________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૧
પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ભાવ છે તે સર્વથા ઉપાદેય છે, કેમકે એ આત્માનું સ્વરૂપ જ છે. આ રીતે હેય ઉપાદેય જાણીને ત્યાગ અને ગ્રહણ કરવા જોઈએ. માટે એમ કહ્યું છે કે જે કલ્યાણકારી હોય તે અંગીકાર કરવું. આ જિનદેવનો ઉપદેશ છે. ૭૭ હવે કહે છે કે જિનશાસનનું આ પ્રકારે માહાત્મ છે:
पयलियमाणकसाओ पयलियमिच्छत्त मोहसमचित्तो। पावइ तिहुवणसारं बोही जिणसासणे जीवो।।७८।। प्रगलितमानकषायः प्रगलितमिथ्यात्वमोहसमचित्तः। आप्नोति त्रिभुवनसारं बोधिं जिनशासने जीवः।। ७८ ।। છે મલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે,
તે જીવ ‘ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮ અર્થ:- આ જીવ “પ્રગલિતમાન કષાય” અર્થાત્ જેનો માનકષાય પ્રકર્ષતાથી ગળી ગયો છે, કોઈપણ પરદ્રવ્યથી અહંકારરૂપ ગર્વ કરતો નથી અને જેને મિથ્યાત્વના ઉદયરૂપ મોહ પણ નષ્ટ થઈ ગયો છે, તેથી ‘સમચિત્ત” છે. પરદ્રવ્યમાં મમકારરૂપ મિથ્યાત્વ અને ઈષ્ટ
અનિષ્ટબુદ્ધિરૂપ રાગ-દ્વેષ જેને નથી તે જિનશાસનમાં ત્રણે ભુવનમાં સાર એવા બોધિ અર્થાત્ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને પામે છે.
ભાવાર્થ - મિથ્યાત્વભાવ અને કપાયભાવનું સ્વરૂપ અન્ય મતોમાં યથાર્થ નથી. આ કથન આ વીતરાગરૂપ જિનમતમાં જ છે. માટે આ જીવ મિથ્યાત્વ-કષાયના અભાવરૂપ મોક્ષમાર્ગ ત્રણ લોકમાં સાર એવા જિનમતના સેવનથી પામે છે, અન્યત્ર નથી. ૭૮ હવે કહે છે કે જિનશાસનમાં આવા મુનિ જ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે:
विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण। तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण।। ७९ ।। विसयविरक्तः श्रमणः षोडशवरकारणानि भावयित्वा। तीर्थंकरनामकर्म, बध्नाति अचिरेण कालेन।। ७९ ।। વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને,
બાંધે *અચિર કાળે કરમ તીર્થંકરત્વ-સુનામને. ૭૯ અર્થ- જેનું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત છે એવો શ્રમણ અર્થાત્ મુનિ છે તે સોલહ કારણ ભાવના ભાવીને તીર્થકર નામ-પ્રકૃતિને થોડા જ સમયમાં બાંધી લે છે.
૧ મલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો. ૨ સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩ ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત. ૪ અચિરકાળે = અલ્પ કાળે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com