________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
ભાવાર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રયાત્મક મોક્ષમાર્ગ છે. તેને શ્રદ્ધાપૂર્વક જાણવાનો ઉપદેશ છે. કેમકે તેને જાણવાથી મુનિઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૪૦
- હવે કહે છે કે આ પ્રકારે નિશ્ચય ચારિત્રરૂપ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. જે તેને પ્રાપ્ત કરે છે તે શિવરૂપ મંદિરમાં નિવાસ કરવા યોગ્ય થાય છે:
'पाऊण णाणसलिलं णिम्मलसुविशुद्धभावसंजुत्ता। होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा।। ४१ ।। प्राप्य ज्ञानसलिलं निर्मल सुविशुद्धभावसंयुक्ताः। भवंति शिवालयवासिनः त्रिभुवनचूडामणयः सिद्धाः।। ४१।। જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ.
શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૪૧ અર્થ:- જે પુરુષ આ જિનભાષિત જ્ઞાનરૂપ જળને પ્રાપ્ત કરીને પોતાના નિર્મળ વિશુદ્ધ ભાવમય સારી રીતે થાય છે તે પુરુષ ત્રણભુવન ચુડામણિ અને શિવાલય અર્થાત્ મોક્ષરૂપી મંદિરમાં નિવાસ કરવાવાળા સિદ્ધ પરમેષ્ઠી થાય છે.
ભાવાર્થ- જેમ જળથી સ્નાન કરીને શુદ્ધ થઈ ઉત્તમ પુરુષ મહેલમાં નિવાસ કરે છે તેમ આ જ્ઞાન જળ સમાન છે. આત્માને રાગાદિક મેલ લાગવાથી મલિનતા થાય છે. તેથી આ જ્ઞાનરૂપ જળથી રાગાદિક મળને ધોઈને જે પોતાના આત્માને શુદ્ધ કરે છે તે મુક્તિરૂપ મહેલમાં રહીને આનંદ ભોગવે છે. તેમને ત્રણ લોકના શિરોમણિ સિદ્ધ કહે છે. ૪૧
હવે કહે છે કે જે જ્ઞાનગુણથી રહિત છે તે ઇષ્ટ વસ્તુને પામતા નથી. માટે ગુણદોષને જાણવા માટે જ્ઞાનને સારી રીતે જાણવું જોઈએ:
णाणगुणेहिं विहीणा ण लहंते ते सुइच्छियं लाह। इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि।। ४२।। ज्ञानगुणैः विहीना न लभन्ते ते स्विष्टं लाभं । इति ज्ञात्वा गुण दोषौ तत् सद्ज्ञानं विजानीहि।।४२।। જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને;
ગુણદોષ જાણી એ રીતે, સજ્ઞાનને જાણો તમે. ૪૨ અર્થ:- જ્ઞાનગુણથી હીન પુરુષ પોતાની ઇચ્છિત વસ્તુના લાભને પ્રાપ્ત કરતો નથી. આમ જાણીને હે ભવ્ય ! તું પૂર્વોક્ત સમ્યજ્ઞાનને ગુણદોષ જાણવા માટે જાણ.
ભાવાર્થ- જ્ઞાન વિના ગુણદોષનું જ્ઞાન થતું નથી. ત્યારે પોતાની ઇષ્ટ અને અનિષ્ટ
૧ પાઠાન્તર :-
|| ૨ પાઠાન્તર :- જીત્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com