________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮O
(અષ્ટપાહુડ
અર્થ:- “સુભાવ' અર્થાત્ શુદ્ધભાવથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવથી ચક્રવર્તી આદિ રાજાઓની વિપુલ અર્થાત્ પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તે કેવી છે? ખચર (વિધાધર), અમર (દેવ) અને મનુષ્ય-એમની અંજલિમાલા (હાથોની અંજલિ) ની પંક્તિથી સસ્તુત (નમસ્કારપૂર્વક સ્તુતિ કરવા યોગ્ય) છે અને તે કેવળ લક્ષ્મી જ પ્રાપ્ત કરતો નથી, કિન્તુ બોધિ (રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ) પણ પામે છે.
ભાવાર્થ- વિશુદ્ધ ભાવોનું આવું માહાભ્ય છે. ૭૫ હવે ભાવોના ભેદ કહે છે:
भावं तिविहपयारं सुहासुहं सुद्धमेव णायव्वं । असुहं च अट्टरउदं सुह धम्मं जिणवरिंदेहिं।। ७६।। भावः त्रिविधप्रकार: शुभोऽशुभ: शुद्ध एव ज्ञातव्यः ।
अशुभश्च आर्तरौद्रं शुभः धर्म्यं जिनवरेन्द्रैः।। ७६ ।। શુભ, અશુભ તેમજ શુદ્ધ-ત્રણ વિધ ભાવ જિનપ્રજ્ઞપ્ત છે; ત્યાં “અશુભ' 'આરત-રૌદ્ર ને “શુભ' ધર્મ છે-ભાખ્યું જિને. ૭૬
અર્થ - જિનવરદેવે ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે. (૧) શુભ, (૨) અશુભ અને (૩) શુદ્ધ. આર્ત અને રૌદ્ર એ અશુભ ધ્યાન છે તથા ધર્મધ્યાન શુભ છે. ૭૬
सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह।। ७७।।
शुद्धः शुद्धस्वभावः आत्मा आत्मनि सः च ज्ञातव्यः। इति जिनवरैः भणितं यः श्रेयान् तं समाचर।। ७७।।
આત્મા વિશુદ્ધ સ્વભાવ આત્મ મહીં રહે તે “શુદ્ધ છે; -આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭
અર્થ:- “શુદ્ધ” છે તે પોતાનો શુદ્ધ સ્વભાવ પોતાનામાં જ છે. આ પ્રકારે જિનવરદેવે કહ્યું છે. તે જાણીને એમાં જે કલ્યાણરૂપ હોય તેને અંગીકાર કરો.
ભાવાર્થ- ભગવાને ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે : (૧) શુભ, (૨) અશુભ અને (૩) શુદ્ધ. અશુભ તો આર્ત અને રૌદ્ર ધ્યાન છે. તેઓ તો અતિ મલિન છે, ત્યાજ્ય જ છે. ધર્મધ્યાન શુભ છે. આ પ્રકારે આ કથંચિત્ ઉપાદેય છે. તેથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવની
૧ આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com