________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪
(અષ્ટપાહુડી
ભાવથી જ્ઞાન પણ સમ્યક નામ પામે છે. તથા ભૂમિકા અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ થાય છે. જેટલા અંશે રાગ-દ્વેષ ઘટે છે તેટલા અંશે ચારિત્ર કહેવાય છે. આ પ્રકૃતિને સુશીલ કહેવાય છે. આ પ્રમાણે સુશીલ-કુશીલ શબ્દનો સામાન્ય અર્થ છે.
સામાન્યરૂપથી વિચારે તો જ્ઞાન જ કુશીલ છે અને જ્ઞાન જ સુશીલ છે. તેથી ગાથામાં કહ્યું છે કે જ્ઞાનને અને શીલને વિરોધ નથી. જ્યારે સંસાર પ્રકૃતિ પલટીને મોક્ષ સન્મુખ પ્રકૃતિ થાય ત્યારે સુશીલ કહેવાય છે. તેથી જ્ઞાનમાં અને શીલમાં વિશેષ કહ્યો નથી. જો જ્ઞાનમાં સુશીલ ન આવે તો જ્ઞાનને ઇન્દ્રિયોના વિષયો નાશ કરે છે જ્ઞાનને અજ્ઞાન કરે છે ત્યારે કુશીલ નાશ પામે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-ગાથામાં જ્ઞાન-અજ્ઞાનના તથા સુશીલ-કુશીલના નામ તો કહ્યાં નથી, જ્ઞાન અને શીલ એટલું જ કહ્યું છે. એનું સમાધાન:- પહેલાં ગાથામાં એવી પ્રતિજ્ઞા કરી છે કે હું શીલના ગુણોને કહીશ. તેથી આ પ્રકારે જાણવામાં આવે છે કે આવા આચાર્યના આશયમાં સુશીલને જ કહેવાનું પ્રયોજન છે. સુશીલને જ શીલ નામથી કહે છે, શીલ રહિતને કુશીલ કહે છે.
અહીં ગુણ શબ્દ ઉપકારવાચક લેવો, તથા વિશેષ વાચક પણ લેવો. શીલથી ઉપકાર થાય છે તથા શીલના વિશેષ ગુણ છે તે પણ કહેશે. આ પ્રકારે જ્ઞાનમાં જો શીલ ન આવે તો કુશીલ થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ થાય ત્યારે તે (શીલ) જ્ઞાન નામ પ્રાપ્ત કરતું નથી એમ જાણવું. વ્યવહારમાં શીલનો અર્થ સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરવાનો પણ છે. તેથી વિષય સેવનનો જ નિષેધ છે. પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડવો, આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે. આ પ્રકારે આ શીલનું જ નામાંતર જાણવું. ૨
હવે કહે છે કે જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનની ભાવના કરવી અને વિષયોથી વિરક્ત થવું કઠણ છે (દુર્લભ છે.):
दुक्खे णज्जदि णाणं णाणं णाऊण भावणा दुक्खं। भावियमई व जीवो दिसयेसु विरज्जए दुक्खं ।।३।।
दुःखेनेयते ज्ञानं ज्ञानं ज्ञात्वा भावना दुःखम्। भावितमतिश्च जीवः विषयेषु विरज्यति दुक्खम्।।३।।
દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુષ્કર અરે ! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩
અર્થ - પ્રથમ તો જ્ઞાનની પ્રાપ્તિ થવી દુષ્કર છે. કદાચિત જ્ઞાન પણ પ્રાપ્ત કરે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com