________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૮૩
હવે બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના કહે છે:
महिलालोयणपुव्वरइसरणसंसत्तवसहिविकहाहिं। पुट्ठियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि।। ३५।। महिला लोकन पूर्वरति स्मरणसंसक्त वसतिविकथाभिः। पौष्टिकरसैः विरतः भावनाः पंचापि तुर्ये।। ३५ ।। મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, 'ત્રિયાકથા,
પૌષ્ટિક રસોથી વિરતિ-તે વ્રત તુર્યની છે ભાવના. ૩૫ અર્થ - સ્ત્રીઓનું અવલોકન અર્થાત્ રાગભાવ સહિત દેખવું, પૂર્વકાળમાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું, સ્ત્રીઓથી સંસક્ત વસતિકામાં રહેવું, સ્ત્રીઓની કથાવાર્તા કરવી, પૌષ્ટિક રસોનું સેવન કરવું. આ પાંચેથી વિકાર ઉત્પન્ન થાય છે. તેથી આનાથી વિરક્ત રહેવું. આ પાંચ બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ- કામવિકારના નિમિત્તથી બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે. માટે સ્ત્રીઓને રાગભાવથી દેખવું ઇત્યાદિ નિમિત્તો કહ્યા, તેનાથી વિરક્ત રહેવું, પ્રસંગમાં આવવું નહિ. તેનાથી બ્રહ્મચર્ય મહાવ્રત દઢ રહે છે. ૩૫ હવે પાંચ અપરિગ્રહ મહાવ્રતની ભાવના કહે છે -
अपरिग्गह समणुण्णेसु सद्दपरिसरसरूवगंधेसु। रायद्दोसाईणं परिहारो भावणा होति।। ३६ ।। अपरिग्रहे समनोज्ञेषु शब्दस्पर्शरसरूपगंधेषु। रागद्वेषादीनां परिहारो भावनाः भवन्ति ।। ३६।। મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમજ શબ્દમાં,
કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬ અર્થ:- શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આ પાંચ ઇન્દ્રિયોના વિષય સમનોજ્ઞ અર્થાત્ મનને સારા લાગવાવાળા અને અમનોજ્ઞ અર્થાત્ મનને ખરાબ લાગવાવાળા હોય છે. તેથી આ બન્નેમાં જ રાગ-દ્વેષ આદિ ન કરવો એ પરિગ્રત્યાગ વ્રતની પાંચ ભાવના છે.
ભાવાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ શબ્દ છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરૂપ રાગ-દ્વેષ ન કરે ત્યારે જ અપરિગ્રહ વ્રત દઢ રહે છે. તેથી આ પાંચ ભાવના અપરિગ્રહ મહાવ્રતની કહેવામાં આવે છે. ૩૬
૧ ત્રિયાકથા = સ્ત્રીકથા. ૨ સુર્ય = ચતુર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com