________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એવા તેર પ્રકારના ચારિત્રરૂપ છે; સુધર્મ અર્થાત્ ઉત્તમ ક્ષમાદિક દશ લક્ષણ ધર્મરૂપ છે; નિગ્રંથરૂપ છે-બાહ્ય અભ્યતર પરિગ્રહ રહિત છે; જ્ઞાનમયી છે-જીવ-અજીવાદિ પદાર્થોને જાણવાવાળો છે. અહીં “નિગ્રંથ ” અને “જ્ઞાનમયી” એ બે વિશેષણ “દર્શન” ના પણ હોય છે. કેમકે “દર્શન’ છે તો-તેની તે બાહ્ય મૂર્તિ તો નિગ્રંથ છે અને અંતરંગ જ્ઞાનમયી છે. આ પ્રકારે મુનિના રૂપને જિનમાર્ગમાં “દર્શન’ કહ્યું છે તથા આ પ્રકારના રૂપના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વસ્વરૂપને ‘દર્શન' કહે છે.
ભાવાર્થ- પરમાર્થરૂપ “અંતરંગ દર્શન’ તો સમ્યકત્વ છે. અને “બાહ્ય” તેની મૂર્તિ જ્ઞાનસહિત ગ્રહણ કરેલ નિગ્રંથરૂપ છે. આ પ્રકારે મુનિનું રૂપ છે તે “દર્શન’ છે. કેમકે મતની મૂર્તિને “દર્શન' કહેવું લોકમાં પ્રસિદ્ધ છે.
હવે ફરી કહે છે:
जह फुल्लं गंधमयं भवदि हु खीरं स धियमयं चावि। तह दंसणं हि सम्मं णाणमयं होइ रूवत्थं ।। १५ ।।
यथा पुष्पं गंधमयं भवति स्फुट क्षीरं तत् घृतमयं चापि। तथा दर्शनं हि सम्यक् ज्ञानमयं भवति रूपस्थम्।।१५।।
જ્યમ્ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, રૂપસ્થ દર્શન હોય સમ્યજ્ઞાનમય એવી રીતે. ૧૫
અર્થ - જેમ ફૂલ ગંધમયી છે, દૂધ વૃતમયી છે તેવી જ રીતે “દર્શન” અર્થાત્ જિનમતમાં સમ્યકત્વ છે. કેવું છે “દર્શન'? અંતરંગ તો જ્ઞાનમયી છે અને બાહ્ય રૂપસ્થ છે-મુનિ તથા ઉત્કૃષ્ટ શ્રાવક, અજિંકાનું રૂપ છે.
ભાવાર્થ- “દર્શન” એટલે મત એ પ્રસિદ્ધ છે. અહીં જિનદર્શનમાં મુનિ, શ્રાવક અને આર્થિકાનો જેવો બાહ્ય વેષ કહ્યો છે તે “દર્શન' જાણવું અને એની શ્રદ્ધા તે “અંતરંગ દર્શન' જાણવું. આ બન્ને જ જ્ઞાનમયી છે, યથાર્થ તત્ત્વાર્થના જાણવારૂપ સમ્યકત્વ તેમાં મળી આવે છે. તેથી ફૂલમાં ગંધનું અને દૂધમાં ઘીનું દાંત યુક્ત છે. આ પ્રકારે ‘દર્શન” નું રૂપ કહ્યું. અન્ય મતમાં તથા કાળદોષથી જિનમતમાં જૈનાભાસી વેષા વાળા અનેક પ્રકારે જુદી રીતે કહે છે, જે કલ્યાણરૂપ નથી, સંસારનું કારણ છે. ૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com