________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૫
અર્થ:- આત્મા ચારિત્રવાન તથા દર્શન-જ્ઞાન-સહિત છે-એવો આત્મા ગુના પ્રસાદથી જાણીને તેનું નિત્ય ધ્યાન કરવું.
ભાવાર્થ:- આત્માનું રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રમયી છે. તેનું રૂપ જૈન ગુરુઓની કૃપાથી જાણી શકાય છે. અન્ય મતવાળા પોતાની બુદ્ધિની કલ્પનાથી જેવું-તેવું માનીને ધ્યાન કરે છે. તેમને યથાર્થ સિદ્ધિ નથી. તેથી જિનમત અનુસાર ધ્યાન કરવું એવો ઉપદેશ છે. ૬૪
- હવે કહે છે કે આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવું એ ઉત્તરોત્તર દુર્લભ હોવાથી દુઃખથી (દઢતર પુરુષાર્થથી) પ્રાપ્ત થાય છે –
दुक्खे णज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं। भाविय सहावपुरिसो विसयेसु विरच्चए दुक्खं ।।६५।। दुःखेन ज्ञायते आत्मा आत्मानं ज्ञात्वा भावना दुःखम्। भावित स्वभावपुरुष: विषयेषु विरज्यति दुःखम्।।६५।। જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! *ભાવિત નિજાભસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫
અર્થ:- પ્રથમ તો આત્માનું જાણવું થાય છે તે દુ:ખથી જાણવામાં આવે છે, પછી આત્માને જાણીને તેની ભાવના કરવી-ફરી ફરી અનુભવ કરવો તે દુ:ખથી (ઉગ્ર પુરુષાર્થથી) થાય છે. કદાચિત ભાવના પણ કોઈ પ્રકારે થઈ જાય તો જેણે જિનભાવના ભાવી છે તેવા પુરુષને વિષયોથી વિરક્તી મહાદુઃખથી (અપૂર્વ પુરુષાર્થથી) થાય છે.
ભાવાર્થ:- આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવું એવો યોગ ઉત્તરોત્તર મળવો અતિ દુર્લભ છે. તેથી આ ઉપદેશ છે કે આવો સુયોગ મળતાં પ્રમાદી થવું નહિ. ૬૫
હવે કહે છે કે જ્યાં સુધી મનુષ્ય વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી:
ताम ण णज्जइ अप्पा विसएस णरो पवट्टए जाम। विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं।।६६।।
तावन्न ज्ञायते आत्मा विषयेषु नरः प्रवर्तते यावत्। विषये विरक्तचित्त: योगी जानाति आत्मानम्।।६६।।
૧ ભાવના = આત્માને ભાવવો તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે. ૨ ભાવિત નિજાભસ્વભાવને = જેણે નિજાભસ્વભાવને ભાવ્યો છે તે જીવને; જેણે નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com