________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
અર્થ:- મહુલ્લા અર્થાત્ મહંત પુરુષ જેની સાધના કરે છે, આચરણ કરે છે અને પહેલાં પણ મહંત પુરુષોએ જેનું આચરણ કર્યું છે, તથા આ વ્રતો પોતે જ મહાન છે, કેમકે આમાં પાપનો લેશ નથી આવા એ પાંચ મહાવ્રત છે.
ભાવાર્થ- જેનું મોટા પુરુષો આચરણ કરે અને પોતે નિર્દોષ જ હોય તે મહાન કહેવાય છે. આ પ્રકારે આ પાંચ વ્રતોને મહાવ્રતની સંજ્ઞા મળી છે. ૩૧
હવે આ પાંચ વ્રતોની પચ્ચીસ ભાવના કહે છે. તેમાંથી પ્રથમ જ અહિંસાવ્રતની પાંચ ભાવના કહે છે:
वयगुत्ती मणगुत्ती इरियासमिदी सुदाणणिक्खेवो। अवलोयभोयणाए अहिंसए भावणा होति।।३२।।
वचोगुप्तिः मनोगुप्तिः ईर्यासमितिः सुदाननिक्षेपः। अवलोक्यभोजनेन अहिंसाया भावना भवंति।। ३२ ।।
મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને અવલોકીને ભોજન-અહિંસા ભાવના એ પાંચ છે. ૩૨.
અર્થ - વચનગુપ્તિ અને મનોગુપ્તિ એવી બે તો ગુપ્તિઓ, ઈર્યાસમિતિ, સારી રીતે કમંડલ વગેરેનું ગ્રહણ-નિક્ષેપ એ આદાન-નિક્ષેપણા સમિતિ અને સારી રીતે જોઈને વિધિપૂર્વક શુદ્ધ ભોજન કરવું એ એષણાસમિતિ. -આ પ્રકારે એ પાંચ અહિંસા મહાવ્રતની ભાવના છે.
ભાવાર્થ:- વારંવાર તેનો જ અભ્યાસ કરવો તેનું નામ ભાવના છે. પ્રવૃત્તિ-નિવૃત્તિમાં હિંસા લાગે છે, તેનો નિરંતર યત્ન રાખે ત્યારે અહિંસાવ્રતનું પાલન થાય. માટે અહીં યોગોની નિવૃત્તિ કરવી હોય તો સારી રીતે ગુપ્તિરૂપ કરવી અને પ્રવૃત્તિ કરવી હોય તો સમિતિરૂપ કરવી. આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી અહિંસા મહાવ્રત દઢ રહે છે. આવા જ આશયથી તેને ભાવના કહે છે. ૩ર
હવે સત્ય મહાવ્રતની ભાવના કહે છે -
कोहभयहासलोहा मोहा विवरीय भावणा चेव। विदियस्स भावणाए ए पंचैव य तहा होंति।।३३।।
क्रोध भय हास्य लोभ मोहा विपरीतभावनाः च एव। द्वितीयस्य भावना इमा पंचेव च तथा भवंति।।३३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com