________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
(અષ્ટપાહુડ
અર્થ:- જે જીવ રૂદ્ર અર્થાત્ મોટા વિસ્તારરૂપ સંસારરૂપી સમુદ્ર તેમાંથી બહાર નીકળવા ઇચ્છે છે તે જીવ કર્મરૂપી ઇંધનને બાળનાર શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ:- નિર્વાણની પ્રાપ્તિ કર્મનો નાશ થાય ત્યારે થાય છે. અને કર્મનો નાશ શુદ્ધાત્માના ધ્યાનથી થાય છે. તેથી સંસારથી નીકળીને જે મોક્ષ ઇચ્છે છે તે શુદ્ધ આત્માનું કે જે કર્મમળથી રહિત અનંત ચતુર્ય સહિત નિજ આત્મસ્વરૂપ પરમાત્મા છે તેનું ધ્યાન કરે છે. મોક્ષનો ઉપાય આના સિવાય બીજો કોઈ નથી. ર૬
હવે આત્માનું ધ્યાન કરવાની વિધિ બતાવે છે -
सव्वे कसाय मोत्तुं गारवमयरायदोसवामोहं। लोय ववहारविरदो अप्पा झाएह झाणत्थो।।२७।।
सर्वान् कषायान् मुक्त्वा गारवमदरागदोष व्यामोहम्। लोकव्यवहारविरतः आत्मानं ध्यायति ध्यानस्थः।।२७।। સઘળા કષાયો 'મોહરાગ વિરોધ-મદ-ગારવ તજી, ધ્યાનસ્થ ધ્યાને આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ૨૭
અર્થ - મુનિ સર્વ કષાયોને છોડી દઈ તથા ગારવ, મદ, રાગ, દ્વેષ અને મોહ તેમને છોડીને, લોકવ્યવહારથી વિરક્ત થઈને, ધ્યાનમાં સ્થિર થઈ આત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ- મુનિ આત્માનું ધ્યાન આવી રીતે કરે : પ્રથમ તો ક્રોધ, માન, માયા, લોભ-આ સર્વ કષાયોને છોડે, ગારવ છોડે, મદ-જાતિ આદિના ભેદથી આઠ પ્રકારના છે તેને છોડ, રાગ-દ્વેષ છોડ અને લોક વ્યવહાર-જે સંઘમાં રહેવામાં પરસ્પર વિનયાચાર, વૈયાવૃત્ય, ધર્મોપદેશ, વાંચન કરવું, ભણાવવું ઇત્યાદિને પણ છોડીને ધ્યાનમાં સ્થિર થઈ જાય. આ પ્રકારે આત્માનું ધ્યાન કરે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે સર્વ કષાયોને છોડવાનું કહ્યું તેમાં તો સર્વ ગાર-માદાદિક આવી ગયા. તો ફરી તેમને ભિન્ન ભિન્ન કેમ કહ્યાં?
તેનું સમાધાન આ પ્રમાણે છે કે આ સર્વે કષાયોમાં તો ગર્ભિત છે, પરંતુ વિશેષરૂપથી બતાવવા માટે જુદા જુદા કહ્યા છે. કષાયની પ્રવૃત્તિ આ પ્રકારે છે જે પોતાના માટે અનિષ્ટ છે તેનાથી ક્રોધ કરે, બીજાને નીચા માનીને માન કરે, કોઈ કાર્ય નિમિત્તે કપટ કરે, આહારાદિકમાં લોભ કરે.
૧ મોહ રાગ વિરોધ = મોહ રાગ દ્વેષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com