________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૫
અર્થ:- બાહ્યપરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિને માટે કરવામાં આવે છે, પરંતુ અભ્યતર પરિગ્રહ રાગાદિક છે. રાગાદિકથી યુક્તને બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે.
ભાવાર્થ- અંતરંગ ભાવ વિના બાહ્ય ત્યાગાદિકની પ્રવૃત્તિ નિષ્ફળ છે, આ પ્રસિદ્ધ
હવે કહે છે કે કરોડો ભવોમાં તપ કરે તો પણ ભાવ વિના શુદ્ધિ નથી.
भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ। जम्मंतराइ बहुसो लंबियहत्थो गलियवत्थो।।४।। भावरहितः न सिद्धयति यद्यपि तपश्चरति कोटिकोटी। जन्मान्तराणि बहुशः लंबितहस्तः गलितवस्त्रः।। ४ ।।
છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪
અર્થ:- જો કોઈ જન્માંતરો સુધી ક્રોડાકોડિ વરસો સુધી હાથ લાંબા લટકાવીને, વસ્ત્રાદિકનો ત્યાગ કરીને તપશ્ચરણ કરે તો પણ ભાવ રહિતને સિદ્ધિ થતી નથી.
ભાવાર્થ:- ભાવમાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રરૂપ વિભાવ રહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ સ્વભાવમાં પ્રવૃત્તિ ન હોય તો કોટિ કોટિ ભવ સુધી કાયોત્સર્ગપૂર્વક નગ્નમુદ્રા ધારણ કરી તપશ્ચર્યા કરે તો પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી, આ રીતે ભાવોમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવ મુખ્ય છે, અને તેમાં પણ સમ્યગ્દર્શન મુખ્યછે કેમકે તેના વિના જ્ઞાન-ચારિત્ર મિથ્યા કહ્યું છે. આ પ્રમાણે જાણવું જોઈએ.
હવે આ જ અર્થને દઢ કરે છે:
परिणामम्मि अशुद्धे गंथे मुञ्चेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ भावविहूणस्स किं कुणइ।।५।।
परिणामे अशुद्ध ग्रन्थान् मुञ्चति बाह्यान् च यदि। बाह्यग्रन्थत्यागः भावविहीनस्य किं करोति।।५।।
પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને ? ૫
૧ લંબિત કર = નીચે લટકાવેલા હાથવાળા-કાયોત્સર્ગમુદ્રા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com