________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
(અષ્ટપાહુડી
ભાવાર્થ- તપશ્ચરણનું કષ્ટ અંગીકાર કરીને જ્ઞાનની ભાવના ભાવે તો પરિષહુ આવતાં જ્ઞાન ભાવનાથી ખસી ન જવાય. તેથી શક્તિ અનુસાર દુઃખ સાથે જ્ઞાનને ભાવવું. એકલા સુખમાંજ ભાવતાં દુઃખ આવી પડે ત્યારે વ્યાકુળ થઈ જાય ને જ્ઞાન ભાવના ન રહે. માટે આ ઉપદેશ છે. ૬ર
હવે કહે છે કે આહાર, આસન, નિદ્રા તેમને જીતીને આત્માનું ધ્યાન કરવું :
आहारासणणिद्दाजयं च झायव्यो णियअण्णा
काऊण जिणवरमएण। णाऊणं गुरुपसाएण।।३।।
आहारासन निद्राजयं च कृत्वा जिनवरमतेन।
ध्यातव्यः निजात्मा ज्ञात्वा गुरुप्रसादेन।। ६३।। આસન-અશન-નિદ્રાતણો કરી વિજય, જિનવરમાર્ગથી,
ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી શ્રી ગુરુપરસાદથી. ૬૩ અર્થ- સર્વજ્ઞના માર્ગને અનુસરીને આહાર, આસન અને નિદ્રાને જીતી શ્રી ગુરુકૃપાથી આત્માને જાણીને નિજ આત્માનું ધ્યાન કરવું.
ભાવાર્થ:- આહાર, આસન, નિદ્રાને જીતીને આત્માનું ધ્યાન કરવાનું તો અન્ય મતવાળા પણ કહે છે. પરંતુ એમનું વિધાન યથાર્થ નથી. તેથી આચાર્ય કહે છે કે જેવું જિનમતમાં કહ્યું છે તેવા વિધાનને શ્રી ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું સફળ છે. જેવું જૈનસિદ્ધાંતમાં આત્માનું સ્વરૂપ તથા ધ્યાનનું સ્વરૂપ અને આહાર, આસન અને નિદ્રા તેમને જીતવાનું વિધાન કહેલ છે તે પ્રકારે જાણીને તેમાં પ્રવર્તવું. ૬૩ હવે, આત્માનું ધ્યાન કરવું તેમ કહ્યું, તો તે આત્મા કેવો છે તે કહે છે:
अप्पा चरित्तवंतो दंसणणाणेण संजुदो अप्पा। सो झायव्वो णिच्चं णाऊणं गुरुपसाएण।।६४।। आत्मा चारित्रवान् दर्शनज्ञानेन संयुतः आत्मा। सः ध्यातव्यः नित्यं ज्ञात्वा गुरुप्रसादेन।।६४।। છે આતમા સંયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી; નિત્યે અહો ! ધ્યાતવ્ય તે, જાણી શ્રી ગુરુપરસાદથી. ૬૪
૧ આસન-અશન-નિદ્રા = આસનનો, આહારનો અને ઊંઘનો. ૨ શ્રી ગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી;
ગુરુકૃપાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com