________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
(અષ્ટપાહુડી
(૫) હવે “જિનબિંબ' નું નિરૂપણ કરે છે:
जिणबिंबं णाणमयं संजमसुद्धं सुवीयरायं च। जं देइ दिक्खसिक्खा कम्मक्खयकारणे सुद्धा।। १६ ।। जिनबिंबं ज्ञानमयं संयमशुद्धं सुवीतरागं च।
यत् ददाति दीक्षाशिक्षे कर्मक्षयकारणे शुद्धे ।। १६ ।। જિનબિંબ છે, જે જ્ઞાનમય, વીતરાગ, સંયમશુદ્ધ છે, દીક્ષા તથા શિક્ષા કરમક્ષમહેતુ આપે શુદ્ધ જે. ૧૬
અર્થ:- “જિનબિંબ' કેવું છે? જ્ઞાનમયી છે, સંયમથી શુદ્ધ છે, અતિશય વડે વીતરાગ છે, કર્મના ક્ષયનું કારણ છે અને શુદ્ધ છે-આ પ્રકારની દીક્ષા અને શિક્ષા આપે છે.
ભાવાર્થ- જે “જિન” અર્થાત્ અરિહંત સર્વજ્ઞનું પ્રતિબિંબ કહેવાય છે, તેમની જગ્યાએ તેમના જેવા જ માનવાયોગ્ય હોય એવા આચાર્ય છે. તેઓ દીક્ષા અર્થાત્ વ્રતનું ગ્રહણ અને શિક્ષા અર્થાત્ વ્રતનું વિધાન બતાવવું એ બન્ને ભવ્ય જીવોને આપે છે. તેથી (૧) પ્રથમ તો તે આચાર્ય જ્ઞાનમય હોય, જિનસૂત્રનું તેમને જ્ઞાન હોય, જ્ઞાન વિના યથાર્થ દીક્ષા-શિક્ષા કેવી રીતે હોય? અને (૨) પોતે સંયમથી શુદ્ધ હોય, જો આ પ્રકારે ન હોય તો અન્યને પણ સંયમથી શુદ્ધ ન કરાવી શકે. (૩) અતિશય અર્થાત્ વિશેષપણે વીતરાગ ન હોય ને કષાય સહિત હોય તો તેઓ દીક્ષા, શિક્ષા યથાર્થ દઈ શકતા નથી. માટે આ પ્રકારે આચાર્યને જિનનું પ્રતિબિંબ' જાણવું. ૧૬ હવે ફરી કહે છે:
तस्स य करह पणामं सव्वं पुज्जं च विणय वच्छल्लं। जस्स य दंसण णाणं अत्थि धुवं चेयणाभावो।।१७।। तस्य च कुरुत प्रणामं सर्वां पूजां च विनयं वात्सल्यम्। यस्य च दर्शनंज्ञानं अस्ति ध्रुवं चेतनाभावः।।१७।। તેની કરો પૂજા, વિનય-વાત્સલ્ય-પ્રણમન તેહને,
જેને સુનિશ્ચિત જ્ઞાન, દર્શન, ચેતના પરિણામ છે. ૧૭ અર્થ - આ પ્રકારે પૂર્વોક્ત “જિનબિંબ' ને પ્રણામ કરો અને સર્વ પ્રકારે પૂજા કરો, વિનય કરો, વાત્સલ્ય કરો. કેમકે તેમને ધ્રુવ અર્થાત્ નિશ્ચયથી દર્શન-શાન જોવામાં આવે છે અને ચેતનાભાવ છે.
ભાવાર્થદર્શન-જ્ઞાનમયી ચેતનાભાવ સહિત “જિનબિંબ આચાર્ય છે. તેમને પ્રણામ આદિક કરવાં. અહીં પરમાર્થ પ્રધાન કહ્યો છે. જડ પ્રતિબિંબની ગૌણતા છે. ૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com