________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
જે ક્રોધ, ભય ને હાસ્ય તેમજ લોભ-મોહ-કુભાવ છે,
તેના 'વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩ અર્થ:- ક્રોધ, ભય, હાસ્ય, લોભ અને મોહ તેનાથી વિપરીત અર્થાત્ તેનો અભાવ હોય તે બીજા વ્રતની સત્ય મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ- અસત્ય વચનની પ્રવૃત્તિ ક્રોધથી, ભયથી, હાસ્યથી, લોભથી અને પરદ્રવ્યના મોહરૂપ મિથ્યાત્વથી થાય છે. તેનો ત્યાગ કરવાથી સત્ય મહાવ્રત દેઢ રહે છે.
તત્ત્વાર્થસૂત્રમાં પાંચમી ભાવના અનુવીચી ભાષણ કહી છે, તો એનો અર્થ એ છે કે જિનસૂત્ર અનુસાર વચન બોલે અને અહીં મોહનો અભાવ કહ્યો તે મિથ્યાત્વના નિમિત્તથી સૂત્ર વિરૂદ્ધ બોલે છે. મિથ્યાત્વનો અભાવ થતાં સૂત્ર વિરૂદ્ધ બોલવાનું બનતું નથી. અનુવીચી ભાષણનો પણ આ જ અર્થ થયો, તેમાં અર્થભેદ નથી. ૩૩ હવે અચૌર્ય મહાવ્રતની ભાવના કહે છે -
सुण्णायारणिवासो विमोचियावास जन परोधं च। एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो।। ३४ ।। शून्यागारनिवासः विमोचित्तावासः यत् परोधं च। एषणाशुद्धिसहितं साधर्मिसमविसंवादः।।३४।। સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પ૨-ઉપરોધના,
આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદના. ૩૪ અર્થ - શૂન્યાગાર અર્થાત્ ગિરિ, ગુફા, વૃક્ષ-બખોલ આદિમાં નિવાસ કરવો, વિમોચિત-આવાસ અર્થાત્ જેને લોકોએ કોઈપણ કારણથી છોડી દીધો હોય. એવા ગૃહુગ્રામાદિકમાં નિવાસ કરવો, પરોપરોધ અર્થાત્ જ્યાં બીજાને અવરોધ ન થાય એ રીતે રહેવું, તથા વસતિકાદિમાં રહી બીજાને રોકવા નહિ, એષણા શુદ્ધિ અર્થાત્ આહાર શુદ્ધ લેવો અને સાધર્મીઓથી વિખવાદ ન કરવો. આ પાંચ ભાવના ત્રીજા મહાવ્રતની છે.
ભાવાર્થ- વસતિકામાં રહેવું અને આહાર લેવો એ બે પ્રવૃત્તિઓ મુનિઓને અવશ્ય હોય છે. લોકમાં એમના નિમિત્તે અદત્તનું આદાન હોય છે. મુનિઓએ એવા સ્થાન પર રહેવું જોઈએ કે જ્યાં અદત્તનો દોષ ન લાગે અને આહાર પણ એવી રીતે લેવો કે જેમાં અદત્તનો દોષ ન લાગે. તથા બન્નેની પ્રવૃત્તિમાં સાધર્મી આદિથી વિખવાદ ઉત્પન્ન ન થાય. આ પ્રકારે આ પાંચ ભાવના કહી છે. તેના પાલનથી અચૌર્ય મહાવ્રત દઢ રહે છે. ૩૪
૧ વિપર્યયભાવ = વિપરીત ભાવ. ૨ પાઠાન્તર :- વિમોચિતાવાસા ૩ પ૨-ઉપરોધના = બીજાને
નડતર થાય એમ ન રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com