________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨
| (અષ્ટપાહુડ
હવે મિથ્યાષ્ટિનું ચિહ્ન કહે છે:
कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च बंदए जो दु। लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु।।९२।। कुत्सितदेवं धर्मं कुत्सितलिंगं च वन्दते यः तु। लज्जाभयगारवत: मिथ्यादृष्टि: भवेत् सः स्फुटम्।।९२।।
જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨
અર્થ:- જે ક્ષુધા અને રાગદ્વેષાદિ દોષોથી દુષિત હોય તે કુત્સિત દેવ છે, જે હિંસાદિ દોષોથી સહિત હોય તે કુત્સિત ધર્મ છે ને જે પરિગ્રાદિ સહિત હોય તે કુત્સિત લિંગ છે. જે તેમને વંદના કરે છે, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે.
ભાવાર્થ- અહીં વિશેષ કહે છે કે જે તેમને (કુદેવ-કુધર્મ-કુલિંગને) સારા-હિતકારી માની વંદના કરે છે, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે. પરંતુ જે લજ્જા, ભય, ગારવ-એ કારણોથી પણ વંદના, પૂજા કરે છે તે પણ પ્રગટ મિથ્યાષ્ટિ છે. લજ્જા આ રીતે છે કે, લોકો તેમની વંદના પૂજા કરે છે ને અમે નહીં કરીએ તો લોકો શું કહેશે? આ લોકમાં અમારી પ્રતિષ્ઠા રહેશે નહિ એવી લજ્જાથી પણ વંદના-પૂજા કરે તે મિથ્યાષ્ટિ છે, ભય આ રીતે છે કે રાજા આદિ તેમને માને આપે છે, ને અમે નહિ આપીએ તો અમારી ઉપર ઉપદ્રવ આવી પડશે. આવા ભયથી પણ વંદના-પૂજા કરે તે મિથ્યાષ્ટિ છે. ગારવ આ રીતે છે કે અમે મોટા છીએ મહંત પુરુષ છીએ, બધાનું સન્માન કરીએ છીએ-આવા કાર્યોથી જ અમારી મોટાઈ છે–આ રીતે ગારવથી વંદના-પૂજા કરે તે મિથ્યાદષ્ટિ છે. આ પ્રકારે મિથ્યાષ્ટિના લક્ષણ કહ્યા. ૯૨
હવે આ જ અર્થને દઢ કરવા કહે છે:
सपरावेक्खं लिंगं राई देवं असंजयं वंदे।
मण्णइ मिच्छादिट्ठी ण हु मण्णइ सुद्धसम्मत्तो।। ९३।। स्वपरापेक्षं लिंगं रागिणं देवं असंयतं वन्दे। मानयति मिथ्यादृष्टि: न स्फुटं मानयति सुद्ध सम्यक्ती।। ९३।। વંદન અસંયત, રક્ત દેવો, લિંગ °સપરાપેક્ષને, એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૯૩
૧ કુત્સિત = નિંદિત; ખરાબ; અધમ. ૨ ૨ક્ત = રાગી. ૩ સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com