________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩ર૩
હવે કહે છે કે જો ભાવશુદ્ધિ વિના ગૃહસ્થપદ છોડે તો આ પ્રવૃત્તિ થાય છે:
जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवद्यादं च। वच्चदि णरयं पाओ करमाणो लिंगिरुवेण।।९।। यः योजयति विवाहं कृषिकर्मवाणिज्यजीवघातं च। व्रजति नरकं पापः कुर्वाण: लिंगिरुपेण।।९।। જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯
અર્થ- જે ગૃહસ્થોને પરસ્પર વિવાહસંબંધ જોડી આપે છે, સગપણ કરાવે છે, કૃષિકર્મખેતીવાડીનું ખેડૂતનું કાર્ય, વાણિજ્ય વ્યાપાર અર્થાત્ વૈશ્યનું કાર્ય અને જીવાત અર્થાત્ વૈધકર્મ માટે જીવઘાત કરવો અથવા માછીમાર આદિ કાર્ય કરે-આવાં કાર્યો કરે તે લિંગરૂપ ધારણ કરીને, આવાં પાપકાર્ય કરતો થકો તે પાપી, નરકને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ - ગૃહસ્થપદ ત્યાગીને શુભભાવ વિના લીંગી થયો હતો. તેને ભાવની વાસના મટી નહિ તેથી લીંગીરૂપ ધારણ કરીને ગૃહસ્થના કાર્ય કરવા લાગ્યો. પોતે વિવાહ કરતો નથી, તો પણ ગૃહસ્થોના સંબંધ કરાવી લગ્ન કરાવે છે. તથા ખેતી, વ્યાપાર, જીવહિંસા પોતે કરે છે અને ગૃહસ્થોને કરાવે છે. તે પાપી થઈને નરકે જાય છે. આવો વેષ ધારણ કરવા કરતાં તો ગૃહસ્થ જ રહ્યો હોત તો સારું હતું. પદનું પાપ તો ન લાગત! તેથી આવો વેષ ધારણ કરવો ઉચિત નથી. આ ઉપદેશ છે. ૯
હવે ફરી કહે છે:
चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहिं। जंतेण दिव्वमाणो गच्छदि लिंगी णरयवासं।।१०।। चौराणां लापराणां च युद्धं विवादं च तीव्रकर्मभिः। यंत्रेण दीव्यमानः गच्छति लिंगी नरकयासं।।१०।। ચોરો-લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે, ચોપાટ-આદિક જે રમે, લિંગી નરક ગામી બને. ૧૦
અર્થ- જે મુનિલિંગ ધારણ કરીને પણ ચોરોમાં, જૂઠ બોલનાર લબાડોમાં વિવાદ કે યુદ્ધ કરાવે; જેમાં તીવ્ર કષાયો ઉપજે તેવાં તીવ્ર કર્મો વડે તથા શતરંજ, પાસા, ચોપાટ આદિ રમવા વડ તે પાપ કર્મો કરી નરકમાં જાય છે. ‘‘ના૩રા'' નું પાઠાંતર “રાઉના'' છે. ત્યાં ‘રાવલ” અર્થાત્ રાજકાર્ય કરનારામાં યુદ્ધ-વિવાદ કરાવે છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com