________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
(અષ્ટપાહુડ
पाओ पहदंभावो सेवदि य अबंभु लिंगिरुवेण। सो पावमोहिदमदी हिंडदि संसारकंतारे।।७।। पापोपहतभावः सेवते च अब्रह्म लिंगिरुपेण। सः पापमोहितमतिः हिंडते संसारकांतारे।।७।। જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને,
તે પાપમોહિત બુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭ અર્થ:- પાપથી જેનો આત્મભાવ હણાયેલો છે એવો પુરુષ જે મુનિનો વેષ ધારીને પણ અબ્રહ્મનું સેવન કરે છે તે પાપથી મોહિત બુદ્ધિવાળો લિંગી સંસારરૂપી કાંતાર-વનમાં ભ્રમ્યા કરે છે.
ભાવાર્થ - પહેલાં તો લિંગ ધારણ કર્યું અને પાછળથી એવા પાપ-પરિણામ થયા કે વ્યભિચારનું સેવન કરવા લાગ્યો. તેની પાપબુદ્ધિને શું કહેવું? તેને સંસારમાં રખડવાનું કેમ ન હોય? જેને અમૃત પણ ઝેર રૂપે પરિણમે તેને રોગ મટવાની આશા કયાંથી હોય? એવું જ આનું થયું. તેવાના સંસારનું કપાવું કઠણ છે. ૭
હવે ફરી કહે છે:
दसणणाणचरित्ते उपहाणे जइ ण लिंगरुवेण। अट्ट झायदि झाणं अणंत संसारिओ होदि।।८।। दर्शनज्ञान चारित्राणि उपधानानि यदि न लिंगरुपेण। आर्तं ध्यायाति ध्यानं अनंतसंसारिकः भवति।।८।।
જ્યાં લિંગ રૂપે જ્ઞાનદર્શન ચરણનું ધારણ નહીં,
ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંત સંસારી મુનિ. ૮ અર્થ:- જો લિંગરૂપ ધારણ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપધાનરૂપ (ધારણ) કર્યા નહીં અને આર્તધ્યાને ધ્યાવે છે તો આવો લિંગી અનંત સંસારી હોય છે.
ભાવાર્થ- લિંગ ધારીને દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરવાનું હતું તે તો કર્યું નહિ, અને ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ વિષયોને છોડ્યા હતા, તેની ફરીને ચિંતા કરી, આર્તધ્યાન કરવા લાગ્યો. તે અનંત સંસારી કેમ ન થાય? આનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનાદિરૂપ ભાવ તો પહેલાં થયા નહિ અને કોઈ કારણથી લિંગ ધારણ કરી લીધુ, એનું પરિણામ શું આવે? પહેલાં ભાવશુદ્ધિ કરીને પછી લિંગ ધારણ કરવું યોગ્ય છે. ૮
૧ પાપ ઉપત ભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ. ૨ સંસ્કૃતિકાનને = સંસારરૂપી
વનમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com