________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે પાંચ સમિતિઓ કહે છે:
इरिया भासा एसण जा सा आदाण चे व णिक्खेवो। 'संजमसोहिणिमित्तं खंति जिणा पंच समिदीओ।। ३७।।
ईर्या भाषा एषणा या सा आदानं चैव निक्षेपः। संयमशोधिनिमित्तं ख्यान्ति जिनाः पंच समितीः।। ३७।।
ઈર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપ-એ
સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭ અર્થ - ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપના-આ પાંચ સમિતિઓ સંયમની શુદ્ધતા માટેના કારણો છે. આમ જિનદેવ કહે છે.
ભાવાર્થ:- મુનિ પાંચ મહાવ્રતરૂપ સંયમનું સાધન કરે છે. તે સંયમની શુદ્ધતા માટે પાંચ સમિતિરૂપે પ્રવર્તે છે. તેથી તેનું નામ સાર્થક છે. “સ” અર્થાત્ સમ્યક પ્રકાર, “ઈતિ' અર્થાત્ પ્રવૃત્તિ જેમાં હોય તે સમિતિ છે. (મુનિ) ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ પૃથ્વીને દેખીને ચાલતા હોય છે. જ્યારે બોલે ત્યારે હિતમિતરૂપ વચન બોલે છે. આહાર લે ત્યારે છેતાલીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ચૌદ મલદોષ રહિત શુદ્ધ આહાર લે છે. ધર્મોપકરણ ઉપાડે ત્યારે પણ સંભાળપૂર્વક લે છે. એવી જ રીતે કંઈ ક્ષેપણ કરે તો યત્નપૂર્વક કરે છે. આ પ્રકારે નિષ્પમાદ વર્તે ત્યારે સંયમનું શુદ્ધ પાલન થાય છે. એટલે પાંચ સમિતિરૂપ પ્રવૃત્તિ કહી છે. આ સંયમાચરણ ચારિત્રની પ્રવૃત્તિ કહી. ૩૭ હવે આચાર્ય નિશ્ચય ચારિત્રને મનમાં ધારણ કરીને જ્ઞાનનું સ્વરૂપ કહે છે:
भव्वजणबोहणत्थं जिणमग्गे जिणवरेहि जह भणियं। णाणं णाणसरूवं अप्पाणं तं वियाणेहि।। ३८।। भव्यजन बोधनार्थं जिनमार्गे जिनवरैः यथा भणितं। ज्ञानं ज्ञानस्वरूपं आत्मानं तं विजानीहि।। ३८।। રે! ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે, તે રીતે જાણો જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮
અર્થ - જિનમાર્ગમાં જિનેશ્વરદેવે ભવ્યજીવોને સંબોધવા માટે જે જ્ઞાન અને જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને હે ભવ્ય જીવ! તું જાણ.
૧ પાઠાંતર = સંનસોફિળિમિત્તે ૨ ભવ્યજનબોધાર્થ = ભવ્યજનોને બોધવા માટે. ૩ જ્ઞાનાત્મ =
જ્ઞાનસ્વરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com