________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૭
હવે કહે છે કે જે વિષયોથી વિરક્ત થઈને આત્માને જાણીને ભાવે છે તે સંસારને છોડ
છે:
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया। छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो।।६८।। ये पुनः विषयविरक्ताः आत्मानं ज्ञात्वा भावनासहिताः। त्यति चातुरंगं तपोगुणयुक्ताः न संदेहः ।।६८।। પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ભાવનયુક્ત જે, ‘નિ:શંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિ ભ્રમણને. ૬૮
અર્થ:- ફરી જે પુરુષ-મુનિ વિષયોથી વિરક્ત થઈ આત્માને જાણીને ભાવે છે, વારંવાર ભાવના દ્વારા અનુભવ કરે છે તે તપ અર્થાત્ બાર પ્રકારે તપ અને મૂળગુણ-ઉત્તરગુણોથી યુક્ત થઈને સંસારને છોડ છે, મોક્ષ પામે છે.
ભાવાર્થ- વિષયોથી વિરક્ત થઈને આત્માને જાણી ભાવના કરવી. તેથી સંસારથી છૂટીને મોક્ષ પ્રાપ્ત થશે-એ ઉપદેશ છે. ૬૮
હવે કહે છે કે જો પરદ્રવ્યમાં લેશ માત્ર પણ રાગ હોય તો તે પુરુષ અજ્ઞાની છે, પોતાનું સ્વરૂપ તેણે જાણ્યું નથી:
परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो। सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ।।६९।। परमाणुप्रमाणं वा परद्रव्ये रतिर्भवति मोहात्। सः मूढः अज्ञानी आत्मस्वभावात् विपरीतः।।६९।। પદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯
અર્થ:- જે પુરુષને પરદ્રવ્યમાં પરમાણુ પ્રમાણ-લેશમાત્ર મોહથી રતિ અર્થાત્ રાગ-પ્રીતિ હોય તો તે પુરુષ મૂઢ છે, અજ્ઞાની છે, આત્મસ્વભાવથી વિપરીત છે.
ભાવાર્થ - ભેદવિજ્ઞાન થયા બાદ જીવ-અજીવને ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યને પોતાના ન જાણે, ત્યારે તેનાથી (કર્તુત્વ બુદ્ધિથી-સ્વામીત્વની ભાવનાથી) રાગ પણ હોતો નથી. જો રાગ હોય તો જાણો કે તેણે સ્વ-પરનો ભેદ જાણ્યો નથી, અજ્ઞાની છે, આત્મસ્વભાવથી
૧ ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત (આત્માનુભૂતિથી યુક્ત). ૨ નિઃશંક = ચોક્કસ ખાતરીથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com