________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૯
હવે ફરી કહે છે:
तववयगुणेहिं सुद्धो जाणदि पिच्छेइ सुद्धसम्मत्तं। अरहन्तमुद्द एसा दायारी दिक्खसिक्खा य।।१८।। तपोव्रतगुणैः शुद्धः जानाति पश्यति शुद्धसम्यक्त्वम्। अर्हन्मुद्रा एषा दात्री दीक्षाशिक्षाणां च।। १८ ।। તપવ્રતગુણોથી શુદ્ધ, નિર્મળ સુદગ સહ જાણે-જુએ,
દીક્ષા-સુશિક્ષાદાયિની અતિમુદ્રા તેહ છે. ૧૮ અર્થ:- જે તપ, વ્રત અને ગુણ અર્થાત ઉત્તરગુણોથી શુદ્ધ હોય, સમ્યજ્ઞાનથી પદાર્થોને યથાર્થ જાણતા હોય, સમ્યગ્દર્શનથી પદાર્થોને દેખતા હોય તેથી જેમને શુદ્ધ સમ્યકત્વ છે-એ પ્રમાણે “જિનબિંબ' આચાર્ય છે. તે જ દીક્ષા-શિક્ષાની દેવાવાળી અરિહંતની મુદ્રા છે.
ભાવાર્થ- આ પ્રકારે “જિનબિંબ' છે તે જિનમુદ્રા જ છે. આ પ્રમાણે “જિનબિંબ' નું સ્વરૂપ કહ્યું છે. ૧૮ (૬) હવે “જિનમુદ્રા' નું સ્વરૂપ કહે છેઃ
दढसंजममुद्राए इन्दियमुद्रा कसायदिढमुद्रा। मुद्रा इह णाणाए जिणमुद्रा एरिसा भणिया।।१९।। दृढसंयममुद्रया इन्द्रियमुद्रा कषायदृढमुद्रा। मुद्रा इह ज्ञानेन जिनमुद्रा ईदृशी भणिता।। १९ ।। ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદ્રઢ સંયમમયી, -આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન, જિનમુદ્રા કહી. ૧૯
અર્થ:- દઢ અર્થાત્ વજ જેવો ચળાવવા છતાં પણ ન ચળે એવો સંયમ એટલે કે ઇન્દ્રિય-મનને વશ કરવાં, પટજીવનિકાયની રક્ષા કરવી આ પ્રકારે સંયમરૂપ મુદ્રાથી તો પાંચ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવવી નહિ, પણ તેનો નિગ્રહુ કરવો-આ ઇન્દ્રિયમુદ્રા છે, અને આ પ્રકારે સંયમદ્વારા જ જેમાં કષાયોની પ્રવૃત્તિ નથી એવી કષાયદઢ મુદ્રા છે, તથા જ્ઞાનને સ્વરૂપમાં લગાવવું-આ પ્રકારે જ્ઞાનદ્વારા સર્વ બાહ્યમુદ્રા શુદ્ધ થાય છે. આમ જિનશાસનમાં આવી જિનમુદ્રા” હોય છે.
ભાવાર્થ:- (૧) જે સંયમસહિત હોય, (૨) જેમની ઇન્દ્રિયો વશમાં હોય, (૩) જેમને કષાયોની પ્રવૃત્તિ ન થતી હોય અને (૪) જેઓ જ્ઞાનને સ્વરૂપમાં લગાવતા હોય એવા મુનિ હોય તે જ “જિનમુદ્રા” છે. ૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com