________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩
અર્થ:- આચાર્ય કહે છે કે હું જિનવર વૃષભ એવા જે આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ તથા અન્તિમ તીર્થંકર શ્રી વર્ધમાન, તેમને નમસ્કાર કરીને દર્શન અર્થાત્ મતનો (જૈનદર્શનનો ) જે માર્ગ છે તેને યથાનુક્રમ સંક્ષેપથી કહીશ.
ભાવાર્થ:- અહીં “જિનવરવૃષભ” વિશેષણ છે, તેમાં જે “જિન” શબ્દ છે તેનો અર્થ એ છે કે જે કર્મશત્રુને જીતે તે જિન. ત્યાં સમ્યગ્દષ્ટિ અવ્રતીથી માંડીને કર્મની ગુણશ્રેણીરૂપ નિર્જરા કરનારા બધા જિન છે, તેમાં “વર' એટલે શ્રેષ્ઠ. આ પ્રકારે ગણધરાદિ મુનિઓને જિનવર કહેવામાં આવે છે. તેમાં “વૃષભ” અર્થાત્ મુખ્ય એવા ભગવાન તીર્થંકર પરમ દેવ છે. તેમાં પ્રથમ તો શ્રી ઋષભદેવ થયા અને પાંચમા આરાની શરૂઆત તથા ચોથા આરાના અંતમાં તીર્થકર શ્રી વર્ધમાન સ્વામી થયા. તે સર્વ તીર્થકર જિનવરવૃષભ કહેવાયા; તેમને નમસ્કાર કર્યા.
ત્યાં “વર્ધમાન' એવું વિશેષણ બધાને માટે જાણવું; કેમકે બધા અંતરંગ તેમજ બાહ્યસંપદાથી વર્ધમાન છે. અથવા જિનવરવૃષભ શબ્દથી તો આદિ તીર્થકર શ્રી ઋષભદેવ અને વર્ધમાન શબ્દથી અંતિમ તીર્થકર જાણવા. આ પ્રકારે આદિ અને અન્તના તીર્થકરોને નમસ્કાર વચ્ચેના તીર્થકરોને પણ સામર્થ્યથી નમસ્કાર જાણવા, તીર્થકર સર્વજ્ઞ વીતરાગને તો પરમગુરુ કહે છે; અને એમની પરિપાટીમાં ચાલ્યા આવતા ગૌતમાદિ મુનિઓને જિનવર વિશેષણ આપ્યું, તેમને અપરગુરુ કહે છે - આ પ્રકારે પર અને અપર ગુરુઓનો પ્રવાહકમ જાણવો. તેઓ શાસ્ત્રની ઉત્પતિ તથા જ્ઞાનનું કારણ છે. આથી ગ્રન્થની શરૂઆતમાં તેમને નમસ્કાર કર્યા. ૧
હવે ધર્મનું મૂળ દર્શન છે, તેથી જે દર્શનથી રહિત હોય તેમને વંદન કરવા નહિ એમ કહે છે :
दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं सिस्साणं। तं सोउण सकण्णे दंसणहीणो ण वंदिव्वो।।२।।
दर्शनमूलो धर्मः उपदिष्ट: जिनवरैः शिष्याणाम्। तं श्रुत्वा स्वकर्णे दर्शनहीनो न वन्दितव्यः।।२।।
રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કર્ણી સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨
અર્થ - જિનવર જે સર્વજ્ઞદેવ છે તેમણે ગણધરાદિ શિષ્યોને ધર્મનો ઉપદેશ આપ્યો છે. કેવો ઉપદેશ આપ્યો છે? કે દર્શન જેનું મૂળ છે, મૂળ ક્યાં હોય છે? કે-જેવી રીતે મંદિરને પાયો અને વૃક્ષને મૂળિયાં હોય છે તેવી રીતે ધર્મનું મૂળ સમ્યગદર્શન છે. તેથી આચાર્ય
૧. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com