________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
(અષ્ટપાહુડ
આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન ન૨ કરે; *વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્માને. ૬૬
અર્થ- જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં મનને જોડલું રાખે છે ત્યાં સુધી આત્માને જાણતો નથી. તેથી વિષયોથી વિરક્ત ચિત્તવાળા યોગી–ધ્યાતિ મુનિ જ આત્માને જાણે છે.
ભાવાર્થ- જીવના સ્વભાવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે તે જેવા શેય પદાર્થમાં જોડાય છે તેવો જ થઈ જાય છે. તેથી આચાર્ય કહે છે કે જ્યાં સુધી વિષયોમાં ચિત્ત રહે છે ત્યાંસુધી તે વિષયરૂપ રહે છે, આત્માનો અનુભવ થતો નથી. માટે યોગી મુનિ આ પ્રમાણે વિચાર કરી વિષયોથી વિરક્ત થઈ આત્મામાં ઉપયોગ લગાવે ત્યારે આત્માને જાણે, અનુભવ કરે. તેથી વિષયોથી વિરક્ત થવું એ ઉપદેશ છે. ૬૬
હવે આ જ અર્થને દઢ કરે છે કે આત્માને જાણીને પણ ભાવના વિના સંસારમાં જ રહે
છે:
अप्पा णाऊण णरा केई । सब्भावभावपब्भट्ठा। हिंडंति चाउरंगं विसएसु विमोहिया मूढा।।६७।।
आत्मानं ज्ञात्वा नराः केचित सद्भावभावप्रभ्रष्टाः। हिण्डन्ते चातुरंगं विषयेषु विमोहिताः मूढाः।। ६७।।
નર કોઈ, આતમ જાણી, આતમ ભાવના પ્રવ્યુતપણે ‘ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭
અર્થ - કેટલાક મનુષ્ય આત્માને જાણીને પણ પોતાના સ્વભાવની ભાવનાથી અત્યંત ભ્રષ્ટ થયા થકા વિષયોમાં મોહિત થઈને અજ્ઞાની, મૂર્ખ બનીને ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરે છે.
ભાવાર્થ- પ્રથમ કહ્યું હતું કે આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવુંઆ ઉત્તરોત્તર દુર્લભ જણાય છે. પૂર્વે વિષયોમાં આસક્ત થઈ આત્માને જાણતો નથી એવું કહ્યું, હવે અહીં આમ કહ્યું કે આત્માને જાણીને પણ વિષયોથી વશીભૂત થઈને ભાવના (અનુભૂતિ) કરે નહિ તો સંસારની ચાર ગતિમાં જ ભ્રમણ કરે છે. માટે આત્માને જાણીને વિષયોથી વિરક્ત થવું એ ઉપદેશ છે. ૬૭
૧ વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા. ૨ ચતુરંગસંસારે = ચતુર્ગતિ સંસારમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com