________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૮૫
ભાવાર્થ- જ્ઞાન અને જ્ઞાનના સ્વરૂપને અન્ય મતવાળા અનેક પ્રકારથી કહે છે તેવું જ્ઞાન અને તેનું સ્વરૂપ નથી. જે સર્વજ્ઞ વીતરાગદેવ ભાષિત જ્ઞાન અને જ્ઞાનનું સ્વરૂપ છે તે જ નિબંધ સત્યાર્થ છે અને જ્ઞાન છે તે જ આત્મા છે, તથા આત્માનું સ્વરૂપ છે. તેને જાણીને તેમાં સ્થિરતાભાવ કરે, પરદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ ન કરે તે જ નિશ્ચય ચારિત્ર છે. માટે પૂર્વે કહ્યા પ્રમાણે મહાવ્રતાદિની પ્રવૃત્તિ કરીને આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થવું એવો ઉપદેશ છે. ૩૮ હવે કહે છે કે જે આ પ્રકારે જ્ઞાનથી એવું જાણે છે તે સમ્યજ્ઞાની છેઃ
जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी। रायादिदोसरहिओ जिणसासणे 'मोक्खमग्गोत्ति।। ३९ ।। जीवाजीवविभक्तिं यः जानाति स भवेत् सज्ज्ञानः। रागादिदोषरहितः जिनशासने मोक्षमार्ग इति।। ३९ ।। જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે-જિનશાસને શિવમાર્ગ છે. ૩૯
અર્થ:- જે પુરુષ જીવ અને અજીવના ભેદને જાણે છે તે સમ્યજ્ઞાની થાય ને રાગાદિ દોષોથી રહિત થાય છે. આ પ્રકારે જિન શાસનમાં મોક્ષમાર્ગ છે.
ભાવાર્થ- જે જીવ-અજીવ પદાર્થનું સ્વરૂપ ભેદરૂપ જાણીને સ્વ-પરનો ભેદ જાણે છે તે સમ્યજ્ઞાની થાય છે ને પરદ્રવ્યોથી રાગદ્વેષ છોડવાથી જ્ઞાનમાં સ્થિરતા થતાં નિશ્ચય સમ્યફચારિત્ર થાય છે. તે જ જિનમતમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું છે. અન્ય મતવાળાઓએ અનેક પ્રકારની કલ્પના કરીને કહ્યું છે તે મોક્ષમાર્ગ નથી. ૩૯
હવે આ પ્રકારે મોક્ષમાર્ગ જાણીને શ્રદ્ધા સહિત તેમાં પ્રવૃર્તે છે તે શીધ્ર જ મોક્ષ પ્રાપ્ત કરે છે એમ કહે છે:
दंसणणाणचरित्तं तिण्णि वि जाणेह परमसद्धाए। जं जाणिऊण जोई अइरेण लहंति णिव्वाणं ।। ४०।। दर्शनज्ञानचरित्रं त्रीण्यपि जानीहि परमश्रद्धया। यत् ज्ञात्वा योगिन: अचिरेण लभंते निर्वाणम्।। ४०।। દગ, જ્ઞાન ને ચારિત્ર-ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦ અર્થ:- હે ભવ્ય ! તું દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેને પરમ શ્રદ્ધાથી જાણ. જેને જાણીને યોગી મુનિ થોડા જ સમયમાં નિર્વાણને પ્રાપ્ત કરે છે.
૧ પાઠાન્તર = મોમાન્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com