અર્થાત્ એની બરાબર સંસારનું કોઈ સુખ નથી-આવા સુખને જિનભક્ત પામે છે, અન્યનો ભક્ત પામતો નથી. ૧૬૩
હવે આચાર્ય પ્રાર્થના કરે છે કે આવા સિદ્ધ સુખને પ્રાપ્ત થયેલ સિદ્ધ ભગવાન મને ભાવોની શુદ્ધતા આપો –
ते मे तिहुवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिच्या। दिंतु वरभावसुद्धिं दंसण णाणे चरित्ते य।। १६३।। ते मे त्रिभुवनमहिताः सिद्धाः सुद्धाः निरंजनाः नित्याः। ददतु वरभावशुद्धिं दर्शने ज्ञाने चारित्रे च।। १६३ ।। ભગવંત સિદ્ધો-ત્રિજગ પૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના, -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩
અર્થ:- સિદ્ધ ભગવાન મને દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં શ્રેષ્ઠ-ઉત્તમ ભાવની શુદ્ધતા આપો. કેવા છે સિદ્ધ ભગવાન? ત્રણ ભુવનથી પૂજ્ય છે, શુદ્ધ છે અર્થાત્ દ્રવ્ય કર્મ અને નોકર્મરૂપ મળથી રહિત છે, નિરંજન છે અર્થાત્ રાગાદિ કર્મથી રહિત છે-જેમને કર્મની ઉત્પત્તિ નથી, નિત્ય છે અર્થાત્ પ્રાપ્ત સ્વભાવનો ફરી નાશ થવાનો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ )
ભાવાર્થ:- આચાર્યે શુદ્ધભાવનું ફળ સિદ્ધ અવસ્થાની અને નિશ્ચયથી જે આ ફળને પ્રાપ્ત થયેલ સિદ્ધ છે તેમને આ પ્રાર્થના કરી છે કે શુદ્ધભાવની પૂર્ણતા અમને થાવ. ૧૬૩
હવે ‘ભાવ’ ના કથનને સંકોચે છેઃ
किं जंपिएण बहुणा अत्थो धम्मो य काममोक्खो य । अण्णे वि य वावारा भावम्मि परिठ्ठिया सव्वे ।। १६४ ।।
किं जल्पितेन बहुना अर्थः धर्मः च काममोक्षः च । अन्ये अपि च व्यापारा: भावे परिस्थिताः सर्वे ।। १६४ ।।
બહુ કથન શું કરવું ? અરે ! ધર્માર્થ કામવિમોક્ષ ને બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪
અર્થ:- આચાર્ય કહે છે કે બહુ કહેવાથી શું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને અન્ય જે કાંઈ વ્યાપાર છે તે બધો જ શુદ્ધ ભાવમાં સમસ્તરૂપથી સ્થિત છે.
ભાવાર્થ:- પુરુષના ચાર પ્રયોજન મુખ્ય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અન્ય પણ જે કંઈ મંત્ર-સાધનાદિક વ્યાપાર છે તે આત્માના શુદ્ધ ચૈતન્ય પરિણામસ્વરૂપ ભાવમાં સ્થિત છે. શુદ્ધ ભાવથી બધું સિદ્ધ છે-આ પ્રકારે સંક્ષેપથી કહ્યું તે જાણો. અધિક શું કહેવું ? ૧૬૪
હવે આ ભાવ પાહુડને પૂર્ણ કરતાં આને વાંચવાનો, સાંભળવાનો અને ભાવના (ચિંતન ) કરવાનો ઉપદેશ કરે છેઃ
इय भावपाहुडभिणं सव्वंबुद्धेहि देसियं सम्मं ।
जो पढइ सुणइ भावइ सो पावइ अविचलं ठाणं ।। १६५ ।।
૨૪૧
इति भावप्राभृतमिदं सर्व बुद्धैः देशितं सम्यक् । यः पठति श्रृणोति भावयति सः प्राप्नोति अविचलं स्थानम् ।। ९६५ ।।
એ રીત સર્વશે કથિત આ ભાવપ્રાભૂત-શાસ્ત્રનાં સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ `અવિચળ ધામમાં, ૧૬૫
અર્થ:- આ પ્રકારે આ ભાવપાહુડનો સર્વબુદ્ધ-સર્વજ્ઞદેવે ઉપદેશ આપ્યો છે. આ શાસ્ત્રને
જે ભવ્યજીવ સમ્યપ્રકારે વાંચે છે, સાંભળે છે અને એનું ચિંતન કરે છે તે શાશ્વત સુખનું સ્થાન એવા મોક્ષને પામે છે.
૧ અવિચળ ધામ = સિદ્ધપદ, મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- આ ભાવપાહુડ ગ્રંથ સર્વજ્ઞની પરંપરાથી અર્થ લઈને આચાર્ય કહ્યો છે. તેથી સર્વજ્ઞનો જ ઉપદેશ છે. કેવળ છમસ્થનો જ કહેલ નથી. માટે આચાર્ય પોતાનું કર્તુત્વ મુખ્ય કરીને કહ્યું નથી. આ શાસ્ત્ર વાંચવા અને સાંભળવાનું ફળ મોક્ષ કહ્યું છે તે યુક્ત જ છે. શુદ્ધભાવથી મોક્ષ થાય છે અને તેને વાંચવાથી શુદ્ધભાવ થાય છે.
(નોંધ:- અહીં સ્વાશ્રયી નિશ્ચયમાં શુદ્ધતા કરે તો નિમિત્તમાં શાસ્ત્ર વાંચનાદિ વ્યવહારથી નિમિત્ત કારણ-પરંપરા કારણ-કહેવાય. અનુપચાર-નિશ્ચય વિના ઉપચાર-વ્યવહાર કેવો ?)
આ પ્રકારે આ શાસ્ત્રનું વાંચન, શ્રવણ, ધારણા અને ભાવના કરવી એ પરંપરા મોક્ષનું કારણ છે. તેથી હું ભવ્યજીવો! આ ભાવપાહુડને વાંચો, સાંભળો, સંભળાવો, ભાવો અને નિરંતર અભ્યાસ કરો, જેથી ભાવની શુદ્ધિ થાય અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પૂર્ણતાને પામી મોક્ષ પ્રાપ્ત કરો. તથા ત્યાં પરમાનંદરૂપ શાશ્વત સુખ ભોગવો. ૧૬૫
આ પ્રમાણે શ્રી કુન્દકુન્દ્રાચાર્યે ભાવપાહુડ ગ્રંથ પૂર્ણ ડ્ય.
આ ગ્રંથનો સંક્ષેપ આ પ્રમાણે છે. જીવ નામની વસ્તુનો એક અસાધારણ શુદ્ધ અવિનાશી ચેતનાસ્વભાવ છે. તેની શુદ્ધ ને અશુદ્ધ બે પરિણતિ છે. શુદ્ધ દર્શન-જ્ઞાનોપયોગરૂપ પરિણમન શુદ્ધ પરિણતિ છે અને તેને શુદ્ધભાવ કહે છે. કર્મના નિમિત્તથી રાગ-દ્વેષ મોહાદિક વિભાવરૂપ પરિણમવું તે “અશુદ્ધપરિણતિ' છે ને તેને અશુદ્ધ ભાવ કહે છે. કર્મનું નિમિત્ત અનાદિથી છે, તેથી અશુદ્ધ ભાવરૂપે અનાદિથી જ પરિણમન કરી રહ્યો છે. આ અશુદ્ધભાવથી શુભ-અશુભ કર્મનો બંધ થાય છે. આ બંધના ઉદયથી ફરી શુભ કે અશુભભાવરૂપ (અશદ્ધભાવરૂપ) પરિણમન થાય છે. આ રીતે અનાદિથી પરંપરા ચાલી આવે છે. જ્યારે ઇષ્ટ દેવાદિકની ભક્તિ, જીવોની દયા, ઉપકાર ને મંદકષાયરૂપ પરિણમન કરે છે ત્યારે તો શુભકર્મનો બંધ થાય છે. તેના નિમિત્તથી દેવાદિક પર્યાય પામીને કંઈક સુખી થાય છે. જ્યારે તીવ્ર વિષયકષાયના પરિણામરૂપ પરિણમન કરે છે ત્યારે પાપનો બંધ થાય છે. તેના ઉદયથી નરકાદિ પર્યાય પામીને દુઃખી થાય છે.
આ પ્રકારે સંસારમાં અશુદ્ધ ભાવથી અનાદિ કાળથી આ જીવ ભ્રમણ કરે છે. જ્યારે કોઈ કાળ એવો આવે કે જેમાં જિનેશ્વરદેવ સર્વજ્ઞ વીતરાગના ઉપદેશની પ્રાપ્તિ થાય અને તેનું શ્રદ્ધાન, રુચિ, પ્રતીતિ, આચરણ કરે ત્યારે સ્વ અને પરનું ભેદજ્ઞાન કરીને શુદ્ધ-અશુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૪૩
ભાવનું સ્વરૂપ જાણીને પોતાના હિત-અહિતનું શ્રદ્ધાન રુચિ, પ્રતીતિ આચરણ થાય ત્યારે શુદ્ધ દર્શન-શાનમથી શુદ્ધ ચેતના પરિણમનને હિત જાણે, તેનું ફળ સંસારની નિવૃત્તિ છે તેને જાણે અને અશુદ્ધભાવનું ફળ સંસાર છે, તેને જાણે, ત્યારે શુદ્ધભાવના ગ્રહણનો અને અશુભભાવના ત્યાગનો ઉપાય કરે. ઉપાયનું સ્વરૂપ જેવું સર્વજ્ઞ વીતરાગના આગમમાં કહ્યું છે તેવું કરે.
તેનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારાત્મક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. શુદ્ધસ્વરૂપના શ્રદ્ધાન, -જ્ઞાન, –ચારિત્રને “નિશ્ચય' કહ્યો છે અને જિનદેવ સર્વજ્ઞ વીતરાગ તથા તેના વચન અને તે વચનો અનુસાર પ્રવર્તવાવાળા મુનિ-શ્રાવક તેમની ભક્તિ, વંદના, વિનય, વૈયાવૃત્ય કરવા તે “વ્યવહાર” છે. કેમકે આ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપકારી છે. ઉપકારીનો ઉપકાર માનવો એ ન્યાય છે, ઉપકાર લોપવો એ અન્યાય છે. સ્વરૂપનું સાધન અહિંસા આદિ મહાવ્રત તથા રત્નત્રયરૂપ પ્રવૃત્તિ, સમિતિ, ગુપ્તિરૂપ પ્રવર્તવું અને તેમાં દોષ લાગે તો પોતાની નિંદા-ગÚદિક કરવી, ગુરુઓએ આપેલું પ્રાયશ્ચિત લેવું, શક્તિ અનુસાર તપ કરવું, પરિષહુ સહેવાં, દશલક્ષણ ધર્મમાં પ્રવર્તવું-ઇત્યાદિ શુદ્ધાત્માને અનુકૂળ ક્રિયારૂપ પ્રવર્તવું. તેમાં કંઈક રાગનો અંશ રહે છે ત્યાંસુધી શુભકર્મનો બંધ હોય છે, તોપણ તે મુખ્ય નથી કેમકે તેમાં પ્રવર્તવાવાળાની શુભકર્મના ફળની ઇચ્છા હોતી નથી, તેથી અબંધતુલ્ય છે-ઇત્યાદિ આગમોક્ત પ્રવૃત્તિ વ્યવહાર મોક્ષમાર્ગ છે. તેમાં પ્રવૃત્તિરૂપ પરિણામ છે તોપણ નિવૃત્તિપ્રધાન છે. માટે નિશ્ચય મોક્ષમાર્ગમાં વિરોધ નથી.
આ પ્રકારે નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ મોક્ષમાર્ગનો સંક્ષેપ છે. આને જ શુદ્ધભાવ કહ્યો છે. તેમાં પણ સમ્યગ્દર્શનને મુખ્ય કહ્યું છે, કેમકે સમ્યગ્દર્શન વિના સઘળો વ્યવહાર મોક્ષનું કારણ નથી અને સમ્યગ્દર્શનના વ્યવહારમાં જિનદેવની ભક્તિ મુખ્ય છે. આ સમ્યગ્દર્શનને બતાવનારૂં મુખ્ય ચિહ્ન છે. તેથી જિનભક્તિ નિરંતર કરવી અને જિનઆજ્ઞા માનીને આગમમાં જણાવ્યા પ્રમાણે પ્રવર્તવું એ શ્રીગુરુનો ઉપદેશ છે. અન્ય-જિન આજ્ઞા સિવાય-સઘળા કુમાર્ગ છે, તેમનો સંગ છોડવો. આ પ્રકારે કરવાથી આત્મકલ્યાણ થાય છે.
૧ શુદ્ધભાવનું નિરૂપણ બે પ્રકારથી કર્યું છે જેવી રીતે મોક્ષમાર્ગ બે નથી પરંતુ તેનું નિરૂપણ બે પ્રકારથી છે, તેવી જ રીતે શુદ્ધભાવને જ્યાં બે પ્રકારનો કહ્યો છે ત્યાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી કહ્યો છે એમ સમજવું જોઈએ. નિશ્ચય સમ્યગ્દર્શનાદિ છે તેને જ વ્યવહાર માન્ય છે અને તેને જ નિરતિચાર વ્યવહાર રત્નત્રયાદિમાં વ્યવહારથી “શુદ્ધત્વ” અથવા “શુદ્ધ સંપ્રયોગત્વ” નો આરોપ આવે છે. જેને વ્યવહારમાં “શુદ્ધભાવ' કહ્યો છે. તેને જ નિશ્ચય અપેક્ષાએ અશુદ્ધ કહ્યો છે-વિરૂદ્ધ કહ્યો છે, પરંતુ વ્યવહારનયથી વ્યવહાર વિરૂદ્ધ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
(અષ્ટપાહુડ
*७५य*
जीव सदा चिदभाव एक अविनाशी धारै। कर्म निमितकू पाय अशुद्धभावनि विस्तारै।।
कर्म शुभाशुभ बांधि उदै भरमै संसारै। पावै दुःख अनंत च्यारि गतिमें डुलि सारै।।
सर्वज्ञदेशना पायकै तजै भाव मिथ्यात्व जब। निजशुद्धभाव धरि कर्महरि लहै मोक्ष भरमै न तब।।
* दोहा *
मंगलमय परमातमा, शुद्धभाव अविकार। नमूं पाय पाऊं स्वपद, जाचूं यहै करार।।२।।
આ પ્રમાણે શ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત ભાવપાહુડની જયપુર નિવાસી પંડિતશ્રી જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકાનો
ગુજરાતી અનુવાદ સમાપ્ત . પી
ભાવ પાહુડની સંસ્કૃત ગાથાનો પધમાં અનુવાદ પંડિતશ્રી હિમ્મતલાલ જેઠાલાલ શાહનો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ૐ નમ: સિદ્ધભ્ય:
FFFFFFFFFFFFFFFFFFF
-૬મોક્ષ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
હવે મોક્ષપાહુડની વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ મંગળ માટે સિદ્ધોને નમસ્કાર કરે છે:
(દોહા) अष्ट कर्मको नाश करि शुद्ध अष्ट गुण पाय। भये सिद्ध निज ध्यानतॆ नमूं मोक्ष सुखदाय।।१।।
આ પ્રમાણે મંગલ માટે સિદ્ધોને નમસ્કાર કરી શ્રી કુન્દકુન્દ આચાર્યકૃત “મોક્ષપાહુડ” ગ્રંથ કે જે પ્રાકૃત ગાથાબદ્ધ છે. તેની દેશભાષામય વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ આચાર્ય મંગલ માટે પરમાત્માને નમસ્કાર કરે છે:
णाणमयं अप्पाणं उवलद्धं जेण झडियकम्मेण। चइऊण य परदव्वं णमो णमो तस्स देवस्स।।१।।
ज्ञानमय आत्मा उपलब्धः येन क्षरितकर्मणा। त्यक्ता च परद्रव्यं नमो नमस्तस्मै देवाय।।१।।
કરીને 'ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧
અર્થ:- આચાર્ય કહે છે કે જેમણે પરદ્રવ્ય છોડવાથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ ખરી ગયા છે એવા થઈને નિર્મળ જ્ઞાનમયી આત્માને પ્રાપ્ત કરી લીધો છે-આ પ્રકારના દેવને અમારા નમસ્કાર હો-નમસ્કાર હો. બે વાર કહેવામાં અતિશય પ્રેમભાવ બતાવ્યો છે.
ભાવાર્થ- આ મોક્ષપાહુડનો પ્રારંભ છે. અહીં જેમણે સમસ્ત પરદ્રવ્યોને છોડી કર્મનો અભાવ કરીને કેવળજ્ઞાનાનંદસ્વરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરી લીધું છે તે દેવને મંગળ અર્થે નમસ્કાર
૧ ક્ષપણ = ક્ષય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
(અષ્ટપાહુડી
કર્યા છે તે યોગ્ય છે. જ્યાં જેવું પ્રકરણ ત્યાં તેની યોગ્યતા. અહીં ભાવ-મોક્ષ તો અરિહંતને છે અને દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના મોક્ષ સિદ્ધ પરમેષ્ઠીને છે. તેથી બન્નેને નમસ્કાર જાણો. ૧ હવે આ પ્રકારે નમસ્કાર કરી ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરે છે –
णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परम जोईणं ।।२।। नत्वा च तं देवं अनंतवरज्ञानदर्शनं शुद्धम्। वक्ष्ये परमात्मानं परमपदं परमयोगिनाम्।।२।।
તે દેવને નમી અમિત-વ-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ-પરમાતમા પ્રકરણ પરમયોગીન્દ્રને. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે તે પૂર્વોક્ત દેવને નમસ્કાર કરી, પરમાત્મા કે જે ઉત્કૃષ્ટ શુદ્ધ આત્મા છે તેને, પરમ યોગીશ્વર જે ઉત્કૃષ્ટ યોગ્ય ધ્યાનના કરવાવાળા મુનિરાજોને માટે કહીશ. કેવા છે પૂર્વોક્ત દેવ? જેમણે અનંત અને શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન પ્રાપ્ત કર્યું છે, વિશુદ્ધ છે, કમળથી રહિત છે અને જેનું પદ પરમ ઉત્કૃષ્ટ છે.
ભાવાર્થ:- આ ગ્રંથમાં મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય અને જેવું મોક્ષપદ છે તેનું વર્ણન કરશે. તેથી તે રીતે, તેની જ પ્રતિજ્ઞા કરી છે. યોગીશ્વરોને માટે કહેશે, એનો આશય એ છે કે એવા મોક્ષપદને શુદ્ધ પરમાત્માના ધ્યાન દ્વારા પ્રાપ્ત કરાય છે. તે ધ્યાનની યોગ્યતા યોગીશ્વરોને જ મુખ્યતાથી પ્રાપ્ત થતી જોવામાં આવે છે, ગૃહસ્થોને આ ધ્યાન મુખ્ય નથી. ૨
હવે કહે છે કે જે પરમાત્માને કહેવાની પ્રતિજ્ઞા કરી છે તેને યોગી-ધ્યાની મુનિ જાણીને તેનું ધ્યાન કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે:
जं जाणिऊण जोई जोअत्थो जोइऊण अणवरयं। अव्वाबाहमणंतं अणोवमं लहइ णिव्वाणं ।।३।। यत् ज्ञात्वा योगी योगस्थः द्रष्ट्वा अनवरतम्। अव्याबाधमनंतं अनुपमं लभते निर्वाणम्।।३।। જે જાણીને યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે.
અર્થ:- હવે કહે છે કે પરમાત્માને જાણીને યોગી (મુનિ) યોગ (ધ્યાન) માં સ્થિર
૧ અમિત–વર = અનંત અને પ્રધાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૪૭
થઈને નિરંતર તે પરમાત્માને અનુભવગોચર કરીને નિર્વાણ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે. નિર્વાણ કેવું છે? અવ્યાબાધ છે-જ્યાં કોઈ પ્રકારની બાધા નથી. ‘અનંત’ –જેનો નાશ નથી. અનુપમ ” છે-જેને કોઈની ઉપમા લાગુ પડતી નથી.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે આવા પરમાત્માને આગળ કહીશું કે જેમનું ધ્યાન કરીને મુનિ નિરંતર અનુભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. અહીં આ તાત્પર્ય છે કે પરમાત્માના ધ્યાનથી મોક્ષ પમાય છે. ૩
હવે પરમાત્મા કેવા છે તે બતાવવા માટે આત્મા ત્રણ પ્રકારના વર્ણવે છે -
तिपयारो सो अप्पा परमंतर बाहिरो हु देहीणं। तत्थ परो झाइज्जइ अंतो वाएण चइवि बहिरप्पा।।४।।
त्रिप्रकार: स आत्मा परमन्त: बहि: स्फटं देहिनाम। तत्र परं ध्यायते अन्तरुपायेन त्यज बहिरात्मानम्।।४।।
તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; 'અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજો બહિરાતમાં. ૪
અર્થ:- તે આત્મા પ્રાણીઓને ત્રણ પ્રકારનો હોય છે. (૧) અંતરાત્મા, (૨) બહિરાત્મા અને (૩) પરમાત્મા. અંતર આત્માના ઉપાય દ્વારા, બહિરાભપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.
ભાવાર્થ:- બહિરાત્મપણાને છોડી દઈ અંતરાત્મારૂપ થઈને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તેનાથી મોક્ષ પમાય છે. ૪
હવે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ બતાવે છે:
अक्खाणि बाहिरप्पा अन्तरप्पा हु अप्पसंकप्पो। कम्मकलंकविमुक्को परमप्पा भण्णए देवो।।५।।
अक्षाणि बहिरात्मा अन्तरात्मा स्फुटं आत्मसंकल्पः। कर्मकलंक विमुक्त: परमात्मा भण्यते देवः।।५।।
૧ પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા-એમ ત્રણ પ્રકારે. ૨ અંતરઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી. ૩ પરમને = પરમાત્માને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
(અષ્ટપાહુડ
છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા, જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પ૨માતમા. ૫
અર્થ:- અક્ષ અર્થાત્ સ્પર્શન આદિ ઇન્દ્રિયો તે તો બાહ્ય આત્મા છે, કેમકે ઇન્દ્રિયોથી સ્પર્શ આદિ વિષયોનું જ્ઞાન થાય છે. તેથી તો લોકો કહે છે કે આવી જે ઇન્દ્રિયો છે તે જ આત્મા છે આ પ્રકારે ઇન્દ્રિયોને બાહ્ય આત્મા કહે છે. અંતરાત્મા છે તે અંતરંગમાં આત્માનો પ્રગટ અનુભવગોચર સંકલ્પ છે. શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન મન દ્વારા દેખવા-જાણવાવાળો છે તે હું છું-આ પ્રકારે જેને સ્વસંવેદનગોચર સંકલ્પ છે તે જ અંતરાત્મા છે. તથા કર્મ જે દ્રવ્યકર્મજ્ઞાનાવરણાદિક તથા ભાવકર્મ-જે રાગદ્વેષ-મોહાદિક અને નોકર્મ-જે શરીરાદિક-કલંક-મળ તેમનાથી રહિત-વિમુક્ત અનંત જ્ઞાનાદિક ગુણસહિત છે તે જ પરમાત્મા છે, તે જ દેવ છે. અન્યને દેવ કહેવા તે તો ઉપચાર છે.
ભાવાર્થ:- બાહ્ય આત્મા તો ઇન્દ્રિયોને કહ્યો તથા અંતરાત્મા-દેહમાં સ્થિતને દેખવાજાણવાનું જેનાથી થાય છે એવા મન દ્વારા સંકલ્પ છે તેને અને પરમાત્મા-કર્મકલંકથી રહિત છે તેને કહ્યો. અહીં એમ બતાવ્યું છે કે આ જીવ જ્યાંસુધી બાહ્ય શરીરાદિકને જ આત્મા જાણે છે ત્યાં સુધી તો તે બહિરામાં છે. સંસારી છે. જ્યારે આ જ જીવ અંતરંગમાં આત્માને જાણે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય છે. ત્યારે તે અંતરાત્મા છે. અને આ જીવ જ્યારે પરમાત્માના ધ્યાનથી કર્મકલંકથી રહિત થાય છે ત્યારે પહેલાં તો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અરહંત થાય છે, પછી સિદ્ધપદ પ્રાપ્ત કરે છે-આ બન્નેને જ પરમાત્મા કહે છે. અરહંત તો ભાવકલંક રહિત છે અને સિદ્ધ દ્રવ્ય અને ભાવરૂપ બન્ને પ્રકારના કલંકથી રહિત છે-આ પ્રમાણે જાણો. ૫
હવે તે પરમાત્માના વિશેષણ દ્વારા તેમનું સ્વરૂપ કહે છે:
मलरहिओ कलचत्तो अणिंदिओ केवलो विसुद्धप्पा। परमेट्ठी परमजिणो सिवंकरो सासओ सिद्धो।।६।।
मलरहितः कलत्यक्तः अनिद्रिय केवल: विशुद्धात्मा। परमेष्ठी परमजिन: शिवंकर: शाश्वतः सिद्धः।।६।।
તે છે વિશુદ્ધાત્મા, અનિન્દ્રિય, મળરહિત તનમુક્ત છે, પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, શિવંકર સિદ્ધ છે. ૬
અર્થ - પરમાત્મા આવા છે:- “મળરહિત-દ્રવ્યકર્મ-ભાવકર્મરૂપ મળથી રહિત છે; ‘કલક્ત'–શરીર રહિત છે; “અનિન્દ્રિય” –ઇન્દ્રિય રહિત છે અથવા કોઈ પ્રકારની નિંદા
૧ અક્ષધી = ઇન્દ્રિયબુદ્ધિ; “ઇન્દ્રિયો તે જ આત્મા છે' એવી બુદ્ધિવાળો. ૨ શિવંકર = સુખકર, કલ્યાણકર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૪૯
યુક્ત નથી :- સર્વ પ્રકારથી પ્રશંસાયોગ્ય છે; “કેવલ”—કેવળજ્ઞાનમયી છે; “વિશુદ્ધાત્મા' –જેના આત્માનું સ્વરૂપ વિશેષરૂપથી શુદ્ધ છે-જ્ઞાનમાં શયોનો આકાર ઝળકે છે તો પણ તે શેયોના આકારરૂપ થતા નથી. અને ન તેમનાથી રાગદ્વેષ છે; “પરમેષ્ઠી ”—પરમ પદમાં સ્થિત છે; પરમજિન’–સકળ કર્મોને જીતી લીધા છે; “શિવકર'-ભવ્ય જીવોને પરમ મંગલ તથા મોક્ષના કર્તા છે; “શાશ્વતા –અવિનાશી છે; “સિદ્ધ'–પોતાના સ્વરૂપની સિદ્ધિ કરીને નિર્વાણને પ્રાપ્ત થયા
ભાવાર્થ:- આવા પરમાત્મા છે. જે આવા પરમાત્માનું ધ્યાન કરે છે તે એવા જ થઈ જાય છે. ૬ હવે પણ આવો જ ઉપદેશ કરે છે:
आरुहवि अन्तरप्पा बहिरप्पा छंडिउण तिविहेण। झाइज्जइ परमप्पा उवइ8 जिणवरिंदेहिं।।७।। आरुह्य अंतरात्मानं बहिरात्मानं त्यक्त्वा त्रिविधेन। ध्यायते परमात्मा उपदिष्टं जिनवरैन्द्रैः।।७।। થઈ અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે,
‘ધ્યાતવ્ય છે પરમાતમા-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૭ અર્થ- બહિરામપણાને મન-વચન-કાયાથી છોડી દઈને, અંતરાત્માનો આશ્રય લઈ પરમાત્માનું ધ્યાન કરો-આ જિનવરેન્દ્ર તીર્થંકર પરમદેવે ઉપદેશ આપ્યો છે.
ભાવાર્થ- પરમાત્માનું ધ્યાન કરવાનો ઉપદેશ મુખ્યપણે કહ્યો છે. તેનાથી જ મોક્ષ પમાય છે. ૭ હવે બહિરાત્માની પ્રવૃત્તિ કહે છે:
बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचओ। णियदेहं अप्पाणं अज्झवसदि मुढदिट्ठीओ।।८।। बहिरर्थे स्फुरितमनाः इन्द्रियद्वारेण निद्धस्वरूपच्युतः। निजदेहं आत्मानं अध्यवस्यति मूढद्रष्टिस्तु।।८।।
બાહ્યાર્થ પ્રત્યે સ્કુરિતમાન, સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી, નિજ દેહ અધ્યવસિત કરે આત્માપણે જીવ મૂઢધી. ૮
૧ અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ; અંતરાત્મારૂપે પરિણત. ૨ ધ્યાતવ્ય = ધ્યાવાયોગ્ય ધ્યાન કરવા યોગ્ય. ૩ બાહ્યર્થ = બહારના પદાર્થો. ૪ સ્ફરિતમાન = સ્કુરાયમાન (તત્પર) મનવાળો. ૫ સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયોદ્વારા આત્મસ્વરૂપથી ચુત. ૬ અધ્યવસિત કરે = માને. ૭ જીવમૂઢધા = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ = અર્થાત્ બહિરાત્મા જીવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫O
(અષ્ટપાહુડ
અર્થ:- મૂઢદષ્ટિ અજ્ઞાની મોહી મિથ્યાદૃષ્ટિ છે તે બાહ્ય પદાર્થ-ધન-ધાન્ય-કુટુંબ આદિ ઇષ્ટ પદાર્થોમાં સ્કુરિત (તત્પર) મનવાળો છે. તથા ઇન્દ્રિયો દ્વારા પોતાના આત્મસ્વરૂપથી ચુત છે અને ઇન્દ્રિયોને જ આત્મા જાણે છે. આવો થયો થકો પોતાના દેહને જ આત્મા જાણે છે, નિશ્ચય કરે છે-આ પ્રકારે મિથ્યાષ્ટિ બહિરાત્મા છે.
ભાવાર્થ- આવા બહિરાભાના ભાવ છે તેને છોડવા. ૮
હવે કહે છે કે મિથ્યાદષ્ટિ પોતાના દેહની સમાન બીજાના દેહને દેખીને તેને બીજાનો આત્મા માને છે.
णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयत्तेण। अच्चेयणं पि गहियं झाइज्जइ परम भावेण।।९।।
निजदेहसदृशं द्रष्टवा परविग्रहं प्रयत्नेन। अचेतनं अपि गृहीतं ध्यायते परम भावेन।।९।। નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉધમ કરે, રતે છે અચેતન તોય માને તેને આત્માપણે. ૯
અર્થ - મિથ્યાષ્ટિ પુરુષ પોતાના દેહ સમાન બીજાના દેહને જોઈને, એ દેહ અચેતન છે તો પણ, મિથ્યાભાવથી આત્મભાવ દ્વારા ઘણો પ્રયત્ન કરીને, તેને પરનો આત્મા જ માને છે, અર્થાત્ સમજે છે.
ભાવાર્થ- બહિરામાં મિથ્યાદષ્ટિને મિથ્યાત્વકર્મના ઉદયથી (ઉદયને વશ થવાથી) મિથ્યાભાવ છે, માટે તે પોતાના દેહને આત્મા જાણે છે, તેવી જ રીતે પરનો દેહ અચેતન છે તો પણ તેને પરનો આત્મા માને છે. (અર્થાત્ પરને પણ દેહાત્મ બુદ્ધિથી માની રહ્યો છે અને એવા જ મિથ્યાભાવ સહિત ધ્યાન કરે છે.) અને તેમાં ઘણો પ્રયત્ન કરે છે. માટે આવા ભાવને છોડવો એ જ તાત્પર્ય છે. ૯ હવે કહે છે કે આવી જ માન્યતાથી બીજા મનુષ્યાદિમાં મોહની પ્રવૃત્તિ થાય છે -
सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं। सुयदाराईविसए मणुयाणं वइढण मोहो।।१०।। स्वपराध्यवसायेन देहेषु च अविदितार्थमात्मानम्। सुतदारादिविषये मनुजानां वर्द्धते मोहः।।१०।।
* સરિ€ પાઠાંતર “સરિસં' ૧ તે = પરનો દેહ. ૨ આત્માપણે = પરના આત્મા તરીકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૧
વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના “દહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦
અર્થ:- આ પ્રકારે દેહમાં સ્વ-પરના અધ્યવસાયથી (નિશ્ચય દ્વારા) મનુષ્યોમાં પુત્રપત્ની આદિક જીવોમાં-મોહની પ્રવૃત્તિ કરે છે. કેવા છે મનુષ્ય?-જેમણે પદાર્થનું સ્વરૂપ ( અર્થાત આત્મા) જાણ્યું નથી એવા છે.
બીજો અર્થ:- (આ પ્રકારે દેહમાં સ્વ-પરના અધ્યવસાય (નિશ્ચય) દ્વારા જે મનુષ્યોએ પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી તેમને પુત્ર-પત્ની આદિક જીવોમાં મોહની પ્રવૃત્તિ હોય છે ભાષા પરિવર્તનકારે આ અર્થ લખ્યો છે.)
ભાવાર્થ:- જે મનુષ્યોએ જીવ-અજીવ પદાર્થોનું સ્વરૂપ યથાર્થ જાણ્યું નથી તેમને દેહમાં સ્વ-પર અધ્યવસાય છે. પોતાના દેહને જ પોતાનો આત્મા જાણે છે અને પરના દેહને પરનો આત્મા જાણે છે. તેમને પુત્ર-સ્ત્રી આદિ કુટુંબીઓમાં મોહ (મમત્વ) થાય છે. જ્યારે તે જીવઅજીવના સ્વરૂપને જાણે ત્યારે દેહને અજીવ માને, આત્માને અમૂર્તિક ચૈતન્ય જાણે પોતાના આત્માને પોતાનો માને અને પરના આત્માને પર જાણે, ત્યારે પરમાં મમત્વ થતું નથી. તેથી જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સારી રીતે જાણીને મોહ કરવો નહિ એમ બતાવ્યું છે. ૧૦
હવે કહે છે કે મોહકર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) મિથ્યા જ્ઞાન અને મિથ્યા ભાવ થાય છે. તેનાથી આગામી ભવમાં પણ આ મનુષ્ય દેહને ઇચ્છે છે –
मिच्छाणाणेसु रओ मिच्छाभावेण भाविओ सतो। मोहोदएण पुणरवि अंगं सं मण्णए मणुओ।। ११ ।। मिथ्याज्ञानेषु रतः मिथ्या भावेन भावितः सन्। मोहोदयेन पुनरपि अंगं मन्यते मनुजः।।११।।
રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને “હું” પણે ફરીનેય મોહોદય થકી. ૧૧
અર્થ- આ મનુષ્ય મોહકર્મના ઉદયથી ( ઉદયને વશ થઈને) મિથ્યાજ્ઞાન દ્વારા મિથ્યાભાવને ભાવીને ફરી આગામી જન્મમાં આ અંગ (દેહ) ને સારું સમજીને ઇચ્છે છે.
૧ દેહે સ્વ-અધ્યવસાયથી = “દેહ તેજ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. ૨ ફરીનેય = આગામી ભવમાં પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મોહકર્મની પ્રકૃતિ એવા મિથ્યાત્વના ઉદયથી ( ઉદયને વશ થવાથી) જ્ઞાન પણ મિથ્યા થાય છે-પદ્રવ્યને પોતાનું જાણે છે અને તે મિથ્યાત્વ દ્વારા જ મિથ્યા શ્રદ્ધાન થાય છે. તેનાથી નિરંતર પર દ્રવ્યમાં આ ભાવના રહે છે કે, આ મને સદા પ્રાપ્ત થાય. તેથી આ જીવ આગામી દેહને સારો જાણીને ચાહે છે. ૧૧
હવે કહે છે કે જે મુનિ દેહમાં નિરપેક્ષ છે–દેહને ચાહતો નથી–તેમાં મમત્વ કરતો નથી તે નિર્વાણને પામે છે –
जो देहे णिरवेक्खो णिइंदो णिम्ममो णिरारंभो। आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ।।१२।। यः देहे निरपेक्षः निर्द्वन्दः निर्ममः निरारंभः। आत्मस्वभावे सुरतः योगी स लभते निर्वाणम्।।१२।। નિર્લેન્ડ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, મુક્તારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨
અર્થ:- જે યોગી ધ્યાની મુનિ દેહમાં “નિરપેક્ષ' છે અર્થાત્ દેહને ચાહતા નથી–ઉદાસીન છે; “નિર્વ' છે-રાગદ્વેષરૂપ ઇષ્ટ–અનિષ્ટ માન્યતાથી રહિત છે; “નિર્મમત્વ' છે-દેહાદિકમાં “આ મારૂં” એવી બુદ્ધિથી રહિત છે; “નિરારંભ” છે-આ શરીર માટે તથા અન્ય લૌકિક પ્રયોજન માટે આરંભથી રહિત છે અને આત્મસ્વભાવમાં રત છે, -લીન છે, -નિરંતર સ્વભાવની ભાવના સહિત છે તે મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- જે બહિરાભાના ભાવને છોડી દઈ અંતરાત્મા બનીને પરમાત્મામાં લીન થાય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ઉપદેશ બતાવ્યો છે. ૧૨ હવે બંધ અને મોક્ષના કારણના સંક્ષિપ્ત રૂપ આગમનું વચન કહે છે:
परदव्वरओ बज्झदि विरओ मुच्चेइ विविहकम्मेहिं। एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स।।१३।। परद्रव्यरत: बध्यते विरत: मुच्यते विविधकर्मभिः। US: નિનોપવેશ: સનાત: વંધમોક્ષસ્થાા ૨રૂ ા પદ્રવ્યરત બંધાય ‘વિરત મુકાય વિધવિધ કર્મથી; -આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩
૧ મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત. ૨ વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૩
અર્થ:- જે જીવ પરદ્રવ્યમાં રત છે-રાગી છે તે તો અનેક પ્રકારના કર્મોથી બંધાય છેકર્મોનો બંધ કરે છે અને જે પરદ્રવ્યથી વિરત છે-રાગી નથી તે અનેક પ્રકારના કર્મોથી છૂટે છેઆ બંધનો અને મોક્ષનો સંક્ષેપમાં જિનદેવનો ઉપદેશ છે.
ભાવાર્થ- બંધ-મોક્ષના કારણની કથની અનેક પ્રકારથી છે, તેનો આ સંક્ષેપ છે કે જે પદ્રવ્યથી રાગભાવ કરે તે બંધનું કારણ અને વિરાગભાવ કરે તે મોક્ષનું કારણ છે. આ પ્રકારે સંક્ષેપથી જિનેન્દ્રનો ઉપદેશ છે. ૧૩ હવે કહે છે કે જે સ્વદ્રવ્યમાં રત છે તે સમ્યગ્દષ્ટિ થાય છે અને કર્મોનો નાશ કરે છે:
सद्दव्वरओ सवणो सम्माइट्ठी हवेइ णियमेण। सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माइं।।१४।। स्वद्रव्यरतः श्रमणः सम्यग्दृष्टि भवति नियमेन। सम्यक्त्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि।।१४।। રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદૃષ્ટિ હોય છે,
સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪ અર્થ:- જે મુનિ સ્વદ્રવ્ય અર્થાત્ પોતાના આત્મામાં રત છે-ચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે, અને તે જ સમ્યકત્વભાવરૂપ પરિણમન કરતાં થકાં દુષ્ટ આઠ કર્મોનો ક્ષય-નાશ કરે છે.
ભાવાર્થ- આ પણ કર્મના નાશ કરવાના કારણનું સંક્ષેપમાં કથન છે. જે પોતાના સ્વરૂપની શ્રદ્ધા, ચિ, પ્રતીતિને આચરણથી યુક્ત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. આ સમ્યકત્વભાવથી પરિણમન કરતા થકા મુનિ આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણ પ્રાપ્ત કરે છે. ૧૪
હવે કહે છે કે જે પરદ્રવ્યમાં રત છે તે મિથ્યાષ્ટિ થઈ કર્મો બાંધે છે:
जो पुण परवव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो पुण बज्झदि दुट्ठट्ठकम्मेहिं।।१५।। यः पुनः परद्रव्यरतः मिथ्यादृष्टि: भवति सः साधुः। मिथ्यात्वपरिणतः पुनः बध्यते दुष्टाष्ट कर्मभिः।। १५ ।।
૧ દુખાષ્ટ કર્મો = દુષ્ટ આઠ કર્મો, ખરાબ એવા આઠ કર્મો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
(અષ્ટપાહુડ
પદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાન્ટને. ૧૫
અર્થ:- પુનઃ અર્થાત્ ફરી જે સાધુ પરદ્રવ્યમાં રત છે-રાગી છે તે મિથ્યાષ્ટિ હોય છે અને તે મિથ્યાત્વભાવરૂપ પરિણમન કરતો થકો દુષ્ટ આઠ કર્મોથી બંધાય છે.
ભાવાર્થ:- આ બંધના કારણનું સંક્ષેપ છે. અહીં “સાધુ” કહીને એવું જણાવ્યું છે કે કોઈ બાહ્ય પરિગ્રહ છોડી દઈ નિગ્રંથ મુનિ થઈ જાય તો પણ મિથ્યાદષ્ટિ હોવાથી સંસારનું દુ:ખ દેવાવાળા આઠ કર્મોથી બંધાય છે. ૧૫
હવે કહે છે કે પરદ્રવ્યથી જ દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી જ સુગતિ થાય છે:
परदव्वादो दुग्गइ सद्व्वादो हु सुई होइ। इय णाऊण सदव्वे कुणइ रई विरह इयरम्मि।।१६।। परद्रव्यात् दुर्गतिः स्वद्रव्यात् स्फुटं सुगतिः भवति। इति ज्ञात्वा स्वद्रव्ये कुरुत रतिं विरतिं इतरस्मिन्।।१६।। પરદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; -એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬
અર્થ - પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે-આ સ્પષ્ટ (પ્રગટ) જાણો. આથી હું ભવ્ય જીવો! તમે આ પ્રકારે જાણીને સ્વદ્રવ્યમાં રતિ કરો અને અન્ય જે પદ્રવ્ય છે તેનાથી વિરતિ કરો.
ભાવાર્થ- લોકમાં પણ આ રીતિ છે કે પોતાના દ્રવ્યથી રતિ કરીને પોતાને જે – ભોગવે છે તે તો સુખ પામે છે, તેના પર કાંઈ આપત્તિ આવતી નથી. અને પરદ્રવ્યથી પ્રીતિ કરીને ઇચ્છાનુસાર ભોગવે તો તેને દુઃખ થાય છે, આપત્તિ ઉઠાવવી પડે છે. તેથી આચાર્ય સંક્ષેપમાં ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્મસ્વભાવમાં રતિ કરો, તેનાથી સુગતિ છે. સ્વર્ગાદિક પણ તેનાથી જ થાય છે અને મોક્ષ પણ તેનાથી જ થાય છે. અને પરદ્રવ્યથી પ્રીતિ ન કરો. તેનાથી દુર્ગતિ થાય છે, –સંસારમાં ભ્રમણ થાય છે.
અહીં કોઈ કહે કે સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે અને સુગતિ-દુર્ગતિ તો પદ્રવ્યની પ્રીતિથી થાય છે? તેને કહે છે કે આ સત્ય છે, પરંતુ અહીં આ આશયથી કહ્યું છે કે જો પરદ્રવ્યથી વિરક્ત થાય ને સ્વદ્રવ્યમાં લીન થયા ત્યારે વિશદ્ધતા ઘણી થાય છે. તે વિશુદ્ધતાના નિમિત્તથી શુભ કર્મ પણ બંધાય છે અને જ્યારે અત્યંત વિશુદ્ધતા થાય છે ત્યારે કર્મોની નિર્જરા થઈને મોક્ષ થાય છે. તેથી સુગતિ-દુર્ગતિ થવાનું કહ્યું છે તે યુક્ત છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૧૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
હવે શિષ્ય પૂછે છે કે ૫૨દ્રવ્ય કેવું છે? તેનો ઉત્તર આચાર્ય કહે છે:
आदसहावादण्णं सच्चित्ताचित्तमिस्सियं हवदि । तं परदव्वं भणियं अवितत्थं सव्वदरिसीहिं ।। १७ ।।
आत्मस्वभावादन्यत् सच्चित्ताचित्तमिश्रितं भवति । तत् परद्रव्यं भणितं अवितत्थं सर्वदर्शिभिः।।१७।। 'આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમજ મિશ્ર જે,
તે જાણવું ૫૨દ્રવ્ય-સર્વશે કહ્યું અવિતથપણે. ૧૭
અર્થ:- આત્મસ્વભાવથી અન્ય સચિત્ત તો સ્ત્રી, પુત્રાદિક જીવ સહિત વસ્તુ છે તથા અચિત્ત તો ધન, ધાન્ય, હીરા, સુવર્ણાદિક અચેતન વસ્તુ અને મિશ્ર તો આભૂષણાદિ સહિત મનુષ્ય તથા કુટુંબ સહિત ગૃહાદિક છે. આ બધા પરદ્રવ્ય છે. આ પ્રકારે જેણે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ જાણ્યું નથી તેને સમજાવવા માટે સર્વદર્શી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે અથવા ‘અવિતસ્થં’ અર્થાત્ સત્યાર્થ કહ્યું છે.
ભાવાર્થ:- પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન-મિશ્ર વસ્તુ છે તે બધીજ પરદ્રવ્ય છે. આ પ્રકારે અજ્ઞાનીને સમજાવવા માટે સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧૭
હવે કહે છે કે આત્મસ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું તે આ પ્રકારે છે:
दुकम्मरहियं अणोवमं णाणविग्गहं सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवदि दुष्टाष्टकर्मरहितं अनुपमं ज्ञानविग्रहं नित्यम् । शुद्धं जिनैः भणितं आत्मा भवति स्वद्रव्यम् ।।१८।। દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને,
જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮
અર્થ:- સંસારનાં દુ:ખ આપવાવાળા જ્ઞાનાવરણાદિક દુષ્ટ આઠ કર્મોથી રહિત છે જેને કોઈની ઉપમા આપી શકાય નહિ એવો અનુપમ છે, જેનું જ્ઞાન એ જ શરીર છે, જેનો નાશ નથી એવો અવિનાશી-નિત્ય છે અને શુદ્ધ અર્થાત્ વિકાર રહિત છે તે કેવલજ્ઞાનમયી આત્મા જિન ભગવાન સર્વશે કહ્યો છે, તે જ સ્વદ્રવ્ય છે.
૧ આત્મસ્વભાવેતર = જ્ઞાનરૂપ શરીરવાળો.
णिच्चं। सद्दव्वं ।। १८ ।।
ભાવાર્થ:- જ્ઞાનાનંદમય, અમૂર્તિક, જ્ઞાનમૂર્તિ પોતાનો આત્મા છે. તે જ એક સ્વદ્રવ્ય છે, અન્ય બધા–ચેતન, અચેતન, મિશ્ર-૫૨દ્રવ્ય છે. ૧૮
=
૨૫૫
આત્મસ્વભાવથી અન્ય. ૨ અવિતથપણે
=
સત્યપણે; યથાર્થપણે. ૩ જ્ઞાનવિગ્રહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૬
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હવે કહે છે કે જે આવા નિજદ્રવ્યનું ધ્યાન કરે છે તે નિર્વાણ પામે છેઃ
जे झायंति सदव्यं परदव्व परम्मुहा दु सुचरिता । ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं ये ध्यायंति स्वद्रव्यं परद्रव्यं पराङ्मुखास्तु ते जिनवराणां मार्गे अनुलग्ना : लभते
णिव्याणं ।। १९ ।।
પરવિમુખ થઈ નિજ દ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણે, જિનદેવના મારગ મહીં રસંલગ્ન તે શિવપદ લહે. ૧૯
અર્થ:- જે મુનિ પદ્રવ્યથી પરાભુખ થઈને સ્વદ્રવ્યનું-નિજ આત્મદ્રવ્યનું ધ્યાન કરે છે
તે પ્રગટ સુચરિત્રા અર્થાત્ નિર્દોષ ચારિત્રયુક્ત થઈને જિનવર તીર્થંકરોના માર્ગનું અનુલગ્ન (– અનુસંધાન, અનુસરણ ) કરીને નિર્વાણ પ્રાપ્ત કરે છે.
૧ સંલગ્ન
सुचरित्राः । निर्वाणम् ।। १९ ।।
ભાવાર્થ:- ૫દ્રવ્યનો ત્યાગ કરી જે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે તે નિશ્ચય ચારિત્રરૂપ થઈને જિનમાર્ગમાં લાગે છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૯
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જિનમાર્ગમાં લાગેલા યોગી શુદ્ધાત્માનું ધ્યાન કરી મોક્ષને પ્રાપ્ત કરે છે તો શું તેનાથી સ્વર્ગ પ્રાપ્ત થઈ શકતું નથી ? અવશ્ય પ્રાપ્ત કરી શકે છેઃ
=
जिणवरमएण जोई झाणे झाएइ सुद्धमप्पाणं । जेण लहइ णिव्वाणं ण लहइकिं तिण सुरलोयं ।। २० ।। जिनवरमतेन योगी ध्याने ध्यायति शुद्धमात्मानम् । येन लभते निर्वाणं न लभते किं तेन सुरलोकम् ।।२०।।
જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને ! જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે `સ૨લોકને ? ૨૦
અર્થ:- યોગી-ધ્યાની મુનિ છે. તે જિનવર ભગવાનના મતથી શુદ્ધ આત્માને ધ્યાનમાં ધ્યાવે છે, તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે. તો તેનાથી શું સ્વર્ગલોક પ્રાપ્ત ન થઈ શકે? અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે.
ભાવાર્થ:- કોઈ જાણતું હશે કે જિનમાર્ગમાં લાગી જઈને આત્માનું ધ્યાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ સ્વર્ગ તેમનાથી પ્રાપ્ત થઈ શકતું નથી. તેને કહે છે કે જિનમાર્ગમાં પ્રવર્તવાવાળા શુદ્ધ આત્માનું ધ્યાન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે તો તેનાથી સ્વર્ગલોક શું કઠિન છે? તે તો તેના માર્ગમાં જ છે. ૨૦
લાગેલ; વળગેલ; જોડાયેલ. ૨ સુરલોક = દેવલોક; સ્વર્ગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૭
હવે આ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે -
जो जाइ जोयणसयं दियहेणेक्के ण लेवि गुरुभारं। सो किं कोसद्धं पि हु ण सक्कए जाउ भुवणचले।।२१।। यः याति योजनशतं दिवसेनैकेन लात्वा गुरुभारम्। स किं कोशार्द्धमपि स्फुटं न शक्नोति यातुं भुवनतले।।२१।। બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે, તે વ્યક્તિથી ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧
અર્થ - જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તે આ પૃથ્વીતલ ઉપર અડધો ગાઉ ન ચાલી શકે? આ પ્રગટ-સ્પષ્ટ જાણો.
ભાવાર્થ:- જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તેને અર્થો ગાઉ ચાલવું તો અત્યંત સુગમ છે. આવી જ રીતે જિનમાર્ગમાં મોક્ષ પામનારને સ્વર્ગ પામવું તો અત્યંત સુગમ છે. ૨૧ હવે આ જ અર્થનું બીજું દષ્ટાંત કહે છે:
जो कोडिए ण जिप्पइ सुहडो संगामएहिं सव्वेहिं। सो किं जिप्पइ इक्किं णरेण संगामए सुहडो।।२२।। यः कोट्या न जीयते सुभट: संग्रामकैः सर्वैः। स किं जीयते एकेन नरेण संग्रामे सुभटः।।२२।। જે સુભટ હોય અજેય કોટિ નરોથી-સૈનિક સર્વથી,
તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી ? ૨૨ અર્થ:- જે કોઈ સુભટ સંગ્રામમાં બધા લડવાવાળા સાથે કરોડો મનુષ્યોને પણ સુગમતાથી જીતે છે તે સુભટ એક મનુષ્યને શું ન જીતે? અવશ્ય જ જીતે.
ભાવાર્થ- જે જિનમાર્ગમાં પ્રવર્તે છે તે કર્મનો નાશ કરે જ. તો શું સ્વર્ગને રોકવાવાળા એક પાપકર્મનો નાશ ન કરે? અવશ્ય કરે જ. ૨૨
હવે કહે છે કે સ્વર્ગ તો તપથી (શુભરાગરૂપી તપ દ્વારા) બધા જ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ધ્યાનના યોગથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે તે એ જ ધ્યાનના યોગથી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે:
૧ કોશાઈ = અર્ધ કોસ; અર્ધો ગાઉ. ૨ અજેય = ન જીતી શકાય એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
(અષ્ટપાહુડ
सग्गं तवेण सव्वो वि पावए तहिं वि झाणजोएण। जो पावइ सो पावइ परलोए सासयं सोक्खं ।।२३।। स्वर्गं तपसा सर्वः अपि प्राप्नोति किन्तु ध्यानयोगेन। यः प्राप्नोति सः प्राप्नोति परलोके शाश्वतं सौख्यम्।।२३।। તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમાં પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩
અર્થ - શુભરાગરૂપી તપ દ્વારા સ્વર્ગ તો બધા જ પામે છે, તથાપિ જે ધ્યાનના યોગથી સ્વર્ગ પામે છે તે જ ધ્યાનના યોગથી પરલોકમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ-કામ-ક્લેશાદિક તપ તો બધા જ મતવાળા કરે છે, તે સર્વ તપસ્વી મંદ કષાયના નિમિત્તથી સ્વર્ગને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ધ્યાન દ્વારા સ્વર્ગ પ્રાપ્ત કરે છે તે જિનમાર્ગમાં કહેલ ધ્યાનના યોગથી પરલોકને કે જેમાં શાશ્વત સુખ છે એવા નિર્વાણને પ્રાપ્ત કરે છે. ૨૩ હવે ધ્યાનના યોગથી મોક્ષ પ્રાપ્ત કરે છે તેને દષ્ટાંત-દષ્ટાંત દ્વારા દઢ કરે છે:
अइसोहणजोएण सुद्धं हेमं हवेइ जह तह य। कालाईलद्धीए अप्पा परमप्पओ हवदि।।२४।। अतिशोभनयोगेन शुद्धं हेमं भवति यथा तथा च। कालादिलब्ध्या आत्मा परमात्मा भवति।।२४।।
જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪
અર્થ:- જેમ સુવર્ણપત્થર ભઠ્ઠીમાં અગ્નિથી તપાવતાં શુદ્ધ સુવર્ણ બને છે તેવી જ રીતે કાળ આદિ લબ્ધિ પાકતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામગ્રીની પ્રાપ્તિથી આ આત્મા કે જે કર્મના સંયોગથી અશુદ્ધ છે તે જ પરમાત્મા બની જાય છે. ભાવાર્થ સુગમ છે. ૨૪
હવે કહે છે કે સંસારમાં વ્રત-તપથી સ્વર્ગ મળે છે. તે વ્રત-તપ સારાં છે, પરંતુ અવ્રતાદિકથી નરકાદિ ગતિ થાય છે તે અવ્રતાદિક શ્રેષ્ઠ નથીઃ
वर वय तवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं। छाया तवट्ठियाणं पडिवालंताण गुरु भेयं ।। २५ ।।
૧ અતીત શોભન = અતિ સારા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૯
वरं व्रततपोभिः स्वर्ग: मा दुःखं भवतु नरके इतरैः। छाया तपस्थितानां प्रतिपालयतां गुरु भेदः ।।२५।। "દિવ-કીક વ્રતતપથી, ન હો દુ:ખ ઈતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫
અર્થ - વ્રત અને તપથી સ્વર્ગ મળે છે તે શ્રેષ્ઠ છે. પરંતુ અવ્રત અને અતપથી પ્રાણીને નરક ગતિમાં દુઃખ થાય તે ઇચ્છવા યોગ્ય નથી. છાયા અને તડકામાં બેસવાવાળાને વિરૂદ્ધ કારણોથી મોટો ભેદ દેખાય છે.
ભાવાર્થ:- જેમ છાયાનું કારણ તો વૃક્ષાદિક છે, તેની છાયામાં જે બેસે તે સુખ પામે છે અને ગરમીનું કારણ સુર્ય કે અગ્નિ આદિ છે. તેના નિમિત્તથી ગરમી લાગે છે. જે તેની પાસે બેસે છે તે દુઃખ પામે છે. આ પ્રકારે બન્નેમાં મોટો તફાવત છે. આ પ્રમાણે જે વ્રત તપનું આચરણ કરે છે સ્વર્ગના સુખ પ્રાપ્ત કરે છે અને જે વ્રત-તપનું આચરણ કરતા નથી, પણ વિષય-કષાયનું સેવન કરે છે તે નરકનું દુઃખ પ્રાપ્ત કરે છે. આ રીતે આ બન્નેમાં મોટો ભેદ છે. તેથી અહીં કહેવાનો આ આશય છે કે જ્યાં સુધી નિર્વાણ ન થાય (મોક્ષ પ્રાપ્ત ન થાય) ત્યાં સુધી વ્રત-તપ આદિકમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે, જેનાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે અને નિર્વાણની સાધનામાં પણ સહકારી છે. વિષય-કપાયાદિકની પ્રવૃત્તિનું ફળ તો કેવળ નરકાદિકનું દુઃખ છે. તે દુઃખના કારણોનું સેવન કરવું એ તો મોટી ભૂલ છે-આ પ્રમાણે જાણવું જોઈએ. ૨૫
હવે કહે છે કે, સંસારમાં રહે ત્યાં સુધી વ્રત-તપ પાળવા શ્રેષ્ઠ કહ્યાં; પરંતુ જે સંસારમાંથી બહાર નીકળવા ઇચ્છે છે તે આત્માનું ધ્યાન કરે.
जो इच्छइ णिस्सरि, संसार महण्णवाउ रुंदाओ। कम्मिंधणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ।। २६ ।।
यः इच्छति निःसत्तुं संसारमहार्णवात् रुद्रात्। कर्मेन्धनानां दहनं सः ध्यायति आत्मानां शुद्धम्।।२६।।
*સંસાર-અર્ણવ રુદ્રથી નિઃસરણ ઈચ્છે જીવ જે, ધ્યાવે કરમ-ઈન્જન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬
૧ દિવ-ઠીકવ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુ:ખ પ્રાપ્ત થાય તેના કરતાં) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે. ૨ ઈતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી). ૩ પ્રતીક્ષા કરણમાં = રાહ જોવામાં. ૪ સંસાર-અર્ણવરૂદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી. ૫ નિ:સરણ = બહાર નીકળવું તે. ૬ કરમ-બંધન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાને બાળી નાખનાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
(અષ્ટપાહુડ
અર્થ:- જે જીવ રૂદ્ર અર્થાત્ મોટા વિસ્તારરૂપ સંસારરૂપી સમુદ્ર તેમાંથી બહાર નીકળવા ઇચ્છે છે તે જીવ કર્મરૂપી ઇંધનને બાળનાર શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ:- નિર્વાણની પ્રાપ્તિ કર્મનો નાશ થાય ત્યારે થાય છે. અને કર્મનો નાશ શુદ્ધાત્માના ધ્યાનથી થાય છે. તેથી સંસારથી નીકળીને જે મોક્ષ ઇચ્છે છે તે શુદ્ધ આત્માનું કે જે કર્મમળથી રહિત અનંત ચતુર્ય સહિત નિજ આત્મસ્વરૂપ પરમાત્મા છે તેનું ધ્યાન કરે છે. મોક્ષનો ઉપાય આના સિવાય બીજો કોઈ નથી. ર૬
હવે આત્માનું ધ્યાન કરવાની વિધિ બતાવે છે -
सव्वे कसाय मोत्तुं गारवमयरायदोसवामोहं। लोय ववहारविरदो अप्पा झाएह झाणत्थो।।२७।।
सर्वान् कषायान् मुक्त्वा गारवमदरागदोष व्यामोहम्। लोकव्यवहारविरतः आत्मानं ध्यायति ध्यानस्थः।।२७।। સઘળા કષાયો 'મોહરાગ વિરોધ-મદ-ગારવ તજી, ધ્યાનસ્થ ધ્યાને આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ૨૭
અર્થ - મુનિ સર્વ કષાયોને છોડી દઈ તથા ગારવ, મદ, રાગ, દ્વેષ અને મોહ તેમને છોડીને, લોકવ્યવહારથી વિરક્ત થઈને, ધ્યાનમાં સ્થિર થઈ આત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ- મુનિ આત્માનું ધ્યાન આવી રીતે કરે : પ્રથમ તો ક્રોધ, માન, માયા, લોભ-આ સર્વ કષાયોને છોડે, ગારવ છોડે, મદ-જાતિ આદિના ભેદથી આઠ પ્રકારના છે તેને છોડ, રાગ-દ્વેષ છોડ અને લોક વ્યવહાર-જે સંઘમાં રહેવામાં પરસ્પર વિનયાચાર, વૈયાવૃત્ય, ધર્મોપદેશ, વાંચન કરવું, ભણાવવું ઇત્યાદિને પણ છોડીને ધ્યાનમાં સ્થિર થઈ જાય. આ પ્રકારે આત્માનું ધ્યાન કરે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે સર્વ કષાયોને છોડવાનું કહ્યું તેમાં તો સર્વ ગાર-માદાદિક આવી ગયા. તો ફરી તેમને ભિન્ન ભિન્ન કેમ કહ્યાં?
તેનું સમાધાન આ પ્રમાણે છે કે આ સર્વે કષાયોમાં તો ગર્ભિત છે, પરંતુ વિશેષરૂપથી બતાવવા માટે જુદા જુદા કહ્યા છે. કષાયની પ્રવૃત્તિ આ પ્રકારે છે જે પોતાના માટે અનિષ્ટ છે તેનાથી ક્રોધ કરે, બીજાને નીચા માનીને માન કરે, કોઈ કાર્ય નિમિત્તે કપટ કરે, આહારાદિકમાં લોભ કરે.
૧ મોહ રાગ વિરોધ = મોહ રાગ દ્વેષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
ર૬૧
ગારવ-રસ ગારવ, ઋદ્ધિ ગારવ ને સાતા ગારવ-એમ ત્રણ પ્રકારના છે. તે જો કે માનકષાયમાં ગર્ભિત છે તોપણ તેમાં પ્રમાદની બહુલતા હોવાથી ભિન્નરૂપે કહ્યાં છે.
શબ્દ ગારવ એટલે હું કેવો સુંદર વર્ણોચ્ચાર કરું છું? મારો કેવો સચિર, મધુર ધ્વનિ, વ્યાખ્યાનની શોભામાં અનહૂદવૃદ્ધિ કરે છે; આ બિચારા બીજા વક્તાઓને મારા જેવી વસ્તૃત્વકળા નથી, એમ ગણી અભિમાન કરવું તે શબ્દ ગારવ છે.
મારા જેવી શિષ્યાદિની વિશાળ સામગ્રી બીજાઓને નથી એવું અભિમાન કરે તે ઋદ્ધિગારવ છે.
હું ત્યાગી છતાં ઇન્દ્ર સુખ, ચક્રવર્તીનું સુખ કે તીર્થકર જેવું સુખ ભોગવું છું. આ બિચારા બીજા ત્યાગીઓને તેવું સુખ નથી; એમ સાતાનું અભિમાન તે સાતા ગારવ છે.
જાતિ તે માતાનો વંશ, કુળ તે પિતાનો વંશ, તે ઉત્તમ હોવાનું અભિમાન તે જાતિ મદ તથા કુળ મદ છે. તેવી જ રીતે લાભ, રૂપ, તપ, બલ, વિધા ને ઐશ્વર્ય તેનો મદ એ આઠ મદ કહ્યાં છે. તે ન કરે.
રાગ-દ્વેષ પ્રીતિ-અપ્રીતિને કહે છે કોઈથી પ્રેમ કરવો ને કોઈથી અપ્રીતિ કરવી–આ પ્રકારે લક્ષણના ભેદથી કહ્યું. પરમાં મમત્વ તે મોટું છે. સંસારનું મમત્વ તો મુનિને છે જ નહિ, પરંતુ ધર્માનુરાગથી શિષ્યાદિમાં મમત્વ છે તે પણ તજવા યોગ્ય છે.
આ પ્રકારે ભેદ વિવક્ષાથી ભિન્નભિન્ન કહ્યા છે. એ બધા ધ્યાનના નાશ કરવાવાળા ઘાતકભાવ છે. તેમને છોડ્યા વિના ધ્યાન થતું નથી. તેથી જેવી રીતે ધ્યાનમાં સ્થિરતા રહે તેમ કરે. ૨૭ હવે આને જ વિશેષરૂપથી કહે છે:
मिच्छत्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविहेण। मोणव्वएण जोइ जोयत्थो जोयए अप्पा।।२८।। मिथ्यात्वं अज्ञानं पापं पुण्यं त्यक्त्वा त्रिविधेन। मौनव्रतेन योगी योगस्थः द्योतयति आत्मानम्।।२८।। ત્રિવિધે તજી મિથ્યાત્વને, અજ્ઞાનને, અઘ-પુણ્યને,
યોગસ્થ યોગી, મૌનવ્રતસંપન્ન ધ્યાને આત્માને. ૨૮ અર્થ:- યોગી-ધ્યાની મુનિ છે તે મિથ્યાત્વ, અજ્ઞાન ને પાપ-પુણ્ય તેમને મન-વચનકાયથી છોડીને મૌનવ્રત દ્વારા ધ્યાનમાં સ્થિર થઈને આત્માનું ધ્યાન કરે છે.
૧ અધ-પુણ્યને = પાપને તથા પુણ્યને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- કેટલાય અન્યમતી યોગી ધ્યાની કહેવાય છે. તેથી જૈનલિંગી પણ કોઈ દ્રવ્યલિંગને ધારણ કરવાથી ધ્યાની માનવામાં આવે તો તેના નિષેધ માટે આ પ્રમાણે કહ્યું છે કેમિથ્યાત્વ અને અજ્ઞાનને છોડી આત્માના સ્વરૂપને યથાર્થ જાણીને સમ્યક્ શ્રદ્ધાન જેણે કર્યું નથી તેને મિથ્યાત્વ-અજ્ઞાન તો લાગેલું જ છે ત્યારે ધ્યાન શેનું હોય ? તથા પુણ્ય-પાપ બન્ને બંધનસ્વરૂપ છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ રહે છે. જ્યાં સુધી મોક્ષનું સ્વરૂપ પણ જાણ્યું નથી ત્યાંસુધી ધ્યાન શેનું હોય ? અને (સમ્યક્ પ્રકારે સ્વરૂપગુપ્ત સ્વઅસ્તિમાં સ્થિર થઈને) મન-વચનની પ્રવૃત્તિ છોડી દઈ મૌન ન કરે તો એકાગ્રતા કેવી રીતે થાય? તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, પુણ્ય, પાપને મન-વચન-કાયની પ્રવૃત્તિ છોડવાને જ ધ્યાનમાં યોગ્ય કહી છે. આ પ્રકારે આત્માનું
ધ્યાન કરવાથી મોક્ષ થાય છે. ૨૮
હવે ધ્યાન કરવાવાળા મૌન ઘારણ કરીને રહે છે, તે ક્યો વિચાર કરીને મૌન રહે છે તે
કહે છેઃ
जं मया दिस्सदे रूवं तं ण जाणादि जागं दिस्सदे णेव तम्हा झंपेमि
૨ ન દશ્યમાન
सव्वहा । केणहं ।। २९ ।।
यत् मया दृश्यते रूपं तत् न जानाति सर्वथा । ज्ञायकं दृश्यते न तत् तस्मात् जल्पामि केन अहम् ।। २९ ।।
અર્થ:- જે રૂપને હું દેખું છું તે રૂપ મૂર્તિક વસ્તુ છે, જડ છે, અચેતન છે, સર્વ પ્રકારથી તે કંઈપણ જાણતું નથી. અને હું શાયક છું, અમૂર્તિક છું, આ તો જડ-અચેતન છે, તે સર્વ પ્રકારથી કાંઈ પણ જાણતું નથી. તેથી હું કોની સાથે બોલું?
=
દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ને જાણનાર `ન દશ્યમાન; હું બોલું કોની સાથમાં ? ૨૯
ભાવાર્થ:- જો બીજું કોઈ વાત કરવાવાળું હોય તો પરસ્પર બોલવાનો સંભવ છે. પરંતુ આત્મા તો અમૂર્તિક છે, એ કંઈ વચન બોલતો નથી. અને જે રૂપી પુદ્દગલ છે તે અચેતન છે તે કોઈને જાણતું નથી-દેખતું નથી. તેથી ધ્યાન કરવાવાળા મુનિ કહે (વિચારે) છે કે−હું કોની સાથે વાત કરૂં? એટલા માટે મારે મૌન છે. ૨૯
હવે કહે છે કે આ પ્રકારે ધ્યાન કરવાથી સર્વે કર્મોના આસવનો નિરોધ કરીને સંચિત કર્મોનો નાશ કરે છેઃ
દેખાતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૩
सव्वासवणिरोहेण कम्मं खवदि संचिदं। जोयत्थो जाणए जोई जिणदेवेण भासियं ।।३०।।
सर्वास्रवनिरोधेन कर्म क्षपयति संचितम्। योगस्थ: जानाति योगी जिनदेवेन भाषितम्।।३०।।
આસવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વકર્મ તણો કરે, જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ યોગી;જિન કહે. ૩૦
અર્થ:- યોગસ્થ એટલે ધ્યાનમાં સ્થિર થયેલ યોગી મુનિ સર્વ કર્મના આસ્રવનો નિરોધ કરીને, સંવરયુક્ત થઈને પૂર્વે બાંધેલા કર્મો જે સંચયરૂપ છે તેમનો ક્ષય કરે છે. આ પ્રકારે જિનદેવે કહ્યું છે તે જાણો.
ભાવાર્થ- ધ્યાનથી કર્મનો આસ્રવ રોકાય છે. તેથી આગામી બંધ થતો નથી અને પૂર્વે સંચિત કરેલા કર્મોની નિર્જરા થાય છે. ત્યારે કેવળજ્ઞાન પ્રગટાવી સમસ્ત લોકાલોકના જ્ઞાતાદેખા સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા બને છે. આ આત્માના ધ્યાનનું માહાભ્ય છે. ૩૦
હવે કહે છે કે જે વ્યવહારમાં તત્પર છે તેને આ ધ્યાન હોતું નથી -
जो सुत्तो व्यवहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे।। ३१ ।।
यः सुप्तः व्यवहारे सः योगी जागर्ति स्वकार्ये। य: जागर्ति व्यवहारे स: सुप्तः आत्मनः कार्ये।। ३१ ।।
યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં. ૩૧
અર્થ:- જે યોગી ધ્યાનમુનિ વ્યવહારમાં સૂતા છે, તે પોતાના સ્વરૂપના કાર્યમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્માના કાર્યમાં સૂતા છે.
ભાવાર્થ- મુનિને સંસારી વ્યવહાર તો કંઈ છે નહીં અને જો કાંઈ હોય તો મુનિ કેવા? તે તો પાખંડી છે. ધર્મનો વ્યવહાર-સંઘમાં રહેવું, મહાવ્રતાદિ પાળવા આવા વ્યવહારમાં પણ તત્પર હોતા નથી. સર્વે પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરીને ધ્યાન કરે છે તે વ્યવહારમાં સૂતા છે એમ કહેવાય છે. અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થઈને દેખે છે. –જાણે છે તે પોતાના આત્મકાર્યમાં જાગતા-સાવધાન છે. પરંતુ જેઓ વ્યવહારમાં તત્પર છે, -સાવધાન છે, -સ્વરૂપની દષ્ટિ નથી તે વ્યવહારમાં જાગે છે એમ કહેવાય છે. ૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
(અષ્ટપાહુડી
હવે એમ કહે છે કે યોગી પૂર્વોક્ત કથનને જાણીને વ્યવહારને છોડી આત્મકાર્ય કરે છે:
इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं । झायइ परमप्पाणं जह भणियं जिणवरिंदेहिं।। ३२ ।।
इति ज्ञात्वा योगी व्यवहारं त्यजति सर्वथा सर्वम्। ध्यायति परमात्मानं यथा भणितं जिनवरेन्द्रैः।। ३२।।
ઈમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવો વડે. ૩૨
અર્થ:- આ પ્રકારે પૂર્વોક્ત કથનને જાણી યોગી–ધ્યાની મુનિ છે તે સર્વ વ્યવહારને સર્વ પ્રકારથી છોડી દે છે; અને પરમાત્માનું ધ્યાન કરે છે-જેવું જિનવરેન્દ્ર તીર્થકર સર્વશદેવે કહ્યું છે તેવું જ પરમાત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ- સર્વથા સર્વ વ્યવહારને છોડવાનું કહ્યું, તેનો આશય આ પ્રકારે છે કેલોકવ્યવહાર તથા ધર્મવ્યવહાર બધું જ છોડે ત્યારે ધ્યાન થાય છે. તેથી જેમ જિનદેવે કહ્યું છે તેવી રીતે પરમાત્માનું ધ્યાન કરવું. અન્યમતી પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા કહે છે ને તેના ધ્યાનનો પણ જુદી જુદી રીતે ઉપદેશ કરે છે તેનો નિષેધ કર્યો છે. જિનદેવે પરમાત્માનું તથા ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે તે સત્યાર્થ છે. પ્રમાણભૂત છે. તેવું જ જે યોગીશ્વર કરે છે તે જ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. ૩૨
હવે જિનદેવે જેવી ધ્યાન-અધ્યયનની પ્રવૃત્તિ કહી છે તેવો જ ઉપદેશ કરે છે:
पंचमहव्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीसु। रयणत्तयसंजुत्तो झाणज्झयणं सया कुणह।।३३।।
पंचमहाव्रतयुक्त: पंचसु समितिषु तिसृषु गुप्तिषु। रत्नत्रयसंयुक्त: ध्यानाध्ययनं सदा कुरु।।३३।। તું પંચસમિત ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રતે, ‘રત્નત્રયી સંયુતપણે કર નિત્ય *ધ્યાનાધ્યયનને. ૩૩
૧ પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો ). ૨ ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો થકો ). ૩ રત્નત્રયીસંયુતપણે = રત્નત્રય સંયુક્તપણે. ૪ ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
ર૬૫
અર્થ:- આચાર્ય કહે છે કે પાંચ મહાવ્રત સહિત વર્તતા થકા તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત વર્તતા થકા અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રય સહિત વર્તતા થકા એવા હે મુનિ જનો! તમે ધ્યાન અને અધ્યયન-શાસ્ત્રોનો અભ્યાસ સદા કરો.
ભાવાર્થ- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ-આ પાંચ મહાવ્રત; ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, પ્રતિષ્ઠાપન-એ પાંચ સમિતિ અને મન, વચન, કાયના નિગ્રહરૂપ ત્રણ ગુપ્તિ-આ તેર પ્રકારનું ચારિત્ર જિનદેવે કહ્યું છે. તેનાથી યુક્ત વર્તતા થકા અને નિશ્ચય વ્યવહારરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેલ છે તેનાથી યુક્ત થઈને ધ્યાન અને અધ્યયન કરવાનો ઉપદેશ છે. તેમાં પણ મુખ્ય તો ધ્યાન જ છે અને જો એમાં મન ન લાગે તો શાસ્ત્રના અભ્યાસમાં મન લગાડવું. આ પણ ધ્યાન તુલ્ય જ છે. કેમકે શાસ્ત્રમાં પરમાત્માના સ્વરૂપનો નિર્ણય છે તે આ ધ્યાનનું જ અંગ છે. ૩૩.
હવે કહે છે કે જે રત્નત્રયની આરાધના કરે છે તે જીવ આરાધક જ છે
रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयव्वो। आराहणाविहणं तस्स फलं केवलं गाणं।।३४।।
रत्नत्रयमाराधयन जीव: आराधक: ज्ञातव्यः। आराधनाविधानं तस्य फलं केवलं ज्ञानम्।।३४।।
રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો ! ૩૪
અર્થ:- રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરનાર જીવને આરાધક જાણવો અને આરાધનાના વિધાનનું ફળ કેવળજ્ઞાન છે.
ભાવાર્થ:- જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરે છે તે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. ૩૪
હવે કહે છે કે શુદ્ધાત્મા છે તે કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાન છે તે શુદ્ધાત્મા છે:
सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरिसी य। सो जिणवरेहिं भणिओ जाण तुमं केवलं णाणं ।। ३५।।
सिद्धः शुद्धः आत्मा सर्वज्ञः सर्वलोकदर्शी च। સ: નિનવ૨: મળત: નાનાદિ – જેવ« જ્ઞાના રૂફ /
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
(અષ્ટપાહુડ
છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે સર્વજ્ઞાનીદર્શી છે, તું જાણે રે! જિનવરકથિત આ જીવ કેવળજ્ઞાન છે. ૩૫
અર્થ:- આત્મા જિનવર સર્વજ્ઞદેવે એવો કહ્યો છે. તે કેવો છે? “સિદ્ધ” છે- કોઈથી ઉત્પન્ન થયો નથી. સ્વયંસિદ્ધ છે; “શદ્ધ” છે-કર્મમળથી રહિત છે; “સર્વજ્ઞ” છે. સર્વ લોકાલોકને જાણે છે. અને “સર્વદર્શી” છે–સર્વ લોક-અલોકને દેખે છે. -આ પ્રકારે આત્મા છે. તો તું તેને જ કેવલજ્ઞાન જાણ અથવા તે કેવલજ્ઞાનને જ આત્મા જાણ. આત્મામાં અને જ્ઞાનમાં કાંઈ પ્રદેશભેદ નથી. ગુણ-ગુણી ભેદ છે તે ગૌણ છે. આ આરાધનાનું ફળ જે પહેલાં કહ્યું તે કેવળજ્ઞાન જ છે. ૩પ
હવે કહે છે કે જે યોગી જિનદેવના મતથી રત્નત્રયની આરાધના કરે છે તે આત્માનું ધ્યાન કરે છે:
रयणत्तयं पि जोई आराहइ जो हु जिणवरमएण। सो झायदि अप्पाणं परिहरइ परं ण संदेहो।।३६ ।।
रत्नत्रयमपि योगी आराधयति यः स्फुटं जिनवरमतेन। स: ध्यायति आत्मानं परिहरति परं न सन्देहः।।३६ ।।
જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી, તે આત્મને ધ્યાવે અને પ૨ પરિહરે;-શંકા નથી. ૩૬
અર્થ:- જે યોગી-ધ્યાની મુનિ જિનેશ્વર દેવના મતની આજ્ઞાથી રત્નત્રય-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિશ્ચયથી આરાધના કરે છે તે પ્રગટરૂપથી આત્માનું જ ધ્યાન કરે છે, કેમકે રત્નત્રય આત્માનો ગુણ છે અને ગુણ-ગુણીમાં ભેદ નથી. રત્નત્રયની આરાધના છે તે આત્માની જ આરાધના છે. તે જ પરદ્રવ્યને છોડે છે એમાં સદેહુ નથી.
ભાવાર્થ- સુગમ છે. ઘ૬
પહેલાં પૂછયું હતું કે આત્મામાં રત્નત્રય કેવી રીતે છે? તેનો ઉત્તર હવે આચાર્ય કહે
जं जाणइ तं णाणं जं पिच्छइ तं च दंसणं णेयं । तं चारित्तं भणियं परिहारो पुण्णपावाणं ।।३७।।
यत् जानाति तत् ज्ञानं यत्पश्यति तच्च दर्शनं ज्ञेयम्। तत् चारित्रं भणितं परिहारः पुण्यपापानाम्।।३७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૭
જે જાણવું તે જ્ઞાન, દેખે તેહ દર્શન જાણવું,
જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું, ૩૭. અર્થ:- જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે અને જે પુણ્ય તથા પાપને પરિહારે છે તે ચારિત્ર છે-આ પ્રકારે જાણવું જોઈએ
ભાવાર્થ:- અહીં જાણવાવાળું, દેખવાવાળું અને ત્યાગવાવાળું જ્ઞાન દર્શન, ચારિત્ર કહ્યું. આ તો ગુણીના ગુણ છે, અને (ગુણ) કર્તા થતા નથી. તેથી જાણવા, દેખવા, ત્યાગવાની ક્રિયાનો કર્તા આત્મા છે. માટે આ ત્રણે આત્મા જ છે. ગુણ-ગુણીમાં કોઈ પ્રદેશ ભેદ હોતા નથી. આ પ્રકારે રત્નત્રય છે તે આત્મા જ છે એ રીતે જાણવું. ૩૭
હવે આ જ અર્થને બીજા પ્રકારથી કહે છે:
तच्चरुई सम्मत्तं तच्चग्गहणं हवइ सण्णाणं। चारित्तं परिहारो परूवियं जिणवरिंदेहिं।।३८।।
तत्त्वरुचिः सम्यक्त्वं तत्त्वग्रहणं च भवति संज्ञानम्। चारित्रं परिहार: प्रजल्पितं जिनवरेन्द्रैः।।३८।। છે તત્ત્વરુચિ, તત્ત્વતણું ગ્રહણ સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે; જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૩૮
અર્થ - તત્ત્વચિ સમ્યકત્વ છે, તત્ત્વનું ગ્રહણ સમ્યજ્ઞાન છે. અને પરિહાર-ત્યાગ ચારિત્ર છે. આ પ્રકારે જિનવરેન્દ્ર તીર્થકર સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ- જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ-આ તત્ત્વોનું શ્રદ્ધાનરુચિ-પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, તેમને જ જાણવું તે સમ્યજ્ઞાન છે અને પરદ્રવ્યના પરિહાર સંબંધી ક્રિયાની નિવૃત્તિ તે ચારિત્ર છે. આ પ્રકારે જિનેશ્વરદેવે કહ્યું છે. તેમને નિશ્ચયવ્યવહારનયથી આગમ અનુસાર સાધવું. ૩૮ હવે સમ્યગ્દર્શનને મુખ્ય કરીને કહે છે:
दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं। दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं।। ३९ ।। दर्शनशुद्धः शुद्धः दर्शनशुद्धः लभते निर्वाणम्। दर्शनविहीन पुरुषः न लभते तं इष्टं लाभम्।।३९ ।।
૧ ગ્રહણ = સમજણ; જાણવું તે; જ્ઞાન. ૨ સજ્ઞાન = સમ્યજ્ઞાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
(અષ્ટપાહુડી
'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુક્તિ લહે, દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯
અર્થ:- જે પુરુષ દર્શનથી શુદ્ધ છે તે જ શુદ્ધ છે. કેમકે જેનું દર્શન શુદ્ધ છે તે જ નિર્વાણને પામે છે અને જે પુરુષ સમ્યગ્દર્શનથી રહિત છે તે પુરુષ ઇચ્છિત લાભ અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - લોકમાં પ્રસિદ્ધ છે કે કોઈ પુરુષ કોઈ વસ્તુને ઇચ્છે અને તેની રુચિપ્રતીતિ-શ્રદ્ધા ન હોય તો તેની પ્રાપ્તિ થતી નથી. તેથી સમ્યગ્દર્શન જ નિર્વાણ પ્રાપ્તિમાં મુખ્ય છે. ૩૯
હવે કહે છે કે આવા સમ્યગ્દર્શનને ગ્રહણ કરવાનો ઉપદેશ સારરૂપ છે, તેને જે માને છે તે સમ્યકત્વ છે:
इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जं तु। तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि।।४०।।
इति उपदेशं सारं जरा मरण हरं स्फुटं मन्यते यत्तु। तत् सम्यक्त्वं भणितं श्रमणानां श्रावकाणामपि।।४०।।
જ૨મરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦
અર્થ:- આ પ્રકારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપદેશ છે તે સારરૂપ છે, તે જરા, મરણ, રોગ, જન્માદિ સર્વ દુ:ખને હરનાર છે. તેને જે માને-શ્રદ્ધા કરે તે જ સમ્યકત્વ છે. તે મુનિઓ અને શ્રાવકો-સર્વને માટે કહ્યો છે. માટે સમ્યકત્વપૂર્વક જ્ઞાન-ચારિત્રને ધારણ કરો.
ભાવાર્થ:- જીવના જેટલા ભાવો છે તે સર્વમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ભાવો સર્વોત્તમ સારરૂપ છે, તે જ જીવને હિતરૂપ છે. તેમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે. જેના વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા કહેવાય છે. માટે સમ્યગ્દર્શનને મુખ્ય જાણી સૌથી પ્રથમ તેને અંગીકાર કરો એ ઉપદેશ મુનિ તેમ જ શ્રાવક-સર્વને છે. ૪૦
હવે સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહે છે:
૧ દગશુદ્ધ = દર્શનશુદ્ધ. ૨ જમરણહુર = જરા અને મરણનો નાશક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૯
जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएण। तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरसीहिं।। ४१।।
जीवाजीवविभक्ति योगी जानाति जिनवरमतेन। तत संज्ञानं भणितं अवितथं सर्वदर्शिभिः ।। ४१।।
જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી, સર્વજ્ઞદેવે તેને સજ્ઞાન ભાખ્યું તથ્યથી. ૪૧
અર્થ:- જે યોગી–મુનિ જીવ-અજીવ પદાર્થના ભેદ જિનંદ્ર ભગવાનના મત અનુસાર જાણે છે તેને સર્વજ્ઞદેવે યથાર્થરૂપે સમ્યજ્ઞાન કહ્યું છે. માટે તે જ સત્યાર્થ છે. અન્ય છબસ્થનું કહેલ સત્યાર્થ નથી-અસત્યાર્થ છે. સર્વજ્ઞનું કહેલ જ સત્યાર્થ છે.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ જાતિ અપેક્ષાથી છ દ્રવ્ય કહ્યા છે. (સંખ્યા અપેક્ષાથી અનંત અનંતાનંત, એક એક, એક અને અસંખ્ય છે.) તેમાં જીવને દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ કહે છે. જીવ હંમેશા અમૂર્તિક-અરૂપી છે. અર્થાત સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ રહિત છે. પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ –આ પાંચ દ્રવ્યોને અજીવ કહે છે-તે અચેતન છે, જડ છે, તેમાં પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ સહિત મૂર્તિક (રૂપી) છે, ઇન્દ્રિયગોચર છે. અન્ય ચાર અમૂર્તિક છે. આકાશ, ધર્મ, અધર્મ અને કાલ-એ ચાર તો જેવા છે તેવા જ રહે છે.
જીવ અને પુદ્ગલને અનાદિ સંબંધ છે. છદ્મસ્થને ઇન્દ્રિયગોચર પુદ્ગલસ્કંધ છે, તેમને ગ્રહણ કરીને જીવ રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમન કરે છે. શરીરાદિને પોતાનું માને છે તથા ઇષ્ટઅનિષ્ટ માનીને રાગદ્વેષરૂપ થાય છે. તેથી પુદગલ નવીન કર્મરૂપ થઈને બંધને પ્રાપ્ત થાય છે. –આ નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે. આ પ્રકારે આ જીવ અજ્ઞાની થઈને જીવ-પુદગલના ભેદને ન જાણતાં મિથ્યાજ્ઞાની થાય છે. માટે આચાર્ય કહે છે કે જિનદેવના મતથી જીવ-અજીવનો ભેદ જાણીને સમ્યગ્દર્શનનું સ્વરૂપ જાણવું.
આ રીતે જિનદેવે કહ્યું તે જ સત્યાર્થ છે. પ્રમાણ-નય દ્વારા એવું જ સિદ્ધ થાય છે. જિનદેવ સર્વજ્ઞ સર્વ વસ્તુને પ્રત્યક્ષ દેખીને કહ્યું છે.
અન્યમતી છબસ્થ છે. તેઓએ પોતાની બુદ્ધિમાં આવ્યું એવું જ કલ્પના કરીને કહ્યું છે. તે પ્રમાણસિદ્ધ નથી. તેમાં કેટલાક વેદાંતી એક બ્રહ્મ માત્ર કહે છે, બીજાં કાંઈ વસ્તુભૂત નથી, – માયારૂપ અવસ્તુ છે એમ માને છે. કેટલાક નૈયાયિક ને વૈશેષિક જીવને સર્વથા નિત્ય સર્વગત કહે છે, જીવને અને જ્ઞાનગુણને સર્વથા ભેદરૂપ માને છે અને અન્ય કાર્યમાત્ર છે
–
૧ તથ્યથી = સત્યપણે; અવિતથપણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
(અષ્ટપાહુડી
તેમને ઇશ્વર કરે છે-એ પ્રમાણે માને છે. કેટલાક સાંખ્યમતી પુરુષને ઉદાસીન ચૈતન્યસ્વરૂપ માનીને સર્વથા અકર્તા માને છે, જ્ઞાનને પ્રધાનપણે ધર્મ માને છે.
કેટલાક બૌદ્ધમતી સર્વ વસ્તુને ક્ષણિક માને છે, સર્વથા અનિત્ય માને છે. તેઓમાં પણ અનેક મતભેદ છે. કેટલાક વિજ્ઞાનમાત્ર તત્ત્વ માને છે, કેટલાક સર્વથા શૂન્ય માને છે ને કોઈ અન્ય પ્રકારે માને છે. મીમાંસક કર્મકાંડ માત્ર જ તત્ત્વ માને છે, જીવને અણુ માત્ર માને છે તોપણ કંઈ પરમાર્થ નિત્ય વસ્તુ નથી ઇત્યાદિ માને છે. ચાર્વાકમતી જીવને તત્ત્વ માનતા નથી, પંચભૂતોથી જીવની ઉત્પત્તિ માને છે.
ઇત્યાદિ બુદ્ધિકલ્પિત તત્ત્વ માનીને પરસ્પર વિવાદ કરે છે તે યુક્ત જ છે વસ્તુનું પૂર્ણ રૂપ દેખાતું નથી ત્યારે જેમ આંધળાઓ હાથીનો વિવાદ કરે છે તેમ વિવાદ જ હોય છે. માટે જિનદેવ સર્વજ્ઞ જે વસ્તુનું પૂર્ણરૂપ જોયું છે તે જ કહ્યું છે. આ પ્રમાણ અને નય દ્વારા અનેકાંતરૂપ સિદ્ધ થાય છે. તેમની ચર્ચા હેતુવાદના જૈનના ન્યાયશાસ્ત્રોમાંથી જાણી શકાય છે. તેથી આ ઉપદેશ છે કે જિનમતમાં જીવાજીવનું સ્વરૂપ સત્યાર્થ કહ્યું છે. તેને જાણવું તે સમ્યજ્ઞાન છે. આ પ્રકારે જાણીને જિનદેવની આજ્ઞા માની સમ્યજ્ઞાન અંગીકાર કરવું. તેનાથી જ સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે એમ જાણવું. ૪૧ હવે સમ્યક્રચારિત્રનું સ્વરૂપ કહે છે –
जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं। तं चारित्तं भणियं अवियप्प कम्मरहिएहिं।। ४२।। यत् ज्ञात्वा योगी परिहारं करोति पुण्यपापानाम्। तत् चारित्रं भणितं अविकल्पं कर्मरहितैः।।४२।। તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને,
ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨ અર્થ- યોગી-ધ્યાની મુનિ તે પુર્વોક્ત જીવાજીવને ભેદરૂપ સત્યાર્થ જાણીને પુણ્ય તથા પાપ એ બન્નેનો પરિહાર કરે છે, –ત્યાગ કરે છે તે ચારિત્ર છે. જે નિર્વિકલ્પ છે અર્થાત્ પ્રવૃત્તિરૂપ ક્રિયાના વિકલ્પોથી રહિત છે. તે ચારિત્ર ને ઘાતિકર્મોથી રહિત એવા સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ - ચારિત્ર નિશ્ચય-વ્યવહારના ભેદથી બે ભેદરૂપ છે. મહાવત સમિતિ-ગુપ્તિના ભેદથી કહ્યું છે તે વ્યવહાર છે. તેમાં પ્રવૃત્તિરૂપ ક્રિયા શુભકર્મ રૂપ બંધ કરે છે અને આ ક્રિયાઓમાં જેટલા અંશે નિવૃત્તિ છે ( અર્થાત્ તે જ સમયે સ્વાશ્રયરૂપ આશિક નિશ્ચય વીતરાગભાવ છે) તેનું ફળ બંધ નથી, તેનું ફળ કર્મની એકદેશ નિર્જરા છે. સર્વે કર્મોથી રહિત પોતાના આત્મસ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય ચારિત્ર છે. તેનું ફળ કર્મોનો નાશ જ છે. આ
૧ અવિકલ્પ = નિર્વિકલ્પ; વિકલ્પ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૧
(ચારિત્ર) પુણ્ય-પાપના પરિહારરૂપ નિર્વિકલ્પ છે. પાપનો તો ત્યાગ મુનિને હોય છે જ અને પુણ્યનો ત્યાગ આ પ્રકારે છે –
શુભક્રિયાનું ફળ પુણ્યકર્મનો બંધ છે, તેની વાંછા હોતી નથી. બંધના નાશનો ઉપાય તે નિર્વિકલ્પ નિશ્ચય ચારિત્રનો મુખ્ય ઉદ્યમ છે. આ પ્રકારે અહીં નિર્વિકલ્પ અર્થાત્ પુણ્ય-પાપથી રહિત એવું નિશ્ચયચારિત્ર કહ્યું છે. ચૌદમા ગુણસ્થાનના અંત સમયે પૂર્ણ ચારિત્ર હોય છે. તે ચૌદમે ગુણસ્થાને પહોંચતા જ મોક્ષ થાય છે એવો સિદ્ધાંત છે. ૪૨
હવે કહે છે કે આ પ્રકારે રત્નત્રય સહિત થઈને તપ-સંયમ ને સમિતિ પાળીને શુદ્ધાત્માનું ધ્યાન કરવાવાળા મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે:
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए। सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ।। ४३।। यः रत्नत्रययुक्त: करोति तप: संयतः स्वशक्त्या। सः प्राप्नोति परमपदं ध्यायन् आत्मानं शुद्धम्।।४३।। રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે,
શુદ્ધાત્મને ધ્યાતો થકો ‘ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩ અર્થ:- જે મુનિ રત્નત્રયસહિત થઈને સંયમી બની પોતાની શક્તિ અનુસાર તપ કરે છે તે શુદ્ધ આત્માનું ધ્યાન કરતાં કરતાં પરમપદ અર્થાત નિર્વાણ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જે મુનિ સંયમી, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ આ તેર પ્રકારના ચારિત્રને-જે પ્રવૃત્તિરૂપ વ્યવહાર ચારિત્ર સંયમ છે તેને ધારણ કરીને અને પૂર્વોક્ત પ્રકારે નિશ્ચય ચારિત્રથી યુક્ત થઈને પોતાની શક્તિ અનુસાર ઉપવાસ, કાયક્લેશાદિ બાહ્ય તપ કરે છે તે મુનિ અંતરંગ તપ-ધ્યાન દ્વારા શુદ્ધ આત્મામાં એકાગ્ર ચિત્ત કરીને ધ્યાન કરતાં કરતાં નિર્વાણને પ્રાપ્ત કરે છે. ૪૩
(નોંધઃ- જે છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય સ્વાશ્રયરૂપ નિશ્ચયરત્નત્રય સહિત છે તેના જ વ્યવહાર સંયમ-વ્રતાદિક વ્યવહાર ચારિત્ર મનાય છે.)
હવે કહે છે કે ધ્યાની આવી રીતે પરમાત્માનું ધ્યાન કરે છે – तिहि तिण्णि धरवि णिच्चं तियरहिओ तह तिएण परिरयरिओ।
दोदोसविप्पमुक्को परमप्पा झायए जोई।।४४।। त्रिभिः त्रीन् धृत्वा नित्यं त्रिकरहित: तथा त्रिकेण परिरकरितः।
द्वि दोषविप्रमुक्तः परमात्मानं ध्यायते योगी।।४४।।
૧ નિજશક્તિત: = પોતાની શક્તિપ્રમાણે. ૨ ઉત્કૃષ્ટપદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૭૨
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
`ત્રણથી ધ૨ી ત્રણ, નિત્ય નૈત્રિકવિરહિતપણે "ત્રિકયુતપણે, રહી “દોષયુગલ વિમુક્ત ધ્યાવે યોગી નિજ ૫૨માત્મને. ૪૪
અર્થ:- ‘ત્રિભિ ’:-મન-વચન-કાયાથી, ‘ ત્રીન' વર્ષા-શીત-ગ્રીષ્મ-એ ત્રણ ઋતુ કાળ યોગને ધારણ કરી, ‘ત્રિકરહિતઃ’ માયા, -મિથ્યા, નિદાન-એ ત્રણ શલ્યથી રહિત થઈને, ‘ત્રિકેણ પરિકરિતઃ ’ દર્શન, -જ્ઞાન, -ચારિત્રથી સહિત થઈને અને ‘દ્વિદોષવિપ્રમુક્તઃ’ બે દોષ અર્થાત્ રાગ-દ્વેષથી રહિત થઈ યોગી-ધ્યાની મુનિ છે તે ૫૨માત્મા અર્થાત્ સર્વ કર્મ રહિત શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ:- મન-વચન-કાયાથી, ત્રણ ઋતુકાળયોગ ધારણ કરી પરમાત્માનું ધ્યાન કરે. આ પ્રકારે કષ્ટમાં દઢ રહે ત્યારે જાણ થાય છે કે મુનિને ધ્યાનની સિદ્ધિ છે. કષ્ટ આવે ત્યારે ચલાયમાન થઈ જાય તો ધ્યાનની સિદ્ધિ કેવી ? કોઈ પ્રકારનું ચિત્તમાં શલ્ય રહેવાથી ચિત્ત એકાગ્ર થતું નથી ત્યારે ધ્યાન કેવી રીતે થાય? તેથી શલ્ય રહિત કહ્યું. શ્રદ્ધા, જ્ઞાન, આચરણ યથાર્થ ન હોય ત્યારે ધ્યાન કેવું? તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર મંડિત કહ્યું. અને રાગદ્વેષ-ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ રહે ત્યારે ધ્યાન કેવી રીતે બને? માટે પરમાત્માનું ધ્યાન કરે તે ઉ૫૨ કહેલા દોષોથી રહિત થઈને કરે એ તાત્પર્ય છે. ૪૪
હવે કહે છે કે જે આ પ્રકારે થાય છે તે ઉત્તમ સુખ પામે છે:
मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो। णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ।। ४५ ।।
(અષ્ટપાહુડ
मदमायाक्रोधरहितः लोभेन विवर्जितश्च यः जीवः । निर्मलस्वभावयुक्तः सः प्राप्नोति उत्तमं सौख्यम् ।। ४५ ।।
જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫
અર્થ:- જે જીવ મદ, માયા, ક્રોધ તેનાથી રહિત હોય અને લોભથી વિશેષરૂપથી રહિત હોય તે જીવ નિર્મળ વિશુદ્ધ સ્વભાવવાન થઈ ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- લોકમાં પણ એવું છે કે જે મદ અર્થાત્ અતિ અભિમાની અને માયા-કપટ તથા ક્રોધ તેનાથી રહિત હોય તેમ જ લોભથી વિશેષ રહિત હોય તે સુખ પામે છે.
૧ ત્રણથી = ત્રણ વડે ( અર્થાત્ મન-વચન-કાયાથી) ૨ ધી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષા કાળયોગ, શીતકાળ યોગ તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને) ૩ ત્રિક વિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી ) રહિતપણે ૪ ત્રિકયુતપણે ત્રણથી સંયુક્તપણે ( અર્થાત્ રત્નત્રયથી સહિતપણે ) ૫ દોષયુગલવિમુક્ત બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૩
તીવ્ર કષાયી અતિ આકુળતાયુક્ત થઈને નિરંતર દુઃખી રહે છે. તેથી આ જ રીતિ મોક્ષમાર્ગમાં પણ જાણો. જે ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કષાયોથી રહિત થાય છે ત્યારે નિર્મલ ભાવ થાય છે અને ત્યારે જ યથાખ્યાત ચારિત્ર પામીને ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે. ૪૫
હવે કહે છે કે જે વિષય કષાયોમાં આસક્ત છે, પરમાત્માની ભાવનાથી રહિત છે ને રૌદ્ર પરિણામી છે તે જિનમતથી પરાફમુખ છે. માટે તે મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકતાં નથી.
विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो। सो ण लहइ सिद्धिसुहं जिणमुद्दपरम्मुहो जीवो।।४६ ।।
विषयकषायैः युक्त: रुद्र: परमात्मभावरहितमनाः। सः न लभते सिद्धिसुखं जिनमुद्रापराङ्मुख: जीवः ।।४६ ।। પરમાત્મભાવનહીન રૂદ્ર, કષાયવિષયે યુક્ત જે, તે જીવ 'જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬
અર્થ:- જે જીવ વિષય-કપાય યુક્ત છે, રૌદ્ર પરિણામી છે, હિંસાદિક વિષય કપાયાદિક પાપોમાં હર્ષસહિત પ્રવૃત્તિ કરે છે અને જેનું ચિત્ત પરમાત્માની ભાવનાથી રહિત છે એવો જીવ જિનમુદ્રાથી પરામુખ છે. તે સિદ્ધિ સુખને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - જિનમતમાં એવો ઉપદેશ છે કે જે જીવ હિંસાદિક પાપોથી વિરક્ત હોય, વિષય-કષાયોમાં આસક્ત ન હોય અને પરમાત્માનું સ્વરૂપ જાણીને તેની ભાવના સહિત હોય છે તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી જિનમતની નિગ્રંથ મુદ્રાથી જે પરામુખ છે તેને મોક્ષ કેમ હોય? તે તો સંસારમાં જ ભ્રમણ કરે છે. અહીં રૂદ્રનું વિશેષણ આપ્યું છે. તેનો આશય એવો પણ છે કે રૂદ્ર અગિયાર હોય છે. તેઓ વિષય-કષાયોમાં આસક્ત બનીને જિનમુદ્રાથી ભ્રષ્ટ હોય છે. તેમનો મોક્ષ થતો નથી. તેમની કથા પુરાણોમાંથી જાણવી. ૪૬
હવે કહે છે કે જિનમુદ્રાથી મોક્ષ થાય છે, પરંતુ આ મુદ્રા જે જીવોને રૂચતી નથી તે સંસારમાં જ રહે છે –
जिणमुदं सिद्धिसुहं हवेइ णियमेण जिणवरुद्दिटुं। सिविणे वि ण रुच्चइ पुण जीवा अच्छंति भवगहणे।।४७।।
जिनमुद्रा सिद्धिसुखं भवति नियमेन जिनवरोद्दिष्टा। स्वप्नेऽपि न रोचते पुन: जीवाः तिष्ठति भवगहने।।४७।।
૧ પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત; નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી રહિત. ૨ રૂદ્ર = રૌદ્ર પરિણામવાળો. ૩ જિનમુદ્રાવિમુખ = જિનસંદેશ યથાજાત મુનિરૂપથી પરાભુખ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
(અષ્ટપાહુડ
જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી, તે નવ રૂચે સ્વપ્નય જેને, તે રહે ભગવન મહીં. ૪૭
અર્થ - જિનભગવાન દ્વારા કહેવાયેલી જિનમુદ્રા છે તે જ સિદ્ધિસુખ છે-મુક્તિ સુખ જ છે. આ કારણમાં કાર્યનો ઉપચાર જાણવો. જિનમુદ્રા મોક્ષનું કારણ છે અને મોક્ષસુખ એનું કાર્ય છે. એવી જિનમુદ્રા જિનભગવાને જેવી કહી છે તેવી જ છે. તો એવી જિનમુદ્રા જે જીવને સાક્ષાત્ તો દૂર જ રહી, પણ સ્વપ્નમાંય કદાચિત્ રૂચતી નથી–એનું સ્વપ્ન આવે તો પણ એની અવજ્ઞા આવે છે તો તે જીવ સંસારરૂપી ઘોર વનમાં રહે છે, મોક્ષ સુખને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - જિનદેવે કહેલી જિનમુદ્રા નિશ્ચયથી મોક્ષસુખનું કારણ છે, તે મોક્ષરૂપ જ છે. કેમકે જિનમુદ્રા ધારણ કરનાર નિગ્રંથમુનિ વર્તમાનમાં પણ સ્વાધીન સુખ ભોગવે છે અને પાછળથી મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જે જીવને આ રૂચતી નથી તે મોક્ષને પામતો નથી, સંસારમાં જ રહે છે. ૪૭
હવે કહે છે કે જે પરમાત્માનું ધ્યાન કરે છે તે યોગી લોભ રહિત થઈને નવીન કર્મનો આસ્રવ કરતા નથી:
परमप्पय झायंतो जोइ मुच्चेइ मलदलोहेण। णादियदि णवं कम्मं णिद्दिटुं जिणवरिंदेहिं।। ४८।। परमात्मानं ध्यायन् योगी मुच्यते मलदलोभेन। नाद्रियते नवं कर्म निर्दिष्टं जिनवरेन्द्रैः।।४८।।
પરમાત્માને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસવે-જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮
અર્થ- જે યોગી–ધ્યાની પરમાત્માનું ધ્યાન કરતો રહે છે તે મળદાયક લોભકષાયથી છૂટે છે. તેને લોભ મળ લાગતો નથી. તેથી જ નવીન કર્મનો આસ્રવ થતો નથી. આ જિનવરેન્દ્ર તીર્થકર સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ- મુનિ પણ હોય અને આગામી જન્મસંબંધી લોભ પામીને નિદાન કરે તેને પરમાત્માનું ધ્યાન થતું નથી. તેથી જે પરમાત્માનું ધ્યાન કરે તેને આલોક-પરલોક સંબંધી પરદ્રવ્યનો કંઈપણ લોભ હોતો નથી. તેથી તેને નવીન કર્મનો આસ્રવ થતો નથી એમ જિનદેવે કહ્યું છે. આ લોભકષાય એવો છે કે દસમાં ગુણસ્થાન સુધી સૂક્ષ્મલોભ અવ્યક્ત રહીને આત્માને દૂષિત કરે છે માટે તેને દૂર કરવો જ ઇષ્ટ છે. અથવા જ્યાં સુધી મોક્ષની ઇચ્છારૂપ લોભ રહે છે ત્યાંસુધી મોક્ષ થતો નથી. તેથી લોભનો અત્યંત નિષેધ છે. ૪૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૫
હવે કહે છે કે જે શ્રમણ નિર્લોભી થઈને દઢ સમ્યકત્વ-જ્ઞાન ચારિત્રવાન થઈને પરમાત્માનું ધ્યાન કરે છે તે પરમપદને પામે છે:
होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई।। ४९ ।। भूत्वा दृढचरित्रः दृढसम्यक्त्वेन भावितमतिः। ध्यायन्नात्मानं परमपदं प्राप्नोति योगी।।४९ ।।
પરિણત સુદઢ-સમ્યકત્વરૂપ, લહી સુદઢ-ચારિત્રને, નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે જેની મતિ દઢ સમ્યકત્વથી ભાવિત છે એવા યોગી–ધ્યાની મુનિ દઢ ચારિત્રવાન થઈને આત્માનું ધ્યાન કરતાં કરતાં પરમ પદ અર્થાત્ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં દઢ થઈને પરિષહ આવવા છતાં પણ ચલાયમાન ન થાય-આ પ્રકારે આત્માનું ધ્યાન કરે છે તે પરમ પદ પ્રાપ્ત કરે છે એવું તાત્પર્ય છે. ૪૯
હવે દર્શન-જ્ઞાન-ચારિત્રથી નિર્વાણ થાય છે એવું કહેતા આવ્યા છે તે દર્શન-જ્ઞાન તો જીવનું સ્વરૂપ છે તે જાણું, પરંતુ ચારિત્ર શું છે? એવી આશંકાનો ઉત્તર કહે છે –
चरणं हवइ सधम्मो धम्मे सो हवइ अप्पसमभावो। सो रागरोसरहिओ जीवस्स अणण्ण परिणामो।।५०।।
चरणं भवति स्वधर्मः धर्म: सः भवति आत्मसमभावः। સ: RTISોષરહિત: નીવસ્ય અનન્યપરિણામ: ૬૦ના
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, 'તે જીવના વણ રાગ રોષ અનન્યમય પરિણામ છે. ૫૦
અર્થ:- સ્વધર્મ અર્થાત્ આત્માનો ધર્મ છે તે ચરણ અર્થાત્ ચારિત્ર છે. ધર્મ છે તે આત્મસમભાવ છે-સર્વે જીવોમાં સમાન ભાવ છે. જે પોતાનો ધર્મ છે તે જ સર્વ જીવોમાં છે અથવા સર્વ જીવોને પોતાની સમાન માનવા છે. અને જે આત્મસ્વભાવથી (સ્વાશ્રયદ્વારા) રાગદ્વેષ રહિત છે. કોઈથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી એવું જેનું ચારિત્ર છે તે જીવના જેવાં દર્શનજ્ઞાન છે તેવા જ તેના અનન્ય પરિણામ છે, જીવનો જ ભાવ છે.
૧ તે = નિજ સમભાવ. ૨ વણ રાગ રોષ = રાગદ્વેષ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- ચારિત્ર છે તે જ્ઞાનમાં રાગદ્વેષ રહિત નિરાકુળતારૂપ સ્થિરતાભાવ છે. તે જીવનો જ અભેદરૂપ પરિણામ છે, કોઈ અન્ય વસ્તુ નથી. ૫૦ હવે જીવના પરિણામની સ્વચ્છતાને દષ્ટાંતપૂર્વક બતાવે છે:
जह फलिहमणि विसुद्धो परदव्वजुहो हवेइ अण्णं सो। तह रागादिविजुत्तो जीवो हवदि हु अणण्णविहो।। ५१।। यथा स्फटिकमणिः विशुद्धः परद्रव्ययुतः भवत्यन्यः सः। तथा रागादिवियुक्त: जीवः भवति स्फुटमन्यान्यविधः।। ५१।। નિર્મળ સ્ફટિક પારદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે,
ત્યમ જીવ છે નીરાગ પણ અચાન્યરૂપે પરિણમે. પ૧ અર્થ:- જેમ સ્ફટિકમણિ વિશુદ્ધ છે-નિર્મળ છે, ઉજ્વળ છે તે પરદ્રવ્ય-જે પીળાં, લાલ, લીલાં પુષ્પાદિક તેના સંગથી અન્ય જેવો દેખાય છે, -પીળાદિ રંગવાળો દેખાય છે, તેવી જ રીતે જીવ વિશુદ્ધ છે, –સ્વચ્છ સ્વભાવી છે. પરંતુ તે (અનિત્ય પર્યાયમાં પોતાની ભૂલથી સ્વથી શ્રુત થાય છે તો) રાગ-દ્વેષાદિક ભાવોમાં જોડાતાં અન્ય-અન્ય પ્રકારે થયેલો દેખાય છે. -એ પ્રગટ છે.
ભાવાર્થ- અહીં એમ જાણવું કે જે રાગાદિ વિકાર છે તે પુદગલનાં છે અને તે જીવના જ્ઞાનમાં આવીને ઝળકે છે ત્યારે તેનાથી જોડાઈને એ પ્રમાણે જાણે છે કે આ ભાવ મારા જ છે.
જ્યાં સુધી તેનું ભેદજ્ઞાન થતું નથી ત્યાંસુધી જીવ અન્ય-અન્ય પ્રકારે અનુભવમાં આવે છે. અહીં સ્ફટિકમણિનું દષ્ટાંત છે. તેને અન્ય પુષ્પાદિક દ્રવ્યનો સંગ થાય છે ત્યારે અન્યરૂપે દેખાય છે. આ પ્રકારે જીવના સ્વચ્છ ભાવની વિચિત્રતા જાણવી. ૫૧
હવે કહે છે કે જ્યાંસુધી મુનિને (માત્ર ચારિત્ર દોષમાં) રાગદ્વેષનો અંશ હોય છે ત્યાંસુધી સમ્યગ્દર્શન ધારણ કરતા હોવા છતાં આવા હોય છે:
देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेसु अणुरत्तो। सम्मत्तमुव्वहंतो झाणर ओ होदि जोई सो।।५२।। देवे गुरौ च भक्त: साधर्मिके च संयतेषु अनुरक्तः। सम्यक्त्वमुद्वहन् ध्यानरतः भवति योगी सः।।५२।। જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત છે, *સમ્યકત્વના વહુનાર યોગી ધ્યાનમાં રત હોય છે. પ૨
૧ અનુરક્ત = અનુરાગવાળા વાત્સલ્યવાળા. ૨ સમ્યકત્વના વહુનાર = સમ્યકત્વને ધારી રાખનાર; સમ્યકત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર ૩ રત = રતિવાળા: પ્રીતિવાળા; રુચિવાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
અર્થ:- જે યોગી-ધ્યાની મુનિ સમ્યકત્વને ધારણ કરે છે અને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થતા નથી ત્યાંસુધી અરિહંત, સિદ્ધદેવમાં અને શિક્ષા-દીક્ષા આપનાર ગુરુમાં તે ભક્તિવાન હોય છે–તેની ભક્તિ વિનયસહિત હોય છે અને અન્ય સંયમી મુનિ, પોતાની જેમ ધર્મવાળા હોય છે તેમનામાં પ્રીતિવાળા હોય છે-અનુરાગ સહિત હોય છે, તે જ મુનિ ધ્યાનમાં પ્રીતિવાન હોય છે. વળી મુનિ થઈ ને દેવ-ગુરુ–સાધર્મીઓમાં ભક્તિ અને અનુરાગવાળા ન હોય તો તેને ધ્યાનમાં રુચિવાળા કહેતા નથી. કેમકે ધ્યાનવાળાને ધ્યાનવાનથી રુચિ-પ્રીતિ હોય છે. ધ્યાનવાળા ન ગમે ત્યારે જાણવું કે તેને ધ્યાન પણ રૂચતું નથી. આ પ્રમાણે જાણવું. પર
હવે કહે છે કે જે ધ્યાન સમ્યજ્ઞાનીને થાય છે તે જ તપ કરીને કર્મનો ક્ષય કરે છે:
उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ।। ५३ ।।
उग्रतपसाऽज्ञानी यत् कर्म क्षपयति भवैर्बहुकैः । तज्ज्ञानी त्रिभिः गुप्तः क्षपयति अन्तर्मुहूर्तेन ।। ५३ ।।
તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની જે 'ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તે ક્ષય કરે. ૫૩.
અર્થ:- સમ્યક્ત્વ રહિત અજ્ઞાની મુનિ ઉગ્ર તપશ્ચર્યાઓ વડે કરોડો જન્મોમાં જેટલાં કર્મોનો ક્ષય કરે છે તેટલાં કર્મોનો નાશ સમ્યજ્ઞાની આત્મભાવના સહિત મન, વચન અને કાયાની ત્રણ ગુપ્તિ વડે અંતર્મુહૂર્તમાં કરે છે.
૨૭૭
ભાવાર્થ:- જે જ્ઞાનનું સામર્થ્ય છે તે ઉગ્ર તપનું પણ સામર્થ્ય નથી. તેનું કારણ એ છે કે–અજ્ઞાની મુનિ અનેક કષ્ટો સહીને ઉગ્ર તપ કરતો થકો મુનિ તેટલાં કર્મોનો નાશ અંતર્મુહૂર્તમાં કરી નાખે છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે. ૫૩
હવે કહે છે કે જે ઇષ્ટ વસ્તુના સંબંધથી પરદ્રવ્યમાં રાગ-દ્વેષ કરે છે તે, તે ભાવથી અજ્ઞાની થાય છે, જ્ઞાનીનું તેનાથી ઉલટું છેઃ
૧ ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
(અષ્ટપાહુડ
सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहु। सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ।।५४।। शुभ योगेन सुभावं परद्रव्ये करोति रागतः साधुः।
सःतेन तु अज्ञानी ज्ञानी एतस्मात्तु विपरीतः।।५४ ।। "શુભ અન્ય દ્રવ્ય રાગથી મુનિ જો કરે રુચિભાવને,
તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪.
અર્થ:- શુભયોગ અર્થાત પોતાને ઇષ્ટવસ્તુના સંયોગથી પરદ્રવ્યમાં સુભાવ અર્થાત્ પ્રતિભાવ કરે છે તે પ્રગટ રાગ-દ્વેષ છે. ઇષ્ટ વસ્તુમાં રાગ થયો ત્યારે અનિષ્ટ વસ્તુમાં દ્વેષભાવ થાય જ છે. આ પ્રકારે જે મુનિ રાગ-દ્વેષ કરે છે તે, તે કારણથી રાગી-દ્વેષી–અજ્ઞાની છે અને જે એનાથી વિપરીત અર્થાત્ ઉલટા છે-પરદ્રવ્યમાં રાગદ્વેષ કરતા નથી તે જ્ઞાની છે.
ભાવાર્થ:- જ્ઞાની સમ્યગ્દષ્ટિ મુનિને પરદ્રવ્યમાં રાગ-દ્વેષ નથી. કેમકે રાગ-દ્વેષ એને કહે છે કે જે પરદ્રવ્યને સર્વથા ઇષ્ટ માનીને રાગ કરે છે તેમજ અનિષ્ટ માનીને દ્વેષ કરે છે. પરંતુ સમ્યજ્ઞાની પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના જ કરતા નથી, તો પછી રાગદ્વેષ કેમ થાય? ચારિત્ર મોહના ઉદયવશ થવાથી કંઈક ધર્મરાગ થાય છે તેને પણ રોગ જાણે છે, ભલું સમજતા નથી. પછી અન્યથી કેમ રાગ થાય? પરદ્રવ્યથી રાગ-દ્વેષ કરે છે તે તો અજ્ઞાની છે એમ જાણો. ૫૪
હવે કહે છે કે જેમ પરદ્રવ્યમાં રાગભાવ થાય છે તેમ મોક્ષના નિમિત્તે પણ રાગ થાય તો તે રાગ પણ આસ્રવનું કારણ છે તેને પણ જ્ઞાની કરતા નથી:
आसवहेदु य तहा भावं मोक्खस्स कारणं हवदि। सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीओ।।५५।। आस्रवहेतुश्च तथा भावः मोक्षस्य कारणं भवति। स: तेन तु अज्ञानी आत्मस्वभावात्तु विपरीतः।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫
અર્થ:- જેમ પરદ્રવ્ય પ્રત્યેના રાગને કર્મબંધનું કારણ પૂર્વે કહ્યું, તેવો જ રાગભાવ જો મોક્ષના નિમિત્તે હોય તો આગ્નવનું જ કારણ છે, -કર્મનો જ બંધ કરે છે. આ કારણે જે
૧ શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પારદ્રવ્યો પ્રત્યે. ૨ ચિભાવ = “આ સારૂં છે, હિતકર છે' એમ એકાકારપણે પ્રીતિભાવ. ૩ અજ્ઞ = અજ્ઞાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
મોક્ષને ૫દ્રવ્યની જેમ ઇષ્ટ માની તેવા જ રાગભાવ કરે છે તો તે જીવ-મુનિ પણ અજ્ઞાની છે, કેમકે તે આત્મસ્વભાવથી વિપરીત છે-તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી.
ભાવાર્થ:- મોક્ષ તો સર્વ કર્મોથી રહિત પોતાનો જ સ્વભાવ છે. પોતાને સર્વ કર્મોથી રહિત થવાનું છે. તેથી આ પણ રાગભાવ જ્ઞાનીને થતો નથી. જો ચારિત્રમોહના ઉદયરૂપ રાગ હોય તો તે રાગને પણ બંધનું કારણ જાણીને રોગની જેમ છોડવા ઇચ્છે તો તે જ્ઞાની છે જ. અને જો આ રાગભાવને ભલો સમજીને પોતે કરે છે તો તે અજ્ઞાની છે. આત્માનો સ્વભાવ સર્વે રાગાદિકોથી રહિત છે એમ તેણે જાણ્યું નથી. આ પ્રકારે રાગભાવને મોક્ષનું કારણ અને સારૂં સમજીને કરે છે તેનો નિષેધ છે. ૫૫
હવે કહે છે કે જે કર્મમાત્રથી જ સિદ્ધિ માને છે તેણે આત્મસ્વભાવને જાણ્યો નથી, તે અજ્ઞાની છે, જિનમતથી પ્રતિકૂળ છે:
जो कम्म जादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।।
यः कर्म जातमतिक: स्वभावज्ञानस्य खंडदूषणकर: सः तेन तु अज्ञानी जिनशासनदूषकः भणितः।। ५६ ।। ‘કર્મજમતિક જે ‘ખંડદૂષણકર સ્વભાવિકશાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. પ૬.
૨૭૯
અર્થ:- જેનું જ્ઞાન કર્મથી ઉત્પન્ન થયું છે તેવો પુરુષ સ્વભાવ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તેને ખંડરૂપ દૂષણ દેવાવાળો છે. ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડરૂપ છે, પોતપોતાના વિષયને જાણે છે, તેટલા જ જ્ઞાનને જે માને છે તેથી એવી માન્યતાવાળા અજ્ઞાની સર્વજ્ઞ ભાષિત જિનમતને દૂષણ આપનારા થાય છે. (પોતામાં મહાદોષ ઉત્પન્ન કરે છે.)
=
ભાવાર્થ:- મીમાંસક મતવાળા કર્મવાદી છે, સર્વજ્ઞને માનતા નથી. ઇન્દ્રિય જ્ઞાનમાત્ર જ જ્ઞાન છે એમ માને છે, કેવળજ્ઞાનને માનતા નથી-તેમનો અહીં નિષેધ કર્યો છે. કેમકે જિનમતમાં આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળા કેવળજ્ઞાનસ્વરૂપ કહ્યો છે. પરંતુ કર્મના નિમિત્તથી આવરણરૂપ થઈને ઇન્દ્રિયો દ્વારા ક્ષયોપશમના નિમિત્તથી ખંડરૂપ થઈ ખંડ-ખંડ (એક એક) વિષયોને જાણે છે. ( પોતાના બળથી ) કર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા સર્વજ્ઞ થાય છે. આ પ્રકારે મીમાંસક મતવાળા માનતા નથી. તેથી
૧ કર્મજમતિક કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક બુદ્ધિવાળા (જીવ). ૩ ખંડદૂષણક ૨ સ્વભાવિક જ્ઞાનમાં સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત ક૨ના૨ (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર). ૩ જિનશાસન તણા દૂષક જિન શાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
(અષ્ટપાહુડી
તે અજ્ઞાની છે-જિનમતથી પ્રતિકૂળ છે. કર્મમાત્રમાં જ તેની બુદ્ધિ ચાલી રહી છે. આવું જે કોઈ બીજા માને છે તે એવા જ જાણવા. પ૬
હવે કહે છે કે જે જ્ઞાન-ચારિત્ર રહિત હોય અને તપ સમ્યકત્વ રહિત હોય તથા અન્ય ક્રિયા પણ ભાવપૂર્વક ન હોય તો આ પ્રકારે કેવળ લિંગ-વેષ માત્રથી જ શું સુખ છે? અર્થાત્ કંઈપણ નથી:
णाणं चरित्तहीणं दंसणहीणं तवेहिं अण्णेसु भावरहियं लिंगग्गहणेण किं
संजुत्तं । सोक्खं ।।५७।।
ज्ञानं चारित्रहीनं दर्शनहीनं तपोभिः संयुक्तम्। अन्येषु भावरहितं लिंगग्रहणेन किं सौख्यम्।।५७।।
જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દગહીન છે, વળી અન્ય કાર્યો ‘ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? પ૭
અર્થ - જ્યાં જ્ઞાન ચારિત્રરહિત છે, તપયુક્ત છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત છે; તેમજ આવશ્યક આદિ ક્રિયાઓ પણ છે પરંતુ તેમાં પણ શુદ્ધ ભાવ નથી. આ પ્રકારે લીંગ-વેષ ગ્રહણ કરવાથી શું સુખ છે?
ભાવાર્થ- કોઈ મુનિ વેષમાત્રથી તો મુનિ થયો અને શાસ્ત્ર પણ વાંચે છે તેને કહે છે ક-શાસ્ત્ર વાંચીને જ્ઞાન તો મેળવ્યું પરંતુ નિશ્ચય ચારિત્ર જે શુદ્ધ આત્માના અનુભવરૂપ તથા બાહ્ય ચારિત્ર નિર્દોષ ન કર્યું તથા તપનો કલેશ ઘણો કર્યો, પણ સમ્યકત્વ ભાવના ન થઈ અને આવશ્યક આદિ બાહ્ય ક્રિયા કરી, પરંતુ ભાવ શુદ્ધ ન થયા તો એવા બાહ્ય વેષ માત્રથી તો કલેશ જ થયો. કાંઈ શાંત ભાવરૂપ સુખ તો મળ્યું નહિ અને આ મુનિલેષ પરલોકના સુખમાં પણ કારણ ન થયો. તેથી સમ્યકત્વપૂર્વક વેષ ( જિનબિંગ ) ધારણ કરવો ઉત્તમ છે. પ૭
હવે સાંખ્યમતી આદિનો નિષેધ કરે છે:
अच्चेयणं पि चेदा जो मण्णइ सो हवेइ अण्णाणी। सो पुण णाणी भणिओ जो मण्णइ चेयणे चेदा।।५८ ।।
अचेतनेपि चेतनं यः मन्यते सः भवति अज्ञानी। સ: પુન: જ્ઞાન મળત: 4: મન્યતે વેતને વેતનમા૬૮ાા
૧ રંગહીન = સમ્યગ્દર્શન રહિત. ૨ અન્ય કાર્યો = બીજી (આવશ્યકાદિ) ક્રિયાઓ. ૩ ભાવહીન = શુદ્ધ ભાવ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૧
છે અજ્ઞ, જેહુ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે;
જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮ અર્થ - જે અચેતનમાં ચેતન માને છે તે અજ્ઞાની છે અને ચેતનમાંજ ચેતન માને છે તેને જ્ઞાની કહે છે.
ભાવાર્થ- સાંખ્યમતી એમ કહે છે કે પુરુષ તો ઉદાસીન ચેતનાસ્વરૂપ નિત્ય છે અને આ જ્ઞાન છે તે મુખ્ય ધર્મ છે. તેમના મતમાં પુરુષને ઉદાસીન ચેતનાસ્વરૂપ માન્યો છે, તેથી જ્ઞાન વિના તો તે જડ જ થયો. જ્ઞાન વિના ચેતન કેવી રીતે હોય? જ્ઞાનને મુખ્ય ધર્મ માને છે અને મુખ્યને જડ માન્યો ત્યારે અચેતનમાં ચેતના માની ત્યારે અજ્ઞાની જ થયો.
નૈયાયિક, વૈશેષિક મતવાળા ગુણ-ગુણીનો સર્વથા ભેદ માને છે. ત્યારે તેમણે ચેતના ગુણને જીવથી ભિન્ન માન્યો ને તેથી જીવ તો અચેતન જ રહ્યો. આ પ્રકારે અચેતનમાં ચેતનપણું માન્યું. ભૂતવાદી ચાર્વાક-ભૂત, પૃથ્વી આદિકથી ચેતનતાની ઉત્પત્તિ માને છે. ભૂત તો જડ છે, તેમાં ચેતનતા કેવી રીતે ઊપજે? ઇત્યાદિક અન્ય પણ કેટલાય માને છે તે બધા અજ્ઞાની છે. માટે ચેતનમાં જ ચેતન માને તે જ્ઞાની છે. આ જિનમત છે. ૫૮
હવે કહે છે કે તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-એ બન્ને જ અકાર્ય છે; બન્નેના સંયુક્ત થવાથી જ નિર્વાણ છે:
तवरहियं जं णाणं णाणविजुत्तो तवो वि अकयत्थो। तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं ।। ५९ ।। तपोरहितं यत् ज्ञानं ज्ञानवियुक्तं तपः अपि अकृतार्थम्। तस्मात् ज्ञानतपसा संयुक्त: लभते निर्वाणम्।।५।। તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન ત૫ અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯
અર્થ - જે જ્ઞાન તપરહિત છે અને જે તપ છે તે પણ જ્ઞાનરહિત છે તો બન્ને જ અસફળ છે. માટે જ્ઞાન-તપ સંયુક્ત હોય તો જ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- અન્યમતી સાંખ્ય આદિક જ્ઞાનચર્ચા તો ઘણી કરે છે અને કહે છે કે જ્ઞાનથી જ મુક્તિ છે અને તપ કરતાં નથી. વિષય-કષાયોને મુખ્ય ધર્મ માની સ્વચ્છેદે પ્રવર્તે
૧ અજ્ઞ = અજ્ઞાની. ૨ ચેતક = ચેતનાર; ચયિતા; આત્મા. ૩ અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે
એવું; અસફળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
(અષ્ટપાહુડ
છે. કેટલાક જ્ઞાનને નિષ્ફળ માનીને તેને યથાર્થ જાણતા નથી, એને તપ-કલેશ આદિકથી સિદ્ધિ માનીને તપ કરવામાં તત્પર રહે છે. આચાર્ય કહે છે કે આ બન્ને અજ્ઞાની જ છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે, તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અનેકાંત સ્વરૂપ જિનમતનો ઉપદેશ છે.
પ૯
હવે આ જ અર્થને ઉદાહરણથી દઢ કરે છે:
धुवसिद्धी तित्थयरो चउणाणजुद्दो करेइ तवचरणं। णाऊण धुवं कुज्जा तवचरणं णाणजुत्तो वि।।६०।।
ध्रुवसिद्धिस्तीर्थंकरः चतुर्ज्ञानयुतः करोति तपश्चरणम्।
ज्ञात्वाध्रुवं कुर्यात् तपश्चरणं ज्ञानयुक्तः अपि।।६०।।
ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦
અર્થ:- આચાર્ય કહે છે કે-જુઓ, જેને નિયમથી મોક્ષ થવાનો છે અને જે ચાર જ્ઞાનમતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય એનાથી યુક્ત છે એવા તીર્થંકર પણ તપશ્ચરણ કરે છે. આ પ્રકારે નિશ્ચયથી જાણીને જ્ઞાનયુક્ત હોવા છતાં પણ તપ કરવું યોગ્ય છે. (તપ = મુનિ; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને તપ કહ્યું છે.)
| ભાવાર્થ- તીર્થકર મતિ-શ્રુત-અવધિ-આ ત્રણ જ્ઞાન સહિત તો જન્મ લે છે અને દીક્ષા લેતાં જ મન:પર્યય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એમને મોક્ષ નિયમથી હોય છે, તો પણ તપ કરે છે. તેથી એવું જાણીને જ્ઞાન હોવા છતાં પણ તપ કરવામાં તત્પર રહેવું. જ્ઞાનમાત્રથી જ મુક્તિ માનવી નહિ. ૬)
હવે જે બાહ્યલિંગ સહિત છે અને અત્યંતર લિંગ રહિત છે તે સ્વરૂપ આચરણ ચારિત્રથી ભ્રષ્ટ થઈ મોક્ષમાર્ગનો વિનાશ કરવાવાળા છે. આ પ્રકારે સામાન્યરૂપથી કહે છે:
बहिरलिंगेण जुहो अब्भंतरलिंग रहिय परियम्मो। सो सगचरित्त भट्ठो मोक्खपहविपासगो साहु।।६१।।
૧ ધ્રુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨ જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત. ૩ નિશ્ચિત = નક્કી; અવશ્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૩
बाह्यलिंगेन युतः अभ्यंतरलिंग रहित परिक्रर्मा। સ: સ્વવારિત્ર%E: મોક્ષપથવિનાશવ: સાધુ: ના દ્દશા જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગ રહિત ક્રિયા કરે, તે અકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧
અર્થ:- જે જીવ બાહ્યલિંગ (નગ્ન મુદ્રા) સહિત છે અને અત્યંતર લિંગ જે પરદ્રવ્યોથી સર્વ રાગાદિક મમત્વભાવથી રહિત એવા આત્માનુભવથી રહિત છે તો તે સ્વકચારિત્ર અર્થાત્ પોતાના આત્મસ્વરૂપના આચરણ-ચારિત્રથી ભ્રષ્ટ છે. પરિકર્મ અર્થાત્ બાહ્યમાં નગ્નતા, બ્રહ્મચર્યાદિ શરીર સંસ્કારથી પરિવર્તનવાન દ્રવ્યલિંગી હોવા છતાં પણ તે સ્વચારિત્રથી ભ્રષ્ટ હોવાથી મોક્ષમાર્ગનો વિનાશ કરવાવાળો છે. (તેથી મુનિ-સાધુએ શુદ્ધભાવને જાણીને નિજ શુદ્ધબુદ્ધ એક સ્વભાવી આત્મતત્ત્વમાં નિત્ય ભાવના (એકાગ્રતા) કરવી જોઈએ.)
ભાવાર્થ:- આ સંક્ષેપથી કહ્યું સમજવું કે જે બાહ્યલિંગ-વેષ સહિત છે અને અત્યંતર અર્થાત્ ભાવલિંગ રહિત છે તે સ્વરૂપ આચરણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો મોક્ષમાર્ગનો નાશ કરવાવાળો છે. ૬૧
હવે કહે છે કે જે સુખથી ભાવિત જ્ઞાન છે તે દુઃખ આવવાથી નષ્ટ થાય છે. તેથી તપશ્ચરણ સહિત જ્ઞાનને ભાવવું -
सुहेण भाविदं णाणं दुहे जादे विणस्सदि। तम्हां जहाबलं जोई अप्पा दुक्खेहि भावए।।६२।। सुखेन भावितं ज्ञानं दुःखे जाते विनश्यति।
तस्मात् यथा बलं योगी आत्मानं दुःखैः भावयेत्।।६२।। "સુખસંગ ભાવિત જ્ઞાન તો દુઃખકાળમાં લય થાય છે,
તેથી યથા બળ "દુઃખસહ ભાવો શ્રમણ નિજ આત્માને. ૬૨ અર્થ:- સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન છે તે ઉપસર્ગ-પરિષહાદિ આવતાં, -દુઃખ ઉત્પન્ન થતાં જ નાશ પામે છે. તેથી એવો ઉપદેશ છે કે જે યોગી-ધ્યાની મુનિ છે તે તપશ્ચરણાદિ કષ્ટ (દુ:ખ) સહિત આત્માને ભાવે. (અર્થાત્ બાહ્યમાં જરાપણ અનુકૂળ-પ્રતિકૂળ ન માનતાં નિજ આત્મામાં જ એકાગ્રતારૂપી ભાવના કરવી. જેથી આત્મશક્તિ અને આત્મિક આનંદનું પ્રચૂર સંવેદન વધતું જ રહે છે.).
* અકચારિત = ચારિત્ર. ૧ સુખસંગ = સુખસહિત; શાતાના યોગમાં. ૨ ભાવિત = ભાવવામાં આવેલું. ૩ દુઃખકાળમાં =
ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં. ૪ યથાબળ = શક્તિ પ્રમાણે ૫ દુ:ખસહુ = કાયક્લેશાદિ સહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
(અષ્ટપાહુડી
ભાવાર્થ- તપશ્ચરણનું કષ્ટ અંગીકાર કરીને જ્ઞાનની ભાવના ભાવે તો પરિષહુ આવતાં જ્ઞાન ભાવનાથી ખસી ન જવાય. તેથી શક્તિ અનુસાર દુઃખ સાથે જ્ઞાનને ભાવવું. એકલા સુખમાંજ ભાવતાં દુઃખ આવી પડે ત્યારે વ્યાકુળ થઈ જાય ને જ્ઞાન ભાવના ન રહે. માટે આ ઉપદેશ છે. ૬ર
હવે કહે છે કે આહાર, આસન, નિદ્રા તેમને જીતીને આત્માનું ધ્યાન કરવું :
आहारासणणिद्दाजयं च झायव्यो णियअण्णा
काऊण जिणवरमएण। णाऊणं गुरुपसाएण।।३।।
आहारासन निद्राजयं च कृत्वा जिनवरमतेन।
ध्यातव्यः निजात्मा ज्ञात्वा गुरुप्रसादेन।। ६३।। આસન-અશન-નિદ્રાતણો કરી વિજય, જિનવરમાર્ગથી,
ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી શ્રી ગુરુપરસાદથી. ૬૩ અર્થ- સર્વજ્ઞના માર્ગને અનુસરીને આહાર, આસન અને નિદ્રાને જીતી શ્રી ગુરુકૃપાથી આત્માને જાણીને નિજ આત્માનું ધ્યાન કરવું.
ભાવાર્થ:- આહાર, આસન, નિદ્રાને જીતીને આત્માનું ધ્યાન કરવાનું તો અન્ય મતવાળા પણ કહે છે. પરંતુ એમનું વિધાન યથાર્થ નથી. તેથી આચાર્ય કહે છે કે જેવું જિનમતમાં કહ્યું છે તેવા વિધાનને શ્રી ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું સફળ છે. જેવું જૈનસિદ્ધાંતમાં આત્માનું સ્વરૂપ તથા ધ્યાનનું સ્વરૂપ અને આહાર, આસન અને નિદ્રા તેમને જીતવાનું વિધાન કહેલ છે તે પ્રકારે જાણીને તેમાં પ્રવર્તવું. ૬૩ હવે, આત્માનું ધ્યાન કરવું તેમ કહ્યું, તો તે આત્મા કેવો છે તે કહે છે:
अप्पा चरित्तवंतो दंसणणाणेण संजुदो अप्पा। सो झायव्वो णिच्चं णाऊणं गुरुपसाएण।।६४।। आत्मा चारित्रवान् दर्शनज्ञानेन संयुतः आत्मा। सः ध्यातव्यः नित्यं ज्ञात्वा गुरुप्रसादेन।।६४।। છે આતમા સંયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી; નિત્યે અહો ! ધ્યાતવ્ય તે, જાણી શ્રી ગુરુપરસાદથી. ૬૪
૧ આસન-અશન-નિદ્રા = આસનનો, આહારનો અને ઊંઘનો. ૨ શ્રી ગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી;
ગુરુકૃપાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૫
અર્થ:- આત્મા ચારિત્રવાન તથા દર્શન-જ્ઞાન-સહિત છે-એવો આત્મા ગુના પ્રસાદથી જાણીને તેનું નિત્ય ધ્યાન કરવું.
ભાવાર્થ:- આત્માનું રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રમયી છે. તેનું રૂપ જૈન ગુરુઓની કૃપાથી જાણી શકાય છે. અન્ય મતવાળા પોતાની બુદ્ધિની કલ્પનાથી જેવું-તેવું માનીને ધ્યાન કરે છે. તેમને યથાર્થ સિદ્ધિ નથી. તેથી જિનમત અનુસાર ધ્યાન કરવું એવો ઉપદેશ છે. ૬૪
- હવે કહે છે કે આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવું એ ઉત્તરોત્તર દુર્લભ હોવાથી દુઃખથી (દઢતર પુરુષાર્થથી) પ્રાપ્ત થાય છે –
दुक्खे णज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं। भाविय सहावपुरिसो विसयेसु विरच्चए दुक्खं ।।६५।। दुःखेन ज्ञायते आत्मा आत्मानं ज्ञात्वा भावना दुःखम्। भावित स्वभावपुरुष: विषयेषु विरज्यति दुःखम्।।६५।। જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! *ભાવિત નિજાભસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫
અર્થ:- પ્રથમ તો આત્માનું જાણવું થાય છે તે દુ:ખથી જાણવામાં આવે છે, પછી આત્માને જાણીને તેની ભાવના કરવી-ફરી ફરી અનુભવ કરવો તે દુ:ખથી (ઉગ્ર પુરુષાર્થથી) થાય છે. કદાચિત ભાવના પણ કોઈ પ્રકારે થઈ જાય તો જેણે જિનભાવના ભાવી છે તેવા પુરુષને વિષયોથી વિરક્તી મહાદુઃખથી (અપૂર્વ પુરુષાર્થથી) થાય છે.
ભાવાર્થ:- આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવું એવો યોગ ઉત્તરોત્તર મળવો અતિ દુર્લભ છે. તેથી આ ઉપદેશ છે કે આવો સુયોગ મળતાં પ્રમાદી થવું નહિ. ૬૫
હવે કહે છે કે જ્યાં સુધી મનુષ્ય વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી:
ताम ण णज्जइ अप्पा विसएस णरो पवट्टए जाम। विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं।।६६।।
तावन्न ज्ञायते आत्मा विषयेषु नरः प्रवर्तते यावत्। विषये विरक्तचित्त: योगी जानाति आत्मानम्।।६६।।
૧ ભાવના = આત્માને ભાવવો તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે. ૨ ભાવિત નિજાભસ્વભાવને = જેણે નિજાભસ્વભાવને ભાવ્યો છે તે જીવને; જેણે નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
(અષ્ટપાહુડ
આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન ન૨ કરે; *વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્માને. ૬૬
અર્થ- જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં મનને જોડલું રાખે છે ત્યાં સુધી આત્માને જાણતો નથી. તેથી વિષયોથી વિરક્ત ચિત્તવાળા યોગી–ધ્યાતિ મુનિ જ આત્માને જાણે છે.
ભાવાર્થ- જીવના સ્વભાવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે તે જેવા શેય પદાર્થમાં જોડાય છે તેવો જ થઈ જાય છે. તેથી આચાર્ય કહે છે કે જ્યાં સુધી વિષયોમાં ચિત્ત રહે છે ત્યાંસુધી તે વિષયરૂપ રહે છે, આત્માનો અનુભવ થતો નથી. માટે યોગી મુનિ આ પ્રમાણે વિચાર કરી વિષયોથી વિરક્ત થઈ આત્મામાં ઉપયોગ લગાવે ત્યારે આત્માને જાણે, અનુભવ કરે. તેથી વિષયોથી વિરક્ત થવું એ ઉપદેશ છે. ૬૬
હવે આ જ અર્થને દઢ કરે છે કે આત્માને જાણીને પણ ભાવના વિના સંસારમાં જ રહે
છે:
अप्पा णाऊण णरा केई । सब्भावभावपब्भट्ठा। हिंडंति चाउरंगं विसएसु विमोहिया मूढा।।६७।।
आत्मानं ज्ञात्वा नराः केचित सद्भावभावप्रभ्रष्टाः। हिण्डन्ते चातुरंगं विषयेषु विमोहिताः मूढाः।। ६७।।
નર કોઈ, આતમ જાણી, આતમ ભાવના પ્રવ્યુતપણે ‘ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭
અર્થ - કેટલાક મનુષ્ય આત્માને જાણીને પણ પોતાના સ્વભાવની ભાવનાથી અત્યંત ભ્રષ્ટ થયા થકા વિષયોમાં મોહિત થઈને અજ્ઞાની, મૂર્ખ બનીને ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરે છે.
ભાવાર્થ- પ્રથમ કહ્યું હતું કે આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવુંઆ ઉત્તરોત્તર દુર્લભ જણાય છે. પૂર્વે વિષયોમાં આસક્ત થઈ આત્માને જાણતો નથી એવું કહ્યું, હવે અહીં આમ કહ્યું કે આત્માને જાણીને પણ વિષયોથી વશીભૂત થઈને ભાવના (અનુભૂતિ) કરે નહિ તો સંસારની ચાર ગતિમાં જ ભ્રમણ કરે છે. માટે આત્માને જાણીને વિષયોથી વિરક્ત થવું એ ઉપદેશ છે. ૬૭
૧ વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા. ૨ ચતુરંગસંસારે = ચતુર્ગતિ સંસારમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૭
હવે કહે છે કે જે વિષયોથી વિરક્ત થઈને આત્માને જાણીને ભાવે છે તે સંસારને છોડ
છે:
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया। छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो।।६८।। ये पुनः विषयविरक्ताः आत्मानं ज्ञात्वा भावनासहिताः। त्यति चातुरंगं तपोगुणयुक्ताः न संदेहः ।।६८।। પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ભાવનયુક્ત જે, ‘નિ:શંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિ ભ્રમણને. ૬૮
અર્થ:- ફરી જે પુરુષ-મુનિ વિષયોથી વિરક્ત થઈ આત્માને જાણીને ભાવે છે, વારંવાર ભાવના દ્વારા અનુભવ કરે છે તે તપ અર્થાત્ બાર પ્રકારે તપ અને મૂળગુણ-ઉત્તરગુણોથી યુક્ત થઈને સંસારને છોડ છે, મોક્ષ પામે છે.
ભાવાર્થ- વિષયોથી વિરક્ત થઈને આત્માને જાણી ભાવના કરવી. તેથી સંસારથી છૂટીને મોક્ષ પ્રાપ્ત થશે-એ ઉપદેશ છે. ૬૮
હવે કહે છે કે જો પરદ્રવ્યમાં લેશ માત્ર પણ રાગ હોય તો તે પુરુષ અજ્ઞાની છે, પોતાનું સ્વરૂપ તેણે જાણ્યું નથી:
परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो। सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ।।६९।। परमाणुप्रमाणं वा परद्रव्ये रतिर्भवति मोहात्। सः मूढः अज्ञानी आत्मस्वभावात् विपरीतः।।६९।। પદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯
અર્થ:- જે પુરુષને પરદ્રવ્યમાં પરમાણુ પ્રમાણ-લેશમાત્ર મોહથી રતિ અર્થાત્ રાગ-પ્રીતિ હોય તો તે પુરુષ મૂઢ છે, અજ્ઞાની છે, આત્મસ્વભાવથી વિપરીત છે.
ભાવાર્થ - ભેદવિજ્ઞાન થયા બાદ જીવ-અજીવને ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યને પોતાના ન જાણે, ત્યારે તેનાથી (કર્તુત્વ બુદ્ધિથી-સ્વામીત્વની ભાવનાથી) રાગ પણ હોતો નથી. જો રાગ હોય તો જાણો કે તેણે સ્વ-પરનો ભેદ જાણ્યો નથી, અજ્ઞાની છે, આત્મસ્વભાવથી
૧ ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત (આત્માનુભૂતિથી યુક્ત). ૨ નિઃશંક = ચોક્કસ ખાતરીથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
(અષ્ટપાહુડ
પ્રતિકુળ છે. અને જ્ઞાની થયા પછી ચારિત્ર મોહનો ઉદય રહે છે ત્યાંસુધી કંઈક રાગ રહે છે તેને કર્મજન્ય અપરાધ માને છે, તે રાગ પ્રત્યે રાગ નથી. તેથી વિરક્ત જ છે. માટે જ્ઞાની પરદ્રવ્યથી રાગી કહેવાતા નથી. આ પ્રમાણે જાણવું. ૬૯ હવે આ અર્થને સંક્ષેપથી કહે છે:
अप्पा झायंताणं दंसणसुद्धीण दिढ चरिताणं। होदि धुवं णिव्वाणं विसएसु विरत्त चित्ताणं।। ७०।। आत्मानं ध्यायतां दर्शनशुद्धीनां दृढचारित्राणाम्। भवति ध्रुवं निर्वाणं विषयेषु विरक्त चित्तानाम्।। ७०।। જે આત્મને ધ્યાવે સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર છે, વિષયે વિરક્તમનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે જેમનું મન વિષયોથી વિરક્ત છે, જે આત્માનું ધ્યાન કરતા રહે છે, જેમને બાહ્ય-અભ્યતર દર્શનની શુદ્ધતા છે અને જેમને દેઢ ચારિત્ર છે, તેમને નિશ્ચયથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ- પહેલાં કહ્યું હતું કે જે વિષયોથી વિરક્ત હોય, આત્માનું સ્વરૂપ જાણીને આત્માની ભાવના કરે છે તે સંસારથી છૂટે છે. આ જ અર્થને સંક્ષેપથી કહ્યો છે કે-જે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને બાહ્ય-અભ્યતર દર્શનની શુદ્ધતાથી દઢ ચારિત્ર પાળે છે તેમને નિયમથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ સર્વ અનર્થોનું મૂળ છે. માટે તેનાથી વિરક્ત થયા પછી ઉપયોગ આત્મામાં લાગે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે. ૭૦
હવે કહે છે કે જે પરદ્રવ્યમાં રાગ છે તે સંસારનું કારણ છે, તેથી યોગીશ્વર આત્માની ભાવના કરે છે:
जेण रागो परे दव्वे संसारस्स हि कारणं। तेणावि जोइणो णिच्चं कुज्जा अप्पे समायणं ।।७१।। येन राग: परे द्रव्ये संसारस्य हि कारणम्। तेनापि योगी नित्यं कुर्यात् आत्मनि स्वभावनाम्।।७१।। પદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧.
૧ સુદર્શન શુદ્ધ = સમ્યગ્દર્શન શુદ્ધ, દર્શનશુદ્ધિવાળા. ૨ દઢ ચારિત્ર = દઢચારિત્રયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૯
અર્થ:- જે કોઈ કારણે પરદ્રવ્યમાં રાગ છે તે સંસારનું જ કારણ છે. માટે યોગીશ્વર મુનિ નિત્ય આત્મામાં જ ભાવના કરે છે.
ભાવાર્થ:- કોઈ એવી આશંકા કરે છે કે-પરદ્રવ્યમાં રાગ કરવાથી શું થાય છે? પરદ્રવ્ય છે તે પર જ છે. પોતાનો રાગ જે સમયે થયો તે કાળે છે, પછી મટી જાય છે. તેને ઉપદેશ આમ આપ્યો છે કે-પરદ્રવ્યથી રાગ કરવાથી પરદ્રવ્ય પોતાની સાથે લાગી જાય છે એ પ્રસિદ્ધ છે અને પોતાના રાગના સંસ્કાર દઢ થાય છે ત્યારે પરલોક સુધી પણ સાથે ચાલ્યા આવે છે. આ તો યુક્તિસિદ્ધ છે. અને જિનાગમમાં રાગથી કર્મબંધ કહ્યો છે. તેનો ઉદય અન્ય જન્મનું કારણ છે. આ પ્રકારે પરદ્રવ્યમાં રાગથી સંસાર થાય છે. તેથી યોગીશ્વરમુનિ પરદ્રવ્યથી રાગ છોડીને આત્મામાં નિરતર ભાવના રાખે છે. ૭૧
હવે કહે છે કે આવા સમભાવથી ચારિત્ર થાય છે -
जिंदाए य पसंसाए दुक्खे य सुहएसु य। सत्तुणं चेव बंधूणं चारित्तं समभावदो।।७२।।
निंदायां च प्रशंसायां दु:खे च सुखेषु च। शत्रूणां चैव बंधूनां चारित्रं समभावतः।।७२।।
નિંદા-પ્રશંસાને વિષે, દુ:ખો તથા સૌખ્યો વિષે, શત્રુ તથા મિત્રો વિષે 'સમતાથી ચારિત હોય છે. ૭૨
અર્થ:- નિંદા-પ્રશંસામાં, દુઃખ-સુખમાં અને શત્રુ-બંધુ-મિત્રમાં સમભાવ-જે સમતા પરિણામ-રાગદ્વેષ રહિત ભાવે થાય-તે ચારિત્ર છે.
ભાવાર્થ - ચારિત્ર આત્માનો સ્વભાવ છે. કર્મના નિમિત્તે પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થાય છે. તે ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિના અભાવથી જ્ઞાનમાં જ ઉપયોગ સ્થિર રહે તેને શુદ્ધોપયોગ કહે છે, તે જ ચારિત્ર છે. તેથી નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, શત્રુ-મિત્રમાં સમભાવ બુદ્ધિ રહે છે. નિંદા-પ્રશંસાદિના દ્વિધાભાવ મોહકર્મના ઉદયનું પરિણામ છે. તેના અભાવથી શુદ્ધ-ઉપયોગરૂપ ચારિત્ર છે. ૭ર
હવે કહે છે કે કેટલાય મુર્ખ એવું કહે છે કે અત્યારે પંચમ કાળ છે તેથી આત્મધ્યાનનો કાળ નથી, તેનો નિષેધ કરે છે –
૧ સમતા = સમભાવ; સામ્ય પરિણામ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯O
(અષ્ટપાહુડ
चरियावरिया वद समिदिवज्जिया सुद्धभावपब्भट्ठा। केइ जंपति णरा ण हु कालो झाणजोयस्स।।७३ ।। चर्यावृताः व्रतसमितिवर्जिताः शुद्धभावप्रभ्रष्टाः। केचित् जल्पंति नराः न स्फुटं कालः ध्यानयोगस्य।।७३।।
'આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે,
તે કોઈ નર જલ્પ અરે!“નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૩
અર્થ - કેટલાક મનુષ્ય એવા છે કે ચર્ચા અર્થાત્ આચાર્યક્રિયા આવરણ સહિત છેચારિત્ર મોહનો ઉદય પ્રબળ હોવાથી ચર્ચા પ્રગટ થતી નથી. તેથી જ વ્રત-સમિતિથી રહિત હોય છે. અને મિથ્યા અભિપ્રાયને કારણે શુદ્ધભાવથી અત્યંત ભ્રષ્ટ હોય છે. –તેઓ કહે છે કે વર્તમાનમાં પંચમકાળ છે આ કાળ પ્રગટ ધ્યાન-યોગનો નથી. ૭૩
તે પ્રાણી કેવા છે તે હવે કહે છે:
सम्मत्तणाणरहिओ अभव्य जीवो हु मोक्खपरिमुक्को। ससारसुहे सुरदो ण हु कालो भणइ झाणस्स।।७४।। सम्यक्त्वज्ञानरहितः अभव्यजीवः स्फुटं मोक्षपरिमुक्तः। संसारसुखे सुरतः न स्फुटं काल: भणति ध्यानस्य।।७४।। સમ્યકત્વવિહીન, શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે સુરત ભવસુખમાં કહે-“નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૪
અર્થ - પૂર્વોક્ત ધ્યાનનો અભાવ કહેનાર જીવ સમ્યકત્વ તથા જ્ઞાનથી રહિત છે, અભવ્ય છે. ને તેથીજ મોક્ષથી રહિત છે અને સંસારનાં ઇન્દ્રિયસુખોને સારાં જાણીને તેમાં રત છે-આસક્ત છે. માટે કહે છે કે હમણા ધ્યાનનો કાળ નથી.
ભાવાર્થ- જેને ઇન્દ્રિયોનું સુખ જ વહાલું લાગે છે અને જીવ-અજીવ પદાર્થના શ્રદ્ધાન-શાનથી રહિત છે તે આ પ્રકારે કહે છે કે વર્તમાન ધ્યાનનો કાળ નથી. તેથી જણાય છે કે આ પ્રકારે કહેવાવાળા અભવ્ય છે, તેમનો મોક્ષ નહિ થાય. ૭૪
જે એવું માને છે-કહે છે કે વર્તમાન ધ્યાનનો કાળ નથી તો તેણે પાંચ મહાવ્રત પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું સ્વરૂપ પણ જાણ્યું નથી:
૧ આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨ જલ્પ = બકવાદ કરે છે; બબડ છે; કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૧
पंचसु महव्वेदेसु य पंचसु समिदीसु तीसु गुत्तीसु।
जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स।।७५ ।। पंचसु महाव्रतेषु च पंचसु समितिषु तिसृषु गुप्तिसु। यः मूढ: अज्ञानी न स्फुटं काल: भणिति ध्यानस्य।।७५।।
ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે! -“નહિ ધ્યાનનો આ કાળ છે. ” ૭૫
અર્થ:- જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ને ત્રણ ગુપ્તિ તેમાં મૂઢ છે, અજ્ઞાની છે, અર્થાત્ તેમનું સ્વરૂપ જાણતા નથી અને ચારિત્રમોહના તીવ્ર ઉદયથી તેને પાળી શકતા નથી તે આ પ્રકારે કહે છે કે અત્યારે ધ્યાનનો કાળ નથી. ૭૫
હવે કહે છે કે અત્યારે આ પંચમ કાળમાં ધર્મ ધ્યાન થાય છે એમ માનતો નથી તે અજ્ઞાની છે:
भरहे दुस्समकाले धम्मज्झाणं हवेइ साहुस्स। तं अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी।।७६ ।। भरते दुःषमकाले धर्मध्यानं भवति साधोः। तदात्म स्वभावस्थिते न हि मन्यते सोऽपि अज्ञानी।।७६ ।। ભરતે દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે; તે હોય છે ૩આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬
અર્થ:- આ ભરતક્ષેત્રમાં દુઃષમકાળ-પંચમ કાળમાં સાધુ-મુનિને ધર્મધ્યાન થાય છે. આ ધર્મધ્યાન આત્મસ્વભાવમાં સ્થિત છે તેવા મુનિને થાય છે. જે આવું માનતા નથી તે અજ્ઞાની છે, તેને ધર્મધ્યાનના સ્વરૂપનું જ્ઞાન નથી.
ભાવાર્થ- જિનસૂત્રોમાં આ ભરતક્ષેત્રે પંચમ કાળમાં આત્મભાવનામાં સ્થિત મુનિને ધર્મધ્યાન કહ્યું છે. જે આવું માનતા નથી તે અજ્ઞાની છે, તેને ધર્મધ્યાનના સ્વરૂપનું જ્ઞાન નથી. ૭૬
હવે કહે છે કે જે આ કાળમાં પણ રત્નત્રયના ધારક મુનિ હોય છે તે સ્વર્ગલોકમાં લોકાંતિક પદ, ઇન્દ્રપદ પ્રાપ્ત કરીને ત્યાંથી ચ્યવીને મોક્ષે જાય છે. આ પ્રકારે જિનસૂત્રમાં કહ્યું છે:
૧ અજ્ઞ = અજ્ઞાની. ૨ દુઃષમકાળ = પંચમકાળ. ૩ આત્મસ્થ = આત્મસ્વભાવમાં સ્થિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
(અષ્ટપાહુડ
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति।। ७७।।
अद्य अपि त्रिरत्नशुद्धा आत्मानं ध्यात्वा लभंते इन्द्रत्वम्। लौकान्तिक देवत्वं ततः च्युत्वा निर्वृतिं यांति।। ७७।।
આજે ય વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ ઇન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી ચ્યવી સિદ્ધિ વરે. ૭૭
અર્થ - વર્તમાન આ પંચમકાળમાં પણ જે મુનિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધતા સહિત હોય છે તેઓ આત્માનું ધ્યાન કરી ઇન્દ્રપદ અથવા લૌકાંતિક દેવપદને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ચ્યવીને નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- કોઈ કહે છે કે અત્યારે આ પંચમકાળમાં જિનસૂત્રમાં મોક્ષ થવાનું કહ્યું નથી. તેથી ધ્યાન કરવું એ નિષ્ફળ-ખેદ છે. તેને કહે છે કે હે ભાઈ ! મોક્ષે જવાનો નિષેધ કર્યો છે અને શુકલ ધ્યાનનો પણ નિષેધ કર્યો છે, પરંતુ ધર્મધ્યાનનો નિષેધ તો કર્યો નથી. વર્તમાનમાં પણ જે મુનિ રત્નત્રયથી શુદ્ધ થઈને ધર્મધ્યાનમાં લીન થઈને આત્માનું ધ્યાન કરે છે તે મુનિ સ્વર્ગમાં ઇન્દ્રપદને પ્રાપ્ત થાય છે અથવા લૌકાન્તિક દેવ એક ભવાવતારી છે. તેમાં જઈને ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ધર્મધ્યાનથી પરંપરા મોક્ષ થાય છે ત્યારે સર્વથા નિષેધ કેમ કહો છો? જે નિષેધ કહે છે તે અજ્ઞાની-મિથ્યાદષ્ટિ છે. તેમને વિષય-કષાયોમાં સ્વચ્છેદે રહેવું છે તેથી આ પ્રકારે કહે છે. ૭૭
હવે કહે છે કે જે આ કાળમાં ધ્યાનનો અભાવ માને છે અને પહેલાં મુનિલીંગ ગ્રહણ કરી લીધું તેને હવે ગૌણ કરીને પાપમાં પ્રવૃત્તિ કરે છે તે મોક્ષમાર્ગથી ચુત છે:–
जे पावमोहियमई लिंगं घेत्तुण जिणवरिंदाणं। पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि।।७८।।
ये पापमोहितमतयः लिंगं गृहीत्वा जिनवरेन्द्राणाम्। पापं कुर्वन्ति पापाः ते त्यक्त्वा मोक्षमार्गे।।७८।।
જે પાપમોહિત બુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે દૈત્યત છે. ૭૮
૧ વિમલતિરત્ન = શુદ્ધરત્નત્રય. ૨ પાપમોહિત બુદ્ધિઓ = જેમની બુદ્ધિ પા૫ મોહિત છે એવા જીવો. ૩ ત્યક્ત = તજાયેલા; અસ્વીકૃત; નહિ સ્વીકારયેલા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૩
અર્થ- જેમની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે તેઓ જિનવરેન્દ્ર તીર્થકરનું લિંગ ગ્રહણ કરીને પણ પાપ કરે છે તેઓ પાપી મોક્ષમાર્ગથી ટ્યુત છે.
ભાવાર્થ- જેમણે પહેલાં નિર્ચથલિંગ ધારણ કરી લીધું અને પાછળથી એવી પાપબુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કે-હવે ધ્યાનનો કાળ તો છે નહિ તેથી શા માટે પ્રયત્ન કરવો? એવો વિચાર કરી પાપમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે તેઓ પાપી છે, તેમને મોક્ષમાર્ગ નથી. ૭૮
(આ કાળમાં ધર્મધ્યાન (શુકલધ્યાન) કોઈને હોતું નથી, પરંતુ ભદ્રધ્યાન (વ્રતભક્તિ-દાન-પૂજાદિકના શુભભાવ) હોય છે. આથી જ નિર્જરા અને પરંપરા મોક્ષ માન્યો છે. અને આ પ્રકારે ૭મા ગુણસ્થાન સુધી ભદ્રધ્યાન અને પછીથી જ ધર્મધ્યાન માનવાવાળાઓ જ શ્રી. દેવસેનાચાર્યકૃત “આરાધનાસાર” નામ દઈને એક નકલી ગ્રંથ બનાવ્યો છે, તેનો ઉત્તર કેકડી નિવાસી પં. શ્રીમિલાપચંદજી કટારિયાએ “જૈનનિંબધ રત્નમાલા' પૃષ્ઠ ૪૭ થી ૬૦ માં આપ્યો છે કે આ કાળમાં ધર્મધ્યાન ગુણસ્થાન ૪ થી ૭ સુધી આગમમાં કહેલ છે. આધાર સૂત્રજીની ટીકાઓ શ્રી રાજધાર્તિક, શ્લોકવાર્તિક, સર્વાર્થ સિદ્ધિ આદિ.). હવે કહે છે કે જે મોક્ષમાર્ગથી ટ્યુત છે તે કેવા છે? :
जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला। आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि।।७९।। ये पंचचेलसक्ताः ग्रंथग्राहिणः याचनाशीलाः।
अधः कर्मणि रताः ते त्यक्ताः मोक्षमार्गे।।७९ ।। જે પંચવસ્ત્રાસક્ત, પરિગ્રહધારી યાચનશીલ છે,
છે લીન આધાકર્મમાં, તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯ અર્થ - પાંચ પ્રકારના ચેલ અર્થાત્ વસ્ત્રોમાં આસક્ત છે, અંડજ (રેશમી), કપાસજ (સુતરાઉ), વલ્કલ (ઝાડની છાલ), ચર્મજ (ચામડાંના) અને રોમજ (ઉનનાં)-આ પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ એક જાતના વસ્ત્ર ધારણ કરે છે વળી ગ્રંથગ્રાહી અર્થાત્ પરિગ્રહને ધારણ કરે છે, યાચનાશીલ અર્થાત માગવાની વૃત્તિ જેનો સ્વભાવ છે અને અધઃકર્મ અર્થાત પાપકર્મમાં રત છે, સદોષ આહાર કરે છે તે મોક્ષમાર્ગથી ચુત છે.
ભાવાર્થ:- અહીં આશય એવો છે કે પહેલાં તો નિગ્રંથ દિગંબર મુનિ બની ગયા
૧ પંચવશ્નાસક્ત = પંચવિધ વસ્ત્રોમાંઆસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ, ગરમ વગેરે પાંચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા) ૨ યાચનશીલ = યાચના સ્વભાવવાળા (અર્થાત માગીને-માગણી કરીનેઆહારાદિ લેનારા) ૩ લીન આધાકર્મમાં = અધ:કર્મમાં રત (અર્થાત્ અધ:કર્મરૂપ દોષવાળો આહાર લેનારા.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
(અષ્ટપાહુડ
હતા. પાછળથી કાળદોષનો વિચાર કરીને ચારિત્ર પાળવામાં અસમર્થ બની નિગ્રંથ વેષથી ભ્રષ્ટ થઈને વસ્ત્રાદિ ધારણ કરી લીધા, પરિગ્રહ રાખવા લાગ્યા, યાચના કરવા લાગ્યા ને અધ:કર્મઉશિક આહાર કરવા લાગ્યા. આ બધાનો નિષેધ છે. તેથી તે મોક્ષમાર્ગથી ટ્યુત છે.
પહેલાં ભદ્રબાહુ સ્વામી સુધી બધા નિગ્રંથ દિગંબર મુનિ હતા. પાછળથી દુષ્કાળના વખતમાં ભ્રષ્ટ થઈને જે અર્ધફાલક કહેવાયા તેમાંથી શ્વેતામ્બર થયા. તેમણે આ વેષને પુષ્ટ કરવા માટે સૂત્રો બનાવ્યા. તેમાંથી કેટલાકે કલ્પિત આચરણ તથા તેમની સાધક કથાઓ લખી. એ સિવાય અન્ય પણ કેટલાય વેષ બદલ્યા. આ પ્રકારે કાળદોષથી ભ્રષ્ટ લોકોનો સંપ્રદાય ચાલી રહ્યો છે. તે મોક્ષમાર્ગ નથી એ પ્રમાણે અહીં બતાવ્યું છે. તેથી આ ભ્રષ્ટ લોકોને જોઈને આવો પણ મોક્ષમાર્ગ છે એવું શ્રદ્ધાન ન કરવું. ૭૯
હવે કહે છે કે મોક્ષમાર્ગી તો આવા મુનિ છે:
णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया। पावारंभविमुक्का ते गह्यिा मोक्खमग्गम्मि।।८०।। निग्रंथाः मोहमुक्ताः द्वाविंशतिपरीषहाः जितकषायाः।
पापारंभविमुक्ताः ते गृहीताः मोक्षमार्गे।।८।। નિર્મોહ, વિજિતકષાય, બાવીશ-પરિષહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૦
અર્થ:- જે મુનિ નિગ્રંથ છે, પરિગ્રહ રહિત છે, મોહ રહિત છે, જેને કોઈપણ પરદ્રવ્યથી મમત્વભાવ નથી, જે બાવીશ પરિષહોને સહન કરે છે, જેમણે ક્રોધાદિ કષાયો જીતી લીધા છે અને પાપારંભથી રહિત છે, -ગૃહસ્થને કરવા યોગ્ય આરંભાદિક પાપોમાં પ્રવર્તતા નથી એવા મુનિઓનો મોક્ષમાર્ગમાં સ્વીકાર કર્યો છે-માન્યા છે.
(રત્નકાંડ શ્રાવકાચારમાં શ્રી સમતભદ્રાચાર્યે પણ કહ્યું છે કે- ‘‘વિષયાસવિશાતીતો निरारम्भोऽपरिग्रह: ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्तते।। १०।।'
ભાવાર્થ- મુનિ છે તે લૌકિક કરો અને કાર્યોથી રહિત છે. જિનેશ્વરે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત નગ્ન દિગમ્બરરૂપ જેવો મોક્ષમાર્ગ કહ્યો છે તેવી જ રીતે પ્રવર્તે છે તે મોક્ષમાર્ગી છે, અન્ય મોક્ષમાર્ગી નથી. ૮૦
૧ બાવીશ પરિષહી = બાવીશ પરિષહોને સહુનારા. ૨ ગૃહીત = ગ્રહવામાં આવેલા સ્વીકારવામાં આવેલા સ્વીકૃત; અંગીકૃત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૫.
હવે ફરી મોક્ષમાર્ગીની પ્રવૃત્તિ કહે છે:
उद्धद्धमज्झलोये केई मज्झं ण अहयमेगागी।
इय भावणाए जोई पावंति हु सासयं सोक्खं ।। ८१ ।। उर्ध्वाधोमध्यलोके केचित् मम न अहकमेकाकी। इति भावनया योगिनः प्राप्नुवंति स्फुटं शाश्वतं सौख्यम्।।८१।।
છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોક ત્રયે,
-એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧ અર્થ - મુનિ એવી ભાવના કરે છે ઊર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક આ ત્રણે લોકોમાં મારું કોઈ પણ નથી, હું એકાકી આત્મા છું. આવી ભાવનાથી યોગી મુનિ પ્રગટરૂપથી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- મુનિ એવી ભાવના કરે કે ત્રિલોકમાં જીવ એકાકી છે, તેનો સંબંધી બીજો કોઈ નથી. આ પરમાર્થરૂપ એત્વભાવના છે. જે મુનિને આવી ભાવના નિરંતર રહે છે તે જ મોક્ષમાર્ગી છે. જે વેષ ધારણ કરીને પણ લૌકિક જનોથી લાલન-પાલનની અપેક્ષા રાખે છે તે મોક્ષમાર્ગી નથી. ૮૧
હવે ફરી કહે છે:
देवगुरुणं भत्ता णिव्वेयपरंपरा विचिंतिता। झाणरया सुचरिता ते गह्यिा मोक्खमग्गम्मि।।८२।। देवगुरुणां भक्त: निर्वेद परंपरां विचिन्तयन्तः।
ध्यानरताः सुचरित्राः ते गृहीताः मोक्षमार्गे।।८२।। જે દેવ-ગુરુના ભક્ત છે, 'નિર્વેદશ્રેણી ચિંતવે,
જે ધ્યાનરત, સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૨ અર્થ- જે મુનિ દેવ-ગુરુના ભક્ત છે, નિર્વેદ અર્થાત્ સંસાર-દેહ-ભોગોથી વિરાગતાની પરંપરાનું ચિંતન કરે છે, ધ્યાનમાં રત છે-રક્ત છે-તત્પર છે અને જેમને સારું-ઉત્તમ ચારિત્ર છે તેમને મોક્ષમાર્ગમાં ગ્રહણ કર્યા છે.
ભાવાર્થ- જેમણે મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો છે એવા અરહંત સર્વજ્ઞ વીતરાગ દેવ
૧ નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા વૈરાગ્યભાવનાઓની હારમાળા. ૨ સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્યારિત્રયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
(અષ્ટપાહુડ
અને તેમનું અનુસરણ કરનાર મોટા મુનિ, દીક્ષા-શિક્ષા દેનારા ગુરુ, તેમની ભક્તિ સહિત હોય છે, સંસાર-દેહ-ભોગોથી વૈરાગ્ય પામીને મુનિ થયા છે, –તેવી જ જેમને વૈરાગ્યભાવના છે, આત્માનુભવરૂપ શુદ્ધ ઉપયોગરૂપ એકાગ્રતારૂપી ધ્યાનમાં તત્પર છે અને જેમને વ્રત, સમિતિ, ગુપ્તિરૂપ નિશ્ચય-વ્યવહારત્મક સમ્યક્યારિત્ર હોય છે તે જ મુનિ મોક્ષમાર્ગી છે, અન્ય વેપી મોક્ષમાર્ગી નથી. ૮ર
હવે એમ કહે છે કે-નિશ્ચયનયથી ધ્યાન આ પ્રકારે કરવું –
णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो। सो होदि हु सचरित्तो जोई सो लहइ णिव्वाणं।। ८३।।
निश्वयनयस्य एवं आत्मा आत्मनि आत्मने सुरतः। सः भवति स्फुटं सुचरित्र: योगी सः लभते निर्वाणम्।।८३।।
નિશ્ચયન-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩
અર્થ:- આચાર્ય કહે છે કે, નિશ્ચયનયનો એવો અભિપ્રાય છે કે જે આત્મા આત્માને માટે આત્મામાં લીન થઈ જાય છે, તે યોગી ધ્યાની મુનિ પ્રગટ નિશ્ચય ચારિત્રવાળા હોઈને ચૈતન્યમૂર્તિ સહજાન્મસ્વરૂપના ધ્યાનથી સાક્ષાત્ મોક્ષને પામે છે.
ભાવાર્થ- નિશ્ચયનયનું સ્વરૂપ એવું છે કે એક દ્રવ્યની અવસ્થા જેવી હોય તેવી કહે. આત્માની બે અવસ્થા છે-એક તો અજ્ઞાન અવસ્થા અને બીજી જ્ઞાન અવસ્થા. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા રહે છે ત્યાંસુધી તો બંધ પર્યાયને આત્મારૂપે જાણેય છે કે-હું મનુષ્ય છું, હું પશુ છું, હું ક્રોધી છું, હું માની છું, હું માયાવી છું, હું પુણ્યવાન-ધનવાન છું, હું નિર્ધન-દરિદ્રી છું, હું રાજા છું, હું રંક છું, હું મુનિ છું, હું શ્રાવક છું-ઇત્યાદિ પર્યાયોમાં પોતાપણું માને છે, –આ પર્યાયોમાં લીન રહે છે ત્યારે મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે તેનું ફળ સંસાર છે તેને ભોગવે છે.
જ્યારે જિનમતના પ્રસાદથી જીવ-અજીવ પદાર્થોનું જ્ઞાન થાય છે. ત્યારે સ્વ-પરનો ભેદ જાણીને જ્ઞાની થાય છે, ત્યારે આ પ્રકારે જાણે છે કે હું શુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતના સ્વરૂપ છું, અન્ય મારું કાંઈ પણ નથી. જ્યારે ભાવલિંગી નિગ્રંથ મુનિપદની પ્રાપ્તિ કરે છે ત્યારે આ આત્મા આત્મામાં જ, પોતાના જ દ્વારા, પોતાને જ માટે, વિશેષ લીન થાય છે અને ત્યારે નિશ્ચય સમ્યક્રચારિત્રસ્વરૂપ થઈને પોતાનું જ ધ્યાન કરે છે તથા ત્યારે જ (સાક્ષાત્ મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ ) સમ્યજ્ઞાની થાય છે. તેનું ફળ નિર્વાણ છે. આ પ્રકારે જાણવું ૮૩.
૧ આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૭
(નોંધ:- પ્રવચનસાર ગાથા ૨૪૧-૨૪૨ માં જે સાતમાં ગુણસ્થાનમાં આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન, સંયમપણું અને નિશ્ચય આત્મજ્ઞાનમાં એકી સાથે આરૂઢને આત્મજ્ઞાન કહ્યું છે તે કથનની અપેક્ષા અહીં છે. (મુખ્ય-ગૌણ સમજી લેવું ) )
હવે આ જ અર્થને દઢ કરવા કહે છે:
पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो। जो झायदि सो जोई पावहरो हवदि णिबंदो।।८४।।
पुरुषाकार आत्मा योगी वरज्ञानदर्शनसमग्रः। यः ध्यायति स: योगी पापहरः भवति निर्द्वद्वः।।८४।।
છે યોગી પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે; ધ્યાનાર યોગી પાપનાશક ‘ઠંદ્રવિરહિત હોય છે. ૮૪
અર્થ:- ધ્યાનને યોગ્ય આ આત્મા કેવો છે? પુરુષાકાર છે, યોગી છે જેને મન-વચનકાયાના યોગનો નિરોધ છે, સુનિશ્ચલ છે અને “વર' અર્થાત્ શ્રેષ્ઠ સમ્યકરૂપ જ્ઞાન-દર્શનથી સમગ્ર-પરિપૂર્ણ છે-જેને કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત છે. આ પ્રકારના આત્માને જે યોગી-ધ્યાની મુનિ ધ્યાવે છે તે મુનિ-ધ્યાની પાપ હરનાર છે, નિર્લંદ છે-રાગ-દ્વેષાદિ વિકલ્પોથી રહિત છે.
ભાવાર્થ:- જે અરિહંતરૂપ શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેના પૂર્વ કર્મોનો નાશ થાય છે અને વર્તમાનમાં રાગદ્વેષ રહિત થાય છે. ત્યારે આગામી કર્મોને બાંધતા નથી. ૮૪ આ પ્રકારે મુનિઓને પ્રવર્તવા માટે કહ્યું. હવે શ્રાવકોને કેવી રીતે પ્રવર્તવું તે કહે છે:
एवं जिणेहि कहियं सवणाणं सावयाणं पुण सुणसु। संसारविणासयरं सिद्धियरं कारणं परमं ।। ८५।। एवं जिनैः कथितं श्रमणानां श्रावकाणां पुनः श्रृणुत। संसारविनाशकारं सिद्धिकरं कारणं परमं ।।८५।।
શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાખ્યો, શ્રાવકાર્થ સુણો હવે, સંસારનું હરનાર “શિવ-કરનાર કારણ પરમ એ. ૮૫
૧ પુરુષાકાર = પુરુષના આકારે. ૨ વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ. ૩
ધ્યાનાર = એવા જીવને-આત્માને-જે ધ્યાવે છે તે. ૪ ઇંદ્રવિરહિત = નિáદ્ધઃ (રાગદ્વેષાદિ) વંદ્વથી રહિત. ૫ શિવ-કરનાર = મોક્ષનું કરનાર; સિદ્ધિ કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
(અષ્ટપાહુડ
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે ઉપદેશ તો શ્રમણ-મુનિઓને જિનદેવે કહ્યો છે. હવે શ્રાવકોને સંસારનો વિનાશ કરવાવાળો ને સિદ્ધિ અર્થાત્ મોક્ષ આપનારો ઉત્કૃષ્ટ કારણ છે એવો ઉપદેશ આપે છે તે સાંભળો.
ભાવાર્થ- પહેલાં કહ્યું તે તો મુનિઓને માટે કહેલું અને હવે આગળ કહે છે તે શ્રાવકો માટે છે. તે એવું કહેશે કે જેથી સંસારનો વિનાશ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. ૮૫ હવે શ્રાવકોએ પહેલાં શું કરવું તે કહે છે:
ग्रहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं। तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयट्ठाए।।८६।। गृहीत्वा च सम्यक्त्वं सुनिर्मलं सुरगिरेरिव निष्कंपम्। तत् ध्याने ध्यायते श्रावक! दुःखक्षयार्थे ।।८६ ।। ગ્રહી મેરૂપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યકત્વને,
હે શ્રાવકો ! દુ:ખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬ અર્થ - પ્રથમ તો શ્રાવકોએ સુનિર્મળ અર્થાત્ સારી રીતે નિર્મળ અને મેરૂવત્ નિષ્કપઅચળ તથા ચળ-મલિન-અગાઢ દુષણ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યકત્વને ગ્રહણ કરીને દુ:ખનો ક્ષય કરવા માટે તેનું અર્થાત્ સમ્યગ્દર્શનનું (સમ્યગ્દર્શનના વિષયનું) ધ્યાનમાં ધ્યાન કરવું.
ભાવાર્થ:- શ્રાવક પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યકત્વને ગ્રહણ કરીને તેનું ધ્યાન કરે. આ સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થના ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય છે તે મટી જાય છે. કાર્યના બગડવા-સુધરવા કાળે વસ્તુના સ્વરૂપનો વિચાર આવે તો દુઃખ મટી જાય છે. સમ્યગ્દષ્ટિને આ પ્રકારે વિચાર આવે છે કે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ જેવું જાણ્યું છે તેવું જ નિરંતર પરિણમે છે, –તેમ જ થાય છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની દુઃખી-સુખી થવું નિષ્ફળ છે. આવા વિચારથી દુ:ખ મટે છે. આ પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવા કહ્યું છે. ૮૬
હવે સમ્યકત્વના ધ્યાનનો જ મહિમા કહે છે:
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेइ सो जीवो। सम्मत्त परिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि।।८७।। सम्यक्त्वं यः ध्यायति सम्यग्दृष्टि: भवति सः जीवः। सम्यक्त्व परिणत: पुन: क्षपयति दुष्टाष्ट कर्माणि।।८७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૯
સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદૃષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭
અર્થ:- જે જીવ સમ્યકત્વનું ધ્યાન કરે છે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. વળી તે સમ્યકત્વરૂપ પરિણમતો થકો જે દુષ્ટ આઠ કર્મો છે તેનો ક્ષય કરે છે.
ભાવાર્થ:- સમ્યકત્વનું ધ્યાન આ પ્રકારે છે-જે પહેલાં સમ્યકત્વ ન થયું હોય તો પણ તેના સ્વરૂપને જાણીને તેનું ધ્યાન કરે તો તે સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવના પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે. સમ્યકત્વ થતાં જ કર્મોની ગુણશ્રેણી નિર્જરા થવા લાગે છે, અનુક્રમે મુનિ થાય ત્યારે ચારિત્ર અને શુકલધ્યાન તેના સહકારી થઈ જાય છે ને ત્યારે સર્વ કર્મોનો નાશ થઈ જાય છે. ૮૭
હવે આને સંક્ષેપથી કહે છે:
किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले। सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ।।८८।।
किं बहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले। सेत्स्यंति येऽपि भव्याः तज्जानीत सम्यक्त्वमाहात्म्यम्।।८८।।
બહુ કથનથી શું? નરવરો ‘ગત કાળ જે સિદ્ધયા અહો ! જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યકત્વમહિમા જાણવો. ૮૮
અર્થ:- આચાર્ય કહે છે કે ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે ઉતમ પુરુષો ભૂતકાળમાં સિદ્ધ થઈ ગયા અને ભવિષ્યમાં સિદ્ધ થશે તે આ સમ્યકત્વનું જ માહાભ્ય જાણો.
ભાવાર્થ:- આ સમ્યકત્વનું એવું માહાભ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી ભૂતકાળમાં જે મુક્તિપ્રાપ્ત સિદ્ધ થયા છે તથા ભવિષ્યમાં જે સિદ્ધ થશે તેઓ આ સમ્યકત્વથી જ થયા છે અને થશે, તેથી આચાર્ય કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થને શું ધર્મ હોય? આ સમ્યકત્વધર્મ એવો છે કે જે ધર્મના સર્વ અંગોને સફળ કરે છે. ૮૮
હવે કહે છે કે, જે નિરંતર સમ્યકત્વનું પાલન કરે છે તેમને ધન્ય છે:
૧ નરવરો = ઉત્તમ પુરષો. ૨ ગતકાળ = ભૂતકાળમાં પૂર્વે. ૩ સિદ્ધયા = સિદ્ધથયા; મોક્ષ પામ્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
GOO
(અષ્ટપાહુડ
ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया। सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं।। ८९ ।।
ते धन्याः सुकृतार्थाः ते शूराः तेऽपि पंडिता मनुजाः। सम्यक्त्वं सिद्धिकरं स्वप्नेऽपि न मलिनितं यैः।। ८९ ।। નર ધન્ય ને, સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે 'સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯
અર્થ:- જે પુરુષો મુક્તિ કરનાર સમ્યકત્વને સ્વપ્નય મલિન કર્યું નથી-અતિચાર લાગવા દીધો નથી તે પુરુષો ધન્ય છે. તે જ ખરેખર કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે.
ભાવાર્થ- લોકમાં કેટલાક દાનાદિક કરે તેને ધન્ય કહે છે, વિવાહાદિક, યજ્ઞાદિક કરે તેને કૃતાર્થ માને છે, યુદ્ધમાંથી પાછા ન ફરે તેને શૂરવીર કહે છે ને ઘણાં શાસ્ત્રો વાંચે તેને પંડિત કહે છે. આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યકત્વ તેને જે મલિન ન કરેનિરતિચાર પાલન કરે તે ધન્ય છે. તે જ કતાર્થ છે. તે જ શરવીર છે. તે જ પંડિત મનુષ્ય છે. તેના (સમ્યકત્વ ) વિના મનુષ્ય પશુ સમાન છે. આ પ્રકારે સમ્યકત્વનું માહામ્ય કહ્યું છે. ૮૯
હવે શિષ્ય પૂછે છે કે સમ્યકત્વ કેવું છે? તેનું સમાધાન કરવા માટે આ સમ્યકત્વના બાહ્ય ચિહ્ન બતાવે છે:
हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ।। ९०।। हिंसारहिते धर्म अष्टादशदोषवर्जिते देवे। निर्ग्रथे प्रवचने श्रद्धानं भवति सम्यक्त्वम्।।९०।। ‘હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું,
નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦ અર્થ- હિંસા રહિત ધર્મ, અઢાર દોષ રહિત દેવ, નિગ્રંથ પ્રવચન અર્થાત્ માર્ગ તથા ગુરુ-તેમાં શ્રદ્ધાન થતાં સમ્યકત્વ થાય છે.
ભાવાર્થ- લૌકિક જન તથા અન્ય મતવાળા જીવોની હિંસાથી ધર્મ માને છે અને
૧ સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા; સુકૃત કૃત્ય. ૨ સિદ્ધિકર = સિદ્ધિ
કરનાર; મોક્ષ કરનાર. ૩ હિંસાસુવિરહિત = હિંસા રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૧
જિનમતમાં અહિંસાને ધર્મ કહ્યો છે, તેનું જ શ્રદ્ધાન કરે, અન્યની શ્રદ્ધા ન કરે તે સમ્યગ્દષ્ટિ છે. લૌકિક અન્ય મતવાળા માને છે તે બધા દેવો સુધાદિ તથા રાગદ્વેષાદિ દોષોથી સંયુક્ત છે. માટે વીતરાગ સર્વજ્ઞ અહંત દેવ સર્વદોષોથી રહિત છે. તેમને દેવ માને, શ્રદ્ધા કરે તે જ સમ્યગ્દષ્ટિ છે.
અહીં અઢાર દોષ કહ્યા તે પ્રધાનતાની અપેક્ષાથી કહેલ છે. તેમને ઉપલક્ષણરૂપ જાણવા. તેમની સમાન અન્ય પણ લક્ષણો જાણી લેવા. નિગ્રંથ પ્રવચન અર્થાત્ મોક્ષમાર્ગ તે જ મોક્ષમાર્ગ છે, અન્યલિંગથી અન્યમતવાળા શ્વેતામ્બરાદિક જૈનાભાસ મોક્ષમાને છે તે મોક્ષમાર્ગ નથી. આવું શ્રદ્ધાન કરે તે સમ્યગ્દષ્ટિ છે એમ જાણવું. ૯૦
હવે આ જ અર્થને દઢ કરે છે:
जहजायरूवरूवं सुसंजयं सव्वसंग परिचत्तं। लिंगं ण परावेक्खं जो मण्णइ वस्स सम्मत्तं ।। ९१ ।।
यथाजातरूपरूपं सुसंयतं सर्वसंगपरित्यक्त्वम्। लिंगं न परापेक्षं यः मन्यते तस्य सम्यक्त्वम्।।९१।। સમ્યકત્વ તેને, જે માને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતકસુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧
અર્થ:- મોક્ષમાર્ગનું લીંગ કેવું છે? કે યથાજાતરૂપ તો જેનું રૂપ છે, જેમાં બાહ્ય પરિગ્રહ-વસ્ત્રાદિક કિંચિત્ માત્ર નથી, સુસંયત અર્થાત્ સમ્યકપ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ અને જીવોની દયા જેમાં જોવામાં આવે છે એવો સંયમ છે, સર્વસંગ અર્થાત્ બધા જ પરિગ્રહ તથા બધા લૌકિક જનોની સંગતથી રહિત છે અને જેમાં પરની કંઈ પણ અપેક્ષા નથી, –મોક્ષના પ્રયોજન સિવાય અન્ય પ્રયોજનની અપેક્ષા નથી-એવો મોક્ષમાર્ગનો લિંગ માને-શ્રદ્ધાન કરે તે જીવને સમ્યકત્વ હોય છે.
ભાવાર્થ - મોક્ષમાર્ગમાં એવું જ લિંગ છે, અન્ય અનેક વેષ છે તેઓ મોક્ષમાર્ગમાં નથી. એવું શ્રદ્ધાન કરે તેને સમ્યકત્વ હોય છે. અહીં, “પરની અપેક્ષા નથી', –એવું કહીને એમ બતાવ્યું છે કે એવું નિગ્રંથનું રૂપ પણ જો કોઈ અન્ય આશયથી ધારણ કરે તો તે વેષ મોક્ષમાર્ગ નથી કેવળ મોક્ષની જ અપેક્ષા જેમાં હોય તેને માને તે સમ્યગ્દષ્ટિ છે એમ જાણવું. ૯૧
૧ લિંગપરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતરબાહ્ય) લિંગને; પરને નહિ અવલંબનારા એવા
લિંગને. ૨. રૂપયથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન-સહજ-સ્વાભાવિક-નિરૂપાધિક રૂપવાળા; જમ્યા
પ્રમાણે રૂપવાળા. ૩ સુસંયત = સારી રીતે સંયતઃ સુસંયમયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨
| (અષ્ટપાહુડ
હવે મિથ્યાષ્ટિનું ચિહ્ન કહે છે:
कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च बंदए जो दु। लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु।।९२।। कुत्सितदेवं धर्मं कुत्सितलिंगं च वन्दते यः तु। लज्जाभयगारवत: मिथ्यादृष्टि: भवेत् सः स्फुटम्।।९२।।
જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨
અર્થ:- જે ક્ષુધા અને રાગદ્વેષાદિ દોષોથી દુષિત હોય તે કુત્સિત દેવ છે, જે હિંસાદિ દોષોથી સહિત હોય તે કુત્સિત ધર્મ છે ને જે પરિગ્રાદિ સહિત હોય તે કુત્સિત લિંગ છે. જે તેમને વંદના કરે છે, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે.
ભાવાર્થ- અહીં વિશેષ કહે છે કે જે તેમને (કુદેવ-કુધર્મ-કુલિંગને) સારા-હિતકારી માની વંદના કરે છે, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે. પરંતુ જે લજ્જા, ભય, ગારવ-એ કારણોથી પણ વંદના, પૂજા કરે છે તે પણ પ્રગટ મિથ્યાષ્ટિ છે. લજ્જા આ રીતે છે કે, લોકો તેમની વંદના પૂજા કરે છે ને અમે નહીં કરીએ તો લોકો શું કહેશે? આ લોકમાં અમારી પ્રતિષ્ઠા રહેશે નહિ એવી લજ્જાથી પણ વંદના-પૂજા કરે તે મિથ્યાષ્ટિ છે, ભય આ રીતે છે કે રાજા આદિ તેમને માને આપે છે, ને અમે નહિ આપીએ તો અમારી ઉપર ઉપદ્રવ આવી પડશે. આવા ભયથી પણ વંદના-પૂજા કરે તે મિથ્યાષ્ટિ છે. ગારવ આ રીતે છે કે અમે મોટા છીએ મહંત પુરુષ છીએ, બધાનું સન્માન કરીએ છીએ-આવા કાર્યોથી જ અમારી મોટાઈ છે–આ રીતે ગારવથી વંદના-પૂજા કરે તે મિથ્યાદષ્ટિ છે. આ પ્રકારે મિથ્યાષ્ટિના લક્ષણ કહ્યા. ૯૨
હવે આ જ અર્થને દઢ કરવા કહે છે:
सपरावेक्खं लिंगं राई देवं असंजयं वंदे।
मण्णइ मिच्छादिट्ठी ण हु मण्णइ सुद्धसम्मत्तो।। ९३।। स्वपरापेक्षं लिंगं रागिणं देवं असंयतं वन्दे। मानयति मिथ्यादृष्टि: न स्फुटं मानयति सुद्ध सम्यक्ती।। ९३।। વંદન અસંયત, રક્ત દેવો, લિંગ °સપરાપેક્ષને, એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૯૩
૧ કુત્સિત = નિંદિત; ખરાબ; અધમ. ૨ ૨ક્ત = રાગી. ૩ સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૩
અર્થ - સપરાપેક્ષલિંગ અર્થાત્ પોતે કંઈક લૌકિક પ્રયોજન મનમાં ધારણ કરીને વેષ લે તે સ્થાપેક્ષ છે અને કોઈ પરની અપેક્ષાથી વેષ ધારણ કરે-કોઈ આગ્રહુ તથા રાજાદિકના ભયથી ધારણ કરે તે પરાપેક્ષ છે. રાગી દેવ (જેને સ્ત્રી આદિનો રાગ જોવામાં આવે છે ) અને સંયમ રહિતને વંદના કરે, માને, શ્રદ્ધાન કરે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ તેવી શ્રદ્ધા, પૂજા, વંદના કરતા નથી.
ભાવાર્થ:- ઉપર કહ્યું તેનાથી મિથ્યાદષ્ટિને પ્રીતિ, ભક્તિ ઉત્પન્ન થાય છે. જે નિરતિચાર સમ્યગ્દષ્ટિ છે તે તેમને માનતા નથી. ૯૩
सम्माइट्ठी सावय धम्मं जिणदेवदेसियं कुणदि। विवरीयं कुव्वंतो मिच्छादिट्ठी मुणेयव्वो।।९४।। सम्यग्दृष्टि: श्रावक: धर्मं जिनदेव देशितं करोति। विपरीतं कुर्वन् मिथ्यादृष्टि: ज्ञातव्यः।। ९४ ।। સમ્યકત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને;
વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪ અર્થ - જિનદેવથી ઉપદેશિત ધર્મનું પાલન કરે છે તે સમ્યગ્દષ્ટિ શ્રાવક છે અને જે અન્યમતના ઉપદેશિત ધર્મનું પાલન કરે છે તેને મિથ્યાષ્ટિ જાણવા.
ભાવાર્થ- આ પ્રકારે કહેવાથી અહીં કોઈ તર્ક કરે છે–આ તો પોતાનો મત પુષ્ટ કરવા પક્ષપાતવાળી વાતકહી. તેને ઉત્તર આપે છે કે એવું નથી. જેનાથી સર્વ જીવોનું હિત થાય તે ધર્મ છે. એવા અહિંસારૂપ ધર્મનું જિનદેવે જ નિરૂપણ કર્યું છે, અન્ય મતમાં એવા ધર્મનું નિરૂપણ નથી. આ પ્રમાણે જાણવું. ૯૪ હવે કહે છે કે જે મિથ્યાષ્ટિ જીવ છે તે સંસારમાં દુઃખ સહિત ભ્રમણ કરે છે –
मिच्छादिट्ठि जो सो संसारे संसरेइ सुहरहिओ।
जम्मजरमरणपउरे दुक्खसहस्साउले जीवो।। ९५ ।। મિથ્યાદfઇ: ૫: : સંસારે સંસતિ સુવરહિત..
जन्मजरामरणप्रचुरे दुःखसहस्राकुल: जीवः।।९५।। કુદષ્ટિ છે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં,
જર-જન્મ-મરણ પ્રચુરતા, દુ:ખગણસહસ્ર ભર્યા જિહાં. ૯૫ અર્થ:- જે જીવ મિથ્યાષ્ટિ છે તે જન્મ, જરા, મરણથી પ્રચુર અને હજારો દુઃખોથી ભરેલા આ સંસારમાં સુખ રહિત દુઃખી થઈને ભ્રમણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મિથ્યાભાવનું ફળ સંસારમાં ભ્રમણ કરવાનું જ છે. આ સંસાર જન્મ, જરા, મરણ આદિ હજારો દુઃખોથી ભરેલો છે. આ દુઃખોને મિથ્યાદષ્ટિ જીવ આ સંસારમાં ભ્રમણ કરતો રહીને ભોગવે છે. અહીં (સંસારમાં) દુઃખ તો અનંત છે, પણ હજારો કહેવાથી પ્રસિદ્ધ અપેક્ષા અધિકતા બતાવી છે. ૯૫
હવે સમ્યકત્વ-મિથ્યાત્વભાવના કથનને સંકોચે છે
सम्म गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणसु। जं ते मणस्स रूच्चइ किं बहुणा पलविएणं तु।। ९६ ।। सम्यक्त्वे गुण मिथ्यात्वे दोषः मनसा परिभाव्य तत् कुरु। यत् ते मनसे रोचते किं बहुना प्रलपितेन तु।।९६ ।। “સમ્યકત્વ ગુણ, મિથ્યાત્વ દોષ” તું એમ મન સુવિચારીને, કર તે તને જે મન રૂચે; બહુ કથન શું કરવું અરે? ૯૬.
અર્થ:- હે ભવ્ય ! પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વના ગુણની ને મિથ્યાત્વના દોષોની પોતાના મનથી વિચારણા કરી અને જે પોતાને રૂચ-પ્રિય લાગે તે કર. બહુ પ્રલાપરૂપ કહેવાથી શું સાધ્ય છે?—આ પ્રકારે આચાર્યદવે ઉપદેશ આપ્યો છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે બહુ કહેવાથી શું? સમ્યકત્વ-મિથ્યાત્વના ગુણદોષો અગાઉ કહેલાં તે જાણીને મનમાં જે ગમે-રૂચે તે કરો. અહીં ઉપદેશનો આશય એવો છે કેમિથ્યાત્વને છોડો ને સમ્યકત્વને ગ્રહણ કરો. તેથી સંસારનાં દુઃખ મેટીને મોક્ષ પ્રાપ્ત કરો. ૯૬ હવે કહે છે કે જો મિથ્યાત્વભાવ નહિ છોડો તો બાહ્ય વેષથી કંઈ લાભ નથી:
बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिग्गंथो। किं तस्य ठाणमउणं ण वि जाणादि अप्पसमभावं ।। ९७।। बहि: संगविमुक्त: नापि मुक्तः मिथ्याभावेन निग्रंथः।
किं तस्य स्थानमौनं न अपि जानाति आत्मसमभावं ।। ९७।। નિર્ચથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ; શું સ્થાન-મૌન કરે તિહાં? ૯૭
અર્થ:- જેણે બાહ્ય પરિગ્રહ રહિત અને મિથ્યાભાવ સહિત નિગ્રંથ વેષ ધારણ ક્ય
૧ સ્થાન = નિશ્ચળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગ સ્થિત રહેવું તે; એકઆસને નિશ્ચળ રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
છે તે પરિગ્રહ રહિત નથી. તેને ઠાણ અર્થાત્ ઊભા રહીને કાયોત્સર્ગ કરવાથી શું લાભ છે? અને મૌન ધારણ કરવાથી શું મળવાનું છે? કેમકે આત્માનો સમભાવ જે વીતરાગ પરિણામ તેને તો જાણતો નથી.
ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવને જાણવાથી સમ્યગ્દષ્ટિ થવાય છે. જે મિથ્યાભાવ સહિત પરિગ્રહ છોડીને નિગ્રંથ પણ થઈ ગયો છે, ને કાયોત્સર્ગ કરવો, મૌન ધારણ કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓ પણ કરે છે તો તેની એ ક્રિયા મોક્ષમાર્ગમાં પ્રસંશનીય નથી. કેમકે સમ્યક્ત્વ વિના બાહ્ય ક્રિયાનું ફળ સંસાર જ છે. ૯૭
હવે આશંકા ઉત્પન્ન થાય છે કે, સમ્યક્ત્વ વિના બાહ્ય લિંગ નિષ્ફળ કહ્યું. તો જે બાહ્યલિંગ-મૂળગુણ બગાડે તેને સમ્યક્ત્વ રહે કે નહિ? તેનું સમાધાન કરે છેઃ
मूलगुणं छिलूण य बाहिरकम्मं करेइ जो साहू ।
सो ण लहइ सिद्धिसुहं जिणलिंग विराहगो णियटं ।। ९८ ।।
मूलगुणं छित्वा च बाह्यकर्म करोति यः साधुः । सः न लभते सिद्धिसुखं जिणलिंग विराधक: नियतं ।। ९८ ।।
૧ નિશ્ચયે
જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે, પામે ન શિવસુખ નિશ્ચયે જિન કથિત-લિંગ-વિરાધને. ૯૮
અર્થ:- જે મુનિ નિગ્રંથ થઈને ૨૮ મૂલગુણોને છેદીને કાયોત્સર્ગાદિ બાહ્ય ક્રિયા કરે છે તેમોક્ષસુખને પામતો નથી. કારણ કે આવો મુનિ જિનલિંગનો વિરાધક છે.
૩૦૫
ભાવાર્થ:- જિન આજ્ઞા એવી છે કે સમ્યક્ત્વસહિત મૂળ ગુણ ધારણ કરી જે સાધુ ક્રિયા કરે છે તે ધન્ય છે. મૂલગુણ ૨૮ કહ્યા છે :- મહાવ્રત ૫, સમિતિ ૫, ઇન્દ્રિયોનો નિરોધ ૫, આવશ્ય ૬, ભૂમિશયન ૧, સ્નાનનો ત્યાગ ૧, વસ્ત્રનો ત્યાગ ૧, કેશલોચ ૧, એક વા૨ ભોજન ૧, ઊભા ઊભા ભોજન ૧, દંતધોવનનો ત્યાગ ૧, -આ પ્રકારે ૨૮ મૂલગુણ છે. તેમની વિરાધના કરીને કાયોત્સર્ગ, મૌન, તપ, ધ્યાન, અધ્યયન કરે તો તે ક્રિયાઓથી મુક્તિ થતી નથી. જે આ પ્રકારે શ્રદ્ધાન કરે કે અમારે સમ્યક્ત્વ તો છે જ, બાહ્ય મૂલગુણ બગડે તો બગડવા દો, અમે મોક્ષમાર્ગી છીએ જ તો આવી શ્રદ્ધાથી તો જિનઆજ્ઞા ભંગ થવાથી સમ્યક્ત્વનો પણ ભંગ થાય છે. તેથી મોક્ષ કેવી રીતે થાય ? અને (તીવ્ર કષાયવાન થઈ જાય તો) કર્મના પ્રબળ ઉદયથી ચારિત્રભ્રષ્ટ થાય. અને જો જિનઆજ્ઞા અનુસાર શ્રદ્ધા રહે તો સમ્યક્ત્વ રહે છે. પરંતુ મૂલગુણ વિના કેવળ સમ્યક્ત્વથી જ મુક્તિ નથી અને સમ્યક્ત્વ વિના કેવળ ક્રિયાથી જ મુક્તિ નથી એમ જાણવું.
નક્કી ૨ જિન-કથિત-લિંગ-વિરાધને
=
જિન કથિત લિંગની વિરાધના કરતો હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬
(અષ્ટપાહુડ
પ્રશ્ન:- મુનિને સ્નાનનો ત્યાગ કહ્યો અને અમે સાંભળ્યું છે કે જો ચાંડાલ આદિનો સ્પર્શ થઈ જાય તો દંડ સ્નાન કરે છે?
સમાધાનઃ- જેમ ગૃહસ્થ સ્નાન કરે છે એવું સ્નાન કરવાનો ત્યાગ છે. કેમ કે તેમાં હિંસાની અધિકતા છે. મુનિનું સ્નાન એવું છે કે કમંડળમાં પ્રાસુક જળ રહેતું હોય છે તેમાંથી મંત્ર બોલીને મસ્તક પર ધારામાત્ર કરે છે અને તે દિવસે ઉપવાસ કરે છે. તો આવું સ્નાન તો નામમાત્ર સ્નાન છે. અહીં મંત્ર અને તપસ્નાન મુખ્ય છે. જળસ્નાન મુખ્ય નથી. એ પ્રકારે જાણવું. ૯૮
હવે કહે છે કે આત્મસ્વભાવથી વિપરીત બાહ્ય ક્રિયાકર્મ છે તે શું કરે? મોક્ષમાર્ગમાં તો કંઈ પણ કાર્યકારી નથી:
किं काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु। किं काहिदि आदावं आदसहावस्स विवरीदो।।९९ ।।
किं करिष्यति बहिः कर्म किं करिष्यति बहुविधं च क्षमणं तु। किं करिष्यति आताप: आत्मस्वभावात् विपरीतः।।९९ ।।
બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના? આત્મસ્વભાવવિરૂદ્ધ જે. ૯૯
અર્થ:- આત્મસ્વભાવથી વિપરીત-પ્રતિકૂળ બાહ્યકર્મ જે ક્રિયાકાંડ તે શું કરશે? મોક્ષનું કાર્યતો કિંચિત્માત્ર નહીં કરે. અનેક પ્રકારના ક્ષમણ અર્થાત્ ઉપવાસાદિ બાહ્યતપ પણ શું કરશે? કાંઈપણ કરશે નહીં. આતાપન યોગ આદિ કાયકલેશ પણ શું કરશે? કાઈપણ કરશે નહીં.
ભાવાર્થ- બાહ્યક્રિયાકર્મ શરીર આશ્રિત છે અને શરીર જડ છે, આત્મા ચેતન છે. જડની ક્રિયા તો ચેતનને કંઈ ફળ આપતી નથી. જેવી રીતે ચેતનાનો ભાવ જેટલો ક્રિયામાં મળે છે એનું ફળ ચેતનને મળે છે. ચેતનનો અશુભ ઉપયોગ મળે ત્યારે અશુભ કર્મ બંધાય અને
ભ ઉપયોગ મળે ત્યારે શુભ કર્મ બંધાય છે. અને જ્યારે શુભ-અશુભ બન્નેથી રહિત ઉપયોગ થાય છે ત્યારે કર્મ બંધાતા નથી, પહેલાં બંધાયેલ કર્મોની નિર્જરા કરીને મોક્ષ કરે છે. આ પ્રકારે ચેતના ઉપયોગ અનુસાર ફળ આપે છે. તેથી એમ કહ્યું છે કે બાહ્યક્રિયાકર્મથી તો કંઈ મોક્ષ થતો નથી, શુદ્ધ ઉપયોગ થવાથી મોક્ષ થાય છે. માટે દર્શન, -જ્ઞાન ઉપયોગોનો વિકાર મટીને શુદ્ધ જ્ઞાન ચેતનાનો અભ્યાસ કરવો તે મોક્ષનો ઉપાય છે. ૯૯
હવે આ જ અર્થને ફરી વિશેષરૂપથી કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૭
जदि पढदि बहु सुदाणि य जदि काहिदि बहुविहं च चारित्तं। तं बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीद।। १००।। यदि पठति बहुश्रुतानि च यदि करिष्यति बहुविधं च चारित्रं। तत् बालश्रुतं चरणं भवति आत्मनः विपरीतम्।।१००।। પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાલશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦૦
અર્થ:- જે આત્મસ્વભાવથી વિપરીત બાહ્ય બહુ પ્રકારનાં શાસ્ત્રોને ભણશે, તથા બહુ પ્રકારનાં ચારિત્રનું આચરણ કરશે તો તે સર્વજ બાળશ્રુત અને બાળચારિત્ર છે, અજ્ઞાનીની ક્રિયા છે. કેમકે અગિયાર અંગ અને નવપૂર્વ પર્યત તો અભવ્ય જીવ પણ ભણે છે અને બાહ્ય મૂળગુણરૂપ ચારિત્ર પણ પાળે છે, છતાં તે મોક્ષને યોગ્ય નથી એમ જાણવું. ૧૦૦ હવે કહે છે કે આવો સાધુ મોક્ષ પામે છે:
वेरग्गपरो साहु परदव्वपरम्मुहो य जो होदि। संसारसुहविरत्तो सगसुद्ध सुहसु अणुरत्तो।। १०१।। गुणगणविहूसियंगो हेयोपादेयणिच्छिदो साहू। झाणज्झयणे सुरदो सो पावइ उत्तमं ठाणं ।। १०२।। वैराग्यपर: साधुः परद्रव्यपराङ्मुखश्च यः भवति। संसारसुखविरक्त: स्वकशुद्धसुखेषु अनुरक्तः।। १०१।। गुणगणविभूषितांग: हेयोपादेयनिश्चितः साधुः। ध्यानाध्ययने सुरतः सः प्राप्नोति उत्तमं स्थानम्।। १०२।। જે સાધુ છે વૈરાગ્યપર ને વિમુખ પદ્રવ્યો વિષે, ભવસુખવિરક્ત, સ્વકીયશુદ્ધ સુખો વિષે અનુરક્ત જે. ૧૦૧ *આદેયહેય-સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ છે,
ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે, ૧૦૨ અર્થ:- જે સાધુ વૈરાગ્યમાં તત્પર છે, સંસારના સુખોથી ઉદાસીન છે આત્માનાં
૧ આદેયય-સુનિશ્ચિયી = હેય-ઉપાદેય તત્ત્વના યોગ્ય નિશ્ચયપૂર્વક ૨ ગુણગણવિભૂષિત = ગુણોના સમૂહથી વિભૂષિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
(અષ્ટપાહુડ
શુદ્ધ સુખોમાં અનુરક્ત છે, પરદ્રવ્યોથી પરામુખ છે, વૈરાગ્યભાવ થતાં જ પરદ્રવ્યનો ત્યાગ કરી તેનાથી ઉદાસીન થાય છે, સંસાર સંબંધી ઇન્દ્રિયોના વિષયોનું સુખ-દુઃખરૂપ જાણી તેનાથી વિરક્ત થાય છે, પોતાના આત્મિક શુદ્ધ નિરાકુળ શાંતસ્વભાવરૂપ જ્ઞાનાનંદમાં અનુરક્ત છે, લીન છે તેને વારંવાર એવી જ ભાવના રહે છે.
જેના આત્મપ્રદેશરૂપ અંગ ગુણોના ગુણથી વિભૂષિત છે, જેણે મૂળગુણ-ઉત્તરગુણોથી આત્માને અલંકૃત-શોભાયમાન ર્યો છે, જેને હેય ઉપાદેય તત્ત્વોનો નિશ્ચય થઈ ગયો છે-નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે અને અન્ય પદ્રવ્યોના નિમિત્તથી થયેલ પોતાના વિકારભાવ-એ બધું ય છે-આવો જેને નિશ્ચય હોય તે સાધુ થઈ આત્મસ્વભાવની સાધનામાં સારી રીતે તત્પર હોય, ધર્મ-શુકલ ધ્યાન અને અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરી જ્ઞાનની ભાવનામાં તત્પર હોય-સારી રીતે રત હોય, એવા સાધુ ઉત્તમ સ્થાન જે લોકશિખર પર સિદ્ધક્ષેત્ર તથા મિથ્યાત્વાદિ ચૌદ ગુણસ્થાનોથી દૂર શુદ્ધસ્વભાવરૂપ મોક્ષ-સ્થાનને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- એવા સાધુ ઉત્તમ સ્થાન જે મોક્ષ છે તેની પ્રાપ્તિ કરે છે. અર્થાત જે સાધુ વૈરાગ્યમાં તત્પર થઈ પહેલાં સંસાર-દેહ-ભોગોથી વિરક્ત થઈને મુનિ થઈ ને તે જ ભાવનાયુક્ત હોય, તથા પરદ્રવ્યોથી પરાફમુખ હોય. જેવો વૈરાગ્ય થયો તેવો જ પરદ્રવ્યનો ત્યાગ કરી તેનાથી પરામુખ રહે, સંસારસંબંધી ઇન્દ્રિયવિષયોમાં સુખાભાસ લાગે છે તેનાથી વિરક્ત હોઈ પોતાના આત્મિક શુદ્ધ અર્થાત્ કષાયોના ક્ષોભથી રહિત નિરાકુળ શાંતભાવરૂપ જ્ઞાનાનંદમાં અનુરક્ત-લીન થઈ વારંવાર તેની જ ભાવના રહે. ૧૦૧-૧૦૨.
હવે આચાર્ય કહે છે કે સર્વથી ઉત્તમ પદાર્થ શુદ્ધ આત્મા છે તે આ દેહમાં જ વસી રહ્યો છે તેને જાણો -
णविएहिं जं णविज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं। थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह।। १०३ ।।
नतैः यत् नम्यते ध्यायते ध्यातैः अनवरतम्। स्तूयमानैः स्तूयते देहस्थं किमपि तत् जानीत।।१०३।।
પ્રણમે પ્રણત જન, ‘ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્વ તનસ્થ તે, જે ‘સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩
અર્થ:- હે ભવ્ય જીવો! તમે આ દેહમાં સ્થિત એવો કોણ છે શું છે, તેને જાણો.
૧ પ્રણતજન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જનો. ૨ ધ્યાતજન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો. ૩ તનસ્થ = દેહસ્થ; શરીરમાં રહેલ. ૪ સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
૩૯
તે લોક દ્વારા નમનયોગ્ય ઇન્દ્રાદિક છે તેમના વડે પણ વંદનીય-ધ્યાવવા યોગ્ય છે. તથા સ્તુતિ કરવા યોગ્ય જે તીર્થંકરાદિ છે તેમના વડ પણ સ્તુતિ યોગ્ય છે. –એવો કાંઈક છે તે આ દેહમાં સ્થિત છે, તેને યથાર્થ જાણો.
ભાવાર્થ- શુદ્ધ પરમાત્મા છે તે હજુ સુધી કર્મથી આચ્છાદિત છે, તો પણ ભેદજ્ઞાની તીર્થકરાદિ પણ આ દેહમાં જ રહેવાનું ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી એવું કહે છે કેલોકમાં નમન કરવા યોગ્ય ઇન્દ્રાદિક છે અને ધ્યાન કરવા યોગ્ય તીર્થંકરાદિક છે તથા સ્તુતિ કરવા યોગ્ય પણ તીર્થંકરાદિક છે. તેઓ પણ જેને નમસ્કાર કરે છે. જેનું ધ્યાન કરે છે. સ્તતિ કરે છે એવા કંઈક વચનથી અગોચર ભેદજ્ઞાનીઓને અનુભવગોચર પરમાત્મા વસ્તુ છે. તેનું સ્વરૂપ જાણો; તેને નમસ્કાર કરો; તેનું ધ્યાન કરો; બહાર શા માટે શોધો છો ? આ પ્રકારે ઉપદેશ છે. ૧૦૩
હવે આચાર્ય કહે છે કે જે અરહંતાદિક પંચપરમેષ્ઠી છે તે પણ આત્મામાં જ છે. તેથી આત્મા જ શરણ છે:
अरुहा सिद्धायरिया उज्झाया साहु पंच परमेठी। ते वि हु चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं ।।१०४।।
अर्हन्तः सिद्धा आचार्या उपाध्यायाः साधवः पंच परमेष्टिनः। ते अपि स्फुटं तिष्ठन्ति आत्मनि तस्मादात्मा स्फुटं मे शरणं ।। १०४ ।।
અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ટી જે, પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૪
અર્થ - અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચેય પરમેષ્ઠી છે. તેઓ પણ આત્મામાં જ સ્થિત છે, આત્માની અવસ્થા છે. તેથી મારા આત્માનું જ શરણ છે. આ પ્રકારે આચાર્ય અભેદનય પ્રધાન કરીને કહ્યું છે.
ભાવાર્થ - એ પાંચે પદ આત્માના જ છે. જ્યારે આત્મા ઘાતિકર્મનો નાશ કરે છે ત્યારે અરિહંતપદ પામે છે. તે જ આત્મા અઘાતિ કર્મોનો નાશ કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે ત્યારે સિદ્ધપદ કહેવાય છે. જ્યારે શિક્ષા-દીક્ષા આપવાવાળા મુનિ હોય છે તેને આચાર્ય કહે છે. અધ્યયન અને ઉપદેશમાં તત્પર મુનિને ઉપાધ્યાય કહે છે અને જ્યારે રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગની કેવળ સાધના કરે ત્યારે સાધુ કહેવાય છે. આ પ્રકારે પાંચે પદ આત્મામાં જ છે. તેથી આચાર્ય વિચાર કરે છે કે જે આ દેહમાં આત્મા સ્થિત છે તે જો કે (સ્વયં) કર્મના આવરણ સહિત છે તો પણ પાંચે પદને યોગ્ય છે. એના જ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧)
(અષ્ટપાહુડ
પાંચ પદોનું ધ્યાન છે. આથી મારે આ આત્માનું જ શરણ છે, એવી ભાવના કરી છે અને પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ અંતમંગલ બતાવ્યું છે. ૧૦૪
હવે કહે છે કે જે સમાધિમરણમાં ચાર આરાધનાની આરાધના કહી છે તે પણ આત્માની જ ચેષ્ટા છે. તેથી આત્મા જ મારૂં શરણ છેઃ
सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चैव। चउरो चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं ।। १०५ ।।
सम्यक्त्वं सइझानं सच्चारित्रं हि सत्तपः चैव। चत्त्वारः तिष्ठति आत्मनि तस्मादात्मा स्फुटं मे शरणं ।।१०५।।
સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર, સત્તપ ચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫
અર્થ:- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત અને સત્ તપ એ ચાર આરાધના આત્મામાં સ્થિત છે, અર્થાત્ આત્માની જ અવસ્થા છે. માટે આત્મા જ મારૂં શરણ છે, ગતિ છે, મંગળ છે.
ભાવાર્થ- નિશ્ચયવ્યવહારાત્મક તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ તે સમ્યગ્દર્શન છે. સંશય, વિમોહ, વિભ્રમથી રહિત ને નિશ્ચયવ્યવહાર વડે નિજ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાનથી તત્ત્વાર્થને જાણી રાગ-દ્વેષાદિથી રહિત પરિણામ થવા તે સમ્મચારિત્ર છે અને પોતાની શક્તિ અનુસાર સમ્યજ્ઞાનપૂર્વક કષ્ટ સહિત સ્વરૂપને સાધવું તે સમ્યક્તપ છે. આ રીતે આ ચારેય પરિણામ આત્માના છે. માટે આચાર્ય કહે છે કે મારે આત્માનું જ શરણ છે. તેની ભાવનામાં આ ચારેય આવી જાય છે.
અંત સંલેખનામાં ચાર આરાધનાનું આરાધન કરવાનું કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપ આ ચારેયના ઉધોત, ઉધવન, નિર્વહણ, સાધન અને વિસ્તરણ-એવી પાંચ પ્રકારે આરાધના કરવાની કહી છે. તે આત્માને ભાવવામાં (આત્માની ભાવના-એકાગ્રતા કરવામાં) ચારેય આવી ગયાં. આવી રીતે અંત સંલખનાની ભાવના આમાં જ આવી ગઈ એમ જાણવું, તથા આત્મા જ પરમ મગલરૂપ છે એમ પણ જણાવ્યું છે. ૧૦૫
હવે આ મોક્ષ પાહુડ ગ્રંથ પૂર્ણ કરતાં તેને વાંચવા, સાંભળવા અને ભાવવાનું ફળ કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૧
एवं जिणपण्णत्तं मोक्खस्स य पाहुडं सुभत्तीए। जे पढइ सुणइ भावइ सो पावइ सासयं सोक्खं ।। १०६ ।।
एवं जिनप्रज्ञप्तं मोक्षस्य च प्राभृतं सुभक्त्या। यः पठति श्रृणोति भावयति सः प्राप्नोति शाश्वतं सौख्यं ।। १०६ ।। આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૂત શાસ્ત્રને સદ્ભક્તિએ, જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬
અર્થ:- આ પ્રકારે જિનભગવાને કહેલું મોક્ષ પાહુડ નામનું આ શાસ્ત્ર જે જીવ અત્યંત ભક્તિપૂર્વક ભણે, સાંભળે તથા વારંવાર ચિંતવન કરે તે જીવ શાશ્વત સુખ-નિત્ય અતીન્દ્રિય જ્ઞાનાનંદમય સુખને-પામે છે.
ભાવાર્થ:- મોક્ષ પાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણનું સ્વરૂપ કહ્યું છે. જે મોક્ષના કારણનું સ્વરૂપ અન્ય પ્રકારે માને છે તેનો નિષેધ ર્યો છે. તેથી આ ગ્રંથને વાંચવા, સાંભળવાથી તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ થાય છે. તેના ધ્યાનથી કર્મનો નાશ થાય છે અને આત્માની વારંવાર ભાવના કરવાથી તેમાં દઢ થતાં એકાગ્ર ધ્યાનનું સામર્થ્ય પ્રગટ થાય છે. તે ધ્યાનથી કર્મનો નાશ થતાં શાશ્વત સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ ગ્રંથના પઠન, શ્રવણ અને નિરંતર ભાવના કરવાં એવો આશય છે. ૧૦૬
આ પ્રકારે શ્રી. કુંદકુન્દ્રાચાર્ય દેવે આ મોક્ષપાહુડ ગ્રંથ સંપૂર્ણ ર્યો. આ ગ્રંથનો સંક્ષેપ આ પ્રકારે છે કે- આ જીવ શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. તો પણ અનાદિથી જ પુદ્ગલ કર્મના સંયોગથી અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષાદિક વિભાવરૂપ પરિણમે છે. તેથી નવીન કર્મબંધના સંતાનથી સંસારમાં ભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં જીવની પ્રવૃત્તિના સામાન્યરૂપથી ચૌદ ગુણસ્થાન નિરૂપણ કર્યા છે. તેમાં મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે. મિથ્યાત્વની સહકારિણી અનંતાનુબંધી કષાય છે. કેવળ તેના ઉદયથી સાસાદન ગુણસ્થાન થાય છે, અને સમ્યકત્વ મિથ્યાત્વ બન્નેના મિલનરૂપ મિશ્ર પ્રકૃતિના ઉદયથી મિશ્રગુણસ્થાન થાય છે. આ ત્રણ ગુણસ્થાનોમાં તો આત્મભાવનાનો અભાવ જ છે.
જ્યારે *કાળલબ્ધિના નિમિત્તથી જીવાજીવ પદાર્થોનું જ્ઞાન-શ્રદ્ધાન થવાથી સમ્યકત્વ થાય છે ત્યારે આ જીવને પોતાનું અને પરનું, હિત-અહિતનું તથા હેય-ઉપાદેયનું જાણવું થાય છે. ત્યારે આત્માની ભાવના થાય છે. ત્યારે અવિરત નામનું ચોથું ગુણસ્થાન થાય છે.
* સ્વસમ્મુખતારૂપ નિજ પરિણામની પ્રાપ્તિનું નામ જ ઉપાધનરૂપ નિશ્ચય કાળલબ્ધિ છે. તે થાય તો તે સમયે બાહ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિ ઉચિત સામગ્રી નિમિત્ત હોય છે-તે ઉપચાર કારણ કહેવાય છે. અન્યથા ઉપચાર પણ કહેવાતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
(અષ્ટપાર્ટુડ
જ્યારે એકદેશ પરદ્રવ્યથી નિવૃત્તિપરિણામ થાય છે ત્યારે જે એકદેશ ચારિત્રરૂપ પાંચમું ગુણસ્થાન થાય છે તેને શ્રાવકપદ કહે છે. સર્વદેશ પરદ્રવ્યથી નિવૃત્તિરૂપ પરિણામ થાય ત્યારે સકલ ચારિત્રરૂપ છ ગુણસ્થાન હોય છે. આમાં કંઈક સંજ્વલન ચારિત્રમોહના તીવ્ર ઉદયથી સ્વરૂપને સાધવામાં પ્રમાદ થાય છે, તેથી તેનું નામ પ્રમત્ત કહ્યું છે. અહીંથી લઈને ઉપરના ગુણસ્થાનવાળાઓને સાધુ કહે છે.
જ્યારે સંજ્વલન ચારિત્રમોહનો મંદ ઉદય થાય છે ત્યારે પ્રમાદનો અભાવ થઈને સ્વરૂપની સાધનામાં ઘણો ઉધમ થાય છે. ત્યારે એનું નામ અપ્રમત્ત એવું સાતમું ગુણસ્થાન થાય છે. આમાં ધર્મધ્યાનની પૂર્ણતા છે. જ્યારે આ ગુણસ્થાનમાં સ્વરૂપમાં લીન થાય ત્યારે સાતિશય અપ્રમત્ત અવસ્થા થાય છે અને શ્રેણીનો પ્રારંભ કરે છે ત્યારે આનાથી ઉપર ચારિત્રમોહના અવ્યક્ત ઉદયરૂપ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ને સૂક્ષ્મ સાંપરાય નામ ધારક એ ત્રણ ગુણસ્થાન થાય છે. ચોથા ગુણસ્થાનથી માંડીને દસમા ગુણસ્થાન-સૂક્ષ્મ સાપરાય સુધી કર્મની નિર્જરા વિશેષરૂપથી ગુણશ્રેણીરૂપ થાય છે.
તેનાથી ઉપરની શ્રેણીમાં મોહકર્મના અભાવરૂપ અગિયારમું ને બારમું ઉપશાંત કપાય ને ક્ષીણકષાય ગુણસ્થાન થાય છે. આના પછી શેષ ત્રણ ઘાતિયા કર્મોનો નાશ કરીને અનંત ચતુષ્ટય પ્રગટ થઈને અરહંત થાય છે. આ સયોગી કેવળી જિન નામનું ગુણસ્થાન છે. અહીં યોગની પ્રવૃત્તિ હોય છે. પછી યોગોનો નિરોધ કરી અયોગી કેવળી જિન નામનું ચૌદમું ગુણસ્થાન થાય છે. અહીં અવાતિયા કર્મોનો પણ નાશ કરવા માંડતાં જ અનંતર સમયમાં નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. અહીં સંસારના અભાવથી મોક્ષ નામ પામે છે.
આ પ્રકારે સર્વ કર્મોના અભાવરૂપ મોક્ષ થાય છે. તેનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહ્યું. તેમની પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાનથી સમ્યકત્વ પ્રગટ થવાથી એકદેશ હોય છે. અહીંથી માંડીને આગળ જેમ જેમ કર્મોનો અભાવ થતો જાય છે તેમ તેમ સમ્યગ્દર્શન આદિની પ્રવૃત્તિ વધતી જાય છે અને જેમ જેમ તેમની પ્રવૃત્તિ વધે છે તેમ તેમ કર્મોનો અભાવ થવા માંડે છે. જ્યારે ઘાતિકર્મોનો અભાવ થાય છે ત્યારે તેમાં ગુણસ્થાનમાં અરહંત થઈને જીવનમુક્ત કહેવાય છે. ચૌદમા ગુણસ્થાનના અંતમાં રત્નત્રયની પૂર્ણતા થાય છે. તેથી અઘાતિ કર્મોનો પણ નાશ થઈને અભાવ થાય છે ત્યારે સાક્ષાત્ મોક્ષ પામીને સિદ્ધ કહેવાય છે.
આ પ્રકારે મોક્ષનું અને મોક્ષના કારણનું સ્વરૂપ જિનઆગમથી જાણીને અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષનું કારણ કહે છે તેમને નિશ્ચય-વ્યવહારરૂપ યથાર્થ જાણી સેવન કરવું. તપ પણ મોક્ષનું કારણ છે. તેને પણ ચારિત્રમાં અતંભૂત કરી ત્રયાત્મક જ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૩
આ પ્રકારે આ કારણોથી પ્રથમ તો તે જ ભવે જ મોક્ષ થાય છે. જ્યાંસુધી કારણની પૂર્ણતા થતી નથી તે પહેલાં કદાચિત્ આયુકર્મની પૂર્ણતા થઈ જાય તો સ્વર્ગમાં દેવ થાય છે. ત્યાં પણ આ જ વાંછા રહે છે. આ શુભ *ઉપયોગનો અપરાધ છે. અહીંથી ચ્યવીને મનુષ્ય થઈશ ત્યારે સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગનું સેવન કરી મોક્ષ પ્રાપ્ત કરીશ-એવી ભાવના રહે છે, ત્યારે ત્યાંથી ચ્યવીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
હાલ આ પંચમકાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રીનું નિમિત્ત નથી, તેથી તદ્ભવ મોક્ષ નથી. તો પણ જો રત્નત્રયનું શુદ્ધતાપૂર્વક પાલન કરે તો અહીંથી દેવપર્યાય પામીને પછી મનુષ્ય થઈને મોક્ષ પામે છે. માટે આ ઉપદેશ છે કે જેમ બને તેમ રત્નત્રયની પ્રાપ્તિનો ઉપાય કરવો. આમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે, તેનો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ.
તેથી જિનઆગમને સમજીને સમ્યકત્વનો ઉપાય અવશ્ય કરવા યોગ્ય છે.
આ પ્રમાણે આ ગ્રંથનો સંક્ષેપ જાણો.
* “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” શ્લોક નં. ૨૨૦ રત્નત્રયરૂપ ધર્મ છે તે નિર્વાણનું જ કારણ છે અને તે વખતે પુણ્યનો આસ્રવ થાય છે તે અપરાધ શુભઉપયોગનો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
(અષ્ટપાહુડ
છપ્પય સમ્યગ્દર્શન શાન ચરણ શિવકરણ જાનું, તે નિશ્ચય વ્યવહારરૂપ નીકૈ લીખ માનૂ
સેવો નિશદિન ભક્તિભાવ ધરિ નિજબલ સારૂ, જિન આજ્ઞા સિર ધારિ અન્યમત તજિ અધકારૂા.
ઈસ માનુષભવÉ પાયકે અન્ય ચારિત મતિ ધરો, ભવિજીવનિર્દૂ ઉપદેશ યહ ગહિકરિ શિવપદ સંચરોણા ૧ાા
દોહા
વંદૂ મંગલરૂપ જે અર મંગલ કરનાર પંચ પરમ ગુરુ પદ કમલ ગ્રંથ અંત હતિકા૨ાા ૨ાા
અહીં કોઈ પ્રશ્ન કરે કે-ગ્રંથોમાં જ્યાં-ત્યાં પંચ ણમોકારનો મહિમા ઘણો લખ્યો છે, મંગલકાર્યમાં વિદનને દૂર કરવા માટે તેને મુખ્ય કહ્યો છે અને આમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે તે તો પંચપરમેષ્ઠીની મુખ્યતા થઈ. પંચ પરમેષ્ઠીને પરમ ગુરુ કહ્યા એમાં આ જ મંત્રની મહિમા તથા મંગલરૂપપણું અને તેનાથી વિપ્નનું નિવારણ, પંચ પરમેષ્ઠીનું પ્રધાનપણું અને ગુપણું તથા નમસ્કાર કરવાનું યોગ્યપણું કેવી રીતે છે તે કહો.
તેના સમાધાનરૂપે થોડું લખીએ છીએ :- પ્રથમ તો પંચ ણમોકાર મંત્ર છે. તેના પાંત્રીસ અક્ષર છે. એ મંત્રના બીજાક્ષર છે, તથા તેમનો યોગ સર્વ મંત્રોથી પ્રધાન છે. આ અક્ષરોમાં ગુઆમ્નાયથી શુદ્ધ ઉચ્ચારણ થાય તથા સાધન યથાર્થ હોય ત્યારે આ અક્ષરો કાર્યમાં વિપ્નને દૂર કરવામાં કારણ છે, તેથી મંગલરૂપ છે, “મં”' અર્થાત્ પાપને ગાળે તેને મંગલ કહે છે. તથા ““મંગ'' અર્થાત્ સુખને લાગે-આપે તેને મંગલ કહે છે. તેથી બન્ને કાર્ય થાય છે. ઉચ્ચારણથી વિપ્ન ટળે છે, અર્થનો વિચાર કરવાથી સુખ થાય છે. માટે આને મંત્રમાં મુખ્ય કહ્યો છે. આ પ્રકારે તો મંત્રનો આશ્રય મહિમા છે.
પંચપરમેષ્ઠીને આમાં નમસ્કાર છે. તે પંચપરમેષ્ઠી અરહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ છે. તેમનું સ્વરૂપ તો ગ્રંથોમાં પ્રસિદ્ધ છે, તો પણ થોડું લખીએ છીએ.
આ અનાદિનિધન અકૃત્રિમ સર્વજ્ઞની પરંપરાથી સિદ્ધ આગમમાં કહ્યું છે કે, આવો પદ્રવ્યસ્વરૂપ લોક છે. તેમાં જીવદ્રવ્ય અનંતાનંત છે અને પુદ્ગલદ્રવ્ય એનાથી અનંતાનંતગુણા છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય ને આકાશદ્રવ્ય એક-એક-એક છે અને કાળદ્રવ્ય અસંખ્યાત છે. જીવ તો દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. અજીવ પાંચ છે. તે ચેતનારહિત જડ છે. ધર્મ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૫
અધર્મ, આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો તો એવા છે તેવા જ રહે છે. તેમનામાં વિકાર પરિણતિ નથી. જીવ-પુદ્ગલ દ્રવ્યને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી વિભાવ પરિણતિ છે. એમાં પણ પુદ્ગલ તો જડ છે તેને વિભાવ પરિણતિનાં દુઃખ-સુખનું સંવેદન નથી. અને જીવ ચેતન છે, તેને સુખ-દુઃખનું સંવેદન છે.
જીવ અનંતાનંત છે. તેમનામાં કેટલાય તો સંસારી છે ને કેટલાય સંસારથી નિવૃત્ત થઈને સિદ્ધ થઈ ચૂક્યા છે. સંસારી જીવોમાં કેટલાય તો અભવ્ય છે તથા અભવ્યની સમાન છે. આ બન્ને જાતિના જીવો સંસારથી કયારેય નિવૃત્ત થતાં નથી. તેમનો સંસાર અનાદિનિધન છે. કેટલાય ભવ્ય છે. તેઓ સંસારથી નિવૃત્ત થઈને સિદ્ધ થાય છે. આ પ્રકારે જીવોની વ્યવસ્થા છે. હવે તેમના સંસારની ઉત્પત્તિ કેવી રીતે છે તે કહે છે:
જીવોને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો અનાદિબંધરૂપ પર્યાય છે. આ બંધના ઉદયના નિમિત્તથી જીવ રાગ-દ્વેષ-મોહાદિ વિભાગ પરિણતિરૂપ પરિણમે છે. આ વિભાવ પરિણતિના નિમિત્તથી નવીન કર્મબંધ થાય છે. આ પ્રકારે તેમની સંતાનપરંપરાથી જીવને ચતુર્ગતિરૂપ સંસારની પ્રવૃત્તિ થાય છે. આ સંસારમાં ચાર ગતિઓમાં અનેક પ્રકારે સુખ-દુઃખરૂપ થઈને ભ્રમણ કરે છે. ત્યારે કોઈ કાળ એવો આવે-જ્યારે મુક્ત થવાનું નજીક હોય-ત્યારે સર્વજ્ઞના ઉપદેશનું નિમિત્ત પામીને પોતાના સ્વરૂપને અને કર્મબંધના સ્વરૂપને તેમજ પોતાના અંતરંગ વિભાવના સ્વરૂપને જાણીને તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે પરદ્રવ્યને સંસારનું નિમિત્ત જાણીને તેમનાથી વિરક્ત થાય અને પોતાના સ્વરૂપના અનુભવનું સાધન કરે-દર્શન-જ્ઞાનરૂપ સ્વભાવમાં સ્થિર થવાનું સાધન કરે. ત્યારે તેને બાહ્ય સાધનરૂપ હિંસાદિ પાંચ પાપોના ત્યાગરૂપ નિગ્રંથપદ, -સર્વ પરિગ્રહના ત્યાગરૂપ નિગ્રંથ દિગંબરમુદ્રા-ધારણ કરી પાંચ મહાવ્રત, પાંચ સમિતિરૂપ ને ત્રણગુપ્તિરૂપ પ્રવર્તે ત્યારે સર્વ જીવો પર દયા કરવાવાળા સાધુ કહેવાય છે.
તેમાં ત્રણ પદ હોય છે-જે પોતે સાધુ થઈને અન્યને સાધુપદની શિક્ષા-દીક્ષા આપે તે આચાર્ય કહેવાય છે. સાધુ થઈને જિનસુત્રને વાંચે અને ભણાવે તે ઉપાધ્યાય કહેવાય છે. જે પોતાના સ્વરૂપને સાધવામાં રહે તે સાધુ કહેવાય છે. જે સાધુ થઈ જે પોતાના સ્વરૂપના સાધનના ધ્યાનના બળથી ચાર ઘાતિયા કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત થાય તે અરહંત કહેવાય છે. ત્યારે તીર્થકર તથા સામાન્ય કેવળી-જિન ઇન્દ્રાદિકથી પૂજ્ય થાય છે. તેમની વાણી ખરે છે જેથી સર્વ જીવોનો ઉપકાર થાય છે. અહિંસા ધર્મનો ઉપદેશ થાય છે, સર્વ જીવોની રક્ષા કરાવે છે, યથાર્થ પદાર્થોનું સ્વરૂપ બતાવીને મોક્ષમાર્ગ દર્શાવે છે-આ પ્રકારે અરહંતપદ હોય છે. અને જે ચાર અઘાતિયા કર્મોનો પણ નાશ કરી સર્વ કર્મોથી રહિત થઈ જાય છે તે સિદ્ધ કહેવાય છે.
આ પ્રકારે આ પાંચ પદ . એ અન્ય તમામ જીવોથી મહાન છે, તેથી પંચ પરમેષ્ઠી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
(અષ્ટપાહુડી
કહેવાય છે. તેમના નામ તથા સ્વરૂપનું દર્શન, સ્મરણ, ધ્યાન, પૂજન, નમસ્કારથી અન્ય જીવોને શુભ પરિણામ થાય છે. તેથી પાપનો નાશ થાય છે–વર્તમાન વિષ્નનો વિલય થાય છે. આગામી પુણ્યનો બંધ થાય છે. તેથી સ્વર્ગાદિક શુભગતિ પામે છે. તેમની આજ્ઞાનુસાર પ્રવર્તવાથી પરંપરા એ સંસારથી નિવૃત્તિ પણ થાય છે. માટે એ પાંચ પરમેષ્ઠી સર્વે જીવોના ઉપકારી પરમ ગુરુ છે, સર્વે સંસારી જીવોથી પૂજ્ય છે. તેમના સિવાય અન્ય સંસારી જીવ રાગ-દ્વેષ-મોહાદિ વિકારોથી મલિન છે, તે પૂજ્ય નથી. તેને મહાનપણું, ગુરુપણું, પૂજ્યપણું નથી. પોતે જ કર્મોને વશ મલિન છે ત્યારે અન્યના પાપ તેમનાથી કેવી રીતે કપાય?
આ રીતે જિનમતમાં આ પાંચ પરમેષ્ઠીનું મહાનપણું પ્રસિદ્ધ છે અને ન્યાયના બળથી પણ એવું જ સિદ્ધ થાય છે. કેમકે જે સંસારના ભ્રમણથી રહિત હોય તેઓ જ અન્યના સંસારનું ભ્રમણ મટાડવાનું કારણ થાય છે. જેમકે જેની પાસે ધનાદિક વસ્તુ હોય તે જ બીજાને ધનાદિક આપે. અને પોતે દરિદ્રી હોય તો અન્યની દરિદ્રતા કેવી રીતે મટાડ? આ પ્રકારે જાણવું. જેમને સંસારના વિગ્ન-દુ:ખ મટાડવા હોય અને સંસારભ્રમણના દુઃખરૂપ જન્મ-મરણથી રહિત થવું હોય તેઓ અરહંતાદિક પંચપરમેષ્ઠીનો નામમંત્ર જપો તેમના સ્વરૂપનું દર્શન, સ્મરણ, ધ્યાન કરો. તેથી શુભ પરિણામ થઈને પાપનો નાશ થાય છે, સર્વે વિપ્નો ટળે છે, પરંપરાથી સંસારનું ભ્રમણ મટે છે, કમોનો નાશ થઈને મુક્તિની પ્રાપ્તિ થાય છે-એવો જિનમતનો ઉપદેશ છે. માટે ભવ્ય જીવોને અંગીકાર કરવા યોગ્ય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે- અન્ય મતમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિક ઇષ્ટ દેવ માને છે. તેમનાં પણ વિદ્ગો ટળતાં જોવામાં આવે છે. તથા તેમના મતમાં રાજાદિ મોટા-મોટા પુરુષો જોવામાં આવે છે. તેમનાં પણ તે ઇષ્ટ વિગ્નાદિકને મટાડવાવાળા છે. એ જ પ્રકારે તમારા પણ કહો છો. એમ કેમ કહો છો કે આ પંચપરમેષ્ઠી જ મહાન છે, અન્ય નથી?
તેને કહે છે કે હે ભાઈ ! જીવોને દુ:ખ તો સંસારભ્રમણનું છે અને સંસારભ્રમણનું કારણ રાગ-દ્વેષ-મોહાદિક પરિણામ છે. તથા રાગાદિક વર્તમાનમાં આકુળતામયી દુઃખસ્વરૂપ છે, તેથી એ બ્રહ્માદિક ઇષ્ટદેવ કહ્યા તેઓ તો રાગાદિક તથા કામ-ક્રોધાદિ યુક્ત છે. અજ્ઞાન તપના ફળથી કેટલાય જીવો સર્વ લોકમાં ચમત્કાર સહિત રાજાદિક મોટા પદ પામે છે. તેને લોકો મોટા માનીને બ્રહ્માદિકને ભગવાન કહેવા લાગી જાય છે અને કહે છે કે આ પરમેશ્વર બ્રહ્માનો અવતાર છે. તો એવું માનવાથી તો કંઈ મોક્ષમાર્ગી તથા મોક્ષરૂપ થવાતું નથી, સંસારી જ રહેવાય
એવા જ અન્ય દેવ સર્વ પદવાળા જાણવા. તેઓ પોતે જ રાગાદિકથી દુ:ખરૂપ છે, જન્મ-મરણ સહિત છે. તેઓ બીજાના સંસારનું દુ:ખ કેવી રીતે મટાડશે? તેમના મતમાં વિપ્નનું ટળવું અને રાજાદિક મોટા પુરુષ હોવાનું કહેવાય છે. ત્યાં તે જીવોએ પહેલાં કંઈક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૭
શુભ કર્મ બાંધ્યા હતા તેનું ફળ છે. પૂર્વ જન્મમાં કંઈક શુભ પરિણામ કર્યા હતાં તેથી પુણ્યકર્મ બાંધ્યું હતું તેના ઉદયથી કંઈક વિઘ્ન ટળે છે, અને રાજાદિક પદ પામે છે. તે તો પહેલાં કંઈક અજ્ઞાન તપ કર્યું છે તેનું ફળ છે. આ તો પુણ્ય-પાપરૂપ સંસારની ચેષ્ટા છે, આમાં કંઈ મોટાઈ નથી. મોટાઈ તો તે છે કે જેમાં સંસારનું ભ્રમણ મટે. તે તો આ વીતરાગ વિજ્ઞાન ભાવોથી જ મટશે. આ વીતરાગ વિજ્ઞાન ભાવ સહિત પંચપરમેષ્ઠી છે તેઓ જ સંસારભ્રમણનું દુઃખ મટાડવામાં કારણ છે.
વર્તમાનમાં કંઈક પૂર્વના શુભકર્મના ઉદયથી પુણ્યનો ચમત્કાર દેખીને તથા પાપનું દુ:ખ જોઈને ભ્રમમાં પડવું નહિ. પુણ્ય-પાપ બન્ને સંસાર છે, તેમનાથી રહિત મોક્ષ છે. તેથી સંસારથી છૂટીને મોક્ષ થાય એવો ઉપાય કરવો. વર્તમાનનું પણ વિપ્ન જેમ પંચપરમેષ્ઠીના નામ, મંત્ર, ધ્યાન, દર્શન, સ્મરણથી મટશે તેવું જ અન્યના નામાદિકથી મટશે નહિ. કેમકે આ પંચપરમેષ્ઠી જ શાંતિરૂપ છે, કેવળ શુભ પરિણામોનાં જ કારણ છે. અન્ય ઇષ્ટના રૂપ તો રૌદ્રરૂપ છે. તેનાં દર્શન, સ્મરણ તો રાગાદિક તથા ભયાદિકનું કારણ છે. તેમનાથી તો શુભ પરિણામ થતું જોવામાં આવતું નથી. કોઈને કદાચિત્ કંઈક ધર્માનુરાગના વિશે શુભ પરિણામ હોય તો તે તેનાથી થયું. કહેવાય નહિ. તે પ્રાણીના સ્વાભાવિક ધર્માનુરાગને વશે થયું છે. માટે અતિશયવાન શુભ પરિણામનું કારણ તો શાંતિરૂપ પંચ પરમેષ્ઠીનું જ રૂપ છે. તેથી તેમનું જ આરાધન કરવું, વૃથા મિથ્યા યુક્તિ સાંભળીને ભ્રમમાં પડવું નહિ એમ જાણવું.
ઇતિશ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત મોક્ષપાહુડની જયપુર નિવાસી જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકાના હિન્દી ભાષાનુવાદ પરથી
ગુજરાતી અનુવાદ સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
લિંગ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
હવે લિંગપાહુડની વચનિકા લખીએ છીએ:
દોહ: જિન મુદ્રા ધારક મુની નિજ સ્વરૂપÉ ધ્યાયા કર્મનાશિ શિવસુખ લિયો વંદું તિન કે પાંય ના ૧ાાં
આ પ્રકારે મંગળ માટે જે મુનિઓએ શિવ સુખ પ્રાપ્ત કર્યું છે તેમને નમસ્કાર કરીને શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રાકૃત ગાથાબદ્ધ લિંગપાહુડ” નામના ગ્રંથની દેશભાષામય વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ આચાર્ય મંગલ માટે ઇષ્ટને નમસ્કાર કરી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે -
काऊण णमोकारं अरहंताणं तहेव सिद्धाणं। वोच्छामि समणलिंग पाहुडसत्थं समासेण।।१।।
कृत्वा नमस्कारं अर्हतां तथैव सिद्धानाम्। वक्ष्यामि श्रमणलिंगं प्राभृतशास्त्रं समासेन।।१।।
કરીને નમન ભગવંત શ્રી અહંતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગ પ્રાભૃત શાસ્ત્રને. ૧
અર્થ:- આચાર્ય કહે છે કે હું અરહંતોને તેમ જ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી જેમાં શ્રમણલિંગનું નિરૂપણ છે એવું લિંગપાહુડ શાસ્ત્ર કહીશ.
ભાવાર્થ- આ કાળમાં મુનિનું લિંગ જેવું જિનદેવે કહ્યું છે તેમાં વિપર્યય થઈ ગયો છે, તેનો નિષેધ કરવા માટે આ લિંગનિરૂપક શાસ્ત્ર આચાર્યે રચ્યું છે. તેની આદિમાં, ઘાતિકર્મોનો નાશ કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરીને અરહંત થયા. તેમણે યથાર્થરૂપથી શ્રમણનો માર્ગ પ્રવર્તાવ્યો અને લિંગને સાધી સિદ્ધ થયા. આ પ્રકારે અરિહંત-સિદ્ધોને નમસ્કાર કરી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે. ૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩૧૯
હવે કહે છે કે જે લિંગ-બાહ્ય વેષ છે તે અંતરંગ ધર્મ સહિત કાર્યકારી છે:
धम्मेण होइ लिंगं लिंगमत्तेण धम्मसंपत्ती। जाणेहि भाव धम्मं किं ते लिंगण कायव्वो।।२।। धर्मेण भवति लिंगं न लिंगमात्रेण धर्मसंप्राप्तिः। जानीहि भावधर्मं किं ते लिंगेन कर्तव्यम्।।२।। હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે;
રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. અર્થ:- ધર્મસહિત તો લિંગ હોય છે, પરંતુ લિંગ માત્રથી જ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભવ્ય જીવ! તું ભાવરૂપ ધર્મને જાણ અને કેવળ લિંગથી તારું શું કાર્ય થાય છે? અર્થાત્ કાંઈ થતું નથી.
ભાવાર્થ- અહીં એમ જાણો કે:- લિંગ એવું ચિત્રનું નામ છે. તે બાહ્યવેષ ધારણ કરવો મુનિનું ચિહ્ન છે. આવું ચિહ્ન જો અંતરંગ વીતરાગ સ્વરૂપ ધર્મ હોય તો તે સહિત આ ચિત સત્યાર્થ છે. આ વીતરાગ સ્વરૂપ આત્માના ધર્મ વિના બાહ્યવેષ માત્રથી ધર્મની સંપત્તિસમ્યકત્વ પ્રાપ્તિ નથી. તેથી ઉપદેશ આપ્યો છે કે અંતરંગ ભાવધર્મ રાગદ્વેષ રહિત આત્માના શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ સ્વભાવધર્મ છે, તેને હે ભવ્ય! તુ જાણ. આ બાહ્ય લિંગ-વેષમાત્રથી શું કામ છે? કંઈપણ નહિ. અહીં એમ પણ જાણવું કે જિનમતમાં લિંગ ત્રણ કહ્યા છે. એક તો મુનિનું યથાજન્મ નગ્ન દિગંબર લિંગ બીજું ઉત્કૃષ્ટ શ્રાવકનું, ને ત્રીજાં આર્થિકાનું આ ત્રણે લિંગોને ધારણ કરી ભ્રષ્ટ થઈને જે કુક્રિયા કરે છે તેનો નિષેધ છે. અન્ય મતના કેટલાય વેષ છે. તેમને પણ ધારણ કરીને જે કુક્રિયા કરે છે તે પણ નિંદાને પાત્ર છે. તેથી વેષ ધારણ કરીને કુક્રિયા નહિ કરવી એમ બતાવ્યું છે. ૨
હવે કહે છે કે જે જિનલિંગ નિગ્રંથ દિગંબરરૂપને ગ્રહણ કરીને કુકિયા કરી હાંસી કરાવે છે તે જીવ પાપ બુદ્ધિ છે:
जो पावमोहिदमही लिंगं घेत्तूण जिणवरिंदाणं। उवहसदि लिंगिभावं लिंगिम्मिय णारदो लिंगी।।३।। यः पापमोहितमतिः लिंगं गृहीत्वा जिनेवरन्द्राणाम्।
उपहसति लिंगिभावं लिंगिषु नारद: लिंगी।।३।। જે પાપ મોહિત બુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્વને ઉપહંસત કરતો, તે ‘વિઘાતે *લિંગીઓના લિંગને. ૩
૧ પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ. ૨ લિંગિતને ઉપહાસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે; લિંગીભાવની મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે. ૩ વિઘાત = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે. ૪ લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨)
(અષ્ટપાહુડી
અર્થ:- જે જિનવરેન્દ્ર અર્થાત્ તીર્થંકરદેવના લિંગ-નગ્ન દિગંબરરૂપને ગ્રહણ કરી લિંગીપણાના ભાવનો ઉપહાસ કરે છે હાસ્ય માત્ર સમજે છે તે લિંગી અર્થાત્ વેપી જેની બુદ્ધિ પાપથી મોહિત છે તે નારદ જેવો છે. આ ગાથાના ચોથા પદનું પાઠાતર આવું છે. ‘તિમાં Mારિ ત્રિાને ' આનો અર્થ - આ લિંગી અન્ય જે કોઈ લિંગોના ધારક છે તેના લિંગોને પણ નષ્ટ કરે છે, અને બધા જ લિંગી આવા હોય છે એમ જિનલિંગને જ લજાવે છે માટે જિનેન્દ્ર લિંગને લજાવવું તે યોગ્ય નથી.
ભાવાર્થ - લિંગધારી થઈને પણ પાપબુદ્ધિથી કંઈક કુક્રિયા કરે ત્યારે લિંગીપણાને હાંસીમાત્ર સમજે છે, કંઈ કાર્યકારી સમજતા નથી. લિંગીપણું તો ભાવશુદ્ધિથી શોભા પામે છે. જ્યારે ભાવ બગડે ત્યારે બાહ્ય ક્રિયા કરવા લાગી જાય તે વખતે તેણે લિંગને લજાવ્યું અને અન્ય લિંગીઓના લિંગને પણ કલંક લગાડયું. લોકો કહેવા લાગે કે લિંગી આવા જ હોય છે અથવા જેવો નારદનો વેષ છે તેમાં તે પોતાની ઇચ્છાનુસાર સ્વચ્છેદે પ્રવર્તે છે તેવી જ રીતે આ વેષી ઠર્યા. તેથી આચાર્ય એવા આશયથી કહ્યું છે કે જિનેન્દ્રના નિગ્રંથ વેષને લજાવવો યોગ્ય નથી. ૩
હવે લિંગ ધારણ કરીને કુક્રિયા કરે તેને પ્રગટ કહે છે:
णच्चदि गायदि तावं वायं वाएदि लिंगरुवेण। सो पावमोहिद मदी तिरिक्ख जोणी ण सो समणो।।४।।
नृत्यति गायति तावत् वाद्यं वादयति लिंगरुपेण। सः पापमोहितमतिः तिर्यग्योनिः न सः श्रमणः।। ४ ।।
જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાધવાદનને કરે, તે પાપમોહિત બુદ્ધિ છે તિર્યંગ્યોનિ, ન શ્રમણ છે. ૪
અર્થ:- જે લિંગ ધારણ કરીને, મુનિનો વેષ ધારણ કરીને નૃત્ય કરે છે, ગાય છે, વાજિંત્ર વગાડે છે તે પાપથી મોહિત બુદ્ધિવાળો છે, તિર્યંચ યોનિ છે, પશુ છે, તે શ્રમણ નથી.
ભાવાર્થ - લિંગ ધારણ કરીને ભાવ બગાડીને નાચવું, ગાવું, વાજિંત્ર વગાડવું ઇત્યાદિ ક્રિયાઓ કરે છે તે પાપબુદ્ધિઓ છે, પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નથી, મનુષ્ય હોય તો સાધુપણું રાખે. જેમ નારદ વેષધારી નાચે છે, ગાય છે, વગાડે છે તેવી જ રીતે આ પણ વેષી થયોને ઉત્તમ વેષને લજાવ્યો. તેથી લિંગ ધારણ કરીને આવું થવું યોગ્ય નથી. ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩ર૧
सम्मूहदि रक्खेदि य अट्टं झाएदि बहुपयत्तेण। सो पाव मोहिद मदी तिरिक्खजोणी ण सो समणो।।५।।
समूहयति रक्षति च आर्तं ध्यायति बहुप्रयत्नेन। स: पापमोहितमतिः तिर्यग्योनि न सः श्रमणः।।५।।
જે સંગ્રહે, રશે, બહુ શ્રમપૂર્વ, ધ્યાવે આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫
અર્થ:- જે નિગ્રંથ લિંગ ધારણ કરીને પરિગ્રહનો સંગ્રહ કરે છે, અથવા તેની વાંચ્છા, ચિંતવન, મમત્વ કરે છે, તે પરિગ્રહની રક્ષા કરે છે, તેને માટે જ પ્રયત્ન કર્યા કરે છે ને તેને માટે આર્તધ્યાન નિરંતર ધ્યાવે છે, તે પાપથી મોહિત બુદ્ધિવાળો છે, તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ તો નથી જ, શ્રમણપણાને બગાડે છે એવું જાણવું. ૫
હવે ફરી કહે છે -
कलह वादं जूवा णिच्चं बहुमाणागव्विओ लिंगी। वच्चदि णरयं पाओ करमाणो लिंगरुवेण।।६।। कलहं वादं द्यूतं नित्यं बहुमानगर्वितः लिंगी। व्रजति नरकं पाप: कुर्वाण: लिंगिरुपेण।।६।।
‘ધૂત જે રમે, બહુમાન-ગર્વિત વાદ-કલહ સદા કરે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૬
અર્થ:- જે લિંગી બહુ માનકષાયથી ગર્વિષ્ઠ બની નિરંતર કલહુ કરે છે, વાદ કરે છે, જુગાર રમે છે તે પાપી નરકને પ્રાપ્ત થાય છે. અને પાપથી એમ જ કરતો રહે છે.
ભાવાર્થ - જો ગૃહસ્થાવસ્થામાં આવી ક્રિયા કરે તો તેને આ ઠપકો નથી, કેમકે કદાચિત્ ગૃહસ્થ તો ઉપદેશનું નિમિત્ત પામીને કુક્રિયા કરતો અટકી જાય તો નરકે ન જાય, પરંતુ લિંગ ધારણ કરી તે રૂપ કુક્રિયા કરે છે તેને ઉપદેશ પણ લાગતો નથી. તેથી તે નરકને જ પાત્ર થાય છે.
હવે ફરી કહે છે:
૧ બહુશ્રમપૂર્વ = બહુશ્રમપૂર્વક; ઘણા પ્રયત્નથી. ૨ આર્ત = આર્તધ્યાન. ૩ ધુત = જુગાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
(અષ્ટપાહુડ
पाओ पहदंभावो सेवदि य अबंभु लिंगिरुवेण। सो पावमोहिदमदी हिंडदि संसारकंतारे।।७।। पापोपहतभावः सेवते च अब्रह्म लिंगिरुपेण। सः पापमोहितमतिः हिंडते संसारकांतारे।।७।। જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને,
તે પાપમોહિત બુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭ અર્થ:- પાપથી જેનો આત્મભાવ હણાયેલો છે એવો પુરુષ જે મુનિનો વેષ ધારીને પણ અબ્રહ્મનું સેવન કરે છે તે પાપથી મોહિત બુદ્ધિવાળો લિંગી સંસારરૂપી કાંતાર-વનમાં ભ્રમ્યા કરે છે.
ભાવાર્થ - પહેલાં તો લિંગ ધારણ કર્યું અને પાછળથી એવા પાપ-પરિણામ થયા કે વ્યભિચારનું સેવન કરવા લાગ્યો. તેની પાપબુદ્ધિને શું કહેવું? તેને સંસારમાં રખડવાનું કેમ ન હોય? જેને અમૃત પણ ઝેર રૂપે પરિણમે તેને રોગ મટવાની આશા કયાંથી હોય? એવું જ આનું થયું. તેવાના સંસારનું કપાવું કઠણ છે. ૭
હવે ફરી કહે છે:
दसणणाणचरित्ते उपहाणे जइ ण लिंगरुवेण। अट्ट झायदि झाणं अणंत संसारिओ होदि।।८।। दर्शनज्ञान चारित्राणि उपधानानि यदि न लिंगरुपेण। आर्तं ध्यायाति ध्यानं अनंतसंसारिकः भवति।।८।।
જ્યાં લિંગ રૂપે જ્ઞાનદર્શન ચરણનું ધારણ નહીં,
ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંત સંસારી મુનિ. ૮ અર્થ:- જો લિંગરૂપ ધારણ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપધાનરૂપ (ધારણ) કર્યા નહીં અને આર્તધ્યાને ધ્યાવે છે તો આવો લિંગી અનંત સંસારી હોય છે.
ભાવાર્થ- લિંગ ધારીને દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરવાનું હતું તે તો કર્યું નહિ, અને ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ વિષયોને છોડ્યા હતા, તેની ફરીને ચિંતા કરી, આર્તધ્યાન કરવા લાગ્યો. તે અનંત સંસારી કેમ ન થાય? આનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનાદિરૂપ ભાવ તો પહેલાં થયા નહિ અને કોઈ કારણથી લિંગ ધારણ કરી લીધુ, એનું પરિણામ શું આવે? પહેલાં ભાવશુદ્ધિ કરીને પછી લિંગ ધારણ કરવું યોગ્ય છે. ૮
૧ પાપ ઉપત ભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ. ૨ સંસ્કૃતિકાનને = સંસારરૂપી
વનમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩ર૩
હવે કહે છે કે જો ભાવશુદ્ધિ વિના ગૃહસ્થપદ છોડે તો આ પ્રવૃત્તિ થાય છે:
जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवद्यादं च। वच्चदि णरयं पाओ करमाणो लिंगिरुवेण।।९।। यः योजयति विवाहं कृषिकर्मवाणिज्यजीवघातं च। व्रजति नरकं पापः कुर्वाण: लिंगिरुपेण।।९।। જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯
અર્થ- જે ગૃહસ્થોને પરસ્પર વિવાહસંબંધ જોડી આપે છે, સગપણ કરાવે છે, કૃષિકર્મખેતીવાડીનું ખેડૂતનું કાર્ય, વાણિજ્ય વ્યાપાર અર્થાત્ વૈશ્યનું કાર્ય અને જીવાત અર્થાત્ વૈધકર્મ માટે જીવઘાત કરવો અથવા માછીમાર આદિ કાર્ય કરે-આવાં કાર્યો કરે તે લિંગરૂપ ધારણ કરીને, આવાં પાપકાર્ય કરતો થકો તે પાપી, નરકને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ - ગૃહસ્થપદ ત્યાગીને શુભભાવ વિના લીંગી થયો હતો. તેને ભાવની વાસના મટી નહિ તેથી લીંગીરૂપ ધારણ કરીને ગૃહસ્થના કાર્ય કરવા લાગ્યો. પોતે વિવાહ કરતો નથી, તો પણ ગૃહસ્થોના સંબંધ કરાવી લગ્ન કરાવે છે. તથા ખેતી, વ્યાપાર, જીવહિંસા પોતે કરે છે અને ગૃહસ્થોને કરાવે છે. તે પાપી થઈને નરકે જાય છે. આવો વેષ ધારણ કરવા કરતાં તો ગૃહસ્થ જ રહ્યો હોત તો સારું હતું. પદનું પાપ તો ન લાગત! તેથી આવો વેષ ધારણ કરવો ઉચિત નથી. આ ઉપદેશ છે. ૯
હવે ફરી કહે છે:
चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहिं। जंतेण दिव्वमाणो गच्छदि लिंगी णरयवासं।।१०।। चौराणां लापराणां च युद्धं विवादं च तीव्रकर्मभिः। यंत्रेण दीव्यमानः गच्छति लिंगी नरकयासं।।१०।। ચોરો-લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે, ચોપાટ-આદિક જે રમે, લિંગી નરક ગામી બને. ૧૦
અર્થ- જે મુનિલિંગ ધારણ કરીને પણ ચોરોમાં, જૂઠ બોલનાર લબાડોમાં વિવાદ કે યુદ્ધ કરાવે; જેમાં તીવ્ર કષાયો ઉપજે તેવાં તીવ્ર કર્મો વડે તથા શતરંજ, પાસા, ચોપાટ આદિ રમવા વડ તે પાપ કર્મો કરી નરકમાં જાય છે. ‘‘ના૩રા'' નું પાઠાંતર “રાઉના'' છે. ત્યાં ‘રાવલ” અર્થાત્ રાજકાર્ય કરનારામાં યુદ્ધ-વિવાદ કરાવે છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪
(અષ્ટપાહુડ
ભાવાર્થ- લિંગ ધારણ કરીને આવું કાર્ય કરે તે તો નરક જ પામે છે. એમાં સંશય નથી. ૧૦
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને લિંગને યોગ્ય કાર્ય કરવા છતાં દુ:ખી રહે છે, એ કાર્યોનો આદર કરતો નથી તે પણ નરકમાં જાય છે:
दसणणाणचरित्ते तवसंजमणियमणिच्चकम्मम्मि। पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं।। ११ ।। दर्शनज्ञानचारित्रेषु तपः संयमनियम नित्यकर्मसु।
पीडयते वर्तमानः प्राप्नोति लिंगी नरकवासम्।।११।। દશ જ્ઞાન ચરણ, નિત્યકર્મ, તપનિયમસંયમ વિષે, જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧
અર્થ:- જે લિંગ ધારણ કરી વિવશતાથી આ ક્રિયાઓ કરતો થકો દુઃખી થાય છે તે લિંગી નરકાસ પામે છે. તે ક્રિયાઓ કઈ છે? કે પ્રથમ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, વ્યવહારથી અને નિશ્ચયથી ધારણ કરવા; તપ-અનશનાદિક બાર પ્રકારનાં શક્તિ અનુસાર કરવા; સંયમઇન્દ્રિયો અને મનને વશ કરવા તથા જીવોની રક્ષા કરવી; નિયમ-નિત્ય કાંઈક ત્યાગ કરવો અને નિત્યકર્મ-આવશ્યકાદિ ક્રિયાઓ નિયત સમયે કરવી-આ લિંગને યોગ્ય ક્રિયાઓ છે. આ ક્રિયાઓ કરતો થકો જો દુઃખી થાય છે, તો નરકે જાય છે.
ભાવાર્થ:- “ “માતમ દિત હેતુ વિરા-જ્ઞાન, સો નર્વે માપવો ખાન'' મુનિપદ = મોક્ષમાર્ગ, તેને તો તે કષ્ટદાતા માને છે, તેથી તે મિથ્યા રુચિવાનું છે. લિંગ ધારણ કરીને આ કાર્યો કરવાના હતા. તેનો તો અનાદર કરે અને પ્રમાદ સેવે તથા લિંગને યોગ્ય કાર અનુભવે ત્યારે જાણો કે તેણે ભાવશુદ્ધિપૂર્વક લિંગ ગ્રહણ કર્યું નથી અને ભાવ બગડવાથી તો તેનું ફળ નરકવાસ જ હોય છે, એ પ્રકારે જાણવું. ૧૧ હવે કહે છે કે જે ભોજનમાં પણ રસલોલુપી હોય છે તે પણ લિંગને લજાવે છે:
कंदप्पाइय वट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो।।१२।। कंदर्पादिषु वर्तते कुवार्ण: भोजनेषु रसगृद्धिम्।
मायावी लिंगव्यवायी तिर्यग्योनिः न सः श्रमणः।।१२।। જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે, માયાવી લિંગ વિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ).
૩૨૫
અર્થ - જે મુનિલિંગ ધારણ કરીને પણ ભોજનમાં રસની ગૃદ્ધિ અર્થાત્ અતિ આસક્તિ રાખે છે તે કંદર્પ-આદિમાં વર્તે છે, તેને કામસેવનની ઇચ્છા તથા પ્રમાદ, નિદ્રા વગેરે અતિ માત્રામાં વધી જાય છે. ત્યારે લિંગભવાયી અર્થાત્ વ્યભિચારી થાય છે. માયાવી અર્થાત્ કામસેવન માટે અનેક કપટ કરવાનું વિચારે છે, જે આવો હોય છે તે તિર્યંચયોનિ છે, પશુતુલ્ય છે, મનુષ્ય નથી, તેથી શ્રમણ પણ નથી.
ભાવાર્થ:- ગૃહસ્થપણું છોડીને મુનિવેષ લઈ આહારમાં લોલુપતા કરવા લાગે તો ગૃહસ્થપણામાં અનેક રસીલાં ભોજન મળતા હતા. તેમને શા માટે છોડ્યા? તેથી જણાય છે કે આત્મ ભાવનાના રસને ઓળખ્યો જ નથી. માટે વિષયસુખની જ ચાહુના રહી, તેથી ભોજનના રસની સાથે અન્ય પણ વિષયોની ચાહના થાય છે. ત્યારે વ્યભિચાર આદિમાં પ્રવર્તતા કરી લિંગને લજાવે છે. આવા લિંગથી તો ગૃહસ્થપદ જ શ્રેષ્ઠ છે એમ જાણવું. ૧૨
હવે ફરી આને જ વિશેષરૂપથી કહે છે:
धावदि पिंडणिमित्तं कलहं काउण भुञ्जदे पिंडं। अवरपरुई संतो जिणमग्गि ण होइ सो समणो।।१३।।
धावति पिंडनिमित्तं कलहं कृत्वा भुंक्ते पिंडम्। अपरप्ररुपी सन् जिनमागी न भवति स: श्रमणः।।१३।।
પિંડાર્થ જે દોડે અને કરી કલહ ભોજન જે કરે, ઈર્ષા કરે છે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩
અર્થ:- જે લિંગધારી પિંડ એટલે આહાર નિમિત્તે દોડે છે, આહાર નિમિત્તે કલહ કરીને આહાર લે છે–ખાય છે અને તેના નિમિત્તે પરસ્પર અન્યની ઈર્ષા કરે છે તે શ્રમણ જિનમાર્ગી નથી.
ભાવાર્થ:- આ કાળમાં જિનલિંગથી ભ્રષ્ટ થઈને પહેલાં અર્ધફાલક થયા, પછી તેમાંથી શ્વેતાંબરાદિક સંઘ થયો. તેમણે શિથિલાચાર પુષ્ટ કરી લિંગની પ્રવૃત્તિ બગાડી, તેનો અહીં નિષેધ છે. તેમનામાં અત્યારે પણ અનેક એવા જોવામાં આવે છે કે જે આહાર માટે જલદી દોડે છે તેને ઈર્યાપથની ખબર નથી અને ગૃહસ્થને ઘેરથી લાવીને આહાર બે ચાર જણ સાથે બેસીને ખાય છે, તેમાં વહેંચવામાં સરસ, નીરસ આવે ત્યારે પરસ્પર ઝઘડો કરે છે અને તેના નિમિત્તે પરસ્પર ઈર્ષા કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરે ત્યારે શ્રમણ શા માટે થયા? તેઓ જિનમાર્ગી તો છે નહીં, કળિકાળના વેષધારી છે. તેમને સાધુ માને છે તે પણ અજ્ઞાની છે. ૧૩
૧ પિંડાર્થ = આહાર અર્થે ભોજન પ્રાપ્તિ માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે -
गिण्हदि अदत्तदाणं परणिंदा वि य परोक्खदूसेहिं। जिणलिंग धारंतो चोरेण व होइ सो समणो।।१४।। गृहणाति अदत्तदानं परिनिंदामपि च परोक्षदूषणैः। નિવલિંક ઘાયન ચૌરેળેવ ભવતિ સ: શ્રમ": Tો ૨૪ / અહદત્તનું જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરનિંદા કરે, જિનલિંગ ધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪
અર્થ:- જે આપ્યા વગરનું દાન લે છે અને પરોક્ષ પરના દુષણોની નિંદા કરે છે તે જિનલિંગને ધારણ કરતો હોવા છતાં પણ ચોર સમાન શ્રમણ છે. ભાવાર્થ:- જે જિનલિંગ ધારણ કરી, દીધા વિના આહાર વગેરે ગ્રહણ કરે છે, બીજાને દેવાની ઇચ્છા નથી પરંતુ કંઈક ભય આદિ ઉત્પન્ન કરીને લેવું તથા આદર વિના લેવું, છુપાઈને કાર્ય કરવું–આ તો ચોરનું કાર્ય છે. આ વેષ ધારણ કરીને એવું કરવા લાગે ત્યારે ચોર જ ઠર્યો. તેથી આવા વેષી થવું યોગ્ય નથી. ૧૪
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને આમ પ્રવર્તે છે તે શ્રમણ નથી:
उप्पडदि पडदि धावदि पुढवी ओ खणदि लिंगरुवेण। इरियावह धारंतो तिरिक्खजोणी ण सो समणो।।१५।। उत्पतति पतति धावति पृथिवी खनति लिंगरुपेण। ईर्यापथं धारयन् तिर्यग्योनि: न स श्रमणः।। १५ ।। *લિંગાત્મ ઈર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે, દોડે, ઉખાડે ભોંય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫
અર્થ:- જે મુનિલિંગ ધારણ કરી ઈર્યાપથ-જોઈને ચાલવાનું હતું તેમાં જોઈને ચાલે નહિ, દોડ, કૂદકા મારીને ઉછળે, પડી જાય, ફરી ઉઠીને દોડે, વળી જમીનને ખોદે, ચાલતા એવા પગ પછાડ કે જેથી જમીન ઉખડી જાય; આ પ્રકારે ચાલે તે તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નથી. ૧૫
હવે કહે છે કે વનસ્પતિ વગેરે સ્થાવર જીવોની હિંસાથી કર્મ–બંધ થાય છે, તેને ન ગણકારતાં સ્વચ્છંદી બનીને પ્રવર્તે છે તે શ્રમણ નથી:
૧. અણદત્ત = અદત્ત; અણદીધેલ; નહિ દેવામાં આવેલ. ૨. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે;
અસમીપપણે; છાની રીતે. ૩ લિંગાત્મ = લિંગ રૂપ; મુનિલિંગ સ્વરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩ર૭
बंधो णिरओ संतो सस्सं खंडेदि तह य वसुहं पि। छिंदहि तरुगण बहुसो तिरिक्खजोणी ण सो समणो।। १६ ।।
बंधं नीरजाः सन् सस्यं खंडयति तथा च सुधामपि। fછનત્તિ તા દુશ: તિર્યોનિ: ન સ: શ્રમ: 7 8૬ .
જે અવગણીને બંધ, ખાંડે ધાન્ય, ખોદે પૃથ્વીને, બહુ વૃક્ષ છેદે જેહ, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૬
અર્થ:- જે મુનિલિંગ ધારણ કરીને વનસ્પતિ આદિની હિંસાથી બંધ થાય છે તેને દોષ ન માનીને-બંધને ન ગણકારતાં સસ્ય અર્થાત્ અનાજને ખાંડે છે અને તેવી જ રીતે જમીનને ખોદે છે તથા વારંવાર તરૂગણ અર્થાત્ વૃક્ષોના સમૂહને છેદે છે-એવા લિંગી તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ નથી.
ભાવાર્થ:- વનસ્પતિ આદિ સ્થાવર જીવ જિનસૂત્રમાં કહ્યા છે અને તેની હિંસાથી કર્મ બંધ થવાનું પણ કહ્યું છે. તેને દોષ ન માનતાં ઉલટું કહે છે કે એમાં શો દોષ છે? એમાં શો બંધ છે? આ પ્રકારે માનીને તથા વૈધ કર્માદિકને નિમિત્તે ઔષધાદિકને, ધાન્યને, પૃથ્વીને તથા વનસ્પતિને ખાંડ છે, ખોદે છે, છેદે છે તે અજ્ઞાની પશુ છે લિંગ ધારણ કરીને શ્રમણ કહેવડાવે છે પણ તે શ્રમણ નથી. ૧૬
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને સ્ત્રીઓથી રાગ કરે છે અને બીજાને દોષ આપે છે તે શ્રમણ નથી:
रागं करेदि णिच्चं महिलावग्गं परं च दूसेदि। दसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो।।१७।।
रागं करोति नित्यं महिलावर्गं पर च दूषयति। दर्शनज्ञानविहीनः तिर्यगयोनिः न स: श्रमणः।।१७।।
સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭
અર્થ:- જે મુનિલિંગ ધારણ કરીને સ્ત્રીઓના સમૂહ પ્રત્યે નિરંતર રાગ-પ્રીતિ કરે છે, તથા અન્ય જે નિર્દોષ છે તેમને દોષિત કહે છે. એવા જ્ઞાન-દર્શન વગરના લિંગી વેષધારી તિર્યંચયોનિ છે, પશુ સમાન અજ્ઞાની છે, શ્રમણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- લિંગ ધારણ કરવાવાળાને સમ્યગ્દર્શન-જ્ઞાન હોય છે અને ૫દ્રવ્યોથી રાગદ્વેષ નહિ કરવાવાળાને ચારિત્ર હોય છે. ત્યાં જે સ્ત્રીસમૂહથી તો રાગ-પ્રીતિ કરે છે અને બીજાને દોષ લગાડીને દ્વેષ કરે છે તથા વ્યભિચારી જેવો સ્વભાવ છે તેને દર્શન-જ્ઞાન કેવું ? અને ચારિત્ર કેવું ? લિંગ ધારણ કરીને લિંગને યોગ્ય આચરણ કરવાનું હતું તે કર્યું નહિ ત્યારે તે અજ્ઞાની પશુ સમાન જ છે. શ્રમણ કહેવડાવે છે તો પોતે મિથ્યાદષ્ટિ છે અને બીજાને પણ મિથ્યાદષ્ટિ કરવાવાળો છે. તેવાનો સંગ કરવો પણ ઉચિત નથી. ૧૭
હવે ફરી કહે છેઃ
पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि बट्टदे बहुसो । आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो ।। १८ ।।
प्रव्रज्याहीनगृहिणि स्नेहं शिष्ये वर्तते बहुशः । आचारविनयहीनः तिर्यगयोनिः न सः श्रमणः ।। १८ ।।
દીક્ષવિહીન ગૃહસ્થ ને શિષ્યે ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૮
અર્થ:- જે લિંગી ‘પ્રવ્રજ્યાહિન' અર્થાત્ દીક્ષા રહિત ગૃહસ્થો અને શિષ્યો ઉ૫૨ ઘણો સ્નેહ રાખે છે અને મુનિના જે આચાર અર્થાત્ ક્રિયા અને ગુરુઓના વિનયથી રહિત હોય છે. તે તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ નથી.
ભાવાર્થ:- ગૃહસ્થોથી તો વારંવાર લાલન-પાલન રાખે અને શિષ્યોથી બહુ સ્નેહ રાખે તથા મુનિની આવશ્યક આદિ પ્રવૃત્તિ કાંઈ કરે નહિ ને ગુરુને પ્રતિકૂળ રહે, વિનયાદિક ન કરે એવા લિંગી પશુસમાન છે, તેને સાધુ કહેતા નથી. ૧૮
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને પૂર્વોક્ત પ્રકારે પ્રવર્તે છે તે શ્રમણ નથી એવું સંક્ષેપમાં કહે છે:
एवं सहिओ मुणिवर संजदमज्झम्मि वट्टदे णिच्चं । बहुलं पि जाणमाणो भावविणट्ठो ण सो समणो ।। १९ । ।
एवं सहितः मुनिवर ! संयतमध्ये वर्त्तते नित्यम् । बहुलमपि जानन् भावविनष्टः न सः श्रमणः ।। १९ ।। ઈમ વર્તના૨ો સંયતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હોય ‘બહુશ્રુત, તોય ‘ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯
૧. બહુશ્રુત = ઘણા શાસ્ત્રોનો જાણનાર; વિદ્વાન. ૨. ભાવિનષ્ટ ભાવથી (દર્શન જ્ઞાન ચારિત્રથી ) રહિત.
=
ભાવભ્રષ્ટ; ભાવ શૂન્ય; શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩૨૯
અર્થ - હે મુનિવર ! ઉપર કહી તેવી પ્રવૃત્તિમાં વર્તતો લિંગધારી મુનિ સંયમી મુનિઓની મધ્યમાં રહેતો હોય અને ઘણાં શાસ્ત્રોનો જાણકાર હોય, છતાં ભાવોથી નષ્ટ છે, શ્રમણ નથી.
ભાવાર્થ- આવા ઉપર કહેલા લિંગી જે હંમેશા મુનિઓની વચ્ચે રહેતા હોય, ઘણા શાસ્ત્રો જાણતા હોય તો પણ ભાવ અર્થાત્ શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામથી રહિત છે તેથી મુનિ નથી, ભ્રષ્ટ છે, અન્ય મુનિઓના ભાવ બગાડનાર છે. ૧૯ હવે ફરી કહે છે કે જે સ્ત્રીઓનો સંસર્ગ ઘણો રાખે છે તે પણ શ્રમણ નથી –
दसणणाण चरित्ते महिलावग्गम्मि देदि वीसहो। पासत्थ वि हु णियट्ठो भावविणट्ठो ण सो समणो।।२०।। दर्शनज्ञान चारित्राणि महिलावर्गे ददाति विश्वस्तः। પાર્શ્વસ્થાવાને રૂc વિનE: ભાવવિનE: ન સ: શ્રમ": Tો ૨૦ |
સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાન-દર્શન-ચરણ જે,
પાર્શ્વસ્થથી પણ હીન ભાવનિષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦ અર્થ:- જે લિંગધારી સ્ત્રીઓના સમૂહમાં તેમનો વિશ્વાસ કરી અને તેમનામાં વિશ્વાસ ઉપજાવી દર્શન-જ્ઞાન-ચારિત્ર આપે છે, તેમને સમ્યકત્વ બતાવે છે, ભણવા-ભણાવવા રૂપ જ્ઞાન આપે છે, દીક્ષા આપે છે, પ્રવૃત્તિ શીખવાડે છે, આ રીતે વિશ્વાસ ઉપજાવી તેમની વચ્ચે પ્રવર્તે છે-આવો લિંગી તો પાર્થસ્થથી પણ નિષ્કૃષ્ટ છે–પ્રગટ ભાવથી વિનષ્ટ છે, શ્રમણ નથી.
ભાવાર્થ - લિંગ ધારણ કરીને સ્ત્રીઓમાં વિશ્વાસ ઉપજાવીને તેમને નિરંતર પઠનપાઠન કરાવવું, લાલન-પાલન રાખવું, તેને જાણો કે તેના ભાવ ખોટા છે. પાર્થસ્થ તો ભ્રષ્ટ મુનિને કહે છે, તેનાથી પણ આ નિકૃષ્ટ છે, આવાને સાધુ કહેતા નથી. ૨૦ હવે ફરી કહે છેઃ
पुच्छलिघरि जो भुञ्जइ णिच्चं संथुणदि पोसए पिंडं। पावदि बालसहावं भावविणट्ठो ण सो समणो।।२१।। पुंश्चली गृहे यः भुंक्ते नित्यं संस्तौति पुष्णाति पिंडं। प्राप्नोति बालस्वभावं भावविनष्ट: न स: श्रमणः।। २१।। અસતીગૃહે ભોજન, કરે સ્તુતિ નિત્ય, પોષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૧
૧. વિશ્વસ્ત = ૧) વિશ્વાસુપણે અર્થાત્ અર્થાત્ (સ્ત્રીવર્ગનો) વિશ્વાસ કરીને નિર્ભય પણે ૨. અસતી
ગૃહે = વ્યભિચારિણી સ્ત્રીના ઘરે. ૩. કરે સ્તુતિ નિત્ય = હમેંશા તેની પ્રશંસા કરે છે. ૪. પિંડ = શરીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩)
(અષ્ટપાર્ટુડ
અર્થ:- જે લિંગીધારી પંથલી અર્થાત્ વ્યભિચારિણી સ્ત્રીના ઘરે ભોજન લે છે, આહાર કરે છે અને નિત્ય તેની પ્રશંસા કરે છે કે આ મોટી ધર્માત્મા છે, તેની સાધુઓમાં ઘણી ભક્તિ છે.-આ પ્રકારે હંમેશા તેની પ્રશંસા કરે છે, આ પ્રમાણે શરીરને પોષે છે. આવા લિંગી બાળસ્વભાવને પામે છે, અજ્ઞાની છે, ભાવથી વિનષ્ટ છે, તે શ્રમણ નથી.
ભાવાર્થ:- જે લિંગ ધારણ કરીને વ્યભિચારિણીનો આહાર ખાઈને શરીરને પોષે છે, તેની નિત્ય પ્રશંસા કરે છે ત્યારે જાણો કે આ પણ વ્યભિચારી છે, અજ્ઞાની છે, તેને લજ્જા પણ આવતી નથી. આ પ્રકારે ભાવથી ભ્રષ્ટ છે, મુનિત ભાવ નથી. ત્યારે મુનિ કેવો? ૨૧
હવે આ લિંગ પાહુડને સંપૂર્ણ કરે છે અને કહે છે કે જે ધર્મનું યથાર્થરૂપથી પાલન કરે છે તે ઉત્તમ સુખ પામે છે –
इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्म। पालेइ कट्ठसहियं सो गाहदि उत्तम ठाणं ।। २२।।
इति लिंगप्राभृतमिदं सर्वं बुद्धैः देशितं धर्मम्। पालयति कष्टसहितं स: गाहते उत्तम स्थानम्।। २२।।
એવી રીતે સર્વશે કથિત આ લિંગપ્રાભૃત જાણીને, જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨
અર્થ:- આ પ્રકારે આ લિંગપાહુડ શાસ્ત્રનો સર્વ જ્ઞાની ગણધરાદિએ ઉપદેશ આપ્યો છે તેને જાણીને જે મુનિ ધર્મને પ્રયત્નપૂર્વક ઘણા કષ્ટ સાથે પાળે છે, રક્ષા કરે છે તે ઉત્તમ સ્થાન જે મોક્ષ તેને પામે છે.
ભાવાર્થ:- આ મુનિનું લિંગ છે તે ઘણા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરીને પણ ફરી ખોટા કારણો મેળવીને તેને બગાડે છે તો જાણો કે આ મોટો દુર્ભાગી છે. ચિંતામણિ રત્ન પામીને કોડીના બદલામાં નષ્ટ કરે છે. તેથી આચાર્યે ઉપદેશ આપ્ય પદ પામીને તેની મહાયત્નપૂર્વક રક્ષા કરવી. કુસંગતિ કરીને બગાડશો તો જેમ પહેલાં સંસારમાં ભ્રમણ કરતો હતો તેવી જ રીતે ફરી સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરવું પડશે. જો યત્નપૂર્વક મુનિત્વનું પાલન કરશો તો શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થશે. તેથી જેને મોક્ષની ઇચ્છા હોય તે મુનિ-ધર્મને પ્રાપ્ત કરીને યત્નપૂર્વક પાલન કરે, પરિષહુ-ઉપસર્ગ આવે તો પણ ચલાયમાન ન થવું. આ સર્વજ્ઞદેવનો ઉપદેશ છે. ૨૨
૧. કષ્ટ સહુ = કષ્ટ સહિત પ્રયત્ન પૂર્વક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ )
આ પ્રકારે આ લિંગ પાહુડ ગ્રંથ પૂર્ણ કર્યો. તેનો સંક્ષેપ આ પ્રમાણે છે કે, આ પંચમકાળમાં જિનલિંગ ધારણ કરીને ફરી દુષ્કાળના નિમિત્તથી ભ્રષ્ટ થયા, વેષ બગાડી દીધો તે અર્ધફાલક કહેવાયા. તેમાંથી પછી શ્વેતામ્બર થયા, તેમાંથી યાપનીય થયા, ઇત્યાદિ થઈને શિથિલઆચારને પુષ્ટ કરી શાસ્ત્રો રચી સ્વચ્છંદી બની ગયા. તેમાંથી કેટલાય બિલકુલ નિંધ પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમનો નિષેધ કરવા માટે તથા બધાને સત્ય ઉપદેશ આપવા માટે આ ગ્રંથ છે. આ ગ્રંથને સમજીને શ્રદ્ધાન કરવું. આ પ્રકારે નિંઘ આચરણવાળાને સાધુ-મોક્ષમાર્ગી ન માનવા, તેમની વંદના અને પૂજા ન કરવી એ ઉપદેશ છે.
છપ્પય
લિંગ મુનીકો ધારિ પાપ જો ભાવ બિગાડે વહુ નિંદાકું પાય આપકો અહિત વિારૈ
તારૂં પૂજૈ થુવૈ વંદના વે ભીતૈસે હોઈ સાથિ
કરે જુ કોઈ દુરગતિકું લેઈ ।।
ઈસસે જે સાંચે મુનિ ભયે ભાવ શુદ્ધિમઁ થિર રહે।
તિનિ ઉપદેશ્યા મારગ લગે તે સાંચે જ્ઞાની કહે।।૧।।
દોહા
આંતર બાહ્ય જુ શુદ્ધ જિનમુદ્રાયૂં ધારિ ભયે સિદ્ધ આનંદમય બંદૂક જોગ સંવારિ।।૨।।
ઈતિ શ્રી કુન્દકુન્તાચાર્ય સ્વામી વિરચિત
શ્રી લિંગપાહુડ શાસ્ત્રની જયપુર નિવાસી પંડિત જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકા સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૩૩૧
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
卐
5
卐
-6
શીલ પાહુડ
5
卐
卐
5555555555555555555
હવે શીલપાહુડ ગ્રંથની દેશભાષામય વનિકા લખીએ છીએ.
* દોહા *
ભવ કી પ્રકૃતિ નિવારિકૈ, પ્રગટ કિયે નિજ ભાવ
ટ્વે અ૨હંત જુ સિદ્ધ ફુનિ, વંઠૂતિનિ ધરી ચાવ।।૧।।
આ પ્રકારે ઇષ્ટને નમસ્કારરૂપ મંગલ કરીને શીલપાહુડ નામનો ગ્રંથ શ્રી કુન્દકુન્દાચાર્યદેવ કૃત પ્રાકૃત ગાથાબદ્ધની દેશભાષામય વનિકા લખીએ છીએ.
પ્રથમ શ્રી કુન્દકુન્દ્રાચાર્ય દેવ ગ્રંથની આદિમાં ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલ કરીને ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરે છે:
वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं । तिविहेण पणमिऊणं सीलगुणाणं णिसोमेह ॥ १ ॥
वीरं विशालनयनं रक्तोत्पलकोमलसमपादम् । त्रिविधेन प्रणम्य शीलगुणान् निशाभ्यामि।। १॥
વિસ્તીર્ણ લોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વી૨ને ત્રિવિધે ક૨ીને વંદના, હું વર્ણવું શીલગુણને ૧
અર્થ:- આચાર્ય કહે છે કે, હું વી૨ અર્થાત્ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામી ૫૨મ ભટ્ટારકને મન-વચન-કાયથી નમસ્કાર કરીને શીલ અર્થાત્ નિજ ભાવરૂપ પ્રકૃતિ તેના ગુણોને અથવા શીલ તથા સમ્યગ્દર્શનાદિ ગુણોને કહીશ, કેવા છે વર્ધમાનસ્વામી ? ‘વિશાળ નયન ’ છે, તેમને બાહ્યમાં તો પદાર્થોને જોવા માટે નેત્ર વિશાળ છે-વિસ્તીર્ણ છે, સુંદર છે ને અંતરંગમાં કેવળદર્શન-કેવળજ્ઞાનરૂપ નેત્ર સમસ્ત પદાર્થોને જોવાવાળા છે–તેઓ કેવા છે ? ‘રક્તોત્પલકોમલસમપાદં' અર્થાત્ તેમના ચરણ રક્તકમલ સમાન કોમળ છે, એવાં અન્યને નથી. તેથી બધાય વડે પ્રશંસનીય છે-પૂજવા યોગ્ય છે.
૧ વિસ્તીર્ણ લોચન ૧) વિશાળ નેત્રવાળા; ૨) વિસ્તૃત દર્શનજ્ઞાનવાળા. ૨ ૨ક્તજકોમલ-સુપદ લાલ કમળ જેવાં કોમળ જેમનાં સુપદ (સુંદર ચરણો અથવા રાગદ્વેષ રહિત વચનો ) છે એવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
=
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩૩
તેનો બીજો અર્થ એમ પણ થાય છે કે “રક્ત” એટલે રાગરૂપ આત્માના ભાવ, તેને ઉત્પલ” એટલે દુર કરવામાં. “કોમળ' એટલે કઠોરતાદિ દોષ રહિત તથા “સમ' એટલે રાગદ્વેષ રહિત, “પાદ” એટલે વાણીનાં પદ જેમનાં છે, અર્થાત્ જેનાં વચન કોમળ, હિત, મિત, મધુર, રાગદ્વેષ રહિત પ્રવર્તે છે, તેનાથી સર્વનું કલ્યાણ થાય છે.
ભાવાર્થ:- આ પ્રકારે શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કારરૂપ મંગળ કરીને આચાર્ય શીલ પાહુડ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ૧
હવે શીલનું રૂપ તથા તેથી (જ્ઞાન) ગુણ થાય છે તે કહે છે:
सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहिं णिद्दिट्ठो। णवरि य सीलेण विणा विसया णाणं विणासंति।।२।।
शीलस्य च ज्ञानस्य च नास्ति विरोधो बुधैः निर्दिष्टः। केवलं च शीलेन विना विषयाः ज्ञानं विनाशयंति।।२।।
ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને; વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨
અર્થ - શીલનો અને જ્ઞાનનો જ્ઞાનીઓએ વિરોધ કહ્યો નથી. એવું નથી કે જ્યાં શીલ હોય ત્યાં જ્ઞાન ન હોય અને જ્ઞાન હોય ત્યાં શીલ ન હોય. અહીં વિશેષ કહે છે કે-શીલ વિના વિષય અર્થાત ઇન્દ્રિયોના વિષય છે તે જ્ઞાનનો નાશ કરે છે-જ્ઞાનને મિથ્યાત્વ રાગ-દ્રષમય અજ્ઞાનરૂપ કરે છે.
ભાવાર્થ- અહીં એમ જાણવું કે શીલ એટલે સ્વભાવ કે પ્રકૃતિ પ્રસિદ્ધ છે. આત્માનો સામાન્યરૂપથી જ્ઞાન સ્વભાવ છે. આ જ્ઞાન સ્વભાવમાં અનાદિ કર્મસંયોગથી (-પરનો સંગ કરવાની પ્રવૃતિથી) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ થાય છે. તેથી જ્ઞાનસ્વભાવ પ્રકૃતિ કુશીલ રૂપે પરિણમે છે. તેથી સંસારમાં જન્મ-મરણ ઊભા થાય છે. અર્થાત્ કુશીલ કે અજ્ઞાનભાવથી જ સંસાર ઉત્પન્ન થયો છે. આ પ્રકૃતિને અજ્ઞાનરૂપ કહે છે, આ કુશીલ-પ્રકૃતિથીસંસાર અવસ્થામાં પોતાપણું માને છે. તથા પર દ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે.
આ પ્રકૃતિ પલટાય ત્યારે મિથ્યાત્વનો અભાવ કહેવાય, ત્યાર પછી સંસાર પર્યાયમાં પોતાપણું માનતો નથી. અને પર દ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. આ ભાવની પૂર્ણતા ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહના ઉદયથી ( ઉદયમાં આવેલ કર્મોમાં જોડાવાથી) કંઈક રાગ-દ્વેષકષાય પરિણામ ઉત્પન્ન થાય છે તેમને કર્મનો ઉદય જાણે, તે ભાવોને ત્યાગવા યોગ્ય જાણે, ત્યાગવા ઇચ્છે એવી પ્રકૃતિ થાય ત્યારે સમ્યગ્દર્શનરૂપ ભાવ કહે છે. આ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪
(અષ્ટપાહુડી
ભાવથી જ્ઞાન પણ સમ્યક નામ પામે છે. તથા ભૂમિકા અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ થાય છે. જેટલા અંશે રાગ-દ્વેષ ઘટે છે તેટલા અંશે ચારિત્ર કહેવાય છે. આ પ્રકૃતિને સુશીલ કહેવાય છે. આ પ્રમાણે સુશીલ-કુશીલ શબ્દનો સામાન્ય અર્થ છે.
સામાન્યરૂપથી વિચારે તો જ્ઞાન જ કુશીલ છે અને જ્ઞાન જ સુશીલ છે. તેથી ગાથામાં કહ્યું છે કે જ્ઞાનને અને શીલને વિરોધ નથી. જ્યારે સંસાર પ્રકૃતિ પલટીને મોક્ષ સન્મુખ પ્રકૃતિ થાય ત્યારે સુશીલ કહેવાય છે. તેથી જ્ઞાનમાં અને શીલમાં વિશેષ કહ્યો નથી. જો જ્ઞાનમાં સુશીલ ન આવે તો જ્ઞાનને ઇન્દ્રિયોના વિષયો નાશ કરે છે જ્ઞાનને અજ્ઞાન કરે છે ત્યારે કુશીલ નાશ પામે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-ગાથામાં જ્ઞાન-અજ્ઞાનના તથા સુશીલ-કુશીલના નામ તો કહ્યાં નથી, જ્ઞાન અને શીલ એટલું જ કહ્યું છે. એનું સમાધાન:- પહેલાં ગાથામાં એવી પ્રતિજ્ઞા કરી છે કે હું શીલના ગુણોને કહીશ. તેથી આ પ્રકારે જાણવામાં આવે છે કે આવા આચાર્યના આશયમાં સુશીલને જ કહેવાનું પ્રયોજન છે. સુશીલને જ શીલ નામથી કહે છે, શીલ રહિતને કુશીલ કહે છે.
અહીં ગુણ શબ્દ ઉપકારવાચક લેવો, તથા વિશેષ વાચક પણ લેવો. શીલથી ઉપકાર થાય છે તથા શીલના વિશેષ ગુણ છે તે પણ કહેશે. આ પ્રકારે જ્ઞાનમાં જો શીલ ન આવે તો કુશીલ થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ થાય ત્યારે તે (શીલ) જ્ઞાન નામ પ્રાપ્ત કરતું નથી એમ જાણવું. વ્યવહારમાં શીલનો અર્થ સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરવાનો પણ છે. તેથી વિષય સેવનનો જ નિષેધ છે. પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડવો, આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે. આ પ્રકારે આ શીલનું જ નામાંતર જાણવું. ૨
હવે કહે છે કે જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનની ભાવના કરવી અને વિષયોથી વિરક્ત થવું કઠણ છે (દુર્લભ છે.):
दुक्खे णज्जदि णाणं णाणं णाऊण भावणा दुक्खं। भावियमई व जीवो दिसयेसु विरज्जए दुक्खं ।।३।।
दुःखेनेयते ज्ञानं ज्ञानं ज्ञात्वा भावना दुःखम्। भावितमतिश्च जीवः विषयेषु विरज्यति दुक्खम्।।३।।
દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુષ્કર અરે ! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩
અર્થ - પ્રથમ તો જ્ઞાનની પ્રાપ્તિ થવી દુષ્કર છે. કદાચિત જ્ઞાન પણ પ્રાપ્ત કરે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩પ
તેને જાણીને તેની ભાવના કરવી, –વારંવાર અનુભવ કરવો તે દુ:ખથી (દઢતર સમ્યક પુરુષાર્થથી) થાય છે. વળી કદાચિત્ જ્ઞાનની ભાવના સહિત કોઈ જીવ થઈ જાય તો પણ વિષયો ને દુઃખથી ત્યાગે છે.
ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરવું, પછી તેની ભાવના કરવી, પછી વિષયોનો ત્યાગ કરવોએ ઉત્તરોત્તર દુષ્કર છે અને વિષયોનો ત્યાગ કર્યા વિના પ્રકૃતિ બદલાતી નથી. તેથી પહેલાં એમ કહ્યું કે વિષય જ્ઞાનને બગાડે છે, માટે વિષયોને ત્યાગવા એ જ સુશીલ છે. ૩
હવે કહે છે કે આ જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી. અને જ્ઞાનને જાણ્યા વિના વિષયોથી વિરક્ત થાય તો પણ કર્મોનો ક્ષય કરતો નથી:
ताव ण जाणदि णाणं विसयबलो जाव वट्टए जीवो। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्म।। ४।।
तावत् न जानाति ज्ञानं विषयबल: यावत् वर्त्तते जीवः। विषये विरक्त मात्रः न क्षिपते पुरातनं कर्म।।४।।
જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી; નહિ 'ક્ષપણ પૂરવ કર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪
અર્થ:- જ્યાં સુધી આ જીવ વિષયબળ અર્થાત્ વિષયોને વશ રહે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી અને જ્ઞાનને જાણ્યા વિના કેવળ વિષયોથી વિરક્ત થવા માત્રથી જ પહેલાં બાંધેલા કર્મોનો નાશ થતો નથી.
ભાવાર્થ- જીવનો ઉપયોગ ક્રમવર્તી છે અને સ્વસ્થ (સ્વચ્છત્વ) સ્વભાવ છે. તેથી જેવો જ્ઞયને જાણે છે તેવો તે વખતે તેમાં તન્મય થઈને વર્તે છે. તેથી જ્યાં સુધી વિષયોમાં આસક્ત થઈને વર્તે છે ત્યાં સુધી જ્ઞાનનો અનુભવ થતો નથી, ઇષ્ટ-અનિષ્ટ ભાવ જ રહે છે અને જ્ઞાનનો અનુભવ થયા વિના કદાચિત વિષયોને ત્યાગે તો વર્તમાન વિષયોને તો છોડ, પરંતુ પૂર્વે કર્મ બાંધેલું હતું તેનો તો જ્ઞાનનો અનુભવ થયા વિના ક્ષય થતો નથી. પૂર્વ કર્મના બંધનો નાશ કરવામાં (સ્વસમ્મુખ) જ્ઞાનનું જ સામર્થ્ય છે. માટે જ્ઞાન સહિત થઈને વિષય ત્યાગવા શ્રેષ્ઠ છે. વિષયોનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કરવી એ જ સુશીલ છે. ૪
હવે જ્ઞાનનો, લિંગગ્રહણનો તથા તપનો અનુક્રમ કહે છે:
૧. ક્ષપણ = ક્ષય કરવો તે; નાશ કરવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
(અષ્ટપાહુડ
णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसण विहूणं। संजम हीणो य तवो जइ चरइ णिरत्थयं सव्वं ।।५।। ज्ञानं चारित्रहीनं लिंगग्रहणं च दर्शनविहीनं। संयमहीनं च तपः यदि चरति निरर्थंकं सर्वम्।।५।। જે જ્ઞાન ચરણ વિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમ સુવિરહિત, તે બધુંય નિરર્થ છે. ૫
અર્થ:- જ્ઞાન જો ચારિત્ર રહિત હોય તો તે નિરર્થક છે અને લિંગ ગ્રહણ જો દર્શન રહિત હોય તો તે પણ નિરર્થક છે તથા સંયમરહિત તપ પણ નિરર્થક છે. આ પ્રકારે આવા આચરણ કરે તો તે સર્વ નિરર્થક છે.
ભાવાર્થ:- હેય-ઉપાદેયનું જ્ઞાન તો હોય અને ત્યાગ-ગ્રહણ ન કરે તો જ્ઞાન નિષ્ફળ છે યથાર્થ શ્રદ્ધાન વિના દીક્ષા લઈ લે તો તે પણ નિષ્ફળ છે, (સ્વાનુભૂતિના બળ દ્વારા) ઈન્દ્રિયોને વશમાં રાખવીને જીવોની દયા પાળવી તે સંયમ છે. એના વિના કંઈ તપ કરે તો અહિંસાદિકથી તે વિપરીત હોય તો તપ પણ નિષ્ફળ છે. આ પ્રકારથી તેનું આચરણ નિષ્ફળ થાય છે. ૫
હવે કહે છે કે આવું કરીને થોડું પણ કરે તો ઘણું ફળ આપે છે
णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ।।६।।
ज्ञानं चारित्रसुद्धं लिंगग्रहणं च दर्शन विशुद्धम्। संयमसहितं च तपः स्तोकमपि महाफलं भवति।।६।। જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, ત૫ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬
અર્થ:- જ્ઞાન ચારિત્રથી શુદ્ધ લિંગનું ગ્રહણ, દર્શનથી શુદ્ધ તથા સંયમ સહિત ત૫ - આવું થોડું પણ આચરણ કરે તો માફળરૂપ થાય છે.
ભાવાર્થ- જ્ઞાન થોડું પણ હોય, છતાં આચરણ શુદ્ધ કરે તો મોટું ફળ આપે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શન સહિત મુનિપણું ગ્રહણ કરે તો ઉત્તમ ફળ આપે છે. જેમકે સમ્યગ્દર્શન સહિત શ્રાવક જ હોય તો તે શ્રેષ્ઠ છે અને સમ્યગ્દર્શન વિનાનો મુનિનો વેષ હોય તો પણ
૧. નિરર્થ = નિરર્થક નિષ્ફળ. ૨. દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ. ૩. સસંયમ = સંયમ સહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩૭
તે શ્રેષ્ઠ નથી. ઇન્દ્રિય સંયમ, પ્રાણસંયમ સહિત ઉપવાસદિકનું તપ થોડું પણ કરે તો મોટું ફળ આપે છે અને વિષયાભિલાષ તથા દયા રહિત ઘણા કષ્ટ સહિત તપ કરે તો પણ ફળ આપતું નથી. એમ જાણવું. ૬
હવે કહે છે કે જો કોઈ જ્ઞાનને જાણીને વિષયાસક્ત રહે છે તે સંસારમાં જ ભ્રમણ કરે
છે:
णाणं णाऊण णरा केई विसयाइ भाव संसत्ता। हिंडंति चादुरगदि विसएसु विमोहिया मूढा।।७।। ज्ञानं ज्ञात्वा नराः केचित् विषयादिभाव संसक्ताः। हिंडते चर्तुगतिं विषयेषु विमोहिता मूढाः।।७।।
નર કોઈ જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુર્ગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ. ૭
અર્થ - કોઈ મૂઢ-મોહી પુરુષ જ્ઞાનને જાણીને પણ વિષયોમાં આસક્તિભાવથી ચતુર્ગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. કેમકે વિષયોથી વિમોહિત થતાં ફરી સંસાર પ્રાપ્ત કરશે. તેમાં પણ વિષય-કષાયોના જ સંસ્કાર છે.
ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરીને વિષય-કષાય છોડવા એ સારું છે નહિ તો જ્ઞાન પણ અજ્ઞાન જેવું જ છે. ૭
હવે કહે છે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને આ પ્રકારે કરે તો સંસાર કપાયઃ
जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा। छिंदंति चादुरगदिं तवगुणजुत्ता ण संदेहो।।८।।
ये पुनः विषयविरक्ताः ज्ञानं ज्ञात्वा भावनासहिताः। छिन्दन्ति चतुर्गतिं तपोगुण युक्ता: न संदेहः।।८।।
પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે, નિઃશંક તે તપ ગુણ સહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮
અર્થ:- જે જ્ઞાનને જાણીને વિષયોથી વિરક્ત થઈ જ્ઞાનની વારંવાર અનુભવરૂપ ભાવના સહિત વર્તે છે તે તપ તથા ગુણ અર્થાત્ મૂળગુણ અને ઉત્તરગુણયુક્ત થઈને ચારગતિ રૂપ સંસારને છેદે છે, નાશ કરે છે એમાં સંદેહ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
33८
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયકષાય છોડીને જ્ઞાનની ભાવના કરે, મૂળગુણ-ઉત્તર ગુણ ગ્રહણ કરી તપ કરે તે સંસારનો અભાવ કરીને મુક્તિરૂપ નિર્મળ દશાને પ્રાપ્ત થાય છે. આ શીલ સહિત જ્ઞાન રૂપ માર્ગ છે. ૮
હવે આ પ્રકારે શીલસહિત જ્ઞાનથી જીવ શુદ્ધ થાય છે તેનું દષ્ટાંત કહે છેઃ
जह कंचणं विसुद्धं धम्मइयं खडियलवणलेवेण। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण।।९।।
यथा कांचनं विशुद्धं धमत् खटिकालवणलेपेन। तथा जीवोऽपि विशुद्धः ज्ञानविसलिलेन विमलेन।।९।।
ધમતાં લવણ-ખડી લેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ જ્ઞાનસલિલથી નિર્મળ બને છે. ૯
અર્થ- જેમ સોનું નવસારી અને મીઠાના લેપથી વિશુદ્ધ-નિર્મળ કાંતિ સહિત થાય છે તેવી રીતે જીવ પણ વિષય-કષાયોના મળથી રહિત નિર્મળ જ્ઞાનરૂપ જળથી પ્રક્ષાલિત થઈને કર્મરહિત વિશુદ્ધ થાય છે.
ભાવાર્થ- જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. તે મિથ્યાત્વ અને વિષય-કષાયાદિથી મલિન થયેલો છે. તેથી મિથ્યાત્વ અને વિષયરૂપ મળને દૂર કરીને તેની ભાવના કરે, તેનું એકાગ્રતાથી ધ્યાન કરે, તો કર્મોનો નાશ કરી જીવ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી મુક્ત થઈને શુદ્ધાત્મા થાય છે. અહીં સુવર્ણનું દષ્ટાંત છે તે જાણવું. ૯
હવે કહે છે કે જે જ્ઞાન પામીને વિષયાસક્ત થાય છે તે જ્ઞાનનો દોષ નથી પણ તે કુપુરુષનો દોષ છે:
णाणस्स णत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं। जे णाणगव्विदा होऊणं विसएसु रज्जंति।।१०।।
ज्ञानस्य नास्ति दोष: कापुरुषस्यापि मंदबुद्धेः। ये ज्ञानगर्विता: भूत्वा विषयेषु रज्जन्ति।।१०।।
જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦
૧ જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩૯
અર્થ:- જે પુરુષ જ્ઞાનનો ગર્વ કરીને જ્ઞાનમદથી વિષયોમાં રાચે છે તે આ જ્ઞાનનો દોષ નથી, પણ મંદબુદ્ધિ કુપુરુષ છે તેનો દોષ છે.
ભાવાર્થ - કોઈ જાણે કે જ્ઞાનથી ઘણા પદાર્થોને જાણે ત્યારે વિષયોમાં રંજાયમાન થાય છે તે આ જ્ઞાનનો દોષ છે. અહીં આચાર્ય કહે છે કે એવું ન માનો જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયોમાં આસક્ત થાય છે તે આ જ્ઞાનનો દોષ નથી આ પુરુષ મંદબુદ્ધિ છે અને કુપુરુષ છે તેનો દોષ છે, પુરુષનું હોનહાર ખરાબ હોય ત્યારે બુદ્ધિ બગડી જાય છે. ફરી જ્ઞાનને પ્રાપ્ત કરી તેના મદમાં મસ્ત બની વિષયકષાયોમાં આસક્ત બની જાય છે, તો આ દોષ-અપરાધ કુપુરુષનો છે, જ્ઞાનનો નથી જ્ઞાનનું કાર્ય તો વસ્તુને જેવી છે તેવી જણાવી દેવી તે છે. પછી પ્રવર્તવું તે પુરુષનું કાર્ય છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૧૦ હવે કહે છે કે પુરુષને આ પ્રકારે નિર્વાણ થાય છે:
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण। होहदि परिणिव्वाणं जीवानां चरित सुद्धाणं ।। ११ ।। ज्ञानेन दर्शनेन च तपसा चारित्रेण सम्यक्त्वसहितेन। भविष्यति परिनिर्वाणं जीवानां चारित्रशुद्धानाम्।।११।। સમ્યકત્વસંયુત જ્ઞાન દર્શન, તપ અને ચારિત્રથી, ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. ૧૧
અર્થ:- સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ કરે ત્યારે ચારિત્રથી શુદ્ધ જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, તપનું આચરણ કરે ત્યારે ચારિત્ર શુદ્ધ થઈને રાગ-દ્વેષાદિ વિભાવ મટી જાય ત્યારે નિર્વાણ પ્રાપ્ત થાય છે, આ માર્ગ છે. ૧૧
(તપ = શુદ્ધોપયોગ રૂપ મુનિપણું. આ હોય તો ૧૨ પ્રકારે વ્યવહારના ભેદ છે.) હવે આને જ શીલની મુખ્યતા દ્વારા નિયમથી નિર્વાણ કહે છે:
सीलं रक्खंताणं दसणसुद्धाण दिढचरित्ताणं। अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्त चित्ताणं ।।१२।। शीलं रक्षतां दर्शनशुद्धानां दृढचारित्राणाम्। अस्ति ध्रुवं निर्वाणं विषयेषु विरक्तचित्तानाम्।।१२।।
૧. પરિનિર્વાણ = મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
(અષ્ટપાહુડી
જે શીલને રક્ષ, સુદર્શન શુદ્ધ દઢ ચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિવાર્ણને. ૧૨
અર્થ- જે પુરુષોના ચિત્ત વિષયોથી વિરક્ત છે. શીલની રક્ષા કરે છે, દર્શનથી શુદ્ધ છે અને જેમનું ચારિત્ર દેઢ છે એવા પુરુષોને ધ્રુવ અર્થાત્ નિશ્ચયથી-નિયમથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ- વિષય-વાસનાથી રહિત થવું એ જ શીલની રક્ષા છે. આ પ્રકારથી જે શીલની રક્ષા કરે છે તેમનું જ સમ્યગ્દર્શન શુદ્ધ હોય છે-અને ચારિત્ર અતિચાર રહિત શુદ્ધ -દઢ હોય છે. એવા પુરુષોને નિયમથી નિવાર્ણ હોય છે. જે વિષયોમાં આસક્ત છે તેમનું શીલ બગડે છે ત્યારે દર્શન શુદ્ધ ન રહેતાં ચારિત્ર શિથિલ થઈ જાય છે અને ત્યારે નિર્વાણ પણ થતું નથી. આ પ્રકારે નિર્વાણમાર્ગમાં શીલ જ પ્રધાન છે. ૧૨
હવે કહે છે કે કદાચિત કોઈ વિષયથી વિરક્ત ન થયો અને માર્ગ' વિષયોથી વિરક્ત થવારૂપ જ કહે છે તેને માર્ગની પ્રાપ્તિ થાય પણ છે. પરંતુ જે વિષય સેવનને જ “માર્ગ” કહે તો તેનું જ્ઞાન પણ નિરર્થક છે:
विसएसु मोहिदाणं कह्यिं मग्गं पि इट्ठदरिसीणं। उम्मग्गं दरिसीणं णाणं पि णिरत्थयं तेसिं।।१३।। विषयेषु मोहितानां कथितो मार्गोऽपि इष्टदर्शिनां। उन्मार्ग दर्शिनां ज्ञानमपि निरर्थकं तेषाम्।।१३।। છે ઇષ્ટદર્દી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદર્શી જીવનું જે જ્ઞાન તે ય નિરર્થ છે. ૧૩
અર્થ:- જે પુરુષ ઇષ્ટ માર્ગને દર્શાવનાર જ્ઞાની છે અને વિષયોથી વિમોહિત છે તો પણ તેને માર્ગની પ્રાપ્તિ કહી છે. પરંતુ જે ઉન્માર્ગને દર્શાવનારા છે તેમને માર્ગની તો પ્રાપ્તિ નથી, પણ તેમનું જ્ઞાન પણ નિરર્થક છે.
ભાવાર્થ:- પૂર્વે કહ્યું હતું કે જ્ઞાનને અને શીલને વિરોધ નથી. તેમાં આટલું વિશેષ જાણવું કે જ્ઞાન હોય અને તે વિષયાસક્ત હોય તો જ્ઞાન બગડે તેથી શીલ રહે નહિ. હવે અહીં એમ કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કરીને કદાચિત્ ચારિત્રમોહના ઉદયથી (-ઉદયવશ) વિષયો ન છૂટે ત્યાં સુધી તો તેમાં વિમોહિત રહે, પણ માર્ગની પ્રરૂપણા તો વિષયોના ત્યાગરૂપ જ કરે તો તેને માર્ગની પ્રાપ્તિ થાય પણ છે. પરંતુ જે માર્ગને જ કુમાર્ગરૂપ પ્રરૂપે, વિષય સેવનને સુમાર્ગરૂપ બતાવે તો તેની તો જ્ઞાન પ્રાપ્તિ પણ નિરર્થક જ છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પણ મિથ્યામાર્ગની પ્રરૂપણા કરે તો તે જ્ઞાન શાનું? તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
૧. વિરક્તમન = વિરક્ત મનવાળા. ૨. ઇષ્ટદર્શી = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની
શ્રદ્ધાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાડ)
૩૪૧
અહીં આશય એમ છે કે સમ્યકત્વ સહિત અવિરત સમ્યગ્દષ્ટિ તો સારા છે, કેમકે તે સમ્યગ્દષ્ટિ કુમાર્ગની પ્રરૂપણા કરે નહીં. પોતાને (ચારિત્રદોષથી) ચારિત્રમોહનો ઉદય પ્રબળ હોય
સુધી વિષયો છુટતા નથી, તેથી અવિરત છે. પરંતુ જે સમ્યગ્દષ્ટિ ન હોય તેવાને પણ જ્ઞાન ઘણું હોય, કંઈક આચરણ પણ કરે, વિષયો પણ છોડે છતાં જો તે કુમાર્ગનું પ્રરૂપણ કરે તો તે સારો નથી. તેના જ્ઞાન અને વિષય ત્યાગ નિરર્થક છે એ પ્રમાણે જાણવું. ૧૩
હવે કહે છે કે જે ઉન્માર્ગને પ્રરૂપણ કરવાવાળા કુમત-કુશાસ્ત્રની પ્રશંસા કરે છે તે ઘણાં શાસ્ત્ર જાણે છે તો પણ શીલવતજ્ઞાનથી રહિત છે. તેને આરાધના નથી:
कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई। शीलवदणाण रहिदा ण हु ते आराधया होति।।१४।।
कुमतकुश्रुतप्रशंसकाः जानंतो बहुविधानि शास्त्राणि। शीलव्रतज्ञानरहिता न स्फुटं ते आराधका भवंति।।१४।।
*દુર્મત-કુશાસ્ત્ર પ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪
અર્થ:- જે ઘણાં પ્રકારનાં શાસ્ત્રોને જાણે છે તથા કુમત-કુશ્રુતની પ્રશંસા કરનાર છે. તેઓ શીલ-વ્રત અને જ્ઞાન રહિત છે. તેના આરાધક નથી.
ભાવાર્થ- કુમત અને કુશાસ્ત્રમાં રાગ હોવાથી પ્રીતિ છે તેથી તેની પ્રશંસા કરે છે, એ તો મિથ્યાત્વનું ચિહ્ન છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં જ્ઞાન પણ મિથ્યા છે અને વિષય-કષાયોથી રહિત હોય તેને શીલ કહે છે. તે પણ તેને નથી. વ્રત પણ તેને નથી. કદાચિત્ કોઈ વ્રતાચરણ કરે છે તો પણ મિથ્યા ચારિત્રરૂપ હોય છે તેથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાવાળો નથી, મિથ્યાદષ્ટિ છે. ૧૪
હવે કહે છે કે જો રૂપ-સુંદરાદિક સામગ્રી પ્રાપ્ત કરે અને શીલ રહિત હોય તો તેનો મનુષ્ય જન્મ નિરર્થક છેઃ
रुवसिरिगव्विदाणं जुव्वणलावण्णकतिकलिदाणं। सीलगुणवज्जिदाणं णिरत्थयं माणुसं जम्म।।१५।। रुपश्रीगर्वितानां यौवनलावण्यकांतिकलितानाम्। शील गुणवर्जितानां निरर्थकं मानुषं जन्म।।१५।।
૧. દુર્મત = કુમત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪૨
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હો રૂપશ્રી ગર્વિત, ભલે લાવણ્ય યૌવન કાન્તિ હો, માનવ જન્મ છે નિષ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫
અર્થ:- જે મનુષ્ય યુવાવસ્થામાં છે, ઘણાને પ્રિય લાગે એવા લાવણ્ય-સુંદર રૂપ સહિત છે. શરીરની કાંતિ-પ્રભાવથી શોભે છે, એવા સુંદર રૂપ, લક્ષ્મી, સંપદા આદિ વડે ગર્વિત મદોન્મત્ત રહે છે પરંતુ તે જો શીલ તથા સમકિત આદિ ગુણથી રહિત હોય તો તેનો મનુષ્ય જન્મ નિરર્થક છે.
ભાવાર્થ:- મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને શીલ રહિત છે, વિષયોમાં આસક્ત રહે છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણોથી રહિત છે અને યૌવન અવસ્થામાં શરીરની લાવણ્યતા, કાંતિરૂપ (સુંદર ) ધન, સંપદા પ્રાપ્ત કરીને તેના ગર્વથી મદોન્મત્ત રહે છે તો તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ખોયો. મનુષ્ય જન્મમાં સમ્યગ્દર્શનાદિકને અંગીકાર કરવા અને શીલ, સંયમ પાળવા યોગ્ય હતા તે તો અંગીકાર કર્યા નહિ ત્યારે તે નિષ્ફળ જ ગયો.
એવું પણ બતાવ્યું છે કે પહેલી ગાથામાં કુમત-કુશાસ્ત્રની પ્રશંસા કરવાવાળાનું જ્ઞાન નિરર્થક કહ્યું હતું. તેવી જ રીતે અહીં રૂપાદિકનો મદ કરે તો એ પણ મિથ્યાત્વનું ચિહ્ન છે. જે મદ કરે તેને મિથ્યાદષ્ટિ જ જાણવો તથા લક્ષ્મી, રૂપ, યૌવન, કાંતિવાન હોય અને શીલરહિત વ્યભિચારી હોય તો તેની લોકમાં નિંદા જ થાય છે. ૧૫
હવે કહે છે કે ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ શીલ જ ઉત્તમ છેઃ
वायरण छंद वइसेसियववहारणायसत्थेसु। वेदेऊण सुदेसु य तेसु सुयं उत्तम शीलं ।। १६ ।।
(અષ્ટપાહુડ
व्याकरणछन्दो वैशेषिकव्यवहारन्यायशास्त्रेषु। विदित्वा श्रुतेषु च तेषु श्रुतं उत्तमं शीलम् ।। १६ ।।
વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક વ્યવહારાદિનાં, શાસ્ત્રો તણું હો જ્ઞાન તોપણ શીલ ઉત્તમ સર્વમાં, ૧૬
અર્થ:- વ્યાકરણ, છંદ, વૈશેષિક વ્યવહાર, ન્યાયશાસ્ત્ર આદિ તથા શ્રુત એટલે જિનાગમ-એ સર્વને જાણે છતાં જો શીલ હોય તો ઉત્તમ છે.
ભાવાર્થ:- વ્યાકરણાદિ શાસ્ત્રો જાણે અને જિનાગમને પણ જાણે તો પણ સર્વમાં ઉત્તમ તો શીલ જ છે. શાસ્ત્રોનું જ્ઞાન હોય છતાં વિષયોમાં જો આસક્ત છે તો શાસ્ત્રોનું જાણવું વૃથા છે, ઉત્તમ નથી. ૧૬
હવે કહે છે કે જે શીલગુણથી સહિત છે તે દેવોને પણ પ્રિય છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૪૩
सीलगुणमंडिदाणं देवा भवियाण वल्लहा होति। सुदपारयपउरा णं दुस्सीला अप्पिला लोए।।१७।। शीलगुणमंडितानां देवा भव्यानां वल्लभा भवंति।। श्रुतपारग प्रचुराः णं दुःशीला अल्पकाः लोके।।१७।। રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે;
લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭ અર્થ:- જે ભવ્ય પ્રાણી શીલ અને સમ્યગ્દર્શનાદિ ગુણો અથવા શીલરૂપ ગુણ વડે વિભૂષિત છે તેને દેવ પણ વલ્લભ થાય છે તેની સેવા કરવાવાળા સહાયક હોય છે. તથા શ્રુતમાં પારંગત-અગિયાર અંગના અભ્યાસી ઘણા છે, પણ તેમાં કેટલાક શીલગુણ રહિત છે ને દુઃશીલ છે, વિષય કષાયોમાં આસક્ત છે તો તે લોકમાં અલ્પકા એટલે ન્યૂન છે. તે મનુષ્યને પણ પ્રિય હોતા નથી, તો દેવ સહાયક કયાંથી હોય?
ભાવાર્થ:- ઘણાં શાસ્ત્રો જાણે, પણ વિષયાસક્ત હોય તેને કોણ સહાયક થાય? ચોર અને અપરાધીને લોકમાં કોઈ મદદ કરતું નથી. પરંતુ શીલગુણ ધારણ કરેલ હોય અને જ્ઞાન થોડું હોય તો પણ ઉપકારી દેવ મદદ કરે છે, તો મનુષ્ય તો સહાયક થાય જ ને! શીલગુણવાન બધાને પ્રિય હોય છે. ૧૭
હવે કહે છે કે જેને શીલ છે, સુશીલ છે તેમનું મનુષ્ય ભવમાં જીવવું સફળ છે, સાર્થક
सव्वे वि य परिहीणा रुपविरुवा वि पडिदसुवया वि। सीलं जेसु सुसीलं सुजीविदं माणुसं तेसिं।। १८ ।। सर्वेऽपि च परिहीनाः रुपविरुपा अपि पतित सवयसोऽपि। शीलं येषु सुशीलं सुजीविदं मानुष्यं तेषाम्।।१८।। સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો,
‘માનુષ્ય તેનું છે *સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮ અર્થ:- જે સર્વ મનુષ્યોમાં હીન છે, કુળ આદિમાં સંપત્તિથી ન્યૂન-હલકો છે, રૂપમાં કુરૂપ છે-સુંદર રૂપવાળા નથી, “પતિતસુવયસઃ' અર્થાત્ અવસ્થાથી સુંદર નથી-વૃદ્ધ થઈ ગયા છે. પરંતુ જેનામાં શીલ-સુશીલ છે, સ્વભાવ ઉત્તમ છે, કષાયાદિકની તીવ્ર આસક્તિ નથી તેમનું મનુષ્યપણું સુજીવિત છે, જીવવું સફળ છે.
૧. હીન = હીણા; (અર્થાત કુળાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા) ૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ; રૂપ અપેક્ષાએ કુરૂપ. ૩. માનુષ્ય = મનુષ્યપણું; મનુષ્યજીવન. ૪. સુજીવિત = સારી રીતિ જીવાયેલું; પ્રશંસનીયપણે-સફળપણે જીવવામાં આવેલું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- લોકમાં સર્વ સામગ્રીથી જે હીણા છે પરંતુ સ્વભાવ ઉત્તમ છે, વિષયકપાયોમાં આસક્ત નથી તો તે ઉત્તમ જ છે. તેમનો મનુષ્યભવ સફળ છે. તેમનું જીવન પ્રશંસાને લાયક છે. ૧૮
હવે કહે છે કે જેટલાં પણ સારાં કાર્ય છે તે બધાં શીલનો પરિવાર છે:
जीवदया दम सच्चं अचोरियं बंभचेर संतोसे। सम्मइंसण णाणं तओय सीलस्स परिवारो।। १९ ।।
जीवदया दमः सत्यं अचौर्य ब्रह्मचर्य संतोषौ। सम्यग्दर्शन ज्ञान तपश्य शीलस्य परिवारः ।। १९ ।।
પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યકત્વ, જ્ઞાન તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯
અર્થ:- અહિંસારૂપ જીવોની દયા, ઇન્દ્રિયોનું દમન-સંયમ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ-એ સર્વ શીલનો પરિવાર છે.
ભાવાર્થ- શીલ સ્વભાવનું તથા પ્રકૃતિનું નામ પ્રસિદ્ધ છે. મિથ્યાત્વ સહિત કપાયરૂપ જ્ઞાનની પરિણતિ તો દુરશીલ છે-કુશીલ છે. તેને સંસાર પ્રકૃતિ કહે છે. આ પ્રકૃતિ પલટે અને સમ્યક પ્રકૃતિ થાય તે સુશીલ છે. તેને મોક્ષ સન્મુખ પ્રકૃતિ કહે છે. આવા સુશીલને “જીવદયાદિક' ગાથામાં કહેલ તે બધા તેના જ પરિવાર છે. કેમકે સંસારપ્રકૃતિ પલટે ત્યારે સંસાર-દેહથી વૈરાગ્ય થાય અને મોક્ષથી અનુરાગ થાય ત્યારે જ સમ્યગ્દર્શનાદિક પરિણામ થાય, પછી જેટલી પ્રકૃતિ હોય તે બધી મોક્ષની સન્મુખ થાય. આ જ સુશીલ છે. જેના સંસારનો અંત આવે છે તેને આવી પ્રકૃતિ હોય છે. આ પ્રકૃતિ ન થાય ત્યાં સુધી સંસારભ્રમણ જ છે એમ જાણવું. ૧૯
હવે શીલ જ તપ આદિ છે એવો શીલનો મહિમા કહે છે:
सीलं तवो विसुद्धं दंसणसुद्धी य णाण सुद्धीय। सीलं विसयाण अरी सीलं मोक्खस्स सोवाणं ।।२०।।
शीलं तपः विशुद्ध दर्शनशुद्धिश्च ज्ञान शुद्धिश्च । शीलं विषयाणामरिः शीलं मोक्षस्य सोपानम्।।२०।।
છે શીલ તે તપ શુદ્ધ, તે દગ શુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે, છે શીલ અરિ વિષયો તણો ને શીલ શીવ સોપાન છે. ૨૦
૧ અરિ = વેરી; શત્રુ. ૨ શીવસોપાન = મોક્ષનું પગથિયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ )
અર્થ:- શીલ છે તે જ વિશુદ્ધ નિર્મળ તપ છે. શીલ છે તે જ દર્શનની શુદ્ધતા છે, શીલ છે તે જ જ્ઞાનની શુદ્ધતા છે. શીલ છે તે જ વિષયોનો શત્રુ છે તથા શીલ છે તે જ મોક્ષનું સોપાન-સીડી છે.
ભાવાર્થ:- જીવ, અજીવ પદાર્થોનું જ્ઞાન કરી તેનાથી મિથ્યાત્વ અને કષાયનો અભાવ કરવો એ સુશીલ છે. તે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. તે સંસાર પ્રકૃતિ મટીને મોક્ષ સન્મુખ પ્રકૃતિ હોય ત્યારે આ શીલના જ તપાદિક બધા નામ છે. નિર્મળ તપ, શુદ્ધ દર્શન-જ્ઞાન, વિષય કષાયનો અભાવ, મોક્ષની સીડી-એ સર્વ એક શીલના જ નામ-અર્થ છે. આવા શીલના માહાત્મયનું વર્ણન કર્યું છે. આ કેવળ મહિમા જ નથી પણ આ બધા ભાવોને શીલની સાથે
અવિનાભાવ સંબંધ બતાવ્યો છે. ૨૦
હવે કહે છે કે વિષયરૂપ વિષ મહા પ્રબળ છેઃ
जह विसयलुद्ध विसदो तह थावरजंगमाण घोराणं । सव्वेसिं पिविणासदि विसयविसं दारुणं होई ।। २१ ।।
यथा विषय लुब्धः विषदः तथा स्थावर जंगमान् घोरान् । सर्वान् अपि विनाशयति विषयविसं दारुणं भवति।। २१।।
વિષ ઘો૨ જંગમ-સ્થાવોનું નષ્ટ કરતું સર્વને, પણ 'વિષયલુબ્ધતણું વિઘાતક વિષયવિષ અતિ રૌદ્ર છે. ૨૧
૩૪૫
અર્થ:- જેમ વિષયસેવનરૂપી વિષે વિષયલુબ્ધ જીવોને વિષ આપનાર છે તેવી રીતે ઘોર–તીવ્ર સ્થાવર-જંગમ-બધા જ વિષ પ્રાણીઓનો વિનાશ કરે છે, તો પણ આ બધા વિષોમાં વિષયનું વિષ ઉત્કૃષ્ટ છે, તીવ્ર છે.
ભાવાર્થ:- જેવી રીતે હાથી, મીન (માછલી), ભ્રમર, પંતગિયા આદિ જીવો વિષયોમાં લુબ્ધ થઈને-વિષયોને તાબે થઈને નાશ પામે છે તેવી જ રીતે સ્થાવરનું વિષ-વિષમોહરા સોમલ આદિ ને જંગમનું વિષ સર્પ ઘોહરા આદિનું વિષ-આ વિષોથી પણ પ્રાણી મરી જાય છે. પરંતુ બધા વિષોમાં વિષયનું વિષ અતિ તીવ્ર છે. ૨૧
હવે આનું જ સમર્થન કરવા માટે વિષયોના વિષનું તીવ્રપણું બતાવે છે કે વિષની વેદનાથી તો એકવાર મૃત્યુ થાય છે અને વિષયોના વિષથી સંસારમાં ભ્રમણ કરતો રહે છેઃ૧ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું; (અર્થાત્ અત્યંત બૂરું કરનારું).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
(અષ્ટપાહુડ
वारि एक्कम्मि य जम्मे मरिज्ज विसवेयणाहदो जीवो। विसयविसपरिहया णं भमंति संसारकंतारे।। २२।।
वारे एकस्मिन् जन्मनि गच्छेत् विषवेदनाहतः जीवः । विषयविषपरिहता भ्रमंति संसारकांतारे।। २२।।
વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨
અર્થ - વિષની વેદનાથી નષ્ટ જીવ તો એક જન્મમાં જ મરે છે. પરંતુ વિષયરૂપ વિષમાં નષ્ટ જીવ અતિશયતાથી વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે. (પુણ્યની અને રાગની રુચિ તે જ વિષય બુદ્ધિ છે.)
ભાવાર્થ- અન્ય સર્પાદિકના વિષથી વિષયોનું વિષ પ્રબળ છે. તેની આસક્તિથી એવાં કર્મબંધ થાય છે કે તેથી ઘણા જન્મ-મરણ થાય છે. ૨૨
હવે કહે છે કે વિષયોની આસક્તિથી ચતુર્ગતિમાં દુ:ખ જ પામે છેઃ
णरएसु वेयणाओ तिरिक्खए माणवेसु दुक्खाई। देवेसु वि दोहग्गं लहंति विसयासिया जीवा।। २३ ।।
नरकेषु वेदनाः तिर्यक्षु मानुषेषु दुःखानि। देवेषु अपि दौर्भाग्यं लभंते विषयासक्ता जीवाः ।। २३ ।।
બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં, દેવેય દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩
અર્થ - ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહેનારા જીવો નરકમાં અત્યંત વેદના વેદે છે. તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિમાં બહુ દુઃખ ભોગવે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ દુર્ભાગ્યપણાને પામે-નીચ દેવ થાય, આ પ્રકારે ચારે ગતિઓમાં દુઃખ જ પામે છે.
ભાવાર્થ:- ઇન્દ્રિય વિષયોમાં આસક્ત જીવોને કયાંય પણ સુખ નથી. પરલોકમાં નરક આદિ ગતિમાં તો દુઃખ પામે જ છે, પરંતુ આ લોકમાં પણ વિષયોનું સેવન કરવામાં આપત્તિ અને કષ્ટ આવે જ છે. તથા વિષય સેવનમાં આકુળતા એ દુઃખ જ છે. આ જીવ ભ્રમથી સુખ માને છે. સત્યાર્થ જ્ઞાની તો વિરક્ત જ હોય છે. ૨૩
૧ સંસાર કાંતારસંસારરૂપી મોટા ભયંકર વનમાં. ૨ દુર્ભગતા = દુર્ભાગ્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાડ)
૩૪૭
હવે કહે છે કે વિષયોને છોડવાથી કંઈપણ હાનિ નથી:
तसधम्मतबलेण य जह दव्वं ण हि णराण गच्छेदि। तवसीलमंत कुसली खवंति विसयं विस व खलं ।। २४ ।।
तुषधमबलेन च यथा द्रव्यं न हि नराणां गच्छति। તપ: શીનમંતઃ કુશના: fક્ષાંતે વિષય વિષમ વત્તા ૨૪TI
'તુષ દૂર કરતાં જે રીતે કંઈ દ્રવ્ય નરનું ન જાય છે, તપ શીલવંત સુકુશલ ખળમાફક, વિષયવિષને તજે. ૨૪
અર્થ - જેવી રીતે ધાન્યમાંથી ફોતરાને ઉપણીને દૂર કરવાથી, ઉડાડી દેવાથી મનુષ્યનું કંઈ દ્રવ્ય (અનાજ) જતું નથી તેવી જ રીતે તપસ્વી અને શીલવાન જે પુરુષો છે તે વિષયોને ખલની જેમ ક્ષેપે છે –દૂર ફેંકી દે છે.
ભાવાર્થ:- જે જ્ઞાની તપ, શીલ સહિત છે તેમને ઇન્દ્રિયોના વિષયો ખલની જેવા છે. જેમ શેરડીનો રસ કાઢી લીધા પછી કૂચા ચૂસાઈને નીરસ થઈ જાય છે ત્યારે તે ફેંકી દેવા યોગ્ય
તેવી જ રીતે વિષયોને જાણવું. રસ હતો તે તો જ્ઞાનીઓએ જાણી લીધો. પછી વિષયો તો કૂચા સમાન રહ્યા, તેને ત્યાગવાથી શું નુકસાન છે? અર્થાત્ કંઈ પણ નથી. એ જ્ઞાનીઓને ધન્ય છે જે વિષયોને શેયમાત્ર જાણીને આસક્ત થતા નથી.
જે આસક્ત થાય છે તે તો અજ્ઞાની જ છે. કેમકે વિષય તો જડ પદાર્થ છે. સુખ તો તેમને જાણવાથી જ્ઞાનમાં જ હતું. અજ્ઞાનીએ આસક્ત થઈને વિષયોમાં સુખ માન્યું. જેમ કૂતરો સૂકા હાડકાને ચાવે છે ત્યારે હાડકાની ધાર મુખના તાળવામાં ભોંકાય છે તેથી તાળવું ફાટી જાય છે ને તેમાંથી લોહી વહેવા લાગે છે ત્યારે અજ્ઞાની કૂતરો જાણે છે કે આ રસ હાડકામાંથી નીકળે છે. અને એ હાડકાને વારંવાર ચાવીને સુખ માને છે. તેવી જ રીતે અજ્ઞાની વિષયોમાં સુખ માનીને વારંવાર ભોગવે છે. પરંતુ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જ સુખ જાણું છે, તેમને વિષયોને ત્યાગવામાં દુઃખ થતું નથી. એમ જાણવું. ૨૪
હવે કહે છે કે કોઈ પ્રાણી શરીરના બધા અવયવો સુંદર પ્રાપ્ત કરે છે તો પણ સર્વ સંજોગોમાં શીલ જ ઉત્તમ છે:
૧ તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો કાઢી નાખતાં. ૨ દ્રવ્ય = વસ્તુ (અર્થાત ધાન્ય) ૩ સુકુશલ = કુશળ અર્થાત પ્રવીણ પુરુષ. ૪ ખળ = વસ્તુનો રસ કસ વિનાનો નકામો ભાગ-કચરો; સત્વ કાઢી લેતા. બાકી રહેતા કૂચા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
उ४८
(અષ્ટપાહુડ
वट्टेसु य खंडेसु य भद्देसु य विसाले सु अंगेसु। अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं शीलं ।। २५ ।।
वृत्तेषु च खंडेषु च भद्रेषु च विशालेषु अंगेषु। अंगेषु च प्राप्तेषु च सर्वेषु च उत्तमं शीलं ।। २५।।
છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હોય સુખાસ તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫
અર્થ:- પ્રાણીના દેહમાં કોઈ અંગ તો વૃત્ત અર્થાત્ ગોળ, સુઘટ્ટ, પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ ખંડ અર્થાત્ અર્ધ ગોળ સદેશ પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ ભદ્ર અર્થાત્ સરળસીધું પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ વિશાળ અર્થાત્ પહોળું પ્રશંસાયોગ્ય હોય છે આ પ્રકારે બધાં જ અંગો યથાસ્થાને સુંદરતા પામતા હોઈને પણ બધા અંગોમાં આ શીલ નામનું અંગ જ ઉત્તમ છે. આ ન હોય તો બધા જ અંગો શોભા પામતા નથી-આ પ્રસિદ્ધ છે.
ભાવાર્થ:- લોકમાં પ્રાણી સર્વાગ સુંદર હોય, પરંતુ કુશીલ હોય તો બધા લોકો દ્વારા નિંદાપાત્ર હોય છે. આ પ્રકારે લોકમાં પણ શીલની જ શોભા છે તો મોક્ષમાં પણ શીલને જ મુખ્ય કહ્યું છે. જેટલા સમ્યગ્દર્શનાદિક મોક્ષના અંગો છે તે શીલનો જ પરિવાર છે એવું પહેલાં જ કહી આવ્યાં છીએ. ૨૫
હવે કહે છે કે જે કુબુદ્ધિથી મૂઢ થઈ ગયા છે તેઓ વિષયોમાં આસક્ત છે, કુશીલ છે, સંસારમાં જ ભ્રમણ કરે છે -
पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं। संसारे भमिदव्यं अरयघरटें व भूदेहिं।। २६ ।।
पुरिषेणापि सहितेन कुसमयमूढैः विषयलौलैः। संसारे भ्रमितव्यं अरहटघरटें इव भूतैः।। २६ ।। દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઈતરજન સાથમાં, 'અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ૨૬
અર્થ:- જે કુસમય એટલે કુમતિથી મૂઢ તેમજ અજ્ઞાની છે તેઓ જ વિષયોમાં લોલુપીઆસક્ત છે, તેઓ રેંટના ઘડાની જેમ સંસારમાં ભ્રમણ કરે છે, તેમની સાથે અન્ય પુરુષોને પણ દુઃખ સહિત સંસારમાં ભ્રમણ હોય છે.
૧ અરઘટ્ટિકા = રહુંટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૪૯
ભાવાર્થ - કુમતિ વિષયાસક્ત મિથ્યાદષ્ટિ પોતે તો વિષયોને સારા માનીને સેવન કરે છે, કેટલાક કુમતિ એવા પણ છે જે સુંદર વિષયસેવન કરવાથી બ્રહ્મ પ્રસન્ન થાય છે આ તો બ્રહ્માનંદ છે એમ કહે છે. આ પરમેશ્વરની મોટી ભક્તિ છે એવું કહીને અત્યંત આસક્ત થઈને સેવન કરે છે, તેમજ એવો ઉપદેશ બીજાઓને આપીને વિષયોમાં લગાડે છે. તે પોતે તો રેંટના ચક્રની જેમ સંસાર કરે જ છે-અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, પરંતુ અન્ય પુરુષોને પણ તેમાં લગાવીને ભ્રમણ કરાવે છે. તેથી આ વિષયસેવન દુઃખને માટે છે-દુઃખનું જ કારણ છે એવું જાણીને કુમતિઓની સંગતિ ન કરવી, વિષયાસક્તપણું છોડવું. તેથી સુશીલપણું હોય છે. ૨૬
પુરુષ
હવે કહે છે કે જે કર્મની ગાંઠ વિષયસેવન કરીને પોતે તો બાંધી છે તેને તપશ્ચરણાદિ કરીને પોતે જ કાપે છે –
आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरंगेहिं। तं छिन्दन्ति कयत्था तवसंजमसीलयगुणेण।। २७।।
आत्मनि कर्मग्रन्थिः या बद्धा विषयरागरागैः। तां छिन्दन्ति कृतार्थाः तपः संयमशील गुणे न।। २७।।
જે કર્મગ્રંથિ વિષય રાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭
અર્થ:- જે જીવે વિષયોમાં રંગ-રાગ એટલે આસક્તિના દઢ રંગથી પોતે જ કર્મની ગાંઠ બાંધી છે, તેને કૃતાર્થ પુરુષ (ઉત્તમ પુરુષ) તપ, સંયમ, શીલ દ્વારા પ્રાપ્ત પુણ્યથી છેદે છે, ખોલે
ભાવાર્થ- જે કોઈ પોતે ગાંઠ કરીને બાંધે તેને ખોલવાની વિધિ પણ પોતે જ જાણે. જેમ સોની આદિ કારીગર આભૂષણ-ઘરેણાં આદિના સાંઘાના ટાંકાનું એવું ઝારણ કરે કે સાંધો અદશ્ય થઈ જાય ત્યારે તે સાંધાના ટાંકાનું ઝારણ કરવાવાળો જ ઓળખી જઈને ખોલે, તેવી જ રીતે આત્માને પોતે જ રાગાદિક ભાવોથી કર્મની ગાંઠ બાંધી છે તેને પોતે જ ભેદવિજ્ઞાન કરીને રાગાદિકને અને પોતાને જે ભેદ છે તે સાંધાને ઓળખીને તપ, સંયમ, શીલરૂપ ભાવરૂપ શસ્ત્રોથી તે કર્મબંધની ગાંઠ કાપે છે. એવું જાણીને જે કૃતાર્થ પુરુષ છે તે પોતાનું પ્રયોજન સાધી લે છે. તેઓ આ શીલગુણને અંગીકાર કરીને આત્માને કર્મથી ભિન્ન કરે છે. આ પુરુષાર્થ પુરુષોનું કાર્ય છે. ૨૭
હવે જે શીલ દ્વારા આત્મા શોભા પામે છે તેને દષ્ટાંત દ્વારા બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૦
(અષ્ટપાહુડ
उदधी व रदणभरिदो तवविणयंसीलदाणरयणाणं। सोहेंतो य ससीलो णिव्वाणमणुत्तरं पत्तो।। २८ ।।
उदधिरिव रत्नभृतः तपोविनयशीलदानरत्नानाम्। शोभते च सशीलः निर्वाणमनुत्तरं प्राप्तः।। २८।।
તપ-દાન-શીલ-સુવિનય-રત્નસમૂહ સહુ જલધિ સમો, સોહત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો ! ૨૮
અર્થ:- જેમ સમુદ્ર રત્નોથી ભરેલો છે તો પણ જળથી શોભા પામે છે તેવી જ રીતે આ આત્મા તપ-વિનય-શીલ-દાન આ રત્નોમાં શીલ સહિત શોભા પામે છે, કેમકે શીલવાન થયા તેણે અનુત્તર અર્થાત તેથી આગળ કશું નથી એવા નિર્વાણપદને પ્રાપ્ત કર્યું છે.
ભાવાર્થ - જેમ સમુદ્રમાં ઘણાં રત્નો છે તો પણ જળથી જ સમુદ્ર નામને પામે છે તેમજ આત્મા અન્યગુણ સહિત હોય તો પણ શીલથી જ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. ૨૮
હવે જે શીલવાન પુરુષ છે તેઓ જ મોક્ષને પ્રાપ્ત કરે છે એ પ્રગટ કરીને દેખાડે છે:
सुणहाण गद्दहाण य गोवसुमहिलाण दीसदे मोक्खो। जे सोधंति चउत्थं पिच्छिज्जंता जणेहि सव्वेहिं।। २९ ।।
शुनां गर्दभानां च गोपशुमहिलानां दृश्यते मोक्षः। ये शोधयंति चतुर्थं दृश्यतां जनैः सर्वैः ।। २९।।
દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગર્દભ-શ્વાનનો? જે 'તુર્યને સાથે લહે છે મોક્ષ; દેખે સૌ જનો. ૨૯
અર્થ:- આચાર્ય કહે છે કે સર્વ જનો! થાન, ગધેડાં, ગાય આદિ પશુઓનો કે સ્ત્રીઓએમાંથી કોઈનો મોક્ષ થતો જુઓ છો? તે તો જોવામાં આવતો નથી. મોક્ષ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંથી ચોથો પુરુષાર્થ છે. તેને જે સોધે છે-ગોતે છે તેનો જ મોક્ષ થતો જોવામાં આવે છે.
૧ સોહત = સોહતો; શોભતો. ૨ જીવ સશીલ = શીલ સહિત જીવ; શીલવાન જીવ. ૩ તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૧
ભાવાર્થ- ધર્મ, અર્થ, કામ, મોક્ષ-એ ચાર પુરુષના જ પ્રયોજન કહ્યા છે. આ પ્રસિદ્ધ છે, તેથી તેમનું નામ પુરુષાર્થ છે એવું પ્રસિદ્ધ છે તેમાં ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તેને પુરુષ જ સોધે છે. બીજાં શ્વાન, ગર્દભ, બળદ, પશુ કે સ્ત્રી–તેમને મોક્ષનું સોધવું પ્રસિદ્ધ નથી. જો હોય તો મોક્ષનો પુરુષાર્થ એવું નામ કેમ હોય? અહીં આશય એવો છે કે મોક્ષ શીલથી થાય છે. જે શ્વાન, ગર્દભ આદિ છે તે તો અજ્ઞાની છે, કુશીલ છે, તેમનો સ્વભાવ પ્રકૃતિ જ એવી છે કે તે પલટીને મોક્ષ પામવા યોગ્ય તથા તેને સોધવા યોગ્ય નથી. તેથી પુરુષને મોક્ષનું સાધન શીલને જાણીને અંગીકાર કરવું. સમ્યગ્દર્શનાદિ છે તે શીલના પરિવાર પહેલાં જ કહેલા છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૨૯
હવે કહે છે કે શીલ વિના માત્ર જ્ઞાનથી જ મોક્ષ નથી. તેનું ઉદાહરણ આપે છે:
जइ विसयलोलएहिं णाणीहि हव्विज्ज साहिदो मोक्खो। तो सो सच्चइपुत्तो दसपुव्वीओविकिं गदो णरयं ।। ३०।। यदि विषयलोलैः ज्ञानिभिः भवेत् साधितः मोक्षः। वर्हि सः सात्यकिपुत्रः दशपूर्विक: किं गतः नरकं ।। ३०।।
જો મોક્ષ સાધિત હોત વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે, દશપૂર્વધર પણ સાત્યકિચુત કેમ પામત નરક ને ? ૩૦
અર્થ:- જે વિષયોમાં લોલ અર્થાત્ લોલુપ-આસક્ત છે અને જ્ઞાન સહિત છે એવા જ્ઞાનીઓએ જો મોક્ષ સાધ્યો હોય તો, દશ પૂર્વનો જાણનાર રૂદ્ર નરકમાં કેમ ગયો?
ભાવાર્થ- માત્ર શુષ્ક જ્ઞાનથી જ મોક્ષ કોઈએ સાધ્યો-એમ કહીએ તો દશ પૂર્વનો પાઠી રૂદ્ર નરકમાં કેમ ગયો? તેથી શીલ વિનાનું એકલું શુષ્ક જ્ઞાન સાવ નિરર્થક છે. રૂદ્ર કુશીલનું સેવન કરવાવાળો થયો. મુનિપદથી ભ્રષ્ટ થઈને કુશીલનું સેવન કર્યું, તેથી નરકમાં ગયો. આ કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. ૩)
હવે કહે છે કે શીલ વગર જ્ઞાનથી જ ભાવની શુદ્ધતા થતી નથી:
जइ णाणेण विसोही सीलेण विणा बुहेहिं णिद्दिट्ठो। दसपुवियरस भावो य ण किं पुणु णिम्मलो जादो।।३१।।
૧ વિષયવિલબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપર
(અષ્ટપાહુડ
यदि ज्ञानेन विशुद्ध: शीलेन विना बुधैर्निर्दिष्टः। શપૂર્વિવરસ્ય ભાવ: 7 7 વિ પુન: નિર્મન: નાત: રૂાા
જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧
અર્થ:- જો શીલ વિના જ્ઞાનમાત્રથી શુદ્ધ થાય એમ જ્ઞાનીઓ કહેતા હોય તો દશપૂર્વને જાણનાર રૂદ્રના ભાવ શુદ્ધ કેમ ન થયા? તેથી એમ જણાય છે કે ભાવ નિર્મળ શીલથી જ થાય
ભાવાર્થ- એકલું જ્ઞાન તો શેયને જણાવે છે, પણ મિથ્યાત્વ કે કષાયને ટાળે નહિ, તેથી જ્ઞાન વિપરીત થઈ જાય છે. તેથી મિથ્યાત્વ અને કષાયનું મટવું જ શીલ છે. એ રીતે શીલ વિના માત્ર જ્ઞાનથી જ મોક્ષની સિદ્ધિ થતી નથી. શીલ વિના મુનિપણું લઈ લે તો પણ ભ્રષ્ટ થઈ જાય છે. માટે શીલને જ પ્રધાન જાણવું. ૩૧
હવે કહે છે કે જો નરકમાં પણ શીલ થઈ જાય અને વિષયોથી વિરક્ત બની જાય તો ત્યાંથી તીર્થંકરપદને પ્રાપ્ત થાય છે:
जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा। ता लेहदि अरुहपयं भणियंजिणवड्ढमाणेण।। ३२ ।।
यः विषयविरक्तः सः गमयति नरकवेदनाः प्रचुराः। तत् लभते अर्हतादं भणितं जिनवर्द्धमानेव।। ३२।।
*વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ :- વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨
અર્થ- જે જીવ વિષયોથી વિરક્ત છે તે નરકની ભારે વેદનાને પણ હળવી કરી દે છે, ત્યાં પણ ભારે દુઃખ થતું નથી. તથા ત્યાંથી નીકળીને અરિહંત પદને પામે છે એમ વર્ધમાન ભગવાને કહ્યું છે.
ભાવાર્થ - જિન સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે-જીવ ત્રીજી નરકમાંથી નીકળીને તીર્થંકર થાય છે તે પણ શીલનું જ માહાભ્ય છે. ત્યાં સમ્યકત્વ સહિત થઈ વિષયોથી વિરક્ત બની
૧. વિષય વિરક્ત = વિષયવિરક્ત જીવો. ૨. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત્ હળવી).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૩
શુભભાવના ભાવે તો નરકની વેદના પણ હળવી થઈ જાય છે. તથા ત્યાંથી નીકળી તીર્થંકરપદ પ્રાપ્ત કરીને મોક્ષ પામે છે. આ માહીભ્ય શીલનું જ જાણો.
સિદ્ધાંતમાં આ પ્રકારે કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ નિયમથી હોય છે. તે વૈરાગ્યશક્તિ છે તે જ શીલનો એક દેશ છે એ પ્રકારે જાણવું. ૩ર
હવે આ કથનને સંકોચે છે:
एवं बहुप्पयारं जिणेहि पच्चक्खणाण दरसीहिं। सीलेण य मोक्खपयं अक्खातीदं य लोयणाणेहिं।।३३।।
एवं बहुप्रकारं जिनैः प्रत्यक्ष ज्ञानदर्शिभिः। शीलेन च मोक्षपदं अक्षातीतं च लोकज्ञानैः।। ३३।।
"અત્યક્ષ-શિવપદ પ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષ દર્શનશાનધર લોકશ જિનદેવે કહી. ૩૩
અર્થ:- એવું અર્થાત્ પૂર્વોક્ત પ્રકાર તથા અન્ય પ્રકારે (ઘણા પ્રકારે ) જેમને પ્રત્યક્ષ જ્ઞાન-દર્શન જોવામાં આવે છે, જેમને લોકાલોકનું જ્ઞાન છે એવા જિનદેવે કહ્યું છે કે શીલથી અક્ષાતીત-જેમાં ઇન્દ્રિય રહિત-અતીન્દ્રિય જ્ઞાન સુખ છે એવું મોક્ષપદ હોય છે.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવે આ પ્રકારે કહ્યું છે કે-શીલથી અતીન્દ્રિય જ્ઞાન-સુખરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. તેથી હે, ભવ્ય જીવો! આ શીલને અંગીકાર કરો-એવા ઉપદેશનો આશય સૂચિત થાય છે. વધું કયાં સુધી કહીએ! આટલું જ ઘણા પ્રકારથી જાણો. ૩૩
હવે કહે છે કે શીલથી નિર્વાણ થાય છે તેનું ઘણા પ્રકારથી વર્ણન છે તે કેવી રીતે? તે કહે છે –
सम्मत्तणाण दंसण तववीरयि पंचयारमप्पाणं। जलणो वि पवण सहिदो डहति पोरायणं कम्म।। ३४।।
सम्यक्त्वज्ञानदर्शनतपोवीर्यपंचाचाराः आत्मनाम्। ज्वलनोऽपि पवनसहितः दहति पुरातनं कर्म।। ३४ ।। સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે, પવને સહિત પાવક સમાન, દહે *પુરાતન કર્મને. ૩૪
૧. અત્યક્ષ = અતીન્દ્રિય; ઇન્દ્રિયાતીત. ૨. પાવક = અગ્નિ. ૩. દહે = બાળે. ૪. પુરાતન = જૂનાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪
(અષ્ટપાહુડ
અર્થ - સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-તપ અને વીર્ય એ પાંચ આચાર છે. તે આત્માનો આશ્રય પામીને પુરાતન કર્મોને એવી રીતે બાળી નાખે છે કે જેવી રીતે પવન સહિત અગ્નિ જૂનાં સૂકાં લાકડાંને બાળી નાખે છે.
ભાવાર્થ- સમ્યકત્વ આદિ પાંચ આચાર એ અગ્નિ સ્થાને છે અને આત્માનો સૈકાલિક શુદ્ધ સ્વભાવ જેને શીલ કહીએ છીએ. તે પવન સ્થાને છે. પાંચ આચાર રૂપ અગ્નિ પવન સમાન શીલની સહાય પામીને, સર્વ કર્મો બાળી નાખી, આત્માને શુદ્ધ કરે છે. આ પ્રકારે શીલ જ પ્રધાન છે. પાંચ આચારોમાં ચારિત્ર કહ્યું છે ને અહીં સમ્યકત્વ કહેવામાં ચારિત્ર જ જાણવું, વિરોધ ન જાણવો. ૩૪
હવે કહે છે કે આવા અષ્ટ કર્મોને જેમણે ભસ્મ કરી નાખ્યા છે તેઓ સિદ્ધ થયા છે:
णिद्दड्ढ अट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा। तवविणयशीलसहिदा सिद्धा सिद्धिं गदिं पत्ता।। ३५।।
निर्दग्धाष्टकर्माण: विषयविरक्ता जितेंद्रिया धीराः। तपोविनयशील सहिताः सिद्धाः सिद्धिं गतिं प्राप्ताः ।। ३५।।
'વિજિતેન્દ્રિ વિષય વિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, *ધીરા દહી વસુ કર્મ, શીવગતિ પ્રાપ્ત સિદ્ધ પ્રભુ બને. ૩૫
અર્થ:- જે પુરુષોએ ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેઓ વિષયોથી વિરક્ત છે, વૈર્યવાન છે-પરીષહ આદિ ઉપસર્ગ આવતાં ચલાયમાન થતાં નથી, વિનય-તપ-શીલ સહિત છે તેઓ અષ્ટકર્મોને દૂર કરીને સિદ્ધગતિ-મોક્ષને પ્રાપ્ત થયા છે, તેઓ સિદ્ધ કહેવાય છે.
ભાવાર્થ:- અહીં પણ જિતેન્દ્રિય અને વિષય વિરક્તતા એ વિશેષણો શીલની જ મુખ્યતા બતાવે છે. ૩૫
હવે કહે છે કે જે લાવણ્ય અને શીલ સહિત છે તે મુનિઓ પ્રશંસાને યોગ્ય થાય છે:
लावण्णसील कुसलो जम्ममहीरुहोजस्स सवणस्स। सो सीलो स महप्पा भमिज्ज गुणवित्थरं भविए।। ३६ ।।
लावण्यशीलकुशलः जन्ममही रुहः यस्य श्रमणस्य। स: शीलः स महात्मा भ्रमेत गुणविस्तार: भव्ये।। ३६।।
૧. વિજિતેન્દ્રિ = ઇન્દ્રિયોને જીતી લેનાર. ૨. ધીરા = ધીર પુરષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૫
જે શ્રમણ કરું જન્મતરુ લાવણ્ય-શીલ સમૃદ્ધ છે, તે શીલધ૨ છે, છે મહાત્મા લોકમાં ગુણ વિસ્તરે. ૩૬
અર્થ:- જે મુનિને જન્મરૂપ વૃક્ષ લાવણ્ય અર્થાત્ અન્યને પ્રિય લાગે છે એવું સર્વાગ સુંદર છે તથા મન-વચન-કાયની ચેષ્ટા સુંદર છે અને શીલ અર્થાત્ અંતરંગ મિથ્યાત્વ વિષય
રિા સ્વભાવ છે-આ બન્નેમાં નિપુણ-પ્રવીણ હોય તે મુનિ શીલવાન છે, મહાત્મા છે. તેમના ગુણોનો વિસ્તાર લોકમાં ભમે છે–ફેલાય છે.
ભાવાર્થ- આવા મુનિના ગુણ લોકમાં વિસ્તારને પ્રાપ્ત હોય છે-સર્વ લોકમાં પ્રશંસા યોગ્ય હોય છે. અહીં પણ શીલનો જ મહિમા જાણવો, અને વૃક્ષનું સ્વરૂપ કહ્યું છે કે જેવી રીતે વૃક્ષની શાખા, ફૂલ, પત્ર, ફળ આદિ સુંદર હોય અને છાયાદિ વડે સર્વ લોકનો રાગદ્વેષ રહિત સમાન ઉપકાર કરે, તે વૃક્ષનો મહિમા સર્વે લોકો કરે છે તેવી રીતે મુનિ પણ એવા જ હોય તો બધા લોકો દ્વારા મહિમા કરવા લાયક થાય છે. ૩૬
હવે કહે છે કે જે આવા મુનિ હોય તે જિનમાર્ગમાં રત્નત્રયની પ્રાપ્તિ રૂપ બોધિને પ્રાપ્ત થાય છે:
णाणं झाणं जोगो दंसणसुद्धीय वीरयायत्तं। सम्मत्तदंसणेण य लहंति जिणसासणे बोहिं।। ३७।।
ज्ञानं ध्यानं योगः दर्शन शुद्धिश्च वीर्यायत्ताः। सम्यक्त्वदर्शनेन च लभन्ते जिनशासने बोधिं ।। ३७।।
દંગ શુદ્ધિ, જ્ઞાન, સમાધિ ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યકત્વથી જીવો લહે છે “બોધિને જિનશાસને. ૩૭
અર્થ:- જ્ઞાન, ધ્યાન, યોગ, દર્શનની શુદ્ધતા એ તો વીર્યને આધીન છે અને સમ્યગ્દર્શનથી જિનશાસનમાં બોધિને પ્રાપ્ત કરે છે–રત્નત્રયની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ- પદાર્થોને વિશેષરૂપથી જાણવું તે જ્ઞાનનું સ્વરૂપમાં એકાગ્રચિત્ત થવું તે ધ્યાન; સમાધિસ્થ થવું તે યોગ; તથા નિરતિચાર શુદ્ધ સમ્યગ્દર્શન-એ ગુણો વીર્ય (શક્તિ)ને આધીન છે. અર્થાત્ વીર્ય શક્તિ પ્રમાણે ધારણ કરવા જોઈએ. પરંતુ સમ્યગ્દર્શનથી–બોધિ-રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. રત્નત્રયથી વિશેષ ધ્યાનાદિક પણ યથાશક્તિ હોય છે અને તેથી શક્તિ પણ વધે છે. આવું કહેવામાં પણ શીલનું માહાભ્ય જાણવું. રત્નત્રય છે તે જ આત્માનો સ્વભાવ છે, તેને શીલ પણ કહે છે. ૩૭
૧. બોધિ = રત્નત્રયપરિણતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬
(અષ્ટપાહુડ
હવે કહે છે કે આ પ્રાપ્તિ જિનવચનથી થાય છે
जिणवचणगहिदसारा विसयविरत्ता तावोधणा धीरा। सील सलिलेण ण्हादा ते सिद्धालय सुहं जंति।।३८ ।। जिनवचनगृहीतसारा विषयविरक्ताः तपोधना धीराः। शील सलिलेन स्नाताः ते सिद्धालय सुखं यांति।।३८ ।।
જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો ! ૩૮
અર્થ - જેમણે જિનવચનોથી સારને ગ્રહણ કરી લીધો છે તે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ ધન છે તથા ધીર છે-એવા મુનિ શીલરૂપી જળથી સ્નાન કરીને શુદ્ધ થયા, તેઓ સિદ્ધાલય જે સિદ્ધોને રહેવાનું સ્થાન છે તેના સુખોને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- જે જિનવચન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણીને તેનો સાર-જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ-તેને ગ્રહણ કરે છે. તેઓ ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને તપ ધારણ કરે છે-મુનિ થાય છે. ધીર, વીર બનીને પરિષ-ઉપસર્ગ આવે તો પણ ચલાયમાન થતા નથી ત્યારે શીલ, જે સ્વરૂપની પ્રાપ્તિની પૂર્ણતારૂપ ચોર્યાસીલાખ ઉત્તર ગુણની પૂર્ણતા તે થયું નિર્મળ જળ, તેનાથી સ્નાન કરીને સર્વ કર્મ મળને ધોઈને સિદ્ધ થયા. તે મોક્ષમંદિરમાં રહીને ત્યાં પરમાનંદ, અવિનાશી, અતીન્દ્રિય, અવ્યાબાધ સુખને ભોગવે છે. આ શીલનું માહાત્મય છે. આવું શીલ જિનવચનથી પ્રાપ્ત થાય છે. જિનાગમનો નિરંતર અભ્યાસ કરવો ઉત્તમ છે. ૩૮
હવે અંત સમયમાં સંલ્લેખના કહી છે. તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ-આ ચારની આરાધનાનો ઉપદેશ છે. એ પણ શીલથી જ પ્રગટ થાય છે. તેને પ્રગટ કરીને કહે છે:
सव्वगुण खीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरवा हवंति आराहणापयडा।। ३९ ।।
सर्वगुणक्षीणकर्माण: सुखदुःखविवर्जिताः मनोविशुद्धः। प्रस्फोटितकर्मरजसः भवंति आराधनाप्रकटाः।। ३९ ।। *આરાધનાપરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુ:ખ રહિત ‘મનશુદ્ધ તે પે કરમરૂપ ધૂળને. ૩૯
૧. શીલ સલીલ = શીલરૂપી જળ. ૨. આરાધના પરિણત = આરાધના રૂપે પરિણમેલા પુરુષો. ૩. કુશ = નબળાં; પાતળાં; ક્ષીણ. ૪. મન શુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૭
અર્થ- સર્વ ગુણ-જે મૂળ ગુણ તથા ઉત્તર ગુણ તેનાથી જેમાં કર્મ ક્ષીણ થઈ ગયાં છે, જે સુખદુઃખથી રહિત છે, જેમાં મન વિશુદ્ધ છે અને જેમાં કર્મરૂપ રજને ઉડાડી દીધી છે એવી આરાધના પ્રગટ થાય છે.
ભાવાર્થ:- પહેલાં તો સમ્યગ્દર્શન સહિત મૂળગુણ-ઉત્તર ગુણો દ્વારા કર્મોની નિર્જરા થવાથી કર્મની સ્થિતિ, અનુભાગ ક્ષીણ થાય છે. પછી વિષયો દ્વારા જે કંઈ સુખદુઃખ થતું હતું તેનાથી રહિત થાય છે. પછી ધ્યાનમાં સ્થિત થઈ શ્રેણી ચઢે ત્યારે ઉપયોગ વિશુદ્ધ થાય; કષાયોનો ઉદય અવ્યક્ત હોય ત્યારે દુઃખ સુખની વેદના મટે, પછી મન વિશુદ્ધ થઈને ક્ષયોપશમ જ્ઞાન દ્વારા કંઈક શેયથી શેયાંતર થવાનો વિકલ્પ હોય છે, તે મટીને એકત્વવિતર્ક-અવિચાર નામનું શુકલ ધ્યાન બારમા ગુણસ્થાનના અંતમાં હોય છે. –આ મનનો વિકલ્પ મટાડીને વિશુદ્ધ થવું છે.
પછી ઘાતિ કર્મોનો નાશ થઈને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, તેને કર્મરજનું ઉડવું કહે છે. આ પ્રકારે આરાધનાની સંપૂર્ણતા પ્રગટ કરવાની છે. જે ચરમ શરીરી છે તેમને તો આ પ્રકારે આરાધના પ્રગટ થઈને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અન્યને આરાધનાનો એકદેશ હોય છે. અંતમાં તેને આરાધના વડે સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં સાગરો પર્યત સુખ ભોગવીને, ત્યાંથી ચ્યવીને મનુષ્યનો જન્મ લઈ, આરાધનાને સંપૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જિનવચનનું અને શીલનું માહાભ્ય છે. ૩૯
હવે આ ગ્રંથને પૂર્ણ કરે છે ત્યાં એમ કહે છે કે જ્ઞાનથી સર્વસિદ્ધિ છે:- આ સર્વ જન પ્રસિદ્ધ છે તે જ્ઞાન આવું હોય તેમ કહે છે:
अरहन्ते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो णाणं पुणकेरिसं भणियं ।। ४०।।
अर्हति शुभभक्तिः सम्यक्त्वं दर्शनेन सुविशुद्धं । शीलं विषयविरागः ज्ञानं पुनः कीदृशं भणितं ।। ४०।।
અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધા શુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષય વિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦
અર્થ:- અરહંતમાં શુભ ભક્તિ હોવી તે સમ્યકત્વ છે. તે કેવું છે? સમ્યગ્દર્શનથી વિશુદ્ધ છે, તત્વાર્થોનું નિશ્ચય-વ્યવહારસ્વરૂપ શ્રદ્ધાન અને બાહ્ય જિનમુદ્રા-નગ્ન દિગમ્બરરૂપનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮
(અષ્ટપાહુડ
ધારણ તથા તેનું શ્રદ્ધાન-એવા દર્શનથી વિશુદ્ધ અતિચાર રહિત નિર્મળ છે. –એવું તો અરિહંત ભક્તિરૂપ સમ્યકત્વ છે. વિષયોથી વિરક્ત થવું શીલ છે અને જ્ઞાન પણ તે જ છે તથા તેથી ભિન્ન જ્ઞાન કેવું કહ્યું છે! સમ્યકત્વ, શીલ વિના તો જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન છે.
ભાવાર્થ- સર્વ મતોમાં આ વાત પ્રસિદ્ધ છે કે જ્ઞાનથી સર્વ સિદ્ધિ છે અને જ્ઞાન શાસ્ત્રોથી થાય છે. આચાર્ય કહે છે કે અમે તો જ્ઞાન તેને જ કહીએ છીએ કે જે સમ્યત્વ ને શીલ સહિત જ હોય. આમ. જિનાગમમાં કહ્યું છે. તેનાથી ભિન્ન જ્ઞાન કેવું છે? –તેનાથી ભિન્ન જ્ઞાનને તો અમે જ્ઞાન કહેતા નથી. તેના વિના તો તે અજ્ઞાન જ છે. સમ્યકત્વ તથા શીલ તો જિનાગમથી થાય છે. ત્યાં જેના વડે સમ્યકત્વ, શીલ થયા ને તેની ભક્તિ ન હોય તો સમ્યકત્વ કેમ કહેવાય ? જેના વચન દ્વારા આ પ્રાપ્ત કરવામાં આવે છે તેની ભક્તિ હોય ત્યારે જાણીએ કે આને શ્રદ્ધા થઈ ને જ્યારે સમ્યકત્વ થાય ત્યારે વિષયોથી વિરક્ત થાય જ થાય. જો વિરક્ત ના હોય તો સંસાર ને મોક્ષનું સ્વરૂપ શું જાણું?
આ પ્રકારે સમ્યકત્વ શીલ થવાથી જ્ઞાન સમ્યજ્ઞાન નામ પામે છે. આ પ્રકારે આ સમ્યકત્વ શીલના સંબંધથી જ્ઞાનનો તથા શાસ્ત્રનો મહિમા છે. આવું આ જિનગમ છે કે જે સંસારથી નિવૃત્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળું છે, તે જયવંત હો. આ સમ્યકત્વ સહિત જ્ઞાનનો મહિમા છે તે જ અંત મંગળ જાણવું. ૪૦
આ પ્રકારે શ્રી કુંદકુંદ આચાર્ય કૃત શીલપાહુડ ગ્રંથ સમાપ્ત થયો.
આનો સંક્ષેપ તો કહેતા આવ્યા છીએ કે-શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન-દર્શનમયી ચેતના સ્વરૂપ છે. તે અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે. તેના વિશેષ મિથ્યાત્વ, કષાય આદિ અનેક છે. તેમને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે. તેમના ભેદ સંક્ષેપથી ચોર્યાસી લાખ કર્યા છે. વિસ્તારથી અસંખ્યાત, અનંત થાય છે. તેમને કુશીલ કહેવાય છે. તેમના અભાવરૂપ સંક્ષેપથી ચોર્યાસી લાખ ઉત્તર ગુણ છે. તેમને શીલ કહે છે. આ તો સામાન્ય પરદ્રવ્યના સંબંધની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે, અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યાં છે તેમના અભાવથી શીલના અઢાર હજાર ભેદ છે, તેમને જિનાગમથી જાણીને પાળવાં. લોકમાં પણ શીલનો મહિમા પ્રસિદ્ધ છે. જે પાળે છે તે સ્વર્ગ-મોક્ષનું સુખ પામે છે. તેમને અમારા નમસ્કાર છે. તેઓ અમને પણ શીલની પ્રાપ્તિ કરાવો એ જ પ્રાર્થના છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શીલપાહુડ) 359 * છપ્પય * આન વસ્તુ કે સંગ રાચિ જિનભાવ ભંગ કરિ; વરતૈ તાહિ કુશીલભાવ ભાખે કુરંગ ધરિ! તાહિ તજૈ મુનિરાય પાપ નિજ શુદ્ધરૂપ જલ; ધોય કર્મયજ હોય સિદ્ધિ પાવૈ સુખ અવિચલા યહ નિશ્ચય શીલ સુબ્રહ્મમય વ્યવહાર તિયત જ નમા જો પાલે સબવિધિ તિનિ નમું પાઉં જિન ભવ ન જનમ મેં 1aaaa * દોહા * નમું પંચપદ બ્રહ્મમય મંગલરૂપ અનૂપા ઉત્તમ શરણ સદા લહું ફિરિ ન પડું ભવકૂપા 2aaaa ઇતિ શ્રી કુન્દકુન્દ સ્વામી પ્રણીત શીલ પાહુડની જયપુર નિવાસી પં. જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકા સમાપ્ત. Please inform us of any errors on rajesh@AtmaDharma.com