________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
ર૬૧
ગારવ-રસ ગારવ, ઋદ્ધિ ગારવ ને સાતા ગારવ-એમ ત્રણ પ્રકારના છે. તે જો કે માનકષાયમાં ગર્ભિત છે તોપણ તેમાં પ્રમાદની બહુલતા હોવાથી ભિન્નરૂપે કહ્યાં છે.
શબ્દ ગારવ એટલે હું કેવો સુંદર વર્ણોચ્ચાર કરું છું? મારો કેવો સચિર, મધુર ધ્વનિ, વ્યાખ્યાનની શોભામાં અનહૂદવૃદ્ધિ કરે છે; આ બિચારા બીજા વક્તાઓને મારા જેવી વસ્તૃત્વકળા નથી, એમ ગણી અભિમાન કરવું તે શબ્દ ગારવ છે.
મારા જેવી શિષ્યાદિની વિશાળ સામગ્રી બીજાઓને નથી એવું અભિમાન કરે તે ઋદ્ધિગારવ છે.
હું ત્યાગી છતાં ઇન્દ્ર સુખ, ચક્રવર્તીનું સુખ કે તીર્થકર જેવું સુખ ભોગવું છું. આ બિચારા બીજા ત્યાગીઓને તેવું સુખ નથી; એમ સાતાનું અભિમાન તે સાતા ગારવ છે.
જાતિ તે માતાનો વંશ, કુળ તે પિતાનો વંશ, તે ઉત્તમ હોવાનું અભિમાન તે જાતિ મદ તથા કુળ મદ છે. તેવી જ રીતે લાભ, રૂપ, તપ, બલ, વિધા ને ઐશ્વર્ય તેનો મદ એ આઠ મદ કહ્યાં છે. તે ન કરે.
રાગ-દ્વેષ પ્રીતિ-અપ્રીતિને કહે છે કોઈથી પ્રેમ કરવો ને કોઈથી અપ્રીતિ કરવી–આ પ્રકારે લક્ષણના ભેદથી કહ્યું. પરમાં મમત્વ તે મોટું છે. સંસારનું મમત્વ તો મુનિને છે જ નહિ, પરંતુ ધર્માનુરાગથી શિષ્યાદિમાં મમત્વ છે તે પણ તજવા યોગ્ય છે.
આ પ્રકારે ભેદ વિવક્ષાથી ભિન્નભિન્ન કહ્યા છે. એ બધા ધ્યાનના નાશ કરવાવાળા ઘાતકભાવ છે. તેમને છોડ્યા વિના ધ્યાન થતું નથી. તેથી જેવી રીતે ધ્યાનમાં સ્થિરતા રહે તેમ કરે. ૨૭ હવે આને જ વિશેષરૂપથી કહે છે:
मिच्छत्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविहेण। मोणव्वएण जोइ जोयत्थो जोयए अप्पा।।२८।। मिथ्यात्वं अज्ञानं पापं पुण्यं त्यक्त्वा त्रिविधेन। मौनव्रतेन योगी योगस्थः द्योतयति आत्मानम्।।२८।। ત્રિવિધે તજી મિથ્યાત્વને, અજ્ઞાનને, અઘ-પુણ્યને,
યોગસ્થ યોગી, મૌનવ્રતસંપન્ન ધ્યાને આત્માને. ૨૮ અર્થ:- યોગી-ધ્યાની મુનિ છે તે મિથ્યાત્વ, અજ્ઞાન ને પાપ-પુણ્ય તેમને મન-વચનકાયથી છોડીને મૌનવ્રત દ્વારા ધ્યાનમાં સ્થિર થઈને આત્માનું ધ્યાન કરે છે.
૧ અધ-પુણ્યને = પાપને તથા પુણ્યને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com