________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૧
જિનમતમાં અહિંસાને ધર્મ કહ્યો છે, તેનું જ શ્રદ્ધાન કરે, અન્યની શ્રદ્ધા ન કરે તે સમ્યગ્દષ્ટિ છે. લૌકિક અન્ય મતવાળા માને છે તે બધા દેવો સુધાદિ તથા રાગદ્વેષાદિ દોષોથી સંયુક્ત છે. માટે વીતરાગ સર્વજ્ઞ અહંત દેવ સર્વદોષોથી રહિત છે. તેમને દેવ માને, શ્રદ્ધા કરે તે જ સમ્યગ્દષ્ટિ છે.
અહીં અઢાર દોષ કહ્યા તે પ્રધાનતાની અપેક્ષાથી કહેલ છે. તેમને ઉપલક્ષણરૂપ જાણવા. તેમની સમાન અન્ય પણ લક્ષણો જાણી લેવા. નિગ્રંથ પ્રવચન અર્થાત્ મોક્ષમાર્ગ તે જ મોક્ષમાર્ગ છે, અન્યલિંગથી અન્યમતવાળા શ્વેતામ્બરાદિક જૈનાભાસ મોક્ષમાને છે તે મોક્ષમાર્ગ નથી. આવું શ્રદ્ધાન કરે તે સમ્યગ્દષ્ટિ છે એમ જાણવું. ૯૦
હવે આ જ અર્થને દઢ કરે છે:
जहजायरूवरूवं सुसंजयं सव्वसंग परिचत्तं। लिंगं ण परावेक्खं जो मण्णइ वस्स सम्मत्तं ।। ९१ ।।
यथाजातरूपरूपं सुसंयतं सर्वसंगपरित्यक्त्वम्। लिंगं न परापेक्षं यः मन्यते तस्य सम्यक्त्वम्।।९१।। સમ્યકત્વ તેને, જે માને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતકસુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧
અર્થ:- મોક્ષમાર્ગનું લીંગ કેવું છે? કે યથાજાતરૂપ તો જેનું રૂપ છે, જેમાં બાહ્ય પરિગ્રહ-વસ્ત્રાદિક કિંચિત્ માત્ર નથી, સુસંયત અર્થાત્ સમ્યકપ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ અને જીવોની દયા જેમાં જોવામાં આવે છે એવો સંયમ છે, સર્વસંગ અર્થાત્ બધા જ પરિગ્રહ તથા બધા લૌકિક જનોની સંગતથી રહિત છે અને જેમાં પરની કંઈ પણ અપેક્ષા નથી, –મોક્ષના પ્રયોજન સિવાય અન્ય પ્રયોજનની અપેક્ષા નથી-એવો મોક્ષમાર્ગનો લિંગ માને-શ્રદ્ધાન કરે તે જીવને સમ્યકત્વ હોય છે.
ભાવાર્થ - મોક્ષમાર્ગમાં એવું જ લિંગ છે, અન્ય અનેક વેષ છે તેઓ મોક્ષમાર્ગમાં નથી. એવું શ્રદ્ધાન કરે તેને સમ્યકત્વ હોય છે. અહીં, “પરની અપેક્ષા નથી', –એવું કહીને એમ બતાવ્યું છે કે એવું નિગ્રંથનું રૂપ પણ જો કોઈ અન્ય આશયથી ધારણ કરે તો તે વેષ મોક્ષમાર્ગ નથી કેવળ મોક્ષની જ અપેક્ષા જેમાં હોય તેને માને તે સમ્યગ્દષ્ટિ છે એમ જાણવું. ૯૧
૧ લિંગપરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતરબાહ્ય) લિંગને; પરને નહિ અવલંબનારા એવા
લિંગને. ૨. રૂપયથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન-સહજ-સ્વાભાવિક-નિરૂપાધિક રૂપવાળા; જમ્યા
પ્રમાણે રૂપવાળા. ૩ સુસંયત = સારી રીતે સંયતઃ સુસંયમયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com