________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
33८
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયકષાય છોડીને જ્ઞાનની ભાવના કરે, મૂળગુણ-ઉત્તર ગુણ ગ્રહણ કરી તપ કરે તે સંસારનો અભાવ કરીને મુક્તિરૂપ નિર્મળ દશાને પ્રાપ્ત થાય છે. આ શીલ સહિત જ્ઞાન રૂપ માર્ગ છે. ૮
હવે આ પ્રકારે શીલસહિત જ્ઞાનથી જીવ શુદ્ધ થાય છે તેનું દષ્ટાંત કહે છેઃ
जह कंचणं विसुद्धं धम्मइयं खडियलवणलेवेण। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण।।९।।
यथा कांचनं विशुद्धं धमत् खटिकालवणलेपेन। तथा जीवोऽपि विशुद्धः ज्ञानविसलिलेन विमलेन।।९।।
ધમતાં લવણ-ખડી લેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ જ્ઞાનસલિલથી નિર્મળ બને છે. ૯
અર્થ- જેમ સોનું નવસારી અને મીઠાના લેપથી વિશુદ્ધ-નિર્મળ કાંતિ સહિત થાય છે તેવી રીતે જીવ પણ વિષય-કષાયોના મળથી રહિત નિર્મળ જ્ઞાનરૂપ જળથી પ્રક્ષાલિત થઈને કર્મરહિત વિશુદ્ધ થાય છે.
ભાવાર્થ- જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. તે મિથ્યાત્વ અને વિષય-કષાયાદિથી મલિન થયેલો છે. તેથી મિથ્યાત્વ અને વિષયરૂપ મળને દૂર કરીને તેની ભાવના કરે, તેનું એકાગ્રતાથી ધ્યાન કરે, તો કર્મોનો નાશ કરી જીવ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી મુક્ત થઈને શુદ્ધાત્મા થાય છે. અહીં સુવર્ણનું દષ્ટાંત છે તે જાણવું. ૯
હવે કહે છે કે જે જ્ઞાન પામીને વિષયાસક્ત થાય છે તે જ્ઞાનનો દોષ નથી પણ તે કુપુરુષનો દોષ છે:
णाणस्स णत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं। जे णाणगव्विदा होऊणं विसएसु रज्जंति।।१०।।
ज्ञानस्य नास्ति दोष: कापुरुषस्यापि मंदबुद्धेः। ये ज्ञानगर्विता: भूत्वा विषयेषु रज्जन्ति।।१०।।
જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦
૧ જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com