________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
(અષ્ટપાહુડ
જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી, તે નવ રૂચે સ્વપ્નય જેને, તે રહે ભગવન મહીં. ૪૭
અર્થ - જિનભગવાન દ્વારા કહેવાયેલી જિનમુદ્રા છે તે જ સિદ્ધિસુખ છે-મુક્તિ સુખ જ છે. આ કારણમાં કાર્યનો ઉપચાર જાણવો. જિનમુદ્રા મોક્ષનું કારણ છે અને મોક્ષસુખ એનું કાર્ય છે. એવી જિનમુદ્રા જિનભગવાને જેવી કહી છે તેવી જ છે. તો એવી જિનમુદ્રા જે જીવને સાક્ષાત્ તો દૂર જ રહી, પણ સ્વપ્નમાંય કદાચિત્ રૂચતી નથી–એનું સ્વપ્ન આવે તો પણ એની અવજ્ઞા આવે છે તો તે જીવ સંસારરૂપી ઘોર વનમાં રહે છે, મોક્ષ સુખને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - જિનદેવે કહેલી જિનમુદ્રા નિશ્ચયથી મોક્ષસુખનું કારણ છે, તે મોક્ષરૂપ જ છે. કેમકે જિનમુદ્રા ધારણ કરનાર નિગ્રંથમુનિ વર્તમાનમાં પણ સ્વાધીન સુખ ભોગવે છે અને પાછળથી મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જે જીવને આ રૂચતી નથી તે મોક્ષને પામતો નથી, સંસારમાં જ રહે છે. ૪૭
હવે કહે છે કે જે પરમાત્માનું ધ્યાન કરે છે તે યોગી લોભ રહિત થઈને નવીન કર્મનો આસ્રવ કરતા નથી:
परमप्पय झायंतो जोइ मुच्चेइ मलदलोहेण। णादियदि णवं कम्मं णिद्दिटुं जिणवरिंदेहिं।। ४८।। परमात्मानं ध्यायन् योगी मुच्यते मलदलोभेन। नाद्रियते नवं कर्म निर्दिष्टं जिनवरेन्द्रैः।।४८।।
પરમાત્માને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસવે-જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮
અર્થ- જે યોગી–ધ્યાની પરમાત્માનું ધ્યાન કરતો રહે છે તે મળદાયક લોભકષાયથી છૂટે છે. તેને લોભ મળ લાગતો નથી. તેથી જ નવીન કર્મનો આસ્રવ થતો નથી. આ જિનવરેન્દ્ર તીર્થકર સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ- મુનિ પણ હોય અને આગામી જન્મસંબંધી લોભ પામીને નિદાન કરે તેને પરમાત્માનું ધ્યાન થતું નથી. તેથી જે પરમાત્માનું ધ્યાન કરે તેને આલોક-પરલોક સંબંધી પરદ્રવ્યનો કંઈપણ લોભ હોતો નથી. તેથી તેને નવીન કર્મનો આસ્રવ થતો નથી એમ જિનદેવે કહ્યું છે. આ લોભકષાય એવો છે કે દસમાં ગુણસ્થાન સુધી સૂક્ષ્મલોભ અવ્યક્ત રહીને આત્માને દૂષિત કરે છે માટે તેને દૂર કરવો જ ઇષ્ટ છે. અથવા જ્યાં સુધી મોક્ષની ઇચ્છારૂપ લોભ રહે છે ત્યાંસુધી મોક્ષ થતો નથી. તેથી લોભનો અત્યંત નિષેધ છે. ૪૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com