________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩પ
તેને જાણીને તેની ભાવના કરવી, –વારંવાર અનુભવ કરવો તે દુ:ખથી (દઢતર સમ્યક પુરુષાર્થથી) થાય છે. વળી કદાચિત્ જ્ઞાનની ભાવના સહિત કોઈ જીવ થઈ જાય તો પણ વિષયો ને દુઃખથી ત્યાગે છે.
ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરવું, પછી તેની ભાવના કરવી, પછી વિષયોનો ત્યાગ કરવોએ ઉત્તરોત્તર દુષ્કર છે અને વિષયોનો ત્યાગ કર્યા વિના પ્રકૃતિ બદલાતી નથી. તેથી પહેલાં એમ કહ્યું કે વિષય જ્ઞાનને બગાડે છે, માટે વિષયોને ત્યાગવા એ જ સુશીલ છે. ૩
હવે કહે છે કે આ જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી. અને જ્ઞાનને જાણ્યા વિના વિષયોથી વિરક્ત થાય તો પણ કર્મોનો ક્ષય કરતો નથી:
ताव ण जाणदि णाणं विसयबलो जाव वट्टए जीवो। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्म।। ४।।
तावत् न जानाति ज्ञानं विषयबल: यावत् वर्त्तते जीवः। विषये विरक्त मात्रः न क्षिपते पुरातनं कर्म।।४।।
જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી; નહિ 'ક્ષપણ પૂરવ કર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪
અર્થ:- જ્યાં સુધી આ જીવ વિષયબળ અર્થાત્ વિષયોને વશ રહે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી અને જ્ઞાનને જાણ્યા વિના કેવળ વિષયોથી વિરક્ત થવા માત્રથી જ પહેલાં બાંધેલા કર્મોનો નાશ થતો નથી.
ભાવાર્થ- જીવનો ઉપયોગ ક્રમવર્તી છે અને સ્વસ્થ (સ્વચ્છત્વ) સ્વભાવ છે. તેથી જેવો જ્ઞયને જાણે છે તેવો તે વખતે તેમાં તન્મય થઈને વર્તે છે. તેથી જ્યાં સુધી વિષયોમાં આસક્ત થઈને વર્તે છે ત્યાં સુધી જ્ઞાનનો અનુભવ થતો નથી, ઇષ્ટ-અનિષ્ટ ભાવ જ રહે છે અને જ્ઞાનનો અનુભવ થયા વિના કદાચિત વિષયોને ત્યાગે તો વર્તમાન વિષયોને તો છોડ, પરંતુ પૂર્વે કર્મ બાંધેલું હતું તેનો તો જ્ઞાનનો અનુભવ થયા વિના ક્ષય થતો નથી. પૂર્વ કર્મના બંધનો નાશ કરવામાં (સ્વસમ્મુખ) જ્ઞાનનું જ સામર્થ્ય છે. માટે જ્ઞાન સહિત થઈને વિષય ત્યાગવા શ્રેષ્ઠ છે. વિષયોનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કરવી એ જ સુશીલ છે. ૪
હવે જ્ઞાનનો, લિંગગ્રહણનો તથા તપનો અનુક્રમ કહે છે:
૧. ક્ષપણ = ક્ષય કરવો તે; નાશ કરવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com